# કૈસરિયા, કૈસરિયા ફિલિપ્પી ## સત્યો: કૈસરિયા ભૂમધ્ય સમુદ્રના કિનારા પર લગભગ 39 કિલોમીટર કાર્મેલ પર્વતની દક્ષિણે આવેલું મહત્વનું શહેર હતું. કૈસરિયા ફિલિપ્પી ઈઝરાએલના ઉત્તર પૂર્વ ભાગમાં, હેર્મોન પર્વતની નજીક આવેલું શહેર હતું. * કૈસર કે જે રોમન સામ્રાજ્ય પર શાસન કરતો હતો તેના નામ પરથી આ શહેરોના નામો અપાયા હતા. * ઈસુના જન્મ સમયની આસપાસ, દરિયાઈ કૈસરિયા યહૂદિયાના રોમન પ્રાંતની રાજધાની શહેર બન્યું. * પિતર પ્રેરિતે પહેલા કૈસરિયામાં વિદેશીઓને ઉપદેશ કર્યો. * પાઉલ કૈસરિયાથી તાર્સાસ ગયો અને તેની બે મિશનરી/સેવાકીય યાત્રા દરમ્યાન આ શહેરમાંથી પણ પસાર થયો. * ઈસુ અને તેના શિષ્યોએ અરામના કૈસરિયા ફિલિપ્પીના આસપાસના પ્રદેશમાં મુસાફરી કરી. બન્ને શહેરોના નામ, હેરોદ ફિલિપ નામ પરથી આપવામાં આવ્યા હતા. (ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-names)) (આ પણ જુઓ: [કૈસર](../names/caesar.md), [વિદેશી](../kt/gentile.md), [સમુદ્ર](../names/mediterranean.md), [કાર્મેલ](../names/carmel.md), [હેર્મોન પર્વત](../names/mounthermon.md), [રોમ](../names/rome.md), [તાર્સસ](../names/tarsus.md)) ## બાઇબલની કલમો: * [પ્રેરિતોના કૃત્યો 9:28-30](rc://*/tn/help/act/09/30) * [પ્રેરિતોના કૃત્યો 10:1-2](rc://*/tn/help/act/10/01) * [પ્રેરિતોના કૃત્યો 25:1-3](rc://*/tn/help/act/25/01) * [પ્રેરિતોના કૃત્યો 25:13-16](rc://*/tn/help/act/25/14) * [માર્ક 8:27-28](rc://*/tn/help/mrk/08/27) * [માથ્થી 16:13-16](rc://*/tn/help/mat/16/13) ## શબ્દ માહિતી: * Strong's: G25420, G53760