translationCore-Create-BCS_.../tn_OBA.tsv

155 lines
115 KiB
Plaintext
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Reference ID Tags SupportReference Quote Occurrence Note
front:intro jrz8 0 # ઓબાદ્યાનો પરિચય\n\n## ભાગ 1: સામાન્ય પરિચય\n\n### ઓબાદ્યાના પુસ્તકની રૂપરેખા\n\n1. યહોવાહ અદોમનો ન્યાય કરશે (1:1-16) ક. યહોવાહ અદોમનો નાશ કરશે (1:19) ખ. શા માટે યહોવાહ અદોમનો નાશ કરશે (1:1014)\n2. યહોવાહ દેશોનો ન્યાય કરશે (1:1516)\n3. યહોવાહ પોતાના લોકોને બચાવશે (1:1721)\n\n### ઓબાદ્યાના પુસ્તકનો વિષય શું છે?\n\nબાબિલ દેશે યરૂશાલેમનો નાશ કર્યા પછી, અદોમીઓએ (એદોમના આજુબાજુના વિસ્તારોમાંથી) ભાગી રહેલા યહુદીઓને પકડી લીધા. પછી તેઓએ આ યહૂદીઓને બાબિલને સોંપી દીધા. ઓબાદ્યાનું પુસ્તક યહોવાહ તેના લોકોને નુકસાન પહોંચાડવા બદલ અદોમીઓને ન્યાય કરવા વિશે છે. આ પુસ્તક યહુદાહના લોકો માટે દિલાસો આપતું હશે જેઓને પકડવામાં આવ્યા હતા અને બાબિલમાં રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી..\n\n### આ પુસ્તકનાં શીર્ષકનો અનુવાદ કઈ રીતે કરી શકાય?\n\nઆ પુસ્તક પરંપરાગત રીતે "ઓબાદ્યાનું પુસ્તક" અથવા ફક્ત "ઓબાદ્યા" શીર્ષક ધરાવે છે. અનુવાદકો "ઓબાદ્યાની જણાવેલી વાતો" જેવા સ્પષ્ટ શીર્ષકનો ઉપયોગ કરી શકે છે.” (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])\n\n### ઓબાદ્યાનું પુસ્તક કોણે લખ્યું હતું?\n\nઓબાદ્યકે કદાચ આ પુસ્તક લખ્યું હતું. આપણે ઓબાદ્યા વિશે વધુ કંઈ જાણતા નથી. હિબ્રુમાં તેમના નામનો અર્થ “યહોવાહનો સેવક” થાય છે.\n\n## ભાગ 2: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો\n\n### ઇઝરાયેલ સાથે અદોમનો સંબંધ શું હતો?\n\nઓબાદ્ય અદોમને ઇઝરાયેલના ભાઈ તરીકે નિર્દેશે છે. કારણ કે અદોમીઓ એસાવના વંશજ હતા, અને ઇઝરાયેલીઓ યાકૂબના વંશજ હતા. યાકુબ અને એસાવ જોડિયા ભાઈઓ હતા. આ બાબતથી ઇઝરાયેલ સાથે અદોમનો વિશ્વાસઘાત વધુ ખરાબ બન્યો. ઇઝરાયેલીઓને યહુદાના લોકો તરીકે પણ દર્શાવવામાં આવે છે તેની નોધ લો. યહુદા એ ઇઝરાયેલનો એક ભાગ હતો જે આશ્શૂરના રાજ્ય દ્વારા અગાઉના વિનાશમાંથી બચી ગયો હતો અને જે પાછળથી બાબિલના રાજ્ય દ્વારા કબજે કરવામાં આવ્યો હતો તે સમયે અદોમેં તેમને મદદ કરી ન હતી.\n\n## ભાગ 3: અનુવાદની મહત્વની સમસ્યાઓ\n\n### હું "અભિમાન" ના વિચારનો અનુવાદ કેવી રીતે કરી શકું?”\n\nઓબાદ્યાનું પુસ્તક અદોમના અભિમાન વિષે વાત કરે છે. એનો અર્થ એવો થાય છે કે અદોમીઓએ વિચારતા હતા કે તેમના દુશ્મનો કે યહોવાહ તેઓને હરાવી શકશે નહિ. (જુઓ: [[rc://*/tw/dict/bible/other/proud]])\n\n### જ્યારે ઓબાદ્યા અદોમને સંબોધે છે, ત્યારે શું હું “તમે” સર્વનામને એકવચનમાં દર્શાવું કે બહુવચનમાં? \n\nઓબાદ્યાએ અદોમના લોકોને અદોમના દેશ તરીકે ઉલ્લેખ કરીને સંબોધ્યા હોવાથી, તેણે મૂળ ભાષામાં એકવચનનો ઉપયોગ કર્યો છે. પરંતુ જો તમે વધુ સહજ ભાષાનો ઉપયોગ કરો છો અને ઇચ્છો છો કે તમારું ભાષાંતર સ્પષ્ટ થાય કે તે અદોમના લોકોને સંબોધે છે, તો તમે બહુવચનનો ઉપયોગ કરી શકો છો.
1:1 xm1w rc://*/ta/man/translate/figs-metaphor חֲז֖וֹן עֹֽבַדְיָ֑ה 1 આ પુસ્તકનું શીર્ષક છે. અહીં **સંદર્શન** શબ્દનો ઉપયોગ યહોવાહ તરફથી પ્રાપ્ત થયેલા સંદેશને દર્શાવવા માટે સામાન્ય અર્થ થાય છે, નહી કે ઓબાદ્યાને તે સંદેશ કેવી રીતે મળ્યો તે દર્શાવવા માટે. **સંદર્શન** શબ્દ અહીં ઈશ્વરના લોકોને જ્ઞાન આપે છે તે દર્શાવવા માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "ઈશ્વરે ઓબાદ્યાને આપેલો સંદેશ" અથવા "ઓબાદ્યાની ભવિષ્યવાણી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:1 jdr1 rc://*/ta/man/translate/translate-names עֹֽבַדְיָ֑ה 1 કેટલાક અંગ્રેજી અનુવાદો પ્રબોધકને અબ્દીઆસ કહે છે, પરંતુ સામાન્ય રીતે અંગ્રેજીમાં ઓબાદ્યા પરિભાષા વપરાય છે. તમારી સ્રોત ભાષામાં ઉપયોગમાં લેવાતા નામના સ્વરૂપનો ઉપયોગ કરો અથવા તમારી ભાષામાં નામ જેવું લાગતું હોય તેવા સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:1 sv9x rc://*/ta/man/translate/writing-quotations כֹּֽה־אָמַר֩ אֲדֹנָ֨⁠י יְהוִ֜ה 1 આ બાકીના પુસ્તકને ઈશ્વર તરફથી મળેલા સંદેશ તરીકેનો પરિચય આપે છે. કોઈ કહી રહ્યું છે તેનો પરિચય આપવા માટે તમારી ભાષામાં સ્વાભાવિક હોય તેવા રૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-quotations]])
1:1 s7if rc://*/ta/man/translate/translate-names יְהוִ֜ה 1 આ ઈશ્વરનું નામ છે જે તેમણે જુના કરારમાં તેમના લોકોને જણાવ્યું હતું. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:1 jdr3 rc://*/ta/man/translate/figs-metonymy לֶ⁠אֱד֗וֹם 1 લોકો અહીં તેમની સાથે નજીકથી સંકળાયેલી કોઈ બાબત એટલે જ્યાં તેઓ રહેતા હતા તે જગ્યા **અદોમ**ના નામથી વર્ણવવામાં આવી છે, . જો તમારી ભાષામાં આ સ્પષ્ટ નથી, તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે આ સંદેશ લોકો વિશે છે. વૈકલ્પિક અનુવાદ: "એદોમના લોકો વિશે." (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:1 jdr5 rc://*/ta/man/translate/figs-exclusive שָׁמַ֜עְנוּ 1 ઓબાદ્યા અદોમની આસપાસના ઘણા દેશોમાં રહેતા લોકો વતી એક પ્રતિનિધિ તરીકે બોલે છે જેમણે ઇઝરાયેલના લોકો સહિત, યહોવાહનો સંદેશો સાંભળ્યો છે. જો તમારી ભાષામાં **અમે** માટે સમાવેશક રૂપમાં છે, તો તેનો અહીં ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
1:1 c8w8 rc://*/ta/man/translate/figs-exclusive שָׁמַ֜עְנוּ 1 ઓબાદ્યા યહૂદાના લોકોને અદોમના લોકો વિશે જણાવી રહ્યો છે. તેથી **અમે** અહીં સમાવેશક છે; યહુદાના અન્ય લોકોએ પણ અદોમ સામે યુદ્ધ કરવા માટે અન્ય દેશોને બોલાવતો સંદેશો સાંભળ્યો છે અથવા હવે સાંભળી રહ્યા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
1:1 jdr7 rc://*/ta/man/translate/figs-activepassive וְ⁠צִיר֙ & שֻׁלָּ֔ח 1 જો તે તમારી ભાષામાં વધુ સહજ છે, તો તમે ક્રિયાપદના કર્તરીપ્રયોગનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "મેં, યહોવાહે એક સંદેશવાહક મોકલ્યો છે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:1 r27r rc://*/ta/man/translate/figs-explicit וְ⁠צִיר֙ & שֻׁלָּ֔ח 1 તમે વિગતવાર જણાવી શકો છો કે સંદેશવાહક કોણે મોકલ્યો છે. વૈકલ્પિક અનુવાદ: "અને યહોવાહે એક સંદેશવાહક મોકલ્યો છે" (See: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:1 jdr9 rc://*/ta/man/translate/figs-quotations ק֛וּמוּ וְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ לַ⁠מִּלְחָמָֽה 1 અંતિમ કલમ ઓબાદ્યા પોતે બોલતો નથી. તેના બદલે, આ યહોવાહના સંદેશવાહકના શબ્દો છે. તેઓને અવતરણ તરીકે એક શરૂઆતના વાક્ય તરીકે રજુ કરી શકાય છે જેમ કે "કહેવું," અથવા USTમાં જણાવેલ પરોક્ષ અવતરણ તરીકે પણ રજુ કરી શકાય છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-quotations]])
1:1 pez6 rc://*/ta/man/translate/figs-idiom ק֛וּמוּ 1 આ શબ્દસમૂહનો ઉપયોગ લોકોને તૈયાર થવા માટે કહેવા માટે થાય છે,અહીં ખાસ કરીને અદોમ પર હુમલો કરવા માટે. વૈકલ્પિક અનુવાદ: “તૈયાર થાઓ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:1 iaok rc://*/ta/man/translate/figs-idiom וְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ 1 આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એ થાય છે કે હિંસક રીતે કોઈ વ્યક્તિ અથવા કોઈ દેશનો વિરોધ કરવો. વૈકલ્પિક ભાષાંતર: “ચાલો આપણે અદોમ સામે આપણી સેના એકઠી કરીએ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:1 c9e2 rc://*/ta/man/translate/figs-metonymy וְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ 1 અહીં, **તેની** શબ્દ અદોમના પ્રદેશનો ઉલ્લેખ કરે છે, જે ફરીથી, અદોમના લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: "ચાલો આપણે અદોમના લોકો સામે ઉભા થઈએ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:1 jd1r rc://*/ta/man/translate/figs-abstractnouns לַ⁠מִּלְחָמָֽה 1 જો તમારી ભાષા **યુદ્ધ** શબ્દ પાછળના વિચાર દર્શાવવા માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, અને જો તે તમારી ભાષામાં સહાયક થાય, તો તમે તે જ વિચારને મૌખિક સ્વરૂપ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તેના પર હુમલો કરવા" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:2 cc3h rc://*/ta/man/translate/writing-quotations הִנֵּ֥ה קָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ 1 અહીં સંબોધનકર્તા બદલાય છે. આ હવે યહોવાહ યહુદાહ સાથે વાત નથી કરતા અથવા અન્ય બીજી પ્રજાઓ સાથે વાત કરતા સંદેશવાહક નથી. હવે યહોવાહ અદોમના લોકો સાથે સીધી વાત કરી રહ્યા છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે UST ની જેમ અહીં પણ અવતરણનો પરિચય આપી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-quotations]])
