\ip યહૂદી પરંપરા આ પુસ્તકના લેખક તરીકેનો શ્રેય એઝરાને આપે છે. એક રીતે અજ્ઞાત એવો એઝરા હારુન મુખ્ય યાજકનો પ્રત્યક્ષ વંશજ હતો (7:1-5), અને આમ તે એક યાજક અને પોતાના હક દ્વારા શાસ્ત્રી હતો. ઈશ્વર અને તેમના નિયમ માટેના એઝરાના ઉત્સાહે આર્તાહશાસ્તા રાજાના ઇરાનના સામ્રાજ્ય પરના રાજ્યકાળ દરમ્યાન તેને યહૂદીઓના એક જૂથને પાછા ઇઝરાયલ દોરવા પ્રેર્યો હતો.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 457 થી 440 વચ્ચેનો છે.
\ip આ લખાણ બાબિલથી પાછા ફર્યા બાદ યહૂદામાં, કદાચને યરુશાલેમમાં લખાયું હતું.
\is વાંચકવર્ગ
\ip બંદીવાસમાંથી પાછા ફર્યા બાદ યરુશાલેમમાંના ઇઝરાયલીઓ તથા શાસ્ત્રના ભવિષ્યના બધા જ વાંચકો.
\is હેતુ
\ip ઈશ્વરે એઝરાનો ઉપયોગ લોકોને શારીરિક અર્થમાં તેઓના વતનમાં પાછા ફરવા દ્વારા અને આત્મિક અર્થમાં પાપના પશ્ચાતાપ કરવા દ્વારા પાછા ઈશ્વર સાથે સ્થાપિત કરવાના ઉદાહરણ તરીકે કર્યો. જ્યારે આપણે પ્રભુનું કામ કરીએ છીએ ત્યારે અવિશ્વાસીઓ તથા આત્મિક પરિબળો તરફથી વિરોધ તો થશે જ, અને જો આપણે અગાઉથી તૈયારી કરીએ તો આપણે તે વિરોધનો સામનો કરવા વધુ સજ્જ હોઈશું. માર્ગમાં અવરોધો હોવાં છતાં વિશ્વાસ દ્વારા આપણે આપણી પ્રગતિ ચાલું રાખીશું. એઝરાનું પુસ્તક આપણને જબરજસ્ત યાદ અપાવે છે કે ઈશ્વરની આપણાં જીવનો માટેની યોજનાને પરિપૂર્ણ કરવામાં નિરાશા અને ડર સૌથી મોટા અવરોધો છે.
\is મુદ્રાલેખ
\ip પુનઃસ્થાપના
\iot રૂપરેખા
\io1 ઝરુબ્બાબેલની આગેવાનીમાં પ્રથમ જૂથનું પાછા આવવું (1:1 - 6:22)
\io1 એઝરાની આગેવાનીમાં બીજા જૂથનું પાછા આવવું (7:1 - 10:44)
\v 1 ઇરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે, ઈશ્વરે, યર્મિયાના મુખેથી આપેલાં પોતાના વચનને પૂર્ણ કરતાં, કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું:
\v 2 "ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.
\v 3 તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય, તેઓની સાથે, તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે.
\v 4 તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે."
\v 5 તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.
\v 6 તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.
\ft નબૂખાદનેસ્સાર બાબિલના રાજા હતા જેમણે 605-562 બી.સી.માં શાસન કર્યું. તે 597 બી.સી.માં યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો, 586 બી.સી.માં મંદિરનો નાશ કર્યો, ઘણા લોકોને 597, 586 અને 582 બી.સી.માં યહૂદામાંથી દેશનિકાલ કર્યો, અને મંદિરના કિંમતી ચીજોને 597 અને 586 બી.સી.માં લૂંટી લીધા. આ સાધનો બાબિલના દેવતાઓની પૂજામાં ઉપયોગ કરવામાં આવ્યું (જુઓ, ઉદાહરણ તરીકે,દાનિ. 5:1 - 4).
\f* રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી.
\v 1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
\v 59 તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
\v 61 યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
\v 62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
\v 63 સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
\v 68 જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
\v 69 તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું
\v 70 યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
\v 2 યોસાદાકના દીકરા યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ, ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી. જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ દહનીયાર્પણો ચઢાવે.
\v 6 તેઓએ સાતમા માસના પ્રથમ દિવસથી ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું, પરંતુ સભાસ્થાનનો પાયો હજી નંખાયો ન હતો.
\v 7 તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઇરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.
