5.9 KiB
5.9 KiB
સહન કરવું,પીડાય છે,સહન કર્યું,વેદના,પીડાઓ
વ્યાખ્યા:##
"સહન કરવું" અને "વેદના" શબ્દોનો અર્થ ખૂબ જ કંઈક અણગમતું, જેમ કે માંદગી,પીડા, અથવા અન્ય મુશ્કેલીઓનો અનુભવ એવો થાય છે.
- જ્યારે લોકો પર સતાવણી થાય અથવા જ્યારે તેઓ બીમાર હોય ત્યારે તેઓ પીડાતા હોય છે.
- કેટલીકવાર લોકોએ કરેલાં ખોટા કાર્યોને લીધે લોકોને પીડા થાય છે; દુનિયામાંનાં પાપ અને બીમારીને લીધે તેઓ સહન કરે છે.
- દુઃખ શારીરિક હોઈ શકે છે, જેમ કે પીડા કે માંદગી અનુભવવી. તે ભાવનાત્મક પણ હોઈ શકે છે, જેમ કે ભય,ઉદાસી,અથવા એકલતાની લાગણી અનુભવવી.
- "મને સહન કરો" શબ્દસમૂહનો અર્થ "મારી સાથે સહન કરવું" અથવા"મને સાંભળો" અથવા "ધીરજથી સાંભળો.”
અનુવાદનાં સૂચનો:
- "સહન કરવું" શબ્દનો અનુવાદ "પીડા અનુભવવી" અથવા"મુશ્કેલી સહન કરવી" અથવા "તકલીફો અનુભવવી" અથવા "મુશ્કેલ અને પીડાદાયક અનુભવોમાંથી પસાર થવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, "વેદના"નું ભાષાંતર "અત્યંત મુશ્કેલ સંજોગો" અથવા "ગંભીર તકલીફો" અથવા "મુશ્કેલીનો અનુભવ" અથવા "પીડાદાયક અનુભવોનો સમય" તરીકે કરી શકાય છે
- ”તરસ વેઠવી“ શબ્દસમૂહનો અનુવાદ “તરસ અનુભવવી” અથવા “તરસથી પીડાવું” તરીકે કરી શકાય છે.
- “હિંસાસહન કરવી” નો અનુવાદ"હિંસામાંથી પસાર થવું" અથવા"હિંસક કૃત્યો દ્વારા નુકસાન થવું” તરીકે કરી શકાય છે.
બાઇબલના સંદર્ભો
- 1 થેસ્સલોનિકી 2:14-16
- 2 થેસ્સલોનિકી 1:3-5
- 2 તીમોથી 1:8-11
- પ્રેરિતોનાં કૃત્યો 7:11-13
- યશાયાહ 53:10-11
- યર્મિયા 6:6-8
- માથ્થી 16:21-23
- ગીતશાસ્ત્ર 22:24-25
- પ્રકટીકરણ 1:9-11
- રોમનો 5:3-5
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 9:13 યહોવાહે કહ્યું ,"મેં મારા લોકોનું દુ:ખ જોયું છે."
- 42:3 તેણે(ઈસુએ) તેમને પ્રબોધકોએ જે કહ્યું હતું તે યાદ કરાવ્યું કે મસીહ દુ:ખ વેઠશે અને માર્યો જશે,પણ ત્રીજે દિવસે સજીવન થશે.
- 42:7 તેણે(ઇસુએ) કહ્યું કે,”પુરાતન કાળમાં લખાયું હતું કે મસીહ દુ:ખ વેઠશે અને મૃત્યુ પામશે ,ને ત્રીજે દિવસે મુએલામાંથી પાછો ઊઠશે.”
- [44:5" તમે જે કરી રહ્યા હતા તે તમે ભલે સમજ્યા ન હતા, ઈશ્વરે તમારાં કાર્યોનો ઉપયોગ ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા માટે કર્યો કે મસીહ દુ:ખ વેઠે અને મૃત્યુ પામે."
- 46:4 ઈશ્વરે કહ્યું, "મેં તેને(શાઉલને) મારું નામ નાશ પામનારાઓને પ્રગટ કરવા માટે પસંદ કર્યો છે.મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે એ હું તેને બતાવીશ.”
- 50:17 તે(ઇસુ) દરેક આંસુ લૂછી નાખશે અને ત્યાં કોઈ દુ:ખ,શોક,રૂદન,દુષ્ટતા,પીડા અથવા મરણ થનાર નથી.
શબ્દ માહિતી:
- Strong's: H943, H1741, H1934, H4342, H4531, H4912, H5142, H5254, H5375, H5999, H6031, H6040, H6041, H6064, H6090, H6770, H6869, H6887, H7661, G91, G941, G971, G2210, G2346, G2347, G3804, G3958, G4310, G4778, G4841, G5004, G5723