Door43-Catalog_gu_tw/bible/kt/good.md

9.0 KiB
Raw Blame History

સારું, યોગ્ય, સુખદ, વધુ સારું, શ્રેષ્ઠ, ભલાઈ

વ્યાખ્યા:

“સારું” શબ્દ સામાન્ય રીતે કોઈકની કોઈકના પ્રત્યેના હકારાત્મક મૂલ્યાંકનની લાગણી, મહદઅંશે નૈતિક અને લાગણીકીય અર્થમાં, નો ઉલ્લેખ કરે છે. જો કે  બાઇબલમાં આ શબ્દ વિવિધ બારીક વિગતોને તેના સંદર્ભના અર્થમાં રજૂ કરે છે.

  • સામાન્ય રીતે, કંઈક કે જે દેવના ચારિત્ર્ય, હેતુઓ, અને ઈચ્છા સાથે બંધબેસતું છે તો તે સારું છે.
  • જે કાંઇક પ્રશંસનીય, ઉત્તમ, ઉપયોગી, યોગ્ય, નફાકારક, અને નૈતિક રીતે સાચું છે, તેને “સારું” કહી શકાય છે.
  • જમીન કે જે “સારી” છે તેને “ફળદાયી” અને “ઉત્પાદક” કહી શકાય છે.
  • “સારા” પાકને “પુષ્કળ” પાક કહી શકાય છે.
  • જે વ્યક્તિ તેના પોતાના કાર્ય અથવા વ્યવસાયમાં કુનેહ હોય તેને “સારી” કહી શકાય, અભિવ્યક્તિ જેવી કે, “સારો ખેડૂત.”
  • મોટેભાગે બાઇબલમાં, “સારા” શબ્દનો સામાન્ય અર્થ “દુષ્ટ” શબ્દની વિરોધાભાસમાં દર્શાવવામાં આવ્યો છે.
  • સામાન્ય રીતે “ભલાઈ” શબ્દ નૈતિક રીતે સારા હોવું, અથવા વિચારો અને કાર્યોમાં પ્રામાણિક હોવું તે દર્શાવે છે.
  • ઈશ્વરની ભલાઈ તે કેવી રીતે લોકોને સારી અને ગુણકારી વસ્તુઓ આપીને તેઓને આશીર્વાદ આપે છે, તેને દર્શાવે છે. તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.
  • ક્યારેક "સારું" અટેલે ભાવનાત્મક રીતે સુખદ, નૈતિક રીતે સાચું, ઉત્તમ, મદદરૂપ, બંધબેસતું અથવા લાભદાયી.

ભાષાંતરના સૂચનો:

  • લક્ષ્ય ભાષામાં જયારે “સારા” (શબ્દ) માટેનો સામાન્ય શબ્દનો અર્થ ચોક્કસ અને કુદરતી હોય, ખાસ કરીને સંદર્ભોમાં જયારે તે દુષ્ટની સામે વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવો.

  • સંદર્ભ પર આધાર રાખીને, બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “માયાળુ” અથવા “ઉત્તમ” અથવા “ઈશ્વરને પસંદ પડે તેવું” અથવા “પ્રામાણિક” અથવા “નૈતિક રીતે સારા” અથવા "લાભદાયી" જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • “સારી જમીન” શબ્દનું ભાષાંતર, “ફળદ્રુપ જમીન” અથવા “ઉત્પાદક જમીન” તરીકે કરી શકાય છે; “સારો પાક” શબ્દનું ભાષાંતર, “પુષ્કળ ફસલ” અથવા “મોટા પ્રમાણમાં પાક” તરીકે કરી શકાય છે.

  • “સારું કરો” શબ્દસમૂહનો અર્થ, એવું કાંઇક કરો કે જેથી બીજાઓને લાભ થાય અને તેનું ભાષાંતર, “માયાળુ હોવું” અથવા “મદદ” અથવા કોઈકને “લાભ થાય” અથવા "કોઈકને વૃદ્ધિ પામવા મદદરૂપ થવું', એમ થઇ શકે છે.

  • “સબ્બાથ પર સારું કર” જેનો અર્થ, “લોકોને મદદ થાય તેવી બાબતો સાબ્બાથ પર કરો.”

  • સંદર્ભ પર આધાર રાખીને, “ભલાઈ” શબ્દનું ભાષાંતર એવી રીતે કરવામાં આવે જેમાં, “આશીર્વાદ” અથવા “દયા” અથવા “નૈતિક સંપૂર્ણતા” અથવા “ઈમાનદારી” અથવા “શુદ્ધતા” શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર, લાભ, પ્રામાણિક), ન્યાયી, વૃદ્ધિ પામતું, દુષ્ટ)

બાઈબલની કલમો:

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:4 ઈશ્વરે જોયું કે તેમણે જે બનાવ્યું તે સારું હતું
  • 1:11 ઈશ્વરે ભલું અને ભૂંડું જાણવાનું વૃક્ષ રોપ્યું.
  • 1:12 પછી ઈશ્વરે કહ્યું "માણસ એકલો રહે તે તેના માટે સારું નથી."
  • 2:4 “માત્ર ઈશ્વર જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે ઈશ્વરના જેવા અને તે જેમ સમજે છે તેમ તમે ભલું અને ભૂંડું સમજનારા થશો.
  • 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે મારું ભૂંડું કરવા પ્રયત્ન કર્યો, પણ ઈશ્વરે તે ભૂંડા કૃત્યનો સારા માટે ઉપયોગ કર્યો.
  • 14:15 યહોશુઆ એક સારો આગેવાન હતો, કારણકે તેને ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેને આધીન થયો.
  • 18:13 તેમાંના કેટલાક રાજાઓ સારા માણસો હતા કે જેઓએ ન્યાયથી રાજ કર્યું અને ઈશ્વરની આરાધના કરી.
  • 28:1સારા શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “તું મને સારો શા માટે કહે છે? ફક્ત એક જ જે સારા છે, અને તે ઈશ્વર છે.”

શબ્દ માહિતી:

  • Strong's: H117, H145, H155, H202, H239, H410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G14, G15, G18, G19, G515, G744, G865, G979, G1380, G2095, G2097, G2106, G2107, G2108, G2109, G2114, G2115, G2133, G2140, G2162, G2163, G2174, G2293, G2565, G2567, G2570, G2573, G2887, G2986, G3140, G3617, G3776, G4147, G4632, G4674, G4851, G5223, G5224, G5358, G5542, G5543, G5544