3.1 KiB
3.1 KiB
પડદો, પડદાઓ
વ્યાખ્યા:
બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.
- મુલાકાત મંડપની ટોચ અને બાજુઓને બાંધવા માટે ચાર પડના પડદાઓ વાપરવામાં આવ્યા હતા. આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.
- કપડાના પડદાઓ મુલાકાત મંડપના આંગણાની આસપાસની દીવાલ બનાવવા પણ વપરાતા હતા. આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.
- મુલાકાત મંડપ અને મંદિર બંને ઇમારતોમાં, જાડા કાપડના પડદાઓ પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાનની વચ્ચે લટકાવેલા હતા. આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.
ભાષાંતરના સૂચનો:
- આધુનિક સમયના પડદાઓ બાઈબલમાં વાપરવામાં આવેલા પડદાઓથી ખૂબજ અલગ છે, તે વધારે સ્પષ્ટ કરવા માટે કદાચ શક્ય હોય તો અલગ શબ્દ વાપરવો અથવા પડદાઓનું વર્ણન કરવા શબ્દો ઉમેરવા.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “પડદાનું આવરણ” અથવા “આવરણ” અથવા “જાડા કપડાનો ટુકડો” અથવા “પશુઓની ચામડીનું આવરણ” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: પવિત્રસ્થાન, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1852, H3407, H4539, H6532, H7050, G2665