1:2 npn6 הִנֵּ֥ה 1 આ અદોમના લોકોને ચેતવણી આપે છે કે તેઓ નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપે. તમારી ભાષામાં કોઈનું ધ્યાન ખેંચવાની સહજ રીતનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “જુઓ” અથવા “હું તમને જે કહેવાનો છું તેના પર ધ્યાન આપો”
1:2 l6dc rc://*/ta/man/translate/figs-parallelism קָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ בַּ⁠גּוֹיִ֑ם בָּז֥וּי אַתָּ֖ה מְאֹֽד 1 આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે અને અદોમ તેનું તેની મહત્વનું સ્થાન ગુમાવશે તે બાબત પર ભાર આપવા માટે તેનો એકસાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં વધુ સહજ હોય, તો તમે તેમને USTની જેમ સાથે લખી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:2 ec8m rc://*/ta/man/translate/figs-metaphor קָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ בַּ⁠גּוֹיִ֑ם 1 આછું મહત્વ ધરાવતી બાબતને અલંકારિક રીતે કહેવામાં આવી છે જાણે તે કદમાં નાનું હોય અને સરળતાથી અવગણી શકાય. વૈકલ્પિક અનુવાદ: "રાષ્ટ્રોમાં તુચ્છ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:2 ch1u rc://*/ta/man/translate/figs-activepassive בָּז֥וּי אַתָּ֖ה מְאֹֽד 1 તમે આને કર્તરીપ્રયોગમાં દર્શાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "અન્ય દેશોના લોકો તમને ધિક્કારશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:3 kjbt rc://*/ta/man/translate/figs-personification זְד֤וֹן לִבְּ⁠ךָ֙ הִשִּׁיאֶ֔⁠ךָ 1 અહીં, **અભિમાન** કોઈ વ્યક્તિ હોય તે રીતે દર્શાવવામાં આવ્યું છે જે કોઈને છેતરી શકે છે. જો આ સ્પષ્ટ નથી, તો તમે આને સાદી ભાષામાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "કારણ કે તમે ખૂબ અભિમાન કરો છો, તમે તમારી જાતને છેતર્યા છે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:3 hzdk rc://*/ta/man/translate/figs-youcrowd זְד֤וֹן לִבְּ⁠ךָ֙ הִשִּׁיאֶ֔⁠ךָ 1 અહીં, **તમે** એકવચનમાં છે, કારણ કે તે અદોમના લોકોને એક જ દેશ તરીકે દર્શાવે છે, પરંતુ જો આ તમારી ભાષામાં મૂંઝવણભર્યું હોય, તો તમે અહીં અને સમગ્ર પુસ્તકમાં "તમે" ના બહુવચનનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-youcrowd]])
1:3 kcc3 rc://*/ta/man/translate/figs-abstractnouns זְד֤וֹן לִבְּ⁠ךָ֙ 1 જો તમારી ભાષા **અભિમાન** શબ્દ પાછળના વિચાર માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને "ગર્વ" જેવા વિશેષણ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તમારું ગૌરવપૂર્ણ વલણ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:3 qpw7 rc://*/ta/man/translate/figs-metaphor זְד֤וֹן לִבְּ⁠ךָ֙ 1 અહીં, **મન** નો ઉપયોગ વ્યક્તિના વિચારો અને લાગણીઓને દર્શાવવા માટે અલંકારિક રીતે કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: "તમારું ગૌરવપૂર્ણ વલણ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:3 k9sw rc://*/ta/man/translate/figs-123person שֹׁכְנִ֥י בְ⁠חַגְוֵי־סֶּ֖לַע 1 અહીં, સર્વનામ **તારા** થી **તે** માં બદલાય છે, તેમ છતાં ઈશ્વર હજુ પણ અદોમના લોકો સાથે વાત કરી રહ્યા છે. જો તમારી ભાષામાં આ ગૂંચવણભર્યું હોય, તો તમે **તારા** નો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો, કારણ કે આ અદોમના લોકો માટે યહોવાહના સંદેશાનો એક ભાગ છે. વૈકલ્પિક અનુવાદ: "તમે જેઓ ખડકના ફાટમાં રહો છો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
1:3 q6sz בְ⁠חַגְוֵי־סֶּ֖לַע 1 આનો અર્થ એ છે કે તે સ્થાન ખડકોથી ઘેરાયેલું સુરક્ષિત સ્થાન છે.
1:3 r5zj rc://*/ta/man/translate/figs-123person אֹמֵ֣ר בְּ⁠לִבּ֔⁠וֹ 1 આ **તે** અને **તેના** કહે છે, જાણે કે યહોવાહ અદોમને બદલે અદોમ વિશે મોટેથી વાત કરી રહ્યા હતા, પરંતુ તે લોકોને યહોવાહના શબ્દોના ભાગ રૂપે **તમે** સાથે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમે જે તમારા હૃદયમાં કહો છો" અથવા "તમે જે તમારી જાતને કહો છો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
1:3 jd3r rc://*/ta/man/translate/figs-metaphor אֹמֵ֣ר בְּ⁠לִבּ֔⁠וֹ 1 અહીં, મનનો ઉપયોગ વ્યક્તિના વિચારો અને લાગણીઓને દર્શાવવા માટે અલંકારિક રીતે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: "જે પોતાની જાતને કહે છે" અથવા "તમે જે વિચારો છો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:3 i2hx rc://*/ta/man/translate/figs-rquestion מִ֥י יוֹרִדֵ֖⁠נִי אָֽרֶץ 1 આ અત્યોક્તિપૂર્ણ સવાલ અદોમીઓ કેટલું અભિમાન કરતા હતા અને તેઓ કેટલા સુરક્ષિત હતા તે બાબત દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "કોઈ મને જમીન પર નીચે લાવી શકતું નથી" અથવા "હું બધા હુમલાખોરોથી સુરક્ષિત છું" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
1:4 xn9f rc://*/ta/man/translate/figs-parallelism אִם־תַּגְבִּ֣יהַּ כַּ⁠נֶּ֔שֶׁר וְ⁠אִם־בֵּ֥ין כּֽוֹכָבִ֖ים שִׂ֣ים קִנֶּ֑⁠ךָ 1 આ બે અભિવ્યક્તિઓનો અર્થ સમાન છે. કંઈક મહત્વપૂર્ણ છે તે દર્તેશાવવા માટે એક કરતા વધુ વાર થોડી અલગ રીતે કહીને બતાવવાની આ એક અલગ રીત છે. જો તમારી ભાષામાં આ સ્પષ્ટ ન હોય, તો આ મહત્વપૂર્ણ છે તે દર્શાવવાની બીજી કોઈ રીતનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: "ભલે તમારી પાસે પાંખો હોય અને તમે ગરુડની વચ્ચે, અથવા તારાઓની વચ્ચે પણ ઊંચે જીવી શકો છો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:4 jd5r rc://*/ta/man/translate/figs-hyperbole אִם־תַּגְבִּ֣יהַּ כַּ⁠נֶּ֔שֶׁר וְ⁠אִם־בֵּ֥ין כּֽוֹכָבִ֖ים שִׂ֣ים קִנֶּ֑⁠ךָ 1 અદોમના લોકો પર્વતોમાં ઊંચાઈ પર રહે છે અને તેઓ સુરક્ષિત છે એવું તેઓ માને છે. યહોવાહ કહે છે કે જો તેઓ ખરેખર મનુષ્યો જીવી શકે તેના કરતા વધારે જીવ્યા હોય, તો પણ તેઓ સુરક્ષિત રહેશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: "અને હું તમને કહું છું કે જો તમારી પાસે પાંખો હોય અને તમે ગરુડ કરતા ઊંચે ઉડી શકતા હો, અને જો તમે તારાઓ વચ્ચે તમારા ઘરો બનાવી શકતા હો તો પણ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
1:4 jd7r rc://*/ta/man/translate/figs-activepassive שִׂ֣ים קִנֶּ֑⁠ךָ 1 જો તમારી ભાષા કર્મણી ક્રિયાપદ સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી, તો તમે ક્રિયાપદના કર્તરી સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "જો તમે તમારા ઘરો બનાવી શકો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:4 bbu3 rc://*/ta/man/translate/figs-metaphor מִ⁠שָּׁ֥ם אוֹרִֽידְ⁠ךָ֖ 1 અહીં, **તને નીચે લાવીશ** નો અર્થ છે "તમને નમ્ર કરીશ" અથવા "તમને હરાવીશ." આ એક અવકાશી રૂપ છે. અદોમના લોકોને યહોવાહનો પ્રતિસાદ એ છે કે તેમના ચુકાદા અને સજાથી તેઓ સુરક્ષિત રહેશે એવું નથી. વૈકલ્પિક અનુવાદ: "હું જે મોકલી રહ્યો છું તે હુમલાખોરોથી તમે હજી પણ ત્યાં સુરક્ષિત નહીં રહેશો" (: [[rજુઓc://*/ta/man/translate/figs-metaphor]])
1:4 ce6e rc://*/ta/man/translate/writing-quotations נְאֻם־יְהוָֽה 1 આ વાક્ય વાચકોને યાદ અપાવે છે કે આ સંદેશ, સમગ્ર પુસ્તક સહિત, સીધો જ યહોવાહ તરફથી આવ્યો છે. તમારી ભાષામાં આ બાબત સ્પષ્ટ થાય તે માટે અવતરણના સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-quotations]])
1:4 fyco rc://*/ta/man/translate/figs-abstractnouns נְאֻם־יְהוָֽה 1 જો તમારી ભાષા **કહે છે** શબ્દ પાછળના વિચાર માટે ભાવાવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને મૌખિક સ્વરૂપ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "યહોવાહ તમને આ જાહેર કરે છે." (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:5 w86v rc://*/ta/man/translate/figs-doublet אִם־גַּנָּבִ֤ים בָּאֽוּ־לְ⁠ךָ֙ אִם־שׁ֣וֹדְדֵי לַ֔יְלָה 1 આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન છે. તેઓનો એક વિચાર પર ભાર મૂકવા માટે પુનરાવર્તનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આ સ્પષ્ટ ન હોય, તો આ મહત્વપૂર્ણ છે અથવા જેમ USTમાં છે તેમ તમે તેને જોડી શકો છો તે બતાવવાની બીજી કોઈ રીતનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])
1:5 b93f rc://*/ta/man/translate/figs-activepassive אֵ֣יךְ נִדְמֵ֔יתָה 1 તમે ક્રિયાપદના કર્તરીપ્રયોગનો ઉપયોગ કરી શકો છો, અને તમે સ્પષ્ટ કરી શકો છો કે ક્રિયા કોણ કરી રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: "હુમલાખોરો તમારો કેવો નાશ કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:5 jd9r rc://*/ta/man/translate/figs-exclamations אֵ֣יךְ נִדְמֵ֔יתָה 1 અદોમની સજા આઘાતજનક છે તે વ્યક્ત કરવા માટે યહોવાહ બીજા વાક્યની મધ્યમાં આ શબ્દસમૂહ ઉમેરે છે. ચોર અને દ્રાક્ષ વિણનારાઓથી વિપરીત, જેઓ અદોમ પર હુમલો કરે છે તેઓ કંઈપણ રહેવા દેશે નહીં. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે વાક્યને કલમના અંત ભાગમાં ખસેડી શકો છો અને તેને અલગથી વાક્ય બનાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "પરંતુ હુમલાખોરો તમારો સંપૂર્ણ નાશ કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclamations]])
