Added several OT books

This commit is contained in:
Jesse Griffin 2017-08-17 10:10:33 -04:00
parent 5731e3e31e
commit 33f0d6e748
15 changed files with 16752 additions and 25 deletions

2973
01-GEN.usfm Normal file
View File

@ -0,0 +1,2973 @@
\id GEN
\ide UTF-8
\h ઊત્પત્તિ
\toc1 ઊત્પત્તિ
\toc2 ઊત્પત્તિ
\toc3 gen
\mt1 ઊત્પત્તિ
\s5
\c 1
\p
\v 1 પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
\v 2 પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
\p
\s5
\v 3 ઈશ્વરે કહ્યું, "ત્યાં અજવાળું થાઓ" અને અજવાળું થયું.
\v 4 ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.
\v 5 ઈશ્વરે અજવાળાને "દિવસ" કહ્યો અને અંધારાને "રાત" કહી. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
\p
\s5
\v 6 ઈશ્વરે કહ્યું, "પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો."
\v 7 ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું.
\v 8 ઈશ્વરે અંતરિક્ષને "આકાશ" કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
\p
\s5
\v 9 ઈશ્વરે કહ્યું, "આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ." એ પ્રમાણે થયું.
\v 10 ઈશ્વરે કોરી જગ્યાને "ભૂમિ" કહી અને એકત્ર થયેલા પાણીને "સમુદ્રો" કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.
\p
\s5
\v 11 ઈશ્વરે કહ્યું, "પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે." એ પ્રમાણે થયું.
\v 12 ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
\v 13 સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
\p
\s5
\v 14 ઈશ્વરે કહ્યું, "રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
\v 15 પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ." એ પ્રમાણે થયું.
\p
\s5
\v 16 ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક જ્યોતિ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
\v 17 ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,
\v 18 દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અંધારામાંથી અજવાળાં ને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
\v 19 સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
\p
\s5
\v 20 ઈશ્વરે કહ્યું, "પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઊડો."
\v 21 ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
\p
\s5
\v 22 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, "સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો."
\v 23 સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
\p
\s5
\v 24 ઈશ્વરે કહ્યું કે, "પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો." એ પ્રમાણે થયું.
\v 25 ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
\p
\s5
\v 26 ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે."
\v 27 ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
\p
\s5
\v 28 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો."
\v 29 ઈશ્વરે કહ્યું કે, "જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
\p
\s5
\v 30 પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે." એ પ્રમાણે થયું.
\v 31 ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
\s5
\c 2
\p
\v 1 આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ણ થયું.
\v 2 ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.
\v 3 ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
\p
\s5
\v 4 આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે પ્રભુ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં,
\v 5 ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું.
\v 6 પણ પૃથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
\p
\s5
\v 7 પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.
\v 8 પ્રભુ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
\p
\s5
\v 9 યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
\v 10 વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.
\p
\s5
\v 11 પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું છે.
\v 12 તે દેશનું સોનું સારું છે. ત્યાં બદોલાખ તથા અકીક હીરા પણ છે.
\p
\s5
\v 13 બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે.
\v 14 ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે.
\p
\s5
\v 15 યહોવા ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.
\v 16 યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, "વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
\v 17 પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે."
\p
\s5
\v 18 પછી યહોવા ઈશ્વરે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.
\v 19 પ્રભુ, ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
\v 20 તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશનાં પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
\p
\s5
\v 21 યહોવા ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
\v 22 યહોવા ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તેઓ માણસ પાસે લાવ્યા.
\v 23 તે માણસ બોલી ઊઠ્યો કે, "આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે."
\p
\s5
\v 24 તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
\v 25 તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.
\s5
\c 3
\p
\v 1 હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, "શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'"
\v 2 સ્ત્રીએ સાપને કહ્યું કે, "વાડીનાં વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
\v 3 પણ ઈશ્વરે કહેલું છે કે, "જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'"
\p
\s5
\v 4 સાપે સ્ત્રીને કહ્યું કે, "તમે મૃત્યુ નહિ પામો.
\v 5 કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે અને તમે ઈશ્વર સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો."
\v 6 તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
\p
\s5
\v 7 ત્યારે તેઓ બન્નેની આંખો ઊઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં સીવીને પોતાને માટે આચ્છાદન બનાવ્યાં.
\v 8 દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
\p
\s5
\v 9 યહોવા ઈશ્વરે આદમને હાંક મારી કે, "તું ક્યાં છે?"
\v 10 આદમે કહ્યું કે, "મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો."
\v 11 ઈશ્વરે કહ્યું, "તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?"
\p
\s5
\v 12 તે માણસે કહ્યું કે, "મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું."
\v 13 યહોવા ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, "આ તેં શું કર્યું?" સ્ત્રીએ કહ્યું કે, "સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું."
\p
\s5
\v 14 યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, "તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.
\v 15 તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે."
\p
\s5
\v 16 વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, "હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે."
\p
\s5
\v 17 તેમણે આદમને કહ્યું, "કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
\v 18 ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે.
\v 19 તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.
\p
\s5
\v 20 તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.
\v 21 યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.
\p
\s5
\v 22 પ્રભુ ઈશ્વરે કહ્યું કે, "હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય."
\v 23 તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂકયો.
\v 24 ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તરવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.
\s5
\c 4
\p
\v 1 આદમને પોતાની પત્ની હવાની જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે."
\v 2 પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.
\p
\s5
\v 3 આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી નજીવું અર્પણ લાવ્યો.
\v 4 હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,
\v 5 પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.
\p
\s5
\v 6 યહોવાએ કાઈનને કહ્યું કે, "તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?
\v 7 જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ."
\p
\s5
\v 8 કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે, "ચાલ, આપણે ખેતરમાં જઈએ." તેઓ ખેતરમાં ગયા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.
\p
\v 9 પછી ઈશ્વરે કાઈનને કહ્યું, "તારો ભાઈ હાબેલ ક્યાં છે?" તેણે કહ્યું, "હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?"
\p
\s5
\v 10 ઈશ્વરે કહ્યું, "આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી મને હાંક મારે છે.
\v 11 હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.
\v 12 તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં ફળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે."
\p
\s5
\v 13 કાઈને ઈશ્વરને કહ્યું કે, "હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.
\v 14 તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે."
\v 15 ઈશ્વરે તેને કહ્યું કે, "જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે." પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.
\p
\s5
\v 16 કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ દેશમાં રહ્યો.
\v 17 કાઈનને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.
\p
\s5
\v 18 હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો.
\v 19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું.
\p
\s5
\v 20 આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા પશુપાલકોનો આદિપિતા હતો.
\v 21 તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તારા તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.
\v 22 સિલ્લાએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમા હતી.
\p
\s5
\v 23 લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, "આદા તથા સિલ્લા, હું જે કહું તે સાંભળો. કેમ કે મને ઘાયલ કરનારને અને મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
\v 24 જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે."
\p
\s5
\v 25 પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: "કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે."
\v 26 શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરને પ્રાર્થના કરવાની શરૂઆત થઈ.
\s5
\c 5
\p
\v 1 આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
\v 2 પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જાવ્યાં, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
\p
\s5
\v 3 જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
\v 4 શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
\v 5 આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 6 જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
\v 7 અનોશનો જન્મ થયા પછી, તે આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 8 શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 9 જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
\v 10 કેનાનના જન્મ પછી તે આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 11 અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 12 જયારે તેના પુત્ર માહલાએલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
\v 13 માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. પછી
\v 14 કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 15 જયારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાએલ પાંસઠ વર્ષનો હતો.
\v 16 યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 17 માહલાએલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 18 જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
\v 19 હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 20 યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 21 તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
\v 22 હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 23 હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
\v 24 હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
\p
\s5
\v 25 જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
\v 26 લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 27 મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 28 જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
\v 29 તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, "આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે."
\p
\s5
\v 30 નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
\v 31 લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 32 નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
\s5
\c 6
\p
\v 1 પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,
\v 2 ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.
\v 3 ઈશ્વરે કહ્યું કે, "મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે."
\p
\s5
\v 4 ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.
\p
\s5
\v 5 ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.
\v 6 તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તેઓ નિરાશ થયા.
\p
\s5
\v 7 ઈશ્વરે કહ્યું કે, "જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશનાં પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું."
\v 8 પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
\p
\s5
\v 9 નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
\v 10 તેને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
\p
\s5
\v 11 ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
\v 12 ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
\p
\s5
\v 13 ઈશ્વરે નૂહને કહ્યું કે, "હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.
\v 14 તું પોતાને સારુ દેવદારના લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર.
\v 15 તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.
\p
\s5
\v 16 વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ.
\v 17 સાંભળી લે, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં મરણ પામશે.
\p
\s5
\v 18 પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ.
\v 19 સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.
\p
\s5
\v 20 દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.
\v 21 સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.
\v 22 ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.
\s5
\c 7
\p
\v 1 ઈશ્વરે નૂહને કહ્યું, "તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.
\v 2 દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે.
\v 3 તેની સાથે આકાશનાં પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
\p
\s5
\v 4 સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ."
\v 5 ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
\p
\s5
\v 6 જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.
\v 7 જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.
\p
\s5
\v 8 શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,
\v 9 તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર વહાણમાં ગયા.
\v 10 સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
\p
\s5
\v 11 નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.
\v 12 ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
\p
\s5
\v 13 તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.
\v 14 તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.
\p
\s5
\v 15 સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.
\v 16 જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
\p
\s5
\v 17 પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.
\v 18 પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.
\p
\s5
\v 19 પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા.
\v 20 પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ.
\p
\s5
\v 21 પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.
\v 22 કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.
\p
\s5
\v 23 આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
\v 24 પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.
\s5
\c 8
\p
\v 1 ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
\v 2 જળનિધિના ઝરા, આકાશનાં દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.
\v 3 જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.
\p
\s5
\v 4 સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.
\v 5 પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.
\p
\s5
\v 6 ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.
\v 7 તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.
\p
\s5
\v 8 પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું,
\v 9 પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.
\p
\s5
\v 10 બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું.
\v 11 કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે.
\v 12 તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.
\p
\s5
\v 13 નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.
\v 14 બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.
\p
\s5
\v 15 પછી ઈશ્વરે નૂહને કહ્યું કે,
\v 16 "તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો.
\v 17 વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે."
\p
\s5
\v 18 તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં.
\v 19 દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.
\p
\s5
\v 20 નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં.
\v 21 યહોવાએ સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, "બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
\v 22 પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.
\s5
\c 9
\p
\v 1 પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
\v 2 પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
\p
\s5
\v 3 પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
\v 4 પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.
\p
\s5
\v 5 હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.
\v 6 જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.
\v 7 તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ."
\p
\s5
\v 8 પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,
\v 9 "હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
\v 10 અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
\p
\s5
\v 11 તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
\p
\v 12 ઈશ્વરે કહ્યું, "મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
\v 13 મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની નિશાનીરૂપ થશે.
\p
\s5
\v 14 જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
\v 15 ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.
\p
\s5
\v 16 મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ."
\p
\v 17 પછી ઈશ્વરે નૂહને કહ્યું, "મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે."
\p
\s5
\v 18 નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
\v 19 નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.
\p
\s5
\v 20 નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષાવાડી રોપી.
\v 21 તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો.
\p
\s5
\v 22 કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.
\v 23 તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.
\p
\s5
\v 24 જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું.
\v 25 તેથી તેણે કહ્યું કે,
\q "કનાન શાપિત થાય.
\q2 દાસોનો દાસ તે તેના ભાઈઓ થશે."
\p
\s5
\v 26 તેણે કહ્યું કે,
\q "ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ.
\q2 કનાન તેનો દાસ થાઓ.
\q
\v 27 યાફેથને યહોવા વૃદ્ધિ આપો,
\q2 અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે.
\q2 કનાન તેનો દાસ થાઓ."
\p
\s5
\v 28 જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
\v 29 નવસો પચાસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો.
\s5
\c 10
\p
\v 1 નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
\p
\s5
\v 2 ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
\v 3 આસ્કનાજ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
\v 4 એલિશા, તાશીર્શ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
\v 5 તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
\p
\s5
\v 6 કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
\v 7 કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શબા તથા દદાન હતા.
\p
\s5
\v 8 કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
\v 9 તે યહોવાની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, "નિમ્રોદ યહોવાની આગળ બળવાન શિકારી જેવો હતો."
\v 10 તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલ્નેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
\p
\s5
\v 11 ત્યાંથી તે આશૂરમાં ગયો અને નિનવે, રેહોબોથ-ઈર, કાલા,
\v 12 રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
\p
\v 13 મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
\v 14 પાથરુસીમ, કાસ્લુહીમ (તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો) તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
\p
\s5
\v 15 કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
\v 16 વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
\v 17 હિવ્વી, આરકી, સીની,
\v 18 આરવાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
\p
\s5
\v 19 કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
\v 20 આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
\p
\s5
\v 21 શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ હેબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
\v 22 શેમના દીકરાઓ, એલામ, આશૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
\v 23 અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
\p
\s5
\v 24 આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો.
\v 25 હેબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
\p
\s5
\v 26 યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા;
\v 27 હદોરામ, ઉઝાલ, દિકલા;
\v 28 ઓબાલ, અબિમાએલ, શબા;
\v 29 ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
\p
\s5
\v 30 મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
\v 31 પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
\p
\s5
\v 32 તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.
\s5
\c 11
\p
\v 1 હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.
\v 2 તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા.
\p
\s5
\v 3 તેઓએ એકબીજાને કહ્યું કે, "ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ." પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
\v 4 તેઓએ કહ્યું, "આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ."
\p
\s5
\v 5 તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા.
\v 6 ઈશ્વરે કહ્યું, "જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.
\v 7 આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ."
\p
\s5
\v 8 તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ.
\v 9 તેથી તે નગરને બાબિલ એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા.
\p
\s5
\v 10 શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો.
\v 11 આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
\p
\s5
\v 12 જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો.
\v 13 શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.
\p
\s5
\v 14 જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર હેબેરનો જન્મ થયો.
\v 15 હેબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
\p
\s5
\v 16 હેબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો.
\v 17 પેલેગનો પિતા થયા પછી હેબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
\p
\s5
\v 18 પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો.
\v 19 રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
\p
\s5
\v 20 રેઉ બત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર સરૂગનો જન્મ થયો.
\v 21 સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
\p
\s5
\v 22 સરૂગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર નાહોરનો જન્મ થયો.
\v 23 નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
\p
\s5
\v 24 નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો.
\v 25 તેરાનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
\p
\v 26 તેરાહ સિત્તેર વર્ષનો થયા પછી તેના પુત્ર ઇબ્રામ, નાહોર તથા હારાનના જન્મ થયા.
\s5
\v 27 હવે તેરાની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો.
\v 28 હારાન તેના પિતા તેરાની હાજરીમાં, તેના જન્મના દેશમાં, કાસ્દીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.
\p
\s5
\v 29 ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા.
\v 30 હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.
\p
\s5
\v 31 તેરા તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને તેની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની)ને લઈને ઉર જે કાસ્દીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.
\v 32 તેરા બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.
\s5
\c 12
\p
\v 1 હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું તારો દેશ, તારા સગાંઓ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા.
\v 2 હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે.
\v 3 જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.
\p
\s5
\v 4 તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.
\v 5 ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.
\p
\s5
\v 6 ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.
\v 7 ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, "હું તારા વંશજોને આ દેશ આપીશ." તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.
\p
\s5
\v 8 ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી.
\v 9 પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી.
\p
\s5
\v 10 તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.
\v 11 જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, "હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.
\v 12 મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, 'આ તેની પત્ની છે' તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે.
\v 13 તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય."
\p
\s5
\v 14 ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે.
\v 15 ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી.
\v 16 ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.
\p
\s5
\v 17 પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી.
\v 18 ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, "આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે?
\v 19 તેં શા માટે કહ્યું કે, 'તે મારી બહેન છે?' તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા."
\v 20 પછી ફારુને તેના સરદારોને તેઓ સંબંધી આજ્ઞા આપી. તેથી તેઓએ ઇબ્રામને, તેની પત્નીને અને તેઓની સાથે સર્વ સંપત્તિને દેશની બહાર મોકલી આપ્યાં.
\s5
\c 13
\p
\v 1 તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો.
\v 2 ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.
\p
\s5
\v 3 નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી.
\v 4 અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.
\p
\s5
\v 5 હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા તંબુ હતા.
\v 6 તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી.
\v 7 એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.
\p
\s5
\v 8 તેથી ઇબ્રામે લોતને કહ્યું, "તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.
\v 9 શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ."
\p
\s5
\v 10 તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
\v 11 તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.
\p
\s5
\v 12 ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.
\v 13 હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.
\p
\s5
\v 14 ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.
\v 15 જે સર્વ પ્રદેશ તું જુએ છે, તે હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.
\p
\s5
\v 16 અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.
\v 17 ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ."
\v 18 તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.
\s5
\c 14
\p
\v 1 શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન,
\v 2 સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.
\p
\s5
\v 3 એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.
\v 4 બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો.
\v 5 પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તરોથ-કારનાઈમ દેશના રફીઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહકિર્યાથાઈમ દેશના એમીઓને,
\v 6 અને હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.
\p
\s5
\v 7 પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.
\p
\v 8 પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને,
\v 9 એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.
\p
\s5
\v 10 હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.
\v 11 પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા.
\v 12 જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.
\p
\s5
\v 13 જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન ઝાડ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો.
\v 14 જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.
\p
\s5
\v 15 તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો.
\v 16 પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો.
\p
\s5
\v 17 કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો.
\v 18 શાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.
\p
\s5
\v 19 તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, "પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ.
\v 20 જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમની પ્રશંશા હો." પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
\p
\s5
\v 21 સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, "મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે."
\v 22 ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, "ઈશ્વર, સર્વોચ્ય પ્રભુ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,
\v 23 હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, 'મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે.'
\v 24 જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે."
\s5
\c 15
\p
\v 1 પછી ઈશ્વરે દર્શનદ્વારા ઇબ્રામ સાથે વાત કરતાં કહ્યું, "ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ."
\v 2 ઇબ્રામે કહ્યું, "પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કનો એલીએઝેર બનશે."
\v 3 ઇબ્રામે કહ્યું, "તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે."
\p
\s5
\v 4 પછી ઈશ્વરે તેને કહ્યું, "એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે."
\v 5 પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, "તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ," પછી તેમણે તેને કહ્યું, "એ તારાઓ જેટલાં તારા સંતાન થશે."
\p
\s5
\v 6 તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો.
\v 7 ઈશ્વરે તેને કહ્યું, "આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું."
\v 8 તેણે કહ્યું, "પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?"
\p
\s5
\v 9 પછી તેમણે તેને કહ્યું, "મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે."
\v 10 તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ.
\v 11 જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.
\p
\s5
\v 12 પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો.
\v 13 પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.
\p
\s5
\v 14 તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.
\v 15 પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.
\v 16 તારા વંશજો ત્યાંથી ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અત્યારે અહીં રહેતા અમોરીઓના પાપનો ઘડો ત્યારે ભરાઈ જશે અથવા તેઓ શિક્ષાને પાત્ર થશે."
\p
\s5
\v 17 સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ.
\v 18 તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, "મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે-
\v 19 કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;
\v 20 હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;
\v 21 અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે."
\s5
\c 16
\p
\v 1 હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.
\v 2 તેથી સારાયે ઇબ્રામને કહ્યું, "જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું." ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
\v 3 ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.
\v 4 ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.
\p
\s5
\v 5 પછી સારાયે ઇબ્રામને કહ્યું, "મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો."
\v 6 પણ ઇબ્રામે સારાયને કહ્યું, "તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર." તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.
\p
\s5
\v 7 અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.
\v 8 દૂતે તેને કહ્યું, "સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?" અને તેણે કહ્યું, "મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું."
\p
\s5
\v 9 ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે."
\v 10 વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, "હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે."
\p
\s5
\v 11 દૂતે તેને એ પણ કહ્યું, "તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.
\v 12 તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની સાથે દુશ્મનાવટથી રહેશે."
\p
\s5
\v 13 પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ "એલ-રોઈ" પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?"
\v 14 તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
\p
\s5
\v 15 હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.
\v 16 જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.
\s5
\c 17
\p
\v 1 ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને દોષરહિત થા.
\v 2 પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ.
\p
\s5
\v 3 ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું,
\v 4 "જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે.
\v 5 હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે.
\v 6 હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે.
\p
\s5
\v 7 તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ.
\v 8 જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ."
\p
\s5
\v 9 ઈશ્વરે તેને કહ્યું, "તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે.
\v 10 મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી.
\v 11 તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
\p
\s5
\v 12 તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી.
\v 13 જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે.
\v 14 દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે. તેણે મારો કરાર તોડ્યો છે."
\p
\s5
\v 15 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે.
\v 16 હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે."
\p
\s5
\v 17 પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, "જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?"
\v 18 ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, "પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!"
\p
\s5
\v 19 ઈશ્વરે કહ્યું, "ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ.
\v 20 ઇશ્માએલ માટે, મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, હું તેને સફળ કરીશ અને તેને અતિ ઘણો વધારીશ. તે બાર કુળોના આગેવાનોનો પિતા થશે અને હું તેનાં સંતાનોની એક મોટી કોમ બનાવીશ.
\v 21 વળી ઇસહાક કે જેને આવતા વર્ષે નિયુક્ત કરેલા સમયે સારા તારે સારુ જન્મ આપશે, ત્યારે હું તેની સાથે મારો કરાર સ્થાપીશ."
\p
\s5
\v 22 ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરવાનું પૂરું કર્યું અને ઈશ્વર તેની પાસેથી ગયા.
\v 23 પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.
\p
\s5
\v 24 જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો.
\v 25 અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો.
\v 26 ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.
\v 27 તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.
\s5
\c 18
\p
\v 1 બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું.
\v 2 તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.
\p
\s5
\v 3 તેણે કહ્યું, "મારા સ્વામી, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ.
\v 4 હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.
\v 5 હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું." અને તેઓએ કહ્યું, "તું કહે છે તે પ્રમાણે કર."
\p
\s5
\v 6 પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, "જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર."
\v 7 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.
\v 8 તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
\p
\s5
\v 9 તેઓએ તેને કહ્યું, "તારી પત્ની સારા ક્યાં છે?" તેણે જવાબ આપ્યો, "ત્યાં, તંબુમાં છે."
\v 10 પ્રભુએ તેને કહ્યું, "હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે." તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.
\p
\s5
\v 11 હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી.
\v 12 તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, "હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?"
\p
\s5
\v 13 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "શા માટે સારા એમ કહેતાં હસી કે, 'શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?'
\v 14 ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે."
\v 15 પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, "હું તો હસી નથી," કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, "ના, તું નિશ્ચે હસી છે."
\p
\s5
\v 16 પછી તે પુરુષો ત્યાંથી જવાને ઊઠ્યા અને સદોમ તરફ જોયું. ઇબ્રાહિમ તેઓને તેઓના રસ્તા સુધી વળાવવા તેઓની સાથે ગયો.
\v 17 પણ ઈશ્વરે કહ્યું, "જે હું કરવાનો છું તે શું હું ઇબ્રાહિમથી સંતાડું?
\v 18 કેમ કે ઇબ્રાહિમથી નિશ્ચે એક મોટી તથા સમર્થ દેશજાતિ થશે અને તેના વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે.
\v 19 મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને મારો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે."
\p
\s5
\v 20 પછી ઈશ્વરે કહ્યું, "કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે,
\v 21 માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે.
\p
\s5
\v 22 તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો.
\v 23 પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, "શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?
\p
\s5
\v 24 કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો?
\v 25 એવું કરવાનું તમે ટાળો. એટલે ભ્રષ્ટ લોકોની સાથે ન્યાયીઓને મારી નાખવા. અને દુષ્ટો જેવો જ વ્યવહાર ન્યાયીઓની સાથે થાય એવું તો તમે નહિ જ કરો! આખી પૃથ્વીના ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?"
\v 26 ઈશ્વરે કહ્યું, "જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ."
\p
\s5
\v 27 ઇબ્રાહિમે ઉત્તર આપ્યો અને કહ્યું, "મેં શું કર્યું છે? હું ધૂળ તથા રાખ હોવા છતાં મેં ઈશ્વરની આગળ બોલવાની હિંમત કરી છે!
\v 28 જો ત્યાં પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય તો પાંચ ઓછા હોવાના લીધે શું તમે તે નગરનો નાશ કરશો?" અને તેમણે કહ્યું, "જો મને ત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણ હું તેનો નાશ નહિ કરું."
\p
\s5
\v 29 તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, "કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?" તેમણે ઉત્તર આપ્યો, "ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું."
\v 30 તેણે કહ્યું, "કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?" તેમણે ઉત્તર આપ્યો, "જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ."
\v 31 તેણે કહ્યું, "મેં પ્રભુ આગળ બોલવાની હિંમત કરી છે! કદાચ ત્યાં વીસ મળે તો." તેમણે ઉત્તર આપ્યો, "વીસ ન્યાયીને લીધે પણ હું તેનો નાશ નહિ કરું."
\p
\s5
\v 32 અંતે તેણે કહ્યું, "પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?" તેમણે કહ્યું, "દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું."
\v 33 ઇબ્રાહિમ સાથે વાત પૂરી કરી થઈ. તે સાથે જ ઈશ્વર તેમના માર્ગે ચાલ્યા ગયા અને ઇબ્રાહિમ તેના ઘરે પાછો ગયો.
\s5
\c 19
\p
\v 1 સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
\v 2 તેણે કહ્યું, "મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો." અને તેઓએ કહ્યું, "ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ."
\v 3 પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા.
\p
\s5
\v 4 પરંતુ તેઓના સૂઈ ગયા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમ નગરના દરેક ભાગથી ધસી આવેલા વૃદ્ધો અને જુવાનો લોકોએ ઘરને ઘેરી લીધું.
\v 5 તેઓએ લોતને બોલાવ્યો અને તેને કહ્યું, "જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, કે અમે તેઓ પર બળાત્કાર કરીએ."
\p
\s5
\v 6 તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું.
\v 7 તેણે કહ્યું, "મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે એવું ખરાબ કામ કરશો નહિ.
\v 8 મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો."
\p
\s5
\v 9 તેઓએ કહ્યું, "પાછો હટ!" તેઓએ એ પણ કહ્યું, "આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું." તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં.
\p
\s5
\v 10 પણ અંદર રહેલા પુરુષોએ પોતાના હાથ લંબાવીને તેઓની પાસેથી લોતને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું.
\v 11 અને ઘરના બારણા પાસે જે હતા, તે સર્વને અંધ બનાવી દીધા. તેઓ ઘરનું બારણું શોધતાં શોધતાં થાકી ગયા.
\p
\s5
\v 12 પછી તેઓએ લોતને કહ્યું, "અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે.
\v 13 અમે આ જગ્યાનો નાશ કરવાના છીએ, કારણ કે આ લોકોનાં ખરાબ કૃત્યો તેઓની વિરુદ્ધ ઈશ્વરની આગળ પુષ્કળ પ્રમાણમાં થયાં છે. તેથી તેઓનો નાશ કરવાને ઈશ્વરે અમને મોકલ્યા છે."
\p
\s5
\v 14 લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, "જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે." પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે.
\v 15 વહેલી સવારે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, "ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને લઈને નીકળી જા, જેથી નગરને થનારી સજામાં તું નાશ ન પામે."
\p
\s5
\v 16 પણ તે વિલંબ કરતો હતો. તેથી તે દૂતોએ તેના, તેની પત્નીના અને તેની બે દીકરીઓના હાથ પકડ્યા, કેમ કે ઈશ્વર તેની પર દયાળુ હતા. તેઓ તેમને બહાર લાવ્યા અને તેઓને નગરની બહાર પહોંચાડ્યાં.
\v 17 તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, "તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે."
\p
\s5
\v 18 લોતે તેઓને કહ્યું, "ઓ, મારા પ્રભુ, એમ નહિ!
\v 19 તમારો દાસ તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને મારો જીવ બચાવવા માટે તમે મોટી કૃપા બતાવી છે. પરંતુ હું પર્વત પર પણ બચી શકતો નથી, કેમ કે મારા પર આફત આવશે અને હું મરણ પામીશ.
\v 20 હવે જુઓ, નાસી જવાને માટે પેલું નાનું નગર પાસે છે. કૃપા કરીને મને ત્યાં નાસી જવા દો, કે જેથી મારો જીવ બચી જાય.
\p
\s5
\v 21 તેમણે તેને કહ્યું, "ઠીક છે, તારી આ વિનંતી હું માન્ય રાખું છું, તેં જે નગરનો ઉલ્લેખ કર્યો છે, તેનો નાશ હું નહિ કરું.
\v 22 ઉતાવળ કર! ત્યાં નાસી જા, કેમ કે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કંઈ જ કરી શકતો નથી." તે માટે તે નગરનું નામ સોઆર પડ્યું.
\p
\s5
\v 23 લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો.
\v 24 પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં.
\v 25 તેમણે તે નગરનો, સર્વ નીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથા ભૂમિ પર ઊગેલી વનસ્પતિ નાશ કર્યો.
\p
\s5
\v 26 પણ લોતની પત્ની જે તેની પાછળ હતી, તેણે પાછળ ફરીને જોયું અને તે જ ક્ષણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ.
\p
\v 27 ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને જે સ્થળે તે ઈશ્વરની આગળ ઊભો રહ્યો હતો ત્યાં તે આવ્યો.
\v 28 તેણે સદોમ તથા ગમોરાની તરફ અને આખા નીચાણના પ્રદેશ તરફ નજર કરી. તેણે જોયું, તો જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઊંચે ફેલાતો જતો હતો.
\p
\s5
\v 29 આમ જયારે ઈશ્વરે તે મેદાનોના નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને યાદ કર્યો. જ્યાં લોત રહેતો હતો, તે નગરોનો નાશ તેમણે કર્યો, ત્યારે એવા નાશમાંથી તેઓ લોતને બહાર લાવ્યા અને બચાવી લીધો.
\p
\s5
\v 30 પણ લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સાથે પહાડમાં જઈને રહ્યો, કેમ કે સોઆરમાં રહેતાં તે બીતો હતો. તેથી તેણે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં વસવાટ કર્યો.
\p
\s5
\v 31 મોટી દીકરીએ નાનીને કહ્યું, "આપણા પિતા વૃદ્ધ થયા છે અને દુનિયાની રીત પ્રમાણે આપણી સાથે સંબંધ બાંધવાને અહીં આ જગ્યા પર કોઈ પુરુષ નથી.
\v 32 ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને આપણે તેમની સાથે સૂઈ જઈએ, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ."
\v 33 તેથી તેઓએ તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી મોટી દીકરી અંદર જઈને પોતાના પિતાની સોડમાં સૂઈ ગઈ; તે ક્યારે સૂઈ ગઈ અને તે ક્યારે ઊઠી, એની ખબર લોતને પડી નહિ.
\p
\s5
\v 34 બીજા દિવસે મોટી દીકરીએ નાનીને કહ્યું, "સાંભળ, ગઈ કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂઈ ગઈ હતી. ચાલ આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તું પણ અંદર જઈને તેમની સોડમાં સૂઈ જા, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ."
\v 35 તેઓએ તે રાત્રે પણ પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી નાની દીકરી ઊઠીને તેની સોડમાં સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી, એની કશી ખબર લોતને પડી નહિ.
\p
\s5
\v 36 લોતની બન્ને દીકરીઓ પોતાના પિતા દ્વારા ગર્ભવતી થઈ.
\v 37 મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ રાખ્યું. તે આજ સુધીના મોઆબીઓનો પૂર્વજ છે.
\v 38 એ જ પ્રમાણે નાનીએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ તેણે બેન-આમ્મી રાખ્યું. તે આજ સુધીના આમ્મોનીઓનો પૂર્વજ છે.
\s5
\c 20
\p
\v 1 ઇબ્રાહિમ મુસાફરી કરતા નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો. તેણે ગેરારમાં વિદેશી તરીકે વસવાટ કર્યો.
\v 2 ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, "તે મારી બહેન છે." તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી.
\v 3 પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, "તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે."
\p
\s5
\v 4 હવે અબીમેલેખ તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું, "પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો?
\v 5 શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, 'તે મારી બહેન છે?' વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, 'તે મારો ભાઈ છે.' મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે."
\p
\s5
\v 6 પછી ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, "હા, હું જાણું છું કે તેં તારા સાચા હૃદયથી આ કામ કર્યું છે અને મેં પણ તને મારી વિરુદ્ધ અપરાધ કરવાથી અટકાવ્યો છે. તેથી મેં તને તેને સ્પર્શવા માટે પરવાનગી આપી નહિ.
\v 7 તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો."
\p
\s5
\v 8 અબીમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના સર્વ ચાકરોને બોલાવ્યા. તેણે તેઓને આ સર્વ બાબતો કહી સંભળાવી અને તે માણસો ઘણાં ગભરાયા.
\v 9 પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, "આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે."
\p
\s5
\v 10 અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, "તને આવું કરવા કોણે પ્રેરણા આપી?"
\v 11 ઇબ્રાહિમે કહ્યું, "કેમ કે મને લાગ્યું, 'નિશ્ચે આ જગ્યાએ ઈશ્વરનો ભય રખાતો નથી અને તેઓ મારી પત્નીના લીધે મને મારી નાખશે, એવું સમજીને મેં એમ કર્યું.'
\v 12 એક રીતે, તે મારી બહેન છે, એ સાચું છે, એટલે તે મારા પિતાની દીકરી છે, પણ મારી માતાની દીકરી નથી; અને તે મારી પત્ની થઈ.
\p
\s5
\v 13 જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, 'મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, "આ મારો ભાઈ છે."'"
\v 14 પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી.
\p
\s5
\v 15 અબીમેલેખે કહ્યું, "જો, મારો દેશ તારી આગળ છે. જ્યાં તને યોગ્ય લાગે ત્યાં રહે."
\v 16 સારાને પણ તેણે કહ્યું, "જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે."
\p
\s5
\v 17 પછી ઇબ્રાહિમે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ અબીમેલેખને, તેની પત્નીને તથા તેની દાસીઓને સાજા કરે કે જેથી તેઓ બાળકોને જન્મ આપી શકે.
\v 18 કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને કારણે ઈશ્વરે અબીમેલેખના ઘરમાંની તમામ સ્ત્રીઓનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.
\s5
\c 21
\p
\v 1 ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું.
\v 2 સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો.
\v 3 ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું.
\v 4 ઈશ્વરે ઇબ્રાહિમને આપેલી આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.
\p
\s5
\v 5 જયારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો.
\v 6 સારાએ કહ્યું, "ઈશ્વરે મને હસાવી છે; દરેક જે આ વાત સાંભળશે તેઓ મારી સાથે હસશે."
\v 7 તેણે એમ પણ કહ્યું, "ઇબ્રાહિમને કોણ કહેશે કે સારા છોકરાંને પોતાનું દૂધ પીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણ મેં તેના માટે એક દીકરાને જન્મ આપ્યો છે!"
\p
\s5
\v 8 તે બાળક મોટો થયો અને તેને દૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારે દૂધ છોડ્યું તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.
\v 9 પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ મશ્કરી કરતો જોયો.
\p
\s5
\v 10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, "આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક: કેમ કે આ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની સાથે વારસનો ભાગીદાર થશે નહિ."
\v 11 આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધે ઘણી દુઃખદાયક લાગી.
\p
\s5
\v 12 પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે.
\v 13 વળી તારી દાસીના દીકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તે પણ તારું સંતાન છે."
\p
\s5
\v 14 ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.
\v 15 રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો.
\v 16 પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, "છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?" બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન કર્યું.
\p
\s5
\v 17 ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, "હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે.
\v 18 ઊઠ, છોકરાંને તારા હાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વર તેનાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.
\p
\s5
\v 19 પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું.
\v 20 ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો.
\v 21 તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં.
\p
\s5
\v 22 અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, "જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે.
\v 23 તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે."
\v 24 અને ઇબ્રાહિમે કહ્યું, "હું ઈશ્વરની હજૂરમાં કહું છું કે એમ કરીશ."
\p
\s5
\v 25 પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી.
\v 26 અબીમેલેખે કહ્યું, "એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી."
\v 27 તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.
\p
\s5
\v 28 પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી.
\v 29 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, "તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?"
\v 30 તેણે જવાબ આપ્યો, "આ સાત ઘેટીઓ મારા હાથથી તું લે કે જેથી આ કૂવો મેં ખોદ્યો છે તેના વિષે તેઓ મારે માટે સાક્ષી થાય."
\p
\s5
\v 31 તે માટે તે જગ્યાનું નામ તેણે બેર-શેબા આપ્યું, કેમ કે ત્યાં તે બન્નેએ ઈશ્વરની હજૂરમાં કરાર કર્યો હતો.
\v 32 આમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો અને પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.
\p
\s5
\v 33 ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી.
\v 34 ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.
\s5
\c 22
\p
\v 1 ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, "ઇબ્રાહિમ!" ઇબ્રાહિમે કહ્યું, "હું આ રહ્યો."
\v 2 પછી ઈશ્વરે કહ્યું, "તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર."
\v 3 તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.
\p
\s5
\v 4 ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી.
\v 5 ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, "તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું."
\v 6 પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા.
\p
\s5
\v 7 ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, "મારા પિતા" અને તેણે કહ્યું, "બોલ, મારા દીકરા, હું આ રહ્યો." તેણે કહ્યું, "જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે?
\v 8 ઇબ્રાહિમે કહ્યું, "મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે." અને તેઓ આગળ ચાલ્યા.
\p
\s5
\v 9 જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો.
\v 10 ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો.
\p
\s5
\v 11 પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, "ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!" અને તેણે કહ્યું, "બોલો, હું અહીં છું."
\v 12 દૂતે તેને કહ્યું, "તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે."
\p
\s5
\v 13 ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.
\v 14 પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ "યહોવા-યિરેહ" પાડ્યું." તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, "ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે. "
\p
\s5
\v 15 ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી,
\v 16 અને કહ્યું કે, "આ ઈશ્વરની વાણી છે, "મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી,
\v 17 તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.
\p
\s5
\v 18 તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે."
\v 19 પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેર-શેબા આવ્યા અને ત્યાં રહ્યા.
\p
\s5
\v 20 પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, "તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે."
\v 21 તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ (અરામનો પિતા),
\v 22 કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.
\p
\s5
\v 23 રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.
\v 24 બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.
\s5
\c 23
\p
\v 1 સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં.
\v 2 તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.
\p
\s5
\v 3 પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું,
\v 4 "હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો."
\p
\s5
\v 5 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,
\v 6 "મારા માલિક, અમારું સાંભળ. અમારી મધ્યે તો તું ઈશ્વરના રાજકુમાર જેવો છે. જે જગ્યા તને પસંદ પડે ત્યાં અમારી કોઈપણ કબરમાં તારી મૃત પત્નીને દફનાવ. તેને દફનાવવાને માટે અમારામાંથી કોઈપણ પોતાની કબર આપવાની ના નહિ પાડે."
\p
\s5
\v 7 ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા.
\v 8 તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, "હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો.
\v 9 તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે."
\p
\s5
\v 10 હવે એફ્રોન હેથના દીકરાઓ સાથે જ બેઠેલો હતો. અને પોતાના નગરના દરવાજામાં પેસનારા હેથના સર્વ દીકરાઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,
\v 11 "એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું."
\p
\s5
\v 12 પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા.
\v 13 તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, "પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ."
\p
\s5
\v 14 એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,
\v 15 "કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ."
\v 16 ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા (અંદાજે સાતસો એંસી રૂપિયા) એફ્રોનને ચૂકવ્યા.
\p
\s5
\v 17 તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે,
\v 18 તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં.
\p
\s5
\v 19 તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી.
\v 20 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.
\s5
\c 24
\p
\v 1 ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા.
\v 2 તેણે પોતાના ઘરના સર્વસ્વના કારભારી વરિષ્ઠ ચાકરને કહ્યું, "મારી જાંઘ નીચે તારો હાથ મૂક
\v 3 અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ.
\v 4 પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ."
\p
\s5
\v 5 ચાકરે તેને કહ્યું, "કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?"
\v 6 ઇબ્રાહિમે તેને કહ્યું, "ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ!
\v 7 આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, 'આ દેશ હું તારા સંતાનને આપીશ,' તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે.
\p
\s5
\v 8 તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ."
\v 9 તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા.
\p
\s5
\v 10 તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરા ઈમના નાહોરના શહેરમાં આવ્યો.
\v 11 સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.
\p
\s5
\v 12 પછી તેણે પ્રાર્થના કરી, "પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો.
\v 13 હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.
\v 14 ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, 'કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,' ત્યારે તે મને એમ કહે કે, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,' તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો."
\p
\s5
\v 15 તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.
\v 16 તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.
\p
\s5
\v 17 તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ."
\v 18 તેણે કહ્યું, "મારા માલિક, પીઓ," અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.
\p
\s5
\v 19 તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, "તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ."
\v 20 પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.
\p
\s5
\v 21 ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો.
\v 22 ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી.
\v 23 તેણે તેને પૂછ્યું, "તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?"
\p
\s5
\v 24 રિબકાએ તેને કહ્યું, "મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું."
\v 25 વળી તેણે એ પણ કહ્યું, "અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે."
\p
\s5
\v 26 તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી,
\v 27 અને કહ્યું, "મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે."
\p
\s5
\v 28 પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી.
\v 29 રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો.
\v 30 તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, "તે માણસે મને એમ કહ્યું છે," ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.
\p
\s5
\v 31 લાબાને કહ્યું, "તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે."
\v 32 તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિસત્કાર કર્યો અને પાણી આપ્યું.
\p
\s5
\v 33 તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, "મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ." તેથી લાબાને કહ્યું, "બોલ."
\v 34 તેણે કહ્યું, "હું ઇબ્રાહિમનો ચાકર છું."
\v 35 ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.
\p
\s5
\v 36 મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે.
\v 37 મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, 'જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ.
\v 38 પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.'
\p
\s5
\v 39 મેં મારા માલિકને કહ્યું, 'કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?'
\v 40 પણ તેણે મને કહ્યું, 'જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે.
\v 41 પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.'
\p
\s5
\v 42 તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, 'મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય,
\v 43 તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,"
\v 44 અને તે યુવતી મને કહે, "પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ." તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.'
\p
\s5
\v 45 હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, 'કૃપા કરીને મને પાણી પીવડાવ.'
\v 46 તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.' મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.
\p
\s5
\v 47 મેં તેને પૂછ્યું, 'તું કોની દીકરી છે?' તેણે કહ્યું, 'હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.' પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,
\v 48 અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.
\p
\s5
\v 49 તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું."
\p
\s5
\v 50 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, "એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી.
\v 51 હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય."
\p
\s5
\v 52 ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.
\v 53 તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.
\p
\s5
\v 54 પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, "મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો."
\v 55 રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, "રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે."
\p
\s5
\v 56 પણ તેણે તેઓને કહ્યું, "ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં."
\v 57 તેઓએ કહ્યું, "અમે દીકરીને બોલાવીને તેને પૂછીએ."
\v 58 તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, "શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?" તેણે જવાબ આપ્યો, "હા હું જઈશ."
\p
\s5
\v 59 તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા.
\v 60 તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું, "અમારી બહેન, તું કરોડોની માતા થજે અને તારા વંશજો પોતાના વેરીઓના પ્રવેશદ્વારને કબજે કરો."
\p
\s5
\v 61 પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
\p
\v 62 હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.
\p
\s5
\v 63 ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!
\v 64 રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી.
\v 65 તેણે ચાકરને કહ્યું, "આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?" ચાકરે કહ્યું, "તે મારો માલિક છે." તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.
\p
\s5
\v 66 ચાકરે જે કહ્યું હતું તે બધું તેણે ઇસહાકને કહી સંભળાવ્યું.
\v 67 પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.
\s5
\c 25
\p
\v 1 ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
\v 2 કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
\v 3 શબા તથા દદાન એ યોકશાનના પુત્રો હતા. આશૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દદાનના વંશજો હતા.
\v 4 એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
\p
\s5
\v 5 ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
\v 6 પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
\p
\s5
\v 7 ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
\v 8 પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
\p
\s5
\v 9 તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો.
\v 10 હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
\v 11 ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
\p
\s5
\v 12 હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.
\p
\s5
\v 13 ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
\v 14 મિશમા, દુમા, માસ્સા,
\v 15 હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા.
\v 16 તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.
\p
\s5
\v 17 ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો.
\v 18 હવીલાથી આશૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા.
\p
\s5
\v 19 ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો.
\v 20 ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
\s5
\v 21 ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
\v 22 તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, "મારી સાથે આમ કેમ બન્યું?" તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
\p
\s5
\v 23 ઈશ્વરે તેને કહ્યું, "તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે."
\p
\s5
\v 24 જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા.
\v 25 જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું.
\v 26 ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
\p
\s5
\v 27 તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.
\v 28 હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
\p
\s5
\v 29 એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.
\v 30 એસાવે યાકૂબને કહ્યું, "પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!" તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
\p
\s5
\v 31 યાકૂબે કહ્યું, "પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ."
\v 32 એસાવે કહ્યું, "જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી."
\v 33 યાકૂબે કહ્યું, "પહેલા તું મારી આગળ સોગન લે." એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
\v 34 યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
\s5
\c 26
\p
\v 1 હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.
\p
\s5
\v 2 ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "તું મિસરમાં ન જતો; જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે.
\v 3 આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ.
\p
\s5
\v 4 હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે.
\v 5 હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે."
\p
\s5
\v 6 તેથી ઇસહાક ગેરારમાં રહ્યો.
\v 7 જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "તે મારી બહેન છે." કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી."
\v 8 પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની પરસ્પર પ્રેમ કરતાં હતા.
\p
\s5
\v 9 અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, "જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, 'તે મારી બહેન છે?'" ઇસહાકે તેને કહ્યું, "મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે."
\v 10 અબીમેલેખે કહ્યું, "તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત."
\v 11 તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, "આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે."
\p
\s5
\v 12 ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.
\v 13 તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો.
\v 14 તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ.
\p
\s5
\v 15 તેથી તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા.
\v 16 અબીમેલેખે ઇસહાકને કહ્યું, "તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે."
\v 17 તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો.
\p
\s5
\v 18 તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પૂરી તેઓએ દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.
\p
\s5
\v 19 જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો.
\v 20 "એ પાણી અમારું છે" એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે "એસેક" રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા.
\p
\s5
\v 21 પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ "સિટના" એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું.
\v 22 ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ રાખ્યું જેનો અર્થ એ છે કે, 'હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.'
\p
\s5
\v 23 પછી ઇસહાક ત્યાંથી બેર-શેબા ગયો.
\v 24 તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, "હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ."
\v 25 ઇસહાકે ત્યાં વેદી બાંધી અને ઈશ્વર સાથે વાત કરી. ત્યાં તેણે તેનો તંબુ બાંધ્યો અને તેના દાસોએ એક કૂવો ખોદ્યો.
\p
\s5
\v 26 પછી અબીમેલેખ ગેરારથી તેના મિત્ર અહુઝાથ તથા તેના સેનાપતિ ફીકોલ સાથે ઇસહાકની પાસે આવ્યો.
\v 27 ઇસહાકે તેઓને કહ્યું, "તમે મને નફરત કરો છો અને તમારી પાસેથી મને દૂર મોકલી દીધો છે છતાં તમે મારી પાસે કેમ આવ્યા છો?"
\p
\s5
\v 28 તેઓએ કહ્યું, "અમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઈશ્વર તારી સાથે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણી વચ્ચે, હા, તારી તથા અમારી વચ્ચે પ્રતિજ્ઞા કરવામાં આવે અને અમે તારી સાથે કરાર કરીએ,
\v 29 જેમ અમે તારું નુકસાન કર્યું નથી, તારી સાથે સારો વ્યવહાર કર્યો છે અને શાંતિથી તને વિદાય કર્યો, તેમ તું અમારું નુકસાન ન કર. નિશ્ચે, તું ઈશ્વરથી આશીર્વાદિત છે."
\p
\s5
\v 30 તેથી ઇસહાકે તેઓને સારુ મિજબાની કરી, તેઓ જમ્યા અને દ્રાક્ષાસવ પીધો.
\v 31 તેઓએ વહેલી સવારે ઊઠીને એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. પછી ઇસહાકે તેઓને વિદાય કર્યા અને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.
\p
\s5
\v 32 તે જ દિવસે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, "અમને પાણી મળ્યું છે."
\v 33 તેણે કૂવાનું નામ શિબા રાખ્યુ, તેથી આજ સુધી તે નગરનું નામ બેર-શેબા છે.
\p
\s5
\v 34 જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા.
\v 35 પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.
\s5
\c 27
\p
\v 1 જયારે ઇસહાક વૃદ્ધ થયો અને તેની આંખોનું તેજ એટલું બધું ઘટ્યું કે તે નિહાળી શકતો ન હતો. ત્યારે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને કહ્યું, "મારા દીકરા." તેણે તેને કહ્યું, "બોલો પિતાજી."
\v 2 તેણે કહ્યું, "અહીં જો, હું વૃદ્ધ થયો છું. મારા મરણનો દિવસ હું જાણતો નથી.
\p
\s5
\v 3 તે માટે તારાં હથિયાર, એટલે તારા બાણનો ભાથો અને તારું ધનુષ્ય લઈને જંગલમાં જા. મારા માટે શિકાર કર.
\v 4 મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું."
\p
\s5
\v 5 હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો.
\v 6 ત્યારે રિબકાએ તેના નાના દીકરા યાકૂબને કહ્યું, "જો, તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને મેં વાત કરતા સાંભળ્યા છે. તેમણે કહ્યું,
\v 7 'તું શિકાર લાવીને મારે સારુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, કે હું તે ખાઉં અને હું મરણ પામું તે અગાઉ ઈશ્વરની હજૂરમાં તને આશીર્વાદ આપું.'
\p
\s5
\v 8 માટે, મારા દીકરા, હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે મારું કહેવું માન.
\v 9 તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ.
\v 10 તે તું તારા પિતા આગળ લઈ જજે, કે જેથી તે ખાઈને તેમના મરણ અગાઉ તને આશીર્વાદ આપે."
\p
\s5
\v 11 યાકૂબે તેની માતા રિબકાને કહ્યું, "મારો ભાઈ એસાવ રુંવાટીવાળો માણસ છે અને હું સુંવાળો છું.
\v 12 કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે?
\p
\s5
\v 13 તેની માતાએ તેને કહ્યું, "મારા દીકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન અને જઈને લવારાં લઈ આવ."
\v 14 તેથી યાકૂબ ગયો અને લવારાં લઈને તેની માતાની પાસે આવ્યો; તેની માતાએ તેના પિતાને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું.
\p
\s5
\v 15 રિબકાએ તેના જયેષ્ઠ દીકરા એસાવનાં સારાં વસ્ત્ર જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં.
\v 16 તેણે તેના બંને હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર લવારાનાં ચર્મ વીંટાળી દીધાં.
\v 17 વળી તેણે તૈયાર કરેલું સ્વાદિષ્ટ ભોજન રોટલી તથા શાક તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યાં.
\p
\s5
\v 18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, "મારા પિતા." તેણે કહ્યું, "મારા દીકરા, હું આ રહ્યો, તું કોણ છે?"
\v 19 યાકૂબે તેના પિતાને કહ્યું, "હું એસાવ તમારો જયેષ્ઠ દીકરો છું; તમારું કહ્યા પ્રમાણે મેં કર્યું છે. હવે, બેઠા થઈને મારો શિકાર ખાઓ અને મને આશીર્વાદ આપો."
\p
\s5
\v 20 ઇસહાકે તેના દીકરાને કહ્યું, "મારા દીકરા, તને આટલો જલ્દી શિકાર કેવીરીતે મળ્યો?" તેણે કહ્યું, "કેમ કે ઈશ્વર તારા પ્રભુ, તેને મારી પાસે લાવ્યા."
\v 21 ઇસહાકે યાકૂબને કહ્યું, "મારા દીકરા, મારી નજીક આવ જેથી હું તને સ્પર્શ કરું અને જાણું કે તું જ મારો સાચો દીકરો એસાવ છે કે નહિ?
\p
\s5
\v 22 યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, "આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે."
\v 23 તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.
\p
\s5
\v 24 તેણે કહ્યું, "શું તું નિશ્ચે મારો દીકરો એસાવ જ છે?" અને તેણે કહ્યું, "હા, હું એ જ છું."
\v 25 ઇસહાકે કહ્યું, "એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું." યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.
\p
\s5
\v 26 પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, "મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર.
\v 27 યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું,
\q "જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.
\q
\s5
\v 28 માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ.
\q પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
\q
\s5
\v 29 લોકો તારી સેવા કરે
\q અને દેશજાતિઓ તારી આગળ નમે.
\q તું તારા ભાઈઓનો માલિક થા
\q અને તારી માતાના દીકરા તારી આગળ નમો.
\q જે દરેક તને શાપ આપે, તે શાપિત થાય.
\q જે તને આશીર્વાદ આપે, તે આશીર્વાદ પામે."
\p
\s5
\v 30 ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો.
\v 31 પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, "મારા પિતા ઊઠીને તારા દીકરાનો શિકાર ખાઓ, કે જેથી તમે મને આશીર્વાદ આપો."
\p
\s5
\v 32 તેના પિતા ઇસહાકે તેને કહ્યું, "તું કોણ છે?" તેણે કહ્યું, "હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું."
\v 33 ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, "ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો."
\p
\s5
\v 34 જયારે એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો અને પોતાના પિતાને કહ્યું, "મારા પિતા, મને હા મને પણ, આશીર્વાદ આપ."
\v 35 ઇસહાકે કહ્યું, "તારા ભાઈએ કપટ કર્યું છે. તેણે આવીને તારો આશીર્વાદ લઈ લીધો છે."
\p
\s5
\v 36 એસાવે તેને કહ્યું, "શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? તેણે મને બે વાર છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું. અને જો, હવે તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે." અને તેણે પૂછ્યું, "શું તેં મારા માટે આશીર્વાદ રાખ્યો નથી?"
\v 37 ઇસહાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, "જો, મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યાં છે. અને મેં તેને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ આપ્યાં છે. મારા દીકરા, હું તારે સારુ શું કરું?"
\p
\s5
\v 38 એસાવે પોતાના પિતાને કહ્યું, "મારા પિતા, મને આપવા માટે શું તારી પાસે એકપણ આશીર્વાદ બાકી રહ્યો નથી? મારા પિતા, મને, હા મને પણ આશીર્વાદ આપ." અને એસાવ પોક મૂકીને રડ્યો.
\p
\s5
\v 39 તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, "જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે.
\v 40 તું તારી તલવારથી જીવશે. તારે તારા ભાઈની સેવા કરવી પડશે. પણ જયારે તું તેની સામે થશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂંસરી ફગાવી દઈ શકશે."
\p
\s5
\v 41 યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, "મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ."
\v 42 રિબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત જણાવવામાં આવી. તેથી તેણે પોતાના નાના દીકરા યાકૂબને બોલાવડાવ્યો અને તેને કહ્યું, "જો, તારો ભાઈ એસાવ તને મારી નાખે એવું જોખમ તારે માથે છે. તેના મનમાં એવા વિચારો ચાલે છે.
\p
\s5
\v 43 માટે હવે, મારા દીકરા, મારી વાત માન અને ઊઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા.
\v 44 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે નહિ ત્યાં સુધી થોડા દિવસ તેની પાસે રહેજે.
\v 45 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે અને તેને તેં જે કર્યું છે તે ભૂલી જાય, ત્યારે હું તને ત્યાંથી બોલાવીશ. શા માટે હું તમને બન્નેને એક જ દિવસે ગુમાવું?"
\p
\s5
\v 46 રિબકાએ ઇસહાકને કહ્યું, "હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. હેથની દીકરીઓ જેવી જ પત્ની જો યાકૂબ આ દેશની દીકરીઓમાંથી લાવે, તો મારે જીવવું શા કામનું?"
\s5
\c 28
\p
\v 1 ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ.
\v 2 ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.
\p
\s5
\v 3 સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય.
\v 4 ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે."
\p
\s5
\v 5 ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.
\p
\s5
\v 6 હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ,"
\v 7 અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે.
\p
\s5
\v 8 એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની કન્યાઓ પસંદ નથી.
\v 9 તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી.
\p
\s5
\v 10 યાકૂબ બેર-શેબાથી નીકળીને હારાન તરફ ગયો.
\v 11 તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.
\p
\s5
\v 12 તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.
\v 13 ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, "હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.
\p
\s5
\v 14 પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે.
\v 15 જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ."
\p
\s5
\v 16 યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, "નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ."
\v 17 તે ગભરાયો અને બોલ્યો, "આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે."
\p
\s5
\v 18 યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું.
\v 19 તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂઝ હતું.
\p
\s5
\v 20 યાકૂબે પ્રતિજ્ઞા કરી કે, "જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલું છું તેમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે,
\v 21 અને મને મારા પિતાના ઘરે સુરક્ષિત લાવશે, તો તેમને હું મારા પ્રભુ, ઈશ્વર માનીશ;
\v 22 અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ."
\s5
\c 29
\p
\v 1 પછી યાકૂબ ત્યાંથી આગળ મુસાફરી કરીને પૂર્વના લોકોના દેશમાં આવ્યો.
\v 2 તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો.
\v 3 જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.
\p
\s5
\v 4 યાકૂબે તેઓને પૂછ્યું, "મારા ભાઈઓ, તમે ક્યાંના છો?" તેઓએ કહ્યું, "અમે હારાનના છીએ."
\v 5 તેણે તેઓને પૂછ્યું, "શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?" તેઓએ કહ્યું, "હા, અમે તેને ઓળખીએ છીએ."
\v 6 તેણે તેઓને પૂછ્યું, "શું તે ક્ષેમકુશળ છે?" તેઓએ કહ્યું, "તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે."
\p
\s5
\v 7 યાકૂબે કહ્યું, "હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો."
\v 8 તેઓએ કહ્યું, "ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે.
\p
\s5
\v 9 તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.
\v 10 યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.
\p
\s5
\v 11 યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.
\v 12 યાકૂબે રાહેલને જણાવ્યું કે, "હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું." એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી.
\p
\s5
\v 13 જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.
\v 14 લાબાને તેને કહ્યું, "વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ." પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો.
\p
\s5
\v 15 પછી લાબાને યાકૂબને કહ્યું, "તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામકાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?"
\v 16 હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું.
\v 17 લેઆની આંખો નબળી હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી.
\v 18 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો તેથી તેણે કહ્યું, "તારી નાની દીકરી, રાહેલને સારું સાત વર્ષ હું તારી ચાકરી કરીશ.
\p
\s5
\v 19 લાબાને કહ્યું, "બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે."
\v 20 યાકૂબે રાહેલને સારુ સાત વર્ષ સુધી લાબાનની સેવા કરી; તે સાત વર્ષ તેને બહુ ઓછા દિવસો જેવા લાગ્યાં, કેમ કે તે રાહેલને પ્રેમ કરતો હતો.
\p
\s5
\v 21 પછી યાકૂબે લાબાનને કહ્યું, "હવે મારી પત્ની મને આપ કેમ કે મારી ચાકરીનાં વર્ષોની મુદ્દત પૂરી થઈ છે - જેથી હું તેની સાથે સુખ ભોગવું."
\v 22 તેથી લાબાને ત્યાંના સર્વ માણસોને નિમંત્રિત કરીને મિજબાની કરી.
\p
\s5
\v 23 રાત્રે અંધારામાં, લાબાન તેની દીકરી લેઆને યાકૂબની પાસે લાવ્યો અને યાકૂબે તેની સાથે શરીરસુખ માણ્યું.
\v 24 લાબાને તેની દીકરી લેઆને સેવા ચાકરી માટે ઝિલ્પા નામે દાસી પણ આપી.
\v 25 સવારે યાકૂબના જોવામાં આવ્યું કે, તે તો લેઆ હતી! યાકૂબે લાબાનને પૂછ્યું, "આ તેં મને શું કર્યું છે? શું રાહેલને સારુ મેં તારી સેવા ચાકરી કરી નહોતી? તેં મને શા માટે છેતર્યો?"
\p
\s5
\v 26 લાબાને કહ્યું, "મોટી દીકરીના લગ્ન અગાઉ નાની દીકરીનું લગ્ન કરવું એવો રિવાજ અમારા દેશમાં નથી.
\v 27 આ દીકરી સાથે નવવધુ તરીકેનું અઠવાડિયું પૂરું કર પછી બીજાં સાત વર્ષ તું મારી ચાકરી કરજે અને તેના બદલામાં અમે રાહેલને પણ તને આપીશું."
\p
\s5
\v 28 યાકૂબે તે પ્રમાણે કર્યું. લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યા બાદ તેણે યાકૂબે બીજાં સાત વર્ષ સુધી લાબાનની સેવા ચાકરી કરી. એ વર્ષો પૂરા થયાં ત્યારે લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી.
\v 29 વળી રાહેલની સેવા માટે બિલ્હા નામે દાસી પણ આપી
\v 30 યાકૂબે રાહેલ સાથે પણ લગ્ન કર્યું. તે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ રાખતો હતો. તેથી યાકૂબે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી હતી.
\p
\s5
\v 31 ઈશ્વરે જોયું કે લેઆને પ્રેમ કરવામાં આવતો નથી, તે માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ નિ:સંતાન હતી.
\v 32 લેઆ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેનું નામ રુબેન પાડવામાં આવ્યું. કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારું દુઃખ જોયું છે માટે હવે મારો પતિ મને પ્રેમ કરશે."
\p
\s5
\v 33 પછી તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હું નાપસંદ છું તે ઈશ્વરે સાંભળ્યું છે, માટે તેમણે આ દીકરો પણ મને આપ્યો છે" તેણે તેનું નામ શિમયોન પાડ્યું.
\v 34 પછી તે ત્રીજીવાર ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હવે આ સમયે મારો પતિ મારી સાથે પ્રેમથી બંધાશે. કેમ કે મેં તેના ત્રણ દીકરાને જન્મ આપ્યો છે." તે માટે તેનું નામ લેવી રાખવામાં આવ્યું.
\p
\s5
\v 35 તે ચોથી વખત ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હવે આ સમયે હું ઈશ્વરની સ્તુતિ કરીશ." તેથી તેણે તેનું નામ યહૂદા પાડ્યું. ત્યાર પછી તેને સંતાન જનમવાનું બંધ થયું.
\s5
\c 30
\p
\v 1 જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, "મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ."
\v 2 યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, "ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?"
\p
\s5
\v 3 તેણે કહ્યું, "તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું."
\v 4 તેણે પત્ની તરીકે તેની દાસી બિલ્હા યાકૂબને આપી અને યાકૂબે તેની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખ્યો.
\p
\s5
\v 5 બિલ્હા ગર્ભવતી થઈ. તેણે યાકૂબના દીકરાને જન્મ આપ્યો.
\v 6 પછી રાહેલે કહ્યું, "ઈશ્વરે મારું સાંભળ્યું છે. તેમણે નિશ્ચે મારી વિનંતી સાંભળીને મને દીકરો આપ્યો છે." તે માટે તેણે તેનું નામ 'દાન' પાડ્યું.
\p
\s5
\v 7 રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો.
\v 8 રાહેલે કહ્યું, "મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું." તેણે તેનું નામ 'નફતાલી' પાડ્યું.
\p
\s5
\v 9 જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી.
\v 10 લેઆની દાસી ઝિલ્પાએ દીકરાને જન્મ આપ્યો.
\v 11 લેઆએ કહ્યું, "આના પર ઈશ્વરની દયા છે!" તેથી તેણે તેનું નામ 'ગાદ' પાડ્યું.
\p
\s5
\v 12 પછી લેઆની દાસી ઝિલ્પાને બીજો દીકરો જન્મ્યો.
\v 13 લેઆએ કહ્યું, "હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે." તેથી તેણે તેનું નામ 'આશેર' એટલે આશિષીત પાડ્યું.
\p
\s5
\v 14 રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, "તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ."
\v 15 લેઆએ તેને કહ્યું, "તેં મારા પતિને લઈ લીધો છે, એ શું ઓછું છે? તો હવે મારા દીકરાનાં રીંગણાં પણ તારે લેવાં છે?" રાહેલે કહ્યું, "તારા દીકરાનાં રીંગણાં બદલે આજ રાત્રે યાકૂબ તારી સાથે સહશયન કરશે."
\p
\s5
\v 16 સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો. લેઆ તેને મળવાને બહાર ગઈ અને કહ્યું, "આજે રાત્રે તારે મારી સાથે સહશયન કરવાનું છે. કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં આ શરત કરી છે." માટે તે રાત્રે યાકૂબ તેની સાથે સૂઈ ગયો.
\v 17 ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો.
\v 18 લેઆએ કહ્યું, "ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી હતી." તેણે તેનું નામ 'ઇસ્સાખાર' પાડ્યું.
\p
\s5
\v 19 લેઆ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના છઠ્ઠા દીકરાને જન્મ આપ્યો.
\v 20 લેઆએ કહ્યું, "ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. "માટે તેણે તેનું નામ ઝબુલોન પાડ્યું.
\v 21 ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો અને તેણીએ તેનું નામ દીના પાડ્યું.
\p
\s5
\v 22 ઈશ્વરે રાહેલને યાદ કરીને તેની પ્રાર્થના સાંભળી. તેને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો.
\v 23 તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરે મારી શરમ દૂર કરી છે"
\v 24 તેણે તેનું નામ 'યૂસફ' પાડીને કહ્યું, "ઈશ્વર એક બીજો દીકરો પણ મને આપો."
\p
\s5
\v 25 રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, "મને વિદાય કર, કે જેથી હું મારો દેશ, એટલે મારા પોતાના ઘરે જાઉં.
\v 26 મારી પત્નીઓ તથા મારાં બાળકો જેઓને સારુ મેં તારી સેવા ચાકરી કરી છે, તે મને આપ. મને જવા દે, કેમ કે મેં તારી જે ચાકરી કરી છે, તે તું જાણે છે."
\p
\s5
\v 27 લાબાને તેને કહ્યું, "જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે."
\v 28 પછી તેણે કહ્યું, "તારી ઇચ્છા અનુસાર તું જેટલું માંગીશ તેટલું હું તને આપીશ."
\p
\s5
\v 29 યાકૂબે તેને કહ્યું, "તું જાણે છે કે મેં તારી કેવી ચાકરી કરી છે અને તારાં જાનવરોમાં કેટલો બધો વધારો થયો છે.
\v 30 હું અહીં આવ્યો તે પહેલાં તારી પાસે થોડું હતું અને હવે તે ઘણું વધી ગયું છે. જ્યાં મેં કામ કર્યું છે ત્યાં ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે. હવે મારા પોતાના ઘર કુટુંબ માટે પણ મારે ઘણું કરવાનું છે. તે હું ક્યારે પૂરું કરીશ?"
\p
\s5
\v 31 લાબાને કહ્યું, "તને હું શું વેતન આપું?" યાકૂબે કહ્યું, "તું મને કશું જ ન આપીશ. જો તું મારા માટે આટલું કરે તો હું ફરી તારાં ઘેટાંબકરાંને ચારીશ અને તેમને સંભાળીશ.
\v 32 આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ.
\p
\s5
\v 33 જયારે મારા વેતન તરીકે આપેલાં ઘેટાંબકરાં તું તપાસશે ત્યારે પાછળથી મારી પ્રમાણિકતા માટે તેઓ સાક્ષીરૂપ થશે કે બકરાંમાં જે છાંટવાળા કે ટપકાંવાળા નથી અને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે મળે તો તે સર્વ ચોરીનાં ગણાશે."
\v 34 લાબાને કહ્યું, "તારી માંગણી પ્રમાણે હું સંમત છું."
\p
\s5
\v 35 તે દિવસે લાબાને પટ્ટાવાળાં તથા ટપકાંવાળાં બકરાં અને છાંટવાળી તથા સફેદ ટપકાંવાળી બધી બકરીઓને અને ઘેટાંઓમાંથી પણ જે કાળાં હતા તેઓને અલગ કર્યા અને એ ઘેટાંબકરાં યાકૂબના દીકરાઓને સુપ્રત કર્યાં.
\v 36 અને ત્રણ દિવસનો પ્રવાસ થાય એટલા અંતર દૂર તેઓને લઈ જવા જણાવ્યું. યાકૂબે લાબાનનાં બાકી રહેલા ઘેટાંબકરાંને ત્યાં જ રહીને સાચવ્યાં.
\p
\s5
\v 37 યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ઝાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય.
\v 38 પછી તેણે જાનવરો પાણી પીવા આવે ત્યાં ખાડામાં જે ડાળીઓ છોલી હતી તે તેઓની આગળ ઊભી કરી. જયારે તેઓ પાણી પીતા ત્યારે તેઓ ગર્ભ ધારણ કરવા માટે આશક્ત થતાં હતા.
\p
\s5
\v 39 ડાળીઓ આગળ ઘેટાંબકરાં ગર્ભધારણ કરતાં હતાં પછી તેઓએ પટ્ટાદાર, છાંટવાળાં તથા ટપકાંવાળાં બચ્ચાંઓને જન્મ આપ્યો.
\v 40 યાકૂબે ઘેટીને અલગ કરી અને લાબાનનાં જાનવરોમાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ તેઓના મોં રાખ્યાં. પછી તેણે પોતાના ટોળાંને જુદાં પાડ્યાં અને લાબાનનાં ટોળાંની પાસે તેમને રાખ્યાં નહિ.
\p
\s5
\v 41 જયારે ટોળાંમાંના સશક્ત પ્રાણી સંવનન કરતાં ત્યારે યાકૂબ તે ડાળીઓ ટોળાંની નજરો આગળ ખાડામાં મૂકતો હતો.
\v 42 પણ ટોળાંમાંના નબળા પશુ આવતાં ત્યારે તે તેઓની આગળ ડાળીઓ મૂકતો નહોતો. તેથી નબળા ઘેટાંબકરાં લાબાનનાં અને સશક્ત યાકૂબનાં થયાં.
\p
\s5
\v 43 પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.
\s5
\c 31
\p
\v 1 હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, "જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે."
\v 2 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.
\v 3 પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, "તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.
\p
\s5
\v 4 યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં.
\v 5 નોગે તેઓને કહ્યું, "તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે.
\v 6 તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.
\p
\s5
\v 7 તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ."
\v 8 તેણે કહ્યું હતું કે, 'છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,' પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં.
\v 9 એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.
\p
\s5
\v 10 એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં.
\v 11 ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, 'યાકૂબ.' મેં કહ્યું, 'હું આ રહ્યો.'
\p
\s5
\v 12 તેણે કહ્યું, 'તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે.
\v 13 જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા."
\p
\s5
\v 14 રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, "શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?
\v 15 શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.
\v 16 કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો."
\p
\s5
\v 17 પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં.
\v 18 તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.
\p
\s5
\v 19 પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી.
\v 20 યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો.
\v 21 તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.
\p
\s5
\v 22 ત્રીજે દિવસે લાબાનને કહેવામાં આવ્યું કે યાકૂબ નાસી ગયો છે.
\v 23 તેથી તે તેની સાથે તેના સગાંઓને લઈને સાત દિવસની મુસાફરી જેટલા અંતર સુધી તેની પાછળ પડ્યો. તે ગિલ્યાદ પર્વત પર તેની આગળ નીકળી આવ્યો હતો.
\p
\s5
\v 24 હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, "તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે."
\v 25 લાબાન યાકૂબની આગળ પહોંચી ગયો હતો. હવે યાકૂબે પહાડ પર તેનો તંબુ બાંધ્યો હતો. લાબાને પણ તેના સગાંઓ સાથે ગિલ્યાદ પહાડ પર તંબુ બાંધ્યો હતો.
\p
\s5
\v 26 લાબાને યાકૂબને કહ્યું, "આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે?
\v 27 શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત.
\v 28 તેં મને મારા પૌત્રોને ચુંબન કરવા દીધું નહિ અને મારી દીકરીઓને 'આવજો' કહેવા પણ ન દીધુ. તેં ભારે મૂર્ખાઈ કરી છે.
\p
\s5
\v 29 તને નુકસાન કરવાની તાકાત મારા હાથમાં છે પણ તારા પિતાના ઈશ્વરે ગતરાત્રે મારી સાથે વાત કરતા કહ્યું, 'તું યાકૂબને ખરુંખોટું કહેવા વિષે સાવચેત રહેજે.'
\v 30 અને હવે તારે જવું જોઈએ, કેમ કે તારા પિતાના ઘર માટે તું ઘણો આતુર થયો છે. પણ તેં મારી મૂર્તિઓને કેમ ચોરી લીધી છે?"
\p
\s5
\v 31 યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, "હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો.
\v 32 જેણે તારા દેવો ચોર્યા હશે તે જીવતો રહેશે નહિ. મારી પાસે જે કંઈ છે તારું છે. જો મૂર્તિઓ હોય તો તે આપણા સગાઓની હાજરીમાં તું લઈ લે." કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તેઓને ચોરી લીધી હતી.
\p
\s5
\v 33 લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો.
\p
\s5
\v 34 હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટો પર લાદવામાં આવેલા સામાનમાં તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ.
\v 35 તેણે તેના પિતાને કહ્યું, "મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી." આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ.
\p
\s5
\v 36 યાકૂબ ગુસ્સે થયો અને લાબાન સાથે વિવાદ કર્યો. યાકૂબે લાબાનને કહ્યું, "મારો અપરાધ શો છે? મારું પાપ શું છે કે તું આટલી ઉગ્ર રીતે મારી પાછળ પડ્યો છે?
\v 37 કેમ કે તેં મારો સર્વ સામાન તપાસ્યો છે. પણ તારા ઘરનું કશું મળી આવ્યું નથી. જો ચોરેલું કશું પકડાયું હોય તો તે અહીં આપણા સંબંધીઓની આગળ મૂક, કે જેથી તેઓ આપણા બન્નેનો ન્યાય કરે.
\p
\s5
\v 38 વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો.
\v 39 ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો.
\v 40 દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
\p
\s5
\v 41 આ વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારુ ચૌદ વર્ષ તથા તારાં જાનવરોને સારુ છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. તેં દસ વાર મારા વેતનનો કરાર ભંગ કર્યો હતો.
\v 42 જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે."
\p
\s5
\v 43 લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, "આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું?
\v 44 તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે."
\p
\s5
\v 45 તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો.
\v 46 યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, "પથ્થર એકઠા કરો." તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું.
\v 47 લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.
\p
\s5
\v 48 લાબાને કહ્યું, "મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે." તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે.
\v 49 તેનું નામ મિસ્પાહ પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, "જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે.
\v 50 જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે."
\p
\s5
\v 51 લાબાને યાકૂબને કહ્યું, "આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો.
\v 52 આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ.
\v 53 ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો." યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા.
\p
\s5
\v 54 યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો અને ભોજન કરવાને તેના સંબંધીઓને બોલાવ્યા. તેઓએ ભોજન કર્યું અને આખી રાત પહાડ પર વિતાવી.
\v 55 વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.
\s5
\c 32
\p
\v 1 યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા.
\v 2 જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, "આ તો ઈશ્વરની છાવણી છે," તેથી તેણે તે જગ્યાનું નામ 'માહનાઇમ' પાડ્યું.
\p
\s5
\v 3 યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા.
\v 4 તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, "મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: 'આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો.
\v 5 મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા મોટા ભાઈ પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે."
\p
\s5
\v 6 એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, "અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે.
\v 7 તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.
\v 8 તેણે કહ્યું, "જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે.
\p
\s5
\v 9 યાકૂબે કહ્યું, "પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, 'તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,'
\v 10 તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.
\p
\s5
\v 11 કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે.
\v 12 પણ તમે તો કહેલું છે કે, 'નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.'"
\p
\s5
\v 13 યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું.
\v 14 એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં,
\v 15 ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.
\v 16 એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, "તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.
\p
\s5
\v 17 તેણે પહેલાને આજ્ઞા આપી, "મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, 'તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?'
\v 18 ત્યારે તું કહેજે, 'તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.'"
\p
\s5
\v 19 યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, "જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.
\v 20 તમે એમ પણ કહેજો, 'તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.''' કેમ કે તેણે વિચાર્યું, "જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે."
\v 21 તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.
\p
\s5
\v 22 યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા.
\v 23 આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.
\p
\s5
\v 24 યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું.
\v 25 જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો.
\v 26 તે માણસે કહ્યું, "સવાર થઈ છે માટે મને જવા દે." યાકૂબે કહ્યું, "તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ."
\p
\s5
\v 27 તે માણસે તેને પૂછ્યું, "તારું નામ શું છે?" યાકૂબે કહ્યું, "યાકૂબ."
\v 28 તે માણસે કહ્યું, "હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે."
\p
\s5
\v 29 યાકૂબે તેને પૂછ્યું, "કૃપા કરી તું તારું નામ મને કહે." તેણે કહ્યું, "મારું નામ તું શા માટે પૂછે છે?" પછી તેણે તેને આશીર્વાદ આપ્યો.
\v 30 યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે."
\p
\s5
\v 31 યાકૂબ પનીએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો.
\v 32 તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.
\s5
\c 33
\p
\v 1 યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.
\v 2 પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં.
\v 3 તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.
\p
\s5
\v 4 એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.
\v 5 જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, "તારી સાથે આ કોણ છે?" યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે."
\p
\s5
\v 6 પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
\v 7 પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
\v 8 એસાવે કહ્યું, "આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?" યાકૂબે કહ્યું, "મારા મોટા ભાઈની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે."
\p
\s5
\v 9 એસાવ બોલ્યો, "મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ."
\v 10 યાકૂબે કહ્યું, "એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે.
\v 11 મારી જે ભેટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે." યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.
\p
\s5
\v 12 પછી એસાવે કહ્યું, "ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ."
\v 13 યાકૂબે તેને કહ્યું, "તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.
\v 14 માટે તું તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ."
\p
\s5
\v 15 એસાવે કહ્યું, "મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું." પણ યાકૂબે કહ્યું, "શા માટે? હું તારી નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે."
\v 16 તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
\v 17 સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.
\p
\s5
\v 18 જયારે યાકૂબ પાદ્દાનારામમાંથી આવ્યો, ત્યારે તે કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો. તેણે શહેરની નજીક મુકામ કર્યો.
\v 19 પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.
\v 20 ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે-ઇઝરાયલ પાડ્યું.
\s5
\c 34
\p
\v 1 હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ.
\v 2 હમોર હિવ્વી જે દેશનો રાજા હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો.
\v 3 યાકૂબની દીકરી દીના પર તેનું દિલ મોહી પડ્યું. તેણે તે જુવાન દીના પર પ્રેમ કર્યો અને તેણે તેની સાથે વાત કરી.
\p
\s5
\v 4 શેખેમે પોતાના પિતા હમોરને કહ્યું, "આ યુવાન કન્યા સાથે મારું લગ્ન કરાવી આપ."
\v 5 હવે યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની સાથે તેણે બળાત્કાર કર્યો છે. તેના દીકરા ખેતરમાં જાનવરોની પાસે હતા, તેથી તેઓ આવ્યા ત્યાં સુધી યાકૂબ ચૂપ રહ્યો.
\p
\s5
\v 6 શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે બહાર ગયો.
\v 7 જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.
\p
\s5
\v 8 હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, "મારો દીકરો શખેમ તમારી દીકરીને પ્રેમ કરે છે. કૃપા કરી તેને તેની સાથે લગ્ન કરાવી આપો.
\v 9 આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે પોતાને માટે લો.
\v 10 તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો.
\p
\s5
\v 11 શખેમે તેના પિતા તથા ભાઈઓને કહ્યું, "મહેરબાની કરીને મારી પર કૃપા દર્શાવો, તો તમે મને જે કહેશો તે હું આપીશ.
\v 12 તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો."
\v 13 તેઓની બહેન દીના પર તેણે બળાત્કાર કર્યો હતો, માટે યાકૂબના દીકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો.
\p
\s5
\v 14 તેઓએ તેઓને કહ્યું, "જે માણસની સુન્નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી શકતા નથી, કેમ કે તેથી અમારી બદનામી થાય.
\v 15 કેવળ આ શરતે અમે તમારું માનીએ કે: જેમ અમે સુન્નત પામેલા છીએ, તેમ તમારાં સર્વ પુરુષોની સુન્નત કરાય.
\v 16 પછી અમે અમારી દીકરીઓનાં લગ્ન તમારી સાથે કરાવીએ, તમારી દીકરીઓ સાથે અમે લગ્ન કરીએ અને તમારી સાથે રહીએ. આપણે પરસ્પર એકતામાં આવીએ.
\v 17 પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી બહેનને લઈને ચાલ્યા જઈશું."
\p
\s5
\v 18 તેઓની વાત હમોર તથા તેના દીકરા શખેમને સારી લાગી.
\v 19 તે જુવાન માણસે તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી માટે આશક્ત થયેલો હતો. તે પોતાના પિતાના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.
\p
\s5
\v 20 હમોર તથા તેનો દીકરો શખેમ પોતાના નગરના દરવાજે આવ્યા અને પોતાના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,
\v 21 "આ માણસો આપણી સાથે શાંતિથી રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો; અને તેમાં વેપાર કરવા દો કેમ કે નિશ્ચે, આ દેશ તેઓ માટે પૂરતો છે. આપણે તેઓની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને તેઓ આપણી દીકરીઓ સાથે લગ્ન કરે.
\p
\s5
\v 22 તેથી જેમ તેઓમાંના દરેક પુરુષની સુન્નત કરવામાં આવે છે, તેમ આપણા પણ દરેક પુરુષની સુન્નત કરવામાં આવે, કેવળ આ એક શરતે તેઓ આપણી સાથે રહેવા અને એકતામાં જોડાવાને સંમત થશે.
\v 23 તેઓના ટોળાં, તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થશે? તેથી આપણે તેઓની વાત માનીએ. તેઓ આપણી મધ્યે રહેશે."
\p
\s5
\v 24 શહેરના સર્વ પુરુષોએ હમોર તથા તેના દીકરા શખેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી.
\v 25 ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તરવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા.
\v 26 તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તરવારની ધારથી માર્યા અને શખેમના ઘરેથી દીનાને લઈને ચાલ્યા ગયા.
\p
\s5
\v 27 યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી.
\v 28 તેઓએ તેઓનાં ઘેટાંબકરાં, ગધેડાં અને અન્ય જાનવરો તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે સર્વ તેઓની સંપત્તિ સહિત લૂંટી લીધું.
\v 29 તેઓનાં સર્વ બાળકો તથા તેઓની પત્નીઓને તેઓએ કબજે કરી. વળી તેઓએ તેઓના ઘરોમાં જે હતું તે બધું પણ લઈ લીધું.
\p
\s5
\v 30 યાકૂબે શિમયોનને તથા લેવીને કહ્યું, "તમે મારા પર મુશ્કેલી લાવ્યા છો, આ દેશના રહેવાસીઓ એટલે કનાનીઓ તથા પરિઝીઓમાં તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. સંખ્યામાં મારા માણસો થોડા છે. જો તેઓ મારી વિરુદ્ધ એકઠા થઈને હુમલો કરે તો પછી મારો અને મારા પરિવારનો નાશ થશે."
\v 31 પણ શિમયોન તથા લેવીએ કહ્યું, "શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?"
\s5
\c 35
\p
\v 1 ઈશ્વરે યાકૂબને કહ્યું, "હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ."
\v 2 પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, "તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.
\v 3 પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે."
\p
\s5
\v 4 તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.
\v 5 જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.
\p
\s5
\v 6 યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં.
\v 7 તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ-બેથેલ પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું.
\v 8 રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ રાખવામાં આવ્યું.
\p
\s5
\v 9 જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો.
\v 10 ઈશ્વરે તેને કહ્યું, "તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે." તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું.
\p
\s5
\v 11 ઈશ્વરે તેને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે.
\v 12 મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ."
\v 13 જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.
\p
\s5
\v 14 જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું.
\v 15 જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું.
\p
\s5
\v 16 તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો.
\v 17 જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, "બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે."
\v 18 જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.
\v 19 રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.
\v 20 યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે.
\s5
\v 21 ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને એરેદના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો.
\v 22 જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી.
\p યાકૂબના બાર દીકરા હતા.
\s5
\v 23 લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.
\v 24 રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન.
\v 25 રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.
\p
\s5
\v 26 લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
\v 27 મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
\p
\s5
\v 28 ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું.
\v 29 ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.
\s5
\c 36
\p
\v 1 એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.
\v 2 એસાવે કનાનીઓની સાથે દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહલિબામા જે સિબોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,
\v 3 અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
\p
\s5
\v 4 આદાએ અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
\v 5 ઓહલિબામાએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.
\p
\s5
\v 6 એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.
\v 7 તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.
\v 8 તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.
\p
\s5
\v 9 સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.
\v 10 એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
\v 11 તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા.
\v 12 એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.
\p
\s5
\v 13 રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
\v 14 સિબોનની દીકરી અનાની દીકરી ઓહલિબામા જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.
\p
\s5
\v 15 એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દિકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,
\v 16 કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.
\p
\s5
\v 17 એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરા, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
\v 18 એસાવની પત્ની ઓહલિબામાના દિકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહલિબામા જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.
\v 19 એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.
\p
\s5
\v 20 સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબોન, અના,
\v 21 દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.
\v 22 લોટાનના દીકરા હોરી તથા હેમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.
\p
\s5
\v 23 શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.
\v 24 સિબોનના દીકરા આ છે, એટલે આયા તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
\p
\s5
\v 25 અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહલિબામા.
\v 26 દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
\v 27 એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
\v 28 દિશાનના દીકરા આ છે; ઉસ તથા અરાન.
\s5
\v 29 હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબોન તથા અના.
\v 30 દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
\p
\s5
\v 31 ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:
\v 32 બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું.
\v 33 જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ઝેરાનો દીકરો યોબાબ રાજા થયો.
\p
\s5
\v 34 જયારે યોબાબ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાન દેશના હુશામે રાજ કર્યું.
\v 35 જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું.
\v 36 જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું.
\s5
\v 37 જયારે સામ્લા મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ નદી પાસેના રહોબોથના શાઉલે રાજ કર્યું.
\v 38 જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હાનાને રાજ કર્યું.
\v 39 જયારે આખ્બોરનો દીકરો બાલ-હાનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે માટરેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.
\p
\s5
\v 40 એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વા, યથેથ,
\v 41 ઓહલિબામા, એલા, પીનોન,
\v 42 કનાઝ, તેમાન, મિબ્સાર,
\v 43 માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.
\s5
\c 37
\p
\v 1 યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો.
\v 2 યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.
\p
\s5
\v 3 હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ ઝભ્ભો સીવડાવ્યો.
\v 4 તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ વહાલ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.
\p
\s5
\v 5 યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.
\v 6 તેણે તેઓને કહ્યું, " મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો.
\p
\s5
\v 7 આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી."
\v 8 તેના ભાઈઓએ તેને કહ્યું, "શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે?" તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.
\p
\s5
\v 9 તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, "જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં."
\v 10 જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, "જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?"
\v 11 તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
\p
\s5
\v 12 તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા.
\v 13 ઇઝરાયલે યૂસફને કહ્યું, "શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું." યૂસફે તેને કહ્યું, "હું તૈયાર છું."
\v 14 તેણે તેને કહ્યું, "હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ." પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.
\p
\s5
\v 15 જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, "તું કોને શોધે છે?"
\v 16 યૂસફે કહ્યું, "હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?"
\v 17 તે માણસે કહ્યું, "તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, "ચાલો આપણે દોથાન જઈએ." યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.
\p
\s5
\v 18 તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.
\v 19 તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, "જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.
\v 20 હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, 'કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.' પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું."
\p
\s5
\v 21 રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, "આપણે તેનો જીવ લેવો નથી."
\v 22 તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, "તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ."
\p
\s5
\v 23 યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો.
\v 24 તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું.
\p
\s5
\v 25 પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, લોબાન તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.
\v 26 યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, "જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે?
\p
\s5
\v 27 ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે." તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.
\v 28 મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.
\p
\s5
\v 29 રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.
\v 30 તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, "યુસફ ક્યાં છે? અને હું ક્યાં જાઉં?"
\p
\s5
\v 31 પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.
\v 32 પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, "આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?"
\v 33 યાકૂબે તે ઓળખીને કહ્યું, "તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે."
\p
\s5
\v 34 યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો.
\v 35 તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, "હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ." તેનો પિતા તેને સારુ રડ્યો.
\v 36 પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.
\s5
\c 38
\p
\v 1 તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો.
\v 2 ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો.
\p
\s5
\v 3 શૂઆ સગર્ભા થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ એર પાડ્યું.
\v 4 તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.
\v 5 તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.
\p
\s5
\v 6 યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું.
\v 7 યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો.
\p
\s5
\v 8 યહૂદાએ ઓનાનને કહ્યું, "તું તારા ભાઈની પત્ની સાથે સંબંધ કર્યો. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ."
\v 9 ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.
\v 10 તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો.
\p
\s5
\v 11 પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, "મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે." કેમ કે તેણે વિચાર્યું કે, "કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે." પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.
\p
\s5
\v 12 ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો.
\v 13 તામારને ખબર મળી, "જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે."
\v 14 તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.
\p
\s5
\v 15 જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું.
\v 16 તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, "ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે." કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, "મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?
\p
\s5
\v 17 તેણે કહ્યું, "ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું." તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?
\v 18 તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, "તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી." તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.
\p
\s5
\v 19 તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.
\v 20 તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.
\p
\s5
\v 21 પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, "જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?" તેઓએ કહ્યું, "અહીં તો કોઈ ગણિકા નથી."
\v 22 તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, "મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, 'અહીં કોઈ ગણિકા ન હતી.'"
\v 23 યહૂદાએ કહ્યું, "તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ."
\p
\s5
\v 24 પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, "તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે." યહૂદાએ કહ્યું, "તેને અહીં લાવો અને સળગાવી દો."
\v 25 જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, "આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું" તેણે કહ્યું, "આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે."
\v 26 યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, "તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.
\p
\s5
\v 27 તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં.
\v 28 જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, "આનો જન્મ પ્રથમ થયો છે."
\p
\s5
\v 29 પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ પાડ્યું.
\v 30 પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરા પડ્યું.
\s5
\c 39
\p
\v 1 યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.
\v 2 ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.
\p
\s5
\v 3 તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.
\v 4 તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.
\p
\s5
\v 5 તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે તેના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો.
\v 6 પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો.
\p
\s5
\v 7 પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, "મારી સાથે સૂઈ જા."
\v 8 પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, "જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.
\v 9 આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?"
\p
\s5
\v 10 દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો.
\v 11 એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું.
\v 12 ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, "મારી સાથે સૂઈ જા." પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.
\p
\s5
\v 13 જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે,
\v 14 ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, "જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી.
\v 15 અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો."
\p
\s5
\v 16 તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું.
\v 17 તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, "આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો.
\v 18 પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો."
\p
\s5
\v 19 જયારે તેના માલિકે તેની પત્નીની કહેલી વાત સાંભળી કે, "તારા દાસે મને આમ કર્યું," ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
\v 20 તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો.
\p
\s5
\v 21 પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી.
\v 22 જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો.
\v 23 તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.
\s5
\c 40
\p
\v 1 એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.
\v 2 ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.
\v 3 જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.
\p
\s5
\v 4 અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.
\v 5 આ કેદી પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.
\p
\s5
\v 6 યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.
\v 7 ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, "તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?"
\v 8 તેઓએ તેને કહ્યું, "અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી." યૂસફે તેઓને કહ્યું, "અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!"
\p
\s5
\v 9 મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, "જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો.
\v 10 તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.
\v 11 ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો."
\p
\s5
\v 12 યૂસફે તેને કહ્યું, "એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.
\v 13 ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.
\p
\s5
\v 14 પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે.
\v 15 કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી."
\p
\s5
\v 16 જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, "મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.
\v 17 ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં."
\p
\s5
\v 18 યૂસફે ઉત્તર આપીને કહ્યું, "એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.
\v 19 ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે."
\p
\s5
\v 20 ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.
\v 21 તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પોતાની ફરજ શરૂ કરી.
\v 22 યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.
\v 23 પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.
\s5
\c 41
\p
\v 1 બે વર્ષ પછી ફારુનને સ્વપ્ન આવ્યું. તેમાં તે નદીની પાસે ઊભો હતો.
\v 2 ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
\v 3 અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.
\p
\s5
\v 4 પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ.
\v 5 પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં.
\v 6 તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
\p
\s5
\v 7 અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું.
\v 8 સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.
\p
\s5
\v 9 એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, "આજે મને મારો અપરાધ યાદ આવે છે.
\v 10 જયારે આપને આપના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા,
\v 11 ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં.
\s5
\v 12 ત્યાં એક હિબ્રૂ જુવાન જે અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો, તે અમારી સાથે કેદમાં હતો. અમે તેને અમારા સ્વપ્નો જણાવ્યાં અને તેણે અમારા સ્વપ્નના અર્થ કહી બતાવ્યા હતા. તેણે અમને બન્નેને અમારા સ્વપ્ન પ્રમાણે ખુલાસા કરી બતાવ્યાં હતા.
\v 13 તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી."
\p
\s5
\v 14 ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.
\v 15 ફારુને યૂસફને કહ્યું, "મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે."
\v 16 યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, "હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે."
\p
\s5
\v 17 ફારુને યૂસફને કહ્યું, "હું મારા સ્વપ્નમાં નદીને કિનારે ઊભો હતો.
\v 18 ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
\p
\s5
\v 19 તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી.
\v 20 તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ.
\v 21 જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.
\p
\s5
\v 22 ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં,
\v 23 અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
\v 24 સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે."
\p
\s5
\v 25 યૂસફે ફારુનને કહ્યું, "આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.
\v 26 જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.
\p
\s5
\v 27 તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે.
\v 28 જે વાત મેં આપને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે.
\v 29 જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.
\p
\s5
\v 30 પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે.
\v 31 તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે.
\v 32 આપને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.
\p
\s5
\v 33 હવે આપે બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ.
\v 34 વળી આપે આમ કરવું: દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.
\p
\s5
\v 35 જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને આપના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
\v 36 પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય.
\p
\s5
\v 37 આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.
\v 38 ફારુને પોતાના દાસોને કહ્યું, "જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?"
\p
\s5
\v 39 તેથી ફારુને યૂસફને કહ્યું, "ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી.
\v 40 તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ."
\v 41 ફારુને યૂસફને કહ્યું, "આજથી હું તને આખા મિસર દેશના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરું છું."
\p
\s5
\v 42 ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને મલમલનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.
\v 43 તેને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને લોકો તેની આગળ "ઘૂંટણ ટેકવો" એમ પોકારો પાડતા. ફારુને તેને આખા મિસર દેશનો ઉપરી નિયુક્ત કર્યો.
\p
\s5
\v 44 ફારુને યૂસફને કહ્યું, "હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે."
\v 45 ફારુને યૂસફનું નામ "સાફનાથપાનેઆ" પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.
\p
\s5
\v 46 યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી.
\v 47 પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું.
\p
\s5
\v 48 મિસર દેશમાં એ સાત વર્ષ દરમિયાન ઉપજેલું સઘળું અનાજ તેણે એકઠું કર્યું. તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભેગું કર્યું.
\v 49 યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.
\p
\s5
\v 50 દુકાળનાં વર્ષો આવ્યાં તે અગાઉ યૂસફની પત્ની આસનાથે બે દીકરાને જન્મ આપ્યાં.
\v 51 યૂસફે પોતાના જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શા પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે."
\v 52 બીજા દીકરાનું નામ તેણે એફ્રાઈમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "મારા દુઃખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે."
\p
\s5
\v 53 મિસર દેશમાં ભરપૂરીપણાનાં જે સાત વર્ષ આવ્યાં હતાં તે વિતી ગયાં.
\v 54 યૂસફના કહ્યા પ્રમાણે, દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. દુકાળ સર્વ દેશોમાં વ્યાપેલો હતો, પણ આખા મિસર દેશમાં અન્નના ભંડાર ભરેલા હતા.
\p
\s5
\v 55 જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, "યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો."
\v 56 પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.
\v 57 સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.
\s5
\c 42
\p
\v 1 હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, "તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?"
\v 2 મારા સાંભળવામાં આવ્યું છે કે, "મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ."
\v 3 યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.
\v 4 પણ તેઓની સાથે યૂસફના ભાઈ બિન્યામીનને યાકૂબે મોકલ્યો નહિ, કેમ કે તેણે કહ્યું, "કદાચને તેના પર કંઈ વિઘ્ન આવી પડે."
\p
\s5
\v 5 બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.
\v 6 અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
\p
\s5
\v 7 યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, "તમે ક્યાંથી આવ્યા છો?" તેઓએ કહ્યું, "અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ.
\v 8 યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
\p
\s5
\v 9 યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, "તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો."
\v 10 તેઓએ તેને કહ્યું, "ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે.
\v 11 અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી."
\p
\s5
\v 12 પણ યૂસફે તેઓને કહ્યું, "ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો."
\v 13 તેઓ બોલ્યા, "અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી."
\p
\s5
\v 14 યૂસફે તેઓને કહ્યું, "જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.
\v 15 તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ.
\v 16 તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો."
\v 17 તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.
\p
\s5
\v 18 ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, "તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.
\v 19 જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.
\v 20 તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ." તેથી તેઓએ એમ જ કર્યું.
\p
\s5
\v 21 તેઓએ એકબીજાને કહ્યું, "નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે."
\v 22 રુબેને તેઓને ઉત્તર આપ્યો, "શું મેં તમને કહ્યું ન હતું, 'આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?' પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે."
\p
\s5
\v 23 તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી.
\v 24 યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
\v 25 પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.
\p
\s5
\v 26 તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા.
\v 27 રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.
\v 28 તેણે તેના ભાઈઓને કહ્યું, "મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં." તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, "ઈશ્વરે આપણને આ શું કર્યું છે?"
\p
\s5
\v 29 તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું,
\v 30 "જે માણસ તે દેશનો માલિક છે તે અમારી સાથે કઠોરતાથી વર્ત્યો અને અમને દેશના જાસૂસ ગણ્યા.
\v 31 અમે તેને કહ્યું, 'અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી.
\v 32 અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે.'
\p
\s5
\v 33 તે માણસે એટલે દેશના માલિકે અમને કહ્યું, 'તમે પ્રામાણિક માણસો છો એની ખાતરી માટે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો. તમે તમારા ભૂખે મરતા કુટુંબને માટે અનાજ લઈને જાઓ.
\v 34 તમે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો. તેથી હું જાણીશ કે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છો. પછી હું તમારા ભાઈને મુક્ત કરીને તમને પાછો આપીશ અને તમને આ દેશમાં વેપાર કરવા દઈશ એટલે શિમયોનને ત્યાં રહેવા દેવો પડ્યો છે.'"
\p
\s5
\v 35 તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા.
\v 36 તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, "ઓ મારા દીકરાઓ, તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ રહ્યો નથી, શિમયોન મિસરમાં છે અને તમે બિન્યામીનને લઈ જવા બધું જ મારી વિરુદ્ધ થાય છે."
\p
\s5
\v 37 રુબેને તેના પિતાને કહ્યું, "જો હું બિન્યામીનને તારી પાસે પાછો ન લાવું તો તું મારા બે દીકરાને મારી નાખજે. તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ."
\v 38 યાકૂબે કહ્યું, "મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો."
\s5
\c 43
\p
\v 1 દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.
\v 2 તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, "તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો."
\p
\s5
\v 3 યહૂદાએ તેને કહ્યું, "તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, 'જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.'
\v 4 જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે.
\v 5 પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, 'તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.'"
\p
\s5
\v 6 ઇઝરાયલે કહ્યું, "અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?"
\v 7 તેઓએ કહ્યું, "આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, 'શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?' અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, 'તમારા ભાઈને અહીં લાવો?'"
\p
\s5
\v 8 યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, "અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
\v 9 હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.
\v 10 કેમ કે જો આપણે વિલંબ કર્યો ન હોત, તો ચોક્કસ અમે અત્યાર સુધીમાં બીજીવાર જઈને પાછા આવ્યા હોત."
\p
\s5
\v 11 ઇઝરાયલે તેઓને કહ્યું, "હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની પેદાશો ખજૂર, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.
\v 12 તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.
\p
\s5
\v 13 તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ.
\v 14 સર્વસમર્થ ઈશ્વર તમને તે માણસ દ્વારા કૃપા દર્શાવે કે જેથી તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મુક્ત કરે. જો મારે મારા દીકરાથી વંચિત થવાનું થાય તો તે સહન કરવું જ પડશે.
\v 15 તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા.
\p
\s5
\v 16 જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, "આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે."
\v 17 જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો.
\p
\s5
\v 18 તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, "આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો."
\v 19 તેઓ યૂસફના ઘરના કારભારી પાસે ગયા, ઘરના દરવાજા આગળ તેઓએ વાતચીત કરતાં તેને કહ્યું,
\v 20 "ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.
\p
\s5
\v 21 ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ.
\v 22 તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી."
\v 23 કારભારીએ કહ્યું, "તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા." ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો.
\p
\s5
\v 24 પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.
\v 25 તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી.
\p
\s5
\v 26 જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં.
\v 27 યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, "જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?"
\p
\s5
\v 28 તેઓએ કહ્યું, "તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે." ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.
\v 29 યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, "શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું?" તેણે પૂછ્યું, "મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ."
\p
\s5
\v 30 યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.
\v 31 તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, "ચાલો, આપણે જમીએ."
\p
\s5
\v 32 દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, મિસરીઓ હિબ્રૂઓની સાથે એક પંગતમાં જમતા ન હતા.
\v 33 યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા.
\v 34 યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.
\s5
\c 44
\p
\v 1 યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, "આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
\v 2 મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો." યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
\p
\s5
\v 3 સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
\v 4 તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, "ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, 'તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
\v 5 મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.'"
\p
\s5
\v 6 કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
\v 7 તેઓએ તેને કહ્યું, "શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!
\p
\s5
\v 8 અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
\v 9 હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું."
\v 10 કારભારીએ કહ્યું, "હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો."
\p
\s5
\v 11 પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
\v 12 કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.
\v 13 તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.
\p
\s5
\v 14 યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.
\v 15 યૂસફે તેઓને કહ્યું, "તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?"
\p
\s5
\v 16 યહૂદા બોલ્યો, "અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ."
\v 17 યૂસફે કહ્યું, "એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ."
\p
\s5
\v 18 પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, "ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.
\v 19 જયારે તેં અમોને પૂછ્યું હતું કે, "શું તમારે પિતા અથવા ભાઈ છે?'
\p
\s5
\v 20 અમે તને કહ્યું હતું કે, 'અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.'
\v 21 પછી તેં તારા ચાકરોને કહ્યું, 'તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.'
\v 22 અને અમે તને કહ્યું, 'તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.'
\p
\s5
\v 23 અને તેં અમને કહ્યું, 'જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.'
\v 24 પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને તારા કહેલા શબ્દો સંભળાવ્યા.
\v 25 પછી અમારા પિતાએ કહ્યું, 'ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.'
\v 26 પણ અમે કહ્યું, 'અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.'
\p
\s5
\v 27 એટલે અમારા પિતાએ અમને કહ્યું, 'તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.
\v 28 તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, "ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી."
\v 29 પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.'
\p
\s5
\v 30 તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય,
\v 31 અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે.
\v 32 કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, 'જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.'
\p
\s5
\v 33 હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે.
\v 34 કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ."
\s5
\c 45
\p
\v 1 પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, "દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય." તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.
\v 2 પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું.
\v 3 યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, "હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે?" તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા.
\p
\s5
\v 4 પછી યૂસફે ભાઈઓને કહ્યું, "કૃપા કરી મારી પાસે આવો." તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, "હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો.
\v 5 પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે.
\v 6 કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.
\p
\s5
\v 7 પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે.
\v 8 તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો શાસક તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે.
\p
\s5
\v 9 તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, 'તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ.
\v 10 ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો.
\v 11 તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.'
\p
\s5
\v 12 ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે.
\v 13 મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો."
\p
\s5
\v 14 પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો.
\v 15 તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.
\p
\s5
\v 16 ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, "યૂસફના ભાઈઓ આવ્યા છે." ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.
\v 17 ફારુને યૂસફને કહ્યું, "તું તારા ભાઈઓને કહે, 'તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ.
\v 18 પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.'
\p
\s5
\v 19 હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, 'આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો.
\v 20 તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારુ છે.'"
\p
\s5
\v 21 ઇઝરાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી.
\v 22 તેઓમાંના દરેકને યૂસફે એક જોડી વસ્ત્રો આપ્યાં, પણ બિન્યામીનને તેણે ત્રણસો ચાંદીના સિક્કા અને પાંચ જોડ વસ્ત્રો આપ્યાં.
\v 23 તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.
\p
\s5
\v 24 આ રીતે તેણે તેના ભાઈઓને વિદાય કર્યાં અને તેઓના જતા અગાઉ તેણે તેઓને કહ્યું, "જુઓ, માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ."
\v 25 તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેના પિતા યાકૂબની પાસે આવ્યા.
\v 26 તેઓએ તેને કહ્યું, "યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે." તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.
\p
\s5
\v 27 પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો.
\v 28 ઇઝરાયલે કહ્યું, "આટલું પૂરતું છે. મારો દીકરો યૂસફ હજુ જીવે છે. મારા મૃત્યુ પહેલા હું મિસરમાં જઈશ અને તેને જોઈશ."
\s5
\c 46
\p
\v 1 ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેર-શેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
\v 2 ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, "યાકૂબ, યાકૂબ." તેણે કહ્યું, "હું અહીં છું."
\v 3 તેમણે કહ્યું, "હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.
\v 4 હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે."
\p
\s5
\v 5 યાકૂબ બેર-શેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
\v 6 તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.
\v 7 તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
\p
\s5
\v 8 જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
\v 9 રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસરોન તથા કાર્મી;
\v 10 શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
\v 11 લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી;
\p
\s5
\v 12 યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરા, (પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા);
\v 13 ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવા, યોબ તથા શિમ્રોન;
\v 14 ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
\v 15 આ લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
\p
\s5
\v 16 ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
\v 17 આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિસ્યા, યિસ્વી, બરિયા તથા તેઓની બહેન સેરા; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
\v 18 લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;
\p
\s5
\v 19 યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
\v 20 યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
\v 21 બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
\v 22 તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;
\p
\s5
\v 23 દાન તથા તેનો દીકરો હુશીમ;
\v 24 નફતાલી તથા તેના દીકરા: યાહસેલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
\v 25 લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
\p
\s5
\v 26 યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
\v 27 યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
\p
\s5
\v 28 યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
\v 29 યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
\v 30 ઇઝરાયલે યૂસફને કહ્યું, "મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે."
\p
\s5
\v 31 યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, "હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, 'મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
\v 32 તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.'
\p
\s5
\v 33 અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?'
\v 34 ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, 'તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.' આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે."
\s5
\c 47
\p
\v 1 પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, "મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે."
\v 2 તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.
\p
\s5
\v 3 ફારુને તેના ભાઈઓને પૂછ્યું, "તમારો વ્યવસાય શો છે?" અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ.
\v 4 પછી તેઓએ ફારુનને કહ્યું, "અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે."
\p
\s5
\v 5 પછી ફારુને યૂસફને કહ્યું, "તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે.
\v 6 આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ."
\p
\s5
\v 7 પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો.
\v 8 ફારુને યાકૂબને કહ્યું, "તમારી ઉંમર કેટલી થઈ છે?"
\v 9 યાકૂબે ફારુનને કહ્યું, "મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી."
\v 10 પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.
\p
\s5
\v 11 યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.
\v 12 યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
\p
\s5
\v 13 હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા.
\v 14 લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
\p
\s5
\v 15 જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, "અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી."
\v 16 યૂસફે કહ્યું, "જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ."
\v 17 તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.
\p
\s5
\v 18 જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, "નાણાંની અછત છે એ અમે તારાથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી.
\v 19 તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે."
\p
\s5
\v 20 તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.
\v 21 તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.
\v 22 ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
\p
\s5
\v 23 પછી યૂસફે લોકોને કહ્યું, "જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો.
\v 24 તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો."
\p
\s5
\v 25 તેઓએ કહ્યું, "તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું."
\v 26 મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી.
\p
\s5
\v 27 ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા.
\v 28 યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.
\p
\s5
\v 29 જયારે તેના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, "હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ.
\v 30 જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે." યૂસફે કહ્યું, "હું તારા કહ્યા પ્રમાણે કરીશ."
\v 31 ઇઝરાયલ બોલ્યો, "મારી આગળ પ્રતિજ્ઞા લે," યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.
\s5
\c 48
\p
\v 1 એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, "જો, તારો પિતા બીમાર પડ્યો છે." તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઈમને સાથે લઈને પિતાની પાસે ગયો.
\v 2 યાકૂબને કોઈએ ખબર આપી, "જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે," ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.
\p
\s5
\v 3 યાકૂબે યૂસફને કહ્યું, "કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને,
\v 4 કહ્યું હતું, 'ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.'
\p
\s5
\v 5 હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.
\v 6 તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે.
\v 7 જયારે અમે પાદ્દાનારામથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી."
\p
\s5
\v 8 ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, "આ કોણ છે?"
\v 9 યૂસફે તેના પિતાને કહ્યું, "તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે." ઇઝરાયલે કહ્યું, "તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું."
\v 10 હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.
\p
\s5
\v 11 ઇઝરાયલે યૂસફને કહ્યું, "મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે."
\v 12 યૂસફે તેઓને ઇઝરાયલ પાસેથી થોડા દૂર કર્યા અને પોતે જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા.
\v 13 પછી યૂસફે તે બંનેને દાદાની આગળ ઊભા રાખ્યા. એફ્રાઈમને દાદાના ડાબા હાથ તરફ અને તેના જમણાં હાથ તરફ ડાબા હાથ તરફ મનાશ્શાને ઇઝરાયલની સામે રાખ્યા.
\p
\s5
\v 14 ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.
\v 15 ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપીને કહ્યું, "જે ઈશ્વરની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને આજ સુધી સંભાળ્યો અને
\v 16 દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ."
\p
\s5
\v 17 જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઈમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઈમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો,
\v 18 અને પિતાને કહ્યું, "મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક."
\p
\s5
\v 19 તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, "હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે."
\v 20 ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, "ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, 'ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.'" આ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.
\p
\s5
\v 21 ઇઝરાયલે યૂસફને કહ્યું, "હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.
\v 22 મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તરવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો."
\s5
\c 49
\p
\v 1 યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, "તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.
\q
\v 2 "યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.
\q2
\s5
\v 3 રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે,
\q ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.
\q
\v 4 તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ,
\q1 તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.
\q2
\s5
\v 5 શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તરવારો છે.
\q
\v 6 તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે.
\q તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે.
\q ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.
\q1
\s5
\v 7 તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.
\q2
\s5
\v 8 યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.
\q તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે.
\q તારા ભાઈના પુત્રો તને નમન કરશે.
\q
\s5
\v 9 યહૂદા સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે.
\q તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે.
\q તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?
\q
\s5
\v 10 જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ,
\q લોકો તેની આધીનતામાં રહેશે.
\q
\s5
\v 11 તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે,
\q તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે
\q અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.
\q
\v 12 દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ
\q અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.
\q2
\s5
\v 13 ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે.
\q તે વહાણોને સારુ બંદરરૂપ થશે
\q અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.
\q2
\s5
\v 14 ઇસ્સાખાર બળવાન ગધેડો,
\q ઘેટાંના વાડાની વચ્ચે સૂતેલો છે.
\q
\v 15 તેણે સારી આરામદાયક જગ્યા અને
\q અને સુખપ્રદ પ્રદેશ જોયો છે.
\q તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે;
\q અને તે વૈતરું કરનારો ગુલામ થશે.
\q2
\s5
\v 16 ઇઝરાયલનાં અન્ય કુળોની માફક,
\q દાન તેના લોકોનો ન્યાય કરશે.
\q
\v 17 દાન માર્ગની બાજુમાંના સાપ જેવો,
\q અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે,
\q તે ઘોડાની એડીને એવો ડંખ મારશે,
\q કે તેનો સવાર લથડી પડશે.
\q1
\v 18 હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.
\q2
\s5
\v 19 ગાદ પર હુમલાખોરો હુમલો કરશે,
\q પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.
\q
\v 20 આશેરનું અન્ન પુષ્ટિકારક થશે;
\q અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.
\q
\v 21 નફતાલી છૂટી મૂકેલી હરણી છે,
\q તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
\q2
\s5
\v 22 યૂસફ ફળદ્રુપ ડાળી છે;
\q તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે,
\q આ ડાળી દીવાલ પર વિકસે છે.
\q
\v 23 ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા,
\q અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો
\q અને તેને સતાવ્યો.
\q
\s5
\v 24 પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે,
\q પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા.
\q અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.
\q
\s5
\v 25 તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી,
\q1 એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી
\q1 તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી,
\q1 જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.
\q1
\s5
\v 26 તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે,
\q તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે;
\q તેઓ યૂસફના શિર પર રહેશે,
\q આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.
\q
\s5
\v 27 બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે:
\q સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે."
\p
\s5
\v 28 એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં.
\v 29 પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, "હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,
\v 30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.
\p
\s5
\v 31 ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે.
\v 32 એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં."
\v 33 જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.
\s5
\c 50
\p
\v 1 પછી યૂસફ તેના પિતાના દેહને ભેટ્યો, રડ્યો. અને તેને ચુંબન કર્યું.
\v 2 યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.
\v 3 સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.
\p
\s5
\v 4 જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, "તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો,
\v 5 'મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, "હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો." તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.'"
\v 6 ફારુને જવાબ આપ્યો, "તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા."
\p
\s5
\v 7 યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા.
\v 8 યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં.
\v 9 તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.
\p
\s5
\v 10 જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.
\v 11 આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, "મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે." તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.
\p
\s5
\v 12 પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું.
\v 13 તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું.
\v 14 તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.
\p
\s5
\v 15 પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, "જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?"
\v 16 તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, "તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું,
\v 17 'તમે આ પ્રમાણે યૂસફને કહેજો, "તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા ભાઈઓને માફ કરજે."' તેથી અમને તારા ભાઈઓને કૃપા કરીને તું માફ કર." જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો.
\p
\s5
\v 18 તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, "જો, અમે તારા દાસો છીએ."
\v 19 પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, "બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું?
\v 20 તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું.
\v 21 તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ." એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી.
\p
\s5
\v 22 યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.
\v 23 યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઈમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા.
\p
\s5
\v 24 જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, "હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે."
\v 25 પછી યૂસફે ઇઝરાયલપુત્રોને પ્રતિજ્ઞા લેવડાવીને કહ્યું, "ઈશ્વર તમારી પાસે નિશ્ચે આવશે; તમે અહીંથી જાઓ તે સમયે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો."
\v 26 યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.