\v 8 પછી તેઓ યરુશાલેમમાં, ઈશ્વરના ઘરમા આવ્યા. તેના બીજા વર્ષના બીજા માસમાં, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, યોસાદાકનો દીકરો યેશૂઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઈને યરુશાલેમ પાછા આવ્યા હતા તે સર્વએ તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરનાં લેવીઓને નીમ્યા.
\v 9 યેશૂઆએ, તેના દીકરા તથા તેના ભાઈઓ, કાદમીએલે તથા યહૂદિયાના
\f +
\fr 3:9
\ft હોદાવ્યાહ
\f* વંશજોને ઈશ્વરના ઘરનું કામ કરનારાઓ પર દેખરેખ રાખવા નીમ્યા. તેઓની સાથે લેવી હેનાદાદના વંશજો તથા તેના ભાઈઓ પણ હતા.
\v 11 તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, "ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે." સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.
\v 12 પણ યાજકો, લેવીઓ, પૂર્વજોના કુટુંબોના આગેવાનો તથા વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે અગાઉનું ભક્તિસ્થાન જોયું હતું તેઓની નજર આગળ જયારે આ ભક્તિસ્થાનના પાયા સ્થાપવામાં આવી રહ્યાં હતા ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. પણ બીજા ઘણા લોકોએ ઊંચા અવાજે હર્ષનાદ તથા ઉત્તેજિત પોકારો કર્યાં.
\v 13 લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.
\v 1 હવે યહૂદિયાના તથા બિન્યામીનના દુશ્મનોએ સાંભળ્યું કે બંદીવાસમાંથી મુક્ત થયેલા લોકો, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહનું ભક્તિસ્થાન બાંધે છે.
\v 2 તેથી તેઓએ ઝરુબ્બાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, "અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશ્શૂરનો રાજા એસાર-હાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી, અમે પણ, તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ."
\v 3 પણ ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ઇઝરાયલના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, "તમારે નહિ, પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ. જેમ ઇરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના માટે એ બાંધકામ કરીશું."
\v 7 આર્તાહશાસ્તાના દિવસોમાં, બિશ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ, ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.
\v 10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા.
\v 12 રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન: બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.
\v 14 નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ
\v 15 કે, આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણાં સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો.
\v 16 હે રાજા અમે આપને જણાવીએ છીએ કે જો ફરીથી આ કોટ તથા નગર બંધાશે, તો પછી મહા નદીની પાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ."
\v 17 એ વાંચીને રાજાએ રહૂમને, શિમ્શાયને તથા સમરુનમાં તથા નદી પરના બાકીના દેશમાં તેઓના જે બીજા સાથીઓ રહેતા હતા તેઓને જવાબ મોકલ્યો કે, "તમે ક્ષેમકુશળ હો!
\v 18 જે પત્ર તમે મને મોકલ્યો હતો, તેને અનુવાદિત કરાવીને મારી સમક્ષ સ્પષ્ટતા સાથે વાંચી સંભળાવવામાં આવ્યો છે.
\v 19 પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતાં.
\v 23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા.
\v 2 શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે તથા યોસાદાકના દીકરા યેશૂઆએ, પ્રબોધકો કે જેઓએ તેમને ઉત્તેજન આપ્યું, તેઓની સાથે, યરુશાલેમમાં ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવાનું શરૂ કરી દીધું.
\v 3 ત્યારે નદી પારના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારોએ આવી તેમને કહ્યું, "આ ભક્તિસ્થાન ફરીથી બાંધવાની અને આ દિવાલોને પૂરી કરવાની પરવાનગી તમને કોણે આપી છે?"
\v 4 વળી તેઓએ કહ્યું, "જે માણસો આ ભક્તિસ્થાન બાંધે છે તેઓનાં નામ આપો"
\v 5 પણ ઈશ્વરની કૃપાદ્રષ્ટિ યહૂદીઓના વડીલો પર હતી તેથી તેઓ અટક્યા નહિ. તેઓ દાર્યાવેશ રાજા તરફથી અધિકૃત ફરમાનની રાહ જોતા હતા.
\v 8 આપને જાણ થાય કે અમે યહૂદિયા પ્રાંતના મહાન ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા હતા. તે મોટા પથ્થરોથી તથા ઈમારતી લાકડાથી બંધાઈ રહ્યું હતું. આ કાર્ય ખંતથી કરાઈ રહ્યું છે અને તેઓને હાથે સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે.
