Door43-Catalog_gu_tw/bible/names/kidronvalley.md

2.3 KiB

કિન્દ્રોન ખીણ

હકીકતો:

કિન્દ્રોન ખીણ એ યરુસાલેમ શહેરની બહાર તેની પૂર્વ દિવાલ અને જૈતૂન પર્વતની વચ્ચે એક ઊંડી ખીણ છે.

  • ખીણ ૧,૦૦૦મીટરથી વધુ ઊંડી અને લગભગ ૩૨ કિલોમીટર લાંબી છે.

જ્યારે રાજા દાઉદ તેના પુત્ર આબ્શાલોમ પાસેથી ભાગી રહ્યો હતો, ત્યારે તે કિન્દ્રોન ખીણમાંથી થઈને જૈતૂનના પહાડ પર ગયો.

  • રાજા યોશિયા અને યહૂદાના રાજા આસાએ આદેશ આપ્યો કે જૂઠા દેવોના ઉચ્ચ સ્થાનો અને વેદીઓને તોડી નાખવામાં આવે અને બાળી નાખવામાં આવે; રાખ કિન્દ્રોન ખીણમાં ફેંકી દેવામાં આવી હતી.
  • રાજા હિઝકિયાના શાસનકાળ દરમિયાન, કિન્દ્રોન ખીણ એવી હતી જ્યાં યાજકોએ મંદિરમાંથી જે અશુદ્ધ વસ્તુઓ કાઢી નાખી હતી તે બધું ફેંકી દીધું હતું.

દુષ્ટ રાણી અથાલ્યાને આ ખીણમાં મારી નાખવામાં આવી હતી કારણ કે તેણે કરેલા દુષ્ટ કાર્યોને લીધે.

(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])

(આ પણ જુઓ: [આબ્શાલોમ], [આસા], [અથાલ્યા], [દાઉદ], [ખોટા દેવ], [હિઝકિયા], [ઉચ્ચ સ્થાનો], [યોશિયા], [યહુદા], [જૈતૂનનો પર્વત])

બાઇીબલ સંદર્ભો:

  • [યોહાન ૧૮:૧]

શબ્દ માહિતી

  • સ્ટ્રોંગ્સ: H5674, H6939, G27480, G54930