2289
02-EXO.usfm Normal file
View File

@ -0,0 +1,2289 @@
\id EXO
\ide UTF-8
\h નિર્ગમન
\toc1 નિર્ગમન
\toc2 નિર્ગમન
\toc3 exo
\mt1 નિર્ગમન
\s5
\c 1
\p
\v 1 ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે:
\v 2 રુબેન, શિમયોન, લેવી અને યહૂદા,
\v 3 ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન,
\v 4 દાન, નફતાલી, ગાદ અને આશેર.
\v 5 યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર આત્મા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.
\p
\s5
\v 6 કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં.
\v 7 પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.
\p
\s5
\v 8 પછી મિસરમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યૂસફ વિષે કશી જાણકારી ન હતી.
\v 9 તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, "આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે.
\v 10 માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે."
\p
\s5
\v 11 તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.
\v 12 પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા.
\p
\s5
\v 13 મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી.
\v 14 તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું.
\s5
\v 15 મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો,
\v 16 "જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી."
\v 17 પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.
\p
\s5
\v 18 એ જાણીને રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, "તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?"
\v 19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, "હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે."
\p
\s5
\v 20 તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી.
\v 21 આમ ઇઝરાયલ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી. દાયણો ઈશ્વરથી ડરીને ચાલતી હતી એટલે ઈશ્વરે તેઓને સંતાનોનાં કૃપાદાન આપ્યાં.
\v 22 પછી ફારુને પોતાના બધા લોકોને ફરમાન કર્યું કે, "નવા જન્મેલા બધા જ ઇઝરાયલી છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓ ભલે જીવતી રહે."
\s5
\c 2
\p
\v 1 એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
\v 2 તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
\p
\s5
\v 3 પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.
\v 4 પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માટે થોડેક દૂર તે છોકરાની બહેનને ઊભી રાખી.
\p
\s5
\v 5 એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી.
\v 6 કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ.
\p
\s5
\v 7 તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે, પછી તે છોકરાની બહેન કુંવરીની પાસે આવી. તેને કહ્યું, "હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?"
\v 8 ફારુનની દીકરીએ તેને કહ્યું, "હા, જઈને બોલાવી લાવ." એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
\p
\s5
\v 9 કુંવરીએ તેને કહ્યું, "આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ." તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું.
\v 10 પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. "મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ 'મૂસા' (એટલે પાણીમાંથી બહાર કાઢેલો) રાખ્યું."
\p
\s5
\v 11 સમય વીતતાં મૂસા મોટો થયો. એક દિવસ તે પોતાના સાથી હિબ્રૂ લોકો પાસે ગયો, ત્યાં તેણે જોયું કે પોતાના માણસો પર સખત કામ કરાવવા માટે બળજબરી થાય છે. વળી તેના જોવામાં આવ્યું કે એક મિસરી એક હિબ્રૂને મારતો હતો.
\v 12 મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.
\p
\s5
\v 13 બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, "તું શા માટે તારા પોતાના જ હિબ્રૂભાઈને મારે છે?"
\v 14 એટલે તેણે મૂસાને કહ્યું, "તને અમારા પર ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તેં ગઈકાલે પેલા મિસરીની હત્યા કરી તેમ તું મારી હત્યા કરવા માગે છે?" તે સાંભળીને મૂસા ડરી ગયો, કારણ કે તેણે જાણ્યું કે તેણે કરેલી હત્યાની બધાંને ખબર પડી ગઈ છે.
\p
\s5
\v 15 આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.
\p
\v 16 ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.
\v 17 પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
\p
\s5
\v 18 પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, "આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?"
\v 19 તેઓએ જવાબ આપ્યો, "એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું."
\v 20 પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, "બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો."
\p
\s5
\v 21 નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાનાં લગ્ન મૂસા સાથે કર્યાં.
\v 22 તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ (એટલે વિદેશી) પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
\p
\s5
\v 23 કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના પ્રભુએ સાંભળી.
\v 24 આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું.
\v 25 પ્રભુએ તેઓ પર કરુણાભરી દ્રષ્ટિ કરી. અને તેઓના ઉદ્ધારનો સમય આવી પહોંચ્યો હોવાથી તેઓની મુલાકાત લીધી.
\s5
\c 3
\p
\v 1 હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
\v 2 ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું.
\v 3 તેથી મૂસાએ વિચાર્યું કે, "હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?"
\p
\s5
\v 4 યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, "મૂસા, મૂસા!" અને મૂસાએ કહ્યું, "હા, હું અહીં જ છું."
\v 5 ત્યારે યહોવાહે કહ્યું, "નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે."
\v 6 "હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું." તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી.
\p
\s5
\v 7 પછી યહોવાહે કહ્યું, "મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે.
\v 8 હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધમધથી ભરપૂર દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.
\p
\s5
\v 9 મેં ઇઝરાયલીઓનું રુદન સાંભળ્યું છે અને મિસરીઓ તેઓના ઉપર જે અત્યાચાર ગુજારે છે તે મેં નિહાળ્યા છે.
\v 10 માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું."
\p
\s5
\v 11 પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, "હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?"
\v 12 પણ ઈશ્વરે કહ્યું, "હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની ખાતરી તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો."
\p
\s5
\v 13 મૂસાએ ઈશ્વરને કહ્યું, "હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, 'તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.' અને તેઓ મને પૂછે કે, 'તેમનું નામ શું છે?' તો હું તેઓને શો જવાબ આપું?"
\v 14 ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જે છું તે છું." તું ઇઝરાયલીઓને કહેજે કે 'હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.'"
\p
\v 15 વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, "તું ઇઝરાયલીઓને કહેજે કે, 'તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.'"
\p
\s5
\v 16 વળી ઈશ્વરે કહ્યું, "તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, 'તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે;
\v 17 અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને આ દુર્દશામાંથી મુક્ત કરાવીને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ. એ દેશ દૂધ અને મધથી ભરપૂર છે."'
\v 18 લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, 'હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.'
\p
\s5
\v 19 જો કે મને ખબર તો છે જ કે મિસરનો રાજા તમને ત્યાં નહિ જવા દે. હા, કોઈ સામર્થ્યવાન હાથ જ તમને ત્યાં લઈ જશે.
\v 20 આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.
\v 21 અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો.
\v 22 પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો."
\s5
\c 4
\p
\v 1 ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, "પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, "યહોવાહે તને દર્શન દીધું નથી."
\v 2 પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, "તારા હાથમાં શું છે?" મૂસાએ જવાબ આપ્યો, "લાકડી."
\v 3 ત્યારે યહોવાહે કહ્યું, "તારી લાકડીને જમીન પર નાખ." એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો."
\p
\s5
\v 4 પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, "તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે." એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.
\v 5 તેથી યહોવાહે કહ્યું, "તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે."
\p
\s5
\v 6 વિશેષમાં યહોવાહે તેને કહ્યું, "હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક." તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ઠ રોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.
\v 7 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક." એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો.
\p
\s5
\v 8 પછી યહોવાહે કહ્યું, "જો લોકો લાકડીના ચમત્કારની નિશાની પછી પણ તારું કહેવું નહિ માને તો આ બીજા ચમત્કારની નિશાનીથી તેઓ તારા પર ભરોસો કરશે.
\v 9 વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે."
\p
\s5
\v 10 પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, "હે યહોવાહ, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી."
\v 11 ત્યારે યહોવાહે તેને કહ્યું, "માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂક કે બધિર અને તેને અંધ કે નિહાળી શકતો કોણ બનાવે છે? અને માણસને દેખતો કે અંધ કોણ બનાવે છે? આ બધું હું જ કરી શકું છું. હું યહોવાહ છું.
\v 12 માટે હવે જા, તારા મુખમાં હું શબ્દો મૂકીશ અને તારે શું કહેવું તે હું તને શીખવીશ."
\v 13 છતાં મૂસાએ કહ્યું, "હે યહોવાહ, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ."
\p
\s5
\v 14 આવા અનાદરને લીધે યહોવાહ મૂસા પર ખૂબ ગુસ્સે થયા અને કહ્યું, "તારી સાથે હું તારા ભાઈ હારુનને મોકલીશ. તે કુશળ વક્તા છે. વળી જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે.
\v 15 તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ.
\v 16 તે તારા વતી લોકોની સાથે વાત કરશે. તે તારું મુખ બનશે અને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે.
\v 17 માટે હવે આ તારી લાકડી સાથે લઈ જા. એના વડે તું ચમત્કારો કરી બતાવજે."
\p
\s5
\v 18 પછી ત્યાંથી મૂસા પોતાના સસરા યિથ્રો પાસે પાછો આવ્યો અને તેને કહ્યું, "કૃપા કરીને મને મારા લોકો પાસે મિસરમાં પાછો જવા દે." હું જોવા માગું છું કે તેઓ હજી હયાત છે કે નહિ! યિથ્રોએ તેને કહ્યું, "શાંતિથી જા."
\v 19 મૂસા મિદ્યાનમાં હતો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, "તું મિસરમાં જા. હવે ત્યાં તારે માટે કશું જોખમ નથી. કેમ કે જે લોકો તને મારી નાખવા માટે શોધતા હતા તેઓ બધા મૃત્યુ પામ્યા છે."
\v 20 આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને પાછો મિસર જવા રવાના થયો. તેણે પેલી લાકડી પોતાની સાથે રાખી.
\p
\s5
\v 21 રસ્તામાં યહોવાહે મૂસાને કહ્યું, "મિસરમાં પહોંચ્યા પછી મેં જે ચમત્કારો તને નિશાની તરીકે બતાવ્યા છે તે તું ફારુન સમક્ષ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.
\v 22 તે વખતે તું ફારુનને કહેજે: 'યહોવાહ કહે છે કે: ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે
\v 23 અને મેં તને કહ્યું છે કે, "મારા પુત્રને મારી ભક્તિ કરવા માટે જવા દે." અને જો તું તેને જવા દેવાની ના પાડશે, તો હું તારા જયેષ્ઠ પુત્રને મારી નાખીશ.'"
\p
\s5
\v 24 મૂસા મિસર તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સ્થળે તેણે મુકામ કર્યો, ત્યાં યહોવાહ તેને મળ્યા અને તેને મારી નાખવાનું ઇચ્છા કરી.
\v 25 પણ સિપ્પોરાએ ચકમકનો એક ધારદાર પથ્થર લઈને તેના વડે પોતાના પુત્રની સુન્નત કરી. તેની ચામડી મૂસાના પગે અડકાડીને તેણે કહ્યું, "ખરેખર તું તો મારા લોહીનો વર છે."
\v 26 તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાએ કહ્યું, "સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે."
\p
\s5
\v 27 યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, "અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ." તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો.
\v 28 મૂસાએ પોતાને યહોવાહે જે બાબત કહી હતી અને જે ચમત્કારો બતાવવાનું જણાવ્યું હતું તેની માહિતી તેને આપી.
\p
\s5
\v 29 મૂસા અને હારુન મિસરમાં ગયા અને ત્યાં ઇઝરાયલીઓના લોકોના બધા વડીલોને એકત્રિત કર્યાં.
\v 30 અને યહોવાહે મૂસાને કહેલી સર્વ વાતો હારુને તેઓને કહી સંભળાવી તથા મૂસાએ તેઓની સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.
\v 31 લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.
\s5
\c 5
\p
\v 1 લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુને મિસરના રાજા ફારુન પાસે આવીને તેને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, 'મારા લોકોને મારે માટે પર્વ પાળવા સારુ અરણ્યમાં જવા દે.'"
\v 2 પરંતુ ફારુને કહ્યું, "યહોવાહ તે વળી કોણ છે કે હું તેની સૂચના માનીને ઇઝરાયલીઓને જવા દઉં? તમે જેને ઈશ્વર માનો છો, તેને હું ઓળખતો નથી, વળી હું ઇઝરાયલીઓને જવા દેવાની પણ ના પાડું છું."
\p
\s5
\v 3 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, "હિબ્રૂઓના ઈશ્વરે અમને લોકોને દર્શન આપ્યું છે. અમારા ઈશ્વરનું ભજન કરવા માટે તું અમને અરણ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કરવા જવા દે, ત્યાં અમે યહોવાહને યજ્ઞાર્પણ કરીશું. જો અમને નહિ જવા દે તો ઈશ્વર તરફથી દેશ પર મરકી અને તરવારરૂપી આફત આવી પડશે."
\v 4 પરંતુ ફારુને કહ્યું, "હે મૂસા અને હારુન, તમે લોકોના કામમાં કેમ અડચણરૂપ થાઓ છો? તમે તમારું કામ કરો અને લોકોને તેમનું કામ કરવા દો."
\v 5 વળી તેણે કહ્યું, "હમણાં આપણા દેશમાં હિબ્રૂ લોકોની સંખ્યા વધી ગઈ છે અને તમે તે લોકોને કામ કરતાં અટકાવવા માગો છો."
\p
\s5
\v 6 તે જ દિવસે ફારુને ઇઝરાયલી લોકો પાસે સખત કામ કરાવવા માટે મુકાદમોને આદેશ આપ્યો કે,
\v 7 "હવે તમારે ઈંટો પાડવા માટે લોકોને પરાળ આપવું નહિ; તેઓ જાતે પરાળ લઈ આવે.
\v 8 વળી ધ્યાન રાખજો કે, અત્યાર સુધી તેઓ જેટલી ઈંટો બનાવતા આવ્યા છે એમાં ઘટાડો થવો જોઈએ નહિ. હવે એ લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમારા ઈશ્વરને યજ્ઞો કરવા જવા દો.
\v 9 તેઓને સતત એટલા બધા કામમાં રોકી રાખો કે પછી તેઓની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ રહે નહિ."
\p
\s5
\v 10 તેથી એ લોકોના મુકાદમોએ તેઓને જણાવ્યું કે, "ફારુને નિર્ણય કર્યો છે કે, તે ઈંટો પાડવા માટે તે તમને પરાળ નહિ આપે.
\v 11 તમારે જાતે જ તમારા કામ માટે પરાળ ભેગું કરી લાવવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. તોપણ તમારે બનાવવાની ઈંટોની સંખ્યાનું પ્રમાણ તો એટલું જ રહેશે. તે ઓછું કરવામાં નહિ આવે."
\p
\s5
\v 12 આથી લોકો પરાળ ભેગું કરવા માટે આખા મિસરમાં ફરી વળ્યા.
\v 13 મુકાદમો ધમકી આપતા જ રહ્યા કે, "અગાઉ પરાળ મળતું હતું ત્યારે રોજનું જેટલું કામ કરતા હતા તેટલું જ કામ તમારે પૂરું કરવું પડશે."
\v 14 ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, "જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?"
\p
\s5
\v 15 એટલે ઇઝરાયલીઓના ઉપરીઓ ફારુનની સમક્ષ આવીને આર્તનાદ કરવા લાગ્યા, "તમે તમારા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો?
\v 16 હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે."
\v 17 ત્યારે ફારુને તેઓને ધમકાવ્યા, "તમે લોકો આળસુ થઈ ગયા છો, તેથી કહો છો કે અમને યહોવાહના યજ્ઞો કરવા જવા દો.
\v 18 હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે."
\p
\s5
\v 19 ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી.
\v 20 અને પછી ફારુનની પાસેથી તેઓ પાછા આવ્યા ત્યારે રસ્તામાં ઊભેલા મૂસા અને હારુન તેઓને સામા મળ્યા.
\v 21 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, "તમે શું કર્યુ છે એ યહોવાહ ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!"
\p
\s5
\v 22 ત્યારે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, "હે યહોવાહ , તમે આ લોકોની આવી ખરાબ હાલત શા માટે કરી? વળી તમે મને શા માટે મોકલ્યો છે?
\v 23 હે પ્રભુ, હું તમારા નામે ફારુન સાથે વાત કરવા ગયો ત્યારથી તેણે આ લોકોનું અહિત કરવા માંડ્યું છે અને તમે તમારા લોકોને બચાવવા માટે કશું કરતા નથી."
\s5
\c 6
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું, "હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે."
\p
\s5
\v 2 અને ઈશ્વરે મૂસાને કહ્યું, "હું યહોવાહ છું."
\v 3 અને 'સર્વસમર્થ ઈશ્વર' એ નામે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને દર્શન આપ્યું હતું. ઈશ્વર, (યહોવાહ) એ મારા નામની જાણકારી તેઓને ન હતી.
\v 4 મેં તેઓની સાથે કરાર કર્યો હતો. તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશ તેઓને આપવાનું મેં વચન આપ્યું હતું. તેઓ ત્યાં રહેતા હતા, પણ તે તેઓનો પોતાનો પ્રદેશ ન હતો.
\v 5 મેં ઇઝરાયલી લોકોની રડારોળ સાંભળી છે. તેઓ મિસરમાં ગુલામ છે અને મેં મારો કરાર યાદ કર્યો છે.
\p
\s5
\v 6 તેથી ઇઝરાયલીઓને કહે કે, 'હું યહોવાહ છું.' હું તેઓનું રક્ષણ કરીશ. મારા સામર્થ્ય વડે મિસરીઓની ગુલામીમાંથી તેઓને મુક્ત કરીશ. હું મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ.
\v 7 "હું તેઓને મારા લોક તરીકે સ્વીકારીશ. ત્યારે તેઓને ખબર પડશે કે મિસરની ગુલામીમાંથી તેઓને મુક્ત કરનાર તેઓનો ઈશ્વર હું છું.
\p
\s5
\v 8 હું યહોવાહ છું, મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને જે દેશ આપવાનો કરાર કર્યો છે, તે દેશમાં હું ઇઝરાયલ લોકોને લઈ જઈશ. વતન તરીકે એ દેશ તેઓને આપીશ અને વારસ બનાવીશ."
\v 9 મૂસાએ ઈશ્વરની એ વાત લોકોને કહી. પણ તે વખતે તેઓ આકરી ગુલામીથી હતાશ થઈ ગયેલા તેથી તેઓએ ઈશ્વરની વાત કાને ધરી નહિ.
\p
\s5
\v 10 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું,
\v 11 "તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, તે ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે."
\v 12 પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, "ઇઝરાયલી લોકો જ મારું સાંભળતાં નથી; તો પછી ફારુન તો શાનો સાંભળે? વળી મને તો છટાપૂર્વક બોલતાં પણ આવડતું નથી."
\v 13 પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, "તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે."
\p
\s5
\v 14 ઇઝરાયલીઓના પિતૃઓનાં કુળોના આગેવાનો આ છે: ઇઝરાયલના જયેષ્ઠ રુબેનના ચાર પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી.
\v 15 શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીથી જન્મેલો શાઉલ.
\p
\s5
\v 16 લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી. લેવીનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
\v 17 ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.
\v 18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. કહાથનું આયુષ્ય એકસો તેત્રીસ વર્ષનું હતું.
\v 19 મરારીના પુત્રો: માહલી અને મૂશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.
\p
\s5
\v 20 આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યું. તેઓના કુટુંબમાં હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
\v 21 યિસ્હારના પુત્રો: કોરાહ, નેફેગ અને ઝિખ્રી.
\v 22 ઉઝિયેલના પુત્રો: મિશાએલ, એલ્સાફાન અને સિથ્રી.
\p
\s5
\v 23 હારુનનું લગ્ન આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયું. તેઓના પુત્રો: નાદાબ, અબિહૂ, એલાઝાર અને ઈથામાર.
\v 24 કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાના અને અબિયાસાફ.
\v 25 હારુનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યું. તેઓનો પુત્ર: ફીનહાસ. તેઓ બધા લેવીના વંશજો હતા.
\p
\s5
\v 26 આ રીતે હારુન અને મૂસા લેવી કુળના વંશજો હતા. તેઓની સાથે ઈશ્વરે વાત કરી હતી કે, "ઇઝરાયલીઓને તેઓનાં કુળોના સમૂહ પ્રમાણે મિસરમાંથી બહાર લઈ આવો."
\v 27 એ જ હારુન અને મૂસાએ મિસરના રાજા ફારુન સાથે વાત કરીને તેને કહ્યું કે, "તે ઇઝરાયલી લોકોને મિસરની બહાર જવા દે."
\p
\s5
\v 28 ઈશ્વરે મિસર દેશમાં મૂસા સાથે વાત કરી તે દિવસે;
\v 29 તેમણે મૂસાને કહ્યું, "હું યહોવાહ છું, હું તને કહું છું, તે બધું જ તું મિસરના રાજા ફારુનને કહેજે."
\v 30 અને મૂસાએ ઈશ્વરની સમક્ષ કહ્યું કે, "હું સ્પષ્ટ રીતે બોલી શકતો નથી તો પછી ફારુન મારી વાત કેવી રીતે સાંભળશે?"
\s5
\c 7
\p
\v 1 યહોવાહે મૂસાને કહ્યું, "જો, મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે. તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે.
\v 2 હું તને જે આદેશ આપું છું તે બધા તું હારુનને જણાવજે. તારો ભાઈ હારુન એ વિગત ફારુનને જણાવશે કે ફારુન ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી જવા દે.
\p
\s5
\v 3 પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું દેશમાં અનેક ચમત્કારો કરીશ. તોય તે સાંભળશે નહિ.
\v 4 એટલે હું મિસર દેશ પર મારો હાથ ઉગામીશ, કઠોર શિક્ષા કરીશ. અને મારાં સૈન્યોને, મારી ઇઝરાયલી પ્રજાને, મિસરમાંથી બહાર લાવીશ.
\v 5 ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે, "હું યહોવાહ છું, તેઓ જોતા રહેશે અને હું મારા લોકોને મુક્ત કરીશ."
\p
\s5
\v 6 મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું.
\v 7 તેઓએ દરબારમાં ફારુનની સમક્ષ રજૂઆત કરી. ત્યારે મૂસાની ઉંમર એંસી વર્ષની અને હારુનની ઉંમર ત્યાસી વર્ષની હતી.
\p
\s5
\v 8 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
\v 9 "જ્યારે ફારુન તમને એવું કહે કે, તમારા પરાક્રમના પુરાવા માટે 'કોઈ ચમત્કાર બતાવો.' ત્યારે તું હારુનને કહેજે કે, 'તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે' એ નાખશે ત્યારે લાકડી સાપ બની જશે."
\v 10 પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ.
\p
\s5
\v 11 ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો.
\v 12 તેઓએ પોતાની લાકડીઓ જમીન પર નાખી. એ લાકડીઓના સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ.
\v 13 તેમ છતાં ફારુને હઠાગ્રહ છોડ્યો નહિ. લોકોને જવા દેવાની ના પાડી. અને યહોવાહના કહ્યા મુજબ મૂસા અને હારુનની કહેલી વાત ફારુને લક્ષમાં લીધી નહિ.
\p
\s5
\v 14 પછી યહોવાહે મૂસાને કહ્યું, "ફારુન હઠીલો થયો છે, એ મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરે છે;
\v 15 જો ફારુન સવારે નાઈલ નદીના કિનારા પર આવશે. તે આવે તે પહેલાં ત્યાં જઈને ઘાટ પર ઊભો રહેજે. તારી સાથે લાકડી લઈ જજે." ફારુન આવે ત્યારે કહેજે કે,
\p
\s5
\v 16 હિબ્રૂઓના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; 'જો અત્યાર સુધી તેં યહોવાહ ની વાત કાને ધરી નથી.'
\v 17 હવે યહોવાહ કહે છે કે, 'હું યહોવાહ છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નાઈલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે.
\v 18 નાઈલ નદીની માછલીઓ મરી જશે. નદીમાંથી દુર્ગંધ ફેલાશે અને મિસરવાસીઓને માટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.'"
\p
\s5
\v 19 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે."
\p
\s5
\v 20 તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નાઈલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું.
\v 21 નદીમાંની બધી માછલીઓ મરી ગઈ. અને નદીમાંથી દુર્ગંધ પ્રસરવા લાગી. અને મિસરના લોકો માટે નદીનું પાણી પીવા લાયક રહ્યું નહિ. સમગ્ર મિસરમાંનું તમામ પાણી રક્ત થઈ ગયું.
\v 22 તો સામે પક્ષે મિસરના જાદુગરોએ પણ પોતાના તંત્રમંત્રથી તે પ્રમાણે કર્યું. ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાહના જણાવ્યા મુજબ ફારુન હઠીલો થઈ ગયો.
\p
\s5
\v 23 તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો.
\v 24 નાઈલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા.
\v 25 યહોવાહે નાઈલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા.
\s5
\c 8
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું, "ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: 'મારા લોકોને મારી સેવા કરવા જવા દે.'
\v 2 પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.
\v 3 નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે.
\v 4 તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો."
\p
\s5
\v 5 પછી યહોવાહે મૂસાને કહ્યું, "હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે."
\v 6 ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.
\v 7 મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા.
\p
\s5
\v 8 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, "તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ."
\v 9 મૂસાએ ફારુનને કહ્યું, "સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાહને ક્યારે પ્રાર્થના કરવી, જેથી દેડકાં તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીનાં સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે."
\p
\s5
\v 10 ફારુને કહ્યું, "આવતી કાલે." મૂસાએ કહ્યું, "તું કહે છે તે પ્રમાણે થશે." જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.
\v 11 દેડકાં તારી આગળથી અને ઘરોમાંથી અને તારા મહેલમાંથી અને તારા અમલદારો તેમ જ પ્રજાની આગળથી જતાં રહેશે. અને તેઓ પાણીનાં સ્થળોમાં અને નાઈલ નદીમાં જ રહેશે."
\v 12 પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. મૂસાએ દેડકાંઓ વિષે યહોવાહને વિનંતી કરી.
\p
\s5
\v 13 અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.
\v 14 મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. તેથી દેશભરમાં દુર્ગંધ પ્રસરી ગઈ.
\v 15 પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.
\p
\s5
\v 16 પછી યહોવાહે મૂસાને કહ્યું, "હારુનને કહે કે, તે પોતાની લાકડી જમીન પરની ધૂળ પર મારે. કે જેથી આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય."
\v 17 મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ.
\p
\s5
\v 18 મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા એવું જ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી.
\v 19 હવે જાદુગરોએ ફારુનની આગળ કબૂલ કર્યું કે, આ તો ઈશ્વરની શક્તિથી જ બનેલું છે. પરંતુ ફારુને તેઓને સાંભળ્યા નહિ, તે હઠીલો જ રહ્યો. યહોવાહે કહ્યું હતું એ જ પ્રમાણે ફારુન વર્ત્યો.
\p
\s5
\v 20 યહોવાહે મૂસાને કહ્યું, "તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવાહ એવું કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.
\v 21 જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.'"
\p
\s5
\v 22 પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.
\v 23 આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે."
\v 24 પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો.
\p
\s5
\v 25 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, "તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો."
\v 26 પરંતુ મૂસાએ કહ્યું, "એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ?
\v 27 અમને ત્રણ દિવસ સુધી અરણ્યમાં જવા દે અને અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા દે. યહોવાહે અમને એવું કરવા ફરમાવેલું છે."
\p
\s5
\v 28 એટલે ફારુને કહ્યું, "હું તમને લોકોને તમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા માટે અરણ્યમાં જવા દઈશ, પરંતુ તમારે ઘણે દૂર જવું નહિ અને મારા માટે પણ પ્રાર્થના કરવી."
\v 29 મૂસાએ કહ્યું, "સારું, હું અહીંથી તારી આગળથી જઈને તરત જ યહોવાહને વિનંતી કરીશ કે, તમે, તારા અમલદારોને તથા તારી પ્રજાને આવતી કાલે સવારે માખીઓના ત્રાસથી મુક્ત કરે. પણ તમે અમને મૂર્ખ ન બનાવતા, યહોવાહને યજ્ઞો અર્પવા અમને અરણ્યમાં જવા દેવાના છે; અમને ના પાડવાનું નથી."
\p
\s5
\v 30 એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવાહ પાસે ગયો અને પ્રાર્થના કરી,
\v 31 અને યહોવાહે મૂસાની વિનંતી અનુસાર કર્યું. ત્યારે ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માખીઓના ત્રાસથી મુક્ત થયા. દેશમાં એક પણ માખી રહી નહિ.
\v 32 પરંતુ ફારુન તો ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.
\s5
\c 9
\p
\v 1 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, "ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.'
\v 2 હજુ પણ જો તું ના પાડશે અને તેઓને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળી લે,
\v 3 હું ખેતરનાં તારાં જાનવરો એટલે ઘોડાઓમાં, ગધેડાંઓમાં, ઊંટોમાં, ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં ભારે રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ.
\v 4 પરંતુ હું ઇઝરાયલીઓનાં અને મિસરનાં જાનવરો વચ્ચે ભેદભાવ રાખીશ. જેથી ઇઝરાયલીઓનું એક પણ જાનવર મરશે નહિ."
\p
\s5
\v 5 "હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ."
\v 6 અને બીજે દિવસે સવારે મિસરમાં ઈશ્વરે પોતાના કહ્યા પ્રમાણે કર્યું, મિસરીઓનાં બધાં જાનવર મરી ગયાં પરંતુ ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નહિ.
\v 7 ફારુને પોતાના માણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇઝરાયલના લોકોનું એકે જાનવર મર્યું છે કે નહિ. તપાસ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નથી. આટલું થયા છતાં ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો. તેણે લોકોને જવા દીધા નહિ.
\p
\s5
\v 8 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, "તમારા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો અને મૂસા ફારુનના દેખતાં તેને હવામાં ઊંચે ઉડાડે.
\v 9 એ રાખની ઝીણી રજકણો આખા મિસર દેશમાં ફેલાઈ જશે. તેની અસરથી સમગ્ર મિસરના માણસો અને જાનવરોને શરીરે ગૂમડાં ફૂટી નીકળશે."
\v 10 એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં.
\p
\s5
\v 11 મિસરના જાદુગરો મૂસાને આવું કરતાં રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધા જ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.
\v 12 પરંતુ યહોવાહે ફારુનનું હૃદય હઠીલું બનાવ્યું. અને તેમણે કહ્યું હતું તે પ્રમાણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ.
\p
\s5
\v 13 પછી યહોવાહે મૂસાને કહ્યું, "સવારમાં વહેલો ઊઠીને ફારુન પાસે જજે. અને તેને કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.'
\v 14 જો તું નહિ જવા દે તો હું મારા બધા અનર્થો તારા પર, તારા સરદારો પર અને તારા લોકો પર મોકલીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં મારા જેવો અન્ય કોઈ ઈશ્વર નથી."
\p
\s5
\v 15 જો અત્યાર સુધીમાં મેં, તારા પર અને તારી પ્રજા પર મરકી મોકલીને તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.
\v 16 પણ મેં તને એટલા માટે જીવતો રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું. અને સમગ્ર પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય.
\v 17 શું તું હજુ પણ મારા લોકોની વિરુદ્ધ છે? તું મારા લોકો સાથે પોતાને ઊંચો રાખીને તેઓને જવા દેતો નથી?
\p
\s5
\v 18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું ભારે કરાનો એવો વરસાદ વરસાવીશ કે મિસરની સ્થાપનાથી આજ સુધી એવા કરા મિસરમાં કદીય વરસ્યા નથી.
\v 19 એટલે અત્યારે જ માણસો મોકલીને તારાં જાનવરોને તથા ખેતરમાં જે કોઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માણસ કે જાનવર ખેતરમાં હશે અને તેઓને ઘરમાં લાવવામાં આવ્યાં નહિ હોય, તેઓના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.
\s5
\v 20 ફારુનના કેટલાક અમલદારો યહોવાહની આ વાણી સાંભળીને ગભરાઈ ગયા. તેઓએ જલ્દીથી પોતાના ચાકરોને અને જાનવરોને ઘરમાં લાવી દીધાં.
\v 21 પણ જેઓએ યહોવાહની વાણીને ધ્યાનમાં લીધી નહિ તેઓએ પોતાના ગુલામોને અને જાનવરોને ખેતરમાં જ રહેવા દીઘાં.
\p
\s5
\v 22 યહોવાહે મૂસાને કહ્યું, "તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માણસો, જાનવરો અને ખેતરની બધી વનસ્પતિ પર કરા પડે."
\v 23 પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊંચી કરી એટલે યહોવાહે ભારે ગર્જના સાથે જમીન પર કરા વરસાવ્યા. તે સાથે પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો અને આખા મિસર દેશ પર કર તૂટી પડયા.
\v 24 વરસતા કરાની સાથે વીજળી ઝબકારા મારતી હતી. મિસર દેશ સ્થપાયો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો.
\p
\s5
\v 25 તેને લીધે મિસરના ખેતરોમાંની તમામ વનસ્પતિ અને પાકનો નાશ થઈ ગયો. અને કરાના કારણે આખા મિસર દેશમાં જે માણસો, જાનવરો, તથા ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થયો. કરાએ ખેતરોમાંના દરેક છોડને તેમ જ ઝાડને નષ્ટ કર્યા.
\v 26 ફક્ત ગોશેન પ્રાંતમાં કે જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.
\p
\s5
\v 27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને તેઓને કહ્યું, "આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવાહ ન્યાયી છે. હું તથા મારી પ્રજા અપરાધી છીએ.
\v 28 તમે યહોવાહને અરજ કરો, કારણ કે આ કરા અને ભયંકર ગર્જનાથી અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમારે અહીં રોકાવું નહિ પડે."
\p
\s5
\v 29 મૂસાએ ફારુનને કહ્યું, "હું નગરમાંથી બહાર જઈશ. ત્યારે હું પ્રાર્થના માટે યહોવાહની આગળ મારા હાથ લંબાવીશ. એટલે તરત વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પડવાનું પણ અટકી જશે. આ પરથી તને ખબર પડશે કે આખી પૃથ્વી પ્રભુની છે.
\v 30 પણ હું જાણું છું કે તું અને તારા અમલદારો તથા લોકો હજુ પણ યહોવાહથી ડરવાના નથી. અને તેમનું સન્માન પણ કરવાના નથી."
\p
\s5
\v 31 શણ અને જવનો ઘાણ વળી ગયો. કારણ કે જવ ઊગી નીકળ્યા હતા અને શણને ફૂલ બેઠાં હતાં.
\v 32 પરંતુ ઘઉં અને કઠોળ નષ્ટ થયા નહિ કારણ કે તેને પાકવાની વાર હતી.
\v 33 મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને તેણે યહોવાહ સમક્ષ પોતાના હાથ લંબાવીને પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા બંધ થઈ ગયા.
\p
\s5
\v 34 પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે અને તેના સરદારોએ પોતાના હૃદય હઠીલાં કર્યા.
\v 35 ફારુને લોકોને મુક્ત રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાહે મૂસાને કહ્યું હતું તે પ્રમાણે જ થયું. ફારુન પાછો હઠે ભરાયો.
\s5
\c 10
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તું ફારુન પાસે જા. મેં તેને અને તેના સરદારોને એટલા માટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું મારું ચમત્કારિક સામર્થ્ય તેઓની સમક્ષ પ્રગટ કરું.
\v 2 અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત શિક્ષા કરી હતી, અને મેં તેઓને કેવા ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવાહ છું."
\p
\s5
\v 3 મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, "હિબ્રૂઓના યહોવાહ કહે છે; 'તું કયાં સુધી મારી આજ્ઞા ઉથાપ્યા કરીશ? મારા લોકોને મારું ભજન કરવા જવા દે.'
\v 4 સાંભળી લે, જો તું મારા લોકોને મારું ભજન ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો ખાતરી રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડોનો ઉપદ્રવ મોકલીશ.
\p
\s5
\v 5 એ તીડો જમીન પર એવાં છવાઈ જશે કે જમીન દેખાશે જ નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ બચેલું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંના તમામે છોડ ખાઈ જશે.
\v 6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે." પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.
\p
\s5
\v 7 ફારુનના સરદારોએ તેને કહ્યું, "અમે ક્યાં સુધી આ લોકો તરફથી ત્રાસ ભોગવતા રહીશું? એ લોકોને તેઓના ઈશ્વર યહોવાહ નું ભજન કરવા જવા દે. શું તું નથી જાણતો કે હવે મિસરનો સર્વનાશ થવા બેઠો છે?"
\v 8 એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે બોલાવવામાં આવ્યા. ફારુને તેઓને કહ્યું, "ભલે, તમે જાઓ અને તમારા ઈશ્વર યહોવાહનું ભજન કરો. પણ મને જણાવો કે તમે કોણ કોણ જશો?"
\p
\s5
\v 9 મૂસાએ જવાબ આપ્યો, "અમે અમારા યુવાનોને, વયસ્કોને, દીકરાદીકરીઓને, ઘેટાંબકરાંઓને તથા અન્ય જાનવરોને લઈ જઈશું. અમે બધાં જ જઈશું. કારણ એ અમારા માટે અમારા યહોવાહનું પર્વ છે."
\v 10 ફારુને તેઓને કહ્યું, "જેમ હું તમને અને તમારાં સર્વ બાળકોને મિસરમાંથી જવા દઈશ. ઈશ્વર તમારી સાથે રહો. જો કે મને તો એવું લાગે છે કે તમે કપટ વિચારી રહ્યા છો.
\v 11 ના, બધાં જ નહિ, પણ તમારામાંથી માત્ર પુખ્ત પુરુષો જ યહોવાહનું ભજન કરવા જાઓ. બાકીનાં જઈ શકશે નહિ." પછી ફારુને મૂસા અને હારુનને ત્યાંથી કાઢી મૂક્યા.
\p
\s5
\v 12 પછી યહોવાહે મૂસાને કહ્યું, "મિસર દેશ પર તારો હાથ ઊંચો કર એટલે તમામ ભૂમિ પર તીડો છવાઈ જશે. એ તીડો કરાથી બચી ગયેલાં તમામ વૃક્ષો અને છોડવાઓને અને અન્ય વનસ્પતિને ખાઈ જશે."
\v 13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો.
\p
\s5
\v 14 સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ.
\v 15 ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ.
\p
\s5
\v 16 પછી ફારુને ઉતાવળ કરીને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, "મેં તમારા ઈશ્વર પ્રભુ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
\v 17 આટલી વખત આ મારો અપરાધ માફ કરો અને તમારા ઈશ્વર યહોવાહને વિનંતી કરો તે મને તીડોના ત્રાસમાંથી અને મોત જેવી હાલતમાંથી બચાવે.
\v 18 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો. અને તેણે યહોવાહને પ્રાર્થના કરી.
\p
\s5
\v 19 એટલે યહોવાહે પવનની દિશા બદલી નાખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો. એ પવને તીડોને ઉડાડીને રાતા સમુદ્રમાં નાખી દીધાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.
\v 20 પરંતુ યહોવાહે ફારુનને વળી પાછો હઠાગ્રહી બનાવ્યો. અને તેણે ઇઝરાયલીઓને જવા ન દીધા.
\p
\s5
\v 21 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તારા હાથ આકાશ તરફ ઊંચા કર. મિસર દેશમાં ગાઢ અંધકાર વ્યાપી જશે. માણસોએ અંધારામાં અટવાવું પડશે."
\v 22 એટલે મૂસાએ આકાશ તરફ હાથ ઊંચો કર્યો. ત્યારે પ્રગાઢ અંધકારને લીધે મિસર દેશમાં ઘોર અંધારું છવાઈ ગયું. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો.
\v 23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શકતી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહિ. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યાં ઇઝરાયલીઓના વસવાટ હતો તે સર્વ ઘરોમાં તો પ્રકાશ ઝગમગી રહ્યો હતો.
\p
\s5
\v 24 ફારુને ફરીથી મૂસાને બોલાવ્યો અને કહ્યું, "તમે લોકો જાઓ, યહોવાહનું ભજન કરો. તમે તમારી સાથે તમારાં બાળકોને પણ લઈ જઈ શકો છો. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને અહીં રહેવા દેજો."
\v 25 પણ મૂસાએ કહ્યું, "અમે અમારાં ઘેટાંબકરાં સહિત જાનવરોને અમારી સાથે લઈ જઈશું; એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તારે અમને યજ્ઞ માટેનાં અર્પણો પણ આપવાં પડશે. અને અમે લોકો એ અર્પણો ઈશ્વર યહોવાહને ચઢાવીશું.
\v 26 અમે લોકો અમારાં જાનવરો અમારી સાથે અમારા ઈશ્વર યહોવાહનું ભજન કરવા માટે લઈ જઈશું. ખરીવાળું એક પણ પશુ અહીં રહેશે નહિ. અમારાં પશુઓમાંથી અમે અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞ ચઢાવવાના છીએ અને જ્યાં સુધી અમે નિયત જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમારે યહોવાહને શું અર્પણ કરવાનું છે?" તેથી બધાં જ જાનવરોને અમે અમારી સાથે લઈ જઈશું."
\p
\s5
\v 27 યહોવાહે વળી પાછાં ફારુનને હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેઓને જવા દેવા માટે ના પાડી દીધી.
\v 28 અને ફારુને મૂસાને કહ્યું, "મારી પાસેથી જતો રહે, મારું મુખ હવે પછી ફરીથી તું જોવા આવીશ નહિ. એમ છતાં જો તું મને મળવા આવીશ તો તે દિવસે તું માર્યો જશે."
\v 29 પછી મૂસાએ ફારુનને કહ્યું, "તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી કદી તને રૂબરૂ મળવા આવવાનો નથી અને તારું મુખ જોવાનો નથી."
\s5
\c 11
\p
\v 1 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, "ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.
\v 2 તમે ઇઝરાયલીઓને કહેજો કે; 'પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસેથી સોનાચાંદીના ઘરેણાં માગી લે.'
\v 3 પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. મિસરના સરદારો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો."
\p
\s5
\v 4 મૂસાએ લોકોને કહ્યું, "યહોવાહ એવું કહે છે કે, 'આજે મધ્યરાત્રિએ હું મિસરમાં ફરીશ.'
\v 5 અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત પછી તે રાજ્યાસન પર બિરાજનાર ફારુનનો પ્રથમજનિત હોય કે ઘંટીએ દળણાં દળનારી દાસીનો પ્રથમજનિત હોય તે સર્વ મૃત્યુ પામશે.'"
\p
\s5
\v 6 અને સમગ્ર મિસર દેશમાં અગાઉ કદી પણ થઈ ના હોય એવી ભારે રડારોળ સર્જાશે. એવું આક્રંદ ભવિષ્યમાં ફરીથી કદી થશે નહિ.
\v 7 પરંતુ ઇઝરાયલના કોઈ પણ મનુષ્ય કે જાનવરનું કોઈ નામ લઈ શકશે નહિ. તેઓની સામે કૂતરા પણ જીભ હલાવશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવાહ મિસરીઓ તથા ઇઝરાયલપુત્રો વચ્ચે ભેદ રાખે છે.
\v 8 પછી તમારા આ બધા જ ચાકરો મારી પાસે આવશે. મને પગે લાગશે. અને કહેશે કે, તમે તથા તમારા બધા લોકો જતા રહો. અને ત્યારપછી જ હું તો અહીંથી જવાનો છું. પછી મૂસા કોપાયમાન થઈને ફારુનની પાસેથી જતો રહ્યો."
\p
\s5
\v 9 પછી યહોવાહે મૂસાને કહ્યું, "ફારુને તમારી વાત કેમ સાંભળી નહિ? એ માટે કે હું મિસર દેશમાં વધારે ચમત્કારો બતાવી શકું."
\v 10 તેથી મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાહે ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇઝરાયલીઓને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.
\s5
\c 12
\p
\v 1 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું,
\v 2 "તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે."
\p
\s5
\v 3 સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: "આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.
\v 4 અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું."
\p
\s5
\v 5 પસંદ કરેલ હલવાન ખોડ-ખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ.
\v 6 તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.
\v 7 તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ.
\v 8 "તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું."
\p
\s5
\v 9 એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું.
\v 10 તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું.
\v 11 તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
\p
\s5
\v 12 "કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું.
\v 13 પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ.
\v 14 તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી."
\p
\s5
\v 15 "આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.
\v 16 આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.
\p
\s5
\v 17 તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.
\v 18 પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી.
\p
\s5
\v 19 સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય.
\v 20 ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી."
\p
\s5
\v 21 તેથી મૂસાએ ઇઝરાયલના બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા. અને તેઓને કહ્યું, "જાઓ, તમારા પરિવાર પ્રમાણે હલવાન લઈ આવો અને પાસ્ખાના એ બલિને કાપો.
\v 22 પછી પાંદડાવાળી ડાળી લઈને તેને હલવાનના રક્તના પાત્રમાં બોળીને ઓતરંગ પર અને બન્ને બારસાખ પર તે પાત્રમાંનું રક્ત લગાડજો. અને સવાર સુધી તમારામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ."
\p
\s5
\v 23 કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.
\p
\s5
\v 24 તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. અને તમે તથા તમારા દીકરાઓ કાયમના વિધિ તરીકે પાળજો.
\v 25 વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.
\p
\s5
\v 26 જ્યારે તમને તમારાં સંતાનો તરફથી પૂછવામાં આવે કે, 'આપણે આ પર્વ શા માટે પાળીએ છીએ?'
\v 27 ત્યારે તમે સમજાવજો કે, 'એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,' કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું.
\v 28 યહોવાહે જે આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેનો અમલ કર્યો.
\p
\s5
\v 29 અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના પાટવી રાજકુંવરનો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો.
\v 30 ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું.
\p
\s5
\v 31 તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, "તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો.
\v 32 અને તમારા કહ્યા પ્રમાણે તમે તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને પણ લઈ જાઓ. અને મને આશીર્વાદ આપો."
\v 33 વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે "અમે તો મરી ગયા!"
\p
\s5
\v 34 ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી.
\v 35 પછી જતાં પૂર્વે તેઓએ મૂસાના કહ્યા પ્રમાણે "પોતાના મિસરી પડોશીઓ પાસેથી વસ્ત્રો તથા સોનાચાંદીનાં ઘરેણાં માગી લીધાં.
\v 36 યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ."
\p
\s5
\v 37 ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.
\v 38 અન્ય જાતના લોકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે હતા. વળી પુષ્કળ ઘેટાંબકરાં અને અન્ય જાનવરો પણ હતાં.
\v 39 મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું.
\v 40 ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા.
\p
\s5
\v 41 અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં.
\v 42 આ એક બહુ જ ખાસ રાતને લોકોએ યાદ રાખવી કે મિસર દેશમાંથી યહોવાહ તેઓને બહાર લાવ્યા તે કારણે તે રાત તેમના માનાર્થે ઇઝરાયલના સર્વ લોકોએ વંશપરંપરાગત તેને એક રાત તરીકે ઊજવવાની છે."
\p
\s5
\v 43 પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, "આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ બિનઇઝરાયલી વિદેશી પાસ્ખા ખાય નહિ.
\v 44 પરંતુ ઇઝરાયલી વ્યક્તિએ મૂલ્ય ચૂકવીને ખરીદેલ અને સુન્નત કરેલ હશે તે પાસ્ખા ખાઈ શકશે."
\p
\s5
\v 45 પરંતુ પરદેશમાંથી આવીને અહીં વસેલો કોઈ માણસ, પગારીદાર નોકર અથવા મજૂર તે ખાઈ શકે નહિ.
\v 46 "દરેક પરિવારે પાસ્ખાનું આ ભોજન પોતાના ઘરમાં જ કરવાનું છે. તેમાંનું જરાય માંસ બહાર લઈ જવું નહિ. તમારે હલવાનનું એકેય હાડકું ભાગવું નહિ."
\p
\s5
\v 47 સમગ્ર ઇઝરાયલી લોક આ પર્વને અવશ્ય પાળે અને ઊજવે.
\v 48 પણ કોઈ વિદેશી તમારી સાથે રહેતો હોય, તે જો યહોવાહનું પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે અને તેના ઘરના બધા પુરુષો સુન્નત કરાવે ત્યારપછી તે પાસ્ખાપર્વ પાળી શકે. તેને દેશના વતની જેવો માનવામાં આવે. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માણસે તે ખાવું નહિ.
\p
\s5
\v 49 "દેશમાં જન્મેલાઓ માટે અને તમારી સાથેના પ્રવાસી પરદેશીઓ માટેના નિયમો એક સરખા જ હોય."
\v 50 ઇઝરાયલના બધા લોકોએ એમ જ કર્યુ. યહોવાહે મૂસાને અને હારુનને આજ્ઞા કરી હતી તે પ્રમાણે તેઓએ કર્યું.
\v 51 તે જ દિવસે યહોવાહ ઇઝરાયલી લોકોને તેઓનાં કુળો સહિત મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા.
\s5
\c 13
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
\v 2 "તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે."
\p
\s5
\v 3 મૂસાએ લોકોને કહ્યું, "જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.
\v 4 આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.
\v 5 અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધમધથી ભરપૂર એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું."
\p
\s5
\v 6 "સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું."
\v 7 એ સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. તમારા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી હોવી જોઈએ નહિ.
\p
\s5
\v 8 તે દિવસે તમારે તમારાં બાળકોને કહેવું કે, 'ઈશ્વર અમને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાહે અમારા માટે જે કર્યુ હતું, તે માટે આ પર્વ પાળવામાં આવે છે.'
\v 9 "આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે.
\v 10 એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું."
\p
\s5
\v 11 "યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે,
\v 12 ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય.
\v 13 પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા"
\p
\s5
\v 14 "ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, 'આનો અર્થ શો છે?' ત્યારે તમે કહેજો કે, 'યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.
\v 15 ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.'
\v 16 અને એ વિધિ તમારા હાથ પર ચિહ્નરૂપ તથા તમારી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવાહ આપણને પોતાના પરાક્રમી હાથથી મિસરની બહાર લઈ આવ્યા હતા. એની આ સ્મૃતિ બની છે."
\p
\s5
\v 17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે યહોવાહે વિચાર્યું કે, "રખેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય."
\v 18 એટલે યહોવાહ તેઓને બીજે રસ્તે થઈને એટલે રાતા સમુદ્ર પાસેના અરણ્યના રસ્તે તેઓને લઈ ગયા. ઇઝરાયલપુત્રો શસ્ત્રસજજ થઈને મિસરમાંથી બહાર આવ્યા હતા.
\p
\s5
\v 19 મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, "યહોવાહ જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો."
\v 20 પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો.
\v 21 દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.
\v 22 દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા.
\s5
\c 14
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
\v 2 "ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે.
\v 3 એટલે ફારુનને એવું લાગશે કે, "ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે."
\p
\s5
\v 4 હું ફારુનનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારો પીછો કરશે. પણ હું તેના લશ્કરનો પરાજય કરીને મારો મહિમા વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું ઈશ્વર છું." અને ઇઝરાયલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું.
\v 5 જ્યારે ફારુનને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે તેનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, "આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે."
\p
\s5
\v 6 એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું.
\v 7 ફારુને પોતાના રથદળમાંથી સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા.
\v 8 યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો.
\v 9 મિસરના લશ્કરના અસંખ્ય ઘોડેસવારો તથા રથસવારો તથા અન્ય સૈનિકોએ ઇઝરાયલીઓનો પીછો કર્યો. અને તેઓ બાલ-સફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે છાવણીમાં તેઓની નજીક આવી પહોંચ્યા.
\p
\s5
\v 10 ફારુન તેઓની નજીક આવી પહોંચ્યો, તે જોઈને ઇઝરાયલીઓને ખબર પડી કે મિસરીઓ તેઓની પાછળ પડ્યા છે! તેથી તેઓ ખૂબ ભયભીત થયા અને તેઓએ સહાય માટે યહોવાહને પોકાર કર્યો.
\v 11 તેઓએ મૂસાને કહ્યું, "તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી.
\v 12 અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, 'અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું."
\p
\s5
\v 13 પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, "ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ.
\v 14 તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે."
\p
\s5
\v 15 પછી યહોવાહે મૂસાને કહ્યું, "મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે.
\v 16 તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે.
\v 17 પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે.
\v 18 ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું."
\p
\s5
\v 19 પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.
\v 20 આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ.
\p
\s5
\v 21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી.
\v 22 ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી.
\p
\s5
\v 23 મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા.
\v 24 પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો.
\v 25 યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી સૈનિકો બૂમ પાડવા લાગ્યા, "આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ."
\p
\s5
\v 26 પછી યહોવાહે મૂસાને કહ્યું, "હવે તું તારો હાથ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથસવારો પર અને તેઓના ઘોડેસવારો પર પાણી ફરી વળે."
\v 27 એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા.
\v 28 સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ.
\p
\s5
\v 29 પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી.
\v 30 આ રીતે તે દિવસે યહોવાહે ઇઝરાયલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇઝરાયલીઓએ સમુદ્ર કિનારે મિસરીઓના મૃતદેહો પડેલા જોયા.
\v 31 અને યહોવાહે મિસરીઓ વિરુદ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવાહ પર અને તેના સેવક મૂસા પર તેઓએ વિશ્વાસ કર્યો.
\s5
\c 15
\p
\v 1 પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું:
\q "હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે.
\q તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે;
\q
\s5
\v 2 યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે;
\q તે મારો ઉદ્ધાર થયા છે.
\q આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ.
\q મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છુ.
\q
\v 3 યહોવાહ તો યોદ્ધા છે,
\q તેમનું નામ યહોવાહ છે.
\q
\s5
\v 4 તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા;
\q અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે.
\q
\v 5 પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે.
\q તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે.
\q
\s5
\v 6 હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે.
\q હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.
\q
\v 7 તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો.
\q તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.
\q
\v 8 હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના;
\q અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા.
\q અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.
\q
\s5
\v 9 શત્રુએ સંકલ્પ કર્યો કે, 'હું પાછળ પડીશ,
\q અને હું તેઓનું ધન લૂંટી લઈશ.
\q હું મારી તરવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.'
\q
\v 10 પરંતુ હે યહોવાહ! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં.
\q તેઓ સીસાની માફક સમુદ્રના જળભંડારમાં ડૂબી ગયા.
\q
\v 11 હે યહોવાહ, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી?
\q તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન;
\q સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?
\q
\s5
\v 12 અને પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ,
\q તમે કેવળ જમણો હાથ ઊંચો કર્યો.
\q
\v 13 તમે તમારા લોકોને છોડાવ્યા. તમારા પ્રેમ અને કરુણાથી તમારા સામર્થ્ય વડે તમે તેઓને;
\q તમારા પવિત્ર નિવાસમાં દોરી લાવ્યા છો.
\q
\s5
\v 14 પ્રજા આ સાંભળીને કંપે છે,
\q સર્વ પલેશેથવાસીઓ પીડા પામ્યા છે.
\q
\v 15 તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા,
\q મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ;
\q અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;
\q
\s5
\v 16 તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા,
\q અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;,
\q અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી,
\q તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,
\q
\s5
\v 17 જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે;
\q એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો.
\q ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો.
\q1
\v 18 હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો."
\p
\s5
\v 19 ખરેખર એવું બન્યું કે, જ્યારે ફારુનના ઘોડેસવારો, રથો અને તેઓના સવારોએ સમુદ્રમાં પ્રવેશ કર્યો, ત્યારે યહોવાહે સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલી લોકો તો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલીને પસાર થઈ ગયા.
\v 20 પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓ તેની પાછળ પાછળ ખંજરીઓ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યા.
\v 21 મરિયમે તેઓને ગવડાવ્યું,
\q "ઈશ્વરની આગળ ગાયન કરો, કેમ કે તેમણે ગૌરવી વિજય પ્રાપ્ત કર્યો છે,
\q તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દીધા છે."
\p
\s5
\v 22 પછી મૂસા ઇઝરાયલી લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં આવ્યા; તેઓ ત્યાં ત્રણ દિવસ એ અરણ્યમાં આગળ ચાલતા રહ્યા. ત્યાં તેઓને પાણી મળ્યું નહિ.
\v 23 પછી તેઓ 'મારાહ' નામની જગ્યાએ આવી પહોંચ્યા. પણ ત્યાંનાં પાણી પી શક્યા નહિ, કેમ કે તે કડવાં હતાં. તેથી એ જગ્યાનું નામ 'મારાહ' પડયું.
\p
\s5
\v 24 તેથી બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કર્યો કે, "અમે શું પીઈએ?"
\v 25 એટલે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેને એક વૃક્ષનું થડ બતાવ્યું. મૂસાએ તેને પાણીમાં નાખ્યું અને પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાહે તેઓની કસોટી કરી. તેઓને માટે વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાં જ તેમની કસોટી કરી.
\v 26 યહોવાહે કહ્યું, "જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને તેમનાં સર્વ વિધિવિધાનો પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું."
\p
\s5
\v 27 પછી તેઓ એલીમ આવી પહોંચ્યા, ત્યાં પાણીના બાર ઝરા હતા અને સિત્તેર ખજૂરીઓ હતી, અહીં જ્યાં પાણી હતું તે જગ્યાએ તેઓએ છાવણી કરી.
\s5
\c 16
\p
\v 1 ઇઝરાયલીઓએ એલીમથી પોતાની મુસાફરી શરૂ કરી. તેઓ મિસરમાંથી બહાર આવ્યા પછી બીજા માસને પંદરમે દિવસે એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી પહોંચ્યા.
\v 2 અહીં બધા ઇઝરાયલી લોકોએ આખા અરણ્યમાં મૂસા અને હારુનની વિરુદ્ધ બબડાટ કર્યે રાખ્યો.
\v 3 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, "જ્યારે અમે માંસથી ભરેલાં વાસણ પાસે બેસીને ધરાતાં સુધી ખાતા હતા, ત્યારે જ જો યહોવાહે પોતાને હાથે અમને મિસરમાં મારી નાખ્યા હોત તો સારું થાત. એવું થયું હોત તો આ અરણ્યમાં અમને બધાને ભૂખે મરવાનો વારો આવ્યો હોત નહિ."
\p
\s5
\v 4 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, "હું તમારે માટે રોટલીનો વરસાદ વરસાવીશ. આ બધા લોકોએ દરરોજ બહાર આવીને તેમાંથી તે દિવસ પૂરતી રોટલી પોતાને માટે ભેગી કરી લે; જેથી તેઓ મારા કાનૂન અનુસાર ચાલશે કે નહિ તે વિષે હું તેઓની પરીક્ષા કરું.
\v 5 લોકો દરરોજ તે દિવસ પૂરતી જ રોટલીનો સંગ્રહ કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણી રોટલી ભેગી કરે અને પોતાના સ્થળે રાંધે."
\p
\s5
\v 6 અને મૂસા અને હારુને ઇઝરાયલી લોકોને કહ્યું, "આજે રાત્રે તમે યહોવાહની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને બચાવીને બહાર લાવનાર તે ઈશ્વર તો યહોવાહ છે.
\v 7 કાલે સવારે તમે લોકો યહોવાહનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેઓની વિરુદ્ધની તમારી ફરિયાદ કાને ધરી છે, તમે હમેશાં અમને ફરિયાદ કરો છો, પણ અમે એમાં શું કરી શકીએ?"
\v 8 પછી મૂસાએ કહ્યું, "યહોવાહ, સાંજે તમને ખાવા માટે માંસ આપશે અને સવારે ઘરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. તમારી ફરિયાદ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાહની વિરુદ્ધ છે. અમે તે વળી કોણ?"
\p
\s5
\v 9 પછી મૂસાએ હારુનને કહ્યું, તું ઇઝરાયલી લોકોને કહે કે, 'તમે યહોવાહની સમક્ષ આવો. કારણ કે તેમણે તમારી ફરિયાદો સાંભળી છે.'"
\v 10 ઇઝરાયલનો સમગ્ર સમુદાય એક જ સ્થાને ભેગો થયો હતો. ત્યારે હારુન તેઓની સાથે વાત કરતો હતો. તે દરમિયાન તેઓએ અરણ્ય તરફ જોયું, તો વાદળમાં યહોવાહના ગૌરવનું દર્શન થયું.
\v 11 યહોવાહે મૂસાને કહ્યું,
\v 12 "મેં ઇઝરાયલના લોકોની ફરિયાદ સાંભળી છે; તેઓને કહે કે, 'સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે ઘરાઈને રોટલી ખાશો;' અને તમને ખાતરી થશે કે હું તમારો ઈશ્વર યહોવાહ છું."
\p
\s5
\v 13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણીને ભરી દીધી; સવારમાં છાવણીની આસપાસ ઝાકળ પડ્યું.
\v 14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના જેવો બારીક નાનો પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો.
\v 15 ઇઝરાયલી લોકો એ જોઈને પરસ્પર પૂછવા લાગ્યા, "એ શું છે?" કેમ કે તેઓ આ પદાર્થ વિષે જાણતા નહોતા. ત્યારે મૂસાએ તેઓને કહ્યું, "એ તો યહોવાહે તમને ખાવા માટે આપેલો ખોરાક છે."
\p
\s5
\v 16 યહોવાહની એવી આજ્ઞા છે કે, 'તમે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલું ભેગું કરી લો. તમારે તમારા કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે તમારા તંબુમાં રહેનારા માટે વ્યક્તિ દીઠ એક ઓમેર જેટલું તે લેવું.'
\v 17 અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.
\v 18 અને પછી તેઓએ ઓમેરના માપિયાથી માપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેને વધી પડ્યું નહિ અને જેણે ઓછું ભેગું કર્યુ હતું તેને ખૂટ્યું નહિ. પ્રત્યેક માણસથી પોતાના આહાર પૂરતું જ એકઠું કરાયું હતું.
\p
\s5
\v 19 મૂસાએ તેઓને કહ્યું, "તમારામાંથી કોઈએ તેમાંથી સવારને માટે રાખી મૂકવું નહિ."
\v 20 પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો.
\v 21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલો ખોરાક ભેગો કરતો હતો અને સૂર્ય તપતો ત્યારે જે વધ્યું હોય તે બધું ઓગળી જતું હતું.
\p
\s5
\v 22 અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો એટલે વ્યક્તિ પ્રમાણે બે ઓમેર જેટલો ખોરાક ભેગો કર્યો. પછી સમુદાયના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.
\v 23 મૂસાએ તેઓને કહ્યું, યહોવાહની એ આજ્ઞા છે કે, "આવતી કાલે વિશ્રામ એટલે યહોવાહનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમારે જે રાંધવું હોય તે રાંધી લો, અને જે વધે તે તમારા માટે સવાર સુધી રાખી મૂકો."
\p
\s5
\v 24 આથી મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂકયું, પણ તેમાં કીડા પડયા નહિ અને તે ગંધાઈ ઊઠ્યું પણ નહિ.
\v 25 અને મૂસાએ કહ્યું, "આજે તે ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાહનો દિવસ છે; આજે તે તમને ખેતરમાં મળશે નહિ.
\p
\s5
\v 26 સપ્તાહના છે દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેમાં તમને કંઈ મળશે નહિ."
\v 27 સાતમા દિવસે કેટલાક લોકો તે ભેગું કરવા માટે બહાર ગયા, પણ તેમને કંઈ મળ્યું નહિ.
\p
\s5
\v 28 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, "કયાં સુધી તમે મારી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરશો?"
\v 29 જુઓ, યહોવાહે તમને વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપશે, એટલે સાતમે દિવસે તેઓએ દરેકે પોતપોતાના નિવાસમાં જ રહેવું અને બહાર નીકળવું નહિ."
\v 30 તેથી તે લોકોએ સાતમે દિવસે વિશ્રામ કર્યો.
\p
\s5
\v 31 ઇઝરાયલી લોકોએ તે વિશિષ્ટ ખોરાકનું નામ "માન્ના" પાડ્યું. માન્ના ધાણાના દાણા જેવું સફેદ હતું. તેનો સ્વાદ મધ ચોપડેલી પાતળી પૂરીના જેવો હતો.
\v 32 ત્યારે મૂસાએ કહ્યું, "યહોવાહે તમને આદેશ આપ્યો છે કે, 'તમારા વંશજોને માટે તેમાંથી એક ઓમેર જેટલું માન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.'"
\p
\s5
\v 33 પછી મૂસાએ હારુનને કહ્યું કે, "એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે સાચવી રાખવા સારુ તેને યહોવાહની સમક્ષ મૂકો."
\v 34 યહોવાહે મૂસાને આજ્ઞા આપ્યા મુજબ હારુને તેને સાચવી રાખવા માટે કરારકોશ આગળ તેને મૂક્યું.
\v 35 પછી ત્યાંથી ઇઝરાયલી લોકો વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં આવ્યા, એ દરમિયાન તેઓએ તે માન્ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્ના ખાધું.
\v 36 માન્નાના માપ માટે વપરાતા પાત્રમાં એક ઓમેર માન્ના સમાતું હતું. એક ઓમેર એટલે એફાહનો દસમો ભાગ.
\s5
\c 17
\p
\v 1 ઇઝરાયલના લોકોની સમગ્ર જમાતે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાહની આજ્ઞા મુજબ આગળ પ્રયાણ કરીને રફીદીમમાં મુકામ કર્યો. પરંતુ ત્યાં લોકોને પીવા માટે પાણી દુર્લભ હતું.
\v 2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, "અમને પીવા માટે પાણી આપ." એટલે મૂસાએ તેઓને કહ્યું, "તમે લોકો મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાહની કસોટી શા માટે કરો છો?" તમે એમ સમજો છો કે ઈશ્વર આપણી સાથે નથી?"
\v 3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તેઓએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, "તું અમને, અમારાં સ્ત્રી, બાળકોને અને જાનવરોને તરસે મારવા શા માટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યો?"
\p
\s5
\v 4 આથી મૂસાએ યહોવાહને યાચના કરી, "આ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારી નાખવા તૈયાર થયા છે."
\v 5 યહોવાહે મૂસાને કહ્યું, "જા, ઇઝરાયલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.
\v 6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે." ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. (એટલે ત્યાં પાણીનું વહેણ થયું.)
\v 7 મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ (પુરાવો) અને મરીબાહ (ઝઘડો) રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવાહ અમારી વચ્ચે છે કે નહિ?
\p
\s5
\v 8 અમાલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો.
\v 9 પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, "તું આપણામાંથી જોઈતા માણસો પસંદ કરી લે. આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કર. હું ઈશ્વરની લાકડી મારા હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ."
\v 10 યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.
\p
\s5
\v 11 ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા.
\v 12 પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લાવીને ત્યાં મૂક્યો. મૂસા તેના પર બેઠો. અને એક બાજુથી હારુને તથા બીજી બાજુથી હૂરે ટેકો દઈને મૂસાના હાથોને ઊંચા રાખ્યા, આમ સૂર્યાસ્ત થતાં સુધી તેના હાથ ઊંચા રહ્યા.
\v 13 યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તરવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.
\p
\s5
\v 14 પછી યહોવાહે મૂસાને કહ્યું, "આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ."
\v 15 ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને "યહોવાહ નિસ્સી" એવું નામ આપ્યું.
\v 16 તેણે કહ્યું કે, "મેં મારા હાથ યહોવાહના સિંહાસન તરફ લંબાવ્યા હતા અને યહોવાહે પ્રતિજ્ઞા કરી છે કે, તે વંશપરંપરાગત અમાલેક સાથે યુદ્ધ કરશે."
\s5
\c 18
\p
\v 1 યહોવાહે મૂસા અને ઇઝરાયલી લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇઝરાયલના લોકોને માટે જે કંઈ કર્યું હતું તે વિષે તથા યહોવાહે ઇઝરાયલીઓને કેવીરીતે મિસરમાંથી મુક્ત કર્યા હતા તે વિષે મૂસાના સસરાએ એટલે મિદ્યાનના યાજક યિથ્રોએ સાંભળ્યું.
\v 2 મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી ત્યારે તેના સસરા યિથ્રોએ તેઓને પોતાને ઘરે રાખ્યાં હતાં.
\v 3 મૂસાના બે પુત્રોમાંના પ્રથમ પુત્રનું નામ 'ગેર્શોમ' પાડવામાં આવ્યું હતું; તેનો અર્થ થાય છે કે 'હું પરદેશમાં પ્રવાસી થયેલો છું.'
\v 4 બીજા પુત્રનું નામ 'એલિએઝેર' હતું. તેનો અર્થ થાય છે કે 'ઈશ્વરે મારી સહાય કરીને મને ફારુનની તરવારથી બચાવ્યો છે.'
\p
\s5
\v 5 એટલા માટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રોને લઈને અરણ્યમાં ઈશ્વરના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી કરીને મુકામ કર્યો હતો ત્યાં તેની પાસે આવ્યો.
\v 6 તેણે મૂસાને સંદેશો મોકલ્યો કે, "હું તારો સસરો યિથ્રો અહીં આવ્યો છું અને તારી પત્ની અને બે પુત્રોને તારી પાસે લાવ્યો છું."
\p
\s5
\v 7 તેથી મૂસા તેના સસરાને મળવા સામો ગયો. અને પ્રણામ કરીને તેણે તેને ચુંબન કર્યુ. બન્નેએ પરસ્પર ક્ષેમકુશળતાની ખબર પૂછી. પછી તેઓ મૂસાની છાવણીમાં તેના તંબુમાં ગયા.
\v 8 ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાહે ઇઝરાયલના લોકો માટે ફારુન અને મિસરના લોકોના જે હાલહવાલ કર્યા હતા તથા ઇઝરાયલના લોકોને માર્ગમાં જે જે વિટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાહે તેઓને કેવી રીતે બચાવ્યા હતા, તે વિષે બધું કહી સંભળાવ્યું.
\p
\s5
\v 9 યહોવાહે ઇઝરાયલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેઓના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.
\v 10 અને યિથ્રોએ કહ્યું, "યહોવાહની સ્તુતિ કરો કે જેમણે ઇઝરાયલી લોકોને મિસરવાસીઓના અને ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.
\v 11 હવે મને ખાતરી થઈ છે કે, સર્વ દેવો કરતાં યહોવાહ મહાન છે; મિસરવાસીઓએ તમારી સાથે ગેરવર્તાવ રાખ્યો ત્યારે તમને સૌને યહોવાહે તેઓના પંજામાંથી મુક્ત કર્યા છે."
\p
\s5
\v 12 પછી મૂસાના સસરા યિથ્રો યાજકે ઈશ્વરને યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવ્યાં. અને હારુન ઇઝરાયલના સર્વ વડીલોને સાથે લઈને ઈશ્વર સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માટે આવ્યો.
\p
\s5
\v 13 બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરૂ કર્યું. તેઓ ન્યાય મેળવવા માટે સવારથી સાંજ સુધી આવતા રહેતા હતા અને પોતાનો વારો આવે એની રાહ જોતા હતા.
\v 14 મૂસા લોકો માટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, "લોકોના માટે તું આ શું કરે છે? ન્યાયાધીશ તરીકે તું એકલો બેસે છે અને આટલા બધા લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવીને ઊભા રહે છે! તેનું શું કારણ છે?"
\p
\s5
\v 15 ત્યારે મૂસાએ કહ્યું, "લોકો મારી પાસે તેઓની સમસ્યાઓના સંબંધમાં યહોવાહની ઇચ્છા વિષે પૂછવા માટે આવે છે.
\v 16 વળી એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તેના ન્યાયચુકાદા માટે મારી પાસે આવે છે. તેઓમાં કોણ સાચું છે તે હું નક્કી કરું છું. આ રીતે હું તેઓને યહોવાહના નિયમો અને વિધિઓ વિષે શીખવું છું."
\p
\s5
\v 17 પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, "તું જે રીતે આ કરી રહ્યો છે તે પધ્ધતિ યોગ્ય નથી.
\v 18 તું તંગ આવી જશે. તારા એકલાથી આ કામનો બોજો ઉપાડી શકાય એવો નથી. તું એકલો એ નહિ કરી શકે."
\v 19 હું તને સલાહ આપું છું અને તારે શું કરવું જોઈએ, એ તને બતાવું છું. "હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે તને મદદ કરે. તારે યહોવાહ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો યહોવાહની સમક્ષ રજૂ કરવા જોઈએ.
\v 20 અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે."
\p
\s5
\v 21 "વિશેષમાં તું યહોવાહની બીક રાખનાર તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, લાંચરુશવતને ધિક્કારનાર તથા નિસ્વાર્થ હોય એવા માણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દશ દશ માણસોના ઉપરીઓ તરીકે નિયુક્ત કર.
\v 22 પછી એ ઉપરી પ્રતિનિધિઓને લોકોનો ન્યાય કરવા દે. જો કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય તો ઉપરી પ્રતિનિધિ નિર્ણય કરશે અને પછી તેઓ તારી પાસે આવી શકશે. પરંતુ સામાન્ય પ્રકારના પ્રશ્નોનો નિર્ણય તો તેઓ જ કરશે. આમ તારા કાર્યમાં તેઓ સહભાગી થશે અને તારું કામ સરળ થશે.
\v 23 હવે જો તું આ બધું કરીશ, તો યહોવાહની ઇચ્છા પૂર્ણ થશે. તને થાક લાગશે નહિ. અને આવનારા લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ઘરે પાછા ફરશે."
\p
\s5
\v 24 મૂસાએ પોતાના સસરાની સલાહ સ્વીકારી અને તેણે તે પ્રમાણે અમલ કર્યો.
\v 25 તેણે સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.
\v 26 ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.
\v 27 પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.
\s5
\c 19
\p
\v 1 મિસર દેશમાંથી પ્રયાણ કર્યા પછી ત્રીજા માસના પ્રથમ દિવસે જ ઇઝરાયલીઓ સિનાઈના અરણ્યમાં આવી પહોંચ્યા.
\v 2 તેઓ રફીદીમથી સિનાઈના અરણ્યમાં આવ્યા ત્યારે સિનાઈ પર્વતની આગળ છાવણી કરી.
\p
\s5
\v 3 એ પર્વત પર જઈને મૂસા યહોવાહ સમક્ષ ઊભો રહ્યો. અને યહોવાહે તેને પર્વત પર કહ્યું, "ઇઝરાયલી લોકોને અને યાકૂબનાં સંતાનોને આ કહેજે કે,
\v 4 'તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.'
\v 5 તેથી હવે જો તમે મારા કહ્યા પ્રમાણે કરશો અને મારા કરારને પાળશો, તો સર્વ પ્રજાઓમાં માત્ર તમે જ ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી મારી છે. તેમાં હું તમને જ મારા ખાસ લોકો તરીકે પસંદ કરું છું.
\v 6 તમે મારે સારુ ખાસ યાજકોનું રાજ્ય બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.' આ બધું તારે ઇઝરાયલના લોકોને કહેવાનું છે."
\p
\s5
\v 7 આથી મૂસાએ આવીને લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાહે તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં.
\v 8 તે સાંભળીને સર્વ લોકોએ એકસાથે જવાબ આપ્યો, "યહોવાહે જે ફરમાવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું." લોકોનો આ પ્રતિભાવ મૂસાએ ઈશ્વરની સમક્ષ જાહેર કર્યો.
\v 9 પછી યહોવાહે મૂસાને કહ્યું, "જો હું ઘાડાં વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે." અને મૂસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું."
\p
\s5
\v 10 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજે અને આવતીકાલે તેઓ પોતાનાં શરીરો શુદ્ધ કરે અને પોતાનાં વસ્ત્રો ધુએ,
\v 11 અને ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત પર ઊતરવાનો છું.
\p
\s5
\v 12 તે વેળાએ તું પર્વતની ચારેબાજુ લોકોને માટે હદ નક્કી કરજે અને તેઓને કહેજે કે, 'સાવચેત રહેજો, પર્વત પર ચઢશો નહિ અને તેની તળેટીને પણ અડકશો નહિ. અને જે કોઈ તેને અડકશે તે નિશ્ચે માર્યો જશે.'
\v 13 જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. તે પશુ હોય કે માણસ હોય પણ તે બચશે નહિ, જયારે રણશિંગડું લાંબા અવાજે વાગે ત્યારે જ લોકો ઢોળાવ ચઢીને પર્વત પાસે આવે."
\p
\s5
\v 14 આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો. અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.
\v 15 પછી મૂસાએ તે લોકોને કહ્યું, "ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જજો. ત્યાં સુધી સ્ત્રી સંગ કરશો નહિ."
\p
\s5
\v 16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.
\v 17 એટલે મૂસા યહોવાહને મળવા માટે સર્વ લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.
\v 18 અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.
\p
\s5
\v 19 અને પછી જ્યારે રણશિંગડાના અવાજની તીવ્રતા વધવા લાગી ત્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા લાગ્યો અને યહોવાહ ગડગડાટ જેવા અવાજથી તેને જવાબ આપતા હતા.
\v 20 યહોવાહ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા; તેમણે મૂસાને પર્વતના શિખર પર બોલાવ્યો; તેથી મૂસા પર્વત પર ગયો.
\v 21 ત્યાં યહોવાહ એ મૂસાને કહ્યું, "નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ મારા દર્શનાર્થે નિયત હદ ઓળંગીને ઘસી આવે નહિ. જો તેઓ એવું કરશે તો તેઓ માર્યા જશે.
\v 22 વળી જે યાજકો મારી નજીક આવે, તેઓએ પોતાને શુદ્ધ કર્યા નહિ હોય તો હું તેઓને સખત સજા કરીશ."
\p
\s5
\v 23 એટલે મૂસાએ યહોવાહને કહ્યું, "લોકો સિનાઈ પર્વત પાસે આવી શકશે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી છે કે, પર્વતની ચારેબાજુ હદ નિયત કરજો કે લોકો તેને ઓળંગીને પવિત્ર મેદાનમાં આવે નહિ."
\v 24 એટલે યહોવાહે તેને કહ્યું, "જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને મારી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકોને નષ્ટ કરીશ."
\v 25 પછી મૂસાએ નીચે ઊતરીને યહોવાહે જણાવેલી વાત લોકોને કહી સંભળાવી.
\s5
\c 20
\p
\v 1 પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:
\v 2 "હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.
\v 3 "તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી."
\p
\s5
\v 4 "તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ.
\v 5 તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.
\v 6 પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.
\p
\s5
\v 7 "તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી."
\p
\s5
\v 8 "સાબ્બાથની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો."
\v 9 છે દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે.
\v 10 તેથી તે દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,
\v 11 છે દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
\p
\s5
\v 12 "તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
\p
\v 13 તમારે ખૂન કરવું નહિ.
\p
\v 14 તમારે વ્યભિચાર કરવો નહિ.
\p
\s5
\v 15 તમારે ચોરી કરવી નહિ.
\p
\v 16 તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.
\p
\v 17 તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ."
\p
\s5
\v 18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને ભયભીત થઈને થરથર ધ્રૂજતા દૂર જ ઊભા રહ્યા.
\v 19 પછી તેઓએ મૂસાને કહ્યું, "અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવાહ અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું."
\v 20 એટલે મૂસાએ તે લોકોને કહ્યું, "ગભરાશો નહિ, કારણ કે યહોવાહ તો તમારી કસોટી કરવા આવ્યા છે કે, જેથી તમે બધા તેમનો ડર રાખો અને પાપ ન કરો."
\v 21 "પરંતુ તેમ છતાં લોકો તો દૂર જ ઊભા રહ્યા અને મૂસા ઘનઘોર વાદળ નજીક જ્યાં યહોવાહ હતા ત્યાં ગયો."
\p
\s5
\v 22 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તું ઇઝરાયલના લોકોને એમ કહે કે, મેં તમારી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે.
\v 23 તેથી મારી આગળ તમારે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમારે આવા ખોટા દેવો બનાવવા નહિ."
\p
\s5
\v 24 "મારા માટે તમે લોકો એક માટીની વેદી બનાવજો, અને તેના પર તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોમાંથી મને દહનીયાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. જે સર્વ જગાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તમારી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.
\v 25 જો તમે મારા માટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની નહિ પણ અસલ પથ્થરની બાંધશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય.
\v 26 તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ."
\s5
\c 21
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું, હવે તારે જે કાનૂનો લોકોની આગળ રજૂ કરવાના છે તે આ છે.
\p
\s5
\v 2 "જો તમે કોઈ હિબ્રૂ ગુલામ ખરીદો, તો તે છે વરસ પર્યંત તમારી સેવા કરે અને સાતમે વર્ષે તે છૂટો થઈ જાય અને કશું ચૂકવ્યા વિના છૂટો થઈ શકે.
\v 3 ગુલામ થતાં અગાઉ જો તે કુંવારો હોય, તો તે એવી જ અવસ્થામાં એકલો છૂટો થઈ જાય. પરંતુ જો ગુલામ થતાં અગાઉ જો તેનાં લગ્ન થયેલાં હોય, તો છૂટો થતી વખતે તેની સાથે તેની પત્ની પણ મુક્ત થશે.
\v 4 જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય."
\p
\s5
\v 5 "પરંતુ જો તે ગુલામ સ્પષ્ટ રીતે એવું કહે કે; 'હું તો મારા માલિકને તથા મારી પત્નીને તથા મારાં બાળકોને ચાહું છું; મારે છૂટવું નથી.'"
\v 6 જો આવું બને તો ગુલામના માલિકે તેને ન્યાયધીશોને સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઊભો રાખીને સોયથી તેનો કાન વીંધવો; એટલે તે કાયમને માટે તેના માલિકનો ગુલામ બની રહેશે.
\p
\s5
\v 7 "અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો ગુલામ પુરુષોની માફક તે છૂટે નહિ.
\v 8 જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી.
\p
\s5
\v 9 પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માટે તેને રાખવી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.
\v 10 "જો તે બીજી પત્ની સાથે લગ્ન કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના અન્ન, વસ્ત્ર અને તેના પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.
\v 11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો અદા કરે નહિ તો તે વિના મૂલ્યે છૂટી થાય.
\p
\s5
\v 12 "જે કોઈ અન્ય માણસને મારીને તેની હત્યા કરે તો તેને મોતની સજા થાય.
\v 13 પરંતુ જો કોઈ માણસ ખૂન કરવાના ઇરાદાથી છુપાઈ રહ્યો ના હોય પણ ઈશ્વર તેના હાથમાં કોઈને સોંપે અને હત્યા કરાય તો તેને નાસી જવા માટે હું આશ્રયસ્થાન નિયત કરીશ, ત્યાં તે નાસી જશે."
\v 14 "પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી મારી નાખે; તો તેને મારી વેદી આગળથી લઈ જઈને પણ શિક્ષારૂપે તેને મારી નાખવો."
\p
\s5
\v 15 અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
\p
\v 16 જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
\p
\v 17 અને જો કોઈ પોતાના પિતાને કે માતાને શાપ આપે તો પણ તેને મૃત્યુની સજા થાય.
\p
\s5
\v 18 અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.
\v 19 પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.
\p
\s5
\v 20 અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.
\v 21 પરંતુ જો તે ગુલામ કે દાસી મૃત્યુ પામે નહિ અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની મિલકત છે.
\p
\s5
\v 22 જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.
\v 23 પણ જો ઈજા પછી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા જીવને બદલે જીવ.
\v 24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.
\v 25 દઝાડવાને બદલે દઝાડવું, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ પ્રમાણે બદલો લેવો.
\p
\s5
\v 26 અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને આંખ પર મારીને તેને ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેઓને છૂટાં કરી દેવાં.
\v 27 અને જો તે પોતાના ગુલામનો કે દાસીનો દાંત તોડી નાખે, તો તેના દાંતની નુકસાનીના બદલામાં તેઓને મુક્ત કરી દેવા.
\p
\s5
\v 28 વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.
\v 29 પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.
\v 30 પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.
\p
\s5
\v 31 અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે.
\v 32 જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.
\p
\s5
\v 33 જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,
\v 34 તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.
\p
\s5
\v 35 અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.
\v 36 અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.
\s5
\c 22
\p
\v 1 જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં.
\v 2 જો કોઈ ચોરી કરતાં પકડાયા અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ
\v 3 જો તે સૂર્યોદય પછી ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને મારી નાખવામાં આવે તો એ ખૂન ગણાય.
\p ચોરેલા માલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીનો દંડ ભરવા માટે તે પોતે વેચાઈ જાય.
\v 4 પરંતુ જો ચોરેલું જાનવર તેની પાસે જીવતું મળી આવે, પછી તે બળદ હોય, ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.
\p
\s5
\v 5 જો કોઈ માણસ પોતાનાં જાનવર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાના ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
\p
\s5
\v 6 જો કોઈ માણસ પોતાના ખેતરમાં કાંટા-ઝાંખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેનો પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરેપૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
\p
\s5
\v 7 જો કોઈ માણસ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માટે સોંપે અને તે પેલા માણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું.
\v 8 પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘરધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજૂ કરવો અને ન્યાયધીશ તેની ચોરી સંબંધી યોગ્ય નિર્ણય કરશે.
\v 9 જો કોઈ બે માણસો બળદ વિષે, ગધેડા વિષે, ઘેટાં વિષે, વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: 'આ મારું છે.' પણ બીજો કહે: 'ના, આ મારું છે.' તો બન્નેએ તકરાર માટે ન્યાયાધીશ પાસે જવું અને ન્યાયાધીશ સાચો ન્યાય આપશે. ન્યાયાધીશ જેને ગુનેગાર ગણાવે તેણે બીજા માણસને બમણું ભરપાઈ કરી આપવું.
\p
\s5
\v 10 જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,
\v 11 તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
\v 12 પરંતુ જો પડોશીએ તે પશુની ચોરી કરી હોય, તો તેણે માલિકને નુકસાન ભરપાઈ કરી આપવું.
\v 13 જો કોઈ વનચર પશુએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલા પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
\p
\s5
\v 14 અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.
\v 15 માલિક તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફક્ત ભાડું ચૂકવવાનું રહે.
\p
\s5
\v 16 જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે.
\v 17 જો તેનો બાપ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડે, તો કુમારિકાના પારંપારિક મૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.
\p
\s5
\v 18 મંત્રતંત્રનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા દેવી નહિ.
\p
\v 19 જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.
\p
\s5
\v 20 મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ.
\v 21 તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.
\p
\s5
\v 22 કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.
\v 23 જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.
\v 24 પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તરવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.
\p
\s5
\v 25 તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.
\v 26 જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું.
\v 27 કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
\p
\s5
\v 28 તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.
\p
\s5
\v 29 તમારે તમારા ખેતરની ઊપજ તથા તમારા દ્રાક્ષારસના ભરપૂરીપણામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમારો જયેષ્ઠ પુત્ર મને અર્પિત કરવો.
\v 30 તમારાં બળદો અને ઘેટાંના પ્રથમજનિત મને આપવાં. સાત દિવસ સુધી તે ભલે પોતાની માતાની સાથે રહે. આઠમે દિવસે તમારે તે મને આપી દેવાં.
\v 31 અને તમે લોકો મારા પવિત્ર લોક થાઓ; તમારે જંગલી પશુએ મારેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને સારુ નાખી દેવું.
\s5
\c 23
\p
\v 1 "તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.
\v 2 બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.
\v 3 માણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન રાખવો. જો તે સાચો હોય તો એનો જ પક્ષ લેવો."
\p
\s5
\v 4 તમારા શત્રુનો બળદ કે ગધેડો નાસી જતો નજરે પડે તો તમારે તેના માલિકને ત્યાં પાછો પહોંચાડવો.
\v 5 જો તમે તમારા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એ જ હાલતમાં છોડીને ચાલ્યા જશો નહિ, તમારે સહાય આપીને તેને બેઠો કરવો પછી જ તેને છૂટો કરવો.
\p
\s5
\v 6 તમારે ગરીબ માણસને તેની ન્યાયપ્રક્રિયામાં અન્યાય ન કરવો.
\v 7 જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.
\v 8 તમારે કદીય લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે. તેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માણસને ખોટું બોલતા કરે છે.
\v 9 તમારે વિદેશી લોકો પર ત્રાસ ગુજારવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને સમજો છો.
\p
\s5
\v 10 છે વર્ષ પર્યંત તમારે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રિત કરવી.
\v 11 પણ સાતમે વર્ષે તમારે કશુંય વાવવું નહિ અને જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. વાવ્યા વગર જે કંઈ ઊગે તેને તે વર્ષે ગરીબોને લેવા દેવું અને તેમાં વધેલું વનના પશુઓને ખાઈ જવા દેવું. વળી તમારે તમારી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાણે કરવું.
\p
\s5
\v 12 તમારે છે દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમારા બળદને અને ગધેડાને પણ આરામ મળે. અને તમારા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી પણ વિશ્રામ પામીને તાજગી અનુભવે.
\v 13 મેં તમને જે બધું કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમારા મુખથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.
\p
\s5
\v 14 "પ્રતિવર્ષ તમારે મારાં ત્રણ પર્વો પાળવાં અને ઊજવવાં. અને મારી ઉપાસના કરવી.
\v 15 આબીબ મહિનામાં બેખમીરી રોટલીનું પર્વ પાળવું. તે વખતે સાત દિવસ સુધી મારી આજ્ઞા મુજબ તમારે બેખમીરી રોટલી ખાવી. કારણ કે, એ માસમાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ."
\p
\s5
\v 16 બીજું કાપણીનું પર્વ છે. તે પાળવું. ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો એ સમયે તે પર્વ પાળવું.
\v 17 પ્રતિવર્ષ ત્રણ વખત તમારામાંના પ્રત્યેક પુરુષે મારી ખાસ જગ્યાએ, મારી સાથે તમારા માલિક સાથે હાજર રહેવું.
\p
\s5
\v 18 તમારે મારા યજ્ઞનું રક્ત ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમ જ પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
\v 19 તમારી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમારે તમારા યહોવાહના ભક્તિસ્થાનમાં લાવવો. વળી લવારાને તેની માતાના દૂધમાં રાંધવું નહિ.
\p
\s5
\v 20 અને તમારા માટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માટે હવે હું તમારી આગળ એક દૂત મોકલું છું તે રસ્તામાં તમારું રક્ષણ કરશે.
\v 21 તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ, તે તમારો ગુનો માફ કરશે નહિ. કારણ કે મારું નામ તેનામાં છે.
\v 22 પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધું કરશો, તો હું તમારી સાથે રહીશ અને તમારા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ.
\p
\s5
\v 23 કારણ કે, મારો દૂત તમારી આગળ આગળ ચાલશે. અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે. અને હું તેઓનો સર્વનાશ કરીશ.
\v 24 તમારે તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમારે તે લોકોની જેમ રહેવાનું નથી; તમારે તેઓની મૂર્તિઓને નષ્ટ કરવાની છે. અને તે લોકોના સ્તંભોને ભાગીને ભુક્કા કરી નાખવાના છે.
\v 25 વળી તમારે તમારા ઈશ્વર યહોવાહની જ સેવા કરવાની છે અને હું તમારાં અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમારા તમામ રોગો હું દૂર કરીશ.
\p
\s5
\v 26 તમારા દેશમાં કોઈ પણ સ્ત્રીને ગર્ભપાત થશે નહિ તથા કોઈ સ્ત્રી નિ:સંતાન પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.
\v 27 તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું મારું સામર્થ્ય તમારી સામે મોકલીશ અને તે બધાને હું થથરાવી દઈશ. તથા તમારા બધા જ દુશ્મનો તમારાથી ગભરાઈને જતા રહે એવું હું કરીશ.
\v 28 તદુપરાંત હું તમારી આગળ ભમરીઓને મોકલીશ, તે હિવ્વી, કનાની તથા હિત્તિ લોકોને તમારી આગળથી નસાડી મૂકશે.
\v 29 હું એક જ વર્ષમાં એ બધાને કાઢી મૂકીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં વનચર જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ.
\p
\s5
\v 30 તમારી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે નસાડી મૂકીશ.
\v 31 હું રાતા સમુદ્રથી પલિસ્તીઓના સમુદ્ર સુધી તમારી સરહદ નક્કી કરી આપીશ. એ દેશના વતનીઓને હું તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તેઓને તમારી આગળથી નસાડી મૂકશો.
\v 32 તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે કરારો કરશો નહિ.
\v 33 તેઓ તમારા દેશમાં વસે નહિ, રખેને તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે. કેમ કે જો તમે તેઓના દેવોની સેવા કરશો તો તેઓ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.
\s5
\c 24
\p
\v 1 યહોવાહે મૂસાને કહ્યું, "તું અને હારુન, નાદાબ તથા અબિહૂ તેમ જ ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર મારી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને મારું ભજન કરો.
\v 2 પછી તું એકલો મારી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ."
\p
\s5
\v 3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાહના બધા વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, "યહોવાહ એ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.
\v 4 પછી મૂસાએ યહોવાહનાં બધા આદેશો લખી નાખ્યા અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇઝરાયલના બાર કુળસમૂહ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા."
\p
\s5
\v 5 પછી તેણે કેટલાક નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેઓએ યહોવાહને દહનીયાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદોનું અર્પણ કર્યું.
\v 6 અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું.
\p
\s5
\v 7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, "યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું."
\v 8 પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, "આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે."
\p
\s5
\v 9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબિહૂ અને ઇઝરાયલીઓના સિત્તેર વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.
\v 10 ત્યાં તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું દર્શન કર્યું અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી. તે સ્વચ્છ આકાશના જેવી હતી.
\v 11 ઇઝરાયલના બધા આગેવાનોએ યહોવાહને જોયાં. પણ યહોવાહે તેઓનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.
\p
\s5
\v 12 યહોવાહે મૂસાને કહ્યું, "તું મારી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાઓ લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે."
\v 13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠ્યા. અને મૂસા યહોવાહના પર્વત પર ગયો.
\p
\s5
\v 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, "અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમારી રાહ જોજો. અને જુઓ, હારુન અને હૂર તમારી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તેઓની પાસે જાય."
\v 15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો.
\p
\s5
\v 16 યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છે દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.
\v 17 અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું.
\v 18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.
\s5
\c 25
\p
\v 1 યહોવાહે મૂસાને કહ્યું,
\v 2 "ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.
\p
\s5
\v 3 તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન;
\v 4 શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
\v 5 ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.
\v 6 વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,
\v 7 ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.
\p
\s5
\v 8 અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.
\v 9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
\p
\s5
\v 10 બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો.
\v 11 તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
\p
\s5
\v 12 પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
\v 13 બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
\v 14 અને કોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
\p
\s5
\v 15 દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
\v 16 અને હું તને કરારના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.
\v 17 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.
\v 18 અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.
\p
\s5
\v 19 અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.
\v 20 એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મોં એકબીજાની સામે હોય અને તે દયાસન તરફ વળેલાં હોય.
\v 21 એ દયાસન ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
\p
\s5
\v 22 અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
\p
\s5
\v 23 વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.
\v 24 તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
\p
\s5
\v 25 તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
\v 26 તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.
\v 27 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.
\p
\s5
\v 28 મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
\v 29 મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.
\v 30 તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.
\p
\s5
\v 31 વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
\v 32 તેની બાજુઓમાંથી છે શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.
\p
\s5
\v 33 એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છે શાખાઓ હોય.
\v 34 દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
\p
\s5
\v 35 દીવીને છે ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
\v 36 અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
\p
\s5
\v 37 દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
\v 38 એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
\v 39 આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
\v 40 તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
\s5
\c 26
\p
\v 1 વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા કાપડના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.
\v 2 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય.
\v 3 પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા પણ એકબીજા સાથે જોડાય.
\p
\s5
\v 4 પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.
\v 5 પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ.
\v 6 પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.
\p
\s5
\v 7 આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરજે.
\v 8 એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય.
\v 9 એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છે પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.
\p
\s5
\v 10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
\v 11 અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
\p
\s5
\v 12 અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે.
\v 13 તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.
\v 14 તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.
\p
\s5
\v 15 પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.
\v 16 પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.
\v 17 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
\v 18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.
\p
\s5
\v 19 અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માટે તેની નીચે બે કૂંભી એમ ચાંદીની કુલ ચાલીસ કૂંભીઓ બનાવજે.
\v 20 એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,
\v 21 ચાંદીની ચાલીસ કૂંભીઓ બનાવજે, જેથી દરેક પાટિયાં નીચે બબ્બે કૂંભી આવે.
\p
\s5
\v 22 પવિત્ર મંડપની પશ્ચિમ તરફના પાછળના ભાગ માટે છે પાટિયાં બનાવજે.
\v 23 અને મંડપના પાછળના ભાગના બે ખૂણાને માટે તું બે પાટિયાં બનાવજે.
\v 24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.
\v 25 આમ, આઠ પાટિયાં અને ચાંદીની સોળ કૂંભી થશે. પ્રત્યેક પાટિયાં નીચે બબ્બે કૂંભીઓ રાખજે.
\p
\s5
\v 26 વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુનાં પાટિયાને માટે પાંચ ભૂંગળો બનાવજે.
\v 27 પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો.
\v 28 વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.
\p
\s5
\v 29 વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે.
\v 30 તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.
\p
\s5
\v 31 તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.
\v 32 સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવજે.
\v 33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.
\p
\s5
\v 34 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે.
\v 35 પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે.
\p
\s5
\v 36 વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરી વડે સુંદર ભરતકામ કરેલો પડદો બનાવજે.
\v 37 અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.
\s5
\c 27
\p
\v 1 વેદી બાવળના લાકડાની બનાવજે, તે ચોરસ હોય અને પાંચ હાથ લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હોય.
\v 2 ચારે ખૂણે ચાર શિંગ બનાવજે અને તે વેદીના લાકડામાંથી જ બનાવજે અને તેની ચારે બાજુથી ખૂણા જોડી દેજે, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને પિત્તળથી ઢાંકી દેજે.
\p
\s5
\v 3 અને તેનાં ભસ્મપાત્રો, પાવડાઓ, તપેલાં ત્રિપાંખી સાધનો તથા સગડીઓ બનાવજે અને તેનાં સઘળાં પાત્રો પિત્તળનાં બનાવજે.
\v 4 વળી વેદી માટે તું પિત્તળની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું પિત્તળનાં ચાર કડાં બનાવજે.
\p
\s5
\v 5 પછી તું એ જાળી વેદીની છાજલી નીચે એવી રીતે મૂકજે કે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.
\v 6 અને વેદીને માટે તું બાવળના દાંડા બનાવજે અને તેને પિત્તળથી મઢી દેજે.
\p
\s5
\v 7 વળી વેદીને ઊંચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે.
\v 8 વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.
\p
\s5
\v 9 મંડપની આજુબાજુ ચોક બનાવજે. તેની દક્ષિણ બાજુએ કાંતેલા ઝીણા શણનો સો હાથ લાંબો પડદો બનાવજે.
\v 10 પડદાઓ લટકાવવા માટે પિત્તળના વીસ સ્તંભો બેસાડવા અને એ સ્તંભોના સળિયા અને આંકડા ચાંદીના બનાવજે.
\p
\s5
\v 11 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાણે કરવાનું છે. પિત્તળની કૂંભીઓમાં બેસાડેલા વીસ સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે સો હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે.
\v 12 એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માટે પચાસ હાથ લાંબા પડદા હોય અને તેને માટે દશ સ્તંભો અને દશ કૂંભીઓ હોય.
\v 13 પૂર્વ દિશામાં પણ તે જ રીતે પચાસ હાથ લાંબા પડદાઓ લટકાવજે.
\p
\s5
\v 14 પ્રવેશદ્વારની એક બાજુએ પંદર હાથના પડદા હોય અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભી હોય.
\v 15 અને બીજી બાજુએ પણ પંદર હાથના પડદા અને ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભી હોય.
\v 16 પ્રવેશદ્વારને માટે વીસ હાથ લાંબો પડદો બનાવજે, તે પડદો ઝીણા કાંતેલા શણનો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવજે, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે.
\p
\s5
\v 17 ચોકની આજુબાજુના બધા સ્તંભો ચાંદીના સળિયાથી જોડાયેલા હોય, તેમના આંકડા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ પિત્તળની હોય.
\v 18 આ પ્રમાણે ચોક ઝીણા કાંતેલા શણના કાપડનો બનશે અને સો હાથ લાંબો અને પચાસ હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો પાંચ હાથ ઊંચી થશે. પડદાઓ ઝીણા કાંતેલા શણના હોય. તેનાં તળિયાં પિત્તળનાં હોવાં જોઈએ.
\v 19 પવિત્ર મંડપમાં વપરાતાં તમામ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ પિત્તળની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ પિત્તળની બનેલી હોવી જોઈએ.
\p
\s5
\v 20 દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માટે ઘાણીએ પીલેલું જૈતૂનનું ઉત્તમ તેલ લાવી આપવા ઇઝરાયલીઓને આજ્ઞા કરજે.
\v 21 મુલાકાતમંડપમાં સાક્ષ્યકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના પુત્રો સાંજથી તે સવાર સુધી યહોવાહ આગળ તેની વ્યવસ્થા કરે. આ વિધિનું ઇઝરાયલીઓએ અને તેઓના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.
\s5
\c 28
\p
\v 1 ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબિહૂ, એલાઝાર, અને ઇથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.
\v 2 તારા ભાઈ હારુનને માટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.
\v 3 મેં જે વસ્ત્ર કલાકારોને કૌશલ્ય બક્ષ્યું છે, તેઓને સૂચના આપ કે હારુન માટે પોષાક તૈયાર કરે કે જે પરિધાન કરીને યાજક તરીકે તે મારી સમક્ષ સેવા કરે.
\p
\s5
\v 4 તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.
\v 5 એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.
\p
\s5
\v 6 તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે.
\v 7 એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય.
\v 8 કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.
\v 9 વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.
\p
\s5
\v 10 પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છે નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.
\v 11 આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.
\v 12 હારુને આ નામો પોતાના બે ખભા પર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને તેઓનું સ્મરણ રહે.
\p
\s5
\v 13 એફોદ પર પાષાણને બેસાડવા માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.
\v 14 અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.
\p
\s5
\v 15 પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.
\v 16 તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
\p
\s5
\v 17 વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,
\v 18 બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,
\v 19 ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,
\v 20 ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.
\p
\s5
\v 21 પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
\v 22 ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.
\v 23 વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.
\v 24 અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.
\p
\s5
\v 25 સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
\v 26 પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.
\p
\s5
\v 27 કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.
\v 28 ઉરપત્રકનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવો. આમ કરવાથી ઉરપત્રક એફોદથી છૂટું પડી જશે નહિ.
\p
\s5
\v 29 જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ.
\v 30 હંમેશા તેઓ ઈશ્વરના સ્મરણ અર્થે રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.
\p
\s5
\v 31 એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો અને તેની વચમાં માથા માટે ચીરો રાખવો.
\v 32 એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ.
\p
\s5
\v 33 અને જામાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી,
\v 34 જેને લીધે નીચલી કિનાર પર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.
\v 35 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.
\p
\s5
\v 36 પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર 'યહોવાહને પવિત્ર' એમ કોતરાવવું.
\v 37 એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
\v 38 હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવાહ પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.
\p
\s5
\v 39 હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.
\p
\s5
\v 40 હારુનના પ્રત્યેક પુત્રને માટે તેને માન અને આદર આપવા સારુ જામો, કમરબંધ અને પાઘડી બનાવવાં જેથી તેનો આદર અને ગૌરવ જળવાય.
\v 41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.
\p
\s5
\v 42 તેઓને માટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા અંતઃવસ્ત્ર બનાવવાં, જેથી તેઓની નિર્વસ્ત્રવસ્થા નગ્નપણું કોઈની નજરે ન પડે.
\v 43 હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા અંતઃવસ્ત્ર પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માટે આ કાયમી કાનૂન સદાને માટે છે.
\s5
\c 29
\p
\v 1 યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના માટેની વિધિ આ પ્રમાણે છે.
\v 2 ખોડ વિનાના બે ઘેટાં અને એક વાછરડો લેવો. બેખમીરી રોટલી, તેલથી મોહેલી બેખમીરી ભાખરી અને તેલ ચોપડેલી બેખમીરી રોટલી લેવી. આ બધું ઘઉંના મેંદાનું બનાવવું.
\p
\s5
\v 3 તેઓને ટોપલીમાં મૂકવાં અને વાછરડો તથા બે ઘેટાં સાથે તે લાવવું.
\v 4 ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાત મંડપનાં દ્વાર પાસે લાવીને તેઓને સ્નાન કરાવજે.
\p
\s5
\v 5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરાવરણ અને કમરબંધ પહેરાવજે.
\v 6 અને તેના માથા પર પાઘડી પહેરાવીને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ મૂકજે.
\v 7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માથા પર રેડી, તેનો અભિષેક કરજે.
\p
\s5
\v 8 ત્યારબાદ તું તેના પુત્રોને લાવજે, તેઓને જામા પહેરાવવા, કમરે કમરબંધ તથા માથે ફેંટા બાંધવા.
\v 9 મારા શાશ્વત કાનૂન અનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.
\p
\s5
\v 10 ત્યારબાદ વાછરડાને મુલાકાતમંડપની આગળ લઈ આવવો અને હારુન અને તેના પુત્રોએ તેના માથા ઉપર હાથ મૂકવા.
\v 11 પછી યહોવાહની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાછરડાનો વધ કરવો.
\p
\s5
\v 12 વાછરડાનું થોડું રક્ત લઈને આંગળી વડે વેદીનાં શિંગોને લગાડવું, પછી બાકીનું બધું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું.
\v 13 પછી અંદરના ભાગો પર આવેલી બધી જ ચરબી લેવી. પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું.
\v 14 પરંતુ વાછરડાના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.
\p
\s5
\v 15 ત્યારબાદ એક ઘેટો લઈને હારુને અને તેના પુત્રોએ તેના માથા પર હાથ મૂકવા.
\v 16 પછી એ ઘેટાંનો વધ કરીને, તેનું રક્ત લઈને વેદીની ચારે બાજુએ છાંટવું.
\v 17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવા, પછી તેઓને માથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવા.
\v 18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાહના માનમાં દહનીયાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ મારા માનમાં કરેલો હોમયજ્ઞ છે.
\p
\s5
\v 19 હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માથા પર હાથ મૂકવા.
\v 20 પછી તે ઘેટાંનો વધ કરીને તેનું થોડું રક્ત લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટીને, જમણા હાથનાં અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું.
\p
\s5
\v 21 ત્યારબાદ બાકીનું રક્ત વેદીની ચારે બાજુ છાંટી દેવું. વેદી ઉપરના રક્તમાંથી થોડું રક્ત અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો પર અને તેઓનાં વસ્ત્રો પર છાંટવું એટલે તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાહને અર્થે પવિત્ર ગણાશે.
\p
\s5
\v 22 પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી અને ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ લેવી કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માટેનો આ ઘેટો છે.
\v 23 યહોવાહ આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી.
\p
\s5
\v 24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાહની આરાધના કરવી.
\v 25 પછી તેઓના હાથમાંથી તું તે લઈ લે અને યહોવાહ સમક્ષ દહનીયાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરજે. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ મારા માનમાં કરેલું દહનીયાર્પણ છે.
\p
\s5
\v 26 પછી હારુનની દીક્ષા માટે વપરાયેલા ઘેટાંની છાતી લઈને તેના વડે યહોવાહની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે.
\v 27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલાં અને જેના વડે ઉપાસના કરાઈ છે તે અને ભેટ ધરાવેલી છાતી અને જાંઘ તારે યાજકો માટે અલગ રાખવાં.
\v 28 તે હારુનનો તથા તેના પુત્રોનો ઇઝરાયલ પુત્રો પાસેથી સદાનો હક થશે. કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે; અને તે ઇઝરાયલપુત્રો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞોનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાહને સારુ તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.
\p
\s5
\v 29 હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં અને હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને તે વારસામાં આપવાં. પેઢી દર પેઢી તેઓ પોતાની અભિષેકની દીક્ષાવિધિ વખતે તે પહેરે.
\v 30 હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે.
\p
\s5
\v 31 દીક્ષા માટે અર્પણ કરાયેલ ઘેટાંનું માંસ લઈને કોઈ શુદ્ધ જગ્યાએ તેને બાફવું.
\v 32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાંનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું.
\v 33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ કારણ એ પવિત્ર છે.
\v 34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું પણ ખાવું નહિ, કારણ એ પવિત્ર છે.
\p
\s5
\v 35 હારુન અને તેના પુત્રોને મેં જે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી.
\v 36 દરરોજ પ્રાયશ્ચિત વિધિ માટે એક વાછરડાનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિત વિધિ કરવાથી તું એને પાપમુક્ત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરીને વેદીને પવિત્ર બનાવવી.
\v 37 સાત દિવસ સુધી વેદીને શુદ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે. પછી જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે.
\p
\s5
\v 38 તારે વેદી પર આટલા બલિ ચઢાવવા, કાયમને માટે પ્રતિદિન એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવા.
\v 39 એક હલવાન તારે સવારમાં અને બીજું હલવાન તારે સાંજે ચઢાવવું.
\p
\s5
\v 40 પ્રથમ ઘેટાં સાથે તમારે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો મેંદાનો ઝીણો લોટ તેમ જ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવો.
\p
\s5
\v 41 સાંજે અર્પણ થતાં હલવાનની સાથે સવારની જેમ મેંદાના ઝીણા લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કરજે. ઈશ્વરની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ ધ્યાનમાં લેવાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું.
\v 42 આ દહનીયાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારી નજર સમક્ષ નિયમિત પેઢી દર પેઢી કરવાના છે.
\p
\s5
\v 43 હું ત્યાં જ તમને મળીશ અને ઇઝરાયલીઓને પણ મળીશ. મારા મહિમાથી એ સ્થાન પવિત્ર થઈ જશે.
\v 44 હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે મારા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ.
\p
\s5
\v 45 અને હું ઇઝરાયલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેઓનો ઈશ્વર થઈશ.
\v 46 તેઓને ખાતરી થશે કે તેઓની વચ્ચે રહેવા માટે તેઓને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.
\s5
\c 30
\p
\v 1 ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.
\v 2 આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.
\p
\s5
\v 3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
\v 4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.
\p
\s5
\v 5 એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.
\v 6 દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે સાક્ષ્યકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.
\p
\s5
\v 7 એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.
\v 8 અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.
\v 9 તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.
\p
\s5
\v 10 વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.
\p
\s5
\v 11 યહોવાહે મૂસાને કહ્યું,
\v 12 "તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.
\v 13 વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ અર્પણ તરીકે આપવો.
\v 14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.
\p
\s5
\v 15 મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.
\v 16 ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે."
\p
\s5
\v 17 યહોવાહે મૂસાને કહ્યું,
\v 18 "હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.
\p
\s5
\v 19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.
\v 20 જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા બલિ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.
\v 21 તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે."
\p
\s5
\v 22 યહોવાહે મૂસાને કહ્યું,
\v 23 "તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ,
\v 24 પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.
\v 25 નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.
\p
\s5
\v 26 તેનાથી તું મુલકાતમંડપને, કરારકોશને,
\v 27 બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,
\v 28 દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.
\p
\s5
\v 29 આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે.
\v 30 ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર.
\v 31 તારે ઇઝરાયલીઓને કહેવું, 'તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.
\p
\s5
\v 32 તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે.
\v 33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.'"
\p
\s5
\v 34 યહોવાહે મૂસાને કહ્યું, "તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.
\v 35 તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.
\v 36 એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.
\p
\s5
\v 37 આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી.
\v 38 તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે."
\s5
\c 31
\p
\v 1 વળી યહોવાહે મૂસાને કહ્યું,
\v 2 "જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.
\p
\s5
\v 3 બુદ્ધિ, સમજણ, જ્ઞાન તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.
\v 4 એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
\v 5 જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.
\p
\s5
\v 6 વળી તેની સાથે કામ કરવા માટે મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને પસંદ કર્યો છે. જે બુદ્ધિમાન છે તે સર્વનાં હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તે સર્વ તેઓ બનાવે.
\v 7 આ સાથે મુલાકાત મંડપ, કરારકોશ, તે પરનું દયાસન, મંડપનો સરસામાન;
\v 8 બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,
\v 9 દહનીયાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કુંડી અને તેનું તળિયું.
\p
\s5
\v 10 યાજક હારુન અને તેના પુત્રો માટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,
\v 11 અભિષેક માટેનું તેલ અને પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ; તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે તેઓ કરે."
\p
\s5
\v 12 યહોવાહે મૂસાને કહ્યું,
\v 13 "ઇઝરાયલી લોકોને કહે: 'તમે જરૂર મારા વિશ્રામવારો પાળો, કેમ કે તમારી પેઢી દરપેઢી મારી અને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવાહ છું.
\v 14 આથી તમારે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમારા માટે એ પવિત્ર દિવસ છે. જે કોઈ તેની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી. જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાજમાંથી બહિષ્કાર કરજો.
\v 15 તમને છે દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસે યહોવાહને માટે પવિત્ર એવો સંપૂર્ણ વિશ્રામનો સાબ્બાથ છે. જે કોઈ વિશ્રામવારે કોઈ પણ કામ કરે તેને મોતની સજા કરવી.
\p
\s5
\v 16 માટે ઇઝરાયલના લોકોએ મારી અને તેઓની વચ્ચેના કરાર તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે.
\v 17 સાબ્બાથ યહોવાહ અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છે દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.'"
\p
\s5
\v 18 તેમણે સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.
\s5
\c 32
\p
\v 1 જ્યારે લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતાં વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા અને તેને કહ્યું, "ચાલ, અમને દોરવણી આપવા માટે અમારે માટે દેવ બનાવ. કારણ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી."
\v 2 એટલે હારુને તેમને કહ્યું, "તમારી પત્નીઓના, તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાની કડીઓ છે, તે કાઢીને મારી પાસે લાવો."
\p
\s5
\v 3 તેથી સર્વ લોકો પોતાના કાનોમાં સોનાની જે કડીઓ હતી તે કાઢીને હારુન પાસે લાવ્યા.
\v 4 હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, "હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે."
\p
\s5
\v 5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, "આવતી કાલે યહોવાહના માનમાં ઉત્સવ પાળવામાં આવશે."
\v 6 બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનીયાર્પણ અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.
\p
\s5
\v 7 પછી યહોવાહે મૂસાને કહ્યું, "જા જલ્દીથી નીચે જા, કારણ કે તારા જે લોકોને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.
\v 8 મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેઓએ પોતાના માટે વાછરડાની એક મૂર્તિ બનાવી છે, તેની પૂજા કરી છે અને તેને અર્પણ ચઢાવ્યા. તેઓએ કહ્યું, 'હે ઇઝરાયલ, તને મિસરમાંથી બહાર લઈ આવનાર દેવ તે આ છે.'"
\p
\s5
\v 9 પછી યહોવાહે મૂસાને કહ્યું, "મેં આ લોકોને જોયા છે અને જો, તે તો હઠીલા લોકો છે.
\v 10 હવે પછી તું મને અટકાવીશ નહિ. મારો ક્રોધ તેઓ પર તપી ઊઠે અને હું તેઓનો નાશ કરીશ. પછી હું તારાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરીશ."
\v 11 પરંતુ મૂસાએ ઈશ્વર યહોવાહને વિનંતી કરીને કહ્યું કે, "હે યહોવાહ, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?
\p
\s5
\v 12 મિસરીઓ શા માટે આ પ્રમાણે બોલે કે, 'તમે તેઓનું નુકસાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા?' તમારા બળતા કોપથી ફરો અને તમારા લોકો પર આફત લાવવાનો ઇરાદો ફેરવો.
\v 13 તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલને આપેલું તમારું વચન યાદ કરો. તમે જે વચન કહ્યું હતું, 'આકાશના તારાઓના જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ. તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.'"
\v 14 પછી જે આફત યહોવાહે પોતાના લોકો પર લાવવાનું કહ્યું હતું તે વિષે તેમણે પોતાનું મન ફેરવ્યું.
\p
\s5
\v 15 પછી મૂસા પાછો ફરીને પર્વત પરથી નીચે ઊતર્યો અને બે કરારપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્ને બાજુએ, એટલે આગળ પાછળ એમ બન્ને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.
\v 16 તે પાટીઓ ઈશ્વરની કૃતિ હતી અને પાટી પર કોતરેલો લેખ, તે ઈશ્વરનો લેખ હતો.
\p
\s5
\v 17 જયારે યહોશુઆએ લોકોની બૂમાબૂમનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે મૂસાને કહ્યું, "છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે."
\v 18 પણ મૂસાએ કહ્યું,
\q "આ કોઈ વિજયનો નાદ નથી,
\q તેમ પરાજયનો પોકાર પણ નથી,
\q પણ આ તો ગાવાનો અવાજ સંભળાય છે."
\p
\s5
\v 19 જ્યારે મૂસા છાવણી પાસે પહોંચ્યો, ત્યારે વાછરડું અને નાચગાન જોયાં. મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી તેથી તે પર્વતની નીચે ભાંગી ગઈ.
\v 20 તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળી નંખાવ્યું અને તેને વાટીને ભૂકો કર્યો અને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.
\p
\s5
\v 21 પછી મૂસાએ હારુનને કહ્યું, "આ લોકોએ તારું શું બગાડ્યું છે કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?"
\v 22 હારુને કહ્યું, "મારા માલિકનો ક્રોધ ન સળગે; તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો દુષ્ટતા તરફ છે.
\v 23 એ લોકોએ મને કહ્યું, 'અમને દોરવણી આપવા માટે દેવ બનાવી આપ. કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું તે અમે જાણતા નથી.'
\v 24 એટલે મેં તેઓને કહ્યું, 'તમારામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો. તેઓએ મને સોનાનાં ઘરેણાં આપ્યા અને મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.'"
\p
\s5
\v 25 મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓને હાસ્યપાત્ર થવા દીધા હતા.
\v 26 પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. "યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે." એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.
\v 27 તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ એમ કહે છે: 'તમે બધા પોતપોતાની તરવાર લઈને સજ્જ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો અને તમારા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને મારી નાખો.'"
\p
\s5
\v 28 લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તે દિવસે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો માર્યા ગયા.
\v 29 મૂસાએ લેવીઓને કહ્યું, "આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ તથા પોતાના ભાઈની વિરુદ્ધ યહોવાહને અર્પિત થઈ જાઓ, જેથી યહોવાહ આજે તમને આશીર્વાદ આપે."
\p
\s5
\v 30 બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, "તમે મહાપાપ કર્યું છે. હવે હું યહોવાહ પાસે જાઉં છું. કદાચ હું તમારા પાપની માફી મેળવી શકું."
\v 31 આમ કહીને મૂસાએ ફરી યહોવાહ પાસે જઈને કહ્યું, "અરે આ લોકોએ મોટું પાપ કર્યું છે અને પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.
\v 32 પણ તમે તેઓના પાપને માફ કરો તો સારું; પણ જો નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો."
\p
\s5
\v 33 યહોવાહે મૂસાને કહ્યું, "જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.
\v 34 હવે ચાલ જે જગ્યા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પણ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ."
\v 35 પછી હારુને બનાવેલા વાછરડાની પૂજા કરવા બદલ યહોવાહે લોકોને આકરી સજા કરી.
\s5
\c 33
\p
\v 1 યહોવાહે મૂસાને કહ્યું, "તું અહીંથી જા અને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને સમ ખાઈને કહ્યું, 'તારા સંતાનને હું તે આપીશ,' તે દેશમાં જા.
\v 2 હું તારી આગળ મારા એક દૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢીશ.
\v 3 એટલે દૂધ તથા મધની ભરપૂર દેશમાં જા. તું તો હઠીલી પ્રજા છે, માટે હું તારી મધ્યે ચાલીશ નહિ, રખેને હું રસ્તામાં તારો સંહાર કરું."
\p
\s5
\v 4 જ્યારે લોકોએ આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેર્યાં નહિ.
\v 5 યહોવાહે મૂસાને કહ્યું, "ઇઝરાયલી લોકોને કહે કે, 'તમે લોકો હઠીલા છો. જો હું તમારી સાથે એ પળવાર પણ આવું તો તમારો સંહાર કરી નાખું. એટલે તમે તમારાં ઘરેણાં ઉતારી નાખો કે, મારે તને શું કરવું તે હું જાણું.'"
\v 6 તેથી હોરેબ પર્વતથી માંડીને ઇઝરાયલી લોકોએ પોતાનાં ઘરેણાં ઉતારી મૂક્યાં.
\p
\s5
\v 7 મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે માંડવો ઊભો કરતો હતો અને તેણે તેનું નામ મુલાકાતમંડપ પાડ્યું. યહોવાહને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.
\v 8 મૂસા જ્યારે જ્યારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાં સુધી તેને જોઈ રહેતા.
\v 9 મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવાહ મૂસા સાથે વાત કરતા.
\p
\s5
\v 10 વાદળના સ્તંભને દરવાજા આગળ જોતાં જ દરેક માણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.
\v 11 યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ.
\p
\s5
\v 12 મૂસાએ યહોવાહને કહ્યું, "તમે મને કહો છો, 'આ લોકોને દોરી લઈ જાઓ,' પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, 'હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.'
\v 13 હવે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તમારા માર્ગ જણાવજો કે, હું તમને ઓળખું, એ માટે તે તમારા લોકો છે એ તમે લક્ષમાં લો."
\p
\s5
\v 14 યહોવાહે જવાબ આપ્યો, "મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ."
\v 15 મૂસાએ તેને કહ્યું હતું, "જો તમારી સમક્ષતા મારી સાથે ન આવે તો અહીંથી આમને લઈ ન જાઓ.
\v 16 કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોકો તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોકો પૃથ્વી ઉપરના સર્વ લોકોથી જુદા છીએ?"
\p
\s5
\v 17 યહોવાહે મૂસાને કહ્યું, "હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ, કારણ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને હું તને નામથી ઓળખું છું."
\v 18 મૂસાએ કહ્યું, "કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો."
\p
\s5
\v 19 યહોવાહે કહ્યું, "હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ 'યહોવાહ' તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ."
\v 20 પણ યહોવાહે કહ્યું, "તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ."
\p
\s5
\v 21 યહોવાહે કહ્યું, "જો મારી પાસે એક જગ્યા છે અને તું ખડક પર ઊભો રહે.
\v 22 મારું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં રાખીશ અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથ વડે તને હું ઢાંકી દઈશ.
\v 23 પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોવા પામીશ, પણ મારું મુખ તને દેખાશે નહિ."
\s5
\c 34
\p
\v 1 યહોવાહે મૂસાને કહ્યું, "પ્રથમના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવ. અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો લખેલા હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
\v 2 સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી શિખર પર મારી રાહ જોતો ઊભો રહેજે.
\p
\s5
\v 3 તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ."
\v 4 મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો.
\p
\s5
\v 5 યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ "યહોવાહ" જાહેર કર્યું.
\v 6 યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, "યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું.
\v 7 હું યહોવાહ હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું."
\p
\s5
\v 8 મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.
\v 9 પછી તેણે કહ્યું, "હે યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો."
\p
\s5
\v 10 યહોવાહે કહ્યું, "જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
\v 11 હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરિઝીઓને, હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી કાઢી મૂકું છું.
\p
\s5
\v 12 જો, જે દેશમાં તું જાય તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો, રખેને તારી મધ્યે તે ફાંદારૂપ થઈ પડે.
\v 13 તેના બદલે, તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, તેના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી.
\v 14 કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવાહ છું, મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.
\p
\s5
\v 15 તારે દેશના રહેવાસીઓની સાથે કરાર કરવો નહિ. તેઓ તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે છે અને કોઈના આમંત્રણથી તું તેના અર્પણમાંથી ખાય.
\v 16 રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.
\v 17 તું પોતાને માટે કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ.
\p
\s5
\v 18 તું બેખમીરી રોટલીનું પર્વ પાળ. જેમ મેં તને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં નિયુક્ત કરેલ સમયના સાત દિવસો સુધી તું બેખમીરી રોટલી ખા, કેમ કે તુ આબીબ માસમાં મિસર દેશમાંથી નીકળ્યો હતો.
\p
\s5
\v 19 સર્વ પ્રથમજનિત મારા છે, એટલે તારા સર્વ નર પશુઓ, ઘેટાંબકરાંનાં પ્રથમજનિત.
\v 20 ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
\p
\s5
\v 21 છે દિવસ તારે કામ કરવું, પણ સાતમાં દિવસે તારે આરામ કરવો. ખેડવાના અને કાપણીના સમયે પણ તારે આરામ કરવો.
\v 22 તું સપ્તાહોનું પર્વ, એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું તથા વર્ષના છેલ્લાં સંગ્રહનું પર્વ પાળ.
\p
\s5
\v 23 દર વર્ષે તારા સઘળા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ ત્રણવાર હાજર થાય.
\v 24 કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ અને તારી સીમાઓ વધારીશ. જ્યારે તું ત્રણવાર ઈશ્વર તારા યહોવાહની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.
\p
\s5
\v 25 ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ, તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે.
\v 26 તારી જમીનનું પ્રથમ ફળ તું ઈશ્વર તારા યહોવાહના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફીશ નહિ."
\p
\s5
\v 27 યહોવાહે મૂસાને કહ્યું, "તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે વાત કરી છે અને તારી તથા ઇઝરાયલીઓની સાથે કરાર કર્યો છે."
\v 28 મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે પાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.
\p
\s5
\v 29 જયારે મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેના હાથમાં દશ આજ્ઞાવાળી બે પાટીઓ હતી, મૂસા જાણતો ન હતો કે તેનો પોતાનો ચહેરો ઈશ્વર સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.
\v 30 જયારે હારુન તથા સર્વ ઇઝરાયલીઓએ મૂસાને જોયો, ત્યારે તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતાં ગભરાતા હતા.
\v 31 પણ મૂસાએ તેઓને બોલાવ્યા અને હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. પછી મૂસાએ તેઓની સાથે વાત કરી.
\p
\s5
\v 32 તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી.
\v 33 જયારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેણે પોતાના મુખ ઉપર મુખપટ નાખ્યો.
\p
\s5
\v 34 જ્યારે જ્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા માટે તેમની સમક્ષ જતો, ત્યારે ત્યારે તે ત્યાંથી બહાર આવે ત્યાં સુધી તે મુખપટને રાખતો નહોતો. તે તંબુમાંથી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હતી તે તે ઇઝરાયલીઓને કહી સંભળાવતો.
\v 35 ઇઝરાયલીઓએ મૂસાનો ચહેરો જોયો, તો તેનો ચહેરો પ્રકાશતો હતો. પણ તે યહોવાહની સાથે વાત કરવાને અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી મુખપટ રાખતો.
\s5
\c 35
\p
\v 1 મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, "આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે.
\v 2 છે દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામનો સાબ્બાથ થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય.
\v 3 સાબ્બાથના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ."
\p
\s5
\v 4 મૂસાએ ઇઝરાયલીઓની આખી સભાને કહ્યું, "જે આજ્ઞા યહોવાહે આપી છે તે આ પ્રમાણે છે.
\v 5 યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ,
\v 6 ભૂરા, જાંબુડિયા, કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ;
\v 7 ઘેટાંનું પકવેલું ચામડું, સીલ માછલાંના ચામડાં, બાવળનાં લાકડાં;
\v 8 દીવાને માટે તેલ, અભિષેકના તેલ માટે, સુંગધીદાર ધૂપ માટે સુગંધી દ્રવ્યો,
\v 9 ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.
\p
\s5
\v 10 તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે;
\v 11 પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;
\v 12 કોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.
\p
\s5
\v 13 મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;
\v 14 દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;
\v 15 ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ તથા મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માટેનો પડદો;
\v 16 યજ્ઞવેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું.
\p
\s5
\v 17 આંગણાની ભીંતો માટેના પડદાઓ, સ્તંભો તથા તેઓની કૂંભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માટેના પડદાઓ;
\v 18 મુલાકાતમંડપના અને તેના આંગણા માટેના સ્તંભો, આંગણાની દોરીઓ;
\v 19 પવિત્રસ્થાનમાં સેવા કરવાના માટે ઝીણાં વણેલાં વસ્ત્રો, એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્ત્રો અને તેના દીકરાઓના વસ્ત્રો."
\p
\s5
\v 20 પછી ઇઝરાયલીઓની સમગ્ર સભા મૂસાની હજૂરમાંથી રવાના થઈ.
\v 21 જેઓને હોંશ હતી અને જેઓના હૃદયોમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ આવ્યા અને મુલાકાતમંડપના કામને સારુ તથા તેની સર્વ સેવાને સારુ તથા પવિત્ર વસ્ત્રોને સારુ યહોવાહને માટે અર્પણ લાવ્યા.
\v 22 જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, તેઓ આવ્યા. તેઓ નથનીઓ, કડીઓ, વીંટીઓ, બંગડીઓ તથા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં. યહોવાહને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું.
\p
\s5
\v 23 પ્રત્યેક માણસ જેની પાસે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનાં ઊન, ઝીણું શણ, બકરાંના વાળ, જાનવરોના રાતાં રંગીલાં ચામડાં તથા શીલ માછલાંનાં ચામડાં મળી આવ્યાં તે પણ તે લઈ આવ્યો.
\v 24 જે કોઈએ પણ યહોવાહને ચાંદી કે પિત્તળનું અર્પણ ચઢાવ્યું તે સૌ તે લાવ્યા અને પ્રત્યેક માણસ જેની પાસે સેવાના કોઈ પણ કામને માટે બાવળનું લાકડું મળી આવ્યું તે તે લાવ્યો.
\p
\s5
\v 25 સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતે કાંતેલું, એટલે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણું શણ લાવી.
\v 26 જે સર્વ સ્ત્રીઓના હૃદયમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યા.
\p
\s5
\v 27 અધિકારીઓ ગોમેદ પાષાણ, એફોદ તથા ઉરાવરણમાં જડવા માટે પાષાણો લાવ્યા.
\v 28 તેમ જ દીવા, અભિષેકના તેલ, સુગંધીદાર ધૂપને માટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.
\v 29 આ પ્રમાણે ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાહને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાહે કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.
\p
\s5
\v 30 મૂસાએ ઇઝરાયલી લોકોને કહ્યું, "જુઓ, યહોવાહે યહૂદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા, બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.
\v 31 બુદ્ધિ, સમજણ, જ્ઞાન તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતે યહોવાહે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.
\v 32 એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
\v 33 જડવાને માટે પાષાણ કોતરવામાં, લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે.
\p
\s5
\v 34 યહોવાહે તેને તથા દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને તેણે શીખવવાનું મન આપ્યું છે.
\v 35 તેણે તેઓને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે કે તેઓ કોતરણીનું, સીવણનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓના ભરતકામ તૈયાર કરવાનું, ભૂરા, જાંબુડિયા તથા કિરમજી ઊનના અને ઝીણા શણના ભરત ભરનારની અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની કારીગરી કરે.
\s5
\c 36
\p
\v 1 બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે."
\p
\s5
\v 2 પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું.
\v 3 જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી અર્પણ લાવતા હતા.
\v 4 તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા.
\p
\s5
\v 5 તેઓએ મૂસાને કહ્યું, "યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે."
\v 6 તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા.
\v 7 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.
\p
\s5
\v 8 તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો.
\v 9 પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.
\v 10 બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા.
\p
\s5
\v 11 તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.
\v 12 એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા.
\v 13 આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો.
\p
\s5
\v 14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યાં.
\v 15 પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.
\v 16 તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છે પડદાને એકબીજા સાથે જોડ્યા.
\v 17 તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.
\p
\s5
\v 18 તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળના પચાસ ચાપડા બનાવ્યાં.
\v 19 તેણે તંબુને માટે જાનવરના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું.
\p
\s5
\v 20 બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં.
\v 21 પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી.
\v 22 પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.
\v 23 તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.
\p
\s5
\v 24 બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી.
\v 25 ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.
\v 26 અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી.
\p
\s5
\v 27 મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.
\v 28 તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.
\p
\s5
\v 29 તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.
\v 30 આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી.
\p
\s5
\v 31 તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ,
\v 32 મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો.
\v 33 તેણે વચલી ભૂંગળને પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધીની અડધી ઊંચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી.
\v 34 તેણે આ પાટિયાઓ સોનાથી મઢ્યાં. તેણે ભૂંગળોને રાખવાની જગ્યાને માટે સોનાનાં કડાં બનાવ્યાં અને ભૂંગળોને સોનાથી મઢી.
\p
\s5
\v 35 તેણે ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરુબોવાળો તે બનાવ્યો.
\v 36 તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.
\p
\s5
\v 37 તેણે મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો.
\v 38 તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.
\s5
\c 37
\p
\v 1 બસાલેલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો. જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ તથા ઊંચાઈ દોઢ હાથ હતી.
\v 2 તેણે તેને અંદર તથા બહારથી શુદ્ધ સોનાથી મઢીને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
\v 3 તેણે તેના ચાર પાયામાં સોનાનાં ચાર કડાં જોડ્યાં, એટલે તેની એક બાજુએ બે કડાં અને તેની બીજી બાજુએ બે કડાં.
\p
\s5
\v 4 તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યાં અને તેને સોનાથી મઢી લીધાં.
\v 5 તેણે કોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા.
\v 6 તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું દયાસન બનાવ્યું.
\p
\s5
\v 7 તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં.
\v 8 એક છેડે એક કરુબ અને બીજે છેડે એક કરુબ. તેના બે છેડા પરના કરુબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યાં.
\v 9 કરુબોની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું. તેઓના મુખ સામસામાં હતા અને દયાસનની તરફ કરુબોનાં મુખ હતાં.
\p
\s5
\v 10 બસાલેલે બાવળના લાકડામાંથી બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી મેજ બનાવી.
\v 11 આખી મેજને શુદ્ધ સોનાથી મઢી લઈને મેજની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.
\v 12 તેણે તેની ફરતે ચાર ઈંચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.
\v 13 તેણે તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયામાં જડી દીધાં.
\p
\s5
\v 14 મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
\v 15 તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાની દાંડીઓ બનાવી અને તેને સોનાથી મઢી લીધી.
\v 16 તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.
\p
\s5
\v 17 તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું. એટલે તેની બેઠક તથા તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.
\v 18 દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છે શાખાઓ હતી.
\v 19 એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છે શાખાઓ હતી.
\p
\s5
\v 20 દીપવૃક્ષમાં બદામફૂલના આકારના બનાવેલા ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓના ફૂલ હતાં.
\v 21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.
\v 22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.
\p
\s5
\v 23 બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.
\v 24 તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું.
\p
\s5
\v 25 બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
\v 26 આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
\p
\s5
\v 27 તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
\v 28 તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
\v 29 તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.
\s5
\c 38
\p
\v 1 તેણે બાવળના લાકડામાંથી યજ્ઞવેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.
\v 2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.
\v 3 તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.
\p
\s5
\v 4 તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી.
\v 5 તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં.
\p
\s5
\v 6 બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.
\v 7 વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.
\p
\s5
\v 8 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.
\p
\s5
\v 9 તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.
\v 10 આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.
\p
\s5
\v 11 ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
\v 12 આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
\p
\s5
\v 13 આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા.
\v 14 પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી.
\v 15 બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી.
\v 16 આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.
\p
\s5
\v 17 સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા.
\v 18 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.
\v 19 તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં.
\v 20 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી.
\p
\s5
\v 21 મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઇથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.
\v 22 જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા બસાલેલે બનાવ્યું.
\v 23 તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
\p
\s5
\v 24 જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સાતસો ત્રીસ શેકેલ હતું.
\v 25 વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર સાતસો પંચોતેર હતું.
\v 26 વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.
\p
\s5
\v 27 પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.
\v 28 બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં.
\v 29 અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.
\p
\s5
\v 30 આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો,
\v 31 આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.
\s5
\c 39
\p
\v 1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.
\p
\s5
\v 2 તેણે સોનાનો, ભૂરા, જાંબુડા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો.
\v 3 સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.
\p
\s5
\v 4 તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.
\v 5 એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
\p
\s5
\v 6 તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.
\v 7 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલના બાર પુત્રોને સારુ સ્મરણપાષાણો થવા માટે એફોદના ખભાના પટ્ટા પર લગાડ્યા.
\p
\s5
\v 8 તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાબુંડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
\v 9 તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.
\p
\s5
\v 10 તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.
\v 11 બીજી હાર લીલમ, નીલમ અને હીરાની હતી.
\v 12 ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની હતી.
\v 13 ચોથી હાર ગોમેદ, પિરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.
\p
\s5
\v 14 આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.
\v 15 તેણે ન્યાયકરણ ઉરપત્રક માટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.
\v 16 તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.
\p
\s5
\v 17 તેઓએ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.
\v 18 એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડ્યા.
\p
\s5
\v 19 તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.
\v 20 તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.
\p
\s5
\v 21 ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્રક કરમપટા ઉપર રહે અને છુટ્ટું ન પડી જાય.
\p
\s5
\v 22 બસાલેલે એફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવ્યો હતો.
\v 23 તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી.
\v 24 જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.
\p
\s5
\v 25 તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી.
\v 26 એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે હારુન યહોવાહની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.
\p
\s5
\v 27 તેઓએ હારુન અને તેના પુત્રો માટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં.
\v 28 વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં.
\v 29 યહોવાહની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
\p
\s5
\v 30 તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.
\v 31 તેને પાઘડીની ટોચે બાંધવા સારુ તેઓએ તેને ભૂરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
\p
\s5
\v 32 આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર પવિત્રમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.
\v 33 તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ;
\v 34 તેઓએ તેને સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
\v 35 કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
\p
\s5
\v 36 તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
\v 37 શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
\v 38 સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
\v 39 પિત્તળની વેદી, તેની પિત્તળની બનાવેલી જાળી, તેના દાંડા અને તેનાં બધાં સાધનો, હોજ તથા તેનું તળિયું બનાવ્યાં.
\p
\s5
\v 40 આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં.
\v 41 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.
\p
\s5
\v 42 યહોવાહે મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇઝરાયલીઓએ પૂર્ણ કર્યું હતું.
\v 43 મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાહના જણાવ્યા મુજબ બનાવ્યું છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.
\s5
\c 40
\p
\v 1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
\v 2 "પ્રથમ માસના પ્રથમ દિવસે તું પવિત્રમંડપ ઊભો કરજે.
\p
\s5
\v 3 તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે સાક્ષ્યકોશ મંડપમાં મૂકજે; અને સાક્ષ્યકોશને પડદાથી ઢાંકી દેજે.
\v 4 મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
\p
\s5
\v 5 તું સોનાની ધૂપવેદી સાક્ષ્યકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
\v 6 તું યજ્ઞવેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
\v 7 તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
\p
\s5
\v 8 તું મુલાકાત મંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
\v 9 તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
\v 10 તું વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
\v 11 તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
\p
\s5
\v 12 તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
\v 13 તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
\p
\s5
\v 14 તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
\v 15 જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે."
\v 16 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
\p
\s5
\v 17 બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
\v 18 મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
\v 19 યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
\v 20 તેણે સાક્ષ્યલેખ લઈને કોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
\p
\s5
\v 21 પવિત્રકોશને તે પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
\v 22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
\v 23 તેના ઉપર યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
\p
\s5
\v 24 મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
\v 25 યહોવાહની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.
\s5
\v 26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
\v 27 યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
\p
\s5
\v 28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
\v 29 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
\v 30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
\p
\s5
\v 31 મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
\v 32 જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
\v 33 મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
\p
\s5
\v 34 પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
\v 35 મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
\p
\s5
\v 36 જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.
\v 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.
\v 38 દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.