\v 11 તેઓએ ઉત્તર આપ્યો કે, 'અમે એક, એટલે જે આકાશ તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સેવકો છીએ, અને ઘણાં વર્ષો અગાઉ ઇઝરાયલના એક મહાન રાજાએ બંધાવેલ સભાસ્થાનને જ અમે ફરીથી બાંધી રહ્યાં છીએ.
\v 12 જો કે, જયારે અમારા પૂર્વજોએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યા, ત્યારે તેમણે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યાં, કે જે આ સભાસ્થાનનો નાશ કરીને લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો.
\v 13 તેમ છતાં, બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં, ઈશ્વરના એ સભાસ્થાનને પુનઃ બાંધવાનું અમને અધિકૃત ફરમાન કર્યું.
\v 14 ઈશ્વરના સભાસ્થાનની સોનાચાંદીની વસ્તુઓ, જે નબૂખાદનેસ્સાર યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી બાબિલના મંદિરમાં લઈ ગયો હતો, તે બધી વસ્તુઓ બાબિલના મંદિરમાંથી પાછી લઈને કોરેશ રાજાએ શેશ્બાસારને, કે જેને તેણે રાજ્યપાલ બનાવ્યો હતો, તેને સોંપી.
\v 15 તેણે તેને કહ્યું, "આ સર્વ વસ્તુઓ લઈને યરુશાલેમના ભક્તિસ્થાનમાં પાછી મૂક. ઈશ્વરના સભાસ્થાનને તેની મૂળ જગ્યાએ ફરીથી બંધાવ.
\v 17 હવે એ આપની દ્રષ્ટિમાં યોગ્ય લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ ભક્તિસ્થાન બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, તેની તપાસ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબતે આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો."
\v 3 "કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: 'અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી.
\v 4 મોટા પથ્થરની ત્રણ હારો અને નવા લાકડાની એક હાર રાખવી. અને તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો.
\v 5 તદુપરાંત યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી નબૂખાદનેસ્સાર સોનાચાંદીના જે વાસણો બાબિલના મંદિરમાં લઈ આવ્યો હતો, તે પાછાં યરુશાલેમમાંના ભક્તિસ્થાનમાં મોકલી, અસલ જગ્યાએ મૂકવા.'
\v 8 યહૂદીઓના વડીલોને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવામાં તમારે મદદ કરવી એવો મારો હુકમ છે: રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને બાંધકામમાં અટકાવ થાય નહિ.
\v 9 તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે, એટલે આકાશના ઈશ્વરનાં દહનીયાર્પણો માટે જુવાન બળદો, બકરાં, ઘેટાં તથા હલવાનો, તેમ જ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં, મીઠું, દ્રાક્ષારસ તથા તેલ દરરોજ અચૂક આપવાં.
\v 10 આ પ્રમાણે કરો કે જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે અને રાજાના તથા તેના પુત્રોના જીવનને માટે પ્રાર્થના કરે.
\v 11 વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો. અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો.
\v 14 તેથી યહૂદીઓના વડીલોએ પ્રબોધકો હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યાનાં પ્રબોધથી પ્રેરાઈને સભાસ્થાનનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું. તેઓએ ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા મુજબ કોરેશ, દાર્યાવેશ અને ઇરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે બાંધકામ સમાપ્ત કર્યું.
\v 17 ઈશ્વરના એ ભક્તિસ્થાનના પ્રતિષ્ઠાપર્વ પર તેઓએ સો બળદો, બસો ઘેટાં, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોનાં કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરાં સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણ તરીકે ચઢાવ્યા.
\v 18 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.
\v 21 બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોની અશુધ્ધતાથી અલગ થઈને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થયેલા સર્વએ તે ખાધું.
\v 22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશ્શૂરના રાજાના
\f +
\fr 6:22
\ft આશ્શૂરના રાજાઓના સમય પછી ફારસના રાજાઓ શાસન કર્યા, જેમનું સામ્રાજ્ય બાબિલના લોકો દ્વારા અને પછી ફારસીઓ દ્વારા વારસામાં મેળવ્યું હતું.
\v 6 એઝરા બાબિલથી ત્યાં આવ્યો. ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. તેના પર યહોવાહની કૃપાદ્રષ્ટિ હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.
\v 7 ઇઝરાયલી વંશજોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો તથા ભક્તિસ્થાનના, સેવકોની સાથે, આર્તાહશાસ્તા રાજાના શાસનના સાતમા વર્ષના પાંચમા માસમાં એઝરા ગયો.
\v 8 તે પોતાના ઈશ્વરની કૃપાથી પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો.
