Door43-Catalog_gu_tw/bible/kt/holyspirit.md

6.9 KiB

પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા, પ્રભુના આત્મા, આત્મા

સત્યો:

આ બધા જ શબ્દો પવિત્ર આત્મા, કે જે ઈશ્વર છે તેમને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

  • પવિત્ર આત્માને “આત્મા” અને “યહોવાનો આત્મા” અને “સત્યનો આત્મા” તરીકે પણ ઉલ્લેખાય છે.
  • કારણકે પવિત્ર આત્મા ઈશ્વર છે, તે સંપૂર્ણપણે પવિત્ર છે, અનંત શુદ્ધ, અને તેમના પૂર્ણ સ્વભાવમાં અને જે બધું તે કરે છે તેમાં તે નૈતિક રીતે સંપૂર્ણ છે.
  • પિતા અને પુત્રની સાથે, પવિત્ર આત્મા જગતનું સર્જન કરવામાં સક્રિય હતા.
  • જયારે ઈશ્વરના દીકરા ઈસુ, સ્વર્ગમાં પરત ગયા, ત્યારે ઈશ્વરે તેમના લોકોને દોરવણી આપવા, તેઓને શીખવવા, દિલાસો આપવા, અને તેઓને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા સક્ષમ થવા પવિત્ર આત્માને મોકલ્યા.
  • પવિત્ર આત્મા એ ઈસુને માર્ગદર્શન આપ્યું અને તે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને માર્ગ દર્શન આપે છે.

ભાષાંતરના સૂચનો:

  • સામાન્યપણે “પવિત્ર” અને “આત્મા” શબ્દોનું ભાષાંતર કરવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દો દ્વારા આ શબ્દોનું ભાષાંતર કરી શકાય છે.
  • આ શબ્દના ભાષાંતરની રીતોમાં, “શુદ્ધ આત્મા” અથવા “આત્મા કે જે પવિત્ર છે” અથવા “ઈશ્વર આત્મા” શબ્દોનો પણ સમાવેશ કરીશકાય છે.

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, ઈશ્વર, પ્રભુ, ઈશ્વર પિતા, ઈશ્વરના દીકરા, ભેટ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:1 પરંતુ ઈશ્વર નો આત્મા ત્યાં પાણી ઉપર હતો.
  • 24:8 બાપ્તિસમા પામ્યા પછી જયારે ઈસુ પાણીમાંથી બહાર આવ્યા, ત્યારે ઈશ્વરના આત્મા કબૂતરના રૂપમાં દેખાયા અને નીચે ઉતરી આવી તેમના ઉપર બેઠા.
  • 26:1 શેતાનના પરીક્ષણો પર જીત પ્રાપ્ત કર્યા બાદ, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને ગાલીલના પ્રદેશમાં જ્યાં તે રહેતા હતા ત્યાં પાછા આવ્યા.
  • 26:3 ઈસુએ વાચ્યું, “ઈશ્વરે તેમનો આત્મા મને આપ્યો છે કે જેથી હું દરિદ્રીઓને સુવાર્તા જાહેર કરું, બંદીવાનોને છૂટકારો, અંધજનોને દ્રષ્ટિ, અને કચડાયેલાઓને છોડાવું.”
  • 42:10 જેથી તમે જઈને સર્વ જાતિના લોકોને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપીને, અને મેં તમને જે જે આજ્ઞા આપી છે, તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”
  • 43:3 તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
  • 43:8 “તેમણે જે વચન આપ્યું હતું તે પ્રમાણે ઈસુએ પવિત્ર આત્મા મોકલ્યા. પવિત્ર આત્મા જે કાર્ય કરી રહ્યા છે તે હવે તમે જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો.
  • 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, "તમારામાંના દરેક જણે પસ્તાવો કરી ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી ઈશ્વર તમારા પાપો માફ કરે. પછી તે તમને પવિત્ર આત્માની ભેટ પણ આપશે.”
  • 45:1 તેની (સ્તેફન) શાખ સારી હતી અને તે પવિત્ર આત્મા અને જ્ઞાનથી ભરપૂર હતો.

શબ્દ માહિતી:

  • Strong's: H3068, H6944, H7307, G40, G4151