1322
06-JOS.usfm Normal file
View File

@ -0,0 +1,1322 @@
\id JOS
\ide UTF-8
\h યહોશુઆ
\toc1 યહોશુઆ
\toc2 યહોશુઆ
\toc3 jos
\mt1 યહોશુઆ
\s5
\c 1
\p
\v 1 હવે યહોવાનાં સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરો યહોશુઆ જે મૂસાનો સહાયકારી હતો તેને યહોવાએ કહ્યું;
\v 2 "મારો સેવક, મૂસા મરણ પામ્યો છે. તેથી હવે તું તથા આ સર્વ લોક ઊઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને એટલે કે ઇઝરાયલના લોકોને હું આપું છું.
\v 3 મૂસાને જે પ્રમાણે મેં વચન આપ્યું તે પ્રમાણે, ચાલતા જે જે જગ્યા તમારા પગ નીચે આવશે તે સર્વ મેં તમને આપી છે.
\p
\s5
\v 4 અરણ્ય તથા લબાનોનથી, દૂર મોટી નદી, ફ્રાત સુધી, હિત્તીઓના આખા દેશથી, મોટા સમુદ્ર સુધી, પશ્ચિમ દિશાએ તમારી સરહદ થશે.
\v 5 તારા જીવનના સર્વ દિવસો દરમ્યાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહિ. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ; હું તને તજીશ કે મૂકી દઈશ નહિ.
\p
\s5
\v 6 બળવાન તથા હિંમતવાન થા. આ લોકોને જે દેશનો વારસો આપવાનું યહોવાએ તેમના પૂર્વજોને વચન આપ્યું હતું તે યહોવા તેઓને આપશે.
\v 7 બળવાન તથા ઘણો હિંમતવાન થા. મારા સેવક મૂસાએ જે સઘળાં નિયમની તને આજ્ઞા આપી છે તે પાળવાને કાળજી રાખ. તેનાથી જમણી કે ડાબી બાજુ ફરતો ના, કે જેથી જ્યાં કંઈ તું જાય ત્યાં તને સફળતા મળે.
\p
\s5
\v 8 આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ.
\v 9 શું મેં તને આજ્ઞા કરી નથી? બળવાન તથા હિંમતવાન થા! ડર નહિ. નિરાશ ન થા." જ્યાં કંઈ તું જશે ત્યાં યહોવા તારા પ્રભુ તારી સાથે છે."
\p
\s5
\v 10 પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી,
\v 11 "તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, 'તમે પોતાને માટે ખાદ્યસામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવા તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો.'"
\p
\s5
\v 12 રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને, યહોશુઆએ કહ્યું, યહોવાનાં સેવક મૂસાએ તમને જે બાબત કહી હતી કે,
\v 13 'યહોવા તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો.'
\p
\s5
\v 14 તમારી પત્નીઓ, તમારાં નાનાં બાળકો અને તમારાં ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે. પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે.
\v 15 યહોવા જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે અને જે દેશ યહોવા તમારા પ્રભુ તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો અને યહોવાનાં સેવક મૂસાએ યર્દન પાર, પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો.
\s5
\v 16 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપતા કહ્યું, "જે સઘળું કરવાની આજ્ઞા તેં અમને આપી છે તે અમે કરીશું અને જ્યાં કંઈ તું અમને મોકલશે ત્યાં અમે જઈશું.
\v 17 જેમ અમે મૂસાનું માનતા હતા તેમ તારું પણ માનીશું. યહોવા તારા પ્રભુ જેમ મૂસા સાથે હતા તેમ તારી સાથે રહો.
\v 18 જે કોઈ તારી આજ્ઞા વિરુદ્ધ બળવો કરે અને તારું કહેવું ન માને તે મારી નંખાય. માત્ર એટલું જ કે તું બળવાન અને હિંમતવાન થા."
\s5
\c 2
\p
\v 1 પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટીમમાંથી બે માણસોને જાસૂસો તરીકે છૂપી રીતે મોકલ્યા. તેણે કહ્યું, "જાઓ, દેશની તથા યરીખોની માહિતી મેળવો." તેઓ ત્યાંથી ગયા અને એક ગણિકા કે જેનું નામ રાહાબ હતું તેના ઘરે આવ્યા અને ત્યાં રહ્યા.
\v 2 યરીખોના રાજાને જાણ થઈ કે, દેશની જાસૂસી કરવાને ઇઝરાયલના માણસો અહીં આવ્યા છે.
\v 3 યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે, "જે માણસો તારે ઘરે આવીને તારા ઘરમાં પ્રવેશ્યા છે તેઓને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા માટે આવ્યા છે."
\p
\s5
\v 4 પણ તે સ્ત્રીએ તે બે માણસને સંતાડ્યા. અને રાજાને કહ્યું, "હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી .
\v 5 જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો."
\p
\s5
\v 6 પણ તેણે તો તેમને અગાશી પર લાવીને ત્યાં મૂકેલી શણની સરાંઠીઓમાં છુપાવ્યા હતા.
\v 7 તેથી તે માણસોએ યર્દન તરફ જવાના રસ્તે તેઓનો પીછો કર્યો. પીછો કરનારા બહાર ગયા ત્યારે લોકોએ દરવાજો બંધ કરી દીધો.
\s5
\v 8 તે માણસો સૂઈ જાય તે પહેલાં રાહાબ તેઓની પાસે અગાશી પર આવી.
\v 9 તેણે કહ્યું, "હું જાણું છું કે યહોવાએ આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે.
\s5
\v 10 તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ કેવી રીતે લાલ સમુદ્રનાં પાણી સૂકવી નાખ્યાં હતાં તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા-સિહોન તથા ઓગ, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે.
\v 11 જ્યારે એ સાંભળ્યું ત્યારે અમે ખૂબ જ ડરી ગયા અને કોઈનામાં હિંમત રહી નહિ કેમ કે યહોવા તમારા પ્રભુ તે જ ઉપર આકાશના અને નીચે પૃથ્વીના યહોવા છે.
\p
\s5
\v 12 માટે હવે, યહોવાનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો
\v 13 અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓનાં કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો."
\p
\s5
\v 14 તે માણસોએ તેને કહ્યું, "જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું."
\p
\s5
\v 15 ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું.
\v 16 અને તેણે તેઓને કહ્યું, "તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો."
\v 17 તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું.
\p
\s5
\v 18 જયારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા, ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરનાં સર્વને તારા ઘરમાં ભેગાં કરી રાખજે.
\v 19 એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નગરમાં જશે તેઓનું રક્ત તેઓના પોતાના માથે પણ અમે તે સંબંધી નિર્દોષ રહીશું. પણ જે કોઈ તારી સાથે તારા ઘરમાં હશે તેના પર જો કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે.
\p
\s5
\v 20 પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું."
\v 21 ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાઓ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી.
\p
\s5
\v 22 તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ.
\p
\s5
\v 23 અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.
\v 24 તેઓએ યહોશુઆને કહ્યું કે, "નિશ્ચે યહોવાએ આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે."
\s5
\c 3
\p
\v 1 અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.
\p
\s5
\v 2 અને ત્રણ દિવસ પછી, એમ થયું કે આગેવાનો છાવણીમાં ફર્યા;
\v 3 તેઓએ લોકોને આજ્ઞા કરી, "જયારે તમે તમારા યહોવા પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.
\v 4 તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે; તેની નજીક જશો નહિ, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી."
\p
\s5
\v 5 અને યહોશુઆએ લોકોને કહ્યું, "તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે."
\v 6 ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, "કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ." તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા.
\p
\s5
\v 7 અને યહોવાએ યહોશુઆને કહ્યું, "આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ.
\v 8 જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો."
\p
\s5
\v 9 અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, "અહીં આવો અને પ્રભુ તમારા યહોવા વચન સાંભળો."
\v 10 અને યહોશુઆએ કહ્યું, "આનાથી તમે જાણશો કે જીવતા યહોવા તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે.
\v 11 જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.
\p
\s5
\v 12 હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો.
\v 13 જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે."
\s5
\v 14 તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.
\v 15 કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા (યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બંને કિનારે છલકાતી હતી)
\v 16 ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.
\s5
\v 17 ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.
\s5
\c 4
\p
\v 1 જયારે બધા લોકો યર્દન પાર કરી રહ્યા ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું,
\v 2 "તમે તમારે માટે દરેક કુળમાંથી એક માણસ પ્રમાણે બાર માણસ પસંદ કરો.
\v 3 અને તેઓને આજ્ઞા આપો કે, જ્યાં યાજકો કોરી જમીન પર ઊભા છે ત્યાંથી એટલે યર્દનની મધ્યેથી તેઓ બાર પથ્થર ઉપાડી લે, એ પથ્થર તેઓ પોતાની સાથે પેલી બાજુ લઈ જાય અને આજે જ્યાં તમે રાત્રિમુકામ કરો ત્યાં તેઓને મૂકો."
\p
\s5
\v 4 પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા.
\v 5 યહોશુઆએ તેઓને કહ્યું, "તમારા યહોવા, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.
\p
\s5
\v 6 જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.
\v 7 પછી તમે તેઓને કહેશો કે, 'યહોવાનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે."
\p
\s5
\v 8 ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા.
\v 9 પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે બાર પથ્થર સ્થાપિત કર્યા. અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે.
\p
\s5
\v 10 જે આજ્ઞા મૂસાએ યહોશુઆને આપી હતી અને જે આજ્ઞા યહોવાએ યહોશુઆને આપી હતી તેનું સંપૂર્ણ પાલન થાય ત્યાં સુધી યાજકો યર્દનની મધ્યમાં કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા. લોકો ઉતાવળ કરીને પાર ઊતરી ગયા.
\v 11 જયારે બધા લોકો પાર ઊતર્યા પછી યહોવાનો કરારકોશ અને યાજકો લોકોના દેખતાં પાર ઊતર્યા.
\p
\s5
\v 12 રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.
\v 13 લગભગ ચાળીસ હજાર માણસો યહોવાની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા.
\v 14 તે જ દિવસે યહોવા યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા-તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.
\p
\s5
\v 15 પછી યહોવાએ યહોશુઆને કહ્યું,
\v 16 "કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ."
\p
\s5
\v 17 તેથી યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, "યર્દનમાંથી બહાર આવો."
\v 18 જયારે યાજકો યહોવાનાં કરારકોશને ઊંચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા ત્યારપછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું.
\p
\s5
\v 19 લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા, તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલ્ગાલમાં મુકામ કર્યો.
\v 20 જે બાર પથ્થર તેઓ યર્દનમાંથી બહાર લાવ્યા હતા, તેને યહોશુઆએ ગિલ્ગાલમાં સ્થાપિત કર્યા.
\v 21 અને તેણે ઇઝરાયલના લોકોને કહ્યું, "આવનાર સમયમાં જયારે તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે, 'આ પથ્થરો શું દર્શાવે છે?'
\s5
\v 22 ત્યારે 'તમારાં બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી.'
\v 23 વળી તેમને કહેજો કે જેમ આપણા યહોવા પ્રભુએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો હતો, તેમ આપણા યહોવા પ્રભુએ અમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારી આગળ તેના પાણી સૂકવી નાખ્યાં હતાં.
\v 24 યહોવાએ આ એટલા માટે કર્યું કે પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવા સર્વસમર્થ પ્રભુ છે, અને તમે હંમેશા યહોવા તમારા પ્રભુની આરાધના કરો."
\s5
\c 5
\p
\v 1 જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાએ યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયેલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા.
\p
\s5
\v 2 તે સમયે યહોવાએ યહોશુઆને કહ્યું, "ચકમક પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયલના બધા પુરુષોની ફરીથી સુન્નત કર."
\v 3 પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને 'અગ્રચર્મની ટેકરી' કહેવામાં આવી.
\p
\s5
\v 4 અને યહોશુઆએ તેઓની સુન્નત કરી તેનું કારણ આ હતું કે, જે પુરુષો મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જેઓની સુન્નત કરાયેલી હતી તેઓ એટલે કે યુદ્ધ કરનારા બધા પુરુષો અરણ્યના રસ્તે મરણ પામ્યા હતા.
\v 5 જોકે મિસરમાંથી નીકળેલા પુરુષોની સુન્નત કરવામાં આવી હતી, પરંતુ મિસરમાંથી બહાર નીકળી અરણ્યના માર્ગમાં જે છોકરાઓ જનમ્યાં હતા તેઓની સુન્નત હજી સુધી કરાઈ ન હતી.
\p
\s5
\v 6 મિસરમાંથી નીકળેલા યોધ્ધાઓ, કે જે અરણ્યમાં મરી ગયા, ત્યાં સુધી ઇઝરાયલના લોકો ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે, તેઓએ યહોવાની આજ્ઞાઓ પાળી ન હતી. જે દૂધ મધની રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાએ તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહિ તેવા સમ યહોવાએ તેઓ વિષે ખાધા હતા.
\v 7 તેઓને સ્થાને યહોવાએ તેઓના દીકરાઓને ઊભા કર્યા હતા, યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી.
\p
\s5
\v 8 અને સર્વ પુરુષોની સુન્નત થઈ ગયા પછી, તેઓને રૂઝ આવી ત્યાં તેઓ છાવણીમાં રહ્યા.
\v 9 અને યહોવાએ યહોશુઆને કહ્યું, "આ દિવસથી હું તારા પરથી મિસરનું કલંક દૂર કરીશ. "માટે, તે જગ્યાનું નામ ગિલ્ગાલ રાખ્યું જે આજ સુધી તે નામ ઓળખાય છે.
\p
\s5
\v 10 અને ઇઝરાયલીએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.
\v 11 પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું.
\p
\s5
\v 12 અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું.
\p
\s5
\v 13 અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, "શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?"
\p
\s5
\v 14 તેણે કહ્યું, "એમ તો નહિ, પણ હું યહોવાનાં સૈન્યનો સરદાર છું." અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, "મને આપનો આદેશ ફરમાવો."
\v 15 ત્યારે યહોવાનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે "તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે." અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.
\s5
\c 6
\p
\v 1 હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું.
\v 2 યહોવાએ યહોશુઆને કહ્યું, "જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.
\p
\s5
\v 3 તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું.
\v 4 સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.
\p
\s5
\v 5 મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું."
\p
\s5
\v 6 પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, "કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે.
\v 7 અને તેણે લોકોને કહ્યું, "આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાનાં કરારકોશ આગળ જાય."
\p
\s5
\v 8 જેમ યહોશુઆએ લોકોને કહ્યું તેમ, સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડાં ઊચક્યાં અને તેઓ આગળ ચાલ્યા અને તેઓએ રણશિંગડાં વગાડીને મોટો અવાજ કર્યો અને યહોવાનો કરારકોશ તેઓની પાછળ ચાલ્યો.
\v 9 સશસ્ત્ર પુરુષો યાજકોની આગળ ચાલતા હતા, તેઓ તેમનાં રણશિંગડાં મોટેથી વગાડતા હતા, પણ પાછળના સૈનિકો કરારકોશની પછવાડે ચાલતા હતા. યાજકો તેમનાં રણશિંગડા સતત વગાડતા હતા.
\p
\s5
\v 10 પણ યહોશુઆએ લોકોને આજ્ઞા કરીને કહ્યું કે," હોકારા પાડશો નહિ. હું તમને હોકારો પાડવાનુ કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી તમે અવાજ કાઢશો નહિ."
\v 11 તેણે યહોવાનાં કરારકોશને તે દિવસે નગરની ચોતરફ એકવાર ફેરવ્યો. પછી તેઓએ છાવણીમાં પ્રવેશ કર્યો અને તે રાતે તેઓ છાવણીમાં જ રહ્યા.
\p
\s5
\v 12 અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો. યાજકોએ યહોવાનો કરારકોશ ઊંચકી લીધો.
\v 13 સાત યાજકોએ યહોવાનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લીધાં અને તેઓ તેને મોટા અવાજથી વગાડતા વગાડતા ચાલ્યા. સશસ્ત્ર પુરુષો તેઓની આગળ ચાલતા હતા. પણ પાછળની ટુકડી યહોવાનાં કોશની પછવાડે ચાલી ત્યારે રણશિંગડામાંથી સતત મોટો અવાજ થતો રહ્યો.
\v 14 બીજે દિવસે તેઓએ નગરની ચોતરફ એકવાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવ્યા. આમ તેઓએ છ દિવસ કર્યું.
\p
\s5
\v 15 સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઊઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી.
\v 16 સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, "મોટેથી વગાડો. કેમ કે યહોવાએ આ નગર તમને આપ્યું છે.
\p
\s5
\v 17 આ નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત કરવામાં આવશે. નાશ કરાશે. કેવળ રાહાબ ગણિકા અને તેની સાથે તેના ઘરનાં સર્વ જીવતાં રહેશે. કેમ કે જે માણસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડ્યા હતા.
\v 18 પણ તમે પોતાના માટે, તમામ એવી નાશવંત વસ્તુ લેવા વિષે સાવધ રહો. રખેને તે વસ્તુઓને શાપિત માન્ય પછી તેમાંથી કશું લો. અને તેમ કરવાથી તમે ઇઝરાયલની છાવણીનો નાશ થાય એવું કરો અને તેના પર સંકટ લાવો.
\v 19 સર્વ રૂપું, સોનું અને પિત્તળનાં તથા લોખંડનાં પાત્રો યહોવાને સારું પવિત્ર છે. તે બધું યહોવાનાં ભંડારમાં લાવવું.
\p
\s5
\v 20 તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.
\v 21 અને નગરમાં જે સઘળું હતું તે બધું એટલે પુરુષ અને સ્ત્રી, જુવાન અને વૃદ્ધ, ઢોર, ઘેટાં અને ગધેડાં એ બધાનો તરવારથી વિનાશ કર્યો.
\p
\s5
\v 22 જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, "ગણિકાના ઘરમાં જાઓ. તેની સાથે તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને અને તેના સર્વને ત્યાંથી બહાર લાવો.
\p
\s5
\v 23 તેથી જુવાન ઘરમાં ગયા અને રાહાબને બહાર લઈ આવ્યા. તેઓ તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને તેના સર્વસ્વને બહાર લાવ્યા. વળી તેનાં સઘળાં સગાંને પણ તેઓ બહાર લાવ્યા. તેઓ તેમને ઇઝરાયલની છાવણી બહારની જગ્યામાં લઈ આવ્યા.
\v 24 તેઓએ નગરને અને જે કંઈ હતું તે બધું અગ્નિથી બાળી નાખ્યું; કેવળ રૂપું, સોનું, પિત્તળનાં અને લોખંડનાં પાત્રો લાવીને તેઓએ યહોવાનાં ઘરના ભંડારમાં મૂક્યાં.
\p
\s5
\v 25 પણ રાહાબ ગણિકાને, તેના પિતાના કુટુંબને અને તેના સર્વસ્વને યહોશુઆએ બચાવી લીધાં. તે આજ દિવસ સુધી ઇઝરાયલમાં રહી કારણ કે યહોશુઆએ યરીખોમાં જે જાસૂસોને મોકલ્યા હતા તેઓને તેણે સંતાડીને રક્ષણ આપ્યું હતું.
\p
\s5
\v 26 પછી તે વખતે યહોશુઆએ તેઓને સમ આપીને કહ્યું કે, "જે કોઈ ઊઠીને ફરીથી યરીખો નગર બાંધે તે યહોવાની નજર આગળ શાપિત થાય. તેના જયેષ્ઠ પુત્રના જીવનના બદલામાં તે પાયો નાખશે અને તેના સૌથી નાના પુત્રના જીવના બદલામાં તેના દરવાજા સ્થિર કરશે."
\v 27 આ રીતે યહોવા યહોશુઆ સાથે રહ્યા હતા. તેની કીર્તિ આખા દેશમાં ફેલાઈ ગઈ.
\s5
\c 7
\p
\v 1 પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.
\s5
\v 2 બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, "તમે જઈને તે દેશની જાસૂસી કરો." તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.
\v 3 તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, "સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે."
\p
\s5
\v 4 માટે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા.
\v 5 અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.
\p
\s5
\v 6 પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં, તેણે અને ઇઝરાયલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાનાં કોશ આગળ, ભૂમિ પર પડી રહ્યાં.
\v 7 ત્યારે યહોશુઆ બોલ્યો, 'અરે! હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારુ તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અમે યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું!
\p
\s5
\v 8 હે પ્રભુ, ઇઝરાયલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે, હવે હું શું બોલું?
\v 9 માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે. તેઓ અમને ચારેબાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિષે શું કરશો?"
\p
\s5
\v 10 યહોવાએ યહોશુઆને કહ્યું કે, ઊઠ! એમ શા માટે નીચે પડી રહ્યો છે?
\v 11 ઇઝરાયલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે.
\v 12 એ કારણથી, ઇઝરાયલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહીં, તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે, તેનો જો તમે નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહીશ નહીં.
\p
\s5
\v 13 ઊઠ! લોકોને શુદ્ધ કર અને કહે, આવતીકાલને માટે તમે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇઝરાયલનો પ્રભુ યહોવા કહે છે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ કાઢી નહિ નાખે, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.
\p
\s5
\v 14 તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવા ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવા જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવા પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે.
\v 15 એમ થાય કે જે વસ્તુ શાપિત છે તે જેની પાસેથી પકડાશે તે પુરુષને તથા તેના સર્વસ્વને બાળી નાંખવામાં આવશે. કારણ કે તેણે યહોવાનો કરાર તોડયો છે અને ઇઝરાયલમાં શરમજનક મૂર્ખાઈ કરી છે."'
\p
\s5
\v 16 અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું.
\v 17 તે યહૂદાના કુળને આગળ લાવ્યો, તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓનાં કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો ત્યારે તેમાંથી ઝાબ્દી પકડાયો.
\v 18 તેના ઘરનાં પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર, ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.
\p
\s5
\v 19 ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, "મારા દીકરા, ઇઝરાયલના પ્રભુ યહોવાની આગળ સાચું બોલ અને તેમની આગળ કબૂલ કર. તેં જે કર્યું છે તે હવે મને કહે. મારાથી કશું છાનું રાખીશ નહીં."
\v 20 અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, "ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે:
\v 21 લૂંટમાંથી એક સારો શિનઆરી જામો, ૨ કિલો ૩૦૦ ગ્રામ ચાંદી, ૫૭૫ ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે; ચાંદી સૌથી નીચે છુપાવી છે."
\p
\s5
\v 22 યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડાયેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી."
\v 23 અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાની આગળ મૂક્યું.
\p
\s5
\v 24 અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા.
\p
\s5
\v 25 પછી યહોશુઆએ કહ્યું, "તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે." અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.
\v 26 અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવા પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ 'આખોરની ખીણ' એવું પડયું જે આજ સુધી છે.
\s5
\c 8
\p
\v 1 અને યહોવાએ યહોશુઆને કહ્યું, "બીશ નહિ, હિંમત હારીશ નહિ. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આય જા. જો, મેં આયનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યાં છે.
\v 2 જેમ તેં યરીખો અને તેના રાજાને કર્યું તેમ આયને અને તેના રાજાને કર, તેનો માલ અને પશુઓ તમારા પોતાને માટે લૂંટી લેજો. તું નગરની પાછળ માણસોને છુપાવી રાખજે."
\p
\s5
\v 3 તેથી યહોશુઆ આય પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો. સર્વ લડવૈયાને સાથે લીધાં. યહોશુઆએ ત્રીસ હજાર માણસોને પસંદ કર્યા, તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા.
\v 4 તેઓને આજ્ઞા કરી કે, "જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહિ, પણ તમે સર્વ તૈયાર રહેજો.
\p
\s5
\v 5 હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું. અને જયારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાંની જેમ અમે તેઓની આગળથી નાસીશું.
\v 6 તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, 'પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.' માટે અમે તેઓથી દૂર નાસીશું.
\v 7 પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી ઊઠીને બહાર નીકળી આવજો અને તમે નગરને કબજે કરી લેજો. યહોવા તમારા પ્રભુ નગરને તમારા હાથમાં આપશે.
\p
\s5
\v 8 નગર કબજે કર્યા પછી તમારે નગરને સળગાવી દેવું. યહોવાનાં કહ્યા પ્રમાણે તમારે કરવું. સાંભળો, મેં તમને આ આજ્ઞા આપી છે."
\v 9 યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.
\p
\s5
\v 10 યહોશુઆ સવારે વહેલો ઊઠયો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયલના વડીલોએ આયના લોકો પર હુમલો કર્યો.
\v 11 સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.
\v 12 તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આયની વચ્ચે આયની પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.
\p
\s5
\v 13 તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી.
\v 14 જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાનો લાગ જોઈ રહ્યા છે.
\p
\s5
\v 15 તેઓની સામે યહોશુઆ અને સર્વ ઇઝરાયલે પોતે હારી જવાનો ઢોંગ કર્યો, તેઓ અરણ્ય તરફ નાસી ગયા.
\v 16 તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા.
\v 17 હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા.
\p
\s5
\v 18 યહોવાએ યહોશુઆને કહ્યું, "તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર. કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ." યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો.
\v 19 જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી.
\p
\s5
\v 20 આયના માણસો પાછા વળ્યા. અને તેઓએ જોયું કે નગરનો ધુમાડો આકાશ પર ચઢતો હતો. તેઓને માટે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહિ. કેમ કે જે સૈનિકો અરણ્ય તરફ નાસી ગયા હતા તેઓ હવે તેમની પાછળ પડનારાઓનો સામનો કરવા પાછા આવ્યા હતા.
\v 21 જયારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયલે જોયું કે, હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યાં.
\p
\s5
\v 22 ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ.
\v 23 તેઓએ આયના રાજાને પકડયો અને તેને જીવતો રહેવા દઈને યહોશુઆ પાસે લાવ્યા.
\p
\s5
\v 24 એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તરવારની ધારથી નાશ કર્યો.
\v 25 તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા.
\v 26 યહોશુઆએ જ્યાં સુધી આયના સર્વ લોકોનો સંપૂર્ણ નાશ ન થયો ત્યાં સુધી જે હાથથી તેણે ભાલો લાંબો કરી રાખ્યો હતો, તેને પાછો ખેંચી લીધો નહિ.
\p
\s5
\v 27 જે આજ્ઞા યહોવાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી.
\v 28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.
\p
\s5
\v 29 તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.
\p
\s5
\v 30 ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાને સારુ વેદી બાંધી,
\v 31 જેમ યહોવાનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, "તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી." અને તેના પર તેણે યહોવાને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.
\v 32 અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી.
\p
\s5
\v 33 અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બંને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.
\p
\s5
\v 34 ત્યાર પછી યહોશુઆએ નિયમનાં સર્વ વચનો, આશીર્વાદો અને શાપો, જે નિયમશાસ્ત્રમાં લખેલાં હતાં, તે સર્વ વાંચી સંભળાવ્યાં.
\v 35 ઇઝરાયલ આગળ તથા સ્ત્રીઓ, નાના બાળકો તથા પરદેશીઓ જે તેઓની મધ્યે રહેતા હતા તેઓની સભા સમક્ષ મૂસાએ ફરમાવેલી આજ્ઞાઓમાંથી એક પણ એવી નહિ હોય કે જે યહોશુઆએ તેઓની સમક્ષ વાંચી સંભળાવી ના હોય.
\s5
\c 9
\p
\v 1 પછી જે રાજાઓ યર્દનની પેલી પાર પર્વતોમાં અને નીચાણવાળા પ્રદેશોમાં અને લબાનોન તરફ સમુદ્રતટે રહેનાર હિત્તીઓ, અમોરીઓ, કનાની, પરિઝી, હિવ્વીઓ તથા યબૂસીઓના બધા જ રાજાઓ-
\v 2 એક મતે યહોશુઆ અને ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરવા એકત્ર થયા.
\p
\s5
\v 3 યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે જયારે ગિબ્યોનના રહેવાસીઓએ સાંભળ્યું,
\v 4 ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને ભાથું તૈયાર કરીને તેઓએ પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી.
\v 5 તેઓએ જૂનાં અને થીંગડાં મારેલા પગરખાં પોતાનાં પગમાં પહેર્યા અને જીર્ણ થયેલાં વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી.
\p
\s5
\v 6 પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેને અને ઇઝરાયલના માણસોને કહ્યું, "અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો."
\v 7 ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, "કદાચ તમે અમારા દેશમાં રહેતા હો. તો અમે કેવી રીતે તમારી સાથે સુલેહ કરીએ?"
\v 8 તેઓએ યહોશુઆને કહ્યું, "અમે તમારા દાસો છીએ." યહોશુઆએ તેઓને કહ્યું, "તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?"
\p
\s5
\v 9 તેઓએ તેને કહ્યું, "તારા પ્રભુ યહોવાનાં નામે, તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિષેનો અહેવાલ અમે સાંભળ્યો છે-
\v 10 અને યર્દનની પેલે પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનના રાજા સિહોનને, અને અશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગને તેમણે જે સર્વ કર્યું તે પણ અમે સાંભળ્યું છે.
\p
\s5
\v 11 અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓએ અમને કહ્યું, 'મુસાફરીમાં ખાવાને સારુ તમારા હાથમાં ભાથું લઈને જાઓ. તેઓને મળવાને જાઓ અને તેઓને કહો, "અમે તમારા સેવકો છીએ. અમારી સાથે સુલેહ કરો."
\v 12 જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે.
\v 13 દ્રાક્ષારસની મશકો જયારે અમે ભરી ત્યારે નવી હતી, જુઓ, હવે તે ફાટી ગઈ છે. ઘણી દૂરની મુસાફરીથી અમારા વસ્ત્રો અને અમારા પગરખાં ઘસાઈને જૂના થઈ ગયાં છે.
\p
\s5
\v 14 ઇઝરાયેલીઓએ તેઓના ખોરાકમાંથી કંઈક લીધું, પણ તેઓએ યહોવાની સલાહ લીધી નહિ.
\v 15 અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, તેઓની સાથે કરાર કર્યો. લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.
\p
\s5
\v 16 અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે, તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી અને અમારી મધ્યે જ રહેનારા છે.
\v 17 ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.
\p
\s5
\v 18 ઇઝરાયલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહિ કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયલના પ્રભુ, યહોવા આગળ તેઓ વિષે સમ લીધાં હતા. તેથી બધા ઇઝરાયલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.
\v 19 પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, "ઇઝરાયલના પ્રભુ, યહોવાનાં સમ તેઓને લક્ષમાં રાખીને લીધાં છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહિ.
\p
\s5
\v 20 અમે તેઓની સાથે જે કરીશું તે આ છે આપણે તેઓના સમ લીધાં છે તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા, આપણે તેઓને જીવતા રહેવા દઈશું."
\v 21 આગેવાનોએ તેમના લોકોને કહ્યું, "એક શરતે તેઓને જીવતા રહેવા દો." જેથી જેમ આગેવાનોએ તેઓના વિષે કહ્યું હતું તેમ, ગિબ્યોનીઓ ઇઝરાયલીઓ માટે લાકડાં કાપનારા અને પાણી ભરનારા થાય."
\p
\s5
\v 22 યહોશુઆએ તેઓને બોલાવીને કહ્યું કે, જયારે તમે અહીંયાં અમારી વચ્ચે રહો છો તેમ છતાં 'અમે તમારાથી ઘણાં દૂર છીએ' કહીને તમે અમને કેમ છેતર્યા?
\v 23 હવે, આ કારણથી, તમે શાપિત થયા છો અને તમારામાંના કેટલાક, જેઓ મારા યહોવાનાં ઘર માટે લાકડાં કાપે છે અને પાણી ભરે છે તેઓ સદાને માટે ગુલામ થશે."
\p
\s5
\v 24 તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો અને કહ્યું, "યહોવા, તમારા પ્રભુએ મૂસાને આજ્ઞા આપી કે તને આખો દેશ આપીશ અને તારી આગળથી સર્વ રહેવાસીઓનો નાશ કરીશ-તેથી તમારા કારણે અમારા જીવન વિષે અમે ઘણાં ભયભીત થયા હતા. તે કારણથી અમે આ કૃત્ય કર્યું.
\v 25 હવે, જો, તેં અમને તારા બળથી પકડયા છે. અમારી સાથે તને જે કરવાનું સારું તથા ખરું લાગે, તે કર."
\p
\s5
\v 26 તેથી યહોશુઆએ તેમના માટે આ પ્રમાણે કર્યું: તેણે ઇઝરાયલના હાથમાંથી તેઓને છોડાવ્યાં અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ.
\v 27 તે દિવસથી આજ દિવસ સુધી, યહોશુઆએ સમુદાયને સારુ તથા જે જગ્યા યહોવા પસંદ કરે ત્યાં, યહોવાની વેદીને સારુ ગિબ્યોનીઓને લાકડાં કાપનારા તથા પાણી ભરનારા તરીકે નીમ્યા.
\s5
\c 10
\p
\v 1 હવે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ જેમ યરીખો અને તેના રાજા સાથે કર્યું હતું તે જ પ્રમાણે તેણે આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે. અને તેણે સાંભળ્યું કે, કેવી રીતે ગિબ્યોનના લોકોએ ઇઝરાયલ સાથે સુલેહ કર્યો અને તેઓની મધ્યે રહે છે.
\v 2 તેથી યરુશાલેમના લોકો ભયભીત થયા કારણ કે ગિબ્યોન એક મોટું રાજવંશી શહેરોમાંનું એક હતું. તે આય કરતા ઘણું મોટું હતું અને તેના સર્વ માણસો શક્તિશાળી લડવૈયાઓ હતા.
\p
\s5
\v 3 તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીયાને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે
\v 4 "અહીં મારી પાસે આવો અને મને સહાય કરો. આપણે ગિબ્યોન પર હુમલો કરીએ કેમ કે તેણે યહોશુઆ અને ઇઝરાયલના લોકોની સાથે સુલેહ કરી છે.
\p
\s5
\v 5 તેથી યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યામૂર્થનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા એ પાંચ અમોરીઓના રાજાઓએ સંપ કર્યો, તેઓ અને તેઓનું સૈન્ય ચઢી આવ્યા. તેઓએ ગિબ્યોનની વિરુદ્ધ આયોજન કરીને તેના પર હુમલો કર્યો.
\p
\s5
\v 6 ગિબ્યોનના લોકોએ યહોશુઆ અને તેના સૈન્યને ગિલ્ગાલમાં સંદેશ મોકલ્યો. તેઓએ કહ્યું કે, "જલ્દી કરો! તું તારા દાસોથી તારા હાથ પાછા રાખીશ નહિ. અમારી પાસે જલ્દી આવીને અમારો બચાવ કર. કેમ કે અમોરીઓના સર્વ રાજાઓ જેઓ પહાડી દેશમાં રહે છે તેઓએ અમારી પર હુમલો કર્યો છે."
\v 7 તેથી યહોશુઆ અને તેની સાથેના યુદ્ધના સર્વ માણસો અને સર્વ લડવૈયા ગિલ્ગાલ ગયા.
\p
\s5
\v 8 યહોવાએ યહોશુઆને કહ્યું, "તેઓથી બીશ નહિ. મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે; તેઓમાંનો એક પણ તમારા આક્રમણ સામે ટકી શકનાર નથી."
\p
\s5
\v 9 ગિલ્ગાલથી આખી રાત કૂચ કરીને, યહોશુઆએ અચાનક જ તેઓના પર આક્રમણ કર્યું.
\v 10 અને યહોવાએ ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા- તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.
\p
\s5
\v 11 અને તેઓ ઇઝરાયલની આગળથી નાચતાં નાચતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવા તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા, તેઓ સર્વ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તલવારથી માર્યા હતા તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓની સંખ્યા વધારે હતી.
\p
\s5
\v 12 પછી યહોવાએ ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવા સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાની સમક્ષ કહ્યું, "સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે."
\s5
\v 13 લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું 'યાશારના' પુસ્તકમાં લખેલું નથી શું?' અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.'
\v 14 એ પહેલાં કે પછી તે દિવસના જેવો દિવસ થયો નથી કે, જયારે યહોવાએ માણસની વાણી માની હોય. કેમ કે ઇઝરાયલ તરફથી યહોવા લડાઈ કરી હતી.
\p
\s5
\v 15 યહોશુઆ અને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલ તરફ છાવણીમાં પાછા આવ્યા.
\p
\v 16 પેલા પાંચ રાજાઓ નાસી જઈને પોતે માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા.
\v 17 યહોશુઆને કેહવામાં આવ્યુ કે, "જે પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયેલા હતા, તેઓ મળી આવ્યા છે!"
\p
\s5
\v 18 યહોશુઆએ કહ્યું, "ગુફાના મુખ આગળ મોટો પથ્થર ગબડાવી દો અને તે જગ્યાએ સૈનિકોને તેમની ચોકી કરવાને બેસાડો.
\v 19 તમે પોતાને પાછા ના રાખો. તમારા શત્રુઓને શોધી અને પાછળથી તેમના પર હુમલો કરો. તેઓને તેમના નગરમાં પ્રવેશવા દેશો નહિ. કેમ કે તમારા પ્રભુ યહોવાએ તેઓને તમારા હાથમાં આપ્યાં છે."
\p
\s5
\v 20 જયારે યહોશુઆ અને ઇઝરાયલપુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળાં નગરોમાં પહોંચી ગયા.
\v 21 આખું સૈન્ય માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે શાંતિથી પાછું આવ્યુ. અને ઇઝરાયલના લોકોમાંના કોઈની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈએ હિંમત કરી નહીં.
\s5
\v 22 ત્યારે યહોશુઆએ કહ્યું, "ગુફાનુ મુખ ખોલીને તેમાં છુપાયેલા પાંચ રાજાઓને તેમાંથી બહાર કાઢીને મારી પાસે લાવો."
\v 23 તેના કહ્યા પ્રમાણે તેઓએ કર્યું. તેઓ આ પાંચ રાજાઓ એટલે યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યામૂર્થના રાજાને, લાખીશના રાજાને અને એગ્લોનના રાજાને યહોશુઆની પાસે લાવ્યા.
\p
\s5
\v 24 અને જયારે તેઓ તે રાજાઓને યહોશુઆ પાસે લાવ્યા ત્યારે તેણે ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના સરદારો જેઓ તેની સાથે યુદ્ધમાં ગયા હતા તેઓને કહ્યું, "તમારા પગ તેઓની ગરદનો પર મૂકો." તેઓએ આવીને પોતાના પગ તેમની ગરદનો પર મૂક્યા.
\v 25 ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહિ અને નાહિંમત થશો નહિ. પણ બળવાન થાઓ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવા તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે."
\p
\s5
\v 26 પછી યહોશુઆએ રાજાઓ પર હુમલો કરીને તેમને મારી નાખ્યા. તેણે તેમને પાંચ ઝાડ પર લટકાવ્યા. અને સાંજ સુધી તેઓ ઝાડ પર ટંગાયેલા રહ્યા.
\v 27 જયારે સૂર્યાસ્ત થયો, ત્યારે યહોશુઆએ હુકમ આપ્યો અને તેઓએ તેમને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓને નાખ્યા. તેઓએ ગુફાના મુખ પર મોટા પથ્થરો મૂક્યા, તે આજદિન સુધી છે.
\p
\s5
\v 28 તે રીતે, તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું અને ત્યાં રાજા સહિત દરેકને તરવારથી મારી નાખ્યા. તેણે તેઓનો અને ત્યાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. તેણે કોઈને પણ જીવતા રહેવા દીધાં નહિ. જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.
\p
\s5
\v 29 યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ માક્કેદાથી લિબ્નાહમાં ગયા. અને તેઓએ લિબ્નાહની સામે યુદ્ધ કર્યું.
\v 30 યહોવાએ તેને પણ તેના રાજા સહિત ઇઝરાયલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તરવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતાં છોડ્યા નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું.
\p
\s5
\v 31 પછી યહોશુઆ અને સર્વ ઇઝરાયલ લિબ્નાહથી લાખીશ ગયા. ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું.
\v 32 યહોવાએ લાખીશને ઇઝરાયલના હાથમાં સોંપ્યું. યહોશુઆએ બીજે દિવસે તેને કબજે કર્યું. અને તેણે લિબ્નાહને જેવું કર્યું હતું, તે પ્રમાણે તેમાંના સર્વ જીવંત પ્રાણીઓને તરવારથી મારી નાખ્યાં.
\p
\s5
\v 33 પછી ગેઝેરનો રાજા, હોરામ, લાખીશની સહાય કરવાને આવ્યો. યહોશુઆએ તેને તથા તેના લોકોને એવા માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહીં.
\p
\s5
\v 34 પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ લાખીશથી એગ્લોન ગયા. તેઓએ ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું,
\v 35 તે જ દિવસે તેઓએ તેને કબજે કર્યું. જેમ યહોશુઆએ લાખીશને કર્યું હતું તે જ પ્રમાણે તેઓએ તેમાંના દરેક પર તરવારથી હુમલો કરી તેઓને મારી નાખ્યાં.
\p
\s5
\v 36 પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ એગ્લોનથી હેબ્રોન આવ્યા. તેઓએ તેની સામે યુદ્ધ કર્યું.
\v 37 તેઓએ તેના પર હુમલો કરીને તેને કબજે કર્યું અને રાજા તથા તેના આસપાસના સર્વ નગરોમાંના સર્વને તરવારથી માર્યા. તેઓએ તેમાંના સર્વ પ્રાણીઓને મારી નાખ્યાં, જે તેણે એગ્લોનને કર્યું હતું, તે પ્રમાણે તેણે કોઈને જીવતા રહેવા દીધાં નહિ. પણ તેણે તેનો તથા તેમાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે સંહાર કર્યો.
\p
\s5
\v 38 પછી યહોશુઆ તથા તેની સાથે ઇઝરાયલનું સૈન્ય પાછું આવ્યું. દબીરમાં પણ તેઓની સાથે યુદ્ધ કર્યું.
\v 39 તેણે તેને, તેના રાજાને તથા નજીકના નગરોને કબજે કર્યાં. તેઓએ તેમના પર તરવારથી હુમલો કર્યો અને તેમાંના દરેક પ્રાણીનો સંપૂર્ણરીતે નાશ કર્યો. યહોશુઆએ કોઈને જીવતા રહેવા દીધા નહિ, જેમ તેણે હેબ્રોનને, લિબ્નાહને અને તેના રાજાને કર્યું હતું તેવું કર્યું.
\p
\s5
\v 40 એમ યહોશુઆએ, આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ, નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. પણ જેમ ઇઝરાયલના પ્રભુ, યહોવાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો.
\v 41 કાદેશ-બાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તરવારથી માર્યા.
\p
\s5
\v 42 યહોશુઆએ આ સર્વ રાજાઓને અને તેઓના દેશને એક વખતમાં જ કબજે કર્યા કેમ કે ઇઝરાયલના યહોવા ઇઝરાયલ માટે લડ્યા હતા.
\v 43 પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં.
\s5
\c 11
\p
\v 1 જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને
\v 2 અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરોથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.
\v 3 તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતીય દેશના યબૂસીઓને તથા મિસ્પાના દેશમાં હેર્મોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો.
\p
\s5
\v 4 તેઓની સાથે તેઓનાં સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્ર કાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા.
\v 5 આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી.
\p
\s5
\v 6 યહોવાએ યહોશુઆને કહ્યું, "તેઓથી બીશ નહિ. કેમ કે આવતીકાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો."
\v 7 યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
\p
\s5
\v 8 યહોવાએ શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તરવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તરવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.
\v 9 યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા.
\p
\s5
\v 10 તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તરવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું
\v 11 ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું.
\p
\s5
\v 12 યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તરવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.
\v 13 તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને તેણે બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.
\p
\s5
\v 14 ઇઝરાયલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તરવારથી દરેક માણસને મારી નાખ્યાં. તેઓએ કોઈને જીવિત રહેવા દીધાં નહિ.
\v 15 યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવા મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.
\p
\s5
\v 16 યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.
\v 17 સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.
\p
\s5
\v 18 યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું.
\v 19 હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.
\v 20 કેમ કે યહોવા તેઓનાં હૃદયોને કઠણ કર્યાં હતાં કે જેથી તેઓ આવે અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરે જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહિ. અને મૂસાને યહોવા જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે.
\p
\s5
\v 21 અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.
\v 22 કેવળ ગાઝા, ગાથ અને આશ્દોદમાં કેટલાક જીવતા રહ્યા. ઇઝરાયલ દેશમાં એક પણ અનાકીને રહેવા દીધો નહિ.
\s5
\v 23 જેમ યહોવાએ મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.
\s5
\c 12
\p
\v 1 હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દનની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
\v 2 સિહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
\s5
\v 3 સિહોને પૂર્વ તરફ કિન્નેરોથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર (ખારા સમુદ્ર) સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગા પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
\v 4 રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.
\v 5 તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સિહોનની હદ સુધી, રાજ કર્યું.
\p
\s5
\v 6 યહોવાનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.
\p
\s5
\v 7 યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
\v 8 આ વિસ્તારમાં પહાડીપ્રદેશ, નીચાણવાળોપ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
\p
\s5
\v 9 મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
\v 10 યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,
\v 11 યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,
\v 12 એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા,
\p
\s5
\v 13 દબીરનો રાજા, ગેદેરનો રાજા,
\v 14 હોર્માનો રાજા, અરાદનો રાજા,
\v 15 લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા,
\v 16 માક્કેદાનો રાજા, બેથેલનો રાજા,
\p
\s5
\v 17 તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
\v 18 અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,
\v 19 માદોનનો રાજા, હાસોરનો રાજા,
\v 20 શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા,
\p
\s5
\v 21 તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,
\v 22 કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
\v 23 દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
\v 24 અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
\s5
\c 13
\p
\v 1 હવે યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો, ત્યારે યહોવા તેને કહ્યું, "તું વયોવૃદ્ધ થયો છે, પણ વતન કરી લેવાની ઘણી ભૂમિ હજી બાકી છે.
\p
\s5
\v 2 જે પ્રદેશો હજી બાકી રહ્યા છે તે આ છે: પલિસ્તીઓનો અને ગશૂરીઓનો આખો વિસ્તાર.
\v 3 (જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો પ્રદેશ.)
\p
\s5
\v 4 દક્ષિણમાં, આવ્વીઓનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી;
\v 5 ગબાલીઓનો દેશ, પૂર્વ તરફ લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી હમાથ સુધી.
\p
\s5
\v 6 લબાનોનથી તે દૂર સુધી મિસ્રેફોથ-માઇમ સુધી પર્વતીય દેશના સઘળાં રહેવાસીઓ એટલે સિદોનના સઘળાં લોકો સહિત તેઓને હું ઇઝરાયલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયલીઓને વારસા તરીકે તેમનાં કુળ પ્રમાણે વહેંચી આપ.
\v 7 નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ."
\p
\s5
\v 8 મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.
\v 9 તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.
\p
\s5
\v 10 સિહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી;
\v 11 ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;
\v 12 બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો (આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા)-તેઓને મૂસાએ તરવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
\p
\s5
\v 13 પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.
\p
\s5
\v 14 કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવા મૂસાને કહ્યું હતું તેમ "ઇઝરાયલના પ્રભુ, યહોવાને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે," તે જ તેઓનો વારસો છે.
\p
\s5
\v 15 મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.
\v 16 તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.
\p
\s5
\v 17 રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન,
\v 18 યાહાસ, કદેમોથ તથા મેફાથ,
\v 19 કિર્યાથાઈમ, સિબ્મા, ખીણના પર્વત પરનું સેરેથશાહાર,
\p
\s5
\v 20 બેથ-પેઓર, પિસ્ગાના ઢોળાવ, બેથ-યશીમોથ,
\v 21 સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સિહોનના રાજકુમારોને માર્યા હતા.
\p
\s5
\v 22 જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બયોરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તરવારથી મારી નાખ્યો.
\v 23 યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.
\s5
\v 24 અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.
\v 25 આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.
\v 26 અને હેશ્બોનથી તે રામાથ-મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી.
\p
\s5
\v 27 અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રા, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરોથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.
\v 28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.
\p
\s5
\v 29 મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો હતો.
\v 30 તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,
\v 31 અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઇ, બાશાનમાં ઓગનાં ભવ્ય નગરો. એ મનાશ્શાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતાં-
\p
\s5
\v 32 યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે.
\v 33 પણ લેવીના કુળને મૂસાએ કંઈ વારસો આપ્યો નહિ. તેણે તેઓને કહ્યું કે, તેઓનો વારસો ઇઝરાયલના પ્રભુ, યહોવા, છે.
\s5
\c 14
\p
\v 1 ઇઝરાયલના લોકોએ કનાન દેશના ભાગોને વારસા તરીકે પ્રાપ્ત કર્યા, એલાઝાર યાજકે, નૂનના દીકરા યહોશુઆએ અને તેઓના પિતૃઓના કુળના આગેવાનોએ ઇઝરાયલના કુટુંબનાં લોકોને વારસા તરીકે વહેંચી આપ્યાં.
\p
\s5
\v 2 યહોવા મૂસાની હસ્તક નવ કુળો અને અડધા કુળ વિષે જેમ આજ્ઞા આપી હતી, તેમ તેઓને વારસા પ્રમાણે ફાળવી આપ્યાં.
\v 3 કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વારસો આપ્યો, પણ લેવીઓને તેણે કોઈ વારસો આપ્યો નહીં.
\v 4 યૂસફનાં ખરેખર બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઈમ. પણ તેઓને રહેવાને માટે અમુક નગરો, જાનવર તથા તેઓની માલમિલકત અને તે સિવાય તેઓએ દેશમાં લેવીઓને કંઈ ભાગ વારસા તરીકે આપ્યો નહિ.
\v 5 જેમ યહોવા મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલના લોકોએ તે દેશ વહેંચી લીધો.
\p
\s5
\v 6 પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફુન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, "કાદેશ-બાર્નેઆમાં યહોવા યહોવાભક્ત મૂસાને તારા વિષે અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.
\v 7 જયારે યહોવાનાં સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશ-બાર્નેઆથી મને મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો.
\p
\s5
\v 8 પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોનાં હૃદય બીકથી ગભરાવી નાખ્યાં. પણ હું તો સંપૂર્ણરીતે યહોવા મારા પ્રભુને અનુસર્યો.
\v 9 મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે, 'નિશ્ચે જે ભૂમિ પર તારા પગ ફર્યા છે તે તારાં અને તારાં સંતાનોને માટે સદાકાળનો વારસો થશે, કેમ કે તું સંપૂર્ણરીતે મારા પ્રભુ યહોવાને અનુસર્યો છે.
\p
\s5
\v 10 હવે, જો! યહોવા મને તેના કહ્યા પ્રમાણે આ પિસ્તાળીસ વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા, તે સમયે યહોવા આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી. અને આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું.
\v 11 મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે.
\p
\s5
\v 12 તેથી હવે આ પર્વતીય પ્રદેશ કે જે વિષે યહોવા તે દિવસે મને વચન આપ્યુ હતું, તે મને આપ. કેમ કે તે દિવસે તેં સાંભળ્યું કે ત્યાં અનાકી અને તેમના મોટાં કોટવાળાં નગરો છે. યહોવા મારી સાથે હશે અને યહોવાના કહ્યા પ્રમાણે હું તેઓને અહીંથી દૂર કાઢી મૂકીશ."
\p
\s5
\v 13 પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.
\v 14 એ માટે આજ સુધી કનિઝી યફૂન્નેના દીકરા કાલેબનો વારસો હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના પ્રભુ, યહોવાને સંપૂર્ણરીતે અનુસર્યો હતો.
\v 15 હવે હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું. (આર્બા તો) અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો. પછી દેશમાં યુદ્ધ બંધ થયાં. શાંતિનો પ્રસાર થયો.
\s5
\c 15
\p
\v 1 યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
\v 2 તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
\p
\s5
\v 3 ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
\v 4 ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
\p
\s5
\v 5 યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
\v 6 તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ રુબેનના દીકરા, બોહાનની શિલા સુધી ગઈ.
\p
\s5
\v 7 પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
\v 8 પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
\p
\s5
\v 9 પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી અંકાયેલી હતી.
\v 10 પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાનીથી પસાર થઈને આગળ વધી.
\p
\s5
\v 11 તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલા પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
\v 12 પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
\p
\s5
\v 13 યહોશુઆએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા આનાકનો પિતા હતો.
\v 14 અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
\v 15 તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચડાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
\p
\s5
\v 16 કાલેબે કહ્યું, "જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સા સાથે પરણાવીશ."
\v 17 કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
\p
\s5
\v 18 જયારે આખ્સા ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, "તારે શું જોઈએ છે?"
\p
\s5
\v 19 આખ્સાએ ઉત્તર આપ્યો, "મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ." અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
\p
\s5
\v 20 આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
\p
\s5
\v 21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
\v 22 કિના, દીમોના, આદાદા,
\v 23 કેદેશ, હાસોર, પિથ્નાન,
\v 24 ઝીફ, ટેલેમ, બેઆલોથ;
\s5
\v 25 હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
\v 26 અમામ, શમા, મોલાદા,
\v 27 હસાર-ગાદ્દાહ, શ્હેમોન, બેથ-પેલેટ,
\v 28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
\p
\s5
\v 29 બાલા, ઈયીમ તથા એસેમ,
\v 30 એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
\v 31 સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
\v 32 લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
\p
\s5
\v 33 પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
\v 34 ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
\v 35 યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
\v 36 શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
\p
\s5
\v 37 સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
\v 38 દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
\v 39 લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
\p
\s5
\v 40 કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
\v 41 ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
\p
\s5
\v 42 લિબ્ના, એથેર તથા આશાન,
\v 43 યફતા, આશના તથા નસીબ,
\v 44 કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
\p
\s5
\v 45 એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
\v 46 એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
\p
\v 47 આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
\p
\s5
\v 48 પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
\v 49 દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
\v 50 અનાબ, એશ્તમો તથા આનીમ,
\v 51 ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
\p
\s5
\v 52 અરાબ, દૂમા તથા એશાન,
\v 53 યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
\v 54 હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
\p
\s5
\v 55 માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
\v 56 યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
\v 57 કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
\p
\s5
\v 58 હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
\v 59 મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
\p
\s5
\v 60 કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
\p
\v 61 અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
\v 62 નિશ્બાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
\p
\s5
\v 63 પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.
\s5
\c 16
\p
\v 1 યૂસફના કુળ માટે જમીનની સોંપણી થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.
\v 2 પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.
\p
\s5
\v 3 પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.
\v 4 આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઈમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.
\p
\s5
\v 5 એફ્રાઈમના કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ હોરેન સુધી હતી
\v 6 અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
\v 7 પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.
\p
\s5
\v 8 તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળા અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઈમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.
\v 9 તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઈમના કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.
\p
\s5
\v 10 તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઈમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઈમના કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.
\s5
\c 17
\p
\v 1 મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના માટે જમીનની સોંપણી આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.
\v 2 મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓના કુટુંબ પ્રમાણે ભાગ આપવામાં આવ્યો. એટલે અબીએઝેરના, હેલેકના, આસ્રીએલના, શેખેમના, હેરેફના અને શમીદાના પુત્રોને યૂસફનાં દીકરા મનાશ્શાના એ પુરુષ વંશજો હતા. તેઓને કુટુંબો પ્રમાણે હિસ્સો આપવામાં આવ્યો હતો.
\p
\s5
\v 3 હવે મનાશ્શા દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફ્હાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓનાં નામ હતાં: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.
\v 4 તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે, "યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી કે, "અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે." તેથી, યહોવાની આજ્ઞા અનુસાર, તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો.
\p
\s5
\v 5 મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.
\v 6 કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મનાશ્શાના બાકીના કુળને ગિલ્યાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો.
\p
\s5
\v 7 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી મિખ્મથાથ સુધી શખેમની પૂર્વમાં હતી. પછી તે સીમા દક્ષિણ તરફ તાપ્પૂઆના ઝરા સુધી ગઈ.
\v 8 તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઈમના કુળનું હતું.
\p
\s5
\v 9 તે સીમા ઊતરીને કાનાના નાળા સુધી એટલે નદીની દક્ષિણે ગઈ. એફ્રાઈમનાં આ નગરો મનાશ્શાના નગરો મધ્યે આવેલા છે. મનાશ્શાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી અને તેનો છેડો સમુદ્ર પાસે હતો.
\v 10 દક્ષિણ ભાગ એફ્રાઈમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, જેની સરહદ સમુદ્ર પાસે હતી. તેની ઉત્તર તરફ આશેરનો અને પૂર્વ તરફ ઈસ્સાખારનો ભાગ હતો.
\p
\s5
\v 11 ઈસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.
\v 12 પણ હજી સુધી મનાશ્શાના પુત્રો તે નગરના મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શકયા નહિ એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા.
\p
\s5
\v 13 જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ.
\p
\s5
\v 14 પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, "યહોવાની આશિષના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?"
\v 15 યહોશુઆએ તેઓને કહ્યું, "જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.
\p
\s5
\v 16 યૂસફના વંશજોએ કહ્યું, "પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે."
\v 17 ત્યારે યહોશુઆએ યૂસફના પુત્રો એફ્રાઈમને તથા મનાશ્શાને કહ્યું, "તમે એક મોટી પ્રજા ઘણાં પરાક્રમી છો. તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી.
\v 18 પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ."
\s5
\c 18
\p
\v 1 પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.
\v 2 ઇઝરાયલ લોકોમાં હજી વારસો પામ્યા વગરનાં સાત કુળો હતાં.
\p
\s5
\v 3 યહોશુઆએ ઇઝરાયલના લોકોને કહ્યું, "જે દેશ તમારા પિતૃઓના પ્રભુ, યહોવાએ તમને આપ્યો છે તેમાં જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?"
\v 4 તમારા પોતાના માટે દરેક કુળમાંથી ત્રણ પુરુષોને નિમણુંક કરો અને હું તેઓને બહાર મોકલીશ. તેઓ જઈને દેશના રહેવાસીઓની માહિતી મેળવશે. તેમના વારસાનો વિગતવાર અહેવાલ તૈયાર કરે પછી તેઓ મારી પાસે આવે.
\p
\s5
\v 5 તેઓ તેના સાત વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યૂસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે.
\v 6 તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.
\p
\s5
\v 7 લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે."
\p
\s5
\v 8 પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, "જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ."
\v 9 તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
\p
\s5
\v 10 પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.
\p
\s5
\v 11 બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ સોંપવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો.
\v 12 ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ-આવેનના રણ સુધી પહોંચી.
\p
\s5
\v 13 ત્યાંથી આગળ લૂઝ (એટલે બેથેલ) ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
\v 14 એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ (એટલે, કિર્યાથ-યારીમ) આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
\p
\s5
\v 15 દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફ્તોઆના પાણીના ઝરા સુધી ગઈ.
\v 16 તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.
\p
\s5
\v 17 તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનના (તે રુબેનનો પુત્ર હતો) પથ્થર સુધી ગઈ.
\v 18 તે સરહદ બેથ અરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે અરાબા સુધી ગઈ.
\p
\s5
\v 19 તે સરહદ બેથ-હોગ્લાના ઉત્તરી ઢાળ પરથી પસાર થઈ. તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તરી ખાડી તરફ, યર્દનની દક્ષિણે આવેલો છે. આ દક્ષિણની સરહદ હતી.
\v 20 પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.
\p
\s5
\v 21 હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ,
\v 22 બેથ-અરાબા, સમારાઈમ, બેથેલ,
\v 23 આવ્વીમ, પારા, ઓફ્રા,
\v 24 કફાર-આમ્મોની, ઓફની તથા ગેબા. તેઓના ગામો સહિત કુલ બાર નગરો હતાં.
\p
\s5
\v 25 ત્યાં આ નગરો પણ હતાં, એટલે, ગિબ્યોન, રામા, બેરોથ,
\v 26 મિસ્પા, કફીરા, મોસા,
\v 27 રેકેમ, યિર્પેલ, તારલા,
\v 28 સેલા, એલેફ, યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.
\s5
\c 19
\p
\v 1 બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.
\p
\s5
\v 2 તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, માલાદા,
\v 3 હસાર-શૂઆલ, બાલા, એસેમ,
\v 4 એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.
\p
\s5
\v 5 સિમયોન જે સિક્લાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,
\v 6 બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.
\v 7 સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.
\p
\s5
\v 8 આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે,દક્ષિણમાં રામા સુધી હતાં તે. આ શિમયોનના કુળનો વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.
\v 9 શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો.
\p
\s5
\v 10 ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.
\v 11 તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળા સુધી વિસ્તરેલી હતી.
\p
\s5
\v 12 સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.
\v 13 ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.
\p
\s5
\v 14 તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.
\v 15 કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.
\v 16 આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.
\p
\s5
\v 17 ચોથી ચિઠ્ઠી ઈસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
\v 18 તેઓના પ્રદેશમાં યિઝ્રયેલ, કસુલ્લોથ તથા શૂનેમ.
\v 19 હફારાઈમ, શીઓન તથા અનાહરાથ,
\p
\s5
\v 20 રાબ્બીથ, કિશ્યોન, એબેસ,
\v 21 રેમેથ, એન-ગાન્નીમ, એનહાદ્દા તથા બેથ-પાસ્સેસ.
\v 22 તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
\p
\s5
\v 23 ઈસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
\p
\s5
\v 24 પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી.
\v 25 તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ
\v 26 અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.
\p
\s5
\v 27 પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યિફતાહ-એલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.
\v 28 પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ.
\p
\s5
\v 29 તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,
\v 30 ઉમ્મા, અફેક તથા રહોબ. તેઓનાં ગામો સહિત આ કુલ બાવીસ નગરો હતાં.
\p
\s5
\v 31 આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
\s5
\v 32 છઠ્ઠી ચિઠ્ઠી નફ્તાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
\v 33 તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના આલોન ઝાડની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નેલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.
\v 34 તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
\p
\s5
\v 35 તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હમ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,
\v 36 અદામા, રામા, હાસોર,
\v 37 કેદેશ, એડ્રેઇ, એન-હાસોર,
\p
\s5
\v 38 ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.
\v 39 આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.
\p
\s5
\v 40 સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
\v 41 તેઓના વારસાના વિસ્તારમાં શોરા, એશ્તાઓલ, ઈર-શેમેશ,
\v 42 શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
\p
\s5
\v 43 ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,
\v 44 એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,
\v 45 યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,
\v 46 મે-યાર્કોન તથા યાફોથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.
\p
\s5
\v 47 દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તરવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાળ્યું.
\v 48 આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓનાં ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો.
\p
\s5
\v 49 જયારે તેઓ દેશના વારસા પ્રમાણે જમીનની વહેંચણી પૂરી કરી રહ્યા ત્યારે ઇઝરાયલના લોકોએ નૂનના દીકરા, યહોશુઆને તેઓની મધ્યે વારસો આપ્યો.
\v 50 યહોવાની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ-સેરા આપ્યું. તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તે તેમાં રહ્યો.
\p
\s5
\v 51 એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયલ લોકોનાં કુળોના પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોએ શીલોહ તરફ મુલાકાતમંડપને પ્રવેશદ્વારે, યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વારસો વહેંચી આપ્યો તે આ છે.
\p આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું.
\s5
\c 20
\p
\v 1 પછી યહોવાએ યહોશુઆને કહ્યું,
\v 2 "ઇઝરાયલના લોકોની સાથે વાત કરીને કહે કે, 'મૂસાની મારફતે જે વિષે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આશ્રયનાં નગરો ઠરાવો.
\v 3 કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે.
\p
\s5
\v 4 તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે, તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે.
\p
\s5
\v 5 અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો.
\v 6 તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી, તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી, તે તેં જ નગરમાં રહે. પછી એ મનુષ્યઘાતક તેના પોતાના ઘરે અથવા તેના પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય."
\p
\s5
\v 7 તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાંનાં શેખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન),
\v 8 પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેશેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.
\p
\s5
\v 9 એ નગરો સર્વ ઇઝરાયલના લોકોને સારું અને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે, જે કોઈ જાણતા અજાણતાં કોઈ વ્યક્તિનું ખૂન કરે, જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહિ, ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય.
\s5
\c 21
\p
\v 1 પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા.
\v 2 તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, "યહોવાએ મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી."
\p
\s5
\v 3 તેથી ઇઝરાયલી લોકોએ યહોવાની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.
\p
\s5
\v 4 કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
\p
\v 5 કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઈમના કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
\p
\s5
\v 6 ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઈસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
\p
\v 7 મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.
\p
\s5
\v 8 તેથી યહોવાએ મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં.
\v 9 અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોપવામાં આવ્યા.
\v 10 હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
\p
\s5
\v 11 ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા (અનાકના પિતાનું નગર), એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં.
\v 12 પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.
\p
\s5
\v 13 તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્ના તેનાં ગૌચર સહિત અને
\v 14 યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત.
\v 15 હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં,
\v 16 આયિન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
\p
\s5
\v 17 બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત,
\v 18 અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.
\v 19 હારુનના વંશજોના યાજોકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
\p
\s5
\v 20 કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઈમના કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.
\v 21 તેઓને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં,
\v 22 કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.
\p
\s5
\v 23 દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં,
\v 24 આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.
\p
\s5
\v 25 કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં.
\v 26 કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
\p
\s5
\v 27 મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
\p
\s5
\v 28 ગેર્શોનના કુટુંબોથી ઈસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,
\v 29 યામૂર્થ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.
\v 30 આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
\v 31 હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
\p
\s5
\v 32 નફ્તાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.
\v 33 ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
\p
\s5
\v 34 બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહીત,
\v 35 દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલા તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.
\p
\s5
\v 36 રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહાસ તેનાં ગૌચરો સહિત,
\v 37 કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાઆથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
\v 38 તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.
\p
\s5
\v 39 હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો.
\v 40 આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી-ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
\p
\s5
\v 41 ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં.
\v 42 આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
\p
\s5
\v 43 તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાએ ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો.
\v 44 પછી યહોવાએ તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવા તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.
\v 45 યહોવાએ ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.
\s5
\c 22
\p
\v 1 તે સમયે યહોશુઆએ રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને બોલાવ્યાં,
\v 2 તેણે તેઓને કહ્યું, "યહોવાનાં સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી, તે સર્વ તમે પાળી છે; જે સર્વ આજ્ઞા મેં તમને આપી, તે તમે પાળી છે.
\v 3 ઘણાં દિવસોથી આજ દિન સુધી તમે તમારા ભાઈઓને તજયા નથી. પણ તેને બદલે, તમે તમારા યહોવા, પ્રભુની આજ્ઞાઓ કાળજીથી પૂરેપૂરી પાળી છે.
\p
\s5
\v 4 હવે તમારા યહોવા, પ્રભુએ તમારા ભાઈઓને પ્રતિજ્ઞા આપી હતી તે પ્રમાણે, તેમણે તેઓને વિસામો આપ્યો છે. તે માટે તમે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારો પોતાનો પ્રદેશ, જે યહોવાનાં સેવક મૂસાએ તમને યર્દનની પેલી બાજુ પર આપ્યો હતો, તેમાં જાઓ.
\v 5 હવે જે આજ્ઞા તથા નિયમ યહોવાનાં સેવક મૂસાએ તમને આપ્યા હતા તેને, એટલે કે પોતાના યહોવા, પ્રભુ પર પ્રેમ કરવો, તેમના સર્વ માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ પાળવી, તેમને વળગી રહેવું, પોતાના સંપૂર્ણ હૃદયથી અને પોતાના સંપૂર્ણ જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે કાળજીપૂર્વક ધ્યાનથી પાળો."
\v 6 પછી યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.
\p
\s5
\v 7 હવે મનાશ્શાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં વારસો આપ્યો હતો, પણ તેના બીજા અર્ધ કુળને યહોશુઆએ તેઓના ભાઈઓની પાસે પશ્ચિમમાં યર્દન પાર વારસો આપ્યો. વળી જયારે યહોશુઆએ તેઓને તેઓના તંબુમાં મોકલી દીધા ત્યારે તેણે તેઓને આશીર્વાદ આપ્યો.
\v 8 અને તેઓને કહ્યું, "ઘણી સંપત્તિ સાથે, પુષ્કળ પશુધન સાથે, ચાંદી, સોનું, કાંસુ, લોખંડ અતિઘણાં વસ્ત્રો એ બધું સાથે લઈને તમારા તંબુઓમાં પાછા જાઓ. તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓની લૂંટ વહેંચી લો."
\p
\s5
\v 9 તેથી કનાન દેશમાંના શીલોહમાં ઇઝરાયલ લોકોને છોડીને રુબેનના વંશજો, ગાદના વંશજો અને મનાશ્શાનું અર્ધકુળ ઘરે પાછા ફર્યા. યહોવાએ મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી તેનું પાલન કરીને તેઓ ગિલ્યાદ પ્રદેશ એટલે તેમના પોતાના દેશમાં જેનો તેઓએ કબજો કર્યો હતો તેમાં ગયા.
\p
\s5
\v 10 જયારે તેઓ યર્દનમાં આવ્યા જે કનાન દેશમાં છે ત્યાં, ત્યાં રુબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસે દૂરથી દેખાય એવી ઘણી મોટી વેદી બાંધી.
\v 11 ઇઝરાયલના લોકોએ આ વિષે સાંભળ્યું અને કહ્યું, "જુઓ! રુબેનના લોકોએ, ગાદ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસેના ગેલીલોથના કનાન દેશની આગળ, જે ઇઝરાયલના લોકોની બાજુએ છે ત્યાં વેદી બાંધી છે."
\p
\s5
\v 12 જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે ઇઝરાયલના તમામ લોકો તેમની સામે યુદ્ધ કરવા સારુ શીલોહમાં એકત્ર થયાં.
\p
\s5
\v 13 પછી ઇઝરાયલના લોકોએ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળ પાસે એલાઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો,
\v 14 અને તેની સાથે ઇઝરાયલના સર્વ કુટુંબોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબ દીઠ આગેવાન, એવા દસ આગેવાનો મોકલ્યા. અને તેઓમાંના બધાં ઇઝરાયલનાં કુટુંબોમાં પોતપોતાના પિતૃઓનાં ઘરોના વડીલો હતા.
\p
\s5
\v 15 તેઓ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળની પાસે આવ્યા અને તેઓને કહ્યું:
\v 16 "યહોવાની સમગ્ર પ્રજા એમ કહે છે કે, 'તમે ઇઝરાયલના પ્રભુની વિરુદ્ધ આ કેવો અપરાધ કર્યો છે? આજે તમે યહોવાનાં અનુસરણથી પાછા વળી જઈને પોતાને સારુ વેદી બાંધીને યહોવાની વિરુદ્ધ બળવો કર્યો છે.
\p
\s5
\v 17 શું પેઓરનું પાપ આપણા માટે બસ નથી? તેનાથી આપણે હજી સુધી પણ પોતાને શુદ્ધ કર્યા નથી. તે પાપને લીધે યહોવાનાં લોકો ઉપર ત્યાં મરકી આવી હતી.
\v 18 શું તમે યહોવાનાં અનુસરણથી આજે પાછા ફરી ગયા છો? જો તમે પણ આજે યહોવાની વિરુદ્ધ બળવો કરો છો, માટે કાલે ઇઝરાયલના સમગ્ર લોકો ઉપર તે કોપાયમાન થશે.
\p
\s5
\v 19 જો તમારા વતનનો પ્રદેશ અપવિત્ર હોય, તો તમે એ દેશમાં કે જ્યાં યહોવાનો મંડપ ઊભો છે ત્યાં અમારી મધ્યે પોતાને માટે વારસો લો. પણ યહોવાની વિરુદ્ધ દ્રોહ કરશો નહિ, બીજી વેદી બાંધીને યહોવા અમારા પ્રભુની વિરુદ્ધ દ્રોહ અને અમારી વિરુદ્ધ દ્રોહ કરશો નહિ.
\v 20 ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુઓની બાબતે યહોવાએ કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરી તેમનો વિશ્વાસ તોડયો નથી શું? અને તેથી ઇઝરાયલના બધા લોકો પર કોપ આવ્યો હતો કે નહિ? તે માણસ એકલો જ પોતાના અપરાધમાં નાશ પામ્યો એવું નથી."'
\p
\s5
\v 21 ત્યારે રુબેનના કુળે, ગાદના કુળે તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના કુટુંબનાં આગેવાનોને જવાબ આપતા કહ્યું:
\v 22 "પરાક્રમી, પ્રભુ, યહોવા! તેઓ જાણે છે. અને ઇઝરાયલ પોતે પણ જાણશે કે યહોવાની વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહિ,
\v 23 જો અમે યહોવાનાં અનુસરણથી પાછા ફરી જવા સારુ વેદી બાંધી હોય અને જો તે પર દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે શાંત્યર્પણના યજ્ઞો કરવા સારુ બાંધી હોય, તો યહોવા પોતે અમારી પાસેથી તેનો જવાબ માગો.
\p
\s5
\v 24 અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયલના પ્રભુ, યહોવા સાથે તમારો શો લાગભાગ છે?
\p
\s5
\v 25 કેમ કે યહોવાએ યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રુબેનના લોકો અને ગાદના લોકો તમારે યહોવા સાથે કશો લાગભાગ નથી.' એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાની આરાધના કરતાં અટકાવે.
\p
\s5
\v 26 માટે અમે કહ્યું કે હવે આપણે વેદી બાંધીએ તે દહનીયાર્પણને સારુ નહિ કે કોઈ બલિદાનને સારુ નહિ,
\v 27 પણ અમારી તથા તમારી વચ્ચે અને આપણી પાછળ આપણા સંતાનો વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે અમારાં દહનીયાર્પણોથી, બલિદાનોથી અને શાંત્યપર્ણોથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે, કે જેથી ભવિષ્યમાં તમારા સંતાનો અમારા સંતાનોને એવું ન કહે કે, "'તમને યહોવાની સાથે કશો લાગભાગ નથી."'
\p
\s5
\v 28 માટે અમે કહ્યું, 'જો આ તેઓ ભવિષ્યમાં અમને કે અમારા વંશજોને એમ કહે, ત્યારે અમે એવું કહીશું કે, "જુઓ! આ યહોવાની વેદીનો નમૂનો! તે અમારા પૂર્વજોએ સ્થાપી છે. તે દહનીયાર્પણ કે બલિદાનને સારુ નહિ પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા માટે છે."
\v 29 અમારા પ્રભુ યહોવાનાં મંડપની સામે તેમની જે વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણને સારુ, ખાદ્યાર્પણને સારુ કે બલિદાનને સારુ બીજી કોઈ વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ તથા યહોવાનાં અનુસરણથી પાછા વળી જઈએ, એવું અમારાથી કદી ન થાઓ."'
\p
\s5
\v 30 જયારે તેઓની સાથેના ફીનહાસ યાજકે લોકોના આગેવાનોએ અને ઇઝરાયલના કુટુંબનાં વડાઓએ રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાએ જે વચનો કહ્યાં તે સાંભળ્યાં ત્યારે તેઓને સારું લાગ્યું.
\v 31 એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનના પુત્રોને, ગાદના પુત્રોને તથા મનાશ્શાના પુત્રોને કહ્યું, "આજે અમે સમજ્યા છીએ કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે તમે આ બાબતે યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇઝરાયલના લોકોને યહોવાનાં હાથમાંથી છોડાવ્યાં છે.
\p
\s5
\v 32 એલાઝાર યાજકના પુત્ર ફીનહાસે અને આગેવાનોએ રુબેનીઓ અને ગાદીઓ પાસેથી, ગિલ્યાદના પ્રદેશમાંથી, કનાન દેશમાં ઇઝરાયલના લોકો પાસે પાછા આવીને તેઓને ખબર આપી.
\v 33 તે સાંભળીને ઇઝરાયલના લોકોને સંતોષ થયો. તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને જે દેશમાં રુબેનીઓ અને ગાદીઓ રહેતા હતા, તે દેશનો નાશ કરવાની અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત ફરી કદી કરી નહિ.
\p
\s5
\v 34 રુબેનીઓ અને ગાદીઓએ તે વેદીનું નામ "સાક્ષી"(એદ) પાડયું, કેમ કે તેઓએ કહ્યું કે, "તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ પ્રભુ છે."
\s5
\c 23
\p
\v 1 અને ઘણાં દિવસો પછી, યહોવાએ જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો.
\v 2 યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, "હું ઘણો વૃદ્ધ થયો છું.
\v 3 આ સર્વ દેશજાતિઓ સાથે યહોવા, તમારા પ્રભુએ તમારે માટે જે કર્યું, તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવા, તમારા પ્રભુએ, પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.
\p
\s5
\v 4 જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે.
\v 5 યહોવા તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવા તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.
\p
\s5
\v 6 તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.
\v 7 તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.
\v 8 પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવા, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.
\p
\s5
\v 9 કેમ કે યહોવાએ તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે, તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી.
\v 10 તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવા, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે.
\v 11 માટે તમારા યહોવા, પ્રભુ પર પ્રેમ રાખવા માટે વિશેષ ધ્યાન રાખો.
\p
\s5
\v 12 કેમ કે જો તમે કોઈ રીતે પાછા હઠશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્નસંબંધ બાંધીને ભળી જશો,
\v 13 તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવા પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવા, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.
\p
\s5
\v 14 અને હવે, હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું, તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચે જાણો છો કે, જે સારાં વચનો તમારા યહોવા પ્રભુએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી. પણ એ વચનો પૂર્ણ થયાં છે.
\v 15 પણ જેમ તમારા યહોવા પ્રભુએ તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્ત્યે ફળીભૂત થયાં, તેમ, આ જે સારી જમીન તમારા યહોવા પ્રભુએ તમને આપી છે, તેના પરથી તમારો નાશ થતાં સુધી યહોવા તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે.
\p
\s5
\v 16 તમારા યહોવા પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો."
\s5
\c 24
\p
\v 1 યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુળોને શખેમમાં ભેગાં કર્યા. ઇઝરાયલના વડીલોને, તેઓના આગેવાનોને, વડાઓને, ન્યાયાધીશોને, તેઓના અધિકારીઓને બોલાવ્યા અને તેઓ યહોવાની સમક્ષ ઉપસ્થિત થયા.
\v 2 યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, "ઇઝરાયલના યહોવા, કહે છે કે, 'પૂર્વકાળે તમારા પૂર્વજ ઇબ્રાહિમના પિતા તથા નાહોરના પિતા તેરાહ ફ્રાત નદીને પેલે પાર વસેલા હતા. તેઓ અન્ય દેવોની પૂજાભક્તિ કરતા હતા.
\p
\s5
\v 3 પણ હું તમારા પિતા ઇબ્રાહિમને ફ્રાત નદીની પેલી પારથી કનાન દેશમાં દોરી લાવ્યો અને તેના દીકરા ઇસહાક દ્વારા મેં તેને ઘણાં સંતાનો આપ્યાં.
\v 4 મેં ઇસહાકને બે દીકરા યાકૂબ તથા એસાવ આપ્યાં. મેં વતન તરીકે એસાવને સેઈર પર્વતનો પ્રદેશ આપ્યો, પણ યાકૂબ અને તેના દીકરાઓ મિસરમાં જઈને રહ્યા.
\p
\s5
\v 5 પછી મેં મૂસાને તથા હારુનને મોકલ્યા અને મરકીથી મિસરીઓને મેં પીડિત કર્યા. ત્યાર પછી હું તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યો.
\v 6 હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડેસવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા.
\p
\s5
\v 7 ત્યારે તમારા પૂર્વજોએ યહોવાને પોકાર કર્યો, એટલે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાએ તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા.
\p
\s5
\v 8 જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું. અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓના દેશ કબજે કરી લીધો. અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો.
\p
\s5
\v 9 પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તેણે તમને શાપ દેવા સારુ બયોરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો.
\v 10 પણ મેં બલામનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશીર્વાદ આપ્યો હતો. આ રીતે મેં તમને તેના હાથમાંથી છોડાવ્યાં.
\p
\s5
\v 11 પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા.
\v 12 વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી નસાડી મૂક્યા. આ બધું કંઈ તમારી તલવારથી કે તમારા ધનુષ્યથી થયું નહોતું!
\p
\s5
\v 13 જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતાં તે મેં તમને આપ્યાં છે, હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષાવાડીઓ તથા જૈતૂનવાડીઓ તમે રોપી નહોતી તેઓનાં ફળ તમે ખાઓ છો.'
\p
\s5
\v 14 તો હવે યહોવાનું ભય રાખો અને સંપૂર્ણ પ્રામાણિકતાથી અને સત્યતાથી તેમની આરાધના કરો; ફ્રાત નદીની પેલી બાજુ અને મિસરમાં તમારા પૂર્વજો જે દેવોની પૂજાભક્તિ કરતા હતા તે દેવોથી છુટકારો મેળવીને, યહોવાની આરાધના કરો.
\v 15 જો તમારી દ્રષ્ટિમાં યહોવાની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.
\p
\s5
\v 16 લોકોએ જવાબ આપીને કહ્યું, "અન્ય દેવોની સેવાને માટે અમે યહોવાને તજી દઈએ એવું પ્રભુ કદીય થવા ન દો.
\v 17 કેમ કે જે પ્રભુ યહોવા અમને અને અમારા પૂર્વજોને મિસર દેશમાંથી, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા, જેમણે અમારા દેખતાં અદભુત ચમત્કારો કર્યા, અમે જે રસ્તે ચાલ્યા તેમાં તથા જે સર્વ દેશોમાં થઈને અમે પસાર થયા ત્યાં અમારું રક્ષણ કર્યું તે જ યહોવા અમારા પ્રભુ છે.
\v 18 યહોવાએ તે દેશમાં રહેનારા સર્વ અમોરી લોકોને અમારી આગળથી કાઢી મૂક્યા છે. તેથી અમે પણ યહોવાની સેવા કરીશું, કેમ કે તે જ અમારા યહોવા છે."
\p
\s5
\v 19 પણ યહોશુઆએ લોકોને કહ્યું, "તમે યહોવાની સેવા કરી શકશો નહિ, કેમ કે તે પવિત્ર યહોવા છે; તે આવેશી યહોવા છે; તે તમારાં ઉલ્લંઘનો અને તમારા પાપોની ક્ષમા કરશે નહિ.
\v 20 જો તમે તમારા યહોવાને ત્યજીને વિદેશીઓના દેવોની ઉપાસના કરશો, તો તેઓ તમારુ સારું કર્યા પછી, તમારી વિરુદ્ધ થઈને તમારું અહિત કરશે. તમને નષ્ટ કરી નાખશે."
\p
\s5
\v 21 પણ લોકોએ યહોશુઆને કહ્યું, "એવું નહિ બને. અમે તો યહોવાની જ આરાધના કરીશું."
\v 22 પછી યહોશુઆએ લોકોને કહ્યું, "તમે પોત પોતાના માટે સાક્ષી છો કે તમે જાતે યહોવાની આરાધના કરવાને સારુ તેમને પસંદ કર્યા છે." તેઓએ કહ્યું, "અમે સાક્ષી છીએ."
\v 23 યહોશુઆએ કહ્યું, "તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો, અને તમારું હૃદય ઇઝરાયલના પ્રભુ યહોવા તરફ વાળો."
\p
\s5
\v 24 લોકોએ યહોશુઆને કહ્યું, "આપણા પ્રભુ યહોવાની જ સેવા અમે કરીશું. તેમની જ વાણી અમે સાંભળીશું."
\v 25 તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો. તેણે શખેમમાં તેઓને માટે વિધિઓ અને નિયમો નિયત કર્યા.
\v 26 પછી યહોશુઆએ આ વાતો યહોવાનાં નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખી. તેણે મોટો પથ્થર લીધો અને યહોવાનાં પવિત્રસ્થાનની બાજુમાં એલોન વૃક્ષની નીચે તેને સ્થાપિત કર્યો.
\p
\s5
\v 27 યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, "જુઓ, આ પથ્થર આપણી મધ્યે સાક્ષી થશે. કેમ કે યહોવાએ જે વાતો આપણને કહી તે સર્વ તેણે સાંભળી છે. માટે તે તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખેને તમે તમારા યહોવાનો ઇનકાર કરો.
\v 28 પછી યહોશુઆએ પ્રત્યેક માણસને, તેઓના વારસાના વતનમાં મોકલી દીધા.
\p
\s5
\v 29 આ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર યહોશુઆ જે યહોવાનો સેવક હતો તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.
\v 30 તેઓએ તેના વતનની હદમાં, ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં, જે તિમ્નાથ-સેરા છે, તેમાં તેને દફ્નાવ્યો.
\p
\s5
\v 31 તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાએ ઇઝરાયલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયેલે યહોવાની સેવા કરી.
\p
\s5
\v 32 યૂસફના જે અસ્થિ ઇઝરાયલના લોકો મિસરમાંથી બહાર લાવ્યા હતા તેને તેઓએ શખેમમાં, જમીનનો જે ટુકડો યાકૂબે ચાંદીના સો સિક્કાની કિંમત આપીને શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી વેચાતો લીધો હતો તેમાં દફનાવ્યાં. અને તે યૂસફના વંશજોનું વતન થયું.
\v 33 હારુનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફીનહાસને એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફ્નાવ્યો.

