# હાંસી ઉડાવવી, હાંસી ઉડાવે છે, હાંસી ઉડાવી, હાંસી ઉડાવવી, હાંસી ઉડાવનાર, હાંસી ઉડાવનારાઓ, ઉપહાસ કરવો, ઠઠ્ઠા ઉડાવવા, ઠઠ્ઠા ઉડાવ્યા, મજાક ઉડાવવી, મજાક ઉડાવી # ## વ્યાખ્યા: ## “હાંસી ઉડાવવી”, “ઉપહાસ કરવો” તથા “મજાક ઉડાવવી” તે બધા જ ખાસ કરીને કોઈકની ક્રૂર રીતે મજાક ઉડાવવાનો ઉલ્લેખ કરે છે. * હાંસી ઉડાવવામાં ઘણી વાર લોકોને ઝંખવાણા પાડવા કે તેઓ પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કરવા તેઓની બોલી અથવા તો કાર્યોની નકલ કરવામાં આવે છે. * જ્યારે રોમન સિપાઈઓએ ઈસુને ઝભ્ભો પહેરાવ્યો અને રાજા તરીકે તેમને માન આપવાની નકલ કરી ત્યારે તેઓએ ઈસુની હાંસી ઉડાવી અથવા તો ઉપહાસ કર્યો. * જ્યારે બાળકોના એક જૂથે એલિશાની ટાલ વિષે મજાક કરતા તેની ખીજ પાડી ત્યારે, તેઓએ તેનો ઉપહાસ કર્યો અથવા તો મજાક ઉડાવી. * “મજાક ઉડાવવી” શબ્દ કોઈ વિચાર કે જે માનવાયોગ્ય ન ગણાય અથવા તો અગત્યનો ન ગણાય તો તેની મજાક ઉડાવવાનો ઉલ્લેખ પણ કરી શકે છે. * “હાંસી ઉડાવનાર” એક એવો વ્યક્તિ છે કે જે સતત હાંસી ઉડાવે છે અને ઉપહાસ કરે છે. ## બાઇબલના સંદર્ભો: ## * [2 પિતર 3:3-4](rc://en/tn/help/2pe/03/03) * [પ્રેરિતોના કૃત્યો 2:12-13](rc://en/tn/help/act/02/12) * [ગલાતીઓ 6:6-8](rc://en/tn/help/gal/06/06) * [ઉત્પત્તિ 39:13-15](rc://en/tn/help/gen/39/13) * [લૂક 22:63-65](rc://en/tn/help/luk/22/63) * [માર્ક 10:32-34](rc://en/tn/help/mrk/10/32) * [માથ્થી 9:23-24](rc://en/tn/help/mat/09/23) * [માથ્થી 20:17-19](rc://en/tn/help/mat/20/17) * [માથ્થી 27:27-29](rc://en/tn/help/mat/27/27) ## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો: ## * __[21:12](rc://en/tn/help/obs/21/12)__ યશાયાએ ભવિષ્યવચન કહ્યું કે લોકો મસીહા પર થૂકશે, __હાંસી કરશે__, અને તમને મારશે. * __[39:5](rc://en/tn/help/obs/39/05)__ બધા યહૂદી આગેવાનોએ પ્રમુખ યાજકને જવાબ આપ્યો કે, “તે મરણને યોગ્ય છે!” ત્યાર પછી તેઓએ ઈસુની આંખો પર પાટો બાંધ્યો, તેમની પર થૂક્યા, અને તેમના __ઠઠ્ઠા ઉડાવ્યા__. * __[39:12](rc://en/tn/help/obs/39/12)__ સિપાઈઓએ ઈસુને કોરડા માર્યા અને તેમને રાજવી ઝભ્ભો તથા કાંટાનો બનેલો મુગટ પહેરાવ્યો. ત્યાર બાદ તેઓએ “જૂઓ, યહૂદીઓનો રાજા!” એમ કહેતા તેમના __ઠઠ્ઠા ઉડાવ્યા__. * __[40:4](rc://en/tn/help/obs/40/04)__ ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્થંભે જડ્યા હતા. તેઓમાંના એકે ઈસુની __હાંસી કરી__ , પણ બીજાએ કહ્યું, “શું તને ઈશ્વરની બીક લાગતી નથી?” * __[40:5](rc://en/tn/help/obs/40/05)__ યહૂદી આગેવાનોએ તથા ટોળામાંના બીજાઓએ ઈસુના __ઠઠ્ઠા ઉડાવ્યા__. તેઓએ તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો પુત્ર છે તો, વધસ્થંભેથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ!” ત્યારે અમે તારા પર વિશ્વાસ કરીશું. ## શબ્દ માહિતી: ## * Strong's: H1422, H2048, H2049, H2778, H2781, H3213, H3887, H3931, H3932, H3933, H3934, H3944, H3945, H4167, H4485, H4912, H5058, H5607, H5953, H6026, H6711, H7046, H7048, H7814, H7832, H8103, H8148, H8437, H8595, G1592, G1701, G1702, G1703, G2301, G2606, G3456, G5512