\v 9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો. ઈશ્વરનો પ્રેમાળ હાથ તેના પર હતો.
\v 11 એઝરા યાજક યહોવાહની આજ્ઞાઓનો તથા ઇઝરાયલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો, તેને જે પત્ર આર્તાહશાસ્તા રાજાએ આપ્યો હતો તેની નકલ આ મુજબ છે;
\v 12 "સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યાજકને રાજાધિરાજ આર્તાહશાસ્તા તરફથી કુશળતા આપવામાં આવી છે વળી;
\v 13 હું એવો હુકમ ફરમાવું છું કે મારા રાજ્યમાંના ઇઝરાયલી લોકોમાંના તેઓના યાજકો તથા લેવીઓ, જે કોઈ પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છે, તેઓ તારી સાથે આવે.
\v 14 હું રાજા તથા મારા સાત સલાહકારો તને એ માટે મોકલીએ છીએ કે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર તારી પાસે છે તે પ્રમાણે યહૂદિયામાં અને યરુશાલેમમાં તેના સંબંધી તું તપાસ કર.
\v 15 અને યરુશાલેમમાં ઇઝરાયલના ઈશ્વરનું જે નિવાસસ્થાન છે તેને માટે ચાંદી અને સોનું અર્પણને માટે લઈ જવું.
\v 16 તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવાં.
\v 21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, એઝરા યાજક જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે તે જે કંઈ માગે તે તમારે તાકીદે પૂરું પાડવું.
\v 22 ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષારસ અને બે હજાર લિટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું.
\v 23 આકાશના ઈશ્વર પોતાના સભાસ્થાનને માટે જે કંઈ આજ્ઞા કરે તે બધું તમારે પૂરા હૃદયથી કરવું. મારા રાજ્ય પર અને મારા વંશજો શા માટે ઈશ્વરનો કોપ આવવા દેવો?
\v 24 અને તને એ પણ જણાવવામાં આવે છે કે, કોઈ પણ વધારાની જકાત કે ખંડણી યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે ઈશ્વરના ભક્તિસ્થાનના સેવકો કે અન્ય સેવકો પાસેથી લેવી નહિ.
\s5
\v 25 વળી તને એઝરા, ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું.
\v 26 વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશનિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી."
\v 27 ત્યારે એઝરાએ કહ્યું, "અમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો! કારણ કે તેેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાહનું જે ભક્તિસ્થાન છે તેનો મહિમા
\v 28 અને તેમણે રાજા, તેના સલાહકારો અને સર્વ પરાક્રમી સરદારો દ્વારા મારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. મારા ઈશ્વરનો હાથ મારા પર હતો તેથી હું બળવાન થયો, અને મેં ઇઝરાયલમાંથી મારી સાથે યરુશાલેમ જવા માટે આગેવાનોને એકત્ર કર્યા."
\v 15 આહવા નદીને કિનારે મેં તેઓને એકત્ર કર્યા અને ત્યાં અમે ત્રણ દિવસ માટે છાવણી નાખી. તે દરમિયાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ લેવીના વંશજોમાંના કોઈ જોવામાં આવ્યા નહિ.
\v 16 તેથી મેં એલિએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ જેઓ આગેવાનો હતા તેઓને તથા યોયારીબ અને એલ્નાથાન કે જેઓ શિક્ષકો હતા તેઓને પણ બોલાવ્યા.
\v 17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે.
\v 18 અમારા પર ઈશ્વરની કૃપા હતી. એટલે તેઓએ અમારી પાસે જે સેવકો મોકલ્યા તેઓ આ પ્રમાણે છે; ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઈઓ અને તેના પુત્રો, કુલ અઢાર પુરુષો હતા. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.
\v 19 મરારીના વંશજો હશાબ્યા અને યશાયા. તેના ભાઈઓ તથા તેઓના પુત્રો, કુલ વીસ પુરુષો હતા.
\v 21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું, કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ; અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.
\v 22 શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, "જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે."
\v 23 તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી.
\v 25 મેં તેઓને સોનું ચાંદી, પાત્રો અને અર્પણો ઈશ્વરના સભાસ્થાનને માટે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધા ઇઝરાયલીઓએ આપ્યાં હતા તે સર્વ તોળીને આપ્યાં.
\v 28 પછી મેં તેઓને કહ્યું, "તમે યહોવાહને માટે પવિત્ર છો, તેમ આ વાસણો પણ યહોવાહને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને માટે ઐચ્છિકાર્પણ છે."