1337
07-JDG.usfm Normal file
View File

@ -0,0 +1,1337 @@
\id JDG
\ide UTF-8
\h ન્યાયાધીશો
\toc1 ન્યાયાધીશો
\toc2 ન્યાયાધીશો
\toc3 jdg
\mt1 ન્યાયાધીશો
\s5
\c 1
\p
\v 1 હવે યહોશુઆના મરણ પછી, ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, "કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણે આગેવાની કરવી?"
\v 2 ઈશ્વરે કહ્યું, "યહૂદા તમને આગેવાની આપશે. જુઓ, આ દેશને, મેં તેના હાથમાં સોંપ્યો છે.
\v 3 યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને તથા તેના માણસોને કહ્યું, "જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો, તેમાં અમે તમારી સાથે આવીશું." તેથી શિમયોનનું કુળ તેની સાથે ગયું.
\p
\s5
\v 4 યહૂદાના પુત્રોએ ચઢાઈ કરી અને ઈશ્વરે કનાનીઓ તથા પરિઝીઓની ઉપર તેને વિજય આપ્યો. બેઝેકમાં તેઓએ તેઓના દસ હજાર માણસોનો સંહાર કર્યો.
\v 5 બેઝેકમાં તેઓને, અદોની-બેઝેક સામે મળ્યો. તેઓએ તેની સામે લડાઈ કરીને કનાનીઓને તથા પરિઝીઓને હરાવ્યા.
\p
\s5
\v 6 પણ અદોની-બેઝેક નાસવા લાગ્યો ત્યારે તેઓએ તેની પાછળ પડીને તેને પકડયો અને તેના હાથનાં તથા પગના અંગૂઠા કાપી નાખ્યા.
\v 7 અદોની-બેઝેકે કહ્યું, "સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે." તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.
\p
\s5
\v 8 યહૂદા કુળના પુરુષોએ યરુશાલેમ સામે લડાઈ કરીને તેને જીતી લીધું. તેઓએ તરવારની ધારથી હુમલો કર્યો હતો અને તે નગરને બાળી મૂક્યું.
\v 9 ત્યાર પછી યહૂદા કુળના પુરુષો પહાડી પ્રદેશમાં, નેગેબમાં જે કનાનીઓ રહેતા હતા તેઓની સાથે લડાઈ કરવાને ગયા.
\v 10 હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે તેઓ આગળ વધ્યા (અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું), તેઓએ શેશાય, અહિમાન તથા તાલ્માઈને નષ્ટ કર્યા.
\p
\s5
\v 11 ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા (અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું).
\v 12 કાલેબે કહ્યું, "જે કોઈ કિર્યાથ-સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આસ્ખાનાં લગ્ન કરાવીશ."
\v 13 કાલેબના નાના ભાઈ, કનાઝના દીકરા, ઓથ્નીએલે દબીરા જીતી લીધું, તેથી કાલેબે પોતાની દીકરી આસ્ખાનાં લગ્ન તેની સાથે કરાવ્યા.
\p
\s5
\v 14 હવે ઓથ્નીએલને આસ્ખાએ સમજાવ્યો કે તે, તેના (આસ્ખાના) પિતાને કહે કે તે તેને ખેતર આપે. આસ્ખા પોતાના ગધેડા પરથી ઊતરતી જ હતી ત્યારે કાલેબે તેને પૂછ્યું, "દીકરી તારા માટે હું શું કરું?"
\v 15 તેણે તેને કહ્યું, "મને એક આશીર્વાદ આપ. જો તેં મને નેગેબની ભૂમિમાં સ્થાપિત કરી છે તો મને પાણીના ઝરા પણ આપ." અને કાલેબે તેને ઉપરના તેમ જ નીચેના ઝરણાં આપ્યાં.
\p
\s5
\v 16 મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં (જે નેગેબમાં છે), અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા.
\v 17 અને યહૂદાના પુરુષો, તેમના ભાઈ શિમયોનના પુરુષો સાથે ગયા અને સફાથમાં વસતા કનાનીઓ પર હુમલો કરી તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું.
\p
\s5
\v 18 યહૂદાના લોકોએ ગાઝા અને તેની ચારેબાજુની ભૂમિ, આશ્કલોન અને તેની ચારેબાજુની ભૂમિ તથા એક્રોન અને તેની ચારેબાજુની ભૂમિ જીતી લીધી.
\v 19 ઈશ્વર, યહૂદાના લોકોની સાથે હતા અને તેઓએ પહાડી પ્રદેશ કબજે કર્યો પણ તે નીચાણમાં રહેનારાઓને કાઢી મૂકી શક્યા નહિ કેમ કે તેઓની પાસે લોખંડના રથો હતા.
\p
\s5
\v 20 જેમ મૂસાના કહેવા પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું અને તેણે અનાકના ત્રણ દીકરાઓને ત્યાંથી કાઢી મૂક્યા.
\v 21 પણ બિન્યામીનના લોકો યરુશાલેમમાં રહેતા યબૂસીઓને કાઢી મૂકી શક્યા નહિ. જેથી આજ દિવસ સુધી યબૂસીઓ બિન્યામીનના લોકો સાથે યરુશાલેમમાં રહેતા આવ્યા છે.
\p
\s5
\v 22 યૂસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું ઈશ્વર તેઓની સાથે હતા.
\v 23 તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. (અગાઉ તે નગરનું નામ લૂઝ હતું).
\v 24 જાસૂસોએ એક માણસને તે નગરમાંથી બહાર આવતો જોયો અને તેઓએ તેને કહ્યું કે, "કૃપા કરીને અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ અને અમે તારી એ સહાયને યાદ રાખીશું."
\p
\s5
\v 25 તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તરવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યાં.
\v 26 તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું, તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે.
\p
\s5
\v 27 મનાશ્શાના લોકોએ બેથ-શેઆન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, યિબ્લામ તથા તેના ગામોના અને મગિદ્દો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા.
\v 28 પણ જયારે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓ પાસે મજૂરી કરાવી, પણ તેઓએ તેમને સંપૂર્ણ રીતે કાઢી મૂક્યા નહિ.
\p
\s5
\v 29 ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઈમે કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા.
\p
\s5
\v 30 વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નાહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહિ; એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા, પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા.
\p
\s5
\v 31 આશેરે આક્કોન, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બા, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
\v 32 તેથી આશેરનું કુળ કનાનીઓની સાથે રહ્યું (જેઓ તે દેશમાં રહ્યા) કેમ કે તેણે તેઓને દૂર કર્યા નહિ.
\p
\s5
\v 33 નફતાલીએ બેથ-શેમેશના અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. તેથી નફતાલીનું કુળ કનાનીઓ મધ્યે રહ્યું. જો કે, બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને નફતાલીઓએ પોતાના ગુલામ બનાવ્યા.
\p
\s5
\v 34 અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં રહેવાને મજબૂર કર્યા અને તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ;
\v 35 અમોરીઓ હેરેસ પહાડ, આયલોન અને શાલબીમમાં રહેવા ઇચ્છતા હતા, પણ યૂસફના કુળની લશ્કરી તાકાતે તેઓને તાબે કર્યા અને પોતાના ગુલામ બનાવ્યા.
\v 36 અમોરીઓની સરહદ સેલાના આક્રાબ્બીમના ઘાટથી શરૂ થઈ પર્વતીય પ્રદેશ સુધી હતી.
\s5
\c 2
\p
\v 1 ઈશ્વરના દૂતે ગિલ્ગાલથી બોખીમ જઈને કહ્યું, "હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે, 'હું કદીપણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહિ.
\v 2 તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ પણ સંધિ કરશો નહિ. તેઓની વેદીઓ અવશ્ય તોડી નાખીને તમે મારી વાણી ધ્યાને લીધી નથી. આ તમે શું કર્યું છે?
\p
\s5
\v 3 હવે હું કહું છું, 'હું કનાનીઓને તમારી સામેથી દૂર કરીશ, પણ તેઓ તમારી આજુબાજુ કાંટારૂપ અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે.'"
\v 4 અને ઈશ્વરના દૂતે ઇઝરાયલના સર્વ લોકોને એ વાતો કહી, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા.
\v 5 અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
\p
\s5
\v 6 યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે, પોતપોતાના વારસામાં ગયા.
\v 7 યહોશુઆના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ જે વડીલો તેના કરતાં લાંબુ જીવ્યા હતા, જેઓએ ઇઝરાયલને માટે ઈશ્વરે કરેલાં સર્વ મોટાં કામ જોયા હતાં, તેઓના અસ્તિત્વ સુધી લોકોએ ઈશ્વરની સેવા કરી.
\v 8 નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એકસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
\p
\s5
\v 9 ગાશ પર્વતની ઉત્તરે, એફ્રાઈમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.
\v 10 તેઓની પેઢી પણ તેમના પિતૃઓ સાથે ભળી ગઈ. પછીની બીજી પેઢી ઊભી થઈ તે ઈશ્વરને અથવા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કૃત્યો હજી સુધી જાણતી નહોતી.
\p
\s5
\v 11 ઇઝરાયલી લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને તેઓએ બઆલીમની પૂજા કરી.
\v 12 અને તેઓના પિતૃઓના જે યહોવા તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા જઈને તેઓ આગળ નમ્યા. તેઓએ યહોવાને ક્રોધિત થવાને ઉશ્કેર્યા.
\v 13 તેમણે તેમની સાથેનો સંબંધ તોડી નાખીને બઆલ તથા આશ્તારોથની પૂજા કરી.
\p
\s5
\v 14 ત્યારે યહોવાનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો અને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યાં, તેઓએ પાયમાલ કરીને તેઓની સંપતિ લૂંટી લીધી. ઈશ્વરે તેઓ આસપાસના દુશ્મનો અધિકારમાં બંધાઈ રહે તેવી રીતે તેમને, વેચી દીધા, તેથી તેઓ તેમના દુશ્મનો સમક્ષ પોતાને ટકાવી શક્યા નહિ.
\v 15 ઇઝરાયલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, ત્યાં તેઓને હરાવવા માટે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યાં હતા.
\p
\s5
\v 16 ત્યારે યહોવાએ ન્યાયાધીશો નીમ્યા, તેઓએ તેઓને તેમને લૂંટી જનારાઓના હાથમાંથી બચાવ્યા.
\v 17 તોપણ તેઓ ન્યાયાધીશોનું સાંભળતાં નહોતા, તેઓ યહોવાને અવિશ્વાસુ હતા. પોતાને અન્ય દેવોની સાથે વ્યભિચાર કરી તેઓની પૂજા કરતા હતા. તેઓના પિતૃઓ યહોવાની આજ્ઞાઓનું પાલન કરનારા તેઓના પિતૃઓની જેમ તેઓ વર્ત્યા નહિ. તેઓ જલ્દીથી ખરા માર્ગથી ભટકી ગયા.
\p
\s5
\v 18 જયારે યહોવાએ તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.
\v 19 પણ જ્યારે ન્યાયાધીશ મરણ પામતો ત્યારે તેઓ પાછા ફરી તેમના પિતૃઓએ કરેલાં કૃત્યો કરતાં વધુ ખરાબ કૃત્યો કરતા હતા. તેઓ અન્ય દેવોની ભક્તિ તથા પૂજા કરવાને તેઓની પાછળ જતા હતા. અને પોતાના દુરાચારો તથા અવળા માર્ગોથી પાછા વળતા ન હતા.
\p
\s5
\v 20 તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,
\v 21 માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.
\v 22 જેમ તેઓના પિતૃઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ ઇઝરાયલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”
\v 23 તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતાં રહેવા દીધી અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ.
\s5
\c 3
\p
\v 1 હવે ઈશ્વરે જેઓએ કનાનની લડાઈઓનો અનુભવ કર્યો ન હતો એવા ઇઝરાયલી લોકોની પરીક્ષા કરવાને,
\v 2 ઇઝરાયલની નવી પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી તેઓ યુદ્ધ યુદ્ધકળા શીખે તે માટે ઈશ્વરે જે દેશજાતિઓ રહેવા દીધી તે આ છે:
\v 3 પલિસ્તીઓના પાંચ સરદારો, સર્વ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.
\p
\s5
\v 4 ઈશ્વરે જે આજ્ઞાઓ મૂસા દ્વારા તેઓના પૂર્વજોને આપી હતી, તે આજ્ઞાઓ ઇઝરાયલ પાળશે કે નહિ, એ જાણવા, તેઓથી તેમની પરીક્ષા કરવા માટે તે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા.
\v 5 તેથી ઇઝરાયલ લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓની મધ્યે રહેતા હતા.
\v 6 તેઓની દીકરીઓ સાથે તેઓ લગ્ન સંબંધો બાંધતા હતા, તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા હતા અને તેઓના દેવોની પૂજા કરતા હતા.
\p
\s5
\v 7 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વીસરી જઈને બઆલીમ તથા અશેરોથની પૂજા કરી.
\v 8 તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો અને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. આઠ વર્ષ સુધી ઇઝરાયલના લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
\p
\s5
\v 9 જયારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કરવા સારુ કાલેબના નાના ભાઈ, કનાઝનો દીકરો, ઓથ્નીએલને ઇઝરાયલના લોકોને મદદ માટે તૈયાર કર્યો. તેણે તેઓનો બચાવ કર્યો.
\v 10 ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને આરામના રાજા કૂશાન રિશાથાઈમ પર વિજય અપાવ્યો. ઓથ્નીએલના સામર્થ્યથી કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.
\v 11 ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.
\p
\s5
\v 12 ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયલીઓએ દુરાચાર કર્યો હતો.
\v 13 એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને જીતી લીધું.
\v 14 ઇઝરાયલના લોકોએ અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.
\p
\s5
\v 15 પણ જયારે ઇઝરાયલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડીઓ હતો ઇઝરાયલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.
\p
\s5
\v 16 એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી.
\v 17 તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પૃષ્ટ માણસ હતો.
\v 18 એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા.
\p
\s5
\v 19 તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, "મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે." એગ્લોને કહ્યું, "ચૂપ રહે!" તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા.
\v 20 એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, "હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું," રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
\p
\s5
\v 21 ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તરવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.
\v 22 તરવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તરવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
\v 23 ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
\p
\s5
\v 24 એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, "ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે."
\v 25 જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો.
\p
\s5
\v 26 તેઓએ શું કરવું જોઈએ તે વિષે વિચારતા હતા, એટલામાં એહૂદ નાસીને જ્યાં ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો.
\v 27 ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. પછી ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઊતર્યા અને તે તેઓની આગેવાની કરતો હતો.
\p
\s5
\v 28 તેણે તેઓને કહ્યું, "મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે." તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહી.
\v 29 તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.
\v 30 તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
\p
\s5
\v 31 એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.
\s5
\c 4
\p
\v 1 એહૂદના મરણ પછી, ઇઝરાયલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી તથા જે દુષ્ટ આચરણો કર્યા અને તેથી ઈશ્વરનો અનાદર કર્યો.
\v 2 તેથી ઈશ્વરે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપ્યાં. તેના સૈન્યનો સેનાપતિ બિનયહૂદી હતો તે હરોશેથનો રહેવાસી હતો તેનું નામ સીસરા હતું.
\v 3 ઇઝરાયલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સીસરાની પાસે લોખંડના નવ હજાર રથો હતા, તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ લોકો પર જુલમ ગુજાર્યો.
\p
\s5
\v 4 હવે તે સમયે લાપીદોથની પત્ની, દબોરા પ્રબોધિકા આગેવાન તરીકે, ઇઝરાયલનો ન્યાય કરતી હતી.
\v 5 તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.
\p
\s5
\v 6 તેણે કેદેશ-નફતાલીથી અબીનો-આમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, "ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું 'તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.
\v 7 યાબીનના સૈન્યના સેનાપતિ સીસરાને, કીશોન નદી નજીક મળીશ, તેના રથો તથા તેના સૈન્ય સાથે હું તેને તારી પાસે કીશોન નદીને કિનારે લાવીશ. અને તેને તારા હાથમાં સોંપી દઈશ."
\p
\s5
\v 8 બારાકે તેને કહ્યું, "જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં."
\v 9 તેણે કહ્યું, "હું નિશ્ચે તારી સાથે આવીશ. તોપણ, તું જે આગેવાની કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સીસરાને હરાવશે." પછી દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ.
\p
\s5
\v 10 બારાકે ઝબુલોન તથા નફતાલીનના પુરુષોને કેદેશમાં એકત્ર કર્યાં. તેની પાછળ દસ હજાર પુરુષો ગયા અને દબોરા તેની સાથે ગઈ.
\p
\s5
\v 11 હવે હેબેર કેનીએ પોતાને કેનીઓથી અલગ કર્યો - તેઓ મૂસાના સાળા હોબાબના વંશજો હતા - અને તેણે તેનો તંબુ કેદેશ પાસેના સાનાન્નીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર લગાવ્યો હતો.
\p
\s5
\v 12 જયારે તેઓએ સીસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે,
\v 13 ત્યારે સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથથી તે કીશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.
\p
\s5
\v 14 દબોરાએ બારાકને કહ્યું, "જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?" તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.
\p
\s5
\v 15 ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.
\v 16 પણ બારાક વિદેશીઓના હરોશેથ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તરવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહી.
\p
\s5
\v 17 પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર (કેનીના) કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
\v 18 યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, "ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ." તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
\p
\s5
\v 19 સીસરાએ તેને કહ્યું, "કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે." તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
\v 20 તેણે તેને કહ્યું, "તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, 'કોઈ અહીં છે?' તો તારે કહેવું કે, 'નથી.'"
\p
\s5
\v 21 પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
\v 22 જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, "આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું." જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.
\p
\s5
\v 23 આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો.
\v 24 ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની સામે વધારે અને વધારે ભારે થતા ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો.
\s5
\c 5
\p
\v 1 તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
\q
\v 2 "જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી,
\q ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા-
\q અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
\q
\s5
\v 3 'રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો!
\q હું ઈશ્વર માટે ગાઈશ;
\q હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
\q
\v 4 ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા,
\q જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી,
\q ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી
\q અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.
\q
\s5
\v 5 ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા;
\q સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.
\q
\v 6 આનાથના દીકરા શામ્ગારના દિવસોમાં,
\q યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને
\q વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
\q
\s5
\v 7 ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં,
\q તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી,
\q હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.
\q
\v 8 તેઓએ નવા દેવોને પસંદ કર્યા
\q અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી;
\q ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.
\q
\s5
\v 9 મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે,
\q રાજીખુશીથી લોકો સમર્પિત થયા -
\q તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!
\v 10 તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા-
\q કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં,
\q તમે તેનાં ગુણગાન ગાઓ.
\q
\s5
\v 11 તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં,
\q ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના
\q રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે.
\q "ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.
\q1
\s5
\v 12 જાગ, જાગ, હે દબોરા;
\q જાગ, જાગ, ગીત ગા!
\q હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.
\q
\v 13 પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા;
\q ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
\q
\s5
\v 14 તેઓ એફ્રાઈમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે;
\q તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો;
\q માખીરમાંથી અધિકારીઓ
\q અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
\q
\s5
\v 15 અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા;
\q ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો;
\q તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા.
\q રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી.
\q1
\s5
\v 16 ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો?
\q રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
\q
\s5
\v 17 ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો;
\q અને દાન કેમ તે વહાણોમાં રહ્યો?
\q આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો
\q અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
\q
\v 18 ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
\q
\s5
\v 19 રાજાઓ આવીને લડ્યા,
\q ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં,
\q કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ લૂંટનો કંઈ લાભ લીધો નહિ.
\q
\v 20 આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું,
\q તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
\q
\s5
\v 21 કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ,
\q એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી.
\q રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ!
\q
\v 22 ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
\q1
\s5
\v 23 ઈશ્વરના દૂતે કહ્યું, 'મેરોઝને શાપ દો!'
\q 'તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે,
\q એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.'
\q
\s5
\v 24 હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે;
\q તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
\q
\v 25 તે માણસે પાણી માગ્યું,
\q ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
\q
\s5
\v 26 તેણે પોતાના હાથમાં મેખ લીધી અને
\q પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી;
\q અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો;
\q તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું
\q અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
\q
\v 27 તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો;
\q તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો.
\q
\s5
\v 28 સીસરાની માતાએ બારીમાંથી જોયું,
\q જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું,
\q 'તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી?
\q તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?'
\q
\s5
\v 29 તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો,
\q હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
\q
\v 30 'શું તેઓને લૂંટ તો મળી નહિ હોય?
\q શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય?
\q પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે;
\q શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?'
\q
\s5
\v 31 હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે,
\q પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ.
\p ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
\s5
\c 6
\p
\v 1 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું; અને સાત વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યાં.
\v 2 મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.
\p
\s5
\v 3 અને જે સમયે ઇઝરાયલીઓ વાવણી કરતા, ત્યારે એમ થતું કે, મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો તેઓ પર ચઢી આવતા.
\v 4 તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ.
\p
\s5
\v 5 તેઓ પોતાનાં જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચઢી આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અસંખ્ય હતાં. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં.
\v 6 મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને કંગાલ બનાવી દીધા, તેથી ઇઝરાયલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો.
\p
\s5
\v 7 જયારે ઇઝરાયલી લોકોએ મિદ્યાનીઓના ત્રાસ ને કારણે ઈશ્વરની આગળ પોકાર કર્યો ત્યારે,
\v 8 ઈશ્વરે ઇઝરાયલી લોકો માટે પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, "પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે: 'હું તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો અને ગુલામીમાંથી મુક્ત કર્યા.
\p
\s5
\v 9 મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યાં. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો.
\v 10 મેં તમને કહ્યું, "હું ઈશ્વર તમારો પ્રભુ છું; મેં તમને આજ્ઞા કરી હતી, જે કોઈ દેશમાં તમે રહો ત્યાં અમોરીઓના દેવોની પૂજા કરવી નહિ." પણ તમે મારી વાણીનું પાલન કર્યું નથી.'"
\p
\s5
\v 11 પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂડતો હતો.
\v 12 ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, "પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!"
\p
\s5
\v 13 ગિદિયોને તેને કહ્યું, "મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું 'શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?' તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે."
\p
\s5
\v 14 ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, "તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?"
\v 15 ગિદિયોને તેને કહ્યું, "કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું."
\p
\s5
\v 16 ઈશ્વરે તેને કહ્યું, "હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે."
\v 17 ગિદિયોને તેમને કહ્યું, "જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો.
\v 18 જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ." ઈશ્વરે કહ્યું, "જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ."
\p
\s5
\v 19 ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા.
\v 20 ઈશ્વરના દૂતે તેને કહ્યું, "માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે." ગિદિયોને એ મુજબ કર્યું.
\p
\s5
\v 21 ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ.
\p
\s5
\v 22 ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, "પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!"
\v 23 ઈશ્વરે તેને કહ્યું, "તને શાંતિ હો! ગભરાઈશ નહિ, તું મૃત્યુ પામશે નહિ."
\v 24 તેથી ગિદિયોને ઈશ્વરને સારુ ત્યાં એક વેદી બનાવી. તેનું નામ ઈશ્વર-શાલોમ પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.
\p
\s5
\v 25 તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, "તારા પિતાનો બળદ તથા બીજો સાત વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બાલની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તે તોડી પાડ, તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ.
\v 26 તું પ્રભુ તારા ઈશ્વરને માટે આ જગ્યાના શિખર પર યોગ્ય બાંધકામ કરીને યજ્ઞવેદી બનાવ. જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો શ્રેષ્ઠ બળદ લઈને તેનું દહાર્નીયાપર્ણ કર."
\p
\s5
\v 27 તેથી ગિદિયોને પોતાના દસ સેવકોને લઈને, ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવદી બનાવી.
\p
\s5
\v 28 સવારમાં જયારે નગરના પુરુષો ઊઠ્યા ત્યારે તેઓએ જોયું કે, બાલની યજ્ઞવેદી તોડી પાડેલી હતી તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નાખેલી હતી તથા બાંધેલી નવી યજ્ઞવેદી પર બીજા શ્રેષ્ઠ બળદનું દહાર્નીયાપર્ણ કરેલું હતું.
\v 29 નગરના પુરુષોએ એકબીજાને કહ્યું, "આ કામ કોણે કર્યું છે?" પછી તપાસ કરીને તેઓએ કહ્યું, "યોઆશના દીકરા ગિદિયોને આ કૃત્ય કર્યું છે."
\p
\s5
\v 30 ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, "તારા દીકરાને બહાર લાવ કે જેથી તે માર્યો જાય, કેમ કે તેણે બાલની યજ્ઞવેદી તોડી પાડી છે અને અશેરા મૂર્તિ કાપી નાખી છે."
\p
\s5
\v 31 યોઆશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, "શું તમે બાલના પક્ષમાં બોલશો? કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતાં પહેલાં માર્યો જાય; જો બાલ દેવ હોય તો તે પોતે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે."
\v 32 તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ "યરુબાલ" પાડીને કહ્યું, "બાલ તેની સામે વિવાદ કરે," કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.
\p
\s5
\v 33 ત્યારે સર્વ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. તેઓએ પેલે પાર જઈને યિઝ્એલની ખીણમાં છાવણી કરી.
\p
\s5
\v 34 પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો તેણે રણશિગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા.
\v 35 તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા.
\p
\s5
\v 36 ગિદિયોને ઈશ્વરને કહ્યું, "જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય-
\v 37 તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો."
\p
\s5
\v 38 બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
\p
\s5
\v 39 પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, "તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે."
\v 40 તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.
\s5
\c 7
\p
\v 1 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હેરોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.
\p
\s5
\v 2 ઈશ્વરે ગિદિયોનને કહ્યું, "તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, 'મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.'
\v 3 માટે હવે તું જા અને લોકોને જાહેર કર, 'જે કોઈ ભયભીત તથા ધ્રૂજતા હોય, તેઓ ગિલ્યાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય."' તેથી બાવીસ હજાર લોકો પાછા ગયા અને દસ હજાર રહ્યા.
\p
\s5
\v 4 ઈશ્વરે ગિદિયોનને કહ્યું, "લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, 'આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ."
\p
\s5
\v 5 તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, "પ્રત્યેક જણ જે શ્વાનની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર."
\v 6 ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા.
\p
\s5
\v 7 ઈશ્વરે ગિદિયોનને કહ્યું, "જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે.
\v 8 માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
\p
\s5
\v 9 તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, "ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ.
\v 10 પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ,
\v 11 તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે." તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.
\p
\s5
\v 12 મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
\p
\s5
\v 13 જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, "જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો."
\v 14 બીજા માણસે કહ્યું, "એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તરવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે."
\p
\s5
\v 15 જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, "ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે."
\v 16 તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.
\p
\s5
\v 17 તેણે તેઓને કહ્યું, "મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ! જયારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું, ત્યારે હું જે કરું તેમ તમે કરજો.
\v 18 હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, 'ઈશ્વર તથા ગિદિયોનને માટે."'
\p
\s5
\v 19 તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા.
\p
\s5
\v 20 ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, "ઈશ્વરની તથા ગિદિયોનની તરવાર."
\v 21 બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું.
\p
\s5
\v 22 જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તરવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ હેથ-શિટ્ટા સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું.
\v 23 ઇઝરાયલના માણસો નફતાલી, આશેર તથા આખા મનાશ્શામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા.
\p
\s5
\v 24 ગિદિયોને સંદેશવાહકોને એફ્રાઈમના આખા પહાડી પ્રદેશમાં મોકલીને, કહેવડાવ્યું, "તમે મિદ્યાનીઓની ઉપર ધસી આવો, યર્દન નદી ઓળંગીને તેઓની આગળ બેથ-બારાક સુધી જઈને યર્દનનાં પાણી આગળ તેઓને રોકો." તેથી એફ્રાઈમના સર્વ માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આગળ તેઓને આંતર્યા.
\v 25 તેઓએ મિદ્યાનના બે સરદારો, ઓરેબ તથા ઝએબને પકડ્યા. ઓરેબ ખડક ઉપર ઓરેબને મારી નાખ્યો અને તેઓએ ઝએબના દ્રાક્ષાકુંડની પાસે ઝએબને મારી નાખ્યો. તેઓ મિદ્યાનીઓની પાછળ પડીને ઓરેબ તથા ઝએબનાં માથાં યર્દનને પેલે કિનારે ઝએબનાં દ્રાક્ષાકુંડ આગળ ગિદિયોનની પાસે લાવ્યા.
\s5
\c 8
\p
\v 1 એફ્રાઈમના પુરુષોએ ગિદિયોનને કહ્યું, "તું અમારી સાથે આમ કેમ વર્ત્યો છે? જયારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ." અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.
\p
\s5
\v 2 તેણે તેઓને કહ્યું, "તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યુ નથી? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?
\v 3 ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝએબ સરદારોની ઉપર વિજય અપાવ્યો! તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું?" જયારે તેણે આમ કહ્યું, ત્યારે તેઓ ઠંડા પડ્યા.
\p
\s5
\v 4 ગિદિયોન યર્દન નદી આગળ આવ્યો અને તે તથા તેની સાથેના ત્રણસો માણસો પાર ઊતર્યા. તેઓ થાકેલા હતા, તેમ છતાં તેઓ શત્રુઓની પાછળ લાગેલા હતા.
\v 5 તેણે સુકકોથના લોકોને કહ્યું, "કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલા છે અને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું."
\p
\s5
\v 6 સુકકોથના આગેવાનોએ કહ્યું, "ઝેબા તથા સાલ્મુન્નાના હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?"
\v 7 ગિદિયોને કહ્યું, "જયારે ઈશ્વરે આપણને ઝેબા તથા સાલ્મુન્ના ઉપર વિજય આપ્યો છે, ત્યારે જંગલના કાંટાથી તથા ઝાંખરાથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ."
\p
\s5
\v 8 ત્યાંથી તે પનુએલ ગયો અને ત્યાં લોકોને તે જ રીતે કહ્યું, જેમ સુકકોથના લોકોએ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો.
\v 9 તેણે પનુએલના લોકોને પણ કહ્યું, "જયારે હું શાંતિથી પાછો આવીશ, ત્યારે હું તમારો આ કિલ્લો તોડી પાડીશ."
\p
\s5
\v 10 હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ પંદર હજાર માણસો, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ અને વીસ હજાર શૂરવીરો માર્યા ગયા હતા.
\p
\s5
\v 11 ગિદિયોને નોબાની તથા યોગ્બહાની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોના માર્ગે જઈને દુશ્મનોને માર્યા. તેણે દુશ્મનોના સૈન્યને હરાવ્યા, કેમ કે તેઓ હુમલો કરવા માટે નિર્ભય હતા.
\v 12 ઝેબા તથા સાલ્મુન્ના નાઠા, ત્યારે ગિદિયોન તેઓની પાછળ પડ્યો હતો, તેણે મિદ્યાનના રાજાઓ ઝેબા તથા સાલ્મુન્નાને પકડીને તેઓના સૈન્યનો પરાજય કર્યો.
\p
\s5
\v 13 યોઆશનો દીકરો ગિદિયોન, હેરેસથી પસાર થઈને લડાઈમાંથી પાછો ફર્યો.
\v 14 તેણે સુકકોથના માણસોમાંથી એક જુવાનને પકડીને સૂર્યોદય વખતે પૂછ્યું, ત્યારે તે જુવાન માણસે સુકકોથના આગેવાનોને તથા તેઓના વડીલો જે સિત્તોતેર હતા તેઓની માહિતી તેઓને આપી.
\p
\s5
\v 15 ગિદિયોને સુકકોથના લોકોની પાસે આવીને કહ્યું, "ઝેબા તથા સાલ્મુન્નાને જુઓ, તેઓ સંબંધી તમે એમ કહીને મને મહેણું માર્યું હતું કે, 'શું હાલ ઝેબા તથા સાલ્મુન્નાના હાલ તારા હાથમાં છે કે અમારે તારા થાકેલા માણસોને રોટલી આપવી જોઈએ?"
\v 16 ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરાં લઈને તે વડે સુકકોથના લોકોને શિક્ષા કરી.
\v 17 વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો.
\p
\s5
\v 18 ત્યારે ગિદિયોને ઝેબા તથા સાલ્મુન્નાને કહ્યું, "તાબોરમાં જે લોકોની તમે કતલ કરી તે કેવા માણસો હતા?" તેઓએ ઉત્તર આપ્યો, "જેવો તું છે, તેવા તેઓ હતા. તેઓમાંનો પ્રત્યેક વ્યક્તિ રાજાના દીકરા જેવો દેખાતો હતો."
\v 19 ગિદિયોને કહ્યું, "તેઓ મારા ભાઈ, એટલે મારી માતાના દીકરા હતા. હું જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ."
\p
\s5
\v 20 તેણે તેના પ્રથમજનિત દીકરા યેથેરને કહ્યું, "ઊઠ તેઓને મારી નાખ!" પણ તે જુવાન માણસે પોતાની તરવાર તાણી નહિ, તે ગભરાયો, કેમ કે તે હજી જુવાન હતો.
\v 21 પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, "તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ." ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા.
\p
\s5
\v 22 ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું, "તું અમારા પર રાજ કર. તું, તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો - કેમ કે મિદ્યાનના હાથમાંથી તેં અમને ઉગાર્યા છે."
\v 23 ગિદિયોને તેઓને કહ્યું, "તમારા પર હું રાજ નહિ કરું અને મારો દીકરો પણ રાજ નહિ કરે. ઈશ્વર તમારા પર રાજ કરશે."
\p
\s5
\v 24 ગિદિયોને તેઓને કહ્યું, "હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે સર્વ કુંડળ તમે લૂંટ્યાં છે તે મને આપો." કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓનાં કુંડળ સોનાનાં હતાં.
\v 25 તેઓએ જવાબ આપ્યો, "અમે ખુશીથી તે આપીશું." અને વસ્ત્ર પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે પોતે લૂંટેલાં કુંડળ તેમાં નાખ્યાં.
\p
\s5
\v 26 સોનાનાં જે કુંડળો તેણે માંગી લીધાં, તેનું વજન એક હજાર સાતસો શેકેલ હતું. તે ઉપરાંત તેમાં કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરનાં જાંબુડીયા વસ્ત્ર તથા તેઓનાં ઊંટોના ગળામાંની સાંકળ હતી.
\p
\s5
\v 27 ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર એફ્રામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વટાળ્યાં. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે અવરોધક થઈ પડ્યું.
\v 28 તેથી મિદ્યાનીઓ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યા નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
\p
\s5
\v 29 યોઆશનો દીકરો યરુબાલ પોતાના ઘરમાં રહ્યો.
\v 30 ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.
\v 31 શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું.
\p
\s5
\v 32 યોઆશનો દીકરો ગિદિયોન, ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.
\p
\v 33 ગિદિયોનના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલના લોકોએ પાછા ફરીને બાલની પૂજા કરીને વ્યભિચાર કર્યો, તેઓએ બાલ-બરીથને પોતાનો દેવ માન્યો.
\p
\s5
\v 34 જેમણે ચારે તરફના સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે તેમના પ્રભુ, ઈશ્વરનો આદર ઇઝરાયલના લોકોએ કર્યો નહિ.
\v 35 જે સર્વ ભલાઈ ઇઝરાયલના લોકો પ્રત્યે યરુબાલે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર ભલાઈ રાખી નહિ.
\s5
\c 9
\p
\v 1 યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબનાં લોકોને કહ્યું,
\v 2 "કૃપા કરીને શખેમના સર્વ આગેવાનો સાંભળે તે રીતે કહો 'યરુબાલના સર્વ સિત્તેર દીકરા, તમારા પર રાજ કરે અથવા એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી તમારે માટે વધારે સારું શું છે? યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારાં માંસનો છું."
\p
\s5
\v 3 તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, "તે આપણો ભાણેજ છે."
\v 4 તેઓએ બાલ-બરીથના મંદિરમાંથી તેને ચાંદીના સિત્તેર રૂપિયા આપ્યાં અને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા સારુ હલકા અને અધમ માણસો, જેઓ તેની પાછળ ગયા તેઓને રાખ્યા.
\p
\s5
\v 5 ઓફ્રામાં તે પોતાના પિતાના ઘરે ગયો અને એક પથ્થર પર પોતાના સિત્તેર ભાઈઓને મારી નાખ્યા હતા, પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો.
\v 6 શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને, શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો.
\p
\s5
\v 7 જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગેરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, "ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે.
\v 8 એકવાર અંજીરના વૃક્ષો એક રાજાને અભિષેક વડે તેઓના પોતાના પર નીમવાને ગયાં. અને તેઓએ જૈતવૃક્ષને કહ્યું, 'અમારા પર રાજ કર.'
\p
\s5
\v 9 પણ જૈતવૃક્ષે તેઓને કહ્યું, 'હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાઉં છું, તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં?'
\v 10 પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, 'આવીને અમારા પર રાજ કર.'
\v 11 પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, 'મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું?'
\p
\s5
\v 12 વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, 'આવીને અમારા પર રાજ કર.'
\v 13 દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, 'શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?'
\v 14 પછી સર્વ વૃક્ષોએ ઝાંખરાને કહ્યું, 'આવીને અમારા પર રાજ કર.'
\p
\s5
\v 15 ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, 'જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં એરેજવૃક્ષોને બાળી નાખો.'
\v 16 તેથી હવે, જયારે તમે અબીમેલેખને રાજા બનાવ્યો, ત્યારે તમે જો સત્યતાથી તથા પ્રામાણિકપણે વર્ત્યા હોય અને જો તમે યરુબાલ તથા તેના ઘરનાંની સાથે સારી રીતે વર્ત્યા હોય, જો જેવો તે યોગ્ય હોય તેવી જ તમે તેને સજા કરી હોય.
\p
\s5
\v 17 અને તમે વિચારો છો કે મારા પિતાએ તમારે સારુ લડાઈ કરી છે, પોતાનો જીવ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યાં.
\v 18 પણ આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ ઊભા થયા છો અને તેના સિત્તેર પુત્રોને એક પથ્થર પર મારી નાખ્યા છે. અને તમે તેની દાસીના પુત્ર અબીમેલેખને શખેમનાં આગેવાનો પર રાજા બનાવ્યો, કેમ કે તે તમારો સંબંધી છે.
\p
\s5
\v 19 ત્યારે જો તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે પ્રમાણિકતાથી તથા સત્યનિષ્ઠતાથી વર્ત્યા હોય, તો તમે અબીમેલેખમાં આનંદ કરો અને તેને પણ તમારામાં આનંદ કરવા દો.
\v 20 પણ જો તેમ નહિ, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો અને શખેમના માણસોને તથા મિલ્લોના ઘરનાઓને બાળી નાખો. અને શખેમના માણસોમાંથી તથા બેથ-મિલ્લોમાંથી અગ્નિ નીકળો અને અબીમેલેખને બાળી નાખો."
\v 21 યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું.
\p
\s5
\v 22 અબીમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.
\v 23 ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના આગેવાનો વચ્ચે દુષ્ટ આત્મા મોકલ્યો. શખેમના આગેવાનોએ અબીમેલેખનો વિશ્વાસઘાત કર્યો.
\v 24 ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી.
\p
\s5
\v 25 જેથી શખેમના આગેવાનોએ પર્વતના શિખર પર લાગ તાકીને તેના પર છાપો મારનારાઓને બેસાડ્યા અને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા તે સર્વને તેઓ લૂંટી લેતાં હતા. આ બાબત અબીમેલેખને જણાવવાંમાં આવી.
\p
\s5
\v 26 એબેદનો દીકરો ગાઆલ પોતાના સંબંધીઓની સાથે આવ્યો અને તેઓ શખેમમાં ગયા. શખેમના આગેવાનોને તેના પર વિશ્વાસ હતો.
\v 27 તેઓ ખેતરમાં ગયા અને પોતાની દ્રાક્ષાવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરીને તેને નિચોવીને મિજબાની કરી. તેઓએ પોતાના દેવના મંદિરમાં પર્વનું આયોજન કર્યું, જ્યાં તેઓએ ખાઈ પીને અબીમેલેખને શાપ આપ્યો.
\p
\s5
\v 28 એબેદના દીકરા ગાઆલે કહ્યું, "અબીમેલેખ કોણ છે અને શખેમ કોણ છે, કે અમે તેની સેવા કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને શું ઝબુલ તેનો અધિકારી નથી? તમે ભલે શખેમના પિતા, હમોરના લોકોની સેવા કરો! શા માટે અમે તેની સેવા કરીએ?
\v 29 હું ઇચ્છા રાખું છું કે આ લોકો મારી આજ્ઞા પ્રમાણે કરે! તો હું અબીમેલેખને દૂર કરીશ. હું અબીમેલેખને કહીશ, 'તારા સૈન્યને બહાર બોલાવી લાવ.'"
\p
\s5
\v 30 જયારે નગરના અધિકારી ઝબુલે, એબેદના દીકરા ગાઆલનાં શબ્દો સાંભળ્યાં, ત્યારે તે ક્રોધે ભરાયો.
\v 31 તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, "જો, એબેદનો દીકરો ગાઆલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
\p
\s5
\v 32 હવે રાત્રે તું તથા તારી સાથેના સૈનિકો ઊઠો અને મેદાનમાં છાપા મારવાની તૈયારી કરો.
\v 33 પછી સવારમાં સૂર્ય ઊગે તે પહેલાં, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. અને જયારે તે તથા તેની સાથેના લોક તારી વિરુદ્ધ ચઢાઈ કરે, ત્યારે તું જે કરી શકે તે તેમને કરજે."
\p
\s5
\v 34 તેથી અબીમેલેખ તથા તેની સાથેના સર્વ માણસો ઊઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા.
\v 35 એબેદના દીકરો ગાઆલ બહાર જઈને નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો. અબીમેલેખ અને તેની સાથેના લોક તેમની સંતાવાની જગ્યાએથી બહાર આવ્યા.
\p
\s5
\v 36 જયારે ગાઆલે તે માણસોને જોયા, ત્યારે તેણે ઝબુલને કહ્યું, "જો, પર્વતના શિખર ઉપરથી માણસો ઊતરી આવે છે!" ઝબુલે તેને કહ્યું, "તને પર્વતોના ઓળા માણસો જેવા દેખાય છે."
\v 37 ગાઆલે ફરી તેને કહ્યું, "જો, માણસો દેશની મધ્યમાં થઈને નીચે ઊતરી આવે છે અને બીજું એક ટોળું એલોન વૃક્ષને માર્ગે થઈને આવે છે."
\p
\s5
\v 38 ત્યારે ઝબુલે તેને કહ્યું, "હવે તારા અભિમાની શબ્દો ક્યાં ગયા, તેં હમણાં જે કહ્યું હતું, "અબીમેલેખ કોણ છે કે અમે તેની સેવા કરીએ?' જે લોકોને તેં ધિક્કાર્યા છે તે શું એ નથી? હવે બહાર જઈને તેઓની વિરુદ્ધ લડાઈ કર."
\v 39 ગાઆલ બહાર જઈને શખેમના માણસોની આગેવાની કરી અને અબીમેલેખની સાથે લડાઈ કરી.
\v 40 અબીમેલેખે તેને નસાડ્યો અને ગાઆલ તેની આગળથી નાસી ગયો. નગરના દરવાજાના પ્રવેશદ્વાર પાસે ઘણાં માણસો ઘાયલ થઈને પડ્યા.
\p
\s5
\v 41 અબીમેલેખ અરુમામાં રહ્યો. ઝબુલે ગાઆલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા.
\v 42 બીજે દિવસે શખેમના લોકો મેદાનમાં ગયા અને અબીમેલેખને તેઓએ આ સમાચાર કહ્યા.
\v 43 તે તેના લોકોને લઈને, તેઓને ત્રણ ટોળકીઓમાં વહેંચીને મેદાનમાં સંતાઈ રહ્યો. તેણે જોયું કે, લોકો નગરમાંથી બહાર આવી રહ્યા હતા અને તેણે તેઓ પર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.
\p
\s5
\v 44 અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓએ આગળ ધસીને નગરના દરવાજાના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. બીજી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઊપર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.
\v 45 અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું.
\p
\s5
\v 46 જયારે શખેમના કિલ્લાના સર્વ આગેવાનોએ સાંભળ્યું, ત્યારે તેઓ એલ-બરીથના ઘરના ભોંયરામાં પ્રવેશ્યા.
\v 47 અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ આગેવાનો એકત્ર થયા છે.
\p
\s5
\v 48 અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોકો સાલ્મોન પર્વત પર ગયા. અબીમેલેખે પોતાના હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપી. તેણે પોતાના ખભા પર મૂકીને તેની સાથેના લોકોને હુકમ કર્યો, "તમે મને જે કરતાં જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો."
\v 49 તેથી સર્વ લોકો પણ ડાળીઓ કાપીને અબીલેખની પાછળ ચાલ્યા. અને તે ડાળીઓ કિલ્લાને લગાડીને તે વડે કિલ્લાને સળગાવી દીધો અને તેથી શખેમના કિલ્લાનાં સર્વ માણસો આશરે હજારેક પુરુષ તથા સ્ત્રીઓ મરણ પામ્યાં.
\p
\s5
\v 50 પછી અબીમેલેખ તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.
\v 51 પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો અને તેમાં નગરનાં સર્વ પુરુષ, સ્ત્રીઓ તથા નગરના સઘળા આગેવાનો નાસી ગયા અને અંદરથી કિલ્લાનું બારણું બંધ કર્યું. પછી તેઓ કિલ્લાની છત પર ચઢી ગયા.
\p
\s5
\v 52 અબીમેલેખે કિલ્લા આગળ આવીને તેની સામે લડાઈ કરી અને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની નજીક આવ્યો.
\v 53 પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.
\v 54 પછી તેણે તરત એક જુવાનને બોલાવીને એટલે જે તેનો શસ્ત્રવાહક હતો તેને કહ્યું, "તારી તરવાર કાઢીને મને મારી નાખ, કે કોઈ મારા વિષે એમ ન કહે, 'એક સ્ત્રીએ મને મારી નાખ્યો."' તેથી તે જુવાને તેને તરવારથી મારી નાખ્યો અને તે મરણ પામ્યો.
\p
\s5
\v 55 જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરણ પામ્યો છે, ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ગયા.
\v 56 અને આમ ઈશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો, તેણે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરેલી હતી.
\v 57 શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.
\s5
\c 10
\p
\v 1 અબીમેલેખ પછી, ઇસ્સાખારના કુળનો દીકરો, પૂઆનો દીકરો ડોડોનો તોલા, ઇઝરાયલને ઉગારવા આગળ આવ્યો.
\v 2 તે એફ્રાઈમના પહાડી પ્રદેશના શામીરમાં રહેતો હતો, તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીરમાં દફનાવાયો.
\p
\s5
\v 3 તે પછી ગિલ્યાદી યાઈર આગળ આવ્યો. તેણે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.
\v 4 તેને ત્રીસ દીકરા હતા. તેઓ ગધેડા પર સવારી કરતા હતા, તેઓ પાસે ત્રીસ શહેરો હતાં, કે જે આજ દિવસ સુધી હાવ્વોથ-યાઈર કહેવાય છે, જે ગિલ્યાદ દેશમાં છે.
\v 5 યાઈર મરણ પામ્યો અને કામોનમાં દફનાવાયો.
\p
\s5
\v 6 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું તેઓએ બાલિમ, આશ્તારોથ, અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્મોનીઓના દેવો તથા પલિસ્તીઓના દેવોની પૂજા કરી. તેઓએ ઈશ્વરનો ત્યાગ કર્યો અને લાંબા સમય સુધી તેમની ઉપાસના કરી નહિ.
\v 7 તેથી ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગ્યો. તેમણે પલિસ્તીઓ તથા આમ્મોનીઓના હાથે તેઓને હરાવી દીધા.
\p
\s5
\v 8 તેઓએ તે વર્ષે ઇઝરાયલના લોકોને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો, યર્દનને પેલે પાર અમોરીઓનો દેશ જે ગિલ્યાદમાં છે ત્યાંના ઇઝરાયલના લોકો પર તેઓએ અઢાર વર્ષ સુધી જુલમ ગુજાર્યો.
\v 9 અને આમ્મોનીઓ યર્દન પાર કરીને યહૂદાની સામે, બિન્યામીનની સામે તથા એફ્રાઈમના ઘરનાંની સામે લડવા સારુ ગયા, જેથી ઇઝરાયલીઓ બહુ દુઃખી થયા.
\p
\s5
\v 10 પછી ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પોકાર કરીને કહ્યું, "અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કેમ કે અમે અમારા ઈશ્વરને તજીને બઆલની પૂજા કરી છે."
\v 11 ઈશ્વરે ઇઝરાયલના લોકોને પૂછ્યું, "શું મેં તમને મિસરીઓથી, અમોરીઓથી, આમ્મોનીઓથી તથા પલિસ્તીઓથી,
\v 12 અને સિદોનીઓથી પણ બચાવ્યા ન હતા? અમોલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મારી આગળ પોકાર કર્યો અને મેં તમને તેઓના હાથમાંથી છોડાવ્યાં હતા.
\p
\s5
\v 13 તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહિ.
\v 14 જાઓ અને તમે જે દેવોની પૂજા કરી તેઓને પોકારો. જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તેઓ તમને બચાવશે.
\p
\s5
\v 15 ઇઝરાયલના લોકોએ ઈશ્વરને કહ્યું, "અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે તમે અમને કરો. પણ કૃપા કરીને, હાલ અમને બચાવો."
\v 16 તેઓ જે વિદેશીઓના દેવોને માન આપતા હતા તેઓથી પાછા ફર્યા અને તેઓના દેવોનો ત્યાગ કરીને તેઓએ ઈશ્વરની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુઃખને લીધે ઈશ્વરનો આત્મા ખિન્ન થયો.
\p
\s5
\v 17 પછી આમ્મોનીઓએ એકસાથે એકઠા થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલીઓએ એકસાથે એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી.
\v 18 ગિલ્યાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, "આમ્મોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલ્યાદમાં રહેનારાં સર્વનો આગેવાન થશે."
\s5
\c 11
\p
\v 1 ગિલ્યાદી યિફતા બળવાન લડવૈયો હતો, પણ તે જાતીય કાર્યકરનો દીકરો હતો. ગિલ્યાદ તેનો પિતા હતો.
\v 2 ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, "અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે."
\v 3 તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા.
\p
\s5
\v 4 કેટલાક દિવસો પછી, આમ્મોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
\v 5 જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા.
\v 6 તેઓએ યિફતાને કહ્યું કે, "તું આવીને અમારો આગેવાન થા જેથી અમે આમ્મોનીઓની સામે લડીએ."
\p
\s5
\v 7 યિફતાએ ગિલ્યાદના આગેવાનોને કહ્યું કે, "તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે જયારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?"
\v 8 ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, "અમે એટલા માટે તારી પાસે પાછા આવ્યા છીએ; કે તું અમારી સાથે આવે અને આમ્મોનીઓ સાથે લડાઈ કરે અને તું ગિલ્યાદમાં રહેનારા સર્વનો આગેવાન થાય."
\p
\s5
\v 9 યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, "જો આમ્મોનના સૈનિકો સામે લડવાને તમે ફરી મને સ્વદેશ તેડી જાઓ અને જો મારા હાથથી ઈશ્વર તેઓ પર વિજય અપાવે તો શું હું તમારો આગેવાન થાઉં."
\v 10 ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, "ઈશ્વર આપણી વચમાં સાક્ષી થાઓ! નિશ્ચે અમે તારા કહ્યા પ્રમાણે કરીશું."
\v 11 તેથી યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો અને લોકોએ તેને પોતાનો આગેવાન તથા સેનાપતિ બનાવ્યો. અને યિફતાએ મિસ્પામાં ઈશ્વરની આગળ પોતાની સર્વ બાબતો કહી જણાવી.
\p
\s5
\v 12 પછી યિફતાએ આમ્મોનીઓના લોકોના રાજાની પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, "આપણી વચ્ચે કઈ બાબતની લડાઈ છે? તું શા માટે અમારા દેશની વિરુદ્ધ લડવા માટે આવ્યો છે?"
\v 13 આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશવાહકોને ઉત્તર આપ્યો, "જયારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર નીકળી આવ્યા ત્યારે આર્નોનથી યાબ્બોક તથા યર્દન સુધી તેઓએ અમારો દેશ લઈ લીધો હતો; માટે હવે શાંતિથી તે અમને પાછો આપ.
\p
\s5
\v 14 યિફતાએ આમ્મોનીઓના રાજા પાસે ફરી સંદેશવાહકો મોકલ્યા,
\v 15 તેણે તેને કહેવડાવ્યું, "યિફતા એમ કહે છે કે: 'મોઆબનો દેશ તથા આમ્મોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો;
\v 16 પણ જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે તેઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા.
\p
\s5
\v 17 ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું હતું કે, "કૃપા કરીને તમારા દેશમાં થઈને અમને જવા દે," પણ અદોમના રાજાએ તેઓનું સાંભળ્યું નહિ. અને તે જ પ્રમાણે તેઓએ મોઆબના રાજાને કહેવડાવ્યું; તે પણ જવા દેવા ઇચ્છતો નહોતો. તેથી ઇઝરાયલીઓ કાદેશમાં રહ્યા.
\v 18 પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ થઈને, આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો; પણ તેઓ મોઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મોઆબની સરહદ હતી.
\p
\s5
\v 19 ઇઝરાયલે અમોરીઓના રાજા સિહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, "કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે."
\v 20 પણ સિહોનને ઇઝરાયલ પર ભરોસો ન રાખ્યો. તેથી તેણે તેઓને તેમના પ્રદેશમાં થઈને જવા દીધા નહિ. પણ સિહોનને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહાસમાં છાવણી કરી અને ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
\p
\s5
\v 21 અને ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે, ઇઝરાયલને વિજય અપાવીને સિહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યાં. તેથી ઇઝરાયલે અમોરીઓની બધી જમીન લઈ લીધી અને તે સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમને આપી.
\v 22 આર્નોનથી યાબ્બોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ લઈ લીધું.
\p
\s5
\v 23 હવે ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા, ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું, તેઓ વતન વગરના થયા.
\v 24 તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું.
\v 25 હવે તું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાક કરતાં શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે તેણે તેઓની સામે કદી યુદ્ધ કર્યું?
\p
\s5
\v 26 જયારે ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથા તેનાં ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સઘળાં નગરમાં, ત્રણસો વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછાં કેમ ન લીધાં?
\v 27 મેં તારું કશું બગાડ્યું નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારું ખોટું કરી રહ્યો છે. ઈશ્વર જે ન્યાયાધીશ છે, તે ઇઝરાયલ તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાય કરશે.'"
\v 28 પણ જે સંદેશો યિફતાએ આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો.
\p
\s5
\v 29 અને ઈશ્વરનો આત્મા યિફતા પર આવ્યો અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગિલ્યાદના મિસ્પામાં ગયો. પછી મિસ્પામાંથી આમ્મોનીઓની પાસે ગયો.
\v 30 યિફતાએ ઈશ્વરની આગળ માનતા માનીને કહ્યું, "જો તમે મને આમ્મોનીઓ પર વિજય અપાવશો,
\v 31 તો પછી જયારે હું આમ્મોનીઓ પાસેથી નિરાંતે પાછો આવીશ ત્યારે મને મળવા સારુ જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે ઈશ્વરનું થશે અને હું તેનું દહનીયાર્પણ કરીશ."
\p
\s5
\v 32 યિફતા આમ્મોનીઓની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ ગયો ઈશ્વરે તેઓને વિજય અપાવ્યો.
\v 33 તેણે તેઓ પર હુમલો કર્યો. અરોએરથી મિન્નીથ સુધીનાં વીસ નગરોનો તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. તેથી આમ્મોનીઓ ઇઝરાયલ લોકોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા.
\p
\s5
\v 34 યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ડફ વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં.
\v 35 જયારે તેણે તેને જોઈ, ત્યારે તે દુઃખમાં ગરકાવ થઈ ગયો અને કહ્યું, "અરે! મારી દીકરી! તેં મને પીડામાં કચડી નાખ્યો છે. જેઓ મને દુઃખ દેનારા છે તેઓમાંની તું પણ થઈ! કેમ કે મેં ઈશ્વરના સોગન લીધા છે અને એ મારા સોગનથી મારાથી પાછા ફરી શકાય એવું નથી."
\p
\s5
\v 36 તેણે તેને કહ્યું, "મારા પિતા, તમે ઈશ્વરને સોગનપૂર્વક જે વચન આપ્યું છે, તે પ્રમાણે મને થાઓ, કેમ કે ઈશ્વરે તારું વેર તારા વેરીઓ પર, એટલે આમ્મોનીઓ પર વાળ્યું છે."
\v 37 તેણે પોતાના પિતાને કહ્યું, "મારી આટલી વિનંતી છે કે મને બે મહિના સુધી એકલી રહેવા દે કે, હું નીચે પર્વતોમાં જાઉં અને ત્યાં મારી સખીઓએ મારા કૌમાર્યનો શોક કર્યો."
\p
\s5
\v 38 તેણે કહ્યું, "જા." તેણે તેને બે મહિના માટે જવા દીધી. તેણે વિદાય લીધી. તેણે તથા તેની સહિયરોએ પર્વતો ઉપર પોતાના કૌમાર્યનો શોક કર્યો.
\v 39 બે મહિના પછી તે પોતાના પિતાની પાસે પાછી આવી. યિફતાએ પોતે આપેલા વચનનું પાલન કર્યું. હવે યિફતાની દીકરી કુવારી રહેલી હતી તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે
\v 40 વર્ષમાં ચાર દિવસ ગિલ્યાદી યિફતાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયલની દીકરીઓ દર વર્ષે પર્વતો પર જતી હતી.
\s5
\c 12
\p
\v 1 એફ્રાઈમના માણસો એકત્ર થઈને ઉત્તર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, "તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું."
\v 2 યિફતાએ તેઓને કહ્યું, "મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.
\p
\s5
\v 3 જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?"
\v 4 યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઈમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઈમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, "તમે એફ્રાઈમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઈમથી નાસી આવેલા છો."
\p
\s5
\v 5 ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઈમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઈમી બચી જતો ત્યારે તે કહેતો, "મને નદી પાર કરી જવા દે," ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, "શું તું એફ્રાઈમી છે?" જો તે એવો જવાબ આપે કે, "ના,"
\v 6 તો તેઓ તેને એવું કહેત કે, "'શિબ્બોલેથ' બોલ." અને જો તે "શિબ્બોલેથ," બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેંતાળીસ હજાર એફ્રાઈમીઓને મારી નાખવામાં આવ્યા.
\s5
\v 7 યિફતાએ છ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો અને તેને ગિલ્યાદના એક નગરમાં દફનાવવામાં આવ્યો.
\s5
\v 8 તેના પછી, બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલીઓનો ન્યાય કર્યો.
\v 9 તેને ત્રીસ દીકરાઓ હતા. તેણે ત્રીસ દીકરીઓનાં લગ્ન અન્ય લોકોમાં કરાવ્યા. અને પોતાના દીકરાઓનાં બહારનાં લોકોની દીકરીઓ સાથે કરાવ્યા. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
\p
\s5
\v 10 ઇબ્સાન મરણ પામ્યો અને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.
\v 11 તેના પછી એલોન ઝબુલોનીએ ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. તેણે દસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
\v 12 એલોન ઝબુલોની મરણ પામ્યો અને ઝબુલોનના આયાલોન દેશમાં દફનાવવામાં આવ્યો.
\p
\s5
\v 13 તેના પછી હિલ્લેલ પિરાથોના દીકરા આબ્દોને ઇઝરાયલીઓ પર ન્યાયાધીશ તરીકે રાજ કર્યું.
\v 14 તેને ચાળીસ દીકરા અને ત્રીસ પૌત્રો હતા. તેઓએ સિત્તેર ગધેડાઓ પર સવારી કરી અને તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
\v 15 હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઈમ દેશના પિરાથોનમાં તેને દફનાવવામાં આવ્યો.
\s5
\c 13
\p
\v 1 ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેમણે ચાળીસ વર્ષ સુધી તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપ્યાં.
\v 2 ત્યાં દાનના કુંટુબનો સોરાનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં.
\p
\s5
\v 3 ઈશ્વરના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું, "હવે જો, તું નિઃસંતાન છે અને તને સંતાન થતાં નથી, પણ તને ગર્ભ રહેશે અને તું બાળકને જન્મ આપશે.
\v 4 હવે ધ્યાન રાખ દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહિ.
\v 5 જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
\p
\s5
\v 6 ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, "ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.
\v 7 તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે".
\p
\s5
\v 8 પછી માનોઆએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, "ઓ પ્રભુ, ઈશ્વર કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે મોકલો કે જેથી જે બાળક જન્મશે તેને અમારે શું કરવું તે વિષે તે અમને શીખવે."
\v 9 ઈશ્વરે માનોઆની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો અને જયારે તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો. પણ તેનો પતિ માનોઆ તેની સાથે ન હતો.
\s5
\v 10 તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે, "જો! તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો."
\v 11 માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, "શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?" તેણે કહ્યું "હા હું એ જ છું."
\p
\s5
\v 12 તેથી માનોઆએ કહ્યું, "હવે તારું વચન ફળીભૂત થાઓ. પણ તે છોકરો કેવો નીવડશે. અને કેવા કામ કરશે?"
\v 13 ઈશ્વરના સ્વર્ગદૂતે માનોઆને કહ્યું, "જે સર્વ મેં સ્ત્રીને કહ્યું, તે વિષે તેણે કાળજી રાખવી.
\v 14 તેણે દ્રાક્ષનું બનેલું કંઈ પણ ન ખાવું, તેણે દારૂ કે નશાકારક પીણું પીવું નહિ; કંઈ પણ અશુદ્ધ ખાવું નહિ. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે."
\p
\s5
\v 15 માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, "કૃપા કરીને, અહીં રહો કે અમે તમારે માટે એક હલવાન માંસ રાંધીએ."
\v 16 ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, "જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ." (માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે).
\p
\s5
\v 17 માનોઆએ દૂતને કહ્યું, "તારું નામ શું છે, જેથી તારાં વચન ફળે ત્યારે અમે તારું સન્માન કરીએ?"
\v 18 ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું મારુ નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!"
\p
\s5
\v 19 ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું.
\v 20 ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.
\p
\s5
\v 21 ઈશ્વરના દૂતે માનોઆને તથા તેની પત્નીને ફરી દર્શન આપ્યું નહિ. ત્યારે માનોઆએ જાણ્યું કે તે ઈશ્વરનો સ્વર્ગદૂત હતો.
\v 22 માનોઆએ તેની પત્નીને કહ્યું, "આપણે ઈશ્વરને જોયા છે, માટે આપણે નક્કી મરી જઈશું!"
\p
\s5
\v 23 પણ તેની પત્નીએ તેને કહ્યું, "જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત, તો તેઓ આપણાં દહનાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહિ. અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહિ અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહિ."
\p
\s5
\v 24 અને તે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
\v 25 ઈશ્વરનો આત્મા તેને સોરા તથા એશ્તાઓલની વચ્ચે, માહનેહ-દાનમાં, સંચાર કરવા લાગ્યો.
\s5
\c 14
\p
\v 1 સામસૂન તિમ્નામાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી.
\v 2 જયારે તે પાછો આવ્યો, ત્યારે તેણે પોતાનાં માતાપિતાને કહ્યું, "મેં એક સ્ત્રીને તિમ્નામાં જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની છે. મારી સાથે તેના લગ્ન કરાવો."
\p
\s5
\v 3 પણ તેનાં માતાપિતાએ તેને કહ્યું, "શું આપણાં સગાંઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બેસુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે?" સામસૂને તેના પિતાને કહ્યું, "તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે."
\v 4 પણ તેનાં માતાપિતા જાણતાં નહોતા કે આ તો ઈશ્વરનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીઓ સાથે વિરોધ કરવા ઇચ્છતો હતો તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.
\p
\s5
\v 5 ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષાવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી.
\v 6 ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.
\p
\s5
\v 7 તે ગયો અને તે સ્ત્રી સાથે વાતચીત કરી, જયારે તેણે તેની તરફ જોયું, તે સામસૂનને ખૂબ ગમી.
\v 8 થોડા દિવસો પછી તે તેની સાથે લગ્ન કરી પાછો ફર્યો, ત્યારે તે સિંહનાં મુડદાને જોવા પાછો ફર્યો. અને ત્યાં સિંહના શરીરનો જે ભાગ બાકી પડેલો હતો તેના પર મધમાખીઓનું ટોળું તથા મધ હતું.
\v 9 હાથમાં મધ લઈને તે ખાતા ખાતા ચાલ્યો. અને પોતાના માતાપિતા પાસે આવ્યો, ત્યારે તેણે તેઓને થોડું આપ્યું અને તેઓએ ખાધું. પણ તેણે તેઓને કહ્યું નહિ કે સિંહના શરીરનો જે ભાગ બાકી હતો તેના પરથી આ મધ કાઢી લાવ્યો છું.
\p
\s5
\v 10 જ્યાં તે સ્ત્રી હતી ત્યાં સામસૂનના પિતા ગયા અને સામસૂને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાન પુરુષોનો આ રિવાજ હતો.
\v 11 સ્ત્રીના સંબંધીઓએ તેને જોયો, તેઓ તેમના બીજા ત્રીસ મિત્રોને તેની સાથે લઈ આવ્યા.
\p
\s5
\v 12 સામસૂને તેઓને કહ્યું, "હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના સાત દિવસોમાં તેનો જવાબ કહે, તો હું શણના ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો તેને આપીશ.
\v 13 પણ જો તમે મને જવાબ નહિ કહો, તો તમારે મને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો આપવાં પડશે." તેઓએ તેને કહ્યું, "અમને તારું ઉખાણું કહે, તેથી અમે તે સાંભળીએ."
\p
\s5
\v 14 તેણે તેઓને કહ્યું, "ખાઈ જનારમાંથી, કંઈક ખોરાક નીકળ્યો; બળવાનમાંથી, કંઈક મીઠાશ નિકળી."
\p પણ તેના મહેમાનો ત્રણ દિવસમાં ઉખાણાનો જવાબ આપી શક્યા નહિ.
\p
\s5
\v 15 ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, "તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?"
\p
\s5
\v 16 સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, "તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી." સામસૂને તેને કહ્યું, "અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?"
\v 17 તેઓની ઉજાણીના સાતે દિવસો તેણે રડયા કર્યું, સાતમે દિવસે તેણે તેને જવાબ આપ્યો, કેમ કે તેણે તેને ખૂબ દબાણ કર્યું હતું. તેણે પોતાના સંબંધી લોકોને ઉખાણાનો જવાબ કહી દીધો.
\p
\s5
\v 18 અને નગરના લોકોએ તેને કહ્યું, "સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ નગરના લોકોએ તેને કહ્યું, "મધ કરતાં મીઠું શું છે? સિંહ કરતાં બળવાન શું છે?"
\p સામસૂને તેઓને કહ્યું, "જો તમે મારી વાછરડીથી ખેડ્યું ન હોત, તો તમે મારા ઉખાણાનો જવાબ શોધી શક્યા ન હોત."
\p
\s5
\v 19 ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના ત્રીસ પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે ત્રીસ વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો.
\v 20 સ્ત્રીના પિતાએ સામસૂનના એક સાથી કે જેણે તેના પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને સ્ત્રી તરીકે આપી.
\s5
\c 15
\p
\v 1 કેટલાક દિવસો પછી, ઘઉંની કાપણીના સમયમાં, સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, "હું મારી પત્નીની ઓરડીમાં જઈશ." પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહિ.
\v 2 તેના પિતાએ કહ્યું, "મને નિશ્ચે લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તેને તારા મિત્રને આપી દીધી. તેની નાની બહેન શું તેના કરતા વધારે સુંદર નથી? તેના બદલે તેને લે."
\p
\s5
\v 3 સામસૂને તેઓને કહ્યું, "આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિષે હું નિર્દોષ ઠરીશ."
\v 4 સામસૂન ચાલ્યો ગયો તેણે ત્રણસો હજાર શિયાળ પકડયાં અને મશાલો લઈને બબ્બે શીયાળોની પૂંછડીઓ ભેગી કરીને બબ્બે પૂંછડીઓ વચ્ચે એક એક મશાલ બાંધી.
\p
\s5
\v 5 પછી તેણે મશાલો સળગાવી, અને તેણે શિયાળોને પલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂકી. અને તેઓએ પૂળા અને ઊભા પાકને જૈતવાડીઓ સહિત બાળી મૂક્યાં.
\v 6 પલિસ્તીઓએ પૂછ્યું, "આ કોણે કર્યું છે?" તેઓને કહેવામાં આવ્યું, "તિમ્નીના જમાઈ સામસૂને આ કર્યું છે, કેમ કે તિમ્નીએ સામસૂનની પત્નીને લઈને તેને તેના મિત્રને આપી દીધી." ત્યારે પલિસ્તીઓ આવ્યા અને તેને તથા તેના પિતાને બાળી મૂક્યા.
\p
\s5
\v 7 સામસૂને તેઓને કહ્યું, "જો તમે આમ કરો છો, તો હું નિશ્ચે તમારા પર વેર વાળીશ તે પછી જ હું જંપીશ."
\v 8 પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો. પછી તે જઈને એટામ ખડકની ગુફામાં રહ્યો.
\p
\s5
\v 9 ત્યારે પલિસ્તીઓ ચઢી આવ્યા અને તેઓએ યહૂદામાં યુદ્ધ માટે તૈયારી કરી અને તેઓનું સૈન્ય લેહીમાં ફેલાઈ ગયું.
\v 10 યહૂદાના માણસોએ કહ્યું, "શા માટે તમે અમારા પર હુમલો કરવા આવ્યા છો?" તેઓએ કહ્યું, "અમે સામસૂનને પકડવા માટે હુમલો કર્યો છે, જેથી તેણે અમારી સાથે જે કર્યું છે તેવું અમે તેને કરીએ."
\p
\s5
\v 11 ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, "શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?" સામસૂને તેઓને કહ્યું, "તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે."
\p
\s5
\v 12 તેઓએ સામસૂનને કહ્યું, "અમે તને બાંધીને લઈ જઈ પલિસ્તીઓના હાથમાં સોંપવાને આવ્યા છીએ." સામસૂને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ, "તમે પોતે મને મારી નહિ નાખો."
\v 13 તેઓએ તેને કહ્યું, "ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહિ જ નાખીએ." ત્યારે તેઓએ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા.
\p
\s5
\v 14 જયારે તે લેહીમાં પહોંચ્યો, ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને જયઘોષ કર્યો. અને ઈશ્વરનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડાં બાંધેલા હતાં તે અગ્નિથી બળેલા શણના જેવા થઈને હાથ પરથી સરી પડ્યા.
\p
\s5
\v 15 સામસૂનને ગધેડાનું તાજું જડબું મળ્યું એ જડબાના પ્રહારથી તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.
\v 16 સામસૂને કહ્યું, "ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસોને માર્યા છે."
\p
\s5
\v 17 એ પ્રમાણે કહ્યા પછી સામસૂને, તે જડબું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાથ-લેહી પાડ્યું.
\v 18 સામસૂનને ખૂબ તરસ લાગી અને તેણે ઈશ્વરને પોકારીને કહ્યું, "તમે આ મોટો વિજય પોતાના દાસની હસ્તક કર્યો છે, પણ હવે હું તરસથી મરી રહ્યો છું. શું હું આ બેસુન્નતી લોકોના હાથમાં પડીશ?"
\p
\s5
\v 19 ત્યારે ઈશ્વરે લેહીમાં જે ખાડો હતો તેમાં ફાટ પાડી. તેમાંથી પાણી નીકળ્યું. પાણી પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો તેણે તાજગી પ્રાપ્ત કરી. એ માટે તેણે તે જગ્યાનું નામ એન-હકકોર પાડ્યું અને તે આજ સુધી લેહીમાં છે.
\v 20 સામસૂને પલિસ્તીઓના સમયમાં વીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
\s5
\c 16
\p
\v 1 સામસૂન ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તે તેની પાસે રાત વિતાવવાને ગયો.
\v 2 ગાઝીઓને ખબર મળી કે, "સામસૂન અહીં આવ્યો છે." ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. અને તેઓ ત્યાંથી આઘાપાછા થયા નહિ. તેઓએ કહ્યું હતું, "સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઊગતાં જ આપણે તેને મારી નાખીશું."
\p
\s5
\v 3 સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બન્ને બારસાખો પકડી. ભૂંગળ સહિત તેને ખેંચી કાઢીને તેઓને તેમના ખભા પર મૂકીને હેબ્રોન પર્વતની સામેના શિખર પર લઈ ગયો.
\p
\s5
\v 4 તે પછી એવું થયું કે, સામસૂનને સોરેકની ખીણમાં રહેતી દલિલા નામની એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો.
\v 5 પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, "તું સામસૂનને પટાવીને પૂછીલે કે, તેનું મહાબળ શામાં રહેલું છે? કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ? જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે."
\p
\s5
\v 6 અને દલિલાએ સામસૂનને કહ્યું, "કૃપા કરીને, તું મને કહે કે, તારું મહાબળ શામાં રહેલું છે, તું કેવી રીતે બંધાય અને જેથી તું નિર્બળ થાય?"
\v 7 સામસૂને તેને કહ્યું, "કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા પણછથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ."
\p
\s5
\v 8 ત્યારે પલિસ્તીઓના શાસકો કદી ન સુકાયેલા એવા સાત લીલા પણછ તેની પાસે લાવ્યા અને તેણીએ સામસૂનને તેનાથી બાંધ્યો.
\v 9 હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસૂન!" પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!" પણ શણની એક દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યાં. એમ તેઓ તેના બળ વિષે જાણી શક્યા નહિ.
\p
\s5
\v 10 દલિલાએ સામસૂનને કહ્યું, "જો, તેં મને છેતરી છે અને મને જૂઠું કહ્યું છે. કૃપા કરીને, મને કહે કે તને કેવી રીતે નિર્બળ કરી શકાય."
\v 11 તેણે તેને કહ્યું, "જે દોરડાનો ઉપયોગ કદી કોઈ કામમાં કરાયો ન હોય તેવા નવા દોરડાથી જો તેઓ મને બાંધે તો હું અન્ય માણસો જેવો નિર્બળ થઈ જઈશ."
\v 12 તેથી દલિલાએ નવા દોરડાં લીધા. અને તેનાથી સામસૂનને બાંધ્યો. પછી તેને કહ્યું, "સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!" માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા. પણ સામસૂને દોરડાંને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યાં.
\p
\s5
\v 13 દલિલાએ સામસૂનને કહ્યું, "અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?" સામસૂને તેને કહ્યું, "જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ.
\v 14 જયારે તે સૂતો હતો, ત્યારે દલિલાએ સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, "સામસૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે!" તેણે પોતાની ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા તાણા ખેંચી કાઢ્યાં.
\p
\s5
\v 15 તેણે તેને કહ્યું, "તું મને કેવી રીતે કહી શકે કે, હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હર્દયની વાતો તો જણાવતો નથી? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે અને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી."
\v 16 તેણે પોતાનાં વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને જીદ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો.
\p
\s5
\v 17 ત્યારે સામસૂને તેને સાચેસાચું કહી જણાવ્યું કે "મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ."
\p
\s5
\v 18 જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, "આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે." ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા.
\v 19 તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
\p
\s5
\v 20 તેણે કહ્યું, "સામસૂન પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!" ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, "હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ." પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે.
\v 21 પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.
\v 22 તોપણ વાળ કપાઈ ગયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા.
\p
\s5
\v 23 પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોન આગળ મોટુ બલિદાન કરવાને અને આનંદ કરવાને એકત્ર થયા. તેઓએ કહ્યું, "અમારા દેવે સામસૂનને હરાવ્યો છે, અમારા શત્રુને અમારા હાથમાં સોંપ્યો છે."
\v 24 જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, "અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે- તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે."
\p
\s5
\v 25 જયારે તેઓ ઉજવણી કરતા હતા, ત્યારે તેઓએ કહ્યું, "સામસૂનને બોલાવો, તે આપણું મનોરંજન કરે." અને તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા. અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.
\v 26 જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, "જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું."
\p
\s5
\v 27 હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં.
\p
\s5
\v 28 સામસૂને ઈશ્વરને યાદ કરીને કહ્યું, "પ્રભુ, ઈશ્વર, મને સ્મરણમાં લો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો, કે જેથી હું મારી બન્ને આંખો ફોડ્યાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું."
\v 29 વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો.
\p
\s5
\v 30 સામસૂને કહ્યું, "હું પલિસ્તીઓની સાથે ભલે મરું!" તેણે પોતાની સંપૂર્ણ તાકાત થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી.
\v 31 પછી તેના ભાઈ તથા તેનાં બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયાં અને સોરા તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસૂને વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.
\s5
\c 17
\p
\v 1 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખા નામે એક માણસ રહેતો હતો.
\v 2 તેણે પોતાની માતાને કહ્યું, "ચાંદીના જે અગિયારસો સિક્કા તારી પાસેથી ચોરી લેવાયા હતા, તેના લીધે તેં શાપ આપ્યો હતો, મેં તે સાભળ્યું હતું! હવે અહીં જો! તે ચાંદીના સિક્કા મારી પાસે છે. મેં લઈ લીધાં હતા." તેની માતાએ કહ્યું, "મારા દીકરા, ઈશ્વર તને આશીર્વાદ આપો!"
\p
\s5
\v 3 તેણે તે અગિયારસો ચાંદીના સિક્કા પોતાની માતાને પાછા આપ્યાં. ત્યારે માતાએ કહ્યું, "મારા દીકરાને માટે કોરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવવાને માટે, મેં તે સિક્કા ઈશ્વરને અર્પણ કરવા અલગ રાખ્યા હતા. તેથી હવે, હું તને તે પાછા આપીશ".
\v 4 જયારે તેણે પોતાની માતાને તે સિક્કા પાછા આપ્યાં, ત્યારે તેની માતાએ સિક્કા મૂર્તિ ઘડનારને આપ્યાં, જેણે કોતરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવી અને તે મિખાના ઘરમાં રહી.
\p
\s5
\v 5 મિખાના ઘરે દેવસ્થાન હતું, તેણે એફોદ તથા દેવસ્થાન બનાવ્યાં અને પોતાના દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેઓનો યાજક બનાવ્યો.
\v 6 તે દિવસોમાં ઇઝરાયલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો.
\p
\s5
\v 7 હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.
\v 8 તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઈમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.
\v 9 મિખાએ તેને પૂછ્યું, "તું ક્યાંથી આવે છે? "તે માણસે તેને કહ્યું કે, "હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે."
\p
\s5
\v 10 મિખાએ તેને કહ્યું, "મારી સાથે રહે અને મારો સલાહકાર તથા યાજક થા. હું તને દર વર્ષે ચાંદીના દસ સિક્કા, એક જોડ વસ્ત્રો અને ખાવાનું આપીશ." તેથી લેવી અંદર ગયો.
\v 11 તે જુવાન લેવી મિખાની સાથે રહેવાને રાજી હતો અને મિખા માટે પોતાના દીકરા સમાન બન્યો.
\p
\s5
\v 12 મિખાએ તે લેવીને પવિત્ર ક્રિયાને માટે અભિષિક્ત કર્યો. તે જુવાન માણસ તેનો યાજક બન્યો અને તે મિખાના ઘરમાં રહ્યો.
\v 13 ત્યારે મિખાએ કહ્યું, "હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે.
\s5
\c 18
\p
\v 1 તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. તે સમયે દાનીઓનું કુળ પોતાના વસવાટને માટે વતન શોધતું હતું, કેમ કે અત્યાર સુધી ઇઝરાયલના કુળોની મધ્યે તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો.
\v 2 દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, "જઈને દેશની તપાસ કરો" તેઓ એફ્રાઈમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો.
\p
\s5
\v 3 જયારે તેઓ મિખાના ઘરની નજીક આવ્યા, ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો, તેઓ પાછા વળીને ત્યાં ગયા. અને પૂછ્યું, "તને અહીંયાં કોણ લાવ્યું? અહીં તું શું કરે છે? અહીં તું શા માટે છે?"
\v 4 તેણે તેઓને કહ્યું, મિખાએ મારા માટે આ કર્યું છે. "તેણે મને કામ પર રાખ્યો અને હું તેનો યાજક થયો છું"
\p
\s5
\v 5 તેઓએ તેને કહ્યું, "કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે સફળ નીવડશે કે નહિ."
\v 6 યાજકે તેઓને કહ્યું કે, "શાંતિએ ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તેમાં ઈશ્વર તમારી સમક્ષતા કરશે."
\p
\s5
\v 7 પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા.
\v 8 તેઓ પોતાના કુળ સોરા તથા એશ્તાઓલમાં પાછા આવ્યા. તેઓના સંબંધીઓએ તેઓને પૂછ્યું, "તમે શું ખબર લાવ્યા છો?"
\p
\s5
\v 9 તેઓએ કહ્યું, "ચાલો! આપણે તેઓ પર હુમલો કરીએ! અમે તે દેશ જોયો છે અને તે ઘણો સારો છે. તમે કેમ કશું કરતા નથી? તે દેશ પર હુમલો કરવા અને તેને જીતવા માટે પાછા ન પડો.
\v 10 જયારે તમે હશો, ત્યારે તમે એવા લોકો પાસે જાઓ કે જે લોકો પોતાના માટે એવું વિચારે છે અમે સલામત છીએ, તે દેશ વિશાળ છે! ઈશ્વરે તે તમારા હાથમાં આપ્યો છે- તે એવી જગ્યા છે કે જ્યાં પૃથ્વી પરની કોઈપણ વસ્તુની અછત નથી."
\p
\s5
\v 11 પછી દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેનાં શસ્ત્રો સજીને સોરા તથા એશ્તાઓલમાંથી રવાના થયા.
\v 12 તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહનેહ-દાન પાડયું; તે કિર્યાથ-યારીમની પશ્ચિમમાં છે; તે નામ આજ સુધી રહેલું છે.
\p
\s5
\v 13 તેઓ ત્યાંથી નીકળીને એફ્રાઈમના પહાડી પ્રદેશમાં ગયા અને મિખાના ઘરે આવ્યા.
\p
\v 14 પછી જે પાંચ માણસો લાઈશના દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓએ તેઓના સંબંધીઓને કહ્યું, "શું તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ, તરાફીમ, કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમે નિર્ણય કરો કે શું કરવું."
\p
\s5
\v 15 તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી, મિખાના ઘરમાં ગયા. અને તેઓએ તેને ખબરઅંતર પૂછી.
\v 16 અને દાનનાકુળના છસો માણસો, યુદ્ધ માટેના હથિયારો સજીને પ્રવેશ દ્વાર આગળ ઊભા રહ્યા.
\p
\s5
\v 17 પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે પુરોહિત દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો.
\v 18 જયારે તેઓ મિખાના ઘરમાં ગયા અને કોરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે પુરોહિતે તેઓને કહ્યું, "તમે આ શું કરો છો?"
\p
\s5
\v 19 તેઓએ તેને કહ્યું, "છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા પુરોહિત થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના પુરોહિત થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?"
\v 20 પુરોહિતનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો.
\p
\s5
\v 21 તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાનાં બાળકોને, જાનવરોને તથા પોતાની માલમિલકતોને આગળ રાખ્યાં.
\v 22 જયારે તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા, ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.
\v 23 તેઓએ દાનપુત્રોને ઊંચા અવાજે પોકાર્યા એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, "શા માટે તું મોટું ટોળું લઈને અમારી પાછળ આવે છો?"
\p
\s5
\v 24 તેણે કહ્યું, "મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો. બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો, કે 'તને શો સંતાપ છે?'"
\v 25 દાનના લોકોએ તેને કહ્યું, મોટેથી ન બોલ. "અમારે તારો અવાજ સાંભળવો નથી! કેમ કે કેટલાક ક્રોધિત માણસો તારા પર હુમલો કરશે અને તું તથા તારા ઘરનાં માર્યા જશો."
\v 26 ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જયારે મિખાને જણાયું કે તેઓ તેના કરતાં બળવાન હતા, ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો.
\p
\s5
\v 27 મિખાએ જે બનાવ્યું હતું તે દાનના લોકોએ લઈ લીધું, તેની સાથે તેના પુરોહિતને પણ લાઈશમાં આવ્યાં, ત્યાં લોકો નિર્ભય તથા સુરક્ષિત હતા, તેઓએ તેઓને તરવારથી મારી નાખ્યા અને નગરને બાળી નાખ્યું.
\v 28 ત્યાં તેઓને છોડાવનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે ઘણું દૂર હતું અને તેઓને કોઈની સાથે કશો વ્યવહાર ન હતો. બેથ-રહોબ પાસેની ખીણમાં તે આવેલું હતું. અને ત્યાં રહ્યા.
\v 29 તેઓએ તે નગરનું નામ તેઓના પૂર્વજોના નામ પરથી દાન પાડયું, ઇઝરાયલના સંતાનોમાંનો હતો. અગાઉ નગરનું નામ લાઈશ હતું.
\p
\s5
\v 30 દાનના લોકોએ પોતાને માટે કોતરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના પુરોહિત હતા.
\v 31 જ્યાં સુધી ઈશ્વરનું ઘર શીલોમાં હતું ત્યાં સુધી તેઓએ મિખાની બનાવેલી કોતરેલી મૂર્તિની કાયમ ઉપાસના કરી.
\s5
\c 19
\p
\v 1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઈમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.
\v 2 પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.
\p
\s5
\v 3 - તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો.
\v 4 તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.
\p
\s5
\v 5 ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, "થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો."
\v 6 તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, "કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર."
\p
\s5
\v 7 લેવી જવા માટે વહેલો ઊઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો, તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો.
\v 8 પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, "પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા." તેથી તેઓ બન્ને જમ્યાં.
\s5
\v 9 પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, "જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.
\p
\s5
\v 10 પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ (એટલે યરુશાલેમ) પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી.
\v 11 જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યાં, ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, "ચાલો, આપણે યબૂસીઓના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ."
\p
\s5
\v 12 તેના માલિકે તેને કહ્યું, "આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી, જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહિ જઈએ. આપણે આગળ ચાલીને ગિબયા જઈશું."
\v 13 લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, "આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ."
\s5
\v 14 તેથી તેઓ આગળ જવાનું જારી રાખ્યું. જયારે બિન્યામીનના પ્રદેશના ગિબયા પાસે તેઓ પહોચ્યાં ત્યારે સૂર્યાસ્ત થયો.
\v 15 તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.
\p
\s5
\v 16 પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.
\v 17 તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, "તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?"
\p
\s5
\v 18 લેવીએ તેને કહ્યું, "અમે બેથલેહેમ-યહૂદિયાનાં એફ્રાઈમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.
\v 19 અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી."
\p
\s5
\v 20 વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, "તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ."
\v 21 તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.
\p
\s5
\v 22 તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, "જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ."
\v 23 તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, "ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો" જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો"
\p
\s5
\v 24 જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!"
\v 25 પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહિ, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું, સવાર પડતાં તેઓએ તેને છોડી દીધી.
\v 26 સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી.
\p
\s5
\v 27 જયારે તેનો પતિ સવારે ઊઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણાં ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણાં પાસે પડેલી હતી.
\v 28 લેવીએ તેને કહ્યું, "ઊઠ. આપણે ચાલ્યા જઈએ." પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો.
\p
\s5
\v 29 લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં.
\v 30 જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, "ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો."
\s5
\c 20
\p
\v 1 પછી સર્વ ઇઝરાયલ લોકો દાનથી તે બેરશેબા સુધીના, ગિલ્યાદ દેશના તમામ ઇઝરાયલી લોકો ઈશ્વરની આગળ એકમતના થઈને સમૂહમાં એકત્ર થયા.
\v 2 સર્વ લોકોના આગેવાનો, ઇઝરાયલના સર્વ કુળો, ઈશ્વરના લોકોની સભામાં સર્વ ભેગા મળ્યા. તેમાં જમીન પર તરવારથી લડનારા ચાર લાખ પુરુષો ઉપસ્થિત હતા.
\p
\s5
\v 3 બિન્યામીનના લોકોને સાંભળવામાં આવ્યું. કે ઇઝરાયલ લોકો મિસ્પામાં ભેગા મળ્યા છે. ઇઝરાયલના લોકોએ પૂછ્યું, "અમને કહો કે, આ અધમ કૃત્ય કેવી રીતે બન્યું?"
\v 4 હત્યા થયેલ સ્ત્રીનાં પતિ લેવીએ જવાબ આપ્યો, "મેં અને મારી ઉપપત્નીએ રાત વિતાવવા સારુ બિન્યામીનના ગિબયામાં મુકામ કર્યો હતો.
\p
\s5
\v 5 રાતના સમયે ગિબયાના સંબંધીઓએ મારા પર હુમલો કર્યો અને ઘરને ઘેરીને મને મારી નાખવાનો વિચાર કર્યો. તેઓએ મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મરણ પામી.
\v 6 મેં મારી ઉપપત્નીને લઈને તેને કાપીને તેના પાર્થિવ શરીરના બાર ટુકડાં કરીને, ઇઝરાયલ પ્રદેશના રહેવાસીઓને મોકલી આપ્યાં, કેમ કે તેઓએ એવું અધમ કૃત્ય અને અત્યાચાર કર્યો છે.
\v 7 હવે સર્વ ઇઝરાયલીઓ, તમે જુઓ. વિચાર કરીને કહો કે હવે શું કરવું?''
\p
\s5
\v 8 સર્વ લોકો એક સાથે ઊભા થયા અને તેઓએ કહ્યું, "આપણામાંનો કોઈ પોતાના તંબુએ નહિ જશે અને કોઈ પાછો પોતાને ઘરે પણ જશે નહિ!
\v 9 પણ હવે ગિબયાને આપણે આ પ્રમાણે કરવું જોઈએ આપણે ચિઠ્ઠી નાખીએ અને તે પ્રમાણે તેના પર હુમલો કરીએ.
\p
\s5
\v 10 આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દસ, હજાર માણસોમાંથી સો અને દસ હજારમાંથી હજાર માણસોને લડનારા લોકો માટે ખોરાકપાણી લાવવાનું કામ સોંપીએ, અને લડવૈયાઓ બિન્યામીનના ગિબયામાં જાય. અને ઇઝરાયલમાં જે દુષ્ટતા તેઓએ કરી છે તે પ્રમાણે તેઓને શિક્ષા કરે.
\v 11 તેથી ઇઝરાયલના સર્વ સૈનિકો એકમતના થઈને નગરની વિરુદ્ધ એકત્ર થયા.
\p
\s5
\v 12 ઇઝરાયલનાં કુળોએ બિન્યામીનના કુળમાં માણસો મોકલીને કહાવ્યું, "આ કેવું દુષ્કર્મ તમારી મધ્યે થયું છે?
\v 13 તેથી હવે, જે બલીયાલ પુત્રો ગિબયામાં છે તેઓને અમારા હાથમાં સોંપી દે. અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચારને દૂર કરીશું." પણ બિન્યામીનીઓએ પોતાના ભાઈઓનું, ઇઝરાયલનું કહેવું માન્યું નહિ.
\v 14 પછી બિન્યામીનના લોકો ગિબયાનાં નગરોમાંથી ઇઝરાયલની સામે લડવાને બહાર આવ્યા.
\s5
\v 15 બિન્યામીનના લોકોની સંખ્યા ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર પુરુષોની હતી. તેઓ તરવાર વડે લડનારા નિષ્ણાત લડવૈયા હતા.
\v 16 આ સર્વ સૈનિકોમાં, ચુંટી કાઢેલા સાતસો ડાબોડી પુરુષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો.
\p
\s5
\v 17 બિન્યામીનીઓ સિવાય ઇઝરાયલના જેઓ ચાર લાખ સૈનિકો હતા, તેઓ સર્વ લડવૈયાઓ તલવારબાજીમાં નિપુણ હતા.
\v 18 ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, "બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?" અને ઈશ્વરે કહ્યું, "યહૂદા પહેલો ચઢાઈ કરે."
\p
\s5
\v 19 અને ઇઝરાયલના લોકોએ સવારે ઊઠીને ગિબયાની સામે છાવણીમાં યુદ્ધની તૈયારી કરી.
\v 20 ઇઝરાયલના સૈનિકો બિન્યામીનની સામે યુદ્ધ કરવાને ચાલી નીકળ્યા અને તેઓએ ગિબયા પાસે વ્યૂહરચના કરી.
\v 21 બિન્યામીનના સૈનિકો ગિબયામાંથી ધસી આવ્યા અને તેઓએ તે દિવસે બાવીસહજાર ઇઝરાયલીઓને મારી નાખ્યા.
\p
\s5
\v 22 ઇઝરાયલના સૈનિકોએ હિંમત રાખીને તેઓએ અગાઉના દિવસની માફક એ જ જગ્યાએ ફરીથી વ્યૂહરચના કરી.
\v 23 ઇઝરાયલના લોકો ઈશ્વરની સમક્ષતામાં નમ્યાં. અને સાંજ સુધી રડ્યા, તેઓએ ઈશ્વરની સલાહ પૂછી કે, "શું અમે અમારા ભાઈ બિન્યામીનના લોકો સામે ફરી યુદ્ધ કરવાને જઈએ?" અને ઈશ્વરે કહ્યું, "હા, તેમના પર હુમલો કરો!"
\p
\s5
\v 24 તેથી ઇઝરાયલના સૈનિકો બીજે દિવસે બિન્યામીનના સૈનિકો સામે ગયા.
\v 25 બિન્યામીનીઓએ ગિબયામાંથી તેઓની સામે આક્રમણ કર્યું તેઓએ ઇઝરાયલ સૈન્યના અઢાર હજાર માણસોને મારી નાખ્યા, તેઓ સર્વ તરલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.
\p
\s5
\v 26 ત્યારે ઇઝરાયલના સર્વ સૈનિકો અને લોકોએ બેથેલમાં ઈશ્વરની આગળ રડીને સાંજ સુધી ઉપવાસ કર્યો અને ઈશ્વર આગળ દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
\p
\s5
\v 27 ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, - કેમ કે તે દિવસોમાં ઈશ્વરનો કરારકોશ ત્યાં હતો,
\v 28 એલાઝારનો દીકરો (હારુનનોદીકરો) ફીનહાસ તેની સમક્ષ ઊભો હતો. તેણે પૂછ્યું,- "શું અમે બિન્યામીનીઓ કે, જે અમારા ભાઈઓ છે તેઓની સામે ફરી યુદ્ધ કરવાને જઈએ કે નહિ?" ઈશ્વરે કહ્યું, "હુમલો કરો" કેમ કે આવતીકાલે હું તેઓને હરાવવામાં તમારી પડખે રહીશ."
\p
\s5
\v 29 તેથી ઇઝરાયલીઓએ ગિબયાની ચોતરફ ખાસ જગ્યાઓમાં માણસો ગોઠવ્યા.
\v 30 ઇઝરાયલના સૈનિકોએ બિન્યામીનના સૈનિકો સામે ત્રીજે દિવસે યુદ્ધ કર્યું અને તેઓએ અગાઉની રીત પ્રમાણે ગિબયાની વિરુદ્ધ વ્યૂહ રચ્યો.
\p
\s5
\v 31 બિન્યામીનના લોકો તેઓની સામે લડ્યા અને તેઓને પાછા હઠાવતા નગરની બહાર કાઢી મૂક્યા. અને તેઓએ અગાઉની જેમ જાહેરમાં ઇઝરાયલના આશરે ત્રીસ માણસોને ખુલ્લાં મેદાનમાં રસ્તાઓમાં મારીને કાપી નાખ્યાં. નંખાયા - તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે, બીજો ગિબયામાં જાય છે.
\p
\s5
\v 32 બિન્યામીનના લોકોએ કહ્યું કે, "તેઓ હારી ગયા છે. અને પહેલાંની માફક, આપણી પાસેથી નાસી જાય છે. "પણ ઇઝરાયલના સૈનિકોએ કહ્યું, "આપણે દોડીને તેમની પાછળ અને તેઓને રસ્તામાં ખેંચી લાવીએ."
\v 33 ઇઝરાયલના સર્વ સૈનિકો પોતાની જગ્યાએથી ઊઠ્યા, તેઓએ બાલ-તામાર આગળ વ્યૂહ રચ્યો. અને ઇઝરાયલના સંતાઈ રહેલા સૈનિકોને તેમની જગ્યામાંથી એટલે માઅરેહ-ગેબામાંથી બહાર નીકળી આવ્યા.
\p
\s5
\v 34 અને સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા દસ હજાર માણસોએ ગિબયા પર હુમલો કર્યો. ત્યાં ભયાનક યુદ્ધ મચ્યું, જો કે બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે તેઓનું આવી બન્યું છે.
\v 35 ઈશ્વરે ઇઝરાયલીઓ સામે બિન્યામીનીઓનો પરાજય કર્યો. અને ઇઝરાયલના સૈનિકોએ તે દિવસે બિન્યામીનના પચીસ હજાર એકસો માણસોનો સંહાર કર્યો. મૃત્યુ પામેલાઓ તલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.
\p
\s5
\v 36 બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયલના માણસોએ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો.
\v 37 ત્યારે સંતાઈ રહેલાઓ બહાર નીકળીને એકાએક ગિબયા પર ધસી આવ્યા, અને તેઓએ તરવાર ચલાવીને તમામ નગરવાસીઓનો સંહાર કર્યો.
\v 38 હવે ઇઝરાયલી સૈનિકો અને સંતાઈ રહેલાઓની વચ્ચે સંકેત હતો કે, નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢાવવા.
\p
\s5
\v 39 અને ઇઝરાયલી સૈનિકો યુદ્ધમાંથી પાછા ફરી લડાઈથી દૂર રહ્યા. ત્યારે બિન્યામીનીઓએ હુમલો કર્યો. અને તેઓએ આશરે ત્રીસ ઇઝરાયલીઓને તેઓએ મારી નાખ્યા. તેઓએ કહ્યું, "અગાઉના યુદ્ધની માફક તેઓ નિશ્ચે આપણી આગળ માર્યા ગયા છે."
\p
\s5
\v 40 પણ જયારે નગરમાંથી ધુમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા, ત્યારે બિન્યામીનીઓએ પાછળ ફરીને જોયું કે આખા નગરનો ધુમાડો આકાશમાં ચઢતો હતો.
\v 41 પછી ઇઝરાયલના સૈનિકો પાછા ફર્યા. બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે તેઓને સમજાયું કે હવે તેઓનું આવી બન્યું છે.
\p
\s5
\v 42 તેથી તેઓ ઇઝરાયલ સૈનિકો સામેથી અરણ્યને માર્ગે ભાગી ગયા. પણ લડાઈ ચાલુ હતી. ઇઝરાયલના સૈનિકો નગરોમાંથી બહાર આવ્યા અને તેઓએ તેઓને મારી નાખ્યા.
\p
\s5
\v 43 તેઓ બિન્યામીનીઓને ચોતરફથી ઘેરીને પૂર્વમાં ગિબયાની સામે તેઓની પાછળ પડ્યા; અને આરામ આગળ તેઓને કચડી નાખ્યા.
\v 44 બિન્યામીનના કુળમાંથી અઢાર હજાર માણસો મરણ પામ્યા, તેઓ સર્વ યુદ્ધમાં શૂરવીરો હતા.
\p
\s5
\v 45 તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા. અને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. ઇઝરાયલીઓએ રાજમાર્ગોમાં વિખૂટા પડેલા પાંચ હજારની કતલ કરી. તેઓએ તેઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ગિબિયા સુધી તેનો પીછો કરીને બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.
\v 46 તે દિવસે બિન્યામીનના સૈનિકોમાંના તાલીમ પામેલા અને તરવાર ચલાવવામાં કુશળ એવા પચીસ હજાર સૈનિકોને મારી નાખવામાં આવ્યા; તેઓ સર્વ યુદ્ધમાં પ્રવીણ હતા.
\p
\s5
\v 47 પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ રિમ્મોનનાં ગઢમાં ભાગી ગયા. ત્યાં ગઢમાં ચાર મહિના સુધી રહ્યા.
\v 48 ઇઝરાયલના સૈનિકોએ બિન્યામીનના લોકો તરફ પાછા ફરીને તેઓ પર હુમલો કર્યો. મારી નાખ્યા. તેઓએ સંપૂર્ણ નગરનો, જાનવરોનો તથા જે સર્વ નજરે પડ્યાં તેઓનો તરવારથી નાશ કર્યો. અને જે નગરો તેઓના જોવામાં આવ્યાં તે બધાં નગરોને બાળી નાખ્યાં.
\s5
\c 21
\p
\v 1 ઇઝરાયલી પુરુષોએ મિસ્પામાં એવી પ્રતિજ્ઞા લીધી કે, "અમારામાંનો કોઈ પોતાની દીકરીને બિન્યામીન સાથે લગ્ન કરવા આપશે નહિ."
\v 2 પછી લોકો બેથેલમાં ઈશ્વરની સમક્ષ સાંજ સુધી બેઠા અને પોક મૂકીને રડ્યા.
\v 3 તેઓએ પોકાર કર્યો, "શા માટે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, આજે ઇઝરાયલમાં એક કુળ કેમ ઓછું થયું?"
\p
\s5
\v 4 બીજે દિવસે લોકોએ વહેલા ઊઠીને ત્યાં એક વેદી બાંધી અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
\v 5 ઇઝરાયલના લોકોએ કહ્યું, "ઇઝરાયલના સર્વ કુળોમાંથી કયું કુળ એવું છે કે જે ભરેલી સભામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું નથી?" કેમ કે મિસ્પામાં ઈશ્વરની હાજરીમાં જે કોઈ આવ્યું નહોતું તેના સંદર્ભમાં એવી ભારે પ્રતિજ્ઞા લઈને તેઓએ કહ્યું, "જે ઈશ્વરની સમક્ષ ન આવે તે ચોક્કસપણે માર્યો જાય."
\p
\s5
\v 6 ઇઝરાયલ લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કર્યો. તેઓએ કહ્યું, "આજે ઇઝરાયલ કુળમાંથી એક કુળ નષ્ટ થાય છે.
\v 7 જેઓ બાકી રહેલા છે તેઓને લગ્ન કરવાને કોણ પત્નીઓ આપશે? કેમ કે આપણે ઈશ્વરની આગળ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓને આપણી દીકરીઓ લગ્ન કરવા માટે આપીશું નહિ."
\p
\s5
\v 8 તેઓએ કહ્યું, "ઇઝરાયલનાં કુળોમાંથી કયું કુળ મિસ્પામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું ન હતું?" એવું જાણવા મળ્યું છે કે યાબેશ-ગિલ્યાદથી સભામાં ભાગ લેવા કોઈ આવ્યું ન હતું.
\v 9 કેમ કે જયારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહિ.
\v 10 સભામાંથી બાર હજાર શૂરવીર પુરુષોને એવી સૂચના આપીને મોકલવામાં આવ્યા કે યાબેશ ગિલ્યાદ જઈને ત્યાંના રહેવાસીઓનો, સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધાં તરવારથી સંહાર કરો.
\p
\s5
\v 11 "વળી તમારે આ પ્રમાણે કરવું: દરેક પુરુષને તથા દરેક સ્ત્રીને કે જેણે પુરુષ સાથે શારીરિક સબંધ બાંધ્યો હોય તેઓને મારી નાખો."
\v 12 અને યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંથી તેઓને ચારસો જુવાન કુમારિકાઓ મળી આવી કે જેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે સંસર્ગ કર્યો નહોતો, તેઓ તેમને કનાન દેશના શીલો પાસેની છાવણીમાં લાવ્યા.
\p
\s5
\v 13 સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનના લોકોને સંદેશો મોકલીને શાંતિ-સમાધાનની જાહેરાત કરી.
\v 14 તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી.
\v 15 બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયલનાં કુળો વચ્ચે ભાગલા પાડયા હતા.
\p
\s5
\v 16 ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, "બાકી રહેલા બિન્યામીનીઓ માટે આપણે પત્નીઓની વ્યવસ્થા કેવી રીતે કરીશું? કેમ કે બિન્યામીનીઓમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે"
\v 17 તેઓએ કહ્યું, "બિન્યામીનના બચાવને માટે વારસો જોઈએ, જેથી ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ ન થાય.
\p
\s5
\v 18 તોપણ આપણે તેઓની પત્નીઓ થવા આપણી દીકરીઓ આપી શકતા નથી. કેમ કે ઇઝરાયલ લોકોએ વચન આપ્યું છે, 'જે કોઈ બિન્યામીનને પત્ની આપશે તે શાપિત થાઓ."'
\v 19 તેથી તેઓએ કહ્યું, "તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, (જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનોનની દક્ષિણે આવેલુ હતું)."
\s5
\v 20 તેઓએ બિન્યામીનીઓને એવી સૂચના આપી, "તમે ત્યાં જઈને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહો અને રાહ જુઓ.
\v 21 તે સમય ધ્યાન રાખો કે ક્યારે શીલોની કન્યાઓ નૃત્ય કરવાને બહાર આવે છે. તેઓ બહાર આવે ત્યારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર નીકળી આવીને તમે શીલોની કુમારિકાઓમાંથી પોતપોતાને માટે કન્યાને પકડી લઈ બિન્યામીનના દેશમાં પાછા જતા રહેજો.
\p
\s5
\v 22 અને જયારે તેઓના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું, "અમારા પર કૃપા કરો! તેમને રહેવા દોએવું માનોકે એ કન્યાઓ તમે જ આપી છે. કેમ કે યુદ્ધ દરમિયાન તેઓની પત્નીઓ મરણ પામી. અને તમે તમારા વચન સંબંધી નિર્દોષ છો, કારણ કે તમે તમારી દીકરીઓ તેઓને આપી નથી.'"
\p
\s5
\v 23 બિન્યામીનપુત્રોએ એ પ્રમાણે કર્યું તેઓએ નૃત્ય કરનારી કન્યાઓમાંથી તેમને જરૂર હતી એટલી કન્યાઓનું હરણ કર્યું. અને તેઓને પોતાની પત્નીઓ બનાવવા માટે લઈ ગયા. તેઓ પાછા પોતાના પૂર્વજોના વતનમાં ચાલ્યા ગયા અને તેઓએ નગરોને સમારીને ફરીથી બાંધીને અને તેમાં વસ્યા.
\v 24 પછી ઇઝરાયલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતી અને કુળમાં ગયા. અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.
\p
\s5
\v 25 તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા ન હતો. દરેક માણસ પોતાની નજરમાં તેને જે ઠીક લાગતું તે પ્રમાણે તે કરતો હતો.