1:5 q1pg rc://*/ta/man/translate/figs-rquestion הֲ⁠ל֥וֹא יִגְנְב֖וּ דַּיָּ֑⁠ם 1 આ એક અત્યુક્તિપૂર્ણ સવાલ છે. પ્રશ્નાર્થ રૂપનો ઉપયોગ મુદ્દાને મજબૂત બનાવવા માટે થાય છે. જો તમે તમારી ભાષામાં આ રીતે અત્યુક્તિપૂર્ણ સવાલનો ઉપયોગ કરતા નથી, તો તમે અહીં નિવેદનનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તેઓ જે ઇચ્છે છે તે જ ચોરી કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
1:5 k12c rc://*/ta/man/translate/figs-rquestion אִם־בֹּֽצְרִים֙ בָּ֣אוּ לָ֔⁠ךְ הֲ⁠ל֖וֹא יַשְׁאִ֥ירוּ עֹלֵלֽוֹת 1 આ એક અત્યુક્તિપૂર્ણ સવાલ છે. પ્રશ્નાર્થ રૂપનો ઉપયોગ મુદ્દાને મજબૂત બનાવવા માટે થાય છે. જો તમે તમારી ભાષામાં આ રીતે અત્યુક્તિપૂર્ણ સવાલનો ઉપયોગ કરતા નથી, તો તમે અહીં નિવેદનનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તેઓ ચોક્કસપણે કેટલીક દ્રાક્ષ પાછળ છોડી દેશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
1:6 gpm5 rc://*/ta/man/translate/figs-exclamations אֵ֚יךְ 1 અહીં, **કેવી** શબ્દ આશ્ચર્ય વ્યક્ત કરવા માટે એક ઉદગારનો પરિચય આપે છે કે અદોમની લૂંટ ખૂબ જ આકરી છે. આને વ્યક્ત કરવા માટે તમારી ભાષામાં સહજ રીતનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: "એક કઠોર રીતે" અથવા "સંપૂર્ણપણે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclamations]])
1:6 zsf7 rc://*/ta/man/translate/figs-activepassive אֵ֚יךְ נֶחְפְּשׂ֣וּ עֵשָׂ֔ו 1 જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ ક્રિયાપદના કર્તરીપ્રયોગનો ઉપયોગ કરી શકો છો, અને તમે કહી શકો છો કે ક્રિયા કોણ કરી રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: "હુમલાખોરો અદોમ દેશને કેવી રીતે લૂંટશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:6 m9p3 rc://*/ta/man/translate/figs-personification עֵשָׂ֔ו 1 અહીં, **એસાવ** નામ અદોમના લોકોનો દર્શાવે છે. તેઓ એસાવના વંશજો હતા, જે અદોમ તરીકે પણ ઓળખાતા હતા. અદોમના તમામ લોકોને એવું ચિત્રિત કરવામાં આવે છે કે જાણે તેમના પૂર્વજ એક જ વ્યક્તિ હોય. જો આ તમારી ભાષામાં મૂંઝવણભર્યું હોય, તો તમે તેના બદલે UST અનુસાર લોકોનો સંદર્ભ લઈ શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:6 lf9t נֶחְפְּשׂ֣וּ 1 અહીં **લૂંટફાટ** નો અર્થ એ થાય છે કે દુશ્મનોએ લોકોની વસ્તુઓ શોધી કાઢી છે, મૂલ્યવાન દરેક વસ્તુ લઈ લીધી છે અને બાકીનું બધું અસ્તવ્યસ્ત અથવા નુકસાન કરીને છોડી દીધું છે.
1:6 w96y rc://*/ta/man/translate/figs-activepassive נִבְע֖וּ מַצְפֻּנָֽי⁠ו 1 જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ ક્રિયાપદના કર્તરીપ્રયોગનો ઉપયોગ કરી શકો છો, અને તમે કહી શકો છો કે ક્રિયા કોણ કરી રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: "તેઓ તેના બધા છુપાયેલા ખજાનાની શોધ કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:7 yobe rc://*/ta/man/translate/figs-explicit עַֽד־הַ⁠גְּב֣וּל שִׁלְּח֗וּ⁠ךָ כֹּ֚ל אַנְשֵׁ֣י בְרִיתֶ֔⁠ךָ 1 જો તમારી ભાષામાં કોઈ વ્યક્તિ જેની સાથે **કરાર** કર્યો છે તેના પર તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવશે એવું કહેવાનો અર્થ બંધ બેસતો નથી, તો તમે UST અનુસાર તેમના વિશ્વાસઘાતની બાબત ઉમેરી શકો છો. (: [[rcજુઓ://*/ta/man/translate/figs-explicit]])
1:7 n3t6 rc://*/ta/man/translate/figs-youcrowd בְרִיתֶ֔⁠ךָ 1 યહોવાહ અહીં હજુ પણ અદોમના લોકોને સંબોધી રહ્યા છે, તેથી **તમે** શબ્દ તેમને દર્શાવે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-youcrowd]])
1:7 cr88 עַֽד־הַ⁠גְּב֣וּל שִׁלְּח֗וּ⁠ךָ 1 અહીં, **સરહદ** નો અર્થ કદાચ આ હોઈ શકે: (1) તે કદાચ અદોમ દેશની સરહદને દર્શાવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: "તમને તમારા દેશની બહાર કાઢવા દબાણ કરશે" અથવા (2) તે અગાઉના મિત્ર દેશની સરહદનો સંદર્ભ આપી શકે છે. વૈકલ્પિક અનુવાદ: "તમને તેમના દેશમાં આશ્રય આપવા અસ્વીકાર કરશે"
1:7 a612 rc://*/ta/man/translate/figs-parallelism כֹּ֚ל אַנְשֵׁ֣י בְרִיתֶ֔⁠ךָ & אַנְשֵׁ֣י שְׁלֹמֶ֑⁠ךָ לַחְמְ⁠ךָ֗ 1 ત્રણેય શબ્દસમૂહો અદોમના સાથીઓને દર્શાવે છે. એકજ બાબતને એક કરતા વધુ વાર કહીને યહોવાહ જણાવી રહ્યા છે કે તેઓ જે કહે છે તે મહત્વપૂર્ણ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:7 jd15 rc://*/ta/man/translate/figs-ellipsis לַחְמְ⁠ךָ֗ יָשִׂ֤ימוּ מָזוֹר֙ תַּחְתֶּ֔י⁠ךָ 1 **તારી સાથે ખાય છે** એ બાબત હિબ્રુ સરળ રીતે કહે છે. આ કાવ્યાત્મક શૈલીમાં, શ્રોતાઓ અને વાચકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ અર્થ સમજે અને અગાઉની બે પંક્તિઓમાંથી ખૂટતા શબ્દો **માણસો** ઉમેરે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
1:7 rc1i rc://*/ta/man/translate/figs-aside אֵ֥ין תְּבוּנָ֖ה בּֽ⁠וֹ 1 આ શબ્દસમૂહનો અર્થ કદાચ આ હોઈ શકે: (1) અદોમના લોકો પ્રત્યેનું પોતાનું મૂલ્યાંકન વ્યક્ત કરવા માટે યહોવાહ આ વાતને સાથે સાથે કહી રહ્યા છે. જો આ તમારી ભાષામાં મૂંઝવણભર્યું હશે, તો તમે UST ની જેમ, અદોમને બીજા પુરુષ તરીકે ઉદ્દેશી શકો છો. (2) અદોમના પહેલાના સાથીઓ તેના વિશે કદાચ આ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: "પછી તેઓ તમને કહેશે, 'તમે વિચારો છો તેટલા તમે હોંશિયાર નથી'" (3) તે હમણાં જ ઉલ્લેખ કરેલા કોઈ છટકાને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "અને તેની કોઈ ધારણા નથી". (4) તે અદોમની આઘાતજનક પરિસ્થિતિનો કદાચ ઉલ્લેખ કરે છે કે તેના સાથીઓ દ્વારા દગો કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: "આની કોઈ સમજણ નથી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-aside]])
1:7 jd17 rc://*/ta/man/translate/figs-abstractnouns אֵ֥ין תְּבוּנָ֖ה בּֽ⁠וֹ 1 જો તમારી ભાષા **સમજણ** શબ્દ પાછળના વિચાર માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને મૌખિક સ્વરૂપ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તે કંઈપણ સમજી શકતો નથી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:7 jd19 rc://*/ta/man/translate/figs-personification בּֽ⁠וֹ 1 અહીં, **તેનામાં** સર્વનામ કદાચ અદોમનો ઉલ્લેખ કરે છે, જે ત્યાં રહેતા લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "એદોમના લોકોમાં" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:8 i4rg rc://*/ta/man/translate/figs-rquestion הֲ⁠ל֛וֹא בַּ⁠יּ֥וֹם הַ⁠ה֖וּא & וְ⁠הַאֲבַדְתִּ֤י חֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם 1 આ એક અત્યુક્તિપૂર્ણ સવાલ છે. યહોવાહ અહીં તે ભારપૂર્વક જણાવવા માટે પ્રશ્નાર્થ રૂપનો ઉપયોગ કરે છે કે તેઓ ચોક્કસપણે આ કરશે. વૈકલ્પિક ભાષાંતર: "તે દિવસે ... હું અદોમમાંથી જ્ઞાનીઓનો ચોક્કસપણે નાશ કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
1:8 jd21 rc://*/ta/man/translate/figs-explicit וְ⁠הַאֲבַדְתִּ֤י חֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם 1 તે સમયના લોકો જાણતા હશે કે અદોમ તેના ડહાપણ માટે પ્રખ્યાત છે. તેથી તેનો અર્થ એ થાય છે કે તેઓ જે બાબત માટે પ્રખ્યાત છે તે હાપણ પણ તેમને યહોવાહના વિનાશથી બચાવી શકશે નહીં. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ માહિતી UST પ્રમાણે સૂચવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:8 i6ry rc://*/ta/man/translate/figs-rquestion וּ⁠תְבוּנָ֖ה מֵ⁠הַ֥ר עֵשָֽׂו 1 આ અત્યુક્તિપૂર્ણ સવાલનો બીજો ભાગ છે. તમે અહીં નવું વાક્ય પણ શરૂ કરી શકો છો. યહોવાહ ભારપૂર્વક જણાવવા માટે અહીં પ્રશ્નાર્થ રૂપનો ઉપયોગ ચાલુ રાખે છે તે કે તેઓ ચોક્કસપણે આ કરશે. વૈકલ્પિક ભાષાંતર: "અને હું ચોક્કસપણે તેમની સમજણનો નાશ કરીશ" અથવા "તે દિવસે હું ચોક્કસપણે એસાવના પર્વત પરથી ડહાપણને દૂર કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
