2.8 KiB
2.8 KiB
કૈસરિયા, કૈસરિયા ફિલિપ્પી
સત્યો:
કૈસરિયા ભૂમધ્ય સમુદ્રના કિનારા પર લગભગ 39 કિલોમીટર કાર્મેલ પર્વતની દક્ષિણે આવેલું મહત્વનું શહેર હતું. કૈસરિયા ફિલિપ્પી ઈઝરાએલના ઉત્તર પૂર્વ ભાગમાં, હેર્મોન પર્વતની નજીક આવેલું શહેર હતું.
- કૈસર કે જે રોમન સામ્રાજ્ય પર શાસન કરતો હતો તેના નામ પરથી આ શહેરોના નામો અપાયા હતા.
- ઈસુના જન્મ સમયની આસપાસ, દરિયાઈ કૈસરિયા યહૂદિયાના રોમન પ્રાંતની રાજધાની શહેર બન્યું.
- પિતર પ્રેરિતે પહેલા કૈસરિયામાં વિદેશીઓને ઉપદેશ કર્યો.
- પાઉલ કૈસરિયાથી તાર્સાસ ગયો અને તેની બે મિશનરી/સેવાકીય યાત્રા દરમ્યાન આ શહેરમાંથી પણ પસાર થયો.
- ઈસુ અને તેના શિષ્યોએ અરામના કૈસરિયા ફિલિપ્પીના આસપાસના પ્રદેશમાં મુસાફરી કરી.
બન્ને શહેરોના નામ, હેરોદ ફિલિપ નામ પરથી આપવામાં આવ્યા હતા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કૈસર, વિદેશી, સમુદ્ર, કાર્મેલ, હેર્મોન પર્વત, રોમ, તાર્સસ)
બાઇબલની કલમો:
- પ્રેરિતોના કૃત્યો 9:28-30
- પ્રેરિતોના કૃત્યો 10:1-2
- પ્રેરિતોના કૃત્યો 25:1-3
- પ્રેરિતોના કૃત્યો 25:13-16
- માર્ક 8:27-28
- માથ્થી 16:13-16
શબ્દ માહિતી:
- Strong's: G25420, G53760