177
08-RUT.usfm Normal file
View File

@ -0,0 +1,177 @@
\id RUT
\ide UTF-8
\h રૂત
\toc1 રૂત
\toc2 રૂત
\toc3 rut
\mt1 રૂત
\s5
\c 1
\p
\v 1 ન્યાયાધીશો ન્યાય કરતા હતા, તે દિવસોમાં દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ યહૂદિયાના એક માણસ પોતાની પત્ની તથા બે દીકરાઓ સહિત મોઆબ દેશમાં જઈને ત્યાં વસવાટ કર્યો .
\v 2 તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે દીકરાઓનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાથીઓ હતાં. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં વસ્યા હતા.
\p
\s5
\v 3 વખત જતા નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો. તેથી નાઓમી તથા તેના બે દીકરા નિરાધાર બન્યા.
\v 4 તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં.
\v 5 પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.
\p
\s5
\v 6 અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
\v 7 જ્યાં તે રહેતી હતી ત્યાંથી પોતાના દેશ યહૂદિયામાં પાછા જવાના રસ્તે તેણે પોતાની બે પુત્રવધૂઓ સાથે મુસાફરી શરુ કરી.
\p
\s5
\v 8 માર્ગમાં નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને કહ્યું કે, "દીકરીઓ, તમે બંને તમારા પિયરમાં પાછાં જાઓ. જેમ તમે મૃત્યુ પામેલા તમારા પતિઓ પર મમતા રાખી હતી તેમ ઈશ્વર તમારા પર કરુણા રાખો.
\v 9 ઈશ્વર એવું કરે કે તમે પુન:લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો." પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી.
\v 10 અને તેઓએ તેને કહ્યું, "એવું નહિ, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે આવીશું."
\p
\s5
\v 11 ત્યારે નાઓમીએ કહ્યું, "મારી દીકરીઓ પાછી વળો; તમારે મારી સાથે શા માટે આવવું જોઈએ? શું હજી મને દીકરાઓ થવાના છે કે તેઓ તમારા પતિ થઈ શકે?
\v 12 મારી દીકરીઓ, પાછી વળો, તમારા રસ્તે ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હું પુન:લગ્ન કરી શકું તેમ નથી. વળી જો હું કહું કે, મને આશા છે કે આજ રાત્રે મને પતિ મળે અને હું દીકરાઓના ગર્ભ ધારણ કરું,
\v 13 તેથી તમે શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની હોય? શું તમે અત્યારે ફરીથી પુરુષો સાથે લગ્ન નહિ કરો? ના, મારી દીકરીઓ! તમને દુઃખ થાય તે કરતા મને વધારે દુઃખ છે કેમ કે ઈશ્વરનો હાથ મારી વિરુદ્ધ થયો છે."
\p
\s5
\v 14 અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.
\p
\v 15 નાઓમીએ કહ્યું, "રૂથ બેટા સાંભળ, તારી દેરાણી તેના લોકો તથા દેવો પાસે પાછી ગઈ છે. તું પણ તેની સાથે જા."
\p
\s5
\v 16 ત્યારે રૂથે કહ્યું, "તને છોડીને તારી પાસેથી દૂર જવાનું મને ના કહે, કેમ કે જયાં તું જઈશ ત્યાં હું આવીશ અને જ્યાં તું રહેશે ત્યાં હું રહીશ; તારા લોક તે મારા લોક અને તારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે;
\v 17 જ્યાં તું મૃત્યુ પામીશ ત્યાં જ હું મૃત્યુ પામીશ અને ત્યાં જ હું દફનાવાઈશ. મૃત્યુ સિવાય બીજું જો મને તારાથી અળગી કરે, તો ઈશ્વર મને મૃત્યુ કરતાં વધારે દુઃખ આપે."
\v 18 જયારે નાઓમીને ખાતરી થઈ કે રૂથ સાથે આવવાને કૃતનિશ્ચયી છે ત્યારે તેણે તેની સાથે વિવાદ કરવાનું બંધ કર્યું.
\p
\s5
\v 19 મુસાફરી કરતાં કરતાં તેઓ બન્ને બેથલેહેમ નગરમાં આવી પહોંચ્યાં જયારે તેઓ અહીં આવ્યાં ત્યારે નગરના સર્વ લોકો તેઓને જોઈને ઉત્સાહિત થયા. ત્યાંની સ્ત્રીઓએ કહ્યું, "શું આ નાઓમી છે?"
\v 20 ત્યારે તેણે તેઓને કહ્યું "મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારી ખૂબ કસોટી કરી છે.
\v 21 હું અહીંથી નીકળી ત્યારે સમૃધ્ધ હતી, પણ ઈશ્વર મને વતનમાં ખાલી હાથે પાછા લાવ્યા છે. ઈશ્વરે મને અપરાધી ઠરાવી છે અને સર્વસમર્થે મને દુઃખી કરી છે, તે જાણ્યાં પછી પણ તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?"
\p
\s5
\v 22 એમ નાઓમી અને તેની પુત્રવધૂ, રૂથ મોઆબણ, મોઆબ દેશથી બેથલેહેમ આવ્યાં, ત્યારે જવની કાપણીની મોસમ શરુ થઈ હતી.
\s5
\c 2
\p
\v 1 નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો.
\v 2 અને મોઆબી રૂથે નાઓમીને કહ્યું, "મને અનાજ લણાયા પછી રહી ગયેલાં કણસલાં એકત્ર કરવા ખેતરમાં જવા દે. મારા પર જેની કૃપાદ્રષ્ટિ થાય તેના ખેતરમાં હું જઈશ. "અને તેણે તેને કહ્યું કે "મારી દીકરી જા."
\p
\s5
\v 3 રૂથ ગઈ અને ખેતરમાં આવીને તે પાક લણનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. અને જોગાનુજોગ અલીમેલેખના સંબંધી બોઆઝના ભાગનું એ ખેતર હતું.
\v 4 જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, "ઈશ્વર તમારી સાથે હો. "અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, "ઈશ્વર તને આશીર્વાદ આપો."
\p
\s5
\v 5 પછી બોઆઝે લણનારાઓ પર દેખરેખ રાખવા નીમેલા ચાકરોને પૂછ્યું કે, "આ કોની સ્ત્રી છે?"
\v 6 ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, "એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે."
\v 7 તેણે મને કહ્યું, 'કૃપા કરી મને લણનારાઓની પાછળ પૂળીઓ બાંધતાં રહી ગયેલાં કણસલાં વીણવા દે. 'તે અહીં આવીને સવારથી તો અત્યાર સુધી, ફક્ત થોડી વાર ઘરમાં આરામ કર્યા પછી સતત કણસલાં વીણવાનું તે કામ કરતી રહી છે."
\p
\s5
\v 8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, "મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે.
\v 9 જે ખેતરમાં તેઓ લણે છે તેમાં રહેલા અનાજ પર જ તારી નજર રાખજે અને એ સ્ત્રીઓની પાછળ ફરજે. અહીંના જુવાનો તને કશી હરકત ના કરે એવી સૂચના મેં તેઓને આપી છે. અને જયારે તને તરસ લાગે જુવાનોએ પાણીથી ભરી રાખેલાં માટલાં પાસે જઈને તેમાંથી પાણી પીજે."
\p
\s5
\v 10 ત્યારે રૂથે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, "હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારા પર આટલી બધી કૃપાદ્રષ્ટિ કરીને શા માટે મારી કાળજી રાખો છો."
\v 11 અને બોઆઝે તેને ઉત્તર આપ્યો, "તારા પતિના મૃત્યુ પછી તારી સાસુ સાથે તેં જે સારો વર્તાવ રાખ્યો છે અને તારા પિતા, માતા અને જન્મભૂમિને છોડીને તારે માટે અજાણ્યા હોય એવા લોકોમાં તું રહેવા આવી છે તે વિશેની વિગતવાર માહિતી મને મળી છે.
\v 12 ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો."
\p
\s5
\v 13 પછી તેણે કહ્યું, "મારા માલિક, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો; કેમ કે તમે મને દિલાસો આપ્યો છે અને જો કે હું તમારી દાસીઓમાંની એકયના જેવી નથી છતાં તમે મારી સાથે માયાળુપણે વાત કરી છે."
\p
\s5
\v 14 ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, "અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. "ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
\p
\s5
\v 15 જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, "એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
\v 16 અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ."
\p
\s5
\v 17 તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ (લગભગ વીસ કિલો) જવ નીકળ્યા.
\v 18 તે લઈને તે નગરમાં ગઈ. ત્યાં તેની સાસુએ તેનાં વીણેલાં કણસલાં જોયાં. રૂથે પોતાના બપોરના ભોજનમાંથી જે પોંક વધ્યો હતો તે પણ રૂથે તેને આપ્યો.
\p
\s5
\v 19 ત્યારે તેની સાસુએ તેને કહ્યું, "આજે તેં, ક્યાંથી કણસલાં વીણ્યાં? અને તું ક્યાં કામ કરવા ગઈ હતી? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો." અને જેની સાથે તેણે કામ કર્યું હતું તે ખેતરના માલિક વિષે પોતાની સાસુને તેણે કહ્યું કે, "જેના ખેતરમાં મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે."
\v 20 નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું," જે ઈશ્વરે, જીવતાં તથા મૃત્યુ પામેલાંઓ પ્રત્યે પોતાની વફાદારી ત્યજી દીધી નથી તે ઈશ્વરથી તે માણસ, આશીર્વાદિત થાઓ." વળી નાઓમીએ તેને કહ્યું, "એ માણસને આપણી સાથે સગાઈ છે, તે આપણો નજીકનો સંબંધી છે."
\p
\s5
\v 21 ત્યારે મોઆબી રૂથે કહ્યું, "વળી તેણે મને કહ્યું, મારા જુવાનો મારી બધી કાપણી પૂરી કરે ત્યાં સુધી તારે મારા જુવાન મજૂરો પાસે રહેવું."
\v 22 ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, "મારી દીકરી, એ સારું છે કે તું તેની જુવાન સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઈ ખેતરવાળા તને કનડગત કરે નહીં."
\p
\s5
\v 23 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવા માટે બોઆઝની સ્ત્રી મજૂરો પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.
\s5
\c 3
\p
\v 1 તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, "મારી દીકરી, તારા આશ્રય માટે મારે શું કોઈ ઘર શોધવું નહિ કે જેથી તારુ ભલું થાય?
\v 2 અને હવે બોઆઝ, જેની જુવાન સ્ત્રી કાર્યકરો સાથે તું હતી, તે શું આપણો નજીકનો સંબંધી નથી? જો, તે આજ રાત્રે ખળીમાં જવ ઊપણશે.
\p
\s5
\v 3 માટે તું, તૈયાર થા; નાહીધોઈને, અત્તર ચોળીને, સારાં વસ્ત્રો પહેરીને તું ખળીમાં જા. પણ તે માણસ ખાઈ પી રહે ત્યાં સુધી તે માણસને તારી હાજરીની ખબર પડવા દઈશ નહિ.
\v 4 અને જયારે તે સૂઈ જાય, ત્યારે જે જગ્યાએ તે સૂએ છે તે જગ્યા તું ધ્યાનમાં રાખજે કે જેથી ત્યાર બાદ તેની પાસે જઈ શકે. પછી અંદર જઈને તેના પગ ખુલ્લાં કરીને તું સૂઈ જજે. પછી તે તને જણાવશે કે તારે શું કરવું.
\v 5 અને રૂથે નાઓમીને કહ્યું, "જે તેં કહ્યું, તે બધું હું કરીશ."
\p
\s5
\v 6 પછી તે ખળીમાં ગઈ. તેની સાસુએ તેને જે સૂચનો આપ્યાં હતા, તે પ્રમાણે તેણે કર્યું.
\v 7 જયારે બોઆઝે ખાઈ પી લીધું અને તેનું હૃદય મગ્ન થયું ત્યારે અનાજના ઢગલાની કિનારીએ જઈને તે સૂઈ ગયો. રૂથ ધીમેથી ત્યાં આવી. તેના પગ ખુલ્લાં કર્યા અને તે સૂઈ ગઈ.
\p
\s5
\v 8 લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઊઠ્યો, તેણે પડખું ફેરવ્યું અને ત્યાં એક સ્ત્રીને તેના પગ આગળ સૂતેલી જોઈ!
\v 9 તેણે તેને કહ્યું, "તું કોણ છે?" રૂથે ઉત્તર આપ્યો, "હું તમારી દાસી રૂથ છું. તમારું વસ્ત્ર લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે છોડાવનાર સંબંધી છો."
\p
\s5
\v 10 તેણે કહ્યું, "મારી દીકરી, તું ઈશ્વરથી આશીર્વાદિત થા. અગાઉ કરતાં પણ તેં વધારે માયા દર્શાવી છે. તેં કોઈ પણ, ગરીબ કે ધનવાન જુવાનની પાછળ જવાનું વર્તન તેં કર્યું નથી.
\v 11 હવે, મારી દીકરી, બીશ નહિ. તેં જે કહ્યું છે તે બધું હું તારા સંબંધમાં કરીશ, કેમ કે મારા લોકોનું આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે.
\p
\s5
\v 12 જોકે તેં સાચું કહ્યું છે કે હું નજીકનો સંબંધી છું; તોપણ મારા કરતાંય વધારે નજીકનો એક સંબંધી છે.
\v 13 આજ રાત અહીંયાં રહી જા. અને સવારમાં જો તે પોતાની ફરજ બજાવે તો સારું, ભલે તે નજીકના સગાં તરીકેની પોતાની ફરજ બજાવે. પણ જો તે સગાં તરીકે તારા પ્રત્યેની પોતાની જવાબદારી અદા નહિ કરે તો પછી, ઈશ્વરની સમક્ષતામાં હું પ્રતિજ્ઞા કરું છું કે, નજીકના સગા તરીકેની તારા પ્રત્યેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સૂઈ રહે."
\p
\s5
\v 14 સવાર સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. પરોઢિયું થાય તે પહેલાં ઊઠી ગઈ. કેમ કે તેણે કહ્યું હતું કે, "કોઈને જાણ થવી ના જોઈએ કે કોઈ સ્ત્રી ખળીમાં આવી હતી."
\v 15 બોઆઝે કહ્યું, "તારા અંગ પરની ઓઢણી ઉતારીને લંબાવ. "તેણે તે લંબાવીને પાથર્યું. ત્યારે બોઆઝે છ મોટા માપથી માપીને જવ આપ્યાં અને પોટલી તેના માથા પર મૂકી. પછી તે નગરમાં ગઈ.
\s5
\v 16 જયારે તેની સાસુ પાસે તે આવી ત્યારે તેણે પૂછ્યું, "મારી દીકરી, ત્યાં શું થયું?" ત્યારે તે માણસે તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તે વિષે રૂથે તેને જણાવ્યું.
\v 17 વળી 'તારી સાસુ પાસે ખાલી હાથે ના જા.' એવું કહીને છ મોટા માપથી માપીને આ જવ મને આપ્યાં."
\v 18 ત્યારે નાઓમીએ કહ્યું, "મારી દીકરી, આ બાબતનું પરિણામ શું આવે છે તે તને જણાય નહિ ત્યાં સુધી અહીં જ રહે, કેમ કે આજે તે માણસ આ કાર્ય પૂરું કર્યા વિના રહેશે નહિ."
\s5
\c 4
\p
\v 1 હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, "અહીં આવીને બેસ." અને તે ત્યાં આવીને બેઠો.
\v 2 અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, "અહીંયાં બેસો." અને તેઓ બેઠા.
\p
\s5
\v 3 ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, "નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે.
\v 4 તેથી મેં વિચાર્યું કે તને જાણ કરું; સાંભળ 'અહિયાં બેઠેલા છે તેઓ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદી લે. 'જો તે છોડાવવાની તારી ઇચ્છા હોય, તો છોડાવી લે. પણ જો તે છોડાવવાની તારી મરજી ના હોય તો પછી મને કહે, કે જેથી મને ખ્યાલ આવે, કેમ કે તે છોડાવવાનો સૌથી પ્રથમ હક તારો છે. તારા પછી હું તેનો હકદાર છું." ત્યારે તેણે જણાવ્યું કે, "હું તે છોડાવીશ."
\p
\s5
\v 5 પછી બોઆઝે કહ્યું કે, "નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે."
\v 6 ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, "મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી."
\p
\s5
\v 7 હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી.
\v 8 તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, "તારે પોતાને માટે તે ખરીદી લે . "અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
\p
\s5
\v 9 બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, "આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે.
\v 10 વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો."
\p
\s5
\v 11 દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, "અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા.
\v 12 આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ."
\p
\s5
\v 13 બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો.
\v 14 સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, 'ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી.
\v 15 તે તારા જીવનમાં ફરીથી આનંદ ઉપજાવશે અને વૃદ્ધાવસ્થામાં તારું જતન કરશે; કેમ કે તારી પુત્રવધૂ જે તને પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં પણ વિશેષ છે, તેણે દીકરાને જન્મ આપ્યો છે.'
\p
\s5
\v 16 નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું.
\v 17 અને "નાઓમીને દીકરો જનમ્યો છે" એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
\p
\s5
\v 18 હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;
\v 19 હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમિનાદાબનો પિતા હતો,
\v 20 આમિનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;
\v 21 સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,
\v 22 ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.