1:8 mupa rc://*/ta/man/translate/figs-explicit וּ⁠תְבוּנָ֖ה מֵ⁠הַ֥ר עֵשָֽׂו 1 આ કાવ્યાત્મક શૈલીમાં, વાચક આ બીજા પ્રશ્નને સમજવા માટે પ્રથમ અત્યુક્તિપૂર્ણ સવાલમાંથી **શું હું તે દિવસે નાશ નહીં કરું** શબ્દોનો ઉપયોગ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ નથી, તો તમે તે શબ્દોને અહીં પુનરાવર્તિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "અને શું હું તે દિવસે એસાવના પર્વત પરથી સમજણનો નાશ નહીં કરું?" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:8 g6se rc://*/ta/man/translate/figs-parallelism חֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם וּ⁠תְבוּנָ֖ה מֵ⁠הַ֥ר עֵשָֽׂו 1 આ કાવ્યાત્મક શૈલીમાં, જે બાબત કહેવામાં આવી રહી છે તેના પર ભાર મૂકવા માટે એક જ અર્થ બે વાર પરંતુ જુદા જુદા શબ્દોમાં વ્યક્ત કરવામાં આવે છે. અહીં, **જ્ઞાની પુરુષો** અને **બુદ્ધિ** બંને એવા લોકોનો સંદર્ભ આપે છે જેઓ જ્ઞાની છે, અને **અદોમ** અને **એસાઉનો પર્વત** એ બંને અદોમ દેશનો ઉલ્લેખ કરે છે. જો આ તમારી ભાષામાં મૂંઝવણભર્યું હોય, તો તમે આ ફક્ત એક જ વાર કહી શકો છો અથવા ભાર મુકવા કોઈ બીજી રીતનો ઉલ્લેખ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: "અદોમ દેશના જ્ઞાની લોકો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:8 jd23 rc://*/ta/man/translate/figs-abstractnouns וּ⁠תְבוּנָ֖ה 1 જો તમારી ભાષા **બુદ્ધિ** શબ્દ પાછળના વિચાર માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને મૌખિક સ્વરૂપ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "અને જે લોકો જાણે છે કે શું કરવું" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:8 z8tf rc://*/ta/man/translate/figs-synecdoche מֵ⁠הַ֥ר עֵשָֽׂו 1 યહોવાહ અદોમના આખા પ્રદેશનો ઉલ્લેખ તેના એક જાણીતી કોઈ વસ્તુના નામનો ઉપયોગ કરીને કરે છે. **એસાઉનો પર્વત** કે જેને કદાચ બોઝરાહ પર્વત પણ કહેવાય છે. વૈકલ્પિક અનુવાદ: "અદોમની ભૂમિમાંથી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:8 gn3t rc://*/ta/man/translate/translate-names עֵשָֽׂו 1 આ તે વ્યક્તિનું નામ છે જે અદોમના લોકોનો પૂર્વજ હતો. તમે [કલમ 6](../01/06.md) માં આનો કેવી રીતે અનુવાદ કર્યો તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:9 jd25 rc://*/ta/man/translate/figs-synecdoche וְ⁠חַתּ֥וּ גִבּוֹרֶ֖י⁠ךָ תֵּימָ֑ן 1 યહોવાહ અદોમના લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે, પરંતુ હવે તેઓ તેમને **તેમાન** તરીકે સંબોધે છે, જે તેમની રાજધાની શહેરની આસપાસના પ્રદેશનું નામ હતું. અદોમનો આ ભાગને હવે બધા લોકોને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. વૈકલ્પિક અનુવાદ: "અદોમના લોકો, તમારા બળવાન સૈનિકો ગભરાઈ જશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:9 qvg3 rc://*/ta/man/translate/translate-names תֵּימָ֑ן 1 તેમાન એ અદોમ દેશમાં આવેલા એક પ્રદેશનું નામ છે. યહોવાહ અદોમના આખા પ્રદેશનો ઉલ્લેખ તેના એક પ્રદેશના નામથી કરે છે. વૈકલ્પિક અનુવાદ: "ઓ અદોમના લોકો" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:9 ljv4 rc://*/ta/man/translate/grammar-connect-logic-goal לְמַ֧עַן 1 અહીં કારણ અને અસરનો એકબીજા સાથે સંબંધ છે. ક. 8 માં યહોવા કહે છે કે તેઓ અદોમમાં જ્ઞાની પુરુષોનો નાશ કરશે, અને અહીં ક. 9 માં અદોમના પરાક્રમી પુરુષો "નભયભીત" થશે (એટલે ​​કે, તેઓ લડવાનું પડતું મુકશે). અદોમના લોકોએ તેમની રક્ષા માટે આ બે સમૂહ પર વિશ્વાસ કર્યો. તેથી યહોવાહે આ બે સમૂહનો નાશ કર્યાના પરિણામે, અદોમમાં અન્ય કોઈ પણ આક્રમણકારી સૈન્યમાંથી બચી શકશે નહીં. વૈકલ્પિક અનુવાદ: "પરિણામ સાથે" (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-connect-logic-goal]])
1:9 jd27 rc://*/ta/man/translate/figs-metaphor יִכָּֽרֶת־אִ֛ישׁ 1 અહીં, **સંહાર** એ મારી નાખવાનું રૂપક છે. અદોમીઓને પર્વત ના એક ભાગ રૂપે દર્શાવવામાં આવ્યા છે કે જેઓ ત્યાં રહે છે અને તેઓના મૃત્યુને પર્વત પરથી કાપી નાખવામાં આવશે તરીકે દર્શાવવામાં આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: "તમારા દુશ્મનો તમારા બધાનો નાશ કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:9 q6s7 rc://*/ta/man/translate/figs-activepassive יִכָּֽרֶת־אִ֛ישׁ 1 તમે કર્તરીપ્રયોગનો ઉપયોગ કરી શકો છો, અને તમે સ્પષ્ટ કરી શકો છો કે ક્રિયા કોણ કરશે. વૈકલ્પિક અનુવાદ: "તમારા દુશ્મનો તમારા બધાનો નાશ કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:9 jd31 rc://*/ta/man/translate/figs-idiom אִ֛ישׁ 1 અહીં, **માણસ** એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ "દરેક વ્યક્તિ" થાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમામ લોકો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:9 jd35 rc://*/ta/man/translate/figs-synecdoche מֵ⁠הַ֥ר עֵשָׂ֖ו 1 જેમ કે ક. 8 માં, યહોવાહ તેના આ એક ભાગના નામ દ્વારા સમગ્ર પ્રદેશનો ઉલ્લેખ કરે છે. તમે તેનો ત્યાં કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: "અદોમની ભૂમિમાંથી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:9 jd37 rc://*/ta/man/translate/figs-abstractnouns מִ⁠קָּֽטֶל 1 ભાવાવાચક સંજ્ઞા **સંહાર** **કતલ** અથવા મારી નાખવાના વિચારને વધુ તીવ્ર બનાવે છે. જો તમારી ભાષા **સંહાર** શબ્દ પાછળના વિચાર માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને મૌખિક સ્વરૂપ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "હિંસક રીતે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:9 hsy2 rc://*/ta/man/translate/figs-abstractnouns מִ⁠קָּֽטֶל 1 કેટલાક બાઇબલ અનુવાદો આ વાક્ય કલમ 9 ને બદલે કલમ 10 સાથે મૂકે છે. જો તમે તે કરવાનું પસંદ કરો છો, તો કલમ 9 "... એસાવના પર્વત પરથી" સાથે સમાપ્ત થશે, કલમ 10 "કતલને કારણે, હિંસાને કારણે ..." સાથે શરૂ થશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:10 jd39 rc://*/ta/man/translate/figs-metonymy אָחִ֥י⁠ךָ 1 **ભાઈ** શબ્દનો ઉપયોગ અહીં સંબંધિત લોકો માટે કરવામાં આવી રહ્યો છે. તમારી ભાષામાં સૌથી સહજ હોય ​​તેવા શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: "તમારા સંબંધીઓ જેઓ યાકુબના વંશજો છે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:10 ui6g rc://*/ta/man/translate/figs-personification יַעֲקֹ֖ב 1 અહીં **યાકુબ** નામ યહુદાના લોકોને દર્શાવે છે, જેઓ તેમના વંશજો હતા. તમામ લોકોને એવી ચિત્રિત કરવામાં આવી રહ્યા છે કે જાણે તેમના પૂર્વજ એક જ વ્યક્તિ હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:10 jd41 rc://*/ta/man/translate/figs-abstractnouns תְּכַסְּ⁠ךָ֣ בוּשָׁ֑ה 1 જો તમારી ભાષા **શરમ** શબ્દ પાછળના વિચાર માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને મૌખિક સ્વરૂપ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તારું અપમાન કરવામાં આવશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:10 f8g6 rc://*/ta/man/translate/figs-idiom תְּכַסְּ⁠ךָ֣ בוּשָׁ֑ה 1 કોઈ વસ્તુથી **ઢાંકી દેવું** એ તેનો સંપૂર્ણ અનુભવ કરવા માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: "તમે સંપૂર્ણપણે શરમ અનુભવશો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:10 a113 rc://*/ta/man/translate/figs-activepassive וְ⁠נִכְרַ֖תָּ 1 જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે ક્રિયાપદના કર્તરીપ્રયોગ નો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તમારા દુશ્મનો તમારો નાશ કરશે" (જુઓ [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:10 jd43 rc://*/ta/man/translate/figs-explicit וְ⁠נִכְרַ֖תָּ 1 ક્રિયા કોણ કરશે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તારા દુશ્મનો તારો નાશ કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:10 jd45 rc://*/ta/man/translate/figs-idiom וְ⁠נִכְרַ֖תָּ 1 જેમ [કલમ 5](../01/05.md), **સંહાર** એ વિનાશ માટે રૂઢિપ્રયોગ છે. તમે તેનો ત્યાં કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: "તારા દુશ્મનો તારો નાશ કરશે"(જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:11 w6hj rc://*/ta/man/translate/figs-metaphor עֲמָֽדְ⁠ךָ֣ מִ⁠נֶּ֔גֶד 1 આ એક રૂપક છે જે અદોમના લોકોને એક વ્યક્તિ તરીકે ચિત્રિત કરે છે જે ફક્ત આસપાસ ઉભા હતા અને તેમના કોઈ સંબંધીઓને મદદ કરતા ન હતા. વૈકલ્પિક અનુવાદ: "તમે તેમને મદદ કરી નથી." (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:11 s38y rc://*/ta/man/translate/figs-parallelism שְׁב֥וֹת זָרִ֖ים חֵיל֑⁠וֹ וְ⁠נָכְרִ֞ים בָּ֣אוּ שְׁעָרָ֗יו 1 આ બે શબ્દસમૂહોનો અર્થ એકજ થાય છે. તેઓનો ઉપયોગ એ વાત પર ભાર મૂકવા માટે કરવામાં આવે છે કે યહુદા ભયાવહ પરિસ્થિતિમાં હતો. ચઢાઈ કરનાર સૈન્ય યહુદા શહેરોને લૂંટી રહ્યા હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:11 rtj8 rc://*/ta/man/translate/figs-personification חֵיל֑⁠וֹ & שְׁעָרָ֗יו 1 અહીં, [કલમ 10](../01/10.md) માં **તેની** શબ્દ **તારો ભાઈ યાકુબ**ને દર્શાવે છે, જેનો અર્થ યહુદાના લોકો થાય છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:11 jd46 חֵיל֑⁠וֹ 1 આ સંદર્ભમાં, **સંપત્તિ** શબ્દનો અર્થ "સેના" પણ થઈ શકે છે. પરંતુ [કલમ 13](../01/13.md) માં તેનો સ્પષ્ટ અર્થ "સંપત્તિ" હોવાને કારણે, અહીં તેને "સંપત્તિ" તરીકે અનુવાદિત કરવું યોગ્ય છે.
