3.0 KiB
3.0 KiB
લાકડી, લાકડીઓ
વ્યાખ્યા:
“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.
- લાકડાની લાકડીનો ઉપયોગ ઘેટાંપાળક દ્વારા ઘેટાંને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે કરવામાં આવતો હતો. ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.
- ગી.શા. 23 માં, દાઉદ રાજાએ “લાકડી” અને “છડી” શબ્દનો ઉલ્લેખ પોતાના લોકો માટે ઈશ્વરના માર્ગદર્શન અને શિસ્ત માટે રૂપક તરીકે કર્યો હતો.
- ઘેટાંપાળની લાકડીનો ઉપયોગ જેમ ઘેટાંઓ તેની નીચેથી પસાર થતાં તેમ તેઓની ગણતરી કરવાં માટે પણ થતો હતો.
- બીજી રૂપક અભિવ્યક્તિ, "લોખંડની લાકડી," જેઓ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારતા અને દુષ્ટ બાબતો કરતાં તેઓ માટે ઈશ્વરની શિક્ષા તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- પ્રાચીન સમયમાં, ધાતુ, લાકડાં, અથવા પથ્થરની બનેલી લાકડીનો ઉપયોગ મકાન અથવા વસ્તુની લંબાઈને માપવા માટે કરવામાં આવતો હતો.
- બાઈબલમાં, લાકડાંની લાકડીનો ઉલ્લેખ બાળકોને શિસ્તમાં લાવવાં માટેના સાધન તરીકે પણ કરવામાં આવ્યો હતો.
(આ પણ જુઓ: છડી, ઘેટાં, ઘેટાંપાળક)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2415, H4294, H4731, H7626, G2563, G4463, G4464