1648
09-1SA.usfm Normal file
View File

@ -0,0 +1,1648 @@
\id 1SA
\ide UTF-8
\h 1 શમુએલ
\toc1 1 શમુએલ
\toc2 1 શમુએલ
\toc3 1sa
\mt1 1 શમુએલ
\s5
\c 1
\p
\v 1 એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ-સોફીમનો એક માણસ હતો તેનું નામ એલ્કાના હતું, જે એફ્રાઈમી સૂફનો દીકરા, અલીહૂના દીકરા, જે તોહૂના દીકરા, જે સૂફના દીકરા, જે અલીહૂના દીકરા યહોરામનો દીકરો હતો.
\v 2 તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્ના અને બીજી પત્નીનું નામ પનિન્ના હતું. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને બાળકો ન હતાં.
\s5
\v 3 આ માણસ વર્ષો વર્ષ શીલોમાં સૈન્યના ઈશ્વરનું ભજન કરવા તથા બલિદાન આપવા સારુ જતો હતો. ત્યાં એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ ઈશ્વરના યાજક હતા.
\v 4 જયારે એલ્કાનાનો વર્ષ પ્રમાણે બલિદાન કરવાનો દિવસ આવતો, ત્યારે તે હંમેશા પોતાની પત્ની પનિન્નાને તથા તેણીના દીકરા દીકરીઓને હિસ્સો વહેંચી આપતો.
\p
\s5
\v 5 પણ હાન્નાને તે હંમેશા બમણો ભાગ આપતો, કેમ કે તે હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો. ઈશ્વરે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું.
\v 6 તેથી તેની શોક્ય તેને ખૂબ જ ચીડવતી અને ખીજવતી હતી.
\s5
\v 7 જયારે વર્ષો વર્ષ, તે પોતાના કુંટુંબ સાથે ઈશ્વરના ઘરમાં જતી, ત્યારે તેની શોક્ય હંમેશા તેને ઉશ્કેરતી. તેથી તે રડતી અને કશું પણ ખાતી ન હતી.
\v 8 માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, "હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?' હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?
\p
\s5
\v 9 તેઓ શીલોમાં ખાઈ પી રહ્યા પછી હાન્ના ઊઠી. એલી યાજક ઈશ્વરના ઘરનાં દરવાજા પાસે પોતાની બેઠક પર બેઠેલો હતો.
\v 10 તે ઘણી દુઃખી હતી; તેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને ખૂબ રડી.
\p
\s5
\v 11 માનતા માનીને તેણે કહ્યું, "સૈન્યના ઈશ્વર, જો તમે તમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભારશો અને આ તમારી દાસીને વીસરશો નહિ, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યનાં સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ, અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ."
\s5
\v 12 જયારે ઈશ્વરની આગળ સતત પ્રાર્થના કરવામાં તે મશગૂલ હતી, ત્યારે એલીએ તેના મુખ તરફ જોયું.
\v 13 હાન્ના પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ હાલતા દેખાતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. માટે એલીને એવું લાગ્યું કે તે નશામાં છે.
\v 14 એલીએ તેને કહ્યું કે, "તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું બંધ કર."
\p
\s5
\v 15 હાન્નાએ ઉત્તર આપ્યો કે, "ના, મારા માલિક, હું હૃદયમાં દુઃખી સ્ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, પણ હું ઈશ્વર આગળ મારું હૃદય ખાલી કરતી હતી."
\v 16 "તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું."
\p
\s5
\v 17 ત્યારે એલીએ ઉત્તર આપીને કહ્યું, "શાંતિએ જા; ઇઝરાયલના ઈશ્વરની આગળ તેં જે વિનંતી કરી છે, તે ઈશ્વર સફળ કરે."
\v 18 તેણે કહ્યું, "તારી દાસી ઉપર તારી કૃપાદ્રષ્ટિ થાઓ." પછી હાન્ના પોતાને માર્ગે ચાલી ગઈ અને તેણે ખોરાક ખાધો. ત્યાર પછી તેના મુખ પર ઉદાસીનતા રહી નહિ.
\p
\s5
\v 19 સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.
\v 20 સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, "મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે."
\p
\s5
\v 21 ફરીથી, એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત, ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચઢાવવા ગયો.
\v 22 પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, "બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે."
\v 23 એલ્કાનાએ તેને કહ્યું, "તને જે સારું લાગે તે કર." તું તેને દૂધ છોડાવે ત્યાં સુધી રાહ જો; એટલું જ કે ઈશ્વર પોતાનું વચન પરિપૂર્ણ કરો." માટે તે સ્ત્રી ત્યાં રહી અને પોતાના દીકરાનું દૂધ છોડાવ્યું ત્યાં સુધી તેનું પોષણ કર્યું.
\p
\s5
\v 24 તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક ગોધો, એક એફાહ (આશરે ૨૦ કિલો) લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો.
\v 25 તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા.
\p
\s5
\v 26 હાન્નાએ કહ્યું, "ઓ, મારા માલિક! તારા જીવના સમ કે જે સ્ત્રી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી તે હું છું.
\v 27 આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે.
\v 28 માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે." અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો.
\s5
\c 2
\p
\v 1 હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે, "મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે; મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે, કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું.
\s5
\v 2 ત્યાં ઈશ્વર જેવા અન્ય કોઈ પવિત્ર નથી, કેમ કે ત્યાં તેમના સિવાય બીજો કોઈ નથી; ત્યાં અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી.
\s5
\v 3 અતિ ગર્વથી બડાઈ કરશો નહિ; તમારા મુખમાંથી ઘમંડ નીકળે નહિ. કેમ કે પ્રભુ તો જ્ઞાનના ઈશ્વર છે; તેમનાંથી કાર્યોની તુલના કરાય છે.
\v 4 પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયા છે, પણ ઠોકર ખાનારાઓ બળથી વેષ્ટિત કરાયા છે.
\s5
\v 5 જેઓ તૃપ્ત હતા તેઓ રોટલી સારુ મજૂરી કરે છે; જેઓ ભૂખ્યા હતા તેઓ હવે એશ આરામ કરે છે. નિઃસંતાન સ્ત્રીએ સાત બાળકોને જન્મ આપ્યો છે, પણ સ્ત્રીને ઘણાં બાળકો છે તે તડપે છે.
\s5
\v 6 ઈશ્વર મારે અને જીવાડે છે. તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે.
\v 7 ઈશ્વર માણસને નિર્ધન બનાવે છે અને તે ધનવાન પણ કરે છે. તે નીચા પાડે છે અને તે ઊંચે પણ ચઢાવે કરે છે.
\s5
\v 8 તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને તેઓને રાજકુમારોની સાથે બેસાડે છે અને ગૌરવનો વારસો પમાડે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે; તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે.
\s5
\v 9 તે પોતાના વિશ્વાસુ લોકોના પગનું રક્ષણ કરે છે, પણ દુશ્મનોને અંધકારમાં ચૂપ કરી દેવામાં આવશે, કેમ કે કોઈ બળથી વિજય પામી શકતું નથી.
\s5
\v 10 જે કોઈ ઈશ્વરની વિરુદ્ધ થશે તેઓના ટુકડે ટુકડાં કરી નંખાશે; આકાશમાંથી તેઓની સામે તે ગર્જના કરશે. ઈશ્વર પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે."
\p
\s5
\v 11 પછી એલ્કાના રામામાં પોતાને ઘરે ગયો. છોકરો એલી યાજકની આગળ ઈશ્વરની સેવા કરતો હતો.
\p
\s5
\v 12 હવે એલીના દીકરાઓ દુષ્ટ પુરુષો હતા. તેઓ ઈશ્વરને ઓળખતા નહોતા.
\v 13 લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જયારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો અને જયારે માંસ બફાતું હોય ત્યારે યાજકનો ચાકર પોતાના હાથમાં ત્રણ અણીવાળું સાધન લઈને આવતો.
\v 14 તેના ઉપયોગ દ્વારા તવા, કડાઈ, દેગ, ઘડામાંથી જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને સારુ લેતો. જયારે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા ત્યારે તેઓ આ જ પ્રમાણે કરતા.
\p
\s5
\v 15 વળી તેઓ ચરબીનું દહન કરે તે અગાઉ, યાજકનો ચાકર ત્યાં આવતો અને જે માણસ યજ્ઞ કરતો હોય તેને કહેતો, "યાજકને માટે શેકવાનું માંસ આપ; કેમ કે તે તારી પાસેથી બાફેલું નહિ, પણ ફક્ત કાચું માંસ સ્વીકારશે."
\v 16 જો તે માણસ તેને એવું કહે, "તેઓને પહેલાં ચરબીનું દહન કરી દેવા દે, પછી તારે જોઈએ તેટલું માંસ લઈ જજે." તો તે કહેતો કે, "ના, તું મને હમણાં જ આપ; જો નહિ આપે તો હું જબરદસ્તીથી લઈ લઈશ."
\v 17 એ જુવાનોનું પાપ ઈશ્વર આગળ ઘણું મોટું હતું, કેમ કે તેઓ ઈશ્વરના અર્પણની અવગણના કરતા હતા.
\p
\s5
\v 18 શમુએલ બાળપણમાં શણનો એફોદ પહેરીને ઈશ્વરની હજૂરમાં સેવા કરતો હતો.
\v 19 જયારે તેની માતા હાન્ના પોતાના પતિ સાથે વાર્ષિક બલિદાન ચઢાવવાને આવતી, ત્યારે તે તેને માટે નાનો ઝભ્ભો બનાવી દર વર્ષે લાવતી.
\p
\s5
\v 20 એલીએ એલ્કાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને એલ્કાનાને કહ્યું, "તારી આ પત્ની દ્વારા ઈશ્વર તને અન્ય સંતાનો પણ આપો. કેમ કે તેણે ઈશ્વર સમક્ષ અર્પણ કર્યું છે." ત્યાર પછી તેઓ પોતાને ઘરે પાછા ગયાં.
\v 21 ઈશ્વરે ફરીથી હાન્ના પર કૃપા કરી અને તે ગર્ભવતી થઈ. તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. તે દરમિયાન, બાળ શમુએલ ઈશ્વરની હજૂરમાં મોટો થતો ગયો.
\p
\s5
\v 22 હવે એલી ઘણો વૃદ્ધ હતો; તેણે સાંભળ્યું કે તેના દીકરાઓ સર્વ ઇઝરાયલ સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે કુકર્મ કરતા હતા.
\v 23 તેણે દીકરાઓને કહ્યું, "તમે આવાં કૃત્યો કેમ કરો છો? કેમ કે આ સઘળા લોકો પાસેથી તમારાં દુષ્ટ કર્મો વિષે મને સાંભળવા મળે છે."
\v 24 ના, મારા દીકરાઓ; કેમ કે જે વાતો હું સાંભળું છું તે યોગ્ય નથી. તમે લોકો પાસે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો.
\p
\s5
\v 25 "જો કોઈ એક માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેનો ન્યાય કરશે; પણ જો કોઈ માણસ ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે, તો તેને સારુ કોણ વિનંતી કરે?" પણ તેઓએ પોતાના પિતાની શિખામણ પાળી નહિ, કેમ કે ઈશ્વરે તેઓને મારી નાખવાનું નિર્માણ કર્યું હતું.
\v 26 બાળ શમુએલ મોટો થતો ગયો અને ઈશ્વરની તથા માણસોની કૃપામાં પણ વધતો ગયો.
\p
\s5
\v 27 ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, "ઈશ્વર કહે છે, 'જયારે તમારા પિતૃઓ મિસરમાં ફારુનના ઘરમાં ગુલામીમાં હતા, ત્યારે મેં શું પોતાને તમારા પિતૃઓનાં ઘરનાંઓની સમક્ષ જાહેર કર્યો નહોતો?
\v 28 મેં તને ઇઝરાયલના સઘળાં કુળોમાંથી મારો યાજક થવા, મારો યજ્ઞવેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, મારી આગળ એફોદ પહેરવા માટે પસંદ કર્યો હતો. શું મેં તારા પિતૃઓના ઘરનાઓને ઇઝરાયલ લોકોના સર્વ યજ્ઞો આપ્યાં નહોતા?
\p
\s5
\v 29 ત્યારે, શા માટે, મારાં જે બલિદાનો અને અર્પણો કરવાની મેં તને આજ્ઞા આપી છે તેનો તિરસ્કાર કરીને જ્યાં હું રહું છું ત્યાં મારા ઇઝરાયલ લોકોનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા પોતાના દીકરાઓનું માન વધારે કેમ રાખે છે?'
\v 30 માટે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, 'મેં વચન આપ્યું હતું કે તારું ઘર અને તારા પિતૃઓનું ઘર, સદા મારી સમક્ષ ચાલશે.' પણ હવે ઈશ્વર કહે છે, 'પણ હવે હું આવું કરીશ નહિ, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, પણ જેઓ મને તુચ્છકારે છે તેઓ હલકા ગણાશે.
\p
\s5
\v 31 જુઓ, એવા દિવસો આવે છે જયારે હું તારું બળ અને તારા પિતાના ઘરનાનું બળ નષ્ટ કરી નાખીશ, જેથી કરીને તારા ઘરમાં કોઈ માણસ વૃદ્ધ થાય નહિ.
\v 32 મારા નિવાસમાં તું વિપત્તિ જોશે. જે સર્વ સમૃદ્ધિ ઇઝરાયલને આપવામાં આવશે તેમાં પણ તારા ઘરમાં સદાને માટે કોઈ માણસ વૃદ્ધ થશે નહિ.
\v 33 તારા વંશજોમાંનાં એકને હું મારી વેદી પાસેથી કાપી નાખીશ નહિ, તેનું જીવન બચી ગયેલું છે જેના દ્વારા તારા હૃદયની વ્યથા તારી આંખોમાં આંસુ સાથે બહાર આવશે. અને તારા બીજા બધા વંશજો નાની ઉંમરમાં મરણ પામશે.
\p
\s5
\v 34 આ તારા માટે ચિહ્નરૂપ થશે કે જે તારા બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ પર આવશે તેઓ બન્ને એક જ દિવસે મરણ પામશે.
\v 35 મારા અંતઃકરણ તથા મારા મનમાં જ છે તે પ્રમાણે કરે એવા એક વિશ્વાસુ યાજકને હું મારે સારુ ઊભો કરીશ. હું તેને સારુ એક સ્થિર ઘર બાંધીશ; અને તે સદા મારા અભિષિક્તની સંમુખ ચાલશે.
\p
\s5
\v 36 તારા કુળમાંથી જે તારા બચી ગયા હશે તે બધા આવશે અને તે વ્યક્તિને નમન કરીને ચાંદીના એક સિક્કા અને રોટલીના એક ટુકડાને તેને નમન કરશે અને કહેશે, "કૃપા કરી યાજકને લગતું કંઈ પણ કામ મને આપ જેથી હું રોટલીનો ટુકડો ખાવા પામું."'"
\s5
\c 3
\p
\v 1 બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા.
\v 2 તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો,
\v 3 ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો.
\v 4 ઈશ્વરે તેને હાંક મારી, તેણે જવાબ આપ્યો, "હું આ રહ્યો."
\p
\s5
\v 5 શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, "હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો." એલીએ કહ્યું, "મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા." જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.
\v 6 ઈશ્વરે ફરીથી હાંક મારી, "શમુએલ." ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, "હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો." એલીએ જવાબ આપ્યો, "મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા."
\p
\s5
\v 7 હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.
\v 8 ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, "હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો." પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.
\p
\s5
\v 9 માટે એલીએ શમુએલને કહ્યું, "જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, 'બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે."' જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
\p
\s5
\v 10 ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, "શમુએલ, શમુએલ." ત્યારે શમુએલે કહ્યું, "બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે."
\v 11 ઈશ્વરે શમુએલને કહ્યું, "જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે.
\p
\s5
\v 12 મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ.
\v 13 મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.
\v 14 આ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે એલીના ઘરની દુષ્ટતાનું પ્રાયશ્ચિત બલિદાનથી અથવા અર્પણથી કદાપિ થશે નહિ."
\p
\s5
\v 15 શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો.
\v 16 ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, "શમુએલ, મારા દીકરા." શમુએલે કહ્યું, "હું આ રહ્યો."
\p
\s5
\v 17 તેણે કહ્યું, "તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો."
\v 18 ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, "તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે."
\p
\s5
\v 19 શમૂએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમૂએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ.
\v 20 દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે.
\v 21 ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા.
\s5
\c 4
\p
\v 1 શમુએલનું વચન સર્વ ઇઝરાયલીઓ પાસે આવતું હતું.
\p હવે ઇઝરાયલીઓ પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા ગયા. તેઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.
\v 2 પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.
\p
\s5
\v 3 જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, "શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે."
\v 4 જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.
\p
\s5
\v 5 જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.
\v 6 પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, "હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?" તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.
\p
\s5
\v 7 પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, "ઈશ્વર છાવણીમાં આવ્યા છે." તેઓએ કહ્યું, "આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી!
\v 8 આપણને અફસોસ! આ પરાક્રમી ઈશ્વરના હાથમાંથી આપણને કોણ છોડાવશે? આ એ જ ઈશ્વર છે કે જેમણે અરણ્યમાં મિસરીઓને સર્વ પ્રકારની મરકીથી માર્યા હતા.
\v 9 ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો."
\p
\s5
\v 10 પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.
\v 11 પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.
\p
\s5
\v 12 બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી ભાગ્યો, તેના વસ્ત્ર ફાટી ગયેલાં હતા, તેના માથામાં ધૂળ સાથે તે જ દિવસે તે શીલોમાં આવી પહોંચ્યો.
\v 13 તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.
\s5
\v 14 જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું," આ શોરબકોર શાનો છે?" તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.
\v 15 એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો.
\s5
\v 16 તે માણસે એલીને કહ્યું, "યુદ્ધમાંથી જે આવ્યો તે હું છું. આજે હું સૈન્યમાંથી નાસી આવ્યો છું. "તેણે કહ્યું, "મારા દીકરા, ત્યાં શું થયું.?"
\v 17 જે માણસ સંદેશો લાવ્યો હતો તેણે ઉત્તર આપીને કહ્યું, "ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. વળી ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, મરણ પામ્યા છે અને ઈશ્વરનો કોશ શત્રુઓ લઈ ગયા છે.
\s5
\v 18 જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.
\p
\s5
\v 19 તેની પુત્રવધૂ, જે ફીનહાસની પત્ની હતી તે ગર્ભવતી હતી અને તેની પ્રસૂતિનો સમય નજીક હતો. તેણે જયારે એવી ખબર સાંભળી કે ઈશ્વરના કોશનું હરણ થયું છે, તેના સસરા તથા તેનો પતિ મરણ પામ્યા છે, ત્યારે તેણે વાંકી વળીને બાળકને જન્મ આપ્યો, તેને ભારે પ્રસૂતિવેદના થતી હતી.
\v 20 અને તે વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું કે," બી મા, કેમ કે તને દીકરો જન્મ્યો છે." પણ તેણે કશો ઉત્તર આપ્યો નહિ. અને કંઈ પણ પરવા કરી નહિ.
\s5
\v 21 તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, "ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!" કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.
\v 22 અને તેણે કહ્યું, "હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે."
\s5
\c 5
\p
\v 1 હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, તેને તેઓ એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.
\v 2 તેઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો.
\v 3 જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો.
\p
\s5
\v 4 બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું.
\v 5 માટે, દાગોનના યાજક તથા જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજે પણ આશ્દોદમાં દાગોનના દરવાજાના ઉંબરા પર પગ મૂકતા નથી.
\p
\s5
\v 6 ઈશ્વરનો હાથ આશ્દોદીઓ ઉપર ભારે હતો. તેમણે તેઓનો નાશ કર્યો, તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠિયા રોગથી માર્યા.
\v 7 જયારે આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી વચ્ચે રખાય નહિ; કેમ કે તેમનો હાથ આપણા ઉપર આપણા દેવ દાગોન ઉપર સખત છે."
\p
\s5
\v 8 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરના કોશનું અમારે શું કરવું?" તેઓએ ઉત્તર આપ્યો કે, ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ, અને તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ ત્યાં લઈ ગયા.
\v 9 પણ તેઓ તેને ત્યાં લઈ ગયા પછી, ઈશ્વર તેઓના પર કોપાયમાન થયા. તેમણે તે નગરનાં નાનાં મોટાં માણસો પર કેર વર્તાવ્યો; તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
\p
\s5
\v 10 તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. પણ જયારે ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ રડીને, કહ્યું, "તેઓ અમારો તથા અમારા લોકોનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે."
\s5
\v 11 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, તેને પોતાની જગ્યાએ પાછો જવા દો, કે તે અમારો તથા અમારા લોકોનો સંહાર ન કરે." કેમ કે આખા નગરમાં ભયંકર સંહાર થયો હતો; ઈશ્વરનો હાથ ત્યાં ઘણો ભારે થયો હતો.
\v 12 અને જે માણસો મર્યા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી, તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.
\s5
\c 6
\p
\v 1 ઈશ્વરનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો.
\v 2 પલિસ્તીઓએ યાજકોને તથા શુકન જોનારાઓને બોલાવીને; તેઓને કહ્યું કે, "ઈશ્વરના કોશનું અમે શું કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ એ અમને જણાવો."
\p
\s5
\v 3 તેઓએ કહ્યું, "જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી."
\v 4 ત્યારે તેઓએ કહ્યું, "અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?" તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.
\p
\s5
\v 5 માટે તમારી ગાંઠોની અને તમારા ઉંદરો જે દેશમાં રંજાડ કરે છે, તેઓની પ્રતિમા બનાવીને ઇઝરાયલનાં ઈશ્વરને મહિમા આપો. કદાચ તે પોતાનો હાથ તમારા ઉપરથી, તમારા દેવો ઉપરથી અને દેશ પરથી ઉઠાવી લે.
\v 6 મિસરીઓએ અને ફારુને પોતાના હૃદય કઠણ કર્યા તેમ તમે તમારાં અંતઃકરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદ્દભૂત કૃત્યો કર્યા અને તેઓએ લોકોને જવા દીધા અને પછી તેઓ ગયા.
\p
\s5
\v 7 તો હવે એક, નવું ગાડું તૈયાર કરો, બે દૂઝણી ગાયો, જેઓ ઉપર કદી ઝૂંસરી મૂકાઈ ન હોય તે લો. ગાયોને તે ગાડા સાથે જોડો, પણ તેઓના વાછરડા તેઓથી દૂર લઈ ઘરે લાવો.
\v 8 પછી ઈશ્વરનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો. જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મૂકો અને તેને વિદાય કરો કે પોતાના રસ્તે જાય.
\v 9 પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું."
\p
\s5
\v 10 તે માણસોએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું; એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને, તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાને ઘરમાં બંધ રાખ્યા.
\v 11 તેઓએ ઈશ્વરના કોશને ગાડામાં મૂક્યો, સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા ડબ્બામાં રાખીને તેની સાથે ગાડામાં મૂક્યાં.
\v 12 ગાયો સીધી બેથ-શેમેશના રસ્તા તરફ ગઈ. તેઓ એક રાજમાર્ગે ચાલતી અને બૂમો પાડતી ગઈ અને તેઓ જમણી કે ડાબી ગમ વળી જ નહિ. અને પલિસ્તીઓના અધિકારીઓ તેઓની પાછળ બેથ-શેમેશની સીમા સુધી ગયા.
\p
\s5
\v 13 હવે બેથ-શેમેશના લોકો ખીણમાં ઘઉં કાપતા હતા. તેઓએ પોતાની આંખો ઊંચી કરીને કોશ જોયો અને તેઓ આનંદ પામ્યા.
\s5
\v 14 તે ગાડું બેથ-શેમેશીના નગરમાંથી યહોશુઆના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું. એક મોટો પથ્થર ત્યાં હતો, તેઓએ ગાડામાં લાકડાં ચીરીને, ઈશ્વર આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.
\v 15 લેવીઓએ ઈશ્વરના કોશને તથા તેની સાથેની દાગીનાની પેટીને જેને સોનાનો આકડો હતો, તેઓને મોટા પથ્થર પર તેને મૂક્યો. બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે ઈશ્વરને દહનીયાર્પણો કર્યા તથા બલિદાનો ચઢાવ્યાં.
\p
\s5
\v 16 પલિસ્તીઓના પાંચ અધિકારીઓએ આ જોયું, તેજ દિવસે તેઓ એક્રોનમાં પાછા આવ્યા.
\s5
\v 17 સોનાની ગાંઠો પલિસ્તીઓએ દોષાર્થાર્પણ માટે પાછી ઈશ્વરને આપી હતી તે આ હતી: આશ્દોદની એક, ગાઝાની એક, એક આશ્કલોનની, ગાથની એક, એક્રોનની એક.
\v 18 જે મોટા પથ્થર પર તેઓએ ઈશ્વરનો કોશ મૂક્યો હતો, જે આજદિન સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે તે પથ્થર સુધીના પલિસ્તીઓનાં સર્વ કિલ્લાવાળાં નગરો તથા સીમનાં ગામડાંઓ જે તે પાંચ સરદારોના હતાં, તે પલિસ્તીઓનાં પાંચ અધિકારીઓની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.
\p
\s5
\v 19 ઈશ્વરે બેથ-શેમેશના માણસો પર હુમલો કર્યો, કેમ કે તેઓએ ઈશ્વરના કોશમાં જોયું, તેમણે પચાસ હજાર અને સિત્તેર માણસોને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો, કેમ કે ઈશ્વરે તેમને મારીને મોટો સંહાર કર્યો હતો.
\v 20 બેથ-શેમેશના માણસોએ કહ્યું કે, "કોણ આ પવિત્ર પ્રભુ ઈશ્વરની આગળ ઊભું રહેવા સક્ષમ છે? અમારી પાસેથી કોને ત્યાં તે જાય?"
\p
\s5
\v 21 તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, "પલિસ્તીઓ ઈશ્વરના કોશને પાછો લાવ્યા છે; તમે નીચે આવીને તે તમારે ત્યાં લઈ જાઓ."
\s5
\c 7
\p
\v 1 કિર્યાથ-યારીમના માણસો આવ્યા, તેઓ ઈશ્વરનો કોશ લઈ, પર્વત ઉપર અબીનાદાબના ઘરમાં લાવ્યા, તેઓએ તેના દીકરા એલાઝારને ઈશ્વરના કોશની સંભાળ રાખવાને અભિષિક્ત કર્યો.
\v 2 જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી.
\p
\s5
\v 3 ત્યારે શમુએલે ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું કે, "જો તમે પોતાના પૂરા હૃદયથી ઈશ્વરની તરફ ફરતા હો, તો તમારા મધ્યેથી અન્ય દેવો તથા આશ્તારોથને દૂર કરો, તમારાં અંતઃકરણો ઈશ્વરની પ્રત્યે લગાડો, કેવળ તેમની સ્તુતિ કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે."
\v 4 ત્યારે ઇઝરાયલના લોકોએ બાલિમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ ઈશ્વરની સ્તુતિ શરૂ કરી.
\p
\s5
\v 5 પછી શમુએલે કહ્યું, સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા કરો. હું તમારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરીશ."
\v 6 તેઓ મિસ્પામાં એકઠા થયા, તેઓએ પાણી કાઢીને ઈશ્વર આગળ રેડ્યું. તે દિવસે તેઓએ ઉપવાસ કર્યો અને કહ્યું, "અમે ઈશ્વર વિરૂદ્ધ પાપ કર્યું છે." શમુએલે ત્યાં ઇઝરાયલના લોકોની તકરારનો ન્યાય કર્યો અને આગેવાની આપી.
\p
\s5
\v 7 પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલના લોકો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના અધિકારીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી ભયભીત થયા.
\v 8 ત્યારે ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, "આપણા ઈશ્વર આગળ અમારે સારુ વિનંતી કરવાનું પડતું ન મૂક, કે જેથી ઈશ્વર અમને પલિસ્તીઓના હાથમાંથી બચાવે."
\p
\s5
\v 9 શમુએલે ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ ઈશ્વરને કર્યું અને તેણે ઇઝરાયલને સારુ ઈશ્વરની આગળ પોકાર કર્યો અને ઈશ્વરે તેને ઉત્તર આપ્યો.
\p
\s5
\v 10 જે વખતે શમુએલ દહનીયાર્પણ કરતો હતો, એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે ઈશ્વરે પલિસ્તીઓ ઉપર મોટા અવાજ સાથે ગર્જના કરી અને તેઓને ગભરાવી દીધા, તેઓને ઇઝરાયલીઓ આગળથી હાંકી કાઢ્યાં.
\v 11 ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.
\p
\s5
\v 12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, "અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે."
\s5
\v 13 આ રીતે પલિસ્તીઓ પરાજીત થયા, તેઓ ફરીથી ઇઝરાયલની હદમાં આવ્યા નહિ. શમુએલના સર્વ દિવસોમાં ઈશ્વરનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.
\v 14 જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો.
\p
\s5
\v 15 શમુએલે પોતાના આયુષ્યનાં સર્વ દિવસભર ઇઝરાયલનો ન્યાય કર્યો.
\v 16 દર વર્ષે તે બેથેલ, ગિલ્ગાલ, મિસ્પામાં જતો હતો; એ બધે સ્થળે તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો.
\v 17 પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.
\s5
\c 8
\p
\v 1 જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યા.
\v 2 તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેર-શેબામાં ન્યાયાધીશો હતા.
\v 3 તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.
\p
\s5
\v 4 પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.
\v 5 તેઓએ તેને કહ્યું, "જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ."
\p
\s5
\v 6 પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, "અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ." ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.
\v 7 ઈશ્વરે શમુએલને કહ્યું, "લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.
\p
\s5
\v 8 હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.
\v 9 હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે."
\p
\s5
\v 10 જેથી શમુએલે તેને ઈશ્વરે જે કહ્યું તે જેઓ રાજા માંગતા હતા તેઓને જણાવ્યું.
\v 11 તેણે કહ્યું, "જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.
\v 12 તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનવવાના કામે લગાડશે.
\p
\s5
\v 13 તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
\v 14 તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ અને જૈતવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.
\v 15 તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષાવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
\p
\s5
\v 16 તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.
\v 17 તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.
\v 18 તમારા પસંદ કરેલા રાજાને કારણે તમે મને તે દિવસે પોકારશો; પણ ઈશ્વર તે દિવસે તમને ઉત્તર આપશે નહિ."
\p
\s5
\v 19 પણ લોકોએ શમુએલ તરફથી આ બધું સંભાળવાની ના પાડી; તેઓએ કહ્યું, "એમ નહિ! અમારે તો અમારા ઉપર રાજા જોઈએ જ
\v 20 તેથી અમે પણ અન્ય પ્રજાઓના જેવા થઈએ, અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારા યુદ્ધોમાં લડાઈ કરે."
\p
\s5
\v 21 ત્યારે શમુએલે લોકોનાં સર્વ શબ્દો સાંભળીને તેણે ધીમે અવાજે તે ઈશ્વરને કહી સંભળાવ્યા.
\v 22 ઈશ્વરે શમુએલને કહ્યું, "તેઓની વાણી સાંભળ અને તેઓને સારુ રાજા ઠરાવી આપ." તેથી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, "દરેક માણસ પોતપોતાના નગરમાં જાઓ."
\s5
\c 9
\p
\v 1 બિન્યામીનીઓમાંનો એક માણસ હતો. જે પ્રભાવશાળી હતો. તેનું નામ કીશ હતું, તે બિન્યામીનીઓમાંના અફિયાનો દીકરો, બખોરોથનો દીકરો, સરોરનો દીકરો, અબિયેલનો દીકરો હતો.
\v 2 તેને શાઉલ નામનો એક દીકરો હતો, તે જુવાન સુંદર પુરુષ હતો. ઇઝરાયલ લોકોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોથી ઊંચો હતો.
\p
\s5
\v 3 હવે શાઉલના પિતા, કીશના ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, "તું તારી સાથે ચાકરોમાંથી એકને લે; ઊઠ અને જઈને ગધેડાંની શોધ કર."
\v 4 તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઈમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.
\p
\s5
\v 5 તેઓ સૂફ દેશમાં આવ્યા, ત્યારે શાઉલે પોતાનો ચાકર જે તેની સાથે હતો તેને કહ્યું, "ચાલ, આપણે પાછા જઈએ, નહિ તો મારા પિતા ગધેડાંની ચિંતા છોડી દઈને આપણા માટે ચિંતા કરવા લાગશે."
\v 6 પણ ચાકરે તેને કહ્યું, "સાંભળ, આ નગરમાં ઈશ્વરનો એક ભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે; જે કંઈ તે કહે છે તે નિશ્ચે સાચું પડે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ; કદાચ તે આપણને કહી બતાવશે કે કયા માર્ગે આપણે જવું."
\p
\s5
\v 7 ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, "પણ જો આપણે જઈએ, તો તે માણસને માટે આપણે શું લઈ જઈશું? કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે અને ત્યાં ઈશ્વરના માણસને ભેટ આપવા માટે કશું રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?"
\v 8 ચાકરે શાઉલને જવાબ આપીને કહ્યું, "મારી પાસે પા શેકેલ ચાંદી છે તે હું ઈશ્વર ભક્તને આપીશ, કે તે આપણને ક્યા માર્ગે જવું તે જણાવે"
\p
\s5
\v 9 (અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, "ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ." કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા).
\v 10 ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, "તેં ઠીક કહ્યું. ચાલ, આપણે જઈએ." તેથી તેઓ નગરમાં જ્યાં ઈશ્વરભક્ત રહેતો હતો ત્યાં ગયા.
\p
\v 11 જયારે તેઓ નગરમાં જવા સારુ પર્વત ચઢતા હતા, ત્યારે જે પાણી ભરવાને બહાર આવતી યુવતીઓ તેઓને મળી. શાઉલ તથા તેના સેવકે તેઓને પૂછ્યું, "શું પ્રબોધક અહીં છે?"
\s5
\v 12 તેઓએ ઉત્તર આપ્યો, "હા, તે છે; જુઓ, તે તમારી આગળ ગયો છે; હવે વહેલા જાઓ, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે; કારણ કે આજે ઉચ્ચસ્થાને લોકો બલિદાન કરવાના છે.
\v 13 તમે નગરમાં પેસશો કે તરત, ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં તે તમને મળશે. કેમ કે તે આવીને બલિદાનને આશીર્વાદ નહિ દે; ત્યાં સુધી લોકો ખાશે નહિ, પછી જેઓ નોતરેલા છે તેઓ ખાશે. તો હવે જાઓ, તે તમને આ વખતે તરત જ મળશે."
\p
\s5
\v 14 તેઓ નગરમાં ગયા. તેઓ નગરમાં પ્રવેશતા હતા, ત્યારે શમુએલને તેમની તરફ આવતો જોયો, તે ઉચ્ચસ્થાને જતો હતો, ત્યાં તે તેઓને મળ્યો.
\p
\s5
\v 15 હવે શાઉલના આવ્યાના એક દિવસ અગાઉ, ઈશ્વરે શમુએલને જણાવ્યું હતું કે:
\v 16 "કાલે આશરે આ સમયે, બિન્યામીનના વતનમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ, મારા લોક ઇઝરાયલ પર રાજા થવા સારુ તેનો અભિષેક તું કરજે. અને તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકોને છોડાવશે; કેમ કે મારા લોકોનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેઓ પર કૃપાદ્રષ્ટિ કરી છે."
\p
\s5
\v 17 જયારે શમુએલે શાઉલને જોયો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, "જે માણસ વિષે મેં તને કહ્યું હતું કે જે મારા લોક પર અધિકાર ચલાવશે તે આજ છે."
\v 18 ત્યારે શાઉલે શમુએલની નજીક દરવાજા પાસે આવીને કહ્યું, "પ્રબોધકનું ઘર ક્યાં છે એ મને કહે?"
\v 19 શમુએલે શાઉલને ઉત્તર આપીને કહ્યું, હું જ પ્રબોધક છું. મારી અગાઉ ઉચ્ચસ્થાને જાઓ, કેમ કે આજે તમારે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તને જવા દઈશ અને તારા મનમાં જે છે તે સર્વ હું તને કહી બતાવીશ.
\p
\s5
\v 20 વળી તારાં ગધેડાં જે ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયાં હતાં, તેની ચિંતા કરીશ નહિ, કેમ કે તે મળ્યાં છે. અને ઇઝરાયલની સઘળી આશા કોના પર છે? શું તે તારા પર અને તારા પિતાના ઘરના સર્વ પર નથી?"
\v 21 શાઉલે ઉત્તર આપીને કહ્યું, "હું ઇઝરાયલના સૌથી નાના બિન્યામીનીઓના કુળનો નથી? મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી શું? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે?"
\p
\s5
\v 22 શમુએલ શાઉલ તથા તેના ચાકરને, મોટા ખંડમાં લઈ આવ્યો, જેઓને નોતરેલા હતા તેઓ મધ્યે તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા, તેઓ આશરે ત્રીસ માણસ હતા.
\p
\s5
\v 23 શમુએલે રસોઈયાને કહ્યું કે, "જે ભાગ મેં તને આપ્યો તે લાવ અને જે વિષે મેં તને કહ્યું હતું, 'તે બાજુ પર મૂક."'
\v 24 હવે રસોઈયાએ જાંઘ તથા તેના પરનું માંસ જે બલિદાન માટે હતું તે લઈને, શાઉલ આગળ મૂક્યું. પછી શમુએલે કહ્યું, "જો આ તારા માટે રાખી મૂકેલું છે, તે ખા. કેમ કે મેં લોકોને નોતર્યા છે એવું કહીને ઠરાવેલા સમયને માટે તારે સારુ તે રાખી મૂક્યું છે."' એમ તે દિવસે શાઉલ શમુએલ સાથે જમ્યો.
\p
\s5
\v 25 જયારે તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે અગાસી પર તેઓ શાઉલ સાથે આવ્યા અને તેને માટે પલંગ બિછાવ્યો અને તે સૂઈ ગયો.
\v 26 સૂર્યોદયને સમયે એમ થયું કે, શમુએલે શાઉલને અગાસી પર હાંક મારી, "ઊઠ, જેથી હું તને તારા રસ્તે વિદાય કરું." તેથી શાઉલ ઊઠ્યો અને બન્ને એટલે તે તથા શમુએલ શેરીમાં ચાલી નીકળ્યા.
\s5
\v 27 જયારે નગરના છેડા આગળ તેઓ જતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, "ચાકરને કહે કે, તે આપણી આગળ ચાલ્યો જાય અને (ચાકર ચાલ્યો ગયો), પણ તું હમણાં ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું."
\s5
\c 10
\p
\v 1 પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, "શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?
\v 2 આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, "જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, "મારા દીકરા સબંધી હું શું કરું?'"
\p
\s5
\v 3 પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.
\v 4 તેઓ પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, જે તું તેઓના હાથમાંથી લેશે.
\p
\s5
\v 5 ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ડફ, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે.
\v 6 ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે.
\p
\s5
\v 7 હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.
\v 8 તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે."
\p
\s5
\v 9 જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં.
\v 10 જયારે તેઓ પર્વત પાસે આવ્યા, ત્યારે પ્રબોધકોની ટોળી તેને મળી. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના ઉપર આવ્યો અને તેણે તેઓની વચ્ચે પ્રબોધ કર્યો.
\p
\s5
\v 11 જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, "કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?"
\v 12 તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, "તેઓનો પિતા કોણ છે?" આ કારણથી, એવી કહેવત પડી, "શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?"
\v 13 પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો.
\p
\s5
\v 14 ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, "તમે ક્યાં ગયા હતા?" તેણે કહ્યું, "ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા."
\v 15 શાઉલના કાકાએ કહ્યું, "મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?"
\v 16 શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, "તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે." પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ.
\p
\s5
\v 17 હવે શમુએલે લોકોને મિસ્પામાં બોલાવીને ઈશ્વરની આગળ ભેગા કર્યા.
\v 18 તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, "ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: 'હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.'
\p
\v 19 પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, 'અમારા ઉપર તમે રાજા નીમી આપો.' હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ."
\p
\s5
\v 20 તેથી શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને પાસે લાવ્યો તેમાંથી બિન્યામીનનું કુળ માન્ય થયું.
\v 21 પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીનનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ.
\p
\s5
\v 22 તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, "તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?" ઈશ્વરે જવાબ આપ્યો, "તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે."
\v 23 પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો.
\p
\s5
\v 24 પછી શમુએલે લોકોને કહ્યું, "શું ઈશ્વરના પસંદ કરેલા માણસને તમે જુઓ છો? બધા લોકોમાં તેના જેવો કોઈ નથી!" સર્વ લોકોએ પોકાર કર્યો, "રાજા ઘણું જીવો!"
\p
\s5
\v 25 પછી શમુએલે લોકોને રિવાજો તથા રાજનીતિ વિષે કહ્યું, તેને પુસ્તકમાં લખીને ઈશ્વરની આગળ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘરે વિદાય કર્યા.
\p
\s5
\v 26 શાઉલ પણ પોતાને ઘરે ગિબયામાં ગયો. અને જે શૂરવીરોના હૃદયને ઈશ્વરે સ્પર્શ કર્યો હતો તેઓ પણ તેની સાથે ગયા.
\v 27 પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, "આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?" તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.
\s5
\c 11
\p
\v 1 ત્યાર પછી નાહાશ આમ્મોની ગયો અને યાબેશ-ગિલ્યાદને ઘેરી લીધું. યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, "તું અમારી સાથે સુલેહ કર અને અમે તારી તાબેદારી સ્વીકારીશું."
\v 2 નાહાશ આમ્મોનીએ જવાબ આપ્યો, "એક શરતથી હું તમારી સાથે સુલેહ કરીશ કે, તમારા બધાની જમણી આંખો ફોડી નાખવામાં આવે, એ રીતે સર્વ ઇઝરાયલીઓ પર કલંક લગાડું."
\p
\s5
\v 3 પછી યાબેશના વડીલોએ તેને કહ્યું, "અમને માત્ર સાત દિવસ આપ, કે જેથી અમે ઇઝરાયલના સર્વ પ્રદેશમાં સંદેશાવાહકો મોકલીએ. પછી, ત્યાં જો કોઈ અમારો બચાવ કરનાર નહિ હોય, તો અમે તને સોંપાઈ જઈશું."
\p
\s5
\v 4 સંદેશાવાહકો શાઉલના નગર ગિબયામાં આવ્યા અને લોકોના સાંભળતાં એ શબ્દો કહ્યા. તે સાથે સર્વ લોકો ઊંચા અવાજથી રડવા લાગ્યા.
\v 5 શાઉલ ખેતરમાંથી બળદોની પાછળ આવ્યો. શાઉલે કહ્યું, "લોકોની સાથે શું ખોટું બન્યું છે કે તેઓ રડે છે?" તેઓએ શાઉલને યાબેશના માણસોએ જે ધમકીનાં વચનો કહ્યા હતાં તે કહી સંભળાવ્યાં.
\p
\s5
\v 6 તેઓએ જે કહ્યું તે જયારે શાઉલે સાંભળ્યું, ત્યારે ઈશ્વરનો આત્મા સામર્થ્ય સહિત તેના પર આવ્યો અને તે ઘણો ક્રોધાયમાન થયો.
\v 7 તેણે બળદની એક જોડ લઈને તેને કાપીને ટુકડાં કર્યા અને તેઓને સંદેશાવાહકો દ્વારા ઇઝરાયલના સર્વ પ્રદેશોમાં મોકલી આપ્યાં. તેણે કહ્યું, "જે કોઈ શાઉલની પાછળ તથા શમુએલની પાછળ આવશે નહિ તો તેના બળદોના હાલ આવા કરવામાં આવશે." પછી લોકોને ઈશ્વરનો ભય લાગ્યો અને તેઓ એકમતે નીકળી આવ્યા.
\v 8 જયારે તે બેઝેકમાં તેઓની ગણતરી કરવા લાગ્યો, ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ અને યહૂદિયાના માણસો ત્રીસ હજાર થયા.
\p
\s5
\v 9 જે સંદેશાવાહકો આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું, "તમે યાબેશ-ગિલ્યાદના માણસોને એવું કહેજો, 'કાલે, સૂર્યનો તાપ ચઢશે તે સમયે, તમારો બચાવ થશે." તેથી સંદેશાવાહકોએ જઈને યાબેશના માણસોને કહ્યું અને તેઓ આનંદ પામ્યા.
\v 10 પછી યાબેશના માણસોએ નાહાશને કહ્યું, "કાલે અમે તમારે શરણે આવીશું અને તમારી દ્રષ્ટિમાં જે સારું દેખાય તે સર્વ તમે અમને કરજો."
\p
\s5
\v 11 બીજે દિવસે શાઉલે લોકોનાં ત્રણ જૂથ પાડ્યાં. સવારના સમયે તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા, તેઓએ આમ્મોનીઓ પર હુમલો કરીને તડકો ચઢતાં સુધી તેઓને પરાજિત કર્યા. જેઓ બચી રહ્યા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ જગ્યાએ તેઓમાંના બે એકસાથે ભેગા થઈ શકે નહિ.
\p
\s5
\v 12 પછી લોકોએ શમુએલને કહ્યું, "એવું કોણે કહ્યું હતું, 'કે શાઉલ અમારા ઉપર શાસન ન કરે?' એવું કહેનાર માણસોને રજૂ કરો, કે અમે તેઓને મારી નાખીએ"
\v 13 પણ શાઉલે કહ્યું, "ના આ દિવસે કોઈને પણ મારી નાખવાનો નથી, કેમ કે આજે ઈશ્વરે ઇઝરાયલનો ઉદ્ધાર કર્યો છે."
\p
\s5
\v 14 પછી શમુએલે લોકોને કહ્યું, "આવો, આપણે ગિલ્ગાલમાં જઈએ અને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ."
\v 15 પછી સર્વ લોકો ગિલ્ગાલમાં ગયા. અને ત્યાં ઈશ્વરની સમક્ષ શાઉલને રાજા તરીકે નીમ્યો. ત્યાં તેઓએ ઈશ્વરની આગળ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા. અને શાઉલે તથા સર્વ ઇઝરાયલી લોકોએ ઘણો આનંદ કર્યો.
\s5
\c 12
\p
\v 1 શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, "જે વિનંતી તમે મારી આગળ કરી હતી તે મેં સાંભળી છે. અને મેં તમારા પર એક રાજા નીમ્યો છે.
\v 2 જુઓ તે રાજા અહીં છે, તે તમારી આગળ ચાલે છે; હું તો વૃદ્ધ તથા નિસ્તેજ થયો છું; અને મારા દીકરા તમારી સાથે છે. હું મારી યુવાવસ્થાથી આજ દિવસ સુધી તમારી આગળ ચાલ્યો છું.
\p
\s5
\v 3 હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ."
\p
\s5
\v 4 તેઓએ કહ્યું, "તેં અમને ઠગ્યા નથી, અમારા પર જુલમ કર્યો નથી, કોઈ માણસનું કશું ચોર્યું નથી."
\v 5 તેણે તેઓને કહ્યું, "ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી." તેઓએ કહ્યું, "ઈશ્વર સાક્ષી છે."
\p
\s5
\v 6 શમુએલે લોકોને કહ્યું, "મૂસા તથા હારુનને નીમનાર તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર ઈશ્વર છે.
\v 7 હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું.
\p
\s5
\v 8 યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડયા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા.
\v 9 પણ પિતૃઓ પોતાના પ્રભુ ઈશ્વરને વીસરી ગયા; ત્યારે તેમણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં, મોઆબ રાજાના હાથમાં તેઓને વેચી દીધા. તેઓ બધા તમારા પૂર્વજો સામે લડયા.
\p
\s5
\v 10 પૂર્વજોએ ઈશ્વર આગળ રડીને કહ્યું, 'અમે પાપ કર્યું છે, કેમ કે અમે ઈશ્વરને તજીને બાલીમ તથા આશ્તારોથની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો અને અમે તમારી સેવા કરીશું.
\v 11 તેથી ઈશ્વરે યરુબાલ, બદાન, યિફતા, શમુએલને મોકલીને ચારેગમના તમારા શત્રુઓ પર તમને વિજય અપાવ્યો, જેથી તમે સલામત રહો.
\p
\s5
\v 12 જયારે તમે જોયું કે આમ્મોનીઓનો રાજા નાહાશ તમારી પર ચઢી આવ્યો, ત્યારે ઈશ્વર તમારા પ્રભુ, તમારા રાજા હતા તે છતાં તમે મને કહ્યું કે, 'એમ નહી,! પણ અમારા પર એક રાજા અધિકાર ચલાવે.
\v 13 તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, જેને ઈશ્વરે તમારા પર રાજા અભિષિક્ત કર્યો છે, તે અહીં છે.
\p
\s5
\v 14 જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે.
\v 15 પણ જો તમે ઈશ્વરની વાણી સાંભળશો નહિ, પણ ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ કરશો, તો ઈશ્વરનો હાથ તમારી વિરુદ્ધ થશે, જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો.
\p
\s5
\v 16 તો હવે ઊભા રહો અને જે મહાન કૃત્ય તમારી દ્રષ્ટી આગળ ઈશ્વર કરશે તે તમે જુઓ.
\v 17 આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે."
\v 18 તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.
\p
\s5
\v 19 લોકોએ શમુએલને કહ્યું, "તારા સેવકોને સારુ તારા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કર કે, અમે માર્યા ન જઈએ. કેમ કે અમે અમારે સારુ રાજા માગ્યો તેથી અમારા સઘળાં પાપોમાં આ દુષ્ટતાનો ઉમેરો થયો છે."
\v 20 શમુએલે કહ્યું, "બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો.
\v 21 જે નિરર્થક વસ્તુઓ કશો ફાયદો કે બચાવ કરી શકતી નથી, તે નકામી છે તેની પાછળ દોરવાશો નહિ.
\p
\s5
\v 22 કેમ કે ઈશ્વર પોતાના મોટા નામને સારુ, પોતાના લોકોને તજી દેશે નહિ; કેમ કે તમને પોતાના ખાસ લોકો કરવા એ ઈશ્વરને સારું લાગ્યું છે.
\v 23 વળી મારા માટે, એવું ન થાય કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ઈશ્વરની વિરુદ્ધ કરું. પણ હું તમને સાચા તથા ખરા રસ્તે ચાલતા શીખવીશ.
\p
\s5
\v 24 કેવળ ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂર્ણ હૃદયથી તેની સેવા કરો, કેમ કે જે મહાન કૃત્યો તમારે સારુ તેમણે કર્યા છે તેનો તમે વિચાર કરો.
\v 25 પણ જો હજી તમે દુષ્ટતા કર્યા કરશો, તો તમે તમારા રાજા સાથે નાશ પામશો."
\s5
\c 13
\p
\v 1 શાઉલે રાજ્ય કરવા માંડ્યું ત્યારે તે ત્રીસ વર્ષનો હતો; અને તેણે બેતાળીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ્ય કર્યું.
\v 2 તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.
\s5
\v 3 યોનાથાને પલિસ્તીઓનું જે લશ્કર ગેબામાં હતું તેને નષ્ટ કર્યું અને પલિસ્તીઓએ તે વિષે સાંભળ્યું. ત્યારે શાઉલે આખા દેશમાં રણશિંગડું વગાડાવીને, કહાવ્યું, "હિબ્રૂઓ સાંભળો."
\v 4 શાઉલે પલિસ્તીઓનું લશ્કર સંહાર્યું છે તે સર્વ ઇઝરાયલીઓએ સાંભળ્યું. પલિસ્તીઓ ઇઝરાયલને ધિક્કારપાત્ર ગણતા હતા, તેથી ઇઝરાયલી સૈનિકો શાઉલ પાછળ ગિલ્ગાલમાં એકત્ર થયા.
\p
\s5
\v 5 પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયા; તેઓના ત્રીસ હજાર રથો, એ રથને ચલાવી શકે એવા છ હજાર ઘોડેસવારો તથા સમુદ્રની રેતી જેવી વિશાળ સંખ્યામાં લોકોએ બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી કરી.
\p
\s5
\v 6 જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે - (કેમ કે લોકો દુઃખી હતા), ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.
\v 7 હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા. પણ શાઉલ હજી સુધી ગિલ્ગાલમાં હતો, સર્વ લોક ભયભીત થઈને તેની પાછળ ચાલતા હતા.
\p
\s5
\v 8 શમુએલે આપેલા સમય પ્રમાણે શાઉલે સાત દિવસ રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, લોકો શાઉલ પાસેથી વિખેરાઈ જતા હતા.
\v 9 શાઉલે કહ્યું, "દહનીયાર્પણ તથા શાંત્યર્પણ મારી પાસે લાવો." પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું.
\v 10 તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. શાઉલ તેને મળવા તથા આવકારવા માટે બહાર ગયો.
\p
\s5
\v 11 પછી શમુએલે કહ્યું, "તેં શું કર્યું છે?" શાઉલે જવાબ આપ્યો, "જયારે મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે અને નક્કી કરેલ સમયે તું અહીં આવ્યો નહિ તથા પલિસ્તીઓ મિખ્માશ પાસે એકત્ર થયા છે,
\v 12 માટે મેં કહ્યું, 'હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે અને મેં ઈશ્વરની કૃપાની માગણી કરી નથી.' તેથી મેં ના છૂટકે મારી જાતે દહનીયાર્પણ કર્યું છે."
\p
\s5
\v 13 પછી શમુએલે શાઉલને કહ્યું, "તેં આ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તેં તારા પ્રભુ ઈશ્વરે જે આજ્ઞા તને આપી હતી તે પાળી નથી. જો પાળી હોત તો હમણાં ઈશ્વરે ઇઝરાયલ ઉપર તારું રાજ્ય સદાને માટે સ્થાપન કર્યું હોત.
\v 14 પણ હવે તારું રાજ્ય સદા ટકશે નહિ. ઈશ્વરે પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે અને ઈશ્વરે પોતાના લોકો પર રાજા તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે ઈશ્વરે જે આજ્ઞા તને આપી તે તેં પાળી નથી."
\p
\s5
\v 15 પછી શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયામાં ગયો.
\p પછી શાઉલે પોતાની સાથે જે લોકો હતા તેઓની ગણતરી કરી, તેઓ આશરે છસો માણસો હતા.
\v 16 શાઉલ, તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોકો હાજર હતા, તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા. પણ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી.
\p
\s5
\v 17 પલિસ્તીઓની છાવણીમાંથી લૂટારાની ત્રણ ટોળી બહાર નીકળી. એક ટોળી ઓફ્રાથી શૂઆલ દેશ તરફ ગઈ.
\v 18 બીજી ટોળી બેથ-હોરોન તરફ ગઈ અને એક બીજી ટોળી સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તે તરફ ગઈ.
\p
\s5
\v 19 ઇઝરાયલના આખા દેશમાં કોઈ લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓએ કહ્યું હતું, "રખેને હિબ્રૂઓ પોતાને માટે તરવાર કે ભાલા બનાવે."
\v 20 પણ સર્વ ઇઝરાયલી માણસો પોતાતાં હળ, કોદાળીઓ, કુહાડીઓ તથા દાતરડાંની ધારો કાઢવા કે ટીપાવવા માટે પલિસ્તીઓ પાસે જતા.
\v 21 હળની અણી કાઢવાનો, કોદાળીઓ, કુહાડીઓ ટીપાવવાનો ખર્ચ બે ત્રણ શેકેલ હતો અને દાતરડાંની ધારને માટે અને હળ હાંકવાની લાકડીનો ખર્ચ એકાદ શેકેલ હતો.
\p
\s5
\v 22 તેથી લડાઈના દિવસે, જે સર્વ લોકો શાઉલ તથા યોનાથાનની સાથે હતા તેઓના હાથમાં તરવારો કે ભાલા દેખાતા નહોતા; ફક્ત શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતા.
\v 23 પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશ પસાર કરીને આગળ આવી પહોંચ્યું.
\s5
\c 14
\p
\v 1 એક દિવસે, શાઉલના દીકરા યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, "આવ, આપણે પલિસ્તીઓનું લશ્કર જે બીજી તરફ છે ત્યાં જઈએ." પણ તેણે પોતાના પિતાને એ કહ્યું નહિ.
\p
\s5
\v 2 શાઉલ ગિબયાના છેક અંતિમ ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે રોકાયો. આશરે છસો માણસો તેની સાથે હતા,
\v 3 અને શીલોમાં ઈશ્વરના યાજક એલીના દીકરા, ફીનહાસના દીકરા, ઇખાબોદના ભાઈ, અહીટુબના દીકરા અહીયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયો છે તે લોકો જાણતા નહોતા.
\p
\s5
\v 4 યોનાથાન જે રસ્તે થઈને પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની બન્ને બાજુએ ખડકની ભેખડો હતી એક બાજુની ભેખડનું નામ બોસેસ અને બીજીનું નામ સેને હતું.
\v 5 એક ભેખડની હદ ઉત્તરે મિખ્માશ તરફ હતી અને બીજી ભેખડ દક્ષિણે ગેબા તરફ આવેલી હતી.
\p
\s5
\v 6 યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, "આવ, આપણે બેસુન્નતીઓના લશ્કરની છાવણીમાં જઈએ. કદાચ ઈશ્વર આપણા માટે કામ કરશે, કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવામાં ઈશ્વરને કોઈ અવરોધ હોતો નથી."
\v 7 તેના શસ્ત્રવાહકે જવાબ આપ્યો કે, "જે સર્વ તારા મનમાં છે તે કર. આગળ વધ, તારી બધી આજ્ઞાઓ પાળવાને હું તારી સાથે છું."
\p
\s5
\v 8 પછી યોનાથાને કહ્યું, "આપણે તે માણસોની પાસે જઈએ અને આપણે તેમની નજરે પડીએ.
\v 9 જો તેઓ આપણને એમ કહેશે, 'જ્યાં સુધી અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ઊભા રહો' - તો આપણે આપણી જગ્યાએ રહીશું અને તેઓની પાસે નહિ જઈએ.
\v 10 પણ જો તેઓ કહેશે, 'અમારી પાસે ઉપર આવો,' તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે."
\p
\s5
\v 11 તેઓ બન્નેએ પોતાને પલિસ્તીઓના લશ્કરની આગળ જાહેર થવા દીધા. પલિસ્તીઓએ કહ્યું, "જુઓ, જે ગુફાઓમાં હિબ્રૂઓ સંતાઈ રહ્યા હતા તેઓમાંથી તેઓ બહાર નીકળે છે."
\v 12 પછી લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રવાહકને કહ્યું, "અમારી પાસે ઉપર આવો, અમે તમને કંઈક બતાવીએ." યોનાથાને પોતાના શસ્ત્રવાહકને કહ્યું, "મારી પાછળ આવ, કેમ કે ઈશ્વરે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે."
\p
\s5
\v 13 યોનાથાન ઘૂંટણીયે પડીને ઉપર ચઢયો અને તેનો શસ્ત્રવાહક તેની પાછળ પાછળ ગયો. યોનાથાનની આગળ પલિસ્તીઓ માર્યા ગયા અને તેના શસ્ત્રવાહકે કેટલાકની પાછળ પડીને તેઓને માર્યા.
\v 14 એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં યોનાથાને તથા તેના શસ્ત્રવાહકે જેઓની પ્રથમ કતલ કરી તેઓ આશરે વીસ માણસો હતા.
\p
\s5
\v 15 છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રુજારી પ્રસરી ગઈ.
\p
\s5
\v 16 ત્યારે શાઉલના ચોકીદારોએ કે જેઓ બિન્યામીનના ગિબયામાં હતા તેઓએ જોયું; કે પલિસ્તીઓના સૈનિકોનો સમુદાય વિખેરાઈ જતો હતો, તેઓ અહીંતહીં દોડતા હતા.
\v 17 ત્યારે શાઉલે પોતાની સાથે જે લોકો હતા તેઓને કહ્યું, "ગણતરી કરીને જુઓ કે આપણામાંથી કોણ ગુમ થયેલ છે." જયારે તેઓએ ગણતરી કરી ત્યારે યોનાથાન અને તેનો શસ્ત્રવાહક ગુમ થયેલા હતા.
\p
\s5
\v 18 શાઉલે અહિયાને કહ્યું, "ઈશ્વરનો કોશ અહીં લાવ" - કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલના સૈનિકો સાથે અહિયા પાસે હતો.
\v 19 જયારે શાઉલ યાજકની સાથે વાત કરતો હતો, તે દરમ્યાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધતો ને વધતો ગયો. શાઉલે યાજકને કહ્યું, "તારો હાથ પાછો ખેંચી લે."
\p
\s5
\v 20 શાઉલ તથા તેની સાથે જે સર્વ લોકો હતા તેઓ એકત્ર થઈને લડવાને ગયા. દરેક પલિસ્તીની તરવાર પોતાના સાથીની વિરુદ્ધ હતી, ત્યારે શત્રુના સૈન્યમાં ભારે ગૂંચવાડો ઊભો થયો.
\v 21 હવે જે હિબ્રૂઓ અગાઉની પેઠે પલિસ્તીઓ સાથે હતા અને જેઓ તેઓની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ પણ શાઉલ તથા યોનાથાનની સાથેના ઇઝરાયલીઓની સાથે ભળી ગયા.
\p
\s5
\v 22 ઇઝરાયલના જે બધા માણસો એફ્રાઈમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓએ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી રહ્યા છે, ત્યારે તેઓ પણ લડાઈમાં તેઓની પાછળ પડયા.
\v 23 એમ ઈશ્વરે તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો અને લડાઈ બેથ-આવેનથી આગળ વધી.
\p
\s5
\v 24 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થયા હતા કેમ કે શાઉલે લોકોને સોગન દઈને કહ્યું હતું, "સાંજ પડે ત્યાં સુધી અને મારા શત્રુઓ પર મારું વેર વાળું ત્યાં સુધી કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તો તે શાપિત થાઓ," માટે લોકોમાંથી કોઈએ કશું ખાધું નહિ.
\v 25 પછી સર્વ લોક વનમાં આવ્યા અને ત્યાં ભૂમિ ઉપર મધ હતું.
\v 26 લોકોએ વનમાં પ્રવેશ કર્યો ત્યારે, મધ ટપકતું હતું, પણ કોઈએ પોતાના હાથથી મધ લઈને ચાખ્યું નહિ કેમ કે તેઓ સોગનથી બીતા હતા.
\p
\s5
\v 27 પણ યોનાથાનને ખબર ન હતી કે તેના પિતાએ લોકોને સોગન દીધા હતા. તેથી તેણે તો પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો, મધપૂડામાં નાખીને તેને લાગેલું મધ ચાખ્યું. અને તેની આંખોમાં તેજ આવ્યું.
\v 28 અને લોકોમાંથી એક જણે કહ્યું, "તારા પિતાએ લોકોને સોગન આપીને સખત રીતે હુકમ કર્યો છે, 'જે માણસ આજે અન્ન ખાય તે શાપિત થાય.' તે સમયે લોકો નિર્બળ થઈ ગયા હતા."
\p
\s5
\v 29 ત્યારે યોનાથાને કહ્યું, "મારા પિતાએ દેશને હેરાન કર્યો છે. જો મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે કેમ કે મેં થોડું મધ ચાખ્યું છે,
\v 30 જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી ભરપેટ ખાધું હોત, તો કેટલો વધારે ફાયદો થાત? કેમ કે તેથી તો હાલ પલિસ્તીઓમાં જે કતલ થઈ છે તેના કરતાં પણ ઘણી ભારે કતલ થઈ હોત."
\p
\s5
\v 31 અને તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓ પર હુમલો કરતા ગયા. પરંતુ લોકો ઘણાં નિર્બળ થયા.
\v 32 તેથી લોકો લૂંટ પર તૂટી પડ્યા અને ઘેટાં, બળદો અને વાછરડા લઈને, ભૂમિ ઉપર તેઓનો વધ કર્યો. લોકો લોહી સાથે તે ખાવા લાગ્યા.
\p
\s5
\v 33 ત્યારે તેઓએ શાઉલને કહ્યું, "જો, લોકો રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે." શાઉલે કહ્યું, "તમે ઉલ્લંઘન કર્યું છે. હવે, એક મોટો પથ્થર ગબડાવીને મારી પાસે લાવો."
\v 34 શાઉલે કહ્યું, "તમે લોકો મધ્યે જાઓ, તેઓને કહો, 'દરેક માણસ પોતાનો બળદ, પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, અહીં તેઓને કાપે અને ખાય. પણ તમે રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરશો નહિ.'" અને તેઓમાંના દરેક માણસે એ રાત્રે પોતપોતાના બળદ લાવીને તેઓને ત્યાં કાપ્યા.
\p
\s5
\v 35 શાઉલે ઈશ્વરને માટે વેદી બાંધી, એ તેણે ઈશ્વરને માટે બાંધેલી પ્રથમ વેદી હતી.
\p
\s5
\v 36 પછી શાઉલે કહ્યું, "ચાલો આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ અને સવાર સુધી તેઓને લૂંટીએ; તેઓમાંના એક પણ માણસને જીવતો રહેવા ન દઈએ." તેઓએ કહ્યું, "જે કંઈ તને સારું લાગે તે કર." પણ યાજકે કહ્યું કે, "ચાલો આપણે અહીં ઈશ્વરની સમક્ષ એકત્ર થઈએ."
\v 37 શાઉલે ઈશ્વર પાસે સલાહ માગી, "શું હું પલિસ્તીઓની પાછળ પડું? શું તમે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપશો?" પણ ઈશ્વરે તે દિવસે કંઈ ઉત્તર આપ્યો નહિ.
\p
\s5
\v 38 પછી શાઉલે કહ્યું, "અહીં આવો, સર્વ લોકોના આગેવાનો તમે અહીં આવો; જુઓ અને જાણો કે આજે આ પાપ કયા કારણથી થયું છે?
\v 39 કેમ કે, ઇઝરાયલને બચાવનાર ઈશ્વર જે જીવે છે તેમના સમ દઈને કહું છું જો તે મારો દીકરો યોનાથાન હશે તો પણ, તે નક્કી માર્યો જશે." પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.
\p
\s5
\v 40 ત્યારે શાઉલે સર્વ ઇઝરાયલને કહ્યું, "તમે એક બાજુએ રહો, હું અને મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ." લોકોએ શાઉલને કહ્યું, "જે તને સારું લાગે તે કર."
\v 41 એ માટે શાઉલે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને કહ્યું, "અમારા દોષો જણાવો." ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા, પણ પસંદ કરાયેલા લોક બચી ગયા.
\v 42 પછી શાઉલે કહ્યું, "મારી અને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. "ત્યારે ચિઠ્ઠી દ્વારા યોનાથાન પકડાયો.
\p
\s5
\v 43 ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, "તેં શું કર્યું છે તે મને કહે." યોનાથાને તેને કહ્યું કે, "મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે. હું અહી છું; મારે મરવું પડે એમ છે."
\v 44 શાઉલે કહ્યું, "ઈશ્વર એવું અને એથી વધારે મને કરો, યોનાથાન તું નિશ્ચે મરશે."
\p
\s5
\v 45 લોકોએ શાઉલને કહ્યું, "શું યોનાથાન કે જેણે ઇઝરાયલને મોટો વિજય અપાવ્યો છે તે મરશે? એવું ન થાઓ! જીવંત ઈશ્વરના સમ, તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી, કેમ કે તેણે આજે ઈશ્વરની સહાયથી જ આ કામ કર્યું છે." એમ લોકોએ યોનાથાનને બચાવ્યો તેથી તે મરણ પામ્યો નહિ.
\v 46 પછી શાઉલે પલિસ્તીઓની પાછળ પડવાનું બંધ કર્યું અને પલિસ્તીઓ પોતાને સ્થળે ગયા.
\p
\s5
\v 47 જયારે શાઉલ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત થયો ત્યાર પછી તે તેની આજુબાજુનાં સર્વ શત્રુઓની એટલે મોઆબની વિરુદ્ધ, આમ્મોનીઓની વિરુદ્ધ, અદોમની વિરુદ્ધ, સોબાના રાજાઓની વિરુદ્ધ તથા પલિસ્તીઓની વિરુદ્ધ લડયો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.
\v 48 તેણે બહાદુરીથી અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલ લોકોને લૂંટારાઓના હાથમાંથી બચાવ્યા.
\p
\s5
\v 49 યોનાથાન, યિશ્વી અને માલકીશુઆ શાઉલના દીકરા હતા. તેની બે દીકરીઓનાં નામ આ હતાં એટલે મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ.
\v 50 શાઉલની પત્નીનું નામ અહિનોઆમ હતું; તે અહિમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર હતું, તે શાઉલના કાકા નેરનો દીકરો હતો.
\v 51 કીશ શાઉલનો પિતા હતો; અને આબ્નેરનો પિતા નેર, એ અબિયેલનો દીકરો હતો.
\p
\s5
\v 52 શાઉલના આયુષ્યભર પલિસ્તીઓ સાથે સખત યુદ્ધ ચાલ્યા કર્યું. જયારે પરાક્રમી કે કોઈ બહાદુર માણસ શાઉલના જોવામાં આવતો, ત્યારે તે તેને પોતાની પાસે રાખી લેતો હતો.
\s5
\c 15
\p
\v 1 શમુએલે શાઉલને કહ્યું કે, "ઈશ્વર પોતાના લોક એટલે ઇઝરાયલ ઉપર રાજા થવા સારુ તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો. માટે હવે ઈશ્વરની વાણી સાંભળ.
\v 2 સૈન્યોના ઈશ્વર એમ કહે છે કે, 'અમાલેકે જયારે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતા જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.
\v 3 હવે તું જઈને અમાલેકને તથા તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા કરીશ નહિ, પણ પુરુષ તથા સ્ત્રી, મોટાં અને નાનાં બાળકો, બળદ અને ઘેટાં, ઊંટ અને ગધેડાં, એ સર્વને મારી નાખ.'"
\p
\s5
\v 4 શાઉલે લોકોને બોલાવીને ટલાઈમ નગરમાં તેઓની ગણતરી કરી: તો બે લાખ પાયદળ અને યહૂદિયાના દસ હજાર માણસો થયા હતા.
\v 5 શાઉલ અમાલેકના નગર પાસે જઈને ખીણમાં સંતાઈ રહ્યો.
\p
\s5
\v 6 ત્યારે શાઉલે કેનીઓને કહ્યું કે, "જાઓ, પ્રયાણ કરો, અમાલેકીઓની વચ્ચેથી બહાર નીકળી પડો, તેથી તેઓની સાથે તમારો નાશ હું ન કરું. કેમ કે તમે ઇઝરાયલના સર્વ લોકો સાથે જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે માયાળુપણે વર્ત્યા હતા." તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા.
\v 7 ત્યારે શાઉલે હવીલાથી તે મિસરની પૂર્વ બાજુ શૂર સુધી હુમલો કરીને અમાલેકીઓનો સંહાર કર્યો.
\p
\s5
\v 8 અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો; તેણે બધા જ લોકોનો તરવારની ધારથી સંપૂર્ણ નાશ કર્યો.
\v 9 પણ શાઉલે તથા લોકોએ અગાગનો તથા તેના ઘેટાં, બળદો તથા પુષ્ટ જાનવરો, હલવાનોમાંથી ઉત્તમ તથા સર્વ સારી વસ્તુઓનો તેઓએ નાશ કર્યો નહિ. પ્રત્યેક નકામી અને ધિક્કારપાત્ર વસ્તુઓનો સંપૂર્ણ નાશ કર્યો.
\p
\s5
\v 10 ત્યારે ઈશ્વરનું વચન શમુએલની પાસે એવું આવ્યું,
\v 11 "શાઉલને રાજા ઠરાવ્યો છે તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મારી પાછળ ચાલવાનું મૂકી દઈને તે પાછો ફરી ગયો છે અને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી." શમુએલને ગુસ્સો આવ્યો તેણે આખી રાત ઈશ્વરની આગળ રડીને વિનંતી કરી.
\s5
\v 12 સવારે શાઉલને મળવાને શમુએલ વહેલો ઊઠ્યો. શમુએલને કહેવામાં આવ્યું, "શાઉલ કાર્મેલમાં આવ્યો છે. તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને નીચે ગિલ્ગાલમાં ગયો છે."
\v 13 શમુએલ શાઉલ પાસે આવ્યો. શાઉલે તેને કહ્યું, "ઈશ્વર તને આશીર્વાદ આપો! મેં ઈશ્વરની આજ્ઞા પૂરે પૂરી પાળી છે."
\p
\s5
\v 14 શમુએલે કહ્યું, "ત્યારે ઘેટાંના જે અવાજ મારે કાને પડે છે તે શું છે? બળદોનું બરાડવું જે હું સાંભળું છું, તે શું છે?"
\v 15 શાઉલે કહ્યું કે, "તેઓને તેઓ અમાલેકીઓ પાસેથી લાવ્યા છે. લોકોએ ઉત્તમ ઘેટાં અને બળદો, તમારા પ્રભુ ઈશ્વર આગળ યજ્ઞ કરવા રાખ્યાં છે, બાકીનાઓનો અમે સંપૂર્ણ નાશ કર્યો છે."
\v 16 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, "ઊભો રહે, આજે રાત્રે ઈશ્વરે મને જે કહ્યું છે તે હું તને કહું, શાઉલે તેને કહ્યું, "કહે!"
\p
\s5
\v 17 શમુએલે કહ્યું, "તું પોતાની દ્રષ્ટિમાં જૂજ જેવો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળો પર મુખ્ય બનાવ્યો નહોતો શું? અને ઈશ્વરે તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો;
\v 18 ઈશ્વરે તને તારા માર્ગે મોકલીને કહ્યું, 'જા, તે પાપી અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર, તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.'
\v 19 તો ઈશ્વરની વાણી તેં કેમ માની નહિ? તેં લૂંટ પર કબજો કર્યો અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે શા માટે કર્યું?"
\p
\s5
\v 20 શાઉલે શમુએલને કહ્યું, "મેં ઈશ્વરની વાણી માની છે, જે માર્ગે ઈશ્વરે મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. મેં અમાલેકના રાજા અગાગને પકડ્યો છે અને અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર્યો છે.
\v 21 પણ લોકોએ લૂંટમાંથી થોડો ભાગ લીધો જેમ કે નાશનિર્મિત વસ્તુઓમાંથી-ઉતમ ઘેટાં તથા બળદો પ્રભુ ઈશ્વરની આગળ ગિલ્ગાલમાં બલિદાન કરવા સારુ લીધાં છે."
\p
\s5
\v 22 શમુએલે કહ્યું કે, "શું ઈશ્વર પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલા રાજી થાય છે, તેટલાં દહનીયાર્પણો તથા બલિદાનોથી થાય છે શું? બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે.
\v 23 કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે."
\p
\s5
\v 24 શાઉલે શમુએલને કહ્યું, "મેં પાપ કર્યું છે; કેમ કે મેં ઈશ્વરની આજ્ઞા તથા તારી વાતોનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે મેં લોકોથી બીને તેઓની વાણી સાંભળી.
\v 25 તો હવે, કૃપા કરી મારા પાપની ક્ષમા કર, મારી સાથે પાછો ચાલ, કે હું ઈશ્વરની સ્તુતિ કરું."
\p
\s5
\v 26 શમુએલે શાઉલને કહ્યું કે, "હું પાછો ફરીને તારી સાથે નહિ આવું; કેમ કે તેં ઈશ્વરનો શબ્દ નકાર્યો છે. અને ઈશ્વરે તને ઇઝરાયલ ઉપર રાજા બનવાથી નકાર્યો છે."
\v 27 પછી શમુએલે જતા રહેવા માટે પીઠ ફેરવી, ત્યારે શાઉલે તેને ન જવા દેવા માટે તેના ઝભ્ભાની કોર પકડી અને તે ફાટી ગઈ.
\p
\s5
\v 28 શમુએલે તેને કહ્યું કે, "ઈશ્વરે આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારો પડોશી, જે તારા કરતાં સારો છે તેને આપ્યું છે.
\v 29 અને વળી, જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ અને પોતાનો નિર્ણય બદલશે નહિ, કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે."
\p
\s5
\v 30 ત્યારે શાઉલે કહ્યું, "મેં પાપ કર્યું છે. પણ કૃપા કરી હાલ મારા લોકોના વડીલો આગળ અને ઇઝરાયલ આગળ મારું માન રાખ, ફરીથી મારી સાથે પાછો આવ જેથી મારા પ્રભુ ઈશ્વરની સ્તુતિ હું કરું."
\v 31 તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો અને શાઉલે ઈશ્વરની સ્તુતિ કરી.
\p
\s5
\v 32 ત્યારે શમુએલે કહ્યું, "અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો." અગાગ તેની પાસે ખુશીથી આવ્યો અને તેણે કહ્યું, "નિશ્ચે મરણની વેદના વીતી ગઈ છે."
\v 33 શમુએલે કહ્યું, "જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માતા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે." ત્યારે શમુએલે ગિલ્ગાલમાં ઈશ્વરની આગળ અગાગને કાપીને ટુકડે ટુકડાં કર્યા.
\p
\s5
\v 34 ત્યારબાદ શમુએલ રામામાં ગયો, શાઉલ પોતાને ઘરે ગિબયામાં ગયો.
\v 35 શમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી જોયો નહિ, તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે ઈશ્વરને અનુતાપ થયો.
\s5
\c 16
\p
\v 1 ઈશ્વરે શમુએલને કહ્યું કે, "ક્યાં સુધી તું શાઉલને માટે શોક કરશે? મેં તેને ઇઝરાયલનાં રાજ્પદેથી નકાર્યો છે. તારું શિંગ તેલથી ભરીને જા. હું તને યિશાઈ બેથેલેહેમી પાસે મોકલુ છું. કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારુ રાજા થવા નિર્માણ કરી રાખ્યો છે."
\p
\s5
\v 2 શમુએલે કહ્યું, "મારાથી કેવી રીતે જવાય? જો શાઉલ જાણી જાય તો તે મને મારી નાખશે." ઈશ્વરે કહ્યું, "તારી સાથે એક વાછરડી લે અને કહે કે, હું ઈશ્વરના માટે બલિદાન કરવા સારુ આવ્યો છું.'
\v 3 યિશાઈને યજ્ઞ કરવા બોલાવજે અને તારે શું કરવું તે હું તને બતાવીશ. હું જેનું નામ તને કહું તેનો મારે સારુ અભિષેક કરજે."
\p
\s5
\v 4 ઈશ્વરનાં કહ્યા પ્રમાણે શમુએલ બેથલેહેમ ગયો. નગરના વડીલો જયારે તેને મળવા આવ્યા ત્યારે તેઓએ ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું, "શું તું સલાહશાંતિપૂર્વક આવ્યો છે?"
\v 5 તેણે કહ્યું," હા સલાહશાંતિપૂર્વક; હું ઈશ્વરને યજ્ઞાર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો." અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પવિત્ર કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.
\p
\s5
\v 6 જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે અલિયાબની તરફ જોઈને મનમાં પોતાને કહ્યું કે નિશ્ચે ઈશ્વરનો અભિષિક્ત તેની સંમુખ તે જ છે.
\v 7 પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, "તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે."
\p
\s5
\v 8 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, "ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી."
\v 9 પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, "ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી."
\v 10 એ પ્રમાણે યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલ આગળ રજુ કર્યા. પરંતુ શમુએલે યિશાઈને કહ્યું, "ઈશ્વરે આમાંથી કોઈને પણ પસંદ કર્યો નથી."
\p
\s5
\v 11 પછી શમુએલે યિશાઈને કહ્યું, "શું તારા સર્વ દીકરાઓ અહીં છે?" તેણે જવાબ આપ્યો, "હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે." શમુએલે યિશાઈને કહ્યું," માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ."
\v 12 યિશાઈએ માણસો મોકલ્યા અને તેઓ તેને તેડી લાવ્યા. તે રક્તવર્ણો હતો. તે દેખાવડો હતો. તેની આંખો સુંદર હતી. ઈશ્વરે કહ્યું, "ઊઠીને, તેનો અભિષેક કર; કેમ કે તે એ જ છે."
\p
\s5
\v 13 પછી શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા દાઉદ ઉપર પરાક્રમ સહિત આવ્યો. પછી શમુએલ રામામાં પરત ગયો.
\p
\s5
\v 14 હવે ઈશ્વરનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો અને ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.
\v 15 શાઉલના દાસોએ તેને કહ્યું, "જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે.
\v 16 અમારા સ્વામીએ પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે."
\p
\s5
\v 17 શાઉલે પોતાના દાસોને કહ્યું, "મારા માટે એક સારા વિણાવાદકને શોધીને તેને મારી પાસે લાવો."
\v 18 પછી જુવાન માણસોમાંથી એક જણે જવાબ આપ્યો અને કહ્યું, "મેં યિશાઈ બેથલેહેમીના દીકરાને જોયો છે, તે વગાડવામાં કુશળ, બળવાન, હિંમતવાન છે. વળી તે લડવૈયો, બોલવામાં સમજદાર તથા રૂપાળો માણસ છે; અને ઈશ્વર તેની સાથે છે."
\v 19 તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, "તારો દીકરો દાઉદ જે ઘેટાંની સાથે છે તેને મારી પાસે મોકલ."
\p
\s5
\v 20 તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.
\v 21 દાઉદ શાઉલ પાસે આવ્યો અને તેની સંમુખ ઊભો રહ્યો. શાઉલને તેના પર ઘણી પ્રીતિ ઊપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો.