1:11 jd47 rc://*/ta/man/translate/figs-synecdoche שְׁעָרָ֗יו 1 અહીં, **દરવાજા** એ "શહેર" માટે વપરાય છે. દરવાજા, શહેરનો એક ભાગ કે જેના દ્વારા લોકો આવજાવ કરતા હતા, તેનો ઉપયોગ સમગ્ર શહેરને રજૂ કરવા માટે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: "યહુદાના તમામ શહેરો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:11 i8sr rc://*/ta/man/translate/figs-metaphor וְ⁠עַל־יְרוּשָׁלִַ֨ם֙ יַדּ֣וּ גוֹרָ֔ל 1 આ શું હોઈ શકે તેના માટે બે શક્યતાઓ છે: (1) **યરૂશાલેમ** **વિદેશીઓ**ના તાબામાં હતું તે દર્શાવવાની આ અલંકારિક રીત છે, યરૂશાલેમને એક એવી વસ્તુ તરીકે દર્શાવવામાં આવ્યું છે જેને દરેક વ્યક્તિ મેળવવા માંગે છે, પરંતુ તે વિભાજિત કરી શકાતું નથી, તેથી કોને મળશે તે જોવા માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ યરૂશાલેમને પણ લૂંટી લીધું” અથવા (2) શહેરનું નામ શહેરની સંપત્તિ દર્શાવતું પણ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: "અને તેઓએ યરૂશાલેમની સંપત્તિને એકબીજા સાથે વહેંચી દીધી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:11 s4y1 rc://*/ta/man/translate/figs-explicit גַּם־אַתָּ֖ה כְּ⁠אַחַ֥ד מֵ⁠הֶֽם 1 અદોમના લોકોએ **અજાણ્યા** અને **વિદેશીઓ**ની જેમ કર્યું ન હતું, પરંતુ તેઓ તેમના જેવા જ હતા કારણ કે તેઓએ યહુદાના લોકોને મદદ કરી ન હતી, જેઓ સંબંધ ધરાવતા લોકો હતા. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે USTની જેમ આ માહિતીનો સમાવેશ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:12 crs1 rc://*/ta/man/translate/figs-litany וְ⁠אַל & וְ⁠אַל & וְ⁠אַל 1 અદોમના લોકોએ યહુદાના લોકો સાથે કેટલું ખરાબ વર્તન કર્યું છે તેદર્શાવવા માટે યહોવાહે કલમ 12-14માં વાક્યોની પુનરાવર્તિત શ્રેણીનો ઉપયોગ કર્યો છે. બોલવાની અથવા લખવાની આ પુનરાવર્તિત શૈલીને "લિટની" કહેવામાં આવે છે. આ અદોમના લોકો સામેના આરોપોની યાદી છે. યહોવાહે કલમ 15 અને 16 માં કહ્યું છે કે તેણે તેઓને આ તમામ આરોપો માટે દોષી ઠેરવ્યા છે અને તેઓ તેમને સજા કરશે. તમારી ભાષામાં એવા રૂપનો ઉપયોગ કરો કે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિએ ખોટું કર્યું હોય તેવી વસ્તુઓની યાદી બનાવવા માટે કરે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-litany]])
1:12 e7cd rc://*/ta/man/translate/figs-explicit וְ⁠אַל־תֵּ֤רֶא 1 અહીં, **તારે જોવું નહીં** આ બાબત બતાવે છે કે અદોમના લોકો યહુદાની વિપત્તિને આનંદથી જોઈ રહ્યા હતા. આ સ્પષ્ટ કરવા માટે, તમે જે રીતે અનુવાદ કરો છો તે રીતે તમે આ માહિતીનો સમાવેશ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તમારે તે જોઇને આનંદ નહોતો કરવો" અથવા "તે ખૂબ જ ખરાબ હતું કે તમને જોવામાં આનંદ થયો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:12 xhd0 rc://*/ta/man/translate/figs-hendiadys בְ⁠יוֹם־אָחִ֨י⁠ךָ֙ בְּ⁠י֣וֹם נָכְר֔⁠וֹ 1 **તારા ભાઈના સંકટના સમયે** અને **તેના દુર્ભાગ્યને** બે શબ્દસમૂહો એકસાથે સંકળાયેલા છે જેનો અર્થ "તમારા ભાઈના કમનસીબીના દિવસે" થાય છે. જો બે શબ્દસમૂહો ગૂંચવણમાં મૂકે છે, તો તમે તેમને UST ની જેમ એક શબ્દસમૂહમાં દર્શાવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hendiadys]])
1:12 crs3 rc://*/ta/man/translate/figs-idiom בְ⁠יוֹם 1 અહીં, **તે દિવસે** એ એક રૂઢિપ્રયોગ છે જે અચોક્કસ સમયગાળાનો ઉલ્લેખ કરે છે જે એકથી ઘણા દિવસો સુધી પહ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: "ના સમયે"(જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:12 q8md rc://*/ta/man/translate/figs-personification אָחִ֨י⁠ךָ֙ 1 [કલમ 10](../01/10.md) માં યહોવાહે યહુદાના લોકોને એસાવના વંશજોને **ભાઈ** તરીકે વર્ણવ્યા છે, કારણ કે તેઓ તેમના પૂર્વજ યાકુબ અને એસાવ (અદોમ) ના ભાઈ હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:12 f7lt rc://*/ta/man/translate/figs-gendernotations לִ⁠בְנֵֽי־יְהוּדָ֖ה 1 અહીં **પુત્રો** શબ્દ માત્ર પુરૂષોને દર્શાવતો નથી. તે યાકુબના પુત્ર યહુદાના તમામ વંશજોનો ઉલ્લેખ કરે છે, અને વધુ વ્યાપક રીતે ઇસ્રાએલની વિવિધ જાતિઓમાંથી જેઓ આ સમયે યહુદાના રાજ્યમાં રહેવા આવ્યા હતા તે તમામ ઇસ્રાએલીઓને દર્શાવે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "ઇસ્રાએલીઓ ઉપર" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])
1:12 lxg7 rc://*/ta/man/translate/figs-idiom וְ⁠אַל־תַּגְדֵּ֥ל פִּ֖י⁠ךָ 1 આ બડાઈ મારવા અથવા મશ્કરી કરવા માટેનો રૂઢિપ્રયોગ છે. કોઈ બીજાના દુર્ભાગ્યનું અવલોકન, મજાક ઉડાવવી આ સંદર્ભમાં વધુ સારી રીતે અર્થપૂર્ણ બને છે. વૈકલ્પિક અનુવાદ: "તારે તેમની મજાક ઉડાવી ન જોઈએ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:13 dwn2 rc://*/ta/man/translate/figs-parallelism בְּ⁠י֣וֹם אֵידָ֔⁠ם & בְּ⁠י֣וֹם אֵיד֑⁠וֹ & בְּ⁠י֥וֹם אֵידֽ⁠וֹ 1 આ કાવ્યાત્મક શૈલીમાં, **આફત** કેટલી ભયંકર હતી તેના પર ભાર મૂકવા માટે દરેક પંક્તિના અંતે સમાન શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો આ શૈલી તમારી ભાષામાં વધુ ભાર આપવા માટે કામ કરતી નથી, તો તમે UST અનુસાર ત્રણ ઘટનાઓને એકી સાથે જોડી શકો છો અને જણાવી શકો છો કે આ બીજી રીતે ખૂબ જ ખરાબ બાબત છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:13 wg54 rc://*/ta/man/translate/figs-personification אֵידָ֔⁠ם & אֵיד֑⁠וֹ & אֵידֽ⁠וֹ 1 આ કલમની પ્રથમ પંક્તિમાં **તેમનો** **મારા લોકો**નો સંદર્ભ આપે છે. બીજી અને ત્રીજી પંક્તિમાં, ઈશ્વરના લોકોને ફરી એકવાર તેમના પૂર્વજ યાકુબ તરીકે દર્શાવવામાં આવ્યા છે, અને તેથી એકવચન સર્વનામ **તેના** વાપરવામાં આવ્યું છે (જુઓ [કલમ 10](../01/10.md)). જો આ ફેરફાર તમારી ભાષામાં મૂંઝવણમાં મૂકે છે, તો તમે માનવીયકરણ ટાળી શકો છો અને ત્રણેય પંક્તિઓમાં બહુવચન સર્વનામ ધરાવતા લોકોને દર્શાવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:13 f9q3 rc://*/ta/man/translate/figs-exclamations גַם־אַתָּ֛ה 1 યહોવાહ અદોમના લોકો પર સીધો આરોપ લગાવી રહ્યા છે, અને તેઓ એ બાબત પર ભાર મૂકવા માટે ઉદગારવાચકનો ઉપયોગ કરે છે. આ ઉદગારવાચક ક્રોધ દર્શાવે છે, તેમનું ધ્યાન ખેચે છે, અને કદાચ એ ચેતવણી પણ હોઈ શકે છે કે તેઓ નિર્દોષ હોવાનો દાવો કરી શકતા નથી. જો અન્ય વાક્યની મધ્યમાં આ હોવું મૂંઝવણભર્યું હોય, તો તમે વર્તમાન વાક્યની પહેલાં અથવા પછી, ઉદગારવાચક ચિહ્નમાં સમાપ્ત થતું એક અલગ વાક્ય બનાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "હું તમારી સાથે વાત કરું છું" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclamations]])
1:13 crs5 rc://*/ta/man/translate/figs-idiom אַל־תֵּ֧רֶא 1 આ સંદર્ભમાં, **જોવું** એ "જોઈને આનંદ થયો" માટે રૂઢિપ્રયોગ છે. જુઓ કે તમે [કલમ 12](../01/12.md) માં આનો કેવી રીતે અનુવાદ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: "તમારે ખુશ ન થવું જોઈએ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:13 jz38 rc://*/ta/man/translate/figs-you וְ⁠אַל־תִּשְׁלַ֥חְנָה בְ⁠חֵיל֖⁠וֹ 1 અહીં, **તારે** તરીકે અનુવાદિત થયેલો શબ્દ સ્ત્રીલિંગ બહુવચન છે. ઓબાદ્યાના બાકીના ભાગમાં તે પુલિંગ અને એકવચન છે. એવું બની શકે છે કે ઈશ્વર સ્ત્રીઓ દોષિત નથી એવો વિચાર દર્શાવવા માટે ઈશ્વર ખાસ કરીને સ્ત્રીઓને સંબોધતા હોય. તેથી અહીં સ્ત્રીલિંગ બહુવચનના રૂપનો ઉપયોગ કરો, અથવા તેને અન્ય રીતે ચિહ્નિત કરો જેથી તેનો અર્થ "તમે સ્ત્રીઓ" થાય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]])
1:14 ixs7 rc://*/ta/man/translate/translate-unknown הַ⁠פֶּ֔רֶק 1 **ચર રસ્તા** એ એવી જગ્યા છે જ્યાં બે રસ્તાઓ ભેગા થતા હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-unknown]])
1:14 p7i1 rc://*/ta/man/translate/figs-metaphor לְ⁠הַכְרִ֖ית 1 અહીં, **કાપવા** એ એક રૂપક છે જેનો અર્થ થાય છે "પરી નાખવું." તે સંભવતઃ લણણીના સમયે જે રીતે અનાજ કાપવામાં આવે છે તેની સરખામણી દર્શાવે છે. તમે [કલમ 9](../01/09.md) માં આ જ રૂપકનો કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:14 qdx9 rc://*/ta/man/translate/figs-explicit וְ⁠אַל־תַּסְגֵּ֥ר שְׂרִידָ֖י⁠ו 1 જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે અદોમના લોકોએ યહુદાના બચેલા લોકોને કોને સોપ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: "તમારે બચી ગયેલા લોકોને પકડીને દુશ્મન સૈનિકોને સોંપવા જોઈએતા નહોતા" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:15 fa9m כִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם כַּ⁠אֲשֶׁ֤ר עָשִׂ֨יתָ֙ יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 કલમ 15 એ કલમ 14 સાથે જે અગાઉના વિભાગનો અંત લાવે છે અથવા તે નવા વિભાગની શરૂઆત તરીકે કલમ 16 સાથે બંધબેસે છે તે વિષે બાઈબલના નિષ્ણાંતો ચોક્કસ નથી. ઘણા બાઇબલમાં કલમ 15 પહેલાં વિભાગનો અંત કરે છે અને શીર્ષક મૂકે છે, જેમ કે "ઈશ્વર દેશોનો ન્યાય કરશે."
