5.1 KiB
5.1 KiB
હાંસી ઉડાવવી, હાંસી ઉડાવે છે, હાંસી ઉડાવી, હાંસી ઉડાવવી, હાંસી ઉડાવનાર, હાંસી ઉડાવનારાઓ, ઉપહાસ કરવો, ઠઠ્ઠા ઉડાવવા, ઠઠ્ઠા ઉડાવ્યા, મજાક ઉડાવવી, મજાક ઉડાવી
વ્યાખ્યા:
“હાંસી ઉડાવવી”, “ઉપહાસ કરવો” તથા “મજાક ઉડાવવી” તે બધા જ ખાસ કરીને કોઈકની ક્રૂર રીતે મજાક ઉડાવવાનો ઉલ્લેખ કરે છે.
- હાંસી ઉડાવવામાં ઘણી વાર લોકોને ઝંખવાણા પાડવા કે તેઓ પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કરવા તેઓની બોલી અથવા તો કાર્યોની નકલ કરવામાં આવે છે.
- જ્યારે રોમન સિપાઈઓએ ઈસુને ઝભ્ભો પહેરાવ્યો અને રાજા તરીકે તેમને માન આપવાની નકલ કરી ત્યારે તેઓએ ઈસુની હાંસી ઉડાવી અથવા તો ઉપહાસ કર્યો.
- જ્યારે બાળકોના એક જૂથે એલિશાની ટાલ વિષે મજાક કરતા તેની ખીજ પાડી ત્યારે, તેઓએ તેનો ઉપહાસ કર્યો અથવા તો મજાક ઉડાવી.
- “મજાક ઉડાવવી” શબ્દ કોઈ વિચાર કે જે માનવાયોગ્ય ન ગણાય અથવા તો અગત્યનો ન ગણાય તો તેની મજાક ઉડાવવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.
- “હાંસી ઉડાવનાર” એક એવો વ્યક્તિ છે કે જે સતત હાંસી ઉડાવે છે અને ઉપહાસ કરે છે.
બાઇબલના સંદર્ભો:
- 2 પિતર 3:3-4
- પ્રેરિતોના કૃત્યો 2:12-13
- ગલાતીઓ 6:6-8
- ઉત્પત્તિ 39:13-15
- લૂક 22:63-65
- માર્ક 10:32-34
- માથ્થી 9:23-24
- માથ્થી 20:17-19
- માથ્થી 27:27-29
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 21:12 યશાયાએ ભવિષ્યવચન કહ્યું કે લોકો મસીહા પર થૂકશે, હાંસી કરશે, અને તમને મારશે.
- 39:5 બધા યહૂદી આગેવાનોએ પ્રમુખ યાજકને જવાબ આપ્યો કે, “તે મરણને યોગ્ય છે!” ત્યાર પછી તેઓએ ઈસુની આંખો પર પાટો બાંધ્યો, તેમની પર થૂક્યા, અને તેમના ઠઠ્ઠા ઉડાવ્યા.
- 39:12 સિપાઈઓએ ઈસુને કોરડા માર્યા અને તેમને રાજવી ઝભ્ભો તથા કાંટાનો બનેલો મુગટ પહેરાવ્યો. ત્યાર બાદ તેઓએ “જૂઓ, યહૂદીઓનો રાજા!” એમ કહેતા તેમના ઠઠ્ઠા ઉડાવ્યા.
- 40:4 ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્થંભે જડ્યા હતા. તેઓમાંના એકે ઈસુની હાંસી કરી , પણ બીજાએ કહ્યું, “શું તને ઈશ્વરની બીક લાગતી નથી?”
- 40:5 યહૂદી આગેવાનોએ તથા ટોળામાંના બીજાઓએ ઈસુના ઠઠ્ઠા ઉડાવ્યા. તેઓએ તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો પુત્ર છે તો, વધસ્થંભેથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ!” ત્યારે અમે તારા પર વિશ્વાસ કરીશું.
શબ્દ માહિતી:
- Strong's: H1422, H2048, H2049, H2778, H2781, H3213, H3887, H3931, H3932, H3933, H3934, H3944, H3945, H4167, H4485, H4912, H5058, H5607, H5953, H6026, H6711, H7046, H7048, H7814, H7832, H8103, H8148, H8437, H8595, G1592, G1701, G1702, G1703, G2301, G2606, G3456, G5512