\p
\s5
\v 22 શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, "દાઉદને મારી હજૂરમાં ઉપસ્થિત રહેવા દે, કેમ કે મારી દૃષ્ટિમાં તે કૃપા પામ્યો છે."
\v 23 ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.
\s5
\c 17
\p
\v 1 હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.
\p
\s5
\v 2 શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
\v 3 પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા.
\p
\s5
\v 4 ત્યારે એક બળવાન માણસ પલિસ્તીઓની છાવણીમાંથી બહાર આવ્યો, તેનું નામ ગોલ્યાથ હતું. તે ગાથનો હતો, તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત હતી.
\v 5 તેના માથા ઉપર પિત્તળનો ટોપ હતો અને તેણે બખતર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલ જેટલું હતું.
\p
\s5
\v 6 તેના પગે ઘૂંટણથી નીચે પિત્તળના બખ્તરો હતા અને તેના ખભા વચ્ચે પિત્તળની બરછી હતી.
\v 7 તેના ભાલાનો દાંડો સાળના રોલર જેવો હતો. તેના ભાલાનું વજન લોઢાના છસો શેકેલ જેટલું હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો.
\p
\s5
\v 8 તેણે ઊભા રહિને ઇઝરાયલના સૈન્યોને હાંક મારી, "શા માટે તમે યુદ્ધનો વ્યૂહ રચવાને બહાર આવ્યા છો? શું હું પલિસ્તી નથી અને તમે શાઉલના ચાકરો નથી? તમે પોતાને સારુ એક માણસ પસંદ કરો અને તે મારી સામે ઊતરી આવે.
\v 9 જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી."
\p
\s5
\v 10 ફરીથી ગોલ્યાથે કહ્યું, "હું આજે ઇઝરાયલના સૈન્યોનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે સાથે મળીને લડાઈ કરીએ."
\v 11 જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા.
\p
\s5
\v 12 હવે દાઉદ બેથલેહેમ-યહૂદિયાના એફ્રાથી માણસ યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. શાઉલના દિવસોમાં યિશાઈ વૃદ્ધ અને પુખ્ત ઉંમરનો ગણાતો હતો.
\v 13 યિશાઈના ત્રણ મોટા દીકરાઓ યુદ્ધ માટે શાઉલની સાથે ગયા. તેના ત્રણ દીકરા જે યુદ્ધમાં ગયા હતા તેઓમાંના નામો આ હતાં જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું શામ્મા હતું.
\p
\s5
\v 14 દાઉદ સૌથી નાનો હતો. તે ત્રણ મોટા દીકરાઓ શાઉલની આગેવાની હેઠળ યુદ્ધમાં હતા.
\v 15 દાઉદ પોતાના પિતાનાં ઘેટાંને ચરાવવાને માટે શાઉલ પાસેથી બેથલેહેમમાં આવ જા કરતો હતો.
\v 16 ચાળીસ દિવસો સુધી પેલો પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને સામે ખડો થતો હતો.
\p
\s5
\v 17 યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, "તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા.
\v 18 આ ઉપરાંત દસ પનીર તેઓના સહસ્ત્રાધિપતિ માટે લઈ જઈને આપજે. તારા ભાઈઓ કેમ છે તે જોજે અને તેઓ મજામાં છે કે નહિ તેની ખબર લઈને આવજે."
\p
\s5
\v 19 તેના ભાઈઓ, શાઉલ તથા સર્વ ઇઝરાયલ માણસો એલાની ખીણમાં, પલિસ્તીઓ સાથે લડતા હતા."
\v 20 દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુધ્ધને સારું લલકાર આપી રહ્યું હતું.
\v 21 અને ઇઝરાયલ તથા પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોનો વ્યૂહ સામ સામે રચ્યો હતો.
\p
\s5
\v 22 દાઉદ પોતાના સામાનને સાચવનારના હાથમાં સોંપીને સૈન્ય તરફ દોડયો અને ત્યાં પહોંચીને તેણે પોતાના ભાઈઓની મુલાકાત કરી.
\v 23 તે તેઓની સાથે વાત કરતો હતો, એટલામાં પેલો બળવાન માણસ, ગાથનો પલિસ્તી ગોલ્યાથ, પલિસ્તીઓના સૈન્યમાંથી આગળ આવીને અગાઉના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યાં.
\v 24 જયારે ઇઝરાયલના સર્વ માણસોએ તે માણસને જોયો, ત્યારે તેઓ તેની આગળથી જતા રહ્યા અને ઘણાં ભયભીત થયા.
\p
\s5
\v 25 ઇઝરાયલના માણસોએ કહ્યું, "આ જે માણસ આગળ આવે છે તેને તમે જોયો છે? તે ઇઝરાયલનો તિરસ્કાર કરવા આવ્યો છે. અને જે માણસ તેને મારી નાખશે તેને રાજા ઘણાં દ્રવ્યથી દ્રવ્યવાન કરશે, તે પોતાની દીકરી સાથે તેનાં લગ્ન કરાવી આપશે, તેના પિતાના ઘરને ઇઝરાયલ મધ્યે સ્વતંત્ર કરશે."
\p
\s5
\v 26 દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, "જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?"
\v 27 પછી લોકોએ તેને કહ્યું કે, "જે માણસ તેને મારી નાખશે તેને રાજા દ્રવ્ય આપશે. તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. તે તેના ઘરને ખાસ દરજ્જો આપશે."
\p
\s5
\v 28 તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, "તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે."
\v 29 દાઉદે કહ્યું, "મેં ખોટું શું કર્યું છે? શું હું વિના કારણે બોલું છું?"
\v 30 તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તેને તે જ પ્રમાણે કહ્યું. લોકોએ ફરીથી તેને અગાઉના જેવો જ જવાબ આપ્યો.
\p
\s5
\v 31 જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને સૈનિકોએ શાઉલની આગળ તેને કહીં સંભળાવ્યા. તેથી શાઉલે દાઉદને તેડાવ્યો.
\v 32 દાઉદે શાઉલને કહ્યું, "કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે."
\v 33 શાઉલે દાઉદને કહ્યું, "તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે."
\p
\s5
\v 34 દાઉદે શાઉલને કહ્યું, "તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે,
\v 35 ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો.
\p
\s5
\v 36 તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે."
\p
\s5
\v 37 દાઉદે કહ્યું, "જે ઈશ્વરે મને સિંહના પંજામાંથી અને રીંછના પંજામાંથી બચાવ્યો હતો. તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે." પછી શાઉલે દાઉદને કહ્યું, "જા, ઈશ્વર તારી સાથે રહો."
\v 38 શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું. તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને તેણે તેને કવચ પહેરાવ્યું.
\p
\s5
\v 39 દાઉદે પોતાની તલવાર બખતર ઉપર બાંધી. પણ તેનાથી ચાલી શકાયું નહિ, કેમ કે તેને તે પહેરીને ચાલવાનો મહાવરો ન હતો. પછી દાઉદે શાઉલને કહ્યું, "હું આ પહેરીને લડાઈ માટે બહાર જઈ શકતો નથી, કેમ કે મેં બખતર પહેરીને લડાઈનો અનુભવ કર્યો નથી." તેથી દાઉદે પોતાના શરીર ઉપરથી તે ઉતારી મૂક્યું."
\v 40 તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળામાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો.
\p
\s5
\v 41 પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો.
\v 42 જયારે તે પલિસ્તીએ આજુ બાજુ જોઈને દાઉદને જોયો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો. કેમ કે તે ફક્ત જુવાન, રક્તવર્ણો તથા દેખાવમાં સુંદર હતો.
\v 43 પછી તે પલિસ્તીએ દાઉદને કહ્યું, "શું હું કૂતરો છું કે, તું લાકડીઓ લઈને મારી સામે આવ્યો છે?" અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.
\p
\s5
\v 44 તે પલિસ્તીએ દાઉદને કહ્યું, "મારી પાસે આવ અને હું તારું માંસ આકાશનાં પક્ષીઓને તથા વનચર પશુઓને આપું."
\v 45 દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, "તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.
\p
\s5
\v 46 આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે,
\v 47 અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે."
\p
\s5
\v 48 જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો.
\v 49 દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.
\p
\s5
\v 50 દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી.
\v 51 પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મિયાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા.
\p
\s5
\v 52 પછી ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને એક્રોનના દરવાજા સુધી અને ખીણ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગ ઉપર ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડયા.
\v 53 ઇઝરાયલના લોકોએ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને તેઓની છાવણી લૂંટી.
\v 54 દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.
\p
\s5
\v 55 જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, "આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?" આબ્નેરે કહેલું કે, "તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી."
\v 56 પછી રાજાએ કહ્યું, "જે કોઈ જાણતો હોય તેઓને પૂછ કે આ યુવાન કોનો દીકરો છે.?"
\p
\s5
\v 57 જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું.
\v 58 શાઉલે તેને કહ્યું, "ઓ જુવાન, તું કોનો દીકરો છે?" અને દાઉદે જવાબ આપ્યો, "હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું."
\s5
\c 18
\p
\v 1 જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.
\v 2 શાઉલે તે દિવસથી દાઉદને પોતાની સેવા માટે રાખ્યો; તેને તેના પિતાને ઘરે જવા દીધો નહિ.
\p
\s5
\v 3 પછી યોનાથાને તથા દાઉદે મિત્રતાના કોલકરાર કર્યા યોનાથાન તેના પર પોતાના જીવના જેવો પ્રેમ કરતો હતો.
\v 4 જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી ઉતારીને દાઉદને આપ્યો. પોતાનું કવચ તથા, તરવાર, ધનુષ્ય, અને કમરબંધ પણ આપ્યાં.
\p
\s5
\v 5 જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે જતો અને તે સફળ થતો. શાઉલે તેને સૈનિકો પર સરદાર તરીકે નીમ્યો. એ સર્વ લોકની નજરમાં તથા શાઉલના ચાકરોની નજરમાં પણ સારુ લાગ્યું.
\p
\s5
\v 6 જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ડફ સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી.
\v 7 તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: "શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે."
\s5
\v 8 તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, "તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?"
\v 9 તે દિવસથી શાઉલ દાઉદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો.
\p
\s5
\v 10 બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.
\v 11 શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઈરાદો હતો કે, "તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે." પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો.
\v 12 શાઉલ દાઉદથી બીતો હતો, કારણ કે ઈશ્વર તેની સાથે હતા, પણ શાઉલની પાસેથી તો તે દૂર થઈ ગયા હતા.
\p
\s5
\v 13 માટે શાઉલે તેને પોતાની અંગત સેવામાંથી દૂર કરીને તેને પોતાના લશ્કરમાં હજાર સૈનિકોનો સેનાપતિ બનાવ્યો. આ પ્રમાણે તે લોકોને બહાર લઈ જતો અને પાછા લાવતો.
\v 14 દાઉદ પોતાના સર્વ કાર્યો ડહાપણપૂર્વક કરતો હતો. ઈશ્વર તેની સાથે હતા.
\p
\s5
\v 15 જયારે શાઉલે જોયું કે તે ઘણો સફળ થાય છે, એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી.
\v 16 સર્વ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો દાઉદ પર પ્રેમ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો અને તેમને પાછા લાવતો હતો.
\p
\s5
\v 17 શાઉલે દાઉદને કહ્યું, "જો અહીં મારી મોટી દીકરી મેરાબ છે. તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. એટલું જ કે તું મારે સારુ બળવાન થા, ઈશ્વરની લડાઈઓ લડ." કેમ કે શાઉલે મનમાં વિચાર્યું, "મારો હાથ એના પર ન પડે, પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે."
\v 18 દાઉદે શાઉલને કહ્યું, "હું કોણ છું, મારું જીવન શું છે, ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં?"
\p
\s5
\v 19 હવે શાઉલે પોતાની દીકરી મેરાબ, દાઉદને આપવાની હતી, તેને બદલે તેણે તેને આદ્રિયેલ મહોલાથીની પત્ની તરીકે આપી.
\p
\s5
\v 20 પણ શાઉલની દીકરી મિખાલ, દાઉદને પ્રેમ કરવા લાગી હતી. તેઓએ શાઉલને કહ્યું, ત્યારે તે વાત તેને સારી લાગી.
\v 21 ત્યારે શાઉલે વિચાર્યું, "હું મિખાલ તેને આપીશ, કે તે તેને ફાંદારૂપ થાય, પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય. "તે માટે શાઉલે દાઉદને બીજીવાર કહ્યું, "તું મારો જમાઈ થશે."
\p
\s5
\v 22 શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, 'દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, 'જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા."'
\p
\s5
\v 23 શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા. દાઉદે કહ્યું, હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું." છતાં હું રાજાનો જમાઈ થાઉં એ વાત તમને નજીવી લાગે છે?"'
\v 24 શાઉલના ચાકરોએ દાઉદ જે બોલ્યો હતો તે વિષે શાઉલને જાણ કરી.
\p
\s5
\v 25 અને શાઉલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું, 'રાજાને કશા પલ્લાની જરૂર નથી. રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે કેવળ પલિસ્તીઓનાં સો અગ્રચર્મ જોઈએ છે."' આવું કહેવામાં શાઉલનો બદઈરાદો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.
\v 26 હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું.
\p
\s5
\v 27 તે દિવસો પૂરા થયા પહેલા દાઉદ પોતાના માણસોને લઈને ગયો. તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેઓનાં અગ્રચર્મ લાવ્યો, અને તેઓએ તે રાજાને પૂરેપૂરાં ગણી આપ્યાં, કે જેથી તે રાજાનો જમાઈ થાય. તેથી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની પત્ની થવા માટે આપી.
\v 28 અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો.
\v 29 શાઉલને દાઉદનો વધારે ભય લાગ્યો. શાઉલ હંમેશ દાઉદનો વેરી રહ્યો.
\s5
\v 30 ત્યાર પછી પલિસ્તીઓના રાજકુમારો લડાઈને માટે બહાર નીકળ્યા, તેઓ જેટલી વખત બહાર નીકળતા તેટલી વખત, દાઉદ શાઉલના સર્વ ચાકરો કરતાં વધારે સફળ થતો, તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.
\s5
\c 19
\p
\v 1 શાઉલે તેના દીકરા યોનાથાનને તથા તેના સર્વ નોકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ યોનાથાન, તો દાઉદ પર પ્રસન્ન હતો.
\v 2 તેથી યોનાથાને દાઉદને કહ્યું, "મારો પિતા શાઉલ તને મારી નાખવા શોધે છે. માટે કૃપા કરીને તું સવારમાં સાવચેત થઈને કોઈ ગુપ્ત જગ્યામાં સંતાઈ રહેજે.
\v 3 હું બહાર નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ અને મારા પિતાની સાથે તારા વિષે વાત કરીશ. જો હું કંઈ જોઈશ તો તને ખબર આપીશ."
\p
\s5
\v 4 યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં તેને કહ્યું, "રાજા પોતાના ચાકર દાઉદની વિરુદ્ધ પાપ ન કરે; કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, તારી પ્રત્યે ઘણાં સારાં કામો કર્યા છે;
\v 5 તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને બળવાન પલિસ્તીઓને માર્યા અને ઈશ્વરે સર્વ ઇઝરાયલને માટે મોટો વિજય મેળવ્યો. તે તમે જોયું અને હર્ષ પામ્યા. ત્યારે કારણ વગર દાઉદને મારી નાખીને નિર્દોષ લોહી વહેડાવીને શા માટે પાપ કરો છો?"
\p
\s5
\v 6 શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું. "શાઉલે જીવતા ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, તે માર્યો નહિ જાય."
\v 7 પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, યોનાથાને તેને એ સર્વ વાતો કહી. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, તે આગળની માફક તેની સમક્ષતામાં રહ્યો.
\p
\s5
\v 8 ફરીથી યુદ્ધ થયું. દાઉદ જઈને પલિસ્તીઓની સાથે લડ્યો અને હરાવીને તેઓનો મોટો સંહાર કર્યો. તેઓ તેની આગળથી નાસી ગયા.
\v 9 ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો.
\p
\s5
\v 10 શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંતે સાથે જડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ તે શાઉલની પાસેથી છટકી ગયો, તેથી તેને મારેલો ભાલો ભીંતમા ઘૂસી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.
\v 11 શાઉલે દાઉદ પર ચોકી રાખીને તથા તેને સવારે મારી નાખવા માટે તેને ઘરે સંદેશવાહકો મોકલ્યા. દાઉદની પત્ની મિખાલે, તેને કહ્યું, "જો આજે રાતે તું તારો જીવ નહિ બચાવે, તો કાલે તું માર્યો જશે."
\p
\s5
\v 12 મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો. તે નાસી જઈને, બચી ગયો.
\v 13 મિખાલે ઘરની મૂર્તિઓ લઈને પલંગ પર સુવાડી. પછી તેણે બકરાના વાળનો તકિયો તેના માથા પર મૂક્યો અને તેના પર વસ્ત્રો ઓઢાડ્યાં.
\p
\s5
\v 14 જયારે શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા, ત્યારે મિખાલે કહ્યું, "તે બીમાર છે."
\v 15 ત્યારે શાઉલે દાઉદને પકડી લાવવા માટે એવું કહીને માણસોને મોકલ્યા કે "તેને પલંગમાં સૂતેલો જ મારી પાસે ઊંચકી લાવો, કે હું તેને મારી નાખું."
\p
\s5
\v 16 જયારે દાઉદના માણસો અંદર આવ્યા ત્યારે, જુઓ, પલંગ પર ઘરની મૂર્તિઓ તથા બકરાના વાળનો તકિયો તેના માથાની જગ્યામાં મૂકેલો હતો.
\v 17 શાઉલે મિખાલને કહ્યું, "તેં કેમ મને આ રીતે છેતરીને મારા શત્રુને જવા દીધો, કે જેથી તે બચી ગયો છે?" મિખાલે શાઉલને ઉત્તર આપ્યો, "તેણે મને કહ્યું કે, 'મને જવા દે, શા માટે હું તને મારી નાખું?"'
\p
\s5
\v 18 હવે દાઉદ નાસી જઈને બચી ગયો, શમુએલ પાસે રામામાં આવીને જે સઘળું શાઉલે તેને કર્યું તે તેને કહ્યું. અને તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા.
\v 19 શાઉલને જણાવવાંમાં આવ્યું કે, "જો, દાઉદ રામાના નાયોથમાં છે."
\v 20 પછી શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા. જયારે તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી જોઈ અને શમુએલને તેઓના ઉપરી તરીકે તેઓ મધ્યે ઊભો રહેલો જોયો, શાઉલના માણસો પર ઈશ્વરનો આત્મા ઊતરી આવ્યો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
\p
\s5
\v 21 જયારે શાઉલને આ કહેવામાં આવ્યું ત્યારે તેણે બીજા માણસો મોકલ્યા અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. તે શાઉલે ફરી ત્રીજી વાર સંદેશવાહક મોકલ્યા તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
\v 22 પછી શાઉલ પણ રામામાં ગયો અને સેખુમાંના ઊંડા કૂવા પાસે આવ્યો. તેણે પૂછ્યું, "શમુએલ તથા દાઉદ ક્યાં છે?" કોઈએકે કહ્યું, "જો, તેઓ રામાના નાયોથમાં છે."
\p
\s5
\v 23 શાઉલ રામાના નાયોથમાં ગયો. અને ઈશ્વરનો આત્મા તેના પર પણ આવ્યો, તે રામાના નાયોથ પહોંચ્યો ત્યાં સુધી પ્રબોધ તેણે કર્યો.
\v 24 અને તેણે પણ, પોતાનાં વસ્ત્ર ઉતાર્યા, તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, તે આખો દિવસ તથા રાત વસ્ત્રવિહીન અવસ્થામાં પડી રહ્યો. આ કારણથી તેઓમાં કહેવત પડી, "શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?"
\s5
\c 20
\p
\v 1 પછી દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, "મેં શું કર્યું છે? મારો અન્યાય શો છે? તારા પિતા આગળ મારું કયું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?"
\v 2 યોનાથાને દાઉદને કહ્યું, "એ તારાથી દૂર થાઓ; તું માર્યો નહિ જાય. મારા પિતા મોટું કે નાનું કશું પણ મને જણાવ્યાં વગર કરતા નથી. આ વાત મારા પિતા મારાથી શા માટે છુપાવે? એવું તો ના હોય."
\p
\s5
\v 3 દાઉદે ફરી સોગન ખાઈને કહ્યું કે," તારો પિતા સારી પેઠે જાણે છે કે, હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું; માટે તે કહે છે કે, 'યોનાથાન આ વાત ન જાણે, રખેને તેને દુઃખ થાય.' પણ ખરેખર હું જીવતા ઈશ્વરના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, મારી તથા મરણની વચ્ચે ફક્ત એક પગલું જ દૂર રહ્યું છે."
\s5
\v 4 ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે," જે કંઈ તું કહે, તે હું તારે માટે કરીશ."
\v 5 દાઉદે યોનાથાનને કહ્યું, "જો કાલે અમાસ છે, મારે રાજાની સાથે ભોજન પર બેસવા સિવાય ચાલે એમ નથી. પણ મને જવા દે, કે જેથી ત્રીજા દિવસની સાંજ સુધી હું ખેતરમાં સંતાઈ રહું.
\p
\s5
\v 6 જો તારો પિતા મને યાદ કરે તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમમાં ઉતાવળે જઈ આવવાને આગ્રહથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં આખા કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.'
\v 7 જો તે કહે કે, 'તે સારું છે,' તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ઘણો ગુસ્સે થાય, તો જાણજે કે તેણે ખરાબ કામ કરવાનો નિશ્ચય કર્યો છે.
\p
\s5
\v 8 માટે તારા સેવક સાથે નમ્રતાથી વ્યવહાર કર. કેમ કે તેં તારા સેવકને તારી સાથે ઈશ્વરના કરારમાં લીધો છે. પણ જો મારામાં કંઈ પાપ હોય, તો તું મને મારી નાખ; મને તારા પિતા પાસે શા માટે લઈ જાય છે?"
\v 9 યોનાથાને કહ્યું, "એ તારાથી દૂર થાઓ! જો એવું મારા જાણવામાં આવે કે, મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે તો શું તે હું તને ન કહું?"
\p
\s5
\v 10 પછી દાઉદે યોનાથાનને કહ્યું, "જો કદાચ તારો પિતા તને કઠોર વચનોથી ઉત્તર આપશે તો તેની જાણ મને કોણ કરશે?"
\v 11 યોનાથાને દાઉદને કહ્યું, "આવ, આપણે બહાર ખેતરમાં જઈએ." અને તેઓ બન્ને બહાર ખેતરમાં ગયા.
\p
\s5
\v 12 યોનાથાને દાઉદને કહ્યું, "ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરની સાક્ષી રાખીને. કાલે આટલા સમયે કે પરમ દિવસે મારા પિતાના મનને તપાસી જોઈને જો તારા હિતમાં સારું જણાશે, તો હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર આપીશ.
\v 13 જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તે જાણીને જો હું તને ખબર ના આપું અને તું શાંતિથી ચાલ્યો જાય માટે તને ખબર મોકલું નહિ, તો ઈશ્વર મારા ઉપર એવું તથા એથી પણ વધારે વિતાડે. જેમ ઈશ્વર મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.
\p
\s5
\v 14 ફક્ત મારી જિંદગીભર મારા પર ઈશ્વરની કૃપા રાખીને તું મારું મોત ન લાવીશ, એટલું જ નહિ,
\v 15 પરંતુ મારા કુટુંબ પરથી તારા વિશ્વાસુપણાના કરારને સદાને માટે કાપી નાખીશ નહિ. જયારે ઈશ્વર દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ."
\v 16 તેથી યોનાથાને દાઉદના કુંટુબની સાથે કરાર કર્યો અને કહ્યું, "ઈશ્વર દાઉદના શત્રુઓની પાસેથી જવાબ માંગશે."
\p
\s5
\v 17 અને દાઉદ પર પોતાના પ્રેમની ખાતર યોનાથાને દાઉદને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે પોતાના જીવની જેમ તેના ઉપર પ્રીતિ કરતો હતો.
\v 18 પછી યોનાથાને તેને કહ્યું, "કાલે અમાસ છે. તારી ગેરહાજરી જણાશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.
\v 19 ત્યાં તું ત્રણ દિવસ રહ્યા પછી જલદીથી નીચે ઊતરીને, જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને, એઝેલ પથ્થર પાસે રહેજે.
\p
\s5
\v 20 નિશાન તાકતો હોઉં એવો ડોળ દેખાડીને હું તે તરફ ત્રણ બાણો મારીશ.
\v 21 અને હું મારા જુવાન માણસને મોકલીને તેને કહીશ કે, 'જા બાણો શોધી કાઢ.' જો હું જુવાન છોકરાંને કહું કે, 'જો, બાણો તારી તરફ છે; તો લઈને આવજે;" કેમ કે જીવતા ઈશ્વરના સમ કે, ત્યાં તું સલામત છે અને તને કોઈ મુશ્કેલી નથી.
\p
\s5
\v 22 "પણ જો હું તે જુવાન માણસને કહું કે, 'જો, બાણો તારી પેલી તરફ છે,' તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે.
\v 23 જે કરાર વિષે તેં અને મેં વાત કરી છે, તેમાં જો, ઈશ્વર સદાકાળ સુધી તારી અને મારી વચ્ચે છે."'
\p
\s5
\v 24 તેથી દાઉદ ખેતરમાં સંતાઈ રહ્યો. જયારે અમાસ આવી, ત્યારે રાજા જમવા માટે નીચે બેઠો.
\v 25 હંમેશ મુજબ, રાજા પોતાના ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો અને આબ્નેર શાઉલની બાજુએ બેઠો. પણ દાઉદની જગ્યા ખાલી હતી.
\p
\s5
\v 26 તેમ છતાં શાઉલે તે દિવસે કંઈ પણ કહ્યું નહિ, કેમ કે તેણે વિચાર્યું, "તેને કંઈક થયું હશે. તે શુદ્ધ નહિ હોય; ચોક્કસ તે શુદ્ધ નહિ હોય."
\v 27 પણ અમાસના બીજા દિવસે, દાઉદની જગ્યા ખાલી હતી. શાઉલે પોતાના દીકરા યોનાથાનને કહ્યું, "યિશાઈનો દીકરો જમવા કેમ નથી આવતો કાલે નહોતો આવ્યો. આજે પણ નથી આવ્યો?"
\p
\s5
\v 28 યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, "દાઉદે આગ્રહથી મારી પાસે બેથલેહેમ જવા સારુ રજા માગી છે.
\v 29 તેણે કહ્યું કે, 'કૃપા કરીને મને જવા દે. કેમ કે અમારા કુટુંબે નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈએ મને ત્યાં જવાનો હુકમ કર્યો છે. હવે, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરી મને અહીંથી જઈને મારા ભાઈઓને મળવા દે.' એ માટે તે રાજાના ભોજનમાં આવ્યો નથી."
\p
\s5
\v 30 પછી શાઉલે યોનાથાન ઉપર ક્રોધાયમાન થઈને તેને કહ્યું, "અરે આડી તથા બળવાખોર સ્ત્રીના દીકરા! તને પોતાને શરમાવવા માટે તથા તારી માતાની ફજેતી કરવા માટે તેં યિશાઈના દીકરાને પસંદ કર્યો છે, એ શું હું નથી જાણતો?
\v 31 કેમ કે જ્યાં સુધી યિશાઈનો દીકરો પૃથ્વી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે, માણસ મોકલીને તેને મારી પાસે લાવ, કેમ કે તેને ચોક્કસ મરવું પડશે."
\p
\s5
\v 32 યોનાથાને પોતાના પિતા શાઉલને જવાબ આપ્યો, "કયા કારણોસર તેને મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?"
\v 33 પછી શાઉલે તેને મારવા સારુ પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાનને ખાતરી થઈ મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.
\v 34 યોનાથાન ઘણો ક્રોધાયમાન થઈને ભોજન ઉપરથી ઊઠી ગયો અને માસને બીજા દિવસે તે કંઈ પણ જમ્યો નહિ, દાઉદ વિષે તેને દુઃખ લાગ્યું હતું, કેમ કે તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું.
\p
\s5
\v 35 સવારમાં, યોનાથાન એક નાના છોકરાંને લઈને દાઉદની સાથે ઠરાવેલે સમયે ખેતરમાં ગયો.
\v 36 તેણે પોતની સાથેના એ છોકરાંને કહ્યું, "દોડ અને જે બાણો હું મારું તે શોધી કાઢ." અને જયારે તે છોકરો દોડતો હતો, ત્યારે તે દરમિયાન તેણે એક બાણ તેનાથી આગળ માર્યું.
\v 37 અને યોનાથાને બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાંને હાંક મારીને, કહ્યું, "બાણ હજી તારાથી આગળ નથી શું?"
\p
\s5
\v 38 અને યોનાથાને છોકરાંને હાંક મારી, "ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ન કર!" તેથી એ છોકરો બાણો એકઠાં કરીને પોતાના માલિક પાસે આવ્યો.
\v 39 પણ તે છોકરો એ વિષે કશું જાણતો નહોતો. કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.
\v 40 યોનાથાને પોતાનાં શસ્ત્રો એ છોકરાંને આપીને તેને કહ્યું, "જા, તેમને નગરમાં લઈ જા."
\p
\s5
\v 41 તે છોકરો ગયો કે તરત, દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, જમીન તરફ મુખ નમાવીને,,તેણે ત્રણ વાર પ્રણામ કર્યા. તેઓ એકબીજાને ચુંબન કરીને તથા ભેટીને રડયા, દાઉદનું રુદન વધારે હતું.
\v 42 યોનાથાને દાઉદને કહ્યું, "શાંતિએ જા, કેમ કે આપણે બન્નેએ ઈશ્વરને નામે સોગન ખાધા છે કે, 'ઈશ્વર સદાકાળ સુધી મારી તથા તારી વચ્ચે, મારા તથા તારા સંતાનની વચ્ચે રહો."' પછી દાઉદ ઊઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો.
\s5
\c 21
\p
\v 1 પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, "તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?"
\v 2 દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, "રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું 'જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.' મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે.
\p
\s5
\v 3 તો હવે તારા હાથમાં શું છે? પાંચ રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને આપ."
\v 4 યાજકે દાઉદને ઉત્તર આપીને કહ્યું, "મારા હાથમાં એકપણ સાધારણ રોટલી નથી. પણ પવિત્ર રોટલી છે - જે જુવાન પુરુષો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તેઓને જ તે અપાય."
\p
\s5
\v 5 દાઉદે યાજકને ઉત્તર આપ્યો, "ત્રણ દિવસો દરમિયાન સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાયેલી છે. જયારે હું બહાર નીકળ્યો, ત્યારે તે મુસાફરી ફક્ત સાધારણ હતી પણ યુવાનના પાત્રો પવિત્ર રહેલાં હતા. તો આજ તેમનાં શરીરો કેટલા વિશેષ પવિત્ર હશે?"
\v 6 તેથી યાજકે તેને અર્પિત રોટલી આપી. કેમ કે ઈશ્વરની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી.
\p
\s5
\v 7 હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.
\p
\s5
\v 8 દાઉદે અહીમેલેખને કહ્યું, "હવે તારા હાથમાં ભાલો કે તરવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તરવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી."
\v 9 યાજકે કહ્યું, "ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તરવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, "એના જેવી એકપણ તરવાર અહીં નથી; એ જ મને આપ."
\p
\s5
\v 10 તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
\v 11 આખીશના ચાકરોએ તેને કહ્યું, "શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, 'શાઉલે પોતાના હજાર સહસ્ત્રોને અને દાઉદે પોતાના દસ સહસ્ત્રોને માર્યા છે?"'
\p
\s5
\v 12 દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો.
\v 13 તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.
\p
\s5
\v 14 ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, "જુઓ, તે માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો?
\v 15 શું મને ગાંડા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી આગળ મૂર્ખાઈ કરવાને લાવ્યા છો? શું આ માણસને મારા ઘરમાં પ્રવેશવા દેવાય?"
\s5
\c 22
\p
\v 1 તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં.
\v 2 જેઓ સંકટમાં હતા, જેઓ દેવાદાર હતા, જેઓ અસંતોષી હતા - તેઓ બધા તેની પાસે એકઠા થયા. દાઉદ તેઓનો સરદાર બન્યો. ત્યાં તેની સાથે આશરે ચારસો માણસો હતા.
\p
\s5
\v 3 દાઉદ ત્યાંથી મોઆબના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, ''ઈશ્વર મારે માટે શું કરવાના છે એ મારા જાણવામાં આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે."
\v 4 તે તેઓને મોઆબના રાજાની પાસે લાવ્યો; દાઉદ ગઢમાં રહ્યો તેટલો બધો વખત તેનાં માતાપિતા તેની સાથે રહ્યાં.
\v 5 પછી ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, "તારા ગઢમાં રહીશ નહિ. અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.
\p
\s5
\v 6 શાઉલે જાણ્યું કે દાઉદ તથા તેની સાથે જે માણસો હતા તેઓ વિશેની માહિતી મળી છે. હવે શાઉલ તો ગિબયામાં રામામાંના આમલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો. અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.
\p
\s5
\v 7 શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, "બિન્યામીનના લોકો, હવે તમે સાંભળો! શું યિશાઈનો દીકરો પ્રત્યેકને ખેતરો તથા દ્રાક્ષવાડીઓ આપશે? શું તે પ્રત્યેકને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે,
\v 8 કે જેથી તમે બધાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે? મારો દીકરો યિશાઈના દીકરા સાથે કોલકરાર કરે છે ત્યારે મને ખબર આપનાર કોઈ નથી. મારે માટે દિલગીર થનાર કોઈ નથી અને મારા દીકરાએ મારા ચાકર દાઉદને મારી વિરુદ્ધ આજની જેમ સંતાઈ રહેવાને સાવચેત કર્યો છે. તેની મને ખબર આપનાર શું તમારામાંનો કોઈ નથી?"
\p
\s5
\v 9 ત્યારે દોએગ અદોમી, જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, ''મેં યિશાઈના દીકરાને નોબમાં અહીટૂબના દીકરા અહીમેલેખ યાજક પાસે આવતો જોયો હતો.
\v 10 તેણે તેને માટે ઈશ્વરને સલાહ પૂછી, તેને ખાધસામગ્રી આપી તથા ગોલ્યાથ પલિસ્તીની તરવાર આપી કે તે તેને મદદ કરે."
\p
\s5
\v 11 પછી રાજાએ અહીટૂબના દીકરા, અહીમેલેખ યાજકને તથા તેના કુટુંબનાં જેઓ, નોબમાં હતા તેઓને બોલાવવા એક જણને મોકલ્યો. તેઓ સર્વ રાજા પાસે આવ્યા.
\v 12 શાઉલે કહ્યું, "હે અહીટૂબના દીકરા, હવે સાંભળ." તેણે ઉત્તર આપ્યો, "હે મારા મુરબ્બી, હું આપની સમક્ષ છું."
\v 13 શાઉલે તેને કહ્યું કે, "શા માટે તેં અને યિશાઈના દીકરાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું અને તેને રોટલી તથા તરવાર આપીને મારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરી કે તે તેને મદદ કરે જેથી તે મારી વિરુદ્ધ ઊઠે?"
\p
\s5
\v 14 પછી અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, "દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારો અંગરક્ષક છે તથા જે તમારા દરબારમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારામાંના સર્વ ચાકરોમાં અન્ય કોણ છે?
\v 15 શું મેં આજ પહેલી વખત ઈશ્વરને મદદને સારુ પ્રાર્થના કરી છે? એ મારાથી દૂર થાઓ! રાજાએ પોતાના ચાકરને માથે અથવા મારા પિતાના સર્વ ઘરનાં કોઈનાં માથે એવું કંઈ પણ તહોમત મૂકવું નહિ. કેમ કે તમારો ચાકર આ સર્વ બાબતો વિષે કંઈ પણ જાણતો નથી."
\p
\s5
\v 16 રાજાએ જવાબ આપ્યો, "અહીમેલેખ તું તથા તારા પિતાના ઘરનાં સર્વ નિશ્ચે મરણ પામશો."
\v 17 રાજાએ પોતાની આસપાસ ઊભા રહેલા અંગરક્ષકોને કહ્યું, "ફરીને ઈશ્વરના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ દાઉદ સાથે પણ છે, કેમ કે તેઓ જાણતા હતા કે તે નાસી જશે, મને તેની ખબર ન આપી." પણ રાજાના ચાકરો ઈશ્વરના યાજકોને મારી નાખવા તેઓનાં હાથ ઉગામવા રાજી નહોતા.
\p
\s5
\v 18 પછી રાજાએ દોએગને કહ્યું, "પાછો ફરીને યાજકોને મારી નાખ." તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો.
\v 19 વળી તેણે તરવારની ધારથી, યાજકોના નગર નોબના પુરુષો, સ્ત્રીઓ, નાનાંમોટાં બાળકો બળદો, ગધેડાં તથા ઘેટાં પર હુમલો કર્યો. તેણે તેઓમાંના સર્વને તરવારની ધારથી મારી નાખ્યાં.
\p
\s5
\v 20 પણ અહીટૂબના દીકરા અહીમેલેખના દીકરાઓમાંનો એક દીકરો, જેનું નામ અબ્યાથાર હતું, તે બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો.
\v 21 અબ્યાથારે દાઉદને કહ્યું કે "શાઉલે ઈશ્વરના યાજકોને મારી નાખ્યા છે."
\p
\s5
\v 22 દાઉદે અબ્યાથારને કહ્યું કે, "તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના ઘરનાં સર્વ માણસોના મોતનું કારણ હું જ થયો છું.
\v 23 તું મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. કેમ કે જે મારો જીવ લેવા માગે છે તે તારો પણ જીવ લેવા માગે છે. કેમ કે તું મારી સાથે સહીસલામત રહેશે."
\s5
\c 23
\p
\v 1 તેઓએ દાઉદને જણાવ્યું કે, "જો, પલિસ્તીઓ કઈલા વિરુદ્ધ લડીને ખળીઓમાં કણસલાંમાંથી અનાજ લૂંટે છે."
\v 2 તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, "હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?" ઈશ્વરે દાઉદને કહ્યું, "જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ."
\p
\s5
\v 3 દાઉદના માણસોએ તેને કહ્યું કે, "જો, અમને અહીં યહૂદિયામાં ભય લાગે છે. તો પછી કઈલામાં પલિસ્તીઓનાં સૈન્યોની સામે જતા કેટલો વિશેષ ભય લાગશે?"
\v 4 પછી દાઉદે ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેને જવાબ આપ્યો, "ઊઠીને, કઈલા પર આક્રમણ કર. હું તને પલિસ્તીઓની ઉપર વિજય અપાવીશ."
\p
\s5
\v 5 દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા.
\v 6 જયારે અહીમેલેખનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલામાં નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.
\p
\s5
\v 7 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, "હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે."
\v 8 કઈલા ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારુ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા.
\v 9 દાઉદ જાણતો હતો કે શાઉલ તેની વિરુદ્ધ ઉપદ્રવ કરવાની યુક્તિઓ રચે છે. તેણે અબ્યાથાર યાજકને કહ્યું, "એફોદ અહીં લાવ."
\p
\s5
\v 10 પછી દાઉદે કહ્યું, "પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે.
\v 11 કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યા મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો." ઈશ્વરે કહ્યું, "તે ચઢાઈ કરશે."
\p
\s5
\v 12 ત્યાર પછી દાઉદે કહ્યું, "શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?" ઈશ્વરે કહ્યું, "તેઓ તને સોંપી દેશે."
\p
\s5
\v 13 ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આશરે છસો હતા, તેઓ ઊઠીને કઈલામાંથી રવાના થયા અને જવાય ત્યાં જતા રહ્યા. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાંથી નાસી ગયો છે તેથી શાઉલે ત્યાં જવાનું બંધ રાખ્યું.
\v 14 દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.
\p
\s5
\v 15 દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારુ બહાર આવ્યો છે; દાઉદ ઝીફના અરણ્યમાં આવેલા હોરેશમાં હતો.
\v 16 ત્યાર પછી શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને તેના હાથ ઈશ્વરમાં મજબૂત કર્યા.
\p
\s5
\v 17 યોનાથાને તેને કહ્યું, "બીશ નહિ. કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને પકડી પાડી શકશે નહિ. તું ઇઝરાયલ પર રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. મારા પિતા શાઉલ પણ આ જાણે છે."
\v 18 પછી તેઓ બંનેએ ઈશ્વરની આગળ કરાર કર્યો. અને દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાને ઘરે ગયો.
\p
\s5
\v 19 પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, "શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.
\v 20 માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું."
\s5
\v 21 શાઉલે કહ્યું, "ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે.
\v 22 જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે.
\v 23 માટે જુઓ, તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, સાચી માહિતી લઈને મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ, જો તે દેશમાં હશે, તો હું તેને યહૂદિયાના હજારોમાંથી માણસો શોધી કાઢીશ."
\p
\s5
\v 24 પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.
\v 25 શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.
\p
\s5
\v 26 શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.
\v 27 એક સંદેશવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, "જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે."
\p
\s5
\v 28 પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.
\v 29 દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.
\s5
\c 24
\p
\v 1 જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, "દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે."
\v 2 પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.
\p
\s5
\v 3 તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.
\v 4 દાઉદના માણસોએ તેને કહ્યું, "જે દિવસ વિશે ઈશ્વરે બોલ્યા હતા અને તેમણે તને કહ્યું કે, 'હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, તને જેમ સારું લાગે તેમ તું તેમને કરજે. તે દિવસ આવ્યો છે."' ત્યારે દાઉદે ઊઠીને ગુપ્ત રીતે આગળ આવીને શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી.
\s5
\v 5 પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી.
\v 6 તેણે પોતાના માણસોને કહ્યું, "મારા હાથ તેના પર ઉગામીને મારા માલિક એટલે ઈશ્વરના અભિષિક્ત વિરુદ્ધ હું આવું કામ કરું, એવું ઈશ્વર ન થવા દો, કેમ કે તે ઈશ્વરનો અભિષિક્ત છે."
\v 7 તેથી દાઉદે પોતાના માણસોને ઠપકો આપ્યો, તેમને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. પછી શાઉલ, ગુફામાંથી નીકળીને તે પોતાને માર્ગે ગયો.
\p
\s5
\v 8 ત્યાર પછી, દાઉદ પણ ગુફામાંથી બહાર નીકળ્યો, પછી શાઉલને બોલાવ્યો: "હે મારા માનનીય રાજા." જયારે શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે પોતાનું મુખ જમીન તરફ રાખીને સાષ્ટાંગ દડ્વંત પ્રણામ કર્યા અને તેને માન આપ્યું.
\v 9 દાઉદે શાઉલને કહ્યું, "તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, 'જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?'
\p
\s5
\v 10 આજે તમારી નજરે તમે જોયું છે કે આપણે ગુફામાં હતા ત્યારે કેવી રીતે ઈશ્વરે તમને મારા હાથમાં સોંપ્યાં હતા. કેટલાકે તમને મારી નાખવાને મને કહ્યું, પણ મેં તમને જીવતદાન દીધું. મેં કહ્યું કે, 'હું મારો હાથ મારા માલિકની વિરુદ્ધ નહિ નાખું; કેમ કે તે ઈશ્વરના અભિષિક્ત છે.'
\v 11 મારા પિતા, જો, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર છે. મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી પણ તમને મારી નાખ્યા નહિ, તે ઉપરથી સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે રાજદ્રોહ નથી, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, જો કે તમે મારો જીવ લેવા માટે મારી પાછળ લાગ્યા છો.
\p
\s5
\v 12 ઈશ્વર મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો અને ઈશ્વર મારું વેર તમારા પર વાળો, પણ મારો હાથ તમારી સામે નહિ જ પડે.
\v 13 પ્રાચીન લોકોની કહેવત છે, 'દુષ્ટતા તો દુષ્ટોમાંથી જ નીકળે છે.' પણ મારો હાથ તમારી સામે નહિ પડે.
\p
\s5
\v 14 ઇઝરાયલના રાજા કોને શોધવા નીકળ્યા છે? તમે કોની પાછળ પડયા છો? એક મૂએલા કૂતરા પાછળ! એક ચાંચડ પાછળ!
\v 15 ઈશ્વર ન્યાયાધીશ થઈને મારી અને તમારી વચ્ચે ન્યાય આપે. તે જોઈને મારા પક્ષની હિમાયત કરે અને મને તમારા હાથથી છોડાવે."
\p
\s5
\v 16 દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે શાઉલે કહ્યું, "મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?" પછી શાઉલ પોક મૂકીને રડયો.
\p
\s5
\v 17 તેણે દાઉદને કહ્યું, "મારા કરતાં તું વધારે ન્યાયી છે. કેમ કે તેં મને સારો બદલો આપ્યો છે, પણ મેં તારા પ્રત્યે ખરાબ વર્તન રાખ્યું છે.
\v 18 તેં આજે જાહેર કર્યું છે કે તે મારા માટે ભલું કર્યું છે, કેમ કે જયારે ઈશ્વરે મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.
\p
\s5
\v 19 માટે જો કોઈ માણસને તેનો શત્રુ મળે છે, ત્યારે તે તેને સહી સલામત જવા દે છે શું? આજે તેં જે મારી પ્રત્યે સારું કર્યું છે તેનો બદલો ઈશ્વર તને આપો.
\v 20 હવે, હું જાણું છું કે તું નક્કી રાજા થશે અને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.
\p
\s5
\v 21 માટે હવે મારી આગળ ઈશ્વરના સોગન ખા, તું મારી પછીના વંશજોનો નાશ નહિ કરે અને તું મારું નામ મારા પિતાના ઘરમાંથી નષ્ટ નહિ કરે."
\v 22 દાઉદે શાઉલ આગળ સમ ખાધા. પછી શાઉલ ઘરે ગયો, પણ દાઉદ તથા તેના માણસો ઉપર કિલ્લામાં ગયા.
\s5
\c 25
\p
\v 1 હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો.
\p
\s5
\v 2 માઓનમાં એક માણસ હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ ઘણો શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં. તે પોતાનાં ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો.
\v 3 તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો.
\p
\s5
\v 4 દાઉદે અરણ્યમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે.
\v 5 તેથી દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા. દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, "તમે કાર્મેલ જઈને નાબાલને મારી સલામ કહેજો.
\v 6 તમે તેને કહેજો કે તારું, તારા ઘરનાઓનું અને તારા સર્વસ્વનું કલ્યાણ થાઓ.
\p
\s5
\v 7 મેં સાંભળ્યું છે કે તારી પાસે કાતરનારાઓ છે. તારાં ઘેટાંને સાચવનારાઓ તો અમારી સાથે હતા અને અમે તેઓને કશી ઈજા કરી નથી, તેમ જ જેટલો સમય તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેઓનું કંઈ પણ ખોવાયું નથી.
\v 8 તારા જુવાનોને પૂછ અને તેઓ તને કહેશે. હવે મારા જુવાન પુરુષો તારી દ્રષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ઉત્સવના દિવસે આવ્યા છીએ. કૃપા કરી જે તારા હાથમાં હોય તે તારા દાસોને તથા તારા દીકરા દાઉદને આપ."'
\p
\s5
\v 9 જયારે દાઉદના જુવાન પુરુષો ત્યાં પહોંચ્યા, તેઓએ સર્વ બાબતો દાઉદને નામે નાબાલને કહી અને પછી શાંત રહ્યા.
\v 10 નાબલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો, "દાઉદ કોણ છે? અને યિશાઈનો દીકરો કોણ છે? આ દિવસોમાં પોતાના માલિકો પાસેથી નાસી જનારાં ઘણાં ચાકરો છે.
\v 11 શું હું મારી રોટલી, પાણી તથા માંસ જે મેં મારાં ઘેટાંને કાતરનારાઓને સારું કાપેલું માંસ જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?"
\p
\s5
\v 12 તેથી દાઉદના જુવાન પુરુષોએ પાછા આવીને સર્વ બાબતો તેને કહી.
\v 13 દાઉદે પોતાના માણસોને કહ્યું, "તમે સર્વ પોતપોતાની કમરે તરવાર બાંધો." તેથી દરેક માણસે પોતપોતાની કમરે તરવાર બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી. આશરે ચારસો માણસો દાઉદની સાથે ગયા અને બસો સામાન પાસે રહ્યા.
\p
\s5
\v 14 પણ જુવાનોમાંના એક જણે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, "દાઉદે અમારા માલિકને સલામ કહેવા સારુ અરણ્યમાંથી સંદેશવાહકોને મોકલ્યા હતા અને તેણે તેઓનું અપમાન કર્યું.
\v 15 છતાં તે માણસો અમારી સાથે ઘણી સારી રીતે વર્ત્યા હતા. જ્યાં સુધી અમે તેઓની સાથે ખેતરમાં ગયા હતા ત્યાં સુધી અમને કંઈ પણ ઈજા કરવામાં આવી ન હતી. અને અમારું કશું પણ ખોવાયું નહોતું.
\p
\s5
\v 16 પણ ઘેટાં સાચવવા માટે જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા.
\v 17 તો હવે તારે શું કરવું તે જાણ તથા વિચાર કર. અમારા માલિકની વિરુદ્ધ તથા તેના આખા કુટુંબને પાયમાલ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કેમ કે તે ખરેખર એવા હલકા પ્રકારનો છે કે તેની સાથે કોઈ વાત કરી શકે નહિ."
\p
\s5
\v 18 પછી અબિગાઈલ ઉતાવળથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલ પાંચ ઘેટાંનું માંસ, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં ગધેડાં પર મૂક્યાં.
\v 19 તેણે પોતાના જુવાનોને પુરુષોને કહ્યું, "તમે મારી આગળ જાઓ, હું તમારી પાછળ આવું છું." આ વિષે તેણે પોતાના પતિ નાબાલને કશું જણાવ્યું નહિ.
\p
\s5
\v 20 તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે જઈ રહી હતી, ત્યારે દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા અને તે તેઓને મળી.
\p
\s5
\v 21 દાઉદે કહ્યું હતું, "આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે.
\v 22 જે સર્વ તેનું છે તેમાંથી સવારનું અજવાળું થતાં સુધીમાં એકાદ પુરુષને પણ જો હું જીવતો રહેવા દઉં, તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો."
\p
\s5
\v 23 જયારે અબિગાઈલે દાઉદને જોયો, ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી અને તેના મુખ આગળ સાષ્ટાંગ દંડવત કરીને જમીન સુધી નમીને પ્રમાણ કર્યા.
\v 24 તેણે તેના પગે પડીને કહ્યું, "હે મારા માલિક, આ અપરાધ મારે શિરે, હા, મારા શિરે ગણાય. કૃપા કરીને આપની સેવિકાને તમારી સાથે વાત કરવા દો. મારી વાત સાંભળો.
\p
\s5
\v 25 મારા માલિકે આ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેનું નામ છે, તેવો જ તે છે. તેનું નામ નાબાલ છે અને તેનામાં નાદાની છે. પણ મારા માલિકના માણસો જેઓને તેં મોકલ્યા હતા તેઓને તમારી સેવિકાએ એટલે કે મેં જોયા નહોતા.
\v 26 માટે હવે, હે મારા માલિક, હું જીવતા ઈશ્વરના તથા તમારા સમ ખાઈને કહું છું, ઈશ્વર તમને ખૂનના દોષથી, તમારે હાથે તમારુ વેર લેવાથી પાછા રાખ્યા છે. તમારા શત્રુઓ, મારા માલિકનું અહિત તાકનારાઓ નાબાલ જેવા થાઓ.
\p
\s5
\v 27 અને હવે આ ભેટ જે તમારી સેવિકા મારા માલિકને સારુ લાવી છે, તે જે જુવાનો મારા માલિકને અનુસરનારા છે તેઓને આપવામાં આવે.
\v 28 કૃપા કરી તમારી સેવિકાનો અપરાધ માફ કરો, કેમ કે ચોક્કસ ઈશ્વર મારા માલિકના ઘરને મજબૂત બનાવશે, કેમ કે મારા માલિક ઈશ્વરની લડાઈ લડે છે; અને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારામાં દુરાચાર માલૂમ પડશે નહિ.
\p
\s5
\v 29 અને જો કે આપની પાછળ પડવાને તથા જીવ લેવાને ઘણાં માણસો ઊભા થશે, તો પણ મારા માલિકનો જીવ પ્રભુ તમારા ઈશ્વરની પાસેના જીવનના ભંડારમાં બાંધી રખાશે; અને તે તમારા શત્રુનું જીવન ગોફણમાંથી વીંઝાયેલા પથ્થરની માફક ફેંકી દેશે.
\p
\s5
\v 30 અને જે સર્વ હિતવચનો ઈશ્વર તમારા વિષે બોલ્યા છે તે પ્રમાણે જયારે તેમણે મારા માલિકને કર્યું હશે અને આપને ઇઝરાયલ ઉપર આગેવાન ઠરાવ્યાં હશે, ત્યારે એમ થશે કે,
\v 31 મારા માલિક, આ વાતથી આપને દુઃખ કે ખેદ થવો ના જોઈએ, તમે વગર કારણે રક્તપાત કર્યો નથી કે વેર રાખ્યું નથી. અને જયારે ઈશ્વર આપનું એટલે કે મારા માલિકનું ભલું કરે, ત્યારે આપની સેવિકાને લક્ષમાં રાખજો."
\p
\s5
\v 32 દાઉદે અબિગાઈલને કહ્યું, "ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની પ્રસંશા હો, કે જેમણે તને આજ મને મળવાને મોકલી.
\v 33 અને તારી બુદ્ધિની તથા તારી હું પ્રસંશા કરું છું. કારણ કે તેં મને આજે ખૂનના દોષથી અને મારે પોતાને હાથે મારું પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે.
\p
\s5
\v 34 ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત"
\v 35 પછી જે તે તેને માટે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું; દાઉદે તેને કહ્યું, "શાંતિથી તારા ઘરે જા; જો, મેં તારી વિનંતી સાંભળી છે તારે ખાતર તે બધું હું સ્વીકારું છું."
\p
\s5
\v 36 અબિગાઈલ નાબાલ પાસે પાછી આવી; ત્યારે તેણે પોતાને ઘરે રજવાડી ભોજનની મહેફિલ રાખી હતી; તે વખતે નાબાલ ખુશમિજાજમાં હતો. તેણે ખૂબ નશો કર્યો હતો. તેથી સવાર પડતાં સુધી અબિગાઈલે તેને કશું કહ્યું નહિ.
\p
\s5
\v 37 સવારે નાબાલનો કેફ ઊતર્યા પછી, તેની પત્નીએ એ બધી વાતો તેને કહી; તે સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. તે પથ્થર જેવો જડ થઈ ગયો.
\v 38 આશરે દશ દિવસ પછી ઈશ્વરે નાબાલને એવો માર્યો કે તે મૃત્યુ પામ્યો.
\p
\s5
\v 39 અને દાઉદેએ જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, "ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે." પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.
\v 40 દાઉદના સેવકો કાર્મેલમાં અબિગાઈલ પાસે આવ્યા, તેઓએ તેને કહ્યું, "દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા અમને મોકલ્યા છે."
\p
\s5
\v 41 તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, "જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે."
\v 42 અબિગાઈલે ઝટપટ ગધેડા પર સવારી કરી. પછી તેણે જવા માંડ્યું. તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; તે દાઉદના સંદેશ વાહકોની સાથે ગઈ અને દાઉદની પત્ની થઈ.
\p
\s5
\v 43 દાઉદે યિઝ્રએલી અહિનોઆમની સાથે પણ લગ્ન કર્યા; તે બન્ને તેની પત્નીઓ થઈ.
\v 44 હવે શાઉલે પોતાની દીકરી મિખાલને આપી એટલે દાઉદની પત્નીને, લાઈશનો દીકરો પાલ્ટી, જે ગાલ્લીમનો હતો તેને આપી.
\s5
\c 26
\p
\v 1 ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, "શું દાઉદ અરણ્ય સામેના હખીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી?"
\v 2 એ જાણીને શાઉલ ઇઝરાયલના ત્રણ હજાર પસંદ કરાયેલા માણસોને પોતાની સાથે લઈને દાઉદની શોધમાં ઝીફના અરણ્યમાં ઊતરી પડયો.
\p
\s5
\v 3 શાઉલે અરણ્ય સામેના હખીલા પર્વત પર માર્ગની પાસે છાવણી નાખી. પણ દાઉદ અરણ્યમાં રહેતો હતો. તેણે જાણ્યું કે શાઉલ મારી પાછળ અરણ્યમાં આવ્યો છે.
\v 4 માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચે આવ્યો છે.
\s5
\v 5 દાઉદ ઊઠીને જ્યાં શાઉલે છાવણી નાખી હતી તે જગ્યાએ આવ્યો; શાઉલ તથા તેના સેનાપતિ નેરનો દીકરો આબ્નેર સૂતા હતા તે જગ્યા દાઉદે જોઈ. શાઉલ ગાડાંના કોટને ઓથે સૂતો હતો અને લોકો તેની આસપાસ છાવણી નાખી પડેલા હતા.
\p
\s5
\v 6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને, સરુયાના દીકરા અબીશાયને, યોઆબના ભાઈને કહ્યું, "મારી સાથે છાવણીમાં શાઉલ સામે કોણ ઉતરશે?" અબીશાયે કહ્યું, "હું તારી સાથે નીચે ઊતરીશ."
\v 7 તેથી દાઉદ તથા અબીશાય રાતે સૈન્ય પાસે આવ્યા. અને ત્યાં શાઉલ છાવણીની અંદર સૂતેલો હતો, તેનો ભાલો તેના માથાની બાજુએ ભોંયમાં ખોસેલો હતો. આબ્નેર તથા તેના સૈનિકો તેની આસપાસ સૂતેલા હતા.
\v 8 ત્યારે અબીશાયે દાઉદને કહ્યું, "ઈશ્વરે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપ્યો છે. તો કૃપા કરી મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરવા દે. તેને બીજા ઘાની જરૂર નહિ પડે."
\p
\s5
\v 9 દાઉદે અબીશાયને કહ્યું, "તેને મારી નાખીશ નહિ. કેમ કે ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ પોતાના હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?"
\v 10 દાઉદે કહ્યું" જીવતા ઈશ્વરના સમ, ઈશ્વર તેને મારશે અથવા તેનો મોતનો દિવસ આવશે અથવા તો તે લડાઈમાં નાશ પામશે.
\p
\s5
\v 11 ઈશ્વર એવું ન થવા દો કે હું મારો હાથ ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ ઉગામું પણ હવે, તને આજીજી કરું છું, તેના માથા પાસેનો ભાલો તથા પાણીનું પાત્ર લઈ લે. અને પછી જઈએ."
\v 12 તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
\p
\s5
\v 13 પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર ઉપર દૂર ઊભો રહ્યો; તેઓની વચમાં ઘણું અંતર હતું.
\v 14 દાઉદે લોકોને તથા નેરના પુત્ર આબ્નેરને મોટેથી કહ્યું, આબ્નેર તું કેમ ઉત્તર નથી આપતો?" ત્યારે આબ્નેર ઉત્તર આપ્યો "રાજાને ઊંચા અવાજે બોલાવનાર તું કોણ છે?"
\p
\s5
\v 15 દાઉદે આબ્નેરને કહ્યું, "શું તું શૂરવીર માણસ નથી? ઇઝરાયલમાં તારા સરખો કોણ છે? તો શા માટે તેં તારા માલિક રાજાની સંભાળ રાખી નથી? કેમ કે તારા માલિક રાજાનો નાશ કરવા કોઈ આવ્યું હતું.
\v 16 આ જે બાબત તેં કરી છે તે ઠીક નથી. જીવતા ઈશ્વરના સમ, તમે મરવાને લાયક છે કેમ કે તમે તમારા માલિક, એટલે ઈશ્વરના અભિષિક્તની સંભાળ રાખી નથી. અને હવે, રાજાનો ભાલો તથા તેના માથા પાસેનું પાણીનું પાત્ર ક્યાં છે તે જુઓ."
\p
\s5
\v 17 શાઉલે દાઉદનો અવાજ ઓળખીને કહ્યું, "હે મારા દીકરા દાઉદ, શું આ તારો અવાજ છે?" દાઉદે કહ્યું કે, "હે મારા માલિક રાજા, એ મારો અવાજ છે."
\v 18 તેણે કહ્યું, "શા માટે મારા માલિક પોતાના સેવકની પાછળ લાગ્યા છે? મેં શું કર્યું છે? મારા હાથમાં શું દુષ્ટતા છે?
\p
\s5
\v 19 તેથી હવે, મારા માલિક રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં. જો ઈશ્વરે તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય, તો તેમને આ અર્પણનો અંગીકાર કરવા દો; પણ જો તે માનવ જાતનું કામ હોય, તો તે માણસો ઈશ્વરની આગળ શાપિત થાઓ, કેમ કે તેઓએ મને આજે કાઢી મૂક્યો છે કે, હું ઈશ્વરના વારસાનો ભાગીદાર ના બનું. તેઓએ મને કહ્યું, 'જા અને બીજા દેવોની ઉપાસના કર.'
\v 20 તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તિતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે."
\p
\s5
\v 21 પછી શાઉલે કહ્યું, "મેં પાપ કર્યું છે. મારા દીકરા દાઉદ, પાછો આવ; કેમ કે હવે પછી હું તને ઈજા નહિ કરું. આજે તારી નજરમાં મારો જીવ મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરી છે અને ઘણી ભૂલ કરી છે."
\p
\s5
\v 22 દાઉદે જવાબ આપ્યો કે" હે રાજા, જુઓ, તમારો ભાલો અહીં છે! જુવાન પુરુષોમાંથી કોઈ એક અહીં આવીને તે લઈ જાય.
\v 23 ઈશ્વર દરેક માણસને તેના ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે; કેમ કે ઈશ્વરે તમને આજે મારા હાથમાં સોંપ્યાં હતા, પણ મેં ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ મારો હાથ ઉગામવાની અપેક્ષા રાખી નહિ.
\p
\s5
\v 24 અને જો, જેમ તારો જીવ આજે મારી દ્રષ્ટિમાં ઘણો મૂલ્યવાન હતો, તેમ મારો જીવ ઈશ્વરની દ્રષ્ટિમાં ઘણો મૂલ્યવાન થાઓ અને તે મને સર્વ સંકટોમાંથી ઉગારો."
\v 25 પછી શાઉલે દાઉદને કહ્યું, "મારા દીકરા દાઉદ, તું આશીર્વાદિત થા, કે જેથી તું પરાક્રમી કૃત્યો કરે અને પછી તું નિશ્ચે ફતેહ પામે." તેથી દાઉદ પોતાને રસ્તે ગયો અને શાઉલ પોતાના સ્થળે પાછો ગયો.
\s5
\c 27
\p
\v 1 દાઉદના મનમાં થયું કે, "હવે તો એક દિવસ હું શાઉલના હાથથી માર્યો જઈશ; પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારા માટે સારું નથી; શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સરહદોમાં મારી શોધ કરવાનું છોડી દેશે; એમ તેમના હાથમાંથી હું બચી જઈશ."
\p
\s5
\v 2 દાઉદ ઊઠયો અને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દીકરા તથા ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા.
\v 3 દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, દરેક માણસ પોતાના પરિવાર સહિત અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્એલી અહિનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઈલ સાથે રહ્યો.
\v 4 શાઉલને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ફરી તેની શોધ કરી નહિ.
\p
\s5
\v 5 દાઉદે આખીશને કહ્યું, "જો હું તારી દ્રષ્ટિમાં કૃપાપાત્ર હોઉં, તો મને રહેવા માટે દેશના કોઈએક નગરમાં જગ્યા આપ કે, હું ત્યાં રહું: કેમ કે તારો સેવક રાજધાનીમાં તારી સાથે શા માટે રહે?"
\v 6 તેથી આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું; એ માટે સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે.
\v 7 જેટલા દિવસો દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેનો સમયગાળો એક આખું વર્ષ તથા ચાર મહિના જેટલો હતો.
\p
\s5
\v 8 દાઉદ તથા તેના માણસોએ વિવિધ સ્થળો પર હુમલો કર્યો, ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ ઉપર છાપા માર્યા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.
\v 9 દાઉદે તે દેશ ઉપર હુમલો કરીને કોઈપણ પુરુષને કે સ્ત્રીને જીવતા રહેવા દીધા નહિ; તેણે ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટો તથા વસ્ત્રો લઈ લીધા; તે પાછો વળ્યો અને ફરીથી આખીશ પાસે આવ્યો.
\p
\s5
\v 10 આખીશ પૂછતો, "આજે તારી સવારી ક્યાં ધાડ પાડી આવી?" દાઉદ જવાબ આપતો, "યહૂદિયાના દક્ષિણ પર," "યરાહમેલીઓના દક્ષિણ પર," તથા "કેનીઓના દક્ષિણ પર."
\p
\s5
\v 11 દાઉદે કોઈપણ પુરુષોને કે સ્ત્રીઓને ગાથમાં લાવવા માટે તેઓને જીવતાં રહેવા દીધા નહિ. તેણે કહ્યું, "રખેને તેઓ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે, કે 'દાઉદે આમ કર્યું."' જ્યાં સુધી તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલો બધો વખત તે આવું જ કરતો રહ્યો છે.
\v 12 આખીશ દાઉદનો વિશ્વાસ કરતાં કહેતો કે, "તેણે પોતાના ઇઝરાયલ લોકનો સંપૂર્ણ ધિક્કાર સંપાદન કર્યો છે; માટે તે સદા મારો દાસ થઈને રહેશે."
\s5
\c 28
\p
\v 1 તે દિવસોમાં પલિસ્તીઓએ પોતાનાં સૈન્યને ઇઝરાયલ સામે લડવાને એકત્ર કર્યા. આખીશે દાઉદને કહ્યું કે, "તારે નિશ્ચે જાણવું કે તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવવું પડશે."
\v 2 દાઉદે આખીશને કહ્યું" સારું તેથી તારા જાણવામાં આવશે કે તારો આ સેવક શું કરી શકે છે." અને આખીશે દાઉદને કહ્યું, "હું તને હમેંશને માટે મારો રક્ષક બનાવીશ."
\p
\s5
\v 3 શમૂએલ મરણ પામ્યો હતો, સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરીને તેને તેના પોતાના જ નગરમાં રામામાં દફનાવ્યો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.
\v 4 પલિસ્તીઓ એકઠા થયા અને શૂનેમમાં છાવણી કરી; શાઉલે સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યા, તેઓએ ગિલ્બોઆમાં છાવણી કરી.
\p
\s5
\v 5 જયારે શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું, ત્યારે તે ગભરાયો, તેનું હૃદય બહુ થરથરવા લાગ્યું.
\v 6 શાઉલે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરી, પણ ઈશ્વરે તેને સ્વપ્ન, ઉરીમ કે પ્રબોધકોની મારફતે કશો ઉત્તર આપ્યો નહિ.
\v 7 તેથી શાઉલે પોતાના ચાકરોને કહ્યું, "મૃતક સાથે વાત કરી શકે તેવી સ્ત્રીને મારે સારુ શોધી લાવો. મારે તેની સલાહ લેવી છે." તેના ચાકરોએ તેને કહ્યું," એક સ્ત્રી એન - દોરમાં છે. જે મૃતક સાથે વાત કરી શકે છે."
\p
\s5
\v 8 શાઉલે વેષ બદલવા માટે જુદાં વસ્ત્રો પહેર્યા. અને તે તથા તેની સાથે બે માણસો રાત્રે તે સ્ત્રીની પાસે ગયા. તેણે તેને કહ્યું, "કૃપા કરી, તારી મંત્ર વિધા વડે મૃતકની મદદથી મારે માટે ભવિષ્ય જો અને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર."
\v 9 તે સ્ત્રીએ તેને કહ્યું કે, "જો, શાઉલે શું કર્યું છે તે તું જાણે છે કે તેણે મૃતક સાથે વાત કરનારા તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો તું મારા જીવને જોખમમાં કેમ પાડે છે? શું મને મારી નાખવા?"
\v 10 શાઉલે તેની આગળ ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, "આ કૃત્યને લીધે તારે કશું અહિત થશે નહિ."
\p
\s5
\v 11 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, "હું કોને તારી પાસે ઊઠાડી લાવું?" શાઉલે કહ્યું, "મારી પાસે શમૂએલને બોલાવી લાવ."
\v 12 જયારે તે સ્ત્રીએ શમૂએલને જોયો ત્યારે તેણે મોટી બૂમ પાડી. અને શાઉલને કહ્યું, "તેં મને કેમ છેતરી છે? તું તો શાઉલ છે."
\p
\s5
\v 13 રાજાએ તેને કહ્યું, "બીશ નહિ. તું શું જુએ છે?" તે સ્ત્રીએ શાઉલને કહ્યું, "હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું."
\v 14 તેણે સ્ત્રીને કહ્યું, "તે કેવો દેખાય છે?'' સ્ત્રીએ જવાબ આપ્યો, 'એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.'' શાઉલે સમજી ગયો કે તે શમૂએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.
\p
\s5
\v 15 શમૂએલે શાઉલને કહ્યું, "શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?" શાઉલે કહ્યું, "હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે ઈશ્વરે મને છોડી દીધો છે પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે."
\p
\s5
\v 16 શમૂએલે કહ્યું, "જો ઈશ્વરે તને તજી દીધો છે અને તે તારા શત્રુ થયા છે; તો પછી તું મને શા માટે પૂછે છે?
\v 17 જેમ ઈશ્વર મારી મારફતે બોલ્યા તેમ તેમણે તને કર્યું છે. કેમ કે ઈશ્વરે તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને કોઈ બીજાને એટલે દાઉદને આપ્યું છે.
\p
\s5
\v 18 કેમ કે તેં ઈશ્વરની વાણી માની નહિ, તેમના સખત ક્રોધનો અમલ અમાલેક ઉપર કર્યો નહિ, એ માટે ઈશ્વરે આજે તારી આ દશા કરી છે.
\v 19 વળી, ઈશ્વર તારી માફક ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. કાલે તું તથા તારા દીકરાઓ મારી સાથે હશો; ઈશ્વર ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે."
\p
\s5
\v 20 ત્યારે શાઉલ તરત ભૂમિ પર નમી પડ્યો. અને શમૂએલના શબ્દોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી; કેમ કે તેણે આખો દિવસ તથા આખી રાત કશું પણ ખાધું ન હતું.
\v 21 તે સ્ત્રી શાઉલ પાસે આવી અને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું, "જો, તારી આ સેવિકાએ પોતાનો જીવ મુઠ્ઠીમાં મૂકી તેં જે કહ્યું તે સાભળ્યું છે. અને તારા કહેવા પ્રમાણે કર્યું છે.
\p
\s5
\v 22 માટે હવે, કૃપા કરી, મારી વિનંતી સાંભળ મને થોડો ખોરાક તારી આગળ મૂકવા દે. ખા કે જેથી તારે રસ્તે ચાલવાની શક્તિ તારામાં આવે."
\v 23 પણ શાઉલે ઇનકાર કરીને કહ્યું, "હું નહીં જ જમું," પણ તેના ચાકરોએ તથા તે સ્ત્રીએ મળીને, તેને આગ્રહ કર્યો, પછી તેણે તેઓનું કહેવું માન્યું. તે જમીન ઉપરથી ઊઠીને પલંગ પર બેઠો.
\p
\s5
\v 24 તે સ્ત્રીના ઘરમાં એક માતેલો વાછરડો હતો; તેણે ઉતાવળે તેને કાપ્યો; વળી લોટ મસળીને તેની બેખમીરી રોટલી બનાવી.
\v 25 તે શાઉલની આગળ તથા તેના ચાકરોની આગળ પીરસી. અને તેઓ જમ્યા. પછી તેઓ ઊઠીને તે રાતે જ વિદાય થયા.
\s5
\c 29
\p
\v 1 હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી.
\v 2 પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા; દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યની પાછળ ચાલ્યા.
\p
\s5
\v 3 ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, "આ હિબ્રૂઓનું અહીંયાં શું કામ છે?" આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, "શું એ ઇઝરાયલનો રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? જે આ દિવસોમાં બલકે કેટલાક વર્ષોથી મારી સાથે રહે છે, તોપણ તે આવ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કોઈ દોષ જોવા મળ્યો નથી.
\p
\s5
\v 4 પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; તેઓએ તેને કહ્યું, "આ માણસને પાછો મોકલ, જે જગ્યા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે પાછો જાય; તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો શત્રુ થાય. કેમ કે તે પોતાના માલિક સાથે સલાહ શાંતિ કરી દે તો? શું તે આપણા માણસોના માથાં નહિ આપે?
\p
\s5
\v 5 શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે, 'શાઉલે તો સહસ્રોને પણ દાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?"'
\p
\s5
\v 6 ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, "જીવતા ઈશ્વરના સમ, તું પ્રામાણિકપણાથી વર્ત્યો છે અને સૈન્યમાં મારી સાથે આવે તે મારી દૃષ્ટિમાં સારું છે; કેમ કે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ અપરાધ માલૂમ પડ્યો નથી. તેમ છતાં, સરદારો તારાથી રાજી નથી.
\v 7 માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા."
\p
\s5
\v 8 દાઉદે આખીશને કહ્યું, "પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?"
\v 9 આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, "હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, 'તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.'
\p
\s5
\v 10 માટે હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું વહેલી સવારે ઊઠજે; ઊઠ્યા પછી સૂર્યોદય સમયે તમે વિદાય થજો."
\v 11 તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્એલ તરફ કૂચ કરી.
\s5
\c 30
\p
\v 1 દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિક્લાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિક્લાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિક્લાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.
\v 2 અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.
\p
\s5
\v 3 જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું - અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.
\v 4 પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.
\p
\s5
\v 5 દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્એલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.
\v 6 દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.
\p
\s5
\v 7 દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, "હું તને વિનંતિ કરું છું કે, એફોદ અહીં મારી પાસે લાવ." અબ્યાથાર એફોદ દાઉદ પાસે લાવ્યો.
\v 8 દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, "જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકુ?" ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, "પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે."
\p
\s5
\v 9 તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળા આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.
\v 10 પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા.
\p
\s5
\v 11 તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું;
\v 12 અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.
\p
\s5
\v 13 દાઉદે તેને કહ્યું, "તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?" તેણે કહ્યું, "હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
\v 14 અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિક્લાગને અમે આગથી બાળી નાખ્યું."
\p
\s5
\v 15 દાઉદે તેને કહ્યું, "શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?" મિસરીએ કહ્યું, "તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં."
\p
\s5
\v 16 તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.
\v 17 દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
\p
\s5
\v 18 જે સઘળું અમાલેકીઓ લઈ ગયા હતા તે દાઉદે પાછું મેળવ્યું; અને દાઉદે પોતાની બંને પત્નીઓને મુક્ત કરાવી.
\v 19 નાનું કે મોટું, દીકરા કે દીકરીઓ, જે કંઈ તેઓ લૂંટી ગયા હતા, તે સર્વ તેઓને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ બધું જ પાછું લાવ્યો.
\v 20 દાઉદે ઘેટાં તથા અન્ય જાનવરો લીધાં, તેઓએ બીજાં જાનવરોની આગળ તેઓને હાંકતા. તેઓએ કહ્યું, "આ દાઉદની લૂંટ છે."
\p
\s5
\v 21 જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળા આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.
\v 22 પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, "કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય."
\p
\s5
\v 23 પછી દાઉદે કહ્યું, "મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.
\v 24 આ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ પુરવઠા પાસે રહેનારને પણ મળશે; તેઓને સરખો ભાગ મળશે."
\v 25 તે દિવસથી તે આજ સુધી દાઉદે એ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે નિયત કર્યા.
\p
\s5
\v 26 જયારે દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, "જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેટ તમારે માટે છે."
\v 27 તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર-વાસીઓને,
\v 28 અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.
\p
\s5
\v 29 તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,
\v 30 હોર્માવાસીઓને, કાર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,
\v 31 હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.
\s5
\c 31
\p
\v 1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરી. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની સામેથી નાસી ગયા. પણ ગિલ્બોઆ પર્વત ઉપર કતલ થઈને પડ્યા.
\v 2 પલિસ્તીઓએ શાઉલનો તથા તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ તેના દીકરાઓ યોનાથાન, અબિનાદાબ તથા માલ્કીશૂઆને મારી નાખ્યા.
\v 3 શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું અને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. તે તેઓને કારણે તીવ્ર પીડામાં સપડાયો.
\p
\s5
\v 4 પછી શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, "તારી તલવાર તાણીને મને વીંધી નાખ. નહિ તો, આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરશે." પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો ગભરાતો હતો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની ઉપર પડ્યો.
\v 5 જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો.
\v 6 તેથી શાઉલ, તેના ત્રણ દીકરાઓ તથા તેનો શસ્ત્રવાહક - તેના સર્વ માણસો તે જ દિવસે એકસાથે મરણ પામ્યા.
\p
\s5
\v 7 જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.
\v 8 બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
\p
\s5
\v 9 તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા.
\v 10 તેઓએ તેનાં શસ્ત્રો આશ્તારોથના મંદિરમાં મૂકયાં અને શાઉલના મૃતદેહને બેથ-શાનના કોટ પર જડી દીધો.
\p
\s5
\v 11 પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે જયારે યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું,
\v 12 ત્યારે સઘળા બહાદૂર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા અને બેથ-શાનના કોટ પરથી શાઉલના મૃતદેહને તથા તેના દીકરાઓના મૃતદેહને તેઓ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં તેઓએ તેને અગ્નિદાહ દીધો.
\v 13 પછી તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશમાંના એશેલ વૃક્ષ નીચે દફનાવ્યાં અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.