1:15 e5t7 rc://*/ta/man/translate/figs-explicit כִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם 1 અહીં યહોવાહ અદોમના લોકોને ઈસ્રાએલીઓ ને મદદ કરવાને બદલે તેઓ સાથે જે ખરાબ કામો કર્યાં નહોતા તે બધા તેઓએ શા માટે ન કરવા જોઈએ તે માટે કારણ આપી રહ્યા છે કે જે કલમ 11-14 માં સૂચિબદ્ધ દર્શાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે યહોવાહ ટૂંક સમયમાં જ બધી પ્રજાઓનો ન્યાય કરશે કે તેઓએ બીજાઓ સાથે જે રીતે વર્તન કર્યું છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે USTની જેમ, આ સ્પષ્ટ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:15 crs7 rc://*/ta/man/translate/figs-idiom יוֹם־יְהוָ֖ה 1 **યહોવાહનો દિવસ** એ એક અભિવ્યક્તિ છે જે ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈશ્વર લોકોને તેમના પાપો માટે સજા કરશે. વૈકલ્પિક અનુવાદ: "જ્યારે હું, યહોવાહ, લોકોના પાપો માટે ન્યાય કરીશ અને સજા કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:15 crs9 קָר֥וֹב 1 આ સંદર્ભમાં, **નજીક** નો અર્થ "ટુંક સમય" થાય છે વૈકલ્પિક અનુવાદ: "ટૂંક સમયમાં થશે"
1:15 rd8g rc://*/ta/man/translate/figs-activepassive יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ 1 જો તમે કર્તરીપ્રયોગનું ક્રિયાપદ પસંદ કરો છો, તો તમે અહીં તેમાંના એકનો ઉપયોગ કરી શકો છો અને તમે સ્પષ્ટ કરી શકો છો કે આ ક્રિયા કોણ કરશે. વૈકલ્પિક અનુવાદ: "હું તમારી સાથે તે જ કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:15 djk9 rc://*/ta/man/translate/figs-metaphor גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 આ એક રૂપક છે જે અદોમના લોકોને અન્ય લોકોને માટે ખરાબ બાબતો કરી તેનું ચિત્રણ કરે છે, અને હવે તે જ બાબતો તેમના પર પાછી આવશે અને તેમને નુકસાન પહોંચાડશે. વૈકલ્પિક અનુવાદ: "તે જ બાબતો ટૂંક સમયમાં તમારી સાથે થશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:15 cr3s rc://*/ta/man/translate/figs-synecdoche בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 **માથા**નો ઉપયોગ સમગ્ર વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમારા માટે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:16 nf6s rc://*/ta/man/translate/figs-explicit כִּ֗י כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 કલમ 15 ની શરૂઆતમાં અહીં પણ જોડતો શબ્દ **કેમકે** શબ્દ છે અને આ એક કારણ દર્શાવે છે કે શા માટે અદોમના લોકોએ તેમના પર હુમલો કરવાને બદલે ઈસ્રાએલીઓને મદદ કરવી જોઈતી હતી. અહીં પણ યહોવાહે વર્ણવ્યું છે કે તેઓ કેવી રીતે ટૂંક સમયમાં તમામ દેશોનો તેઓએ જે રીતે અન્ય લોકો સાથે વર્તન કર્યું છે તે પ્રમાણે ન્યાય કરશે . જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય તો તમે આ સ્પષ્ટ કેવી રીતે કરી શકો તેની માટે બે શક્યતાઓ છે. આ શક્યતાઓ વચ્ચેની પસંદગી તમે **તમે** શબ્દના સંદર્ભનું અર્થઘટન કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. અહીં **તમે** શબ્દ પુરૂષવાચી બહુવચન છે,આ પુસ્તકમાં આ સ્વરૂપ પ્રથમ અને માત્ર એક વાર જોવા મળે છે. આખા પુસ્તકમાં, અદોમ રાષ્ટ્રને પુલિંગ એકવચન દ્વારા સંબોધવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં છેલ્લી વાર આને બીજા પુરુષમાં દર્શાવવામાં આવ્યું છે. (1) આ અવલોકનોને કારણે, અહીં અને સમગ્ર બાઇબલમાં પીવા શબ્દનો ઉપયોગ સજા ભોગવવાના રૂપક તરીકે અને યરુશાલેમમાં સિયોન પર્વતને આ વેદનાના સ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે, અહીં ઓબાદ્યા અદોમના લોકોને સંબોધવાનું બંધ કરે છે અને ઈસ્રાએલના લોકોને સંબોધવાનું ફરીથી શરૂ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ઓબાદ્યાએ જ્યારે કહ્યું, "અમે યહોવાહ તરફથી સંદેશો સાંભળ્યો છે" ત્યારે તેને ઈસ્રાએલના લોકોનો સમાવેશ કર્યો હતો. હવે પુસ્તકના અંતમાં તે ફરીથી તેઓને સંબોધે છે, તેઓને ખાતરી આપે છે કે અદોમના લોકોએ ઈસ્રાએલના લોકો સાથે જે કર્યું તેની સજા તેઓને મળશે. USTમાં જુઓ. (2) **તમે** શબ્દ કદાચ અદોમના લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: "તમે પીધું હતું તેજ રીતે તમારે ઈસ્રાએલના લોકોને મદદ કરવી જોઈતી હતી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:16 cr9s rc://*/ta/man/translate/writing-pronouns כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 ઓબાદ્યાના પુસ્તકમાં, અદોમ રાષ્ટ્રને "તેં" ના પુરૂષવાચી એકવચન સ્વરૂપથી સંબોધવામાં આવ્યું છે. ([કલમ 13](../01/13.md) માં એક સ્ત્રીલિંગ બહુવચન તરીકે માત્ર અદોમની સ્ત્રીઓને સંબોધવામાં આવી છે). જો કે, અહીં **તેં** તેં પુલિંગ બહુવચન છે. અહીં કોને સંબોધવામાં આવે છે તેની બે શક્યતાઓ છે. (1) તે ઈસ્રાએલના લોકોનો ઉલ્લેખ કરે છે. આ એકવચનમાંથી બહુવચન તરફના પરિવર્તનને સમજાવશે. જેમ ઓબાદ્યાએ [કલમ 1](../01/01.md) માં બહુવચનમાં ઈસ્રાએલના લોકોને સંબોધ્યા હતા, તે જ રીતે તે હવે તેમને બહુવચનમાં સંબોધે છે. આ અર્થઘટન અહીં અને સમગ્ર બાઇબલમાં વપરાતા રૂપક સાથે પણ બંધબેસે છે કે જે વેદના અને દૈવીય સજાને એવી પીતા શબ્દ દ્વારા દર્શાવવામાં આવી છે જેનાથી વ્યક્તિને ડગમગી જાય છે, પડી જાય છે અને મૃત્યુ પામે છે. જ્યારે શહેરનો નાશ થયો ત્યારે ઈસ્રાએલના લોકોએ યરૂશાલેમમાં સહન કર્યું અને મૃત્યુ પામ્યા. આ કલમ અગાઉની કલમના વિચાર સાથે બંધબેસે છે કે અદોમ એ જ રીતે ભોગવશે કે જેમ તેઓએ ઈસ્રાએલને કર્યું હતું. USTમાં જુઓ. (2) તે અદોમના લોકોનો ઉલ્લેખ કરે છે. આ કિસ્સામાં, યરૂશાલેમના વિનાશની ઉજવણીમાં અદોમના લોકોએ શાબ્દિક રીતે દ્રાખરસ પીધો તેની સાથે સરખામણી કરે છે કે કેવી રીતે રાષ્ટ્રો ઈશ્વરની સજાને રૂપકાત્મક રીતે પીશે. ક્રિયાપદને ભવિષ્યના અર્થમાં આપવામાં આવવું જોઈએ, અને ઈશ્વર યરૂશાલેમમાં અદોમના લોકોને અને તમામ રાષ્ટ્રોને સજા કરશે તેની સરખામણી કરવામાં આવવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: "જેમ હું તમને સજા કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/writing-pronouns]])
1:16 cr7s rc://*/ta/man/translate/figs-metaphor שְׁתִיתֶם֙ 1 કંઈક પીવાની ચિત્રાત્મક ભાષાશૈલીનો ઉપયોગ ઘણીવાર બાઇબલમાં દુઃખ અથવા ઈશ્વર દ્વારા સજાના રૂપક તરીકે થાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમે સહન કર્યું" અથવા "મેં તમને સજા કરી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:16 ujj9 rc://*/ta/man/translate/figs-metonymy עַל־הַ֣ר קָדְשִׁ֔⁠י 1 **મારા પવિત્ર પર્વત** એ સિયોન પર્વતને દર્શાવે છે અને તેથી તે યરૂશાલેમ શહેરનો સંદર્ભ આપે છે. તેથી અહીં યરૂશાલેમને તેની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી ઓળખવામાં આવે છે એટલે કે તે પર્વત કે જેના પર શહેર બનાવવામાં આવ્યું છે. વૈકલ્પિક અનુવાદ: "મારા પવિત્ર શહેર, યરૂશાલેમમાં" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:16 qz7p rc://*/ta/man/translate/figs-metaphor יִשְׁתּ֥וּ כָֽל־הַ⁠גּוֹיִ֖ם תָּמִ֑יד 1 અહીં **પીશે** નો અર્થ "પીડાવું" અથવા "સજા થવી" નો ઉપયોગ ચાલુ છે. વૈકલ્પિક અનુવાદ: "હું તમામ રાષ્ટ્રોને સજા કરવાનું ચાલુ રાખીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:16 a8v3 rc://*/ta/man/translate/figs-doublet וְ⁠שָׁת֣וּ וְ⁠לָע֔וּ 1 **પીશે** અને **ગળી જવું** શબ્દોનો અર્થ ખૂબ જ સમાન છે અને એક અર્થને વધુ ભારપૂર્વક કહેવા માટે એકસાથે ઉપયોગમાં લેવાય છે. જો તમારી ભાષામાં આવા બે સમાન શબ્દો નથી, તો તમે એક શબ્દનો ઉપયોગ કરી શકો છો અને બીજી રીતે અર્થને ભારપૂર્વક બનાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તેઓ આ બધું પીશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])
1:16 vcve rc://*/ta/man/translate/figs-metaphor וְ⁠שָׁת֣וּ וְ⁠לָע֔וּ 1 અહીં **પીશે** અને **ગળી જવું** માટે દુઃખ કે સજા ભોગવવા માટે રૂપકનો ઉપયોગ ચાલુ છે. વૈકલ્પિક ભાષાંતર: "હું તેમને ઘણું દુઃખ આપીશ"(જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:17 cc36 rc://*/ta/man/translate/figs-abstractnouns וּ⁠בְ⁠הַ֥ר צִיּ֛וֹן תִּהְיֶ֥ה פְלֵיטָ֖ה 1 ભાવવાચક સંજ્ઞા **છુટકારો** એ ઈસ્રાએલના લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ યહોવાએ અન્ય રાષ્ટ્રોને સજા કરવાનું બંધ કર્યા પછી પણ યરૂશાલેમમાં હજી જીવિત છે. [1:16](../01/16.md) અનુસાર, તે અન્ય રાષ્ટ્રો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે, પરંતુ યાકુબના વંશજો ઈશ્વરના લોકો તરીકે રહેશે. વૈકલ્પિક અનુવાદ: "પરંતુ યરૂશાલેમમાં કેટલાક લોકો રહેશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:17 y9pz rc://*/ta/man/translate/figs-metonymy וּ⁠בְ⁠הַ֥ר צִיּ֛וֹן 1 આ અલંકાર છે જે યરૂશાલેમને તેની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી ઓળખવામાં આવે છે એટલે કે તે પર્વત કે જેના પર શહેર બનાવવામાં આવ્યું છે.. વૈકલ્પિક અનુવાદ: "પરંતુ યરૂશાલેમમાં" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:17 b4sh rc://*/ta/man/translate/figs-abstractnouns וְ⁠הָ֣יָה קֹ֑דֶשׁ 1 જો તમારી ભાષા ભાવવાચક સંજ્ઞાઓનો ઉપયોગ કરતી નથી, તો તમે વિશેષણનો ઉપયોગ કરીને **પવિત્રતા** શબ્દનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "અને તે પવિત્ર સ્થાન હશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