\v 29 મેં તેઓને કહ્યું, "આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરુશાલેમમાં ઇઝરાયલીઓના કુટુંબનાં પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો."
\v 31 અમે પહેલા માસના બારમે દિવસે આહવા નદીથી યરુશાલેમ આવવા પ્રયાણ કર્યું. અમારા પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી અને તેમણે માર્ગમાં દુશ્મનોના હુમલાઓથી અને ચોર લૂંટારાઓથી અમારું રક્ષણ કર્યુ.
\v 32 આ પ્રમાણે અમે યરુશાલેમ આવી પહોંચ્યા પછી અમે ત્યાં ત્રણ દિવસ આરામ કર્યો.
\v 33 ચોથે દિવસે, યાજક ઉરિયાના પુત્ર મરેમોથને અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં ચાંદી, સોનું, અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં. તેની સાથે ફીનહાસનો પુત્ર એલાઝાર, યેશૂઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યા લેવીઓ પણ હતા.
\v 35 ત્યાર પછી બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને બાર બળદો અર્પણ કર્યા. છન્નું ઘેટાં, સિત્તોતેર હલવાનો અને બાર બકરાઓનું પાપાર્થાર્પણ તરીકે દહનીયાર્પણ કર્યું. તેઓએ આ સર્વનું ઈશ્વરને દહનીયાર્પણ કર્યું.
\v 36 પછી તેઓએ નદી પાર પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમ જ હાકેમોને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેઓએ લોકોને ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામમાં મદદ કરી.
\v 1 આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, "ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.
\v 4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
\v 5 સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારાં ફાટેલાં અન્ય વસ્ત્રો અને ઝભ્ભા સાથે જ મેં ઘૂંટણિયે પડીને મારા ઈશ્વર, યહોવાહ તરફ હાથ લંબાવ્યા.
\v 6 મેં કહ્યું, "હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.
\v 7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તલવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરુહીન થયા છીએ અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે.
\v 8 અમારે માટે બચેલો શેષ રાખવાને પોતાના પવિત્રસ્થાનમાં શાંતિ આપવાને, અમારા પ્રભુ ઈશ્વર તરફથી કૃપા બતાવવામાં આવી છે. તે માટે કે ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે અને અમારા બંદીવાસમાંથી અમને નવજીવન બક્ષે.
\v 9 કારણ કે, અમે તો ગુલામો હોવા છતાં અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં પણ અમને તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાની મારફતે અમારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. કે જેથી અમે નવજીવન પામીને ઈશ્વરનું ભક્તિસ્થાન બનાવીએ. યહૂદિયામાં અને યરુશાલેમમાં ઈશ્વરે અમને સંરક્ષણ આપ્યું છે.
\v 10 પણ હવે, હે અમારા ઈશ્વર, અમે તમને શું મોં બતાવીએ? અમે તો ફરીથી તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે અને તમારાથી દૂર ભટકી ગયા છીએ.
\v 11 જયારે તમે કહ્યું કે,' જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે દેશ ત્યાંના રહેવાસીઓની અશુદ્ધતાને લીધે તથા તેઓના ધિક્કારપાત્ર કૃત્યોને લીધે એક છેડાથી બીજા છેડા સુધી અશુધ્ધિથી ભરેલો છે. ત્યારે ઈશ્વરે, તેમના સેવકો, પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ આપી છે,
\v 12 કે તમારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહિ. અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહિ; એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.
\v 13 અમારા દુષ્ટ કામોને લીધે તથા અમારા મોટા અપરાધોને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે ઈશ્વર અમારા પ્રભુ, અમે જે શિક્ષાને યોગ્ય હતા તે કરતાં તમે અમને ઓછી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.
\v 14 છતાં અમે તમારી આજ્ઞાઓનો અનાદર કરીને ફરી ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીએ શું? તો પછી શું તમે ફરી અમારા પર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરો કે કોઈ પણ રહે નહિ અને બચે નહિ?
\v 15 હે ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, તમે ન્યાયી છો તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ, અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી."
\v 1 એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા.
\v 2 ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, "આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.
\v 3 હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.
\v 4 ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો."
\v 6 ત્યાર બાદ એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
\v 8 એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે."
\v 9 આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
\v 10 પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, "તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.
\v 11 માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ."
\v 13 પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
\v 14 દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય."
\v 16 તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ પિતૃઓના વંશજોના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી
\v 17 પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી.
\v 18 યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.