Door43-Catalog_gu_tw/bible/names/babylon.md

3.8 KiB

બાબિલ, શિનઆર, ખાલદીઓ

તથ્યો:

બાબિલ શહેર એ શિનઆરના પ્રાચીન પ્રદેશની રાજધાની હતી, જે ખાલદી સામ્રાજ્યનો પણ ભાગ હતો

  • બાબિલ ફ્રાત નદીના કાંઠે સ્થિત હતું, તે જ પ્રદેશમાં જ્યાં સેંકડો વર્ષ પહેલાં બાબિલનો ટાવર બનાવવામાં આવ્યો હતો.
  • ક્યારેક "બાબિલ" શબ્દ સમગ્ર ખાલદી સામ્રાજ્યનો સંદર્ભ આપે છે. દાખલા તરીકે, “બાબિલ રાજા” ફક્ત શહેર પર જ નહિ, સમગ્ર સામ્રાજ્ય પર રાજ કરતો હતો.
  • ખાલદીઓ એક શક્તિશાળી લોકોનું જૂથ હતું જેણે યહુદાના રાજ્ય પર હુમલો કર્યો અને લોકોને ૭૦ વર્ષ સુધી શિનઆરમાં બંદીવાસમાં રાખ્યા.
  • આ પ્રદેશનો એક ભાગ "ખાલદી" કહેવાતો અને ત્યાં રહેતા લોકો "ખાલદીઓ" હતા. પરિણામે, "બાબિલ" શબ્દનો ઉપયોગ શિનઆરમાટે વારંવાર થતો હતો. (જુઓ: [synecdoche])

(આ પણ જુઓ: [બાબિલ], [બાબિલ], [યહૂદા], [નાબૂખાદનેસ્સાર])

બાઈબલ સંદર્ભો:

  • [ કાળવૃત્તાંત ૯:૧]
  • [૨ રાજાઓ ૧૭:૨૪-૨૬]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૩]
  • [દાનિયેલ ૧:૨]
  • [હઝકીયેલ ૧૨:૧૩]
  • [માથ્થી ૧:૧૧]
  • [માથ્થી ૧:૧૭]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૨૦:૬] આશ્શૂરીઓએ ઈસ્રાએલના સામ્રાજ્યનો નાશ કર્યાના લગભગ ૧૦૦ વર્ષ પછી, દેવે બાબિલના રાજા નાબૂખાદનેસ્સારને યહૂદાના રાજ્ય પર હુમલો કરવા મોકલ્યો. બાબિલ એક શક્તિશાળી સામ્રાજ્ય હતું.
  • [૨૦:૭] પરંતુ થોડા વર્ષો પછી, યહૂદાના રાજાએ બાબિલ સામે બળવો કર્યો. તેથી, ખાલદીઓ પાછા આવ્યા અને યહૂદાના રાજ્ય પર હુમલો કર્યો. તેઓએ યરૂશાલેમ શહેર કબજે કર્યું, મંદિરનો નાશ કર્યો અને શહેર અને મંદિરનો તમામ ખજાનો લઈ લીધો.
  • [૨૦:૯] નાબૂખાદનેસ્સાર અને તેની સેના યહૂદા રાજ્યના લગભગ તમામ લોકોને બાબિલ લઈ ગયા, ફક્ત સૌથી ગરીબ લોકોને ખેતરો રોપવા પાછળ છોડી દીધા.
  • [૨૦:૧૧] લગભગ સિત્તેર વર્ષ પછી, ઇરાનના રાજા કોરેસે __બાબિલ__ને હરાવ્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H3778, H3779, H8152, H0894, H0895, H0896, G08970