1:17 cr13 rc://*/ta/man/translate/figs-idiom בֵּ֣ית יַֽעֲקֹ֔ב 1 અહીં, **યાકુબના ઘરના** એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે "યાકુબના વંશજો" અને વિસ્તૃત રીતે, ઈસ્રાએલના તમામ લોકો. વૈકલ્પિક અનુવાદ: "ઈસ્રાએલના લોકો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:17 f4ur אֵ֖ת מוֹרָֽשֵׁי⁠הֶם 1 અહીં **સંપત્તિ** એ ભૂમિ દર્શાવે છે જે પેઢી દર પેઢી દરેક ઈસ્રાએલી કુટુંબો અને કુળો પ્રાપ્ત થવાની હતી. જો બહુવચન શબ્દનો ઉપયોગ મૂંઝવણભર્યો હોય, તો તમે તેનો એકવચન શબ્દ સાથે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તે દરેકની માલિકીની જમીન"
1:18 rm2e rc://*/ta/man/translate/figs-parallelism וְ⁠הָיָה֩ בֵית־יַעֲקֹ֨ב אֵ֜שׁ וּ⁠בֵ֧ית יוֹסֵ֣ף לֶהָבָ֗ה 1 આ બે અભિવ્યક્તિઓ સમાન અર્થ ધરાવે છે. યહોવાહ એક કરતા વધુ વાર કહીને જણાવે છે કે તેઓ જે કહે છે તે મહત્વનું છે. **યાકુબનું ઘર** અને **યુસુફનું ઘર** બંને ઈસ્રાએલીઓ માટે છે. વૈકલ્પિક અનુવાદ: “ઇસ્રાએલીઓ અગ્નિ જેવા થશે. હા, તેઓ જ્યોત જેવા હશે” જો આ બે વાર કહેવું મૂંઝવણભર્યું હોય, તો તમે તેમને UST અનુસાર એક અભિવ્યક્તિમાં જોડી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
1:18 cr15 rc://*/ta/man/translate/figs-metonymy בֵית־יַעֲקֹ֨ב 1 અહીં **ઘર** શબ્દનો અર્થ એ થાય છે કે લોકો કોઈ ચોક્કસ વ્યક્તિના વારસદાર હોય. યાકૂબના તમામ વંશજોને અલંકારિક રીતે વર્ણવવામાં આવે છે કે જાણે તેઓ એક સાથે રહેતા હોય. વૈકલ્પિક અનુવાદ: "ઇસ્રાએલી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:18 cr17 rc://*/ta/man/translate/figs-synecdoche וּ⁠בֵ֧ית יוֹסֵ֣ף 1 યુસુફના વંશજોને પણ અલંકારિક રીતે વર્ણવવામાં આવે છે જાણે તેઓ એક જ ઘરના હોય. યુસુફ યાકૂબનો પુત્ર હતો, અને તેના વંશજો ઇસ્રાએલના લોકોનો વિસ્તાર મોટો કરે છે. તેથી, યહોવાહ સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમના વંશજોનો ઉપયોગ કરી રહ્યા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:18 yt8j rc://*/ta/man/translate/figs-metonymy וּ⁠בֵ֤ית עֵשָׂו֙ & לְ⁠בֵ֣ית עֵשָׂ֔ו 1 એસાવ (અદોમ) ના વંશજોનું પણ અલંકારિક રીતે વર્ણન કરવામાં આવે છે જાણે તેઓ એક જ ઘરના હોય. વૈકલ્પિક અનુવાદ: "અદોમના લોકો" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:18 cr19 rc://*/ta/man/translate/figs-metaphor אֵ֜שׁ & לֶהָבָ֗ה & לְ⁠קַ֔שׁ 1 આ રૂપકમાં, યહોવાહ કહે છે કે ઈસ્રાએલીઓ અગ્નિ અને જ્યોત જેવા હશે, અને અદોમના લોકો સૂકા ઘાસ જેવા હશે, અને ઈસ્રાએલીઓ અદોમના લોકો સાથે તે કરશે જે અગ્નિ અને જ્યોત સૂકા ઘાસ માટે કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમ અગ્નિ અને જ્વાળા સૂકા ઘાસને નષ્ટ થઈ જાય ત્યાં સુધી બાળી નાખે છે, તેમ ઈસ્રાએલીઓ જે બચશે તેઓ આખા અદોમ પર વિજય મેળવશે. જો આ રૂપક તમારી ભાષામાં સ્પષ્ટ ન હોય, તો તમે તેને યુ.એસ.ટી.ની જેમ ઉપમા બનાવી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:18 hj8x rc://*/ta/man/translate/translate-unknown לְ⁠קַ֔שׁ 1 **ખુંપરા** શબ્દનો અર્થ છોડના સૂકા ટુકડા જે તેમની દાંડી કાપ્યા પછી જમીનમાં રહી જાય છે તે થાય છે . વૈકલ્પિક અનુવાદ: "સૂકા ઘાસની જેમ" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-unknown]])
1:18 cr23 rc://*/ta/man/translate/figs-doublet וְ⁠דָלְק֥וּ בָ⁠הֶ֖ם וַ⁠אֲכָל֑וּ⁠ם 1 **બાળી નાખશે** અને **ભષ્મ કરશે** નો અર્થ લગભગ સમાન છે. અર્થને વધુ તીવ્ર બનાવવા માટે યહોવાહ આ બંને શબ્દોનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં બે સમાન શબ્દો ન હોય અથવા જો એકજ બાબતને બે વાર કહેવું મૂંઝવણભર્યું હોય, તો તમે તેમને એક શબ્દસમૂહમાં જોડી શકો છો અને બીજી રીતે અર્થને વધુ તીવ્ર બનાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "અને જ્યાં સુધી તેઓ બધા બળી ન જાય ત્યાં સુધી તેઓ તેમને બાળી નાખશે" અથવા "અને તેઓ તેમને સંપૂર્ણપણે બાળી નાખશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])
1:18 amum rc://*/ta/man/translate/figs-explicit כִּ֥י 1 અહીં, **કેમકે** સૂચવે છે કે જે આગળ કહેવામાં આવ્યું છે તેનું કારણ શું છે. યહોવાહ વાચકને યાદ કરાવે છે કે આ બાબતો ચોક્કસપણે થશે, કારણ કે આ સંદેશ તેમના તરફથી આવ્યો છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે UST ની જેમ આ સ્પષ્ટપણે કહી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:18 c5jr rc://*/ta/man/translate/figs-123person כִּ֥י יְהוָ֖ה דִּבֵּֽר 1 યહોવાહ અહીં ત્રીજા પુરુષમાં પોતાના વિશે વાત કરી રહ્યા છે. જો તે તમારી ભાષામાં મૂંઝવણભર્યું હોય, તો તમે તેને UST અનુસાર પ્રથમ પુરુષમાં બદલી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
1:19 cr25 וְ⁠יָרְשׁ֨וּ 1 આ કલમ એકંદરે ઈસ્રાએલના જુદા જુદા ભાગોમાં રહેતા લોકોનું વર્ણન કરે છે જેઓ તેમની બાજુના પ્રદેશો પર વિજય મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: "વિજય મેળવશે"
1:19 zu8p rc://*/ta/man/translate/figs-metonymy הַ⁠נֶּ֜גֶב 1 **નેગેબ** એ યહુદાના દક્ષિણ વિસ્તારનું નામ છે જે શુષ્ક, ખડકાળ અને ઉજ્જડ છે. તેનો ઉપયોગ ત્યાં રહેતા લોકોને દર્શાવવા માટે થઈ રહ્યો છે. લોકોનું વર્ણન તેમની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી કરવામાં આવે છે, જેમકે જે સ્થાનમાં તેઓ રહે છે. વૈકલ્પિક અનુવાદ: "નેગેબમાં રહેતા ઈસ્રાએલીઓ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:19 cr27 rc://*/ta/man/translate/figs-synecdoche הַ֣ר עֵשָׂ֗ו 1 આ અદોમના પર્વતોમાંનો એક હતો. તમે કલમ 8 અને 9 માં આનું ભાષાંતર કેવી રીતે કર્યું છે તે જુઓ. યહોવાહ તેના એક મુખ્ય ભાગના નામનો ઉપયોગ કરીને અદોમના સમગ્ર પ્રદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "અદોમ દેશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:19 m7qk rc://*/ta/man/translate/figs-metonymy וְ⁠הַ⁠שְּׁפֵלָה֙ 1 **શેફલાહ** એ ઈસ્રાએલની ભૂમિમાં પશ્ચિમી તળેટીનું નામ છે. તે સ્થાનનો ઉપયોગ ત્યાં રહેતા લોકોને દર્શાવવા કરવા માટે અલંકારિક રીતે કરવામાં આવે છે. લોકોનું વર્ણન તેમની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી કરવામાં આવે છે, જેમ કે જે જમીનમાં તેઓ રહે છે. વૈકલ્પિક અનુવાદ: "પશ્ચિમ તળેટીમાં રહેતા ઈસ્રાએલીઓ." (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:19 dew4 rc://*/ta/man/translate/figs-ellipsis וְ⁠הַ⁠שְּׁפֵלָה֙ אֶת־פְּלִשְׁתִּ֔ים 1 અહીં વાચક પાસેથી પાછલી કલમમાંથી **કબજો મેળવશે** ક્રિયાપદની પુરતી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને શેફેલાહમાં રહેતા ઈસ્રાએલીઓ પલિસ્તીઓનો દેશ કબજે કરશે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
1:19 cr29 rc://*/ta/man/translate/figs-metonymy פְּלִשְׁתִּ֔ים 1 **પલિસ્તીઓ** એવા લોકો હતા જેમણે ઈસ્રાએલની પશ્ચિમના પ્રદેશ પર કબજો કર્યો હતો. અહીં, લોકોનો ઉપયોગ તે પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવા માટે થાય છે, જેને ફિનીકિયાના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: "પલિસ્તીઓનો પ્રદેશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:19 app9 וְ⁠יָרְשׁוּ֙ 1 વૈકલ્પિક અનુવાદ: "ઈસ્રાએલના લોકો કબજો કરશે"
1:19 vmfw rc://*/ta/man/translate/figs-synecdoche אֶת־שְׂדֵ֣ה אֶפְרַ֔יִם וְ⁠אֵ֖ת שְׂדֵ֣ה שֹׁמְר֑וֹן 1 અહીં **પ્રદેશ** એ એક વિશાળ, ખુલ્લા વિસ્તારનો ઉલ્લેખ કરે છે અને તે સમગ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે જે **એફ્રાઈમ**ના વંશનો હતો અને જે **સમરૂન** શહેરની આસપાસ આવેલો હતો. વૈકલ્પિક અનુવાદ: "એફ્રાઈમના લોકોનો હતો તે તમામ પ્રદેશ અને સમરૂનની આસપાસનો વિસ્તાર" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:19 gup4 rc://*/ta/man/translate/figs-personification וּ⁠בִנְיָמִ֖ן 1 અહીં **બિન્યામીન** એ બિન્યામીન જાતિના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ લોકોને એવું ચિત્રિત કરવામાં આવી રહ્યું છે કે જાણે તેમના પૂર્વજ એક જ વ્યક્તિ હોય. UST જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
1:19 czq7 rc://*/ta/man/translate/figs-ellipsis וּ⁠בִנְיָמִ֖ן אֶת־הַ⁠גִּלְעָֽד 1 અહીં વાચક પાસેથી પાછલી કલમમાંથી **કબજો મેળવશે** ક્રિયાપદની પુરતી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: "અને બિન્યામીન કુળના લોકો ગિલ્યાદની ભૂમિનો કબજો મેળવશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
1:19 cr31 rc://*/ta/man/translate/figs-synecdoche הַ⁠גִּלְעָֽד 1 **ગિલ્યાદ** એ યર્દન નદીની પેલે પાર ઈસ્રાએલની ભૂમિની પૂર્વમાં આવેલો પ્રદેશ છે. તેનો ઉપયોગ પૂર્વના વિસ્તારોને રજૂ કરવા માટે થઈ રહ્યો છે. UST જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:20 xw8x rc://*/ta/man/translate/grammar-collectivenouns וְ⁠גָלֻ֣ת הַֽ⁠חֵל־הַ֠⁠זֶּה 1 અહીં, **બંદીવાન** એ એક સામૂહિક એકવચન સંજ્ઞા છે જેમાં દેશનિકાલ કરાયેલા તમામ લોકોનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: "બધા લોકોના મોટા જૂથ કે જેઓને તેમના ઘરોમાંથી પકડી લેવામાં આવ્યા હતા અને દૂર લઈ જવામાં આવ્યા હતા" (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-collectivenouns]])
1:20 t8hm הַֽ⁠חֵל 1 અહીં **સૈન્ય** શબ્દનો અર્થ "મોટી સંખ્યામાં લોકો" પણ થઈ શકે છે. આ સંદર્ભમાં, મોટી સંખ્યામાં લોકોને પ્રદેશ કબજે કરનાર તરીકે પણ વર્ણવવામાં આવે છે, તેથી તેઓ સૈન્ય તરીકે કામ કરશે. જો તમારી પાસે કોઈ શબ્દ છે જેનો અર્થ આ બંને બાબતો થઈ શકે છે, તો તેનો અહીં ઉપયોગ કરો. જો નહિં, તો પછી શ્રેષ્ઠ બંધબેસતો શબ્દ પસંદ કરો.
1:20 cr35 rc://*/ta/man/translate/figs-metaphor לִ⁠בְנֵ֨י יִשְׂרָאֵ֤ל 1 અહીં, **ઈસ્રાએલના પુત્રો**ના અર્થ માટે બે શક્યતાઓ છે: (1) આ સંદર્ભમાં, **ઈસ્રાએલ** ઉત્તરમાં કબજે કરેલા પ્રદેશ તરીકે ઓળખાય છે અને તે **યરૂશાલેમ**થી વિપરીત છે, તેથી એવું લાગે છે કે **ઈસ્રાએલના પુત્રો** એવા લોકોને દર્શાવી રહ્યું છે જેઓ ઈસ્રાએલના ઉત્તરીય રાજ્યના છે. વૈકલ્પિક અનુવાદ: "ઉત્તરી ઈસ્રાએલમાંથી" (2) તે ઈસ્રાએલના તમામ વંશજોનો ઉલ્લેખ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: "ઈસ્રાએલના લોકો" (જુઓ [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:20 cr37 rc://*/ta/man/translate/figs-metonymy אֲשֶֽׁר־כְּנַעֲנִים֙ 1 કનાન દેશ એ છે જ્યાં ઈસ્રાએલના લોકો દેશનિકાલ થયા પહેલા રહેતા હતા. તેથી લોકોને તેઓ જ્યાં રહેતા હતા અને જ્યાં તેઓ ફરી વસશે તેના નામથી બોલાવવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: "જેઓ કનાન દેશમાં રહેતા હતા" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:20 r8cn rc://*/ta/man/translate/translate-names עַד־צָ֣רְפַ֔ת 1 સારફથ તૂર અને સિદોન વચ્ચે ભૂમધ્ય સમુદ્રના કિનારે ઈસ્રાએલની ઉત્તરે ફિનીકીયા શહેર હતું. વૈકલ્પિક અનુવાદ: "સારફથ સુધી ઉત્તરમાં" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:20 zdk5 rc://*/ta/man/translate/figs-ellipsis עַד־צָ֣רְפַ֔ת 1 વાચકને અગાઉના વાક્યમાંથી “પસંદ થશે” અથવા “કબજે કરશે” ક્રિયાપદની પુરતી કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: "સારફથ સુધીના ઉત્તરમાં પ્રદેશ કબજે કરશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
1:20 u5t1 rc://*/ta/man/translate/grammar-collectivenouns וְ⁠גָלֻ֥ת יְרוּשָׁלִַ֖ם 1 અહીં, **બંદીવાન** એ એક સામૂહિક એકવચન સંજ્ઞા છે જેમાં યરૂશાલેમમાં તેમના ઘરોમાંથી પકડાયેલા અને દૂર લઈ જવામાં આવેલા તમામ લોકોનો સમાવેશ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: "જે લોકો યરૂશાલેમમાં તેમના ઘરોમાંથી કેદ કરવામાં આવ્યા હતા અને દૂર લઈ જવામાં આવ્યા હતા" (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-collectivenouns]])
1:20 x6yt rc://*/ta/man/translate/translate-names בִּ⁠סְפָרַ֑ד 1 **સારફથ** એ એક સ્થળનું નામ છે જેનું સ્થાન આધુનિક વિદ્વાનો માટે અજાણ છે. કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે તે લૂદના પ્રદેશમાના સાર્દિસ શહેરનો ઉલ્લેખ કરે છે. આ કદાચ લઘુ આસીયા, ઈસ્રાએલના ઉત્તર પશ્ચિમમાં હશે, જ્યાં હવે તુર્કી દેશ છે. વૈકલ્પિક અનુવાદ: "હાલમાં સારફથમાં રહે છે" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:20 cr39 rc://*/ta/man/translate/figs-explicit יִֽרְשׁ֕וּ 1 **નેગેબના શહેરો** પર વિજય મેળવવા માટે આ નિર્વાસિતો પહેલા તેઓ જ્યાં રહે છે તે દૂરના દેશોમાંથી પાછા ફરશે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે તે સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "તેઓ પાછા આવશે અને કબજો મેળવશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:20 cr41 rc://*/ta/man/translate/translate-names הַ⁠נֶּֽגֶב 1 **નેગેબ** એ યહુદાના દક્ષિણ વિસ્તારનું નામ છે જે શુષ્ક, ખડકાળ અને ઉજ્જડ છે. તમે [કલમ 19](../01/19.md) માં આનો કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: "યહુદા દક્ષિણમાં આવેલું રણ" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
1:21 j7nf rc://*/ta/man/translate/figs-metonymy וְ⁠עָל֤וּ מֽוֹשִׁעִים֙ בְּ⁠הַ֣ר צִיּ֔וֹן לִ⁠שְׁפֹּ֖ט אֶת־הַ֣ר עֵשָׂ֑ו 1 **સિયોન પર્વત** એ યરૂશાલેમનું અલંકારિક નામ હોવા છતાં જો શક્ય હોય તો યરૂશાલેમમાં જ્યાં ઈશ્વરનું મંદિર હતું ત્યાં આ ઉચ્ચ સ્થાનની ચિત્રાત્મક છબી રાખવી સારી રહેશે. આનાથી **એસાઉના પર્વત** સાથે સરખામણી કરવાની પણ સરળતા રહેશે. અદોમે બડાઈ કરી હતી કે તે ઉચ્ચ સ્થાને છે અને કોઈ તેને નીચે લાવી શકતું નથી. પરંતુ આ અલંકારિક છબી સાથે, યહોવાહ કહે છે કે તેઓ તેને નીચે લાવશે અને તેના બદલે તેના પોતાના લોકોને ઉચ્ચ સ્થાને મૂકશે. જો તમે આ રીતે પુસ્તકનું ભાષાંતર કરી રહ્યાં છો અને જો **સિયોન પર્વત** વિષે ગેરસમજ થાય તો તમે આ અર્થને સહજ ભાષામાં વ્યક્ત કરી શકો છો, . વૈકલ્પિક ભાષાંતર: "ઈસ્રાએલના ઉદ્ધારક યરૂશાલેમ જશે અને અદોમ પર શાસન કરશે જેઓ માનતા હતા કે તેઓ ખૂબ ઉચ્ચ સ્થાને છે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:21 hyg2 מֽוֹשִׁעִים֙ 1 અહીં, **ઉદ્ધારકો** ઈસ્રાએલના લશ્કરી આગેવાનો ઉલ્લેખ કરે છે જેમનો ઉપયોગ ઈશ્વર અદોમ રાષ્ટ્રને હરાવવા માટે કરશે. વૈકલ્પિક અનુવાદ: "તે આગેવાનો જેમણે ઈસ્રાએલને બચાવ્યા છે"
1:21 cr43 rc://*/ta/man/translate/figs-metonymy בְּ⁠הַ֣ר צִיּ֔וֹן 1 યહોવાહ અલંકારિક રીતે યરૂશાલેમનો ઉલ્લેખ તેની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી કરે છે જેમકે જે પર્વત પર શહેર બાંધવામાં આવ્યું છે. 16 અને 17 કલમમાં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “યરૂશાલેમમાં” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
1:21 cr45 rc://*/ta/man/translate/figs-synecdoche הַ֣ר עֵשָׂ֑ו 1 આ શબ્દસમૂહ પર્વતીય પ્રદેશનો ઉલ્લેખ કરે છે જ્યાં યાકુબનો ભાઈ અને અદોમીઓના પૂર્વજ એસાવ ગયો અને સ્થાયી થયો. તેથી તેનો અર્થ એ થાય છે કે “પહાડી પ્રદેશ જે એસાવ અને તેના વંશજોનો હતો.” તમે આનો કલમ 8, 9 અને 19 માં અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: "અદોમનો દેશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:21 wy7x וְ⁠הָיְתָ֥ה לַֽ⁠יהוָ֖ה הַ⁠מְּלוּכָֽה 1 આ શબ્દસમૂહ એ બાબત પર ભાર મૂકે છે કે ઈસ્રાએલના રાજ્ય પર યહોવાહ વ્યક્તિગત રીતે શાસન કરશે કારણ કે તેઓ અદોમ પર શાસન કરશે. વૈકલ્પિક અનુવાદ: "યહોવા સર્વ પર રાજા થશે"