Door43-Catalog_gu_tw/bible/kt/holy.md

9.2 KiB

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે સર્વ પાપી અને અપૂર્ણથી ઈશ્વરને તદ્દન નિરાળા અને અલગ કરે છે

  • ફક્ત ઈશ્વર જ સંપૂર્ણપણે પવિત્ર છે. તે લોકો અને વસ્તુઓને પવિત્ર કરે છે.
  • વ્યક્તિ કે જે પવિત્ર છે તે ઈશ્વરનો છે, અને ઈશ્વરની સેવાના હેતુ માટે અને તેમને મહિમા મળે માટે અલગ કરાયેલો છે.
  • વસ્તુ જેને ઈશ્વરે પવિત્ર જાહેર કરી છે તે તેમના મહિમા અને તેમના કાર્ય માટે અલગ કરવામાં આવી છે, જેમ કે વેદી જે તેમને બલિદાન ચઢાવવાના હેતુ માટે છે.
  • જ્યાં સુધી તે (ઈશ્વર) પરવાનગી ના આપે ત્યાં સુધી લોકો તેમની નજીક જઈ શકતા નથી, કારણકે તે પવિત્ર છે અને મનુષ્ય માત્ર પાપી અને અપૂર્ણ છે.
  • જૂના કરારમાં, ઈશ્વરે યાજકોને તેમની સેવા માટે પવિત્ર તરીકે અલગ કર્યા છે. ઈશ્વરની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું હતું.
  • ઈશ્વરે ચોક્કસ સ્થળો અને વસ્તુઓને પણ પવિત્ર કરીને અલગ કર્યા કે જે તેમના છે અથવા તેમાં તે પોતાને પ્રગટ કરે છે, જેમ કે કે તેમનું મંદિર.
  • શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે ઈશ્વરનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.
  • આ શબ્દ કોઈક કે જે ઈશ્વર વિરુદ્ધ બળવો કરી તેમનું અપમાન કરે છે, તેનું વર્ણન કરવા વપરાયો છે.
  • વસ્તુ જે સામાન્ય, અપવિત્ર અથવા અશુદ્ધ હોય તેને “અપવિત્ર” કહી શકાય છે. તે ઈશ્વરનું નથી.
  • “પવિત્ર” શબ્દ કંઈક કે જે ઈશ્વરની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની વિદેશી મૂર્તિપૂજાને વર્ણવે છે.
  • જૂના કરારમાં, “પૂજ્ય” શબ્દ મોટેભાગે પત્થરના થાંભલાઓ અને જૂઠા દેવોની આરાધના માટે પણ ઉપયોગમાં લેવાતી બીજી વસ્તુઓનું વર્ણન કરે છે. તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.
  • “પવિત્ર ગીતો” અને “પવિત્ર સંગીત” કે જે ઈશ્વરના મહિમા માટે ગાવામાં અથવા વગાડવામાં આવે છે, તેને દર્શાવે છે. તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે ઈશ્વરની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.
  • “પવિત્ર ફરજો” શબ્દસમૂહ, “ધાર્મિક ફરજો” અથવા “વિધિઓ” કે જે લોકોને ઈશ્વરની આરાધનામાં દોરવા માટે યાજક જે કરે છે, તેને દર્શાવે છે. જૂઠા દેવની ભક્તિ કરવા માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી વિધિઓને પણ તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “પવિત્ર” શબ્દનું ભાષાંતર, “ઈશ્વર માટે અલગ કરાયેલું” અથવા “ઈશ્વરનું” અથવા “સંપૂર્ણ શુદ્ધ” અથવા “સંપૂર્ણપણે પાપ રહિત” અથવા “પાપથી અલગ કરાયેલું”નો સમાવેશ કરે છે.
  • મોટેભાગે અંગ્રેજીમાં “પવિત્ર બનાવવા” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ કરવું” તરીકે કરવામાં આવેલું છે. તેનું ભાષાંતર “ઈશ્વરના મહિમા માટે (કોઈને) અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.
  • “અપવિત્ર” શબ્દનું ભાષાંતરમાં, “પવિત્ર નથી” અથવા “ઈશ્વરનું નથી તે” અથવા “ઈશ્વરને મહિમા આપતું નથી” અથવા “ઈશ્વરીય નથી”નો સમાવેશ કરે છે.
  • કેટલાક સંદર્ભોમાં, “અપવિત્ર”નું ભાષાંતર “અશુદ્ધ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, અભિષેક, શુદ્ધ, અલગ કરવું)

બાઇબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:16 તેમણે (ઈશ્વરે) સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તેઓ તેમના કામથી સ્વસ્થ રહ્યા.
  • 9:12 “તું પવિત્ર જગા ઉપર ઊભો છે.”
  • 13:1 “જો તમે મારી આજ્ઞા પાળશો અને મારો કરાર માનશો, તો તમે મારું કિંમતી દ્રવ્ય અને યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ કહેવાશો.
  • 13:5 “ હંમેશા સાબ્બાથ દિવસને પવિત્ર રાખો.”
  • 22:5 “જેથી તે બાળક જે ઈશ્વરનો દીકરો છે, તે પવિત્ર હશે,.”
  • 50:2 જયારે આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ, ત્યારે ઈશ્વર ચાહે છે કે આપણે એવું પવિત્ર જીવન જીવીએ કે જેથી તેમને માન મળે.

શબ્દ માહિતી:

  • Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742