1472
10-2SA.usfm Normal file
View File

@ -0,0 +1,1472 @@
\id 2SA
\ide UTF-8
\sts - Free Bible Gujarati
\h 2 શમએલ
\toc1 2 શમએલ
\toc2 2 શમએલ
\toc3 2sa
\mt1 2 શમએલ
\s5
\c 1
\p
\v 1 શાઉલના કપાયા પછી, દાઉદ અમાલેકીઓની કતલ કરીને પાછો આવ્યો. અને સિક્લાગમાં બે દિવસ રહ્યો.
\v 2 ત્રીજે દિવસે, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેનાં વસ્ત્રો ફાટેલાં હતાં, માથા પર ધૂળ હતી. તે દાઉદ પાસે આવ્યો. તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
\p
\s5
\v 3 દાઉદે તેને કહ્યું કે, "તું ક્યાંથી આવે છે?" તેણે જવાબ આપ્યો કે, "હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી આવ્યો છું."
\v 4 દાઉદે તેને પૂછ્યું કે, "કૃપા કરી મને કહે ત્યાં શી બાબતો બની?" તે માણસે ઉત્તર આપ્યો કે, "લોકો લડાઈમાંથી નાસી ગયા છે. ઘણાં લોકો પાછા હઠીને મરણ પામ્યા છે. શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મરણ પામ્યા છે."
\v 5 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરણ પામ્યા છે?"
\p
\s5
\v 6 તે જુવાન માણસે કહ્યું કે, "હું અનાયાસે ગિલ્બોઆ પર્વત ઉપર હતો અને ત્યાં શાઉલ પોતાના ભાલા પર ટેકો રાખીને ઊભો હતો. અને રથો તથા સવારો તેની ખૂબ નજીક આવી ગયેલા હતા.
\v 7 શાઉલે આસપાસ નજર કરીને મને જોઈને બોલાવ્યો. મેં ઉત્તર આપ્યો કે, 'હું આ રહ્યો.'
\p
\s5
\v 8 તેણે મને કહ્યું કે, 'તું કોણ છે?' મેં તેને ઉત્તર આપ્યો કે, 'હું એક અમાલેકી છું.'
\v 9 તેણે મને કહ્યું કે, 'કૃપા કરી મારી પડખે ઊભો રહીને મને પૂરેપૂરો મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને હજી સુધી મારામાં જીવ છે.'
\v 10 માટે તેની પાસે ઊભા રહીને મેં તેને મારી નાખ્યો, કેમ કે હું જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનો નથી. તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડાં લઈ લીધાં. તે અહીં તમારી પાસે લાવ્યો છું, મારા માલિક."
\p
\s5
\v 11 પછી દાઉદે પોતાનાં વસ્ત્રો ફાડ્યા અને તેની સાથેના સઘળાં માણસોએ પણ તેમ જ કર્યું.
\v 12 તેઓએ શોક કર્યો, રડ્યા અને સાંજ સુધી શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે, ઈશ્વરના લોકો માટે અને ઇઝરાયલનાં માણસોને માટે ઉપવાસ કર્યો. કેમ કે તેઓ તરવારથી માર્યા ગયા હતા.
\v 13 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, "તું ક્યાંથી આવે છે?" તેણે જવાબ આપ્યો કે, "હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું."
\p
\s5
\v 14 દાઉદે તેને કહ્યું કે, "ઈશ્વરના અભિષિક્તને તારા હાથે મારી નાખતાં તને કેમ બીક લાગી નહિ?"
\v 15 દાઉદે જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે, "તેને મારી નાખ." તેથી તે માણસે તેના પર ત્રાટકીને નીચે ફેંકી દીધો. અને તે અમાલેકી મરણ પામ્યો.
\v 16 પછી દાઉદે તેને કહ્યું કે, "તેનું લોહી તારે માથે. કેમ કે તેને મુખે જ તેની વિરુદ્ધ સાક્ષી આપી હતી. અને કહ્યું કે, "ઈશ્વરના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.'"
\p
\s5
\v 17 પછી દાઉદે શોકનું આ ગીત શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે ગાયું:
\v 18 તેણે લોકોને હુકમ કર્યો કે આ ધનુષ્ય ગીત યહૂદાપુત્રોને શીખવવામાં આવે, જે યાશારના પુસ્તકમાં લખેલું છે.
\q
\v 19 "હે ઇઝરાયલ, તારું ગૌરવ,
\q2 તારા પર્વતો પર માર્યું ગયું છે!
\q યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે!
\q
\v 20 ગાથમાં એ કહેશો નહિ,
\q આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો નહિ,
\q રખેને પલિસ્તીઓની
\q2 દીકરીઓ હરખાય,
\q અને બિનસુન્ન્તીઓની
\q2 દીકરીઓ આનંદ કરે.
\q
\s5
\v 21 ગિલ્બોઆના પર્વતો,
\q2 તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય,
\q2 કે અર્પણોનાં ખેતરોમાં અનાજ ન હોય,
\q કેમ કે ત્યાં યોદ્ધાઓની ઢાલ ભ્રષ્ટ થઈ છે,
\q2 શાઉલની ઢાલ હવે જાણે તેલથી અભિષિક્ત થયેલી હોય નહિ એવું છે.
\q
\v 22 જેઓ માર્યા ગયા છે તેઓના લોહી,
\q2 બળવાનોનાં શરીરની ચરબીથી
\q યોનાથાનનું તીર પાછું પડતું ન હતું
\q શાઉલની તરવાર ઘા કર્યા વગર પાછી પડતી ન હતી.
\q
\s5
\v 23 શાઉલ અને યોનાથાન જીવન દરમ્યાન એકબીજા પ્રત્યે મનોહર અને આનંદિત હતા,
\q તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા.
\q તેઓ ગરુડ કરતાં વધારે વેગવાન હતા,
\q તેઓ સિંહોથી વધારે બળવાન હતા.
\q
\v 24 અરે ઇઝરાયલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો,
\q જેણે તમને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાવ્યાં,
\q જેણે સોનાનાં આભૂષણથી તમારાં વસ્ત્રો શણગાર્યા.
\q
\s5
\v 25 કેવી રીતે યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા ગયા છે!
\q હે યોનાથાન તું તારા જ પર્વતો પર માર્યો ગયો છે.
\q
\v 26 તારે લીધે મને દુઃખ થાય છે, મારા ભાઈ યોનાથાન.
\q તું મને બહુ વહાલો હતો.
\q મારા પર તારો પ્રેમ અદભુત હતો,
\q સ્ત્રીઓના પ્રેમથી વિશેષ અને અદભુત હતો.
\q
\v 27 યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે,
\q અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે!"
\s5
\c 2
\p
\v 1 ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, "શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?" ઈશ્વરે તેને જવાબ આપ્યો, "ઉપર જા." દાઉદે કહ્યું, "હું કયા શહેરમાં જાઉં?" ઈશ્વરે જવાબ આપ્યો, "હેબ્રોનમાં જા."
\v 2 તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓ, યિઝ્રએલી અહિનોઆમ અને નાબાલ કાર્મેલીની વિધવા અબીગાઈલ સાથે ત્યાં ગયો.
\v 3 દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો.
\p
\s5
\v 4 યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
\p તેઓએ દાઉદને કહ્યું કે, "યાબેશ- ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો."
\v 5 તેથી દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે સંદેશાવાહકો મોકલીને તેમને કહ્યું, "તમે ઈશ્વરથી આશીર્વાદિત છો, કેમ કે તમે તમારા માલિક શાઉલ પ્રત્યે વફાદારી દર્શાવીને તેને દફ્નાવ્યો.
\s5
\v 6 હવે ઈશ્વર તમારા પર કરારની વફાદારી તથા વિશ્વાસુપણું બતાવો. વળી તમે આ કામ કર્યું છે માટે હું પણ તમારા પ્રત્યે ભલાઈ દર્શાવીશ.
\v 7 હવે પછી, તમારા હાથ બળવાન થાઓ; તમે હિંમતવાન થાઓ કેમ કે તમારો માલિક શાઉલ મરણ પામ્યો છે; પણ યહૂદાના કુળે મને તેઓના પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.
\s5
\v 8 પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો;
\v 9 તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.
\s5
\v 10 જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું.
\v 11 દાઉદે સાત વર્ષ અને છ મહિના સુધી હેબ્રોનમાં યહૂદાના કુળ પર રાજ કર્યું.
\s5
\v 12 નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા.
\v 13 સરુયાનો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળા પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા.
\s5
\v 14 આબ્નેરે યોઆબને કહ્યું કે, "કૃપા કરી જુવાન માણસોને અમારી સમક્ષ આવીને હરીફાઈ કરવા દે." પછી યોઆબે કહ્યું, "તેઓને આવવા દો."
\v 15 પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર.
\s5
\v 16 તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, "હેલ્કાથ-હાસ્સુરીમ" અથવા "તલવારોનું ખેતર" એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે.
\v 17 તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો.
\s5
\v 18 સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકે તેમ હતો.
\v 19 અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો.
\s5
\v 20 આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, "શું તું અસાહેલ છે?" તેણે જવાબ આપ્યો કે, "હું તે છું."
\v 21 આબ્નેરે તેને કહ્યું, "તારી જમણી કે ડાબી બાજુ તરફ વળી જા. અને એક જુવાન માણસને પકડીને તેનાં શસ્ત્ર લઈ લે." પણ અસાહેલ કોઈ બાજુએ વળ્યો નહિ.
\s5
\v 22 તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, "મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?"
\v 23 પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા.
\s5
\v 24 પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા.
\v 25 બિન્યામીનના માણસો પોતે આબ્નેરની પાછળ એકત્ર થયા અને તેઓ પર્વતના શિખર ઉપર ઊભા રહ્યા.
\s5
\v 26 ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, શું તરવાર હંમેશા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનો અંત તો કડવો થશે? તારા જે માણસો તેઓના ભાઈઓની પાછળ પડ્યા છે તેઓને ત્યાંથી પાછા વળી જવાનું કહેવાને તું ક્યાં સુધી રાહ જોઈશ?"
\v 27 યોઆબે જવાબ આપ્યો, "જીવતા ઈશ્વરના સમ, જો તેં કહ્યું ન હોત તો નિશ્ચે સવાર સુધી મારા સૈનિકો તેઓના ભાઈઓની પાછળ પડ્યા ન હોત."
\s5
\v 28 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું.
\v 29 આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા.
\s5
\v 30 યોઆબે આબ્નેરની પાછળ પડવાનું અટકાવી દીધું. તે પાછો ફર્યો. તેણે સર્વ માણસોને એકત્ર કર્યા. તો તેઓમાંથી અસાહેલ અને દાઉદના સૈનિકોમાંથી ઓગણીસ માણસો ઓછા થયેલા હતા.
\v 31 પણ દાઉદના માણસોએ બિન્યામીન સાથે ત્રણ સો સાઠ માણસોને માર્યા.
\v 32 પછી તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાં તેના પિતાની કબરમાં દફ્નાવ્યો. યોઆબ અને તેના માણસો આખી રાત ચાલ્યા અને સૂર્યોદય થતાં હેબ્રોનમાં પહોંચ્યા.
\s5
\c 3
\p
\v 1 હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.
\p
\s5
\v 2 હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો.
\v 3 તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબીગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.
\p
\s5
\v 4 ચોથો દીકરો, તે હાગ્ગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમા દીકરા શફાટ્યાને અબીટાલે જન્મ આપ્યો હતો,
\v 5 છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો.
\p
\s5
\v 6 દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો.
\v 7 શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે આયાની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, "તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?"
\p
\s5
\v 8 આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, "શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે?
\p
\s5
\v 9 જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો!
\v 10 એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેર-શેબા સુધી હું સ્થાપું."
\v 11 પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો.
\p
\s5
\v 12 પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, "આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે."
\v 13 દાઉદે જવાબ આપ્યો, "સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મીખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ."
\p
\s5
\v 14 પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, "જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ."
\v 15 તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
\v 16 તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, "હવે ઘરે પાછો જા." તેથી તે પાછો ગયો.
\p
\s5
\v 17 આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, "ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા.
\v 18 તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, 'મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.'
\p
\s5
\v 19 આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો.
\v 20 આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.
\p
\s5
\v 21 આબ્નેરે દાઉદને જણાવ્યું, "હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને તારી પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે." દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો.
\p
\s5
\v 22 પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો.
\v 23 જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, "નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે."
\p
\s5
\v 24 યોઆબે રાજા પાસે આવીને કહ્યું, ''તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?
\v 25 નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?"
\v 26 જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો.
\p
\s5
\v 27 આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.
\p
\s5
\v 28 દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું," નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.
\v 29 આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને દુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે."
\v 30 આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.
\p
\s5
\v 31 દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકો ને કહ્યું, "પોતાના વસ્ત્રો ફાડો, ટાટના વસ્ત્રો પહેરો અને આબ્નેરના શબની આગળ શોક કરો." અને દાઉદ રાજા તેના શબને દફનાવવા બીજાઓની પાછળ કબ્રસ્તાનમાં ગયા.
\v 32 તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફ્નાવ્યો. દાઉદ આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો અને તેની સાથે સર્વ લોકો પણ રડ્યા.
\p
\s5
\v 33 રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, "જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય?
\v 34 તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે." સર્વ લોકોએ વારંવાર તેના માટે વિલાપ કર્યો.
\p
\s5
\v 35 લોકો સૂર્યાસ્ત અગાઉ દાઉદને ભોજન કરાવવાં તેની પાસે આવ્યા, પણ દાઉદે સોગન લીધા કે, "સૂર્યાસ્ત થયા અગાઉ જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારું મૃત્યુ લાવો."
\v 36 સર્વ લોકોએ દાઉદનું એ દુઃખ ધ્યાનમાં લીધું. અને રાજાએ જે કંઈ કર્યું તેથી તેમને ખુશી થઈ.
\p
\s5
\v 37 તેથી સર્વ લોકો તથા સર્વ ઇઝરાયલીઓ જાણી શક્યા કે નેરના દીકરા આબ્નેરને મારવામાં રાજાની ઇચ્છા ન હતી.
\v 38 રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, "શું તમે જાણો છો કે, આજે ઇઝરાયલમાં એક રાજકુમાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે?
\v 39 હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.
\s5
\c 4
\p
\v 1 શાઉલના દીકરા ઈશ-બોશેથે સાંભળ્યું કે આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેનાં ગાત્રો શિથિલ થઈ ગયા અને સર્વ ઇઝરાયલીઓ મુશ્કેલીમાં મુકાયા.
\v 2 શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ સરદારની ટુકડીમાંના સૈનિકો હતા. એકનું નામ બાના, બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દીકરા હતા (તેથી બેરોથ પણ બિન્યામીનનો એક ભાગ ગણાતું હતું,
\v 3 બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં વસેલા છે).
\p
\s5
\v 4 શાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો તે પગે અપંગ હતો. જયારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી ત્યારે તે પાંચ વર્ષનો હતો . તેને સાચવનારી તેને લઈને દોડી ગઈ હતી. જયારે તે દોડતી હતી, ત્યારે યોનાથાનનો દીકરો પડી ગયો અને તે અપંગ થઈ ગયો હતો. તેનું નામ મફીબોશેથ હતું.
\s5
\v 5 તેથી રિમ્મોન બેરોથીના દીકરા રેખાબ તથા બાના બપોરના સમયે ઈશ-બોશેથને ઘરે પહોંચ્યા. ત્યારે તે આરામ કરતો હતો.
\v 6 જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી. રેખાબ અને બાના ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા.
\v 7 જે આરામગૃહમાં તે પોતાના પલંગ પર સૂતો હતો ત્યાં પહોંચી ગયા. તેઓએ તેના પર હુમલો કર્યો અને તેની હત્યા કરી. પછી તેઓ તેનું માથું કાપી નાખ્યું. તે લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા.
\p
\s5
\v 8 તેઓ ઈશ-બોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવ્યા. અને રાજાને કહ્યું કે, "જુઓ, આ ઈશ-બોશેથ, શાઉલનો દીકરો તારો શત્રુ, જે તારો જીવ લેવાની તક શોધતો હતો, તેનું માથું છે. આજે ઈશ્વરે મારા મુરબ્બી રાજાનું વેર શાઉલ તથા તેના વંશજ વિરુદ્ધ વાળ્યું છે."
\v 9 દાઉદે રિમ્મોન બેરોથીના દીકરા, રેખાબ તથા તેના ભાઈ બાનાને ઉત્તર આપ્યો; તેણે તેઓને કહ્યું, "જીવંત ઈશ્વરે, મારા જીવને સર્વ વિપત્તિમાંથી બચાવ્યો છે,
\v 10 કે જયારે કોઈએ મને કહ્યું, 'શાઉલ મરણ પામ્યો છે,'ત્યારે હું વિચારતો હતો કે તે સારા સમાચાર લાવ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો. તેની ખબરના બદલામાં મેં તેને ઈનામ આપ્યું હતું.
\p
\s5
\v 11 હવે જયારે ખૂની માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં ઘૂસીને તેના પલંગ પર તેને માર્યો છે. ત્યારે તમારા હાથથી થયેલા તેના ખૂનનો બદલો હું ન લઉં અને પૃથ્વી પરથી તમને નાબૂદ કેમ ના કરું?"
\v 12 પછી દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી. એટલે તેઓએ બંનેને મારી નાખ્યા અને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે ઊંચે લટકાવ્યા. તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફ્નાવ્યું.
\s5
\c 5
\p
\v 1 પછી ઇઝરાયલના સર્વ કુળોએ દાઉદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, "જુઓ, અમે તારા પિતરાઈઓ છીએ.
\v 2 ગતકાળમાં જયારે શાઉલ અમારો રાજા હતો, ત્યારે ઇઝરાયલના સૈન્યની આગેવાની તેં જ કરી હતી. ઈશ્વરે તને જ કહ્યું હતું, "તું મારા લોક ઇઝરાયલીઓ પર અધિપતિ તથા રાજા થશે.'"
\s5
\v 3 તેથી ઇઝરાયલના સર્વ આગેવાનો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. દાઉદે ઈશ્વરની આગળ હેબ્રોનમાં તેઓની સાથે કરાર કર્યો. તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.
\v 4 દાઉદ રાજા થયો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું.
\v 5 તેણે હેબ્રોનમાં રહીને તેણે યહૂદિયા પર સાડા સાત વર્ષ રાજ કર્યું; અને યરુશાલેમમાં રહીને ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.
\p
\s5
\v 6 દાઉદ અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, "તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ."
\v 7 પણ, દાઉદે તો સિયોનનો કિલ્લો કબજે કર્યો. તે હવે દાઉદનું નગર કહેવાય છે.
\p
\s5
\v 8 યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, " સૈનિકો તે પાણીના નાળામાં થઈને ઉપર ચઢી જાઓ, 'અંધ તથા અપંગ,' યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે." તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે , "અંધ તથા અપંગ' તે રાજમહેલમાં આવી શકતા નથી."
\v 9 જયારે દાઉદ તે કિલ્લામાં રહેવા લાગ્યો અને તેનું નામ દાઉદનગર પાડ્યું. દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં બાંધકામ કર્યું.
\v 10 દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન પ્રભુ ઈશ્વર, તેની સાથે હતા.
\p
\s5
\v 11 પછી તૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવા સંદેશવાહકો, કાષ્ટવૃક્ષો, સુથારો અને કડિયાઓ મોકલ્યા.
\v 12 દાઉદે જાણ્યું કે ઈશ્વરે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેમણે તેમનું રાજય પોતાના લોક ઇઝરાયલને ખાતર ગૌરવવાન કર્યું છે.
\p
\s5
\v 13 પછી દાઉદ હેબ્રોન છોડીને યરુશાલેમમાં આવ્યો, ત્યાં તેણે બીજી વધારાની પત્નીઓ અને ઉપપત્નીઓ કરી. તેઓએ અનેક દીકરા અને દીકરીઓને જન્મ આપ્યાં.
\v 14 યરુશાલેમમાં જન્મેલાં સંતાનોનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
\v 15 યિબ્હાર, અલીશૂઆ, નેફેગ, યાફીઆ,
\v 16 અલિશામા, એલ્યાદા અને અલીફેલેટ.
\p
\s5
\v 17 પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ જેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરાયો છે. ત્યારે તેઓ બધા તેને પકડી લેવા બહાર ગયા. પણ દાઉદને તેની જાણ થવાથી તે કિલ્લામાં ચાલ્યો ગયો.
\v 18 હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં ફેલાઈ ગયા હતા.
\p
\s5
\v 19 પછી દાઉદે ઈશ્વરની સલાહ પૂછી કે, "શું હું પલિસ્તીઓ ઉપર હુમલો કરું? શું તમે તેઓ પર વિજય આપશો?'' ઈશ્વરે દાઉદને કહ્યું કે, "હુમલો કર, હું નિશ્ચે તને પલિસ્તીઓ પર વિજય આપીશ."
\v 20 તેથી દાઉદે બાલ-પરાસીમના લોકો પર હુમલો કર્યો અને તેઓને પરાજિત કર્યા. તેણે કહ્યું કે, "પાણીના પૂરના ધસારાની માફક ઈશ્વર મારા શત્રુઓ પર ધસી ગયા છે." એ માટે તેણે તે જગ્યાનું નામ બાલ-પરાસીમ પાડયું.
\v 21 પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ ત્યાં પડતી મૂકી. દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.
\p
\s5
\v 22 પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.
\v 23 દાઉદે ફરી ઈશ્વરની સલાહ પૂછી અને ઈશ્વરે તેને કહ્યું, "તું આગળથી હુમલો કરીશ નહિ, પણ તેઓની પાછળ ચકરાવો ખાઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.
\p
\s5
\v 24 જયારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે પૂરા સામર્થ્યથી ચઢાઈ કરજે. તે વખતે હું તારી આગળ પલિસ્તીઓના સૈન્ય પર હુમલો કરવા તારી અગાઉ ગયો છું. એવું સમજ જે."
\v 25 ઈશ્વરે જેમ દાઉદને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો.
\s5
\c 6
\p
\v 1 દાઉદે ઇઝરાયલમાંથી પસંદ કરેલા ત્રીસ હજાર માણસોને ફરીથી એકત્ર કર્યા.
\v 2 પછી તે પોતાની સાથેના સર્વ માણસોને લઈને તે કરુબો પર બિરાજમાન ઈશ્વરનો કોશ લેવાને બાલે-યહૂદિયાથી જ્યાં કોશ હતો ત્યાં ગયો. જે સૈન્યોના ઈશ્વરના નામથી ઓળખાય છે.
\p
\s5
\v 3 તેઓએ ઈશ્વરના કોશને અબીનાદાબનું ઘર જે પર્વત પર હતું ત્યાંથી લાવ્યા અને તેને એક નવા ગાડામાં મૂક્યો. તેના દીકરાઓ, ઉઝઝા અને આહયો ગાડું હાંકતા હતા.
\v 4 તેઓ પર્વત પરથી અબીનાદાબના ઘરેથી ઈશ્વરના કોશને લાવતા હતા. આહયો કોશ આગળ ચાલતો હતો.
\v 5 અને દાઉદ તથા ઇઝરાયલના ઘરના લોકો દેવદારના લાકડાંમાંથી બનાવેલાં સર્વ પ્રકારનાં વાજિંત્રો, વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરા ઈશ્વર આગળ વગાડતા હતા.
\p
\s5
\v 6 જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો.
\v 7 ત્યારે ઈશ્વરનો કોપ ઉઝઝા પર સળગ્યો. તેના અપરાધને લીધે ઈશ્વરે તેને ત્યાં માર્યો. ઉઝઝા ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.
\p
\s5
\v 8 ઈશ્વરે ઉઝઝાને માર્યો તેથી દાઉદને ખોટું લાગ્યું અને તેણે તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું. તે જગ્યાનું નામ આજ સુધી પેરેસ-ઉઝઝા છે.
\v 9 દાઉદને તે દિવસે ઈશ્વરનો ડર લાગ્યો. તેણે કહ્યું કે, "ઈશ્વરનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?"
\p
\s5
\v 10 ડરનો માર્યો દાઉદ ઈશ્વરનો કોશ પોતાની પાસે દાઉદના નગરમાં લઈ જવા ઇચ્છતો નહોતો. તેના બદલે, તેણે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં તેને મૂક્યો.
\v 11 ઈશ્વરનો કોશ તેના ઘરમાં ત્રણ મહિના રહ્યો. તેથી ઈશ્વરે તેને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.
\p
\s5
\v 12 હવે દાઉદ રાજાને સમાચાર મળ્યા કે, "ઈશ્વરના કોશને કારણે ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે." તેથી દાઉદ જઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી આનંદ સાથે દાઉદના નગરમાં લાવ્યો.
\v 13 ઈશ્વરનો કોશ ઊંચકીને ચાલનારાં માત્ર છ પગલાં ચાલ્યા, ત્યારે દાઉદે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.
\p
\s5
\v 14 દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો.
\v 15 આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા.
\p
\s5
\v 16 ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મીખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.
\v 17 લોકોએ ઈશ્વરના કોશને અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને સારુ બનાવ્યો હતો, તેની મધ્યમાં તેને મૂક્યો. પછી દાઉદે ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવ્યાં.
\p
\s5
\v 18 દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવી રહ્યો પછી, દાઉદે સૈન્યોના ઈશ્વરના નામે લોકોને આશીર્વાદ આપ્યો.
\v 19 પછી તેણે સર્વ લોકને, પુરુષો તથા સ્ત્રીઓ સહિત ઇઝરાયલના આખા સમુદાયને, રોટલી, થોડું માંસ તથા સૂકી દ્રાક્ષ વહેંચી આપ્યાં. દરેક જણ પોતપોતાને ઘરે ગયા.
\p
\s5
\v 20 દાઉદ પણ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા ઘરે આવ્યો. (દાઉદની પત્ની) શાઉલની દીકરી મિખાલ દાઉદને મળવાને બહાર આવી. અને તેની મશ્કરી કરતાં કહ્યું કે, "આજે ઇઝરાયલનો રાજા કેવો સન્માનનીય લાગતો હતો! જાણે કોઈ હલકો માણસ મર્યાદા મૂકીને નિર્વસ્ત્ર થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નિર્વસ્ત્ર થયો હતો!"
\p
\s5
\v 21 દાઉદે મીખાલને જવાબ આપ્યો કે, મેં તે ઈશ્વરની આગળ નૃત્ય કર્યું છે, તેમણે મને તેમના લોકો, ઇઝરાયલ ઉપર રાજા તરીકે અભિષિક્ત કરવા સારું, તારા પિતા તથા તેના કુટુંબનાં સર્વને બદલે મને પસંદ કર્યો છે, માટે હું ઈશ્વરમાં હર્ષો ઉલ્લાસ કરીશ.
\v 22 આના કરતાં પણ હું વધારે 'હલકો' થઈશ, હું મારી પોતાની દ્રષ્ટિમાં અપમાનિત થઈશ, પણ જે દાસીઓ મધ્યે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.
\v 23 માટે શાઉલની દીકરી, મિખાલ તેના જીવનપર્યંત નિ:સંતાન રહી.
\s5
\c 7
\p
\v 1 ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો.
\v 2 ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, "જો, હું એરેજવૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે."
\s5
\v 3 નાથાને રાજાને કહ્યું કે, "જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે."
\v 4 પણ તેજ રાત્રે ઈશ્વરનું વચન નાથાન પાસે આવ્યું,
\v 5 "જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?
\p
\s5
\v 6 કેમ કે હું ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર લાવ્યો તે દિવસથી આજ પર્યંત હું ઘરમાં રહ્યો નથી, પણ, તંબુમાં તથા મંડપમાં રહીને ચાલ્યો છું.
\v 7 જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, "શા માટે તમે મારે સારું એરેજવૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?"'
\p
\s5
\v 8 મારા સેવક દાઉદને કહે કે, સૈન્યોના ઈશ્વર એવું કહે છે કે: તું ઘેટાંનાં ટોળાંની પાછળ ફરતો હતો ત્યાંથી મેં તને તેડાવી લીધો છે, કે તું મારા લોક ઇઝરાયલ પર શાસન કરે.
\v 9 જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી મેં નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.
\p
\s5
\v 10 હું ઇઝરાયલના મારા લોકોને માટે જગ્યા ઠરાવીશ. અને તેઓને ત્યાં સ્થાયી કરીશ, કે જેથી તેઓ પોતાની જ જગ્યાએ રહે અને વધારે મુશ્કેલીમાં મુકાય નહિ. જેમ તેઓએ અગાઉ કર્યું તેમ વિરોધી લોકો હવે પછી તેમના પર જુલમ કરશે નહિ,
\v 11 જે દિવસોથી ઇઝરાયલના મારા લોકો ઉપર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા આપી ત્યારથી તેઓ અગાઉની માફક કરતા હતા. પણ હવે હું તને તારા સર્વ શત્રુઓથી સલામત રાખીશ. વળી, હું, ઈશ્વર, તને કહું છું કે હું તારે સારું ઘર બાંધીશ.
\p
\s5
\v 12 જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.
\v 13 તે મારા નામને માટે એક ઘર બાંધશે અને હું તેનું રાજયાસન સદાને માટે સ્થાયી કરીશ.
\v 14 હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે. જો તે પાપ કરશે, તો હું માણસની સોટીથી તથા માણસના દીકરાઓના કોરડાથી તેને શિક્ષા કરીશ.
\p
\s5
\v 15 જેમ મેં શાઉલને તારી આગળથી દૂર કરીને તેની પાસેથી મારા વિશ્વાસુપણાનો કરાર લઈ લીધો હતો, તેવી રીતે મારા વિશ્વાસુપણાનો કરાર તેની પાસેથી લઈ લેવાશે નહિ.
\v 16 તારું ઘર તથા રાજય હંમેશા તારી આગળ સ્થાયી થશે. તારું રાજયાસન હંમેશા માટે ટકી રહેશે.
\v 17 આ સર્વ શબ્દો તથા આ સંપૂર્ણ દર્શન વિષે નાથાને દાઉદને કહી સંભળાવ્યું.
\p
\s5
\v 18 પછી દાઉદ રાજા અંદર ગયો અને ઈશ્વરની સમક્ષ બેઠો; તેણે કહ્યું, 'હે પ્રભુ ઈશ્વર, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે તમે મને આટલે સુધી લાવ્યા છો?
\v 19 હે પ્રભુ ઈશ્વર તમારી દ્રષ્ટિમાં આ વાત નાની હતી. ઈશ્વર, તમે લાંબા કાળને માટે તમારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ભાવિ પેઢીઓ મને દેખાડી છે!
\v 20 હું દાઉદ, તમને વધારે શું કહું? પ્રભુ ઈશ્વર, તમે તમારા સેવક સંબંધે આ રાખો છો.
\s5
\v 21 તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે.
\v 22 પ્રભુ ઈશ્વર, તમે મહાન છો. તમારા જેવા બીજા કોઈ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.
\v 23 તમે તમારો મહિમા થાય એ રીતે તમારા લોકોને મિસરમાંથી, ત્યાંની દેશજાતિઓને દેવદેવીઓની પકડમાંથી તેઓના દેખતા મહાન કૃત્યો કરવા છોડાવ્યાં છે.
\p
\s5
\v 24 તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો.
\v 25 તેથી હવે, પ્રભુ ઈશ્વર, જે વચન તમેં તમારા દાસ વિષે તથા તેના કુટુંબ વિષે બોલ્યા છો તે સદાને માટે તમારા વચન અનુસાર સ્થાપિત કરો.
\v 26 તમારું નામ સર્વકાળ માટે મહાન મનાઓ. લોકો કહે કે, 'સૈન્યના ઈશ્વર ઇઝરાયલના પ્રભુ છે! તમારા સેવક દાઉદનું અને મારું ઘર તમારી આગળ સ્થાપિત થશે.
\p
\s5
\v 27 સૈન્યના ઈશ્વર, ઇઝરાયલના પ્રભુ, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, હું તારે માટે ઘર બાંધીશ. તેથી મેં તમારી આગળ આ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
\v 28 હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું.
\v 29 તો હવે, તમે કૃપા કરી તમારા સેવકનું એટલે મારું ઘર સદાકાળ ટકે માટે આશીર્વાદ આપો. કેમ કે, પ્રભુ ઈશ્વર તમે આ બાબતો કહી છે માટે અને વચન આપ્યું છે માટે તમારા આશીર્વાદથી તમારા સેવકનું ઘર સદા આશીર્વાદિત થાઓ."
\s5
\c 8
\p
\v 1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું.
\s5
\v 2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.
\p
\s5
\v 3 પછી દાઉદે રાહોબનો દીકરો સોબાનો રાજા હતો તેને એટલે કે હદાદેઝેર જયારે તે ફ્રાત નદી પાસે પોતાનું રાજય પાછું મેળવવા માટે પાછો જતો હતો ત્યારે તેને હરાવ્યો.
\v 4 દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા.
\p
\s5
\v 5 જયારે દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.
\v 6 પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
\p
\s5
\v 7 હદાદેઝેરના ચાકરો પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો.
\v 8 હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું.
\p
\s5
\v 9 જયારે હમાથના રાજા ટોઈએ, સાંભળ્યું કે દાઉદે હદાદેઝેરના બધાં સૈન્યનો પરાજય કર્યો છે,
\v 10 ત્યારે ટોઈએ પોતાના દીકરા યોરામને દાઉદ રાજા પાસે તેને બિરદાવવા અને આશીર્વાદ આપવા મોકલ્યો, કારણ કે દાઉદે હદાદેઝેરની વિરુદ્ધ લડાઈ કરીને તેને હરાવ્યો હતો, યોરામ પોતાની સાથે ચાંદીના, સોનાનાં અને કાંસાનાં પાત્રો લઈને આવ્યો હતો.
\p
\s5
\v 11 દાઉદ રાજાએ આ પાત્રો ઈશ્વરને સમર્પિત કર્યાં. તે સાથે જે દેશો તેણે જીત્યા હતા તે સર્વનું.
\v 12 એટલે અરામનું, મોઆબનું, આમ્મોનપુત્રોનું, પલિસ્તીઓનું, અમાલેકનું, સોબાના રાજા રાહોબના દીકરા હદાદેઝેરે લૂંટી લીધેલું સોનું પણ ઈશ્વરને અર્પિત કર્યું.
\p
\s5
\v 13 દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.
\v 14 તેણે આખા અદોમમાં લશ્કરો ગોઠવ્યાં અને સર્વ અદોમીઓ તેના દાસો થયા. દાઉદ જ્યાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
\p
\s5
\v 15 દાઉદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યું હતું. પોતાના સર્વ લોકોનો ન્યાય કરતો હતો. અને વહીવટ કરતો હતો.
\v 16 સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઈતિહાસકાર હતો.
\v 17 અહીટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો.
\v 18 યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.
\s5
\c 9
\p
\v 1 દાઉદે પૂછ્યું કે, "શું હજી શાઉલના ઘરનું કોઈ બચી રહ્યું છે. કે હું તેના પર યોનાથાનને લીધે દયા બતાવું?"
\v 2 ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, "શું તું સીબા છે?" તેણે કહ્યું કે, "હા. હું તમારો દાસ છું."
\p
\s5
\v 3 તેથી રાજાએ કહ્યું કે, "શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?" સીબાએ રાજાને કહ્યું કે, "યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે."
\v 4 રાજાએ તેને કહ્યું કે, "તે ક્યાં છે?" સીબાએ રાજાને જવાબ આપ્યો કે, "લો-દબારમાં આમિયેલના દીકરા માખીરના ઘરમાં તે છે."
\s5
\v 5 પછી દાઉદ રાજાએ માણસ મોકલી તેને લો-દબારથી આમિયેલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો.
\v 6 તેથી શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, "મફીબોશેથ." તેણે ઉત્તર આપ્યો કે, "જુઓ હું તમારો ચાકર છું!"
\p
\s5
\v 7 દાઉદે તેને કહ્યું, "બીશ નહિ, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નિશ્ચે તારા પર દયા દર્શાવીશ, તારા દાદા શાઉલની તમામ સંપત્તિ હું તને પાછી આપીશ, તું હંમેશાં મારી સાથે મેજ પર ભોજન કરશે."
\v 8 મફીબોશેથે નમન કરીને કહ્યું, "આ દાસ કોણ છે, કે મૂએલા શ્વાન જેવા મારા પર તું કૃપા દર્શાવે?"
\p
\s5
\v 9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, "મેં તારા માલિકના દીકરાને શાઉલની તથા તેના કુટુંબની સર્વ સંપત્તિ આપી છે.
\v 10 તારે, તારા દીકરાઓએ તથા તારