Door43-Catalog_gu_tw/bible/names/gomorrah.md

2.4 KiB

ગમોરાહ

સત્યો:

ગમોરાહ શહેર એ સદોમની નજીક ફળદ્રુપ ખીણમાં આવેલું હતું, જ્યાં ઈબ્રાહિમના ભત્રીજા લોતે રહેવાનું પસંદ કર્યું હતું.

  • ગમોરાહ અને સદોમનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે, પણ ત્યાં સંકેતો છે કે કદાચ તેઓ સીધા ખારા સમુદ્ધની દક્ષિણે, સિદ્દીમની ખીણની નજીકમાં સ્થાપિત હતા.
  • સદોમ અને ગમોરાહ જ્યાં આવેલા હતા, તે પ્રદેશમાં ઘણા રાજાઓ યુદ્ધમાં સામેલ હતા.
  • જયારે લોતનું કુટુંબને સદોમ અને અન્ય શહેરો વચ્ચેના સંઘર્ષમાં કબ્જે કરવામાં આવ્યા હતા, ત્યારે ઇબ્રાહિમ અને તેના માણસોએ તેઓને છોડાવ્યા.
  • પછી ટૂંકા સમયમાં જ, ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે, સદોમ અને ગમોરાહ શહેરોનો ઈશ્વર દ્વારા નાશ કરાયો હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઇબ્રાહિમ , બાબિલોન, લોત, ખારો સમુદ્ધ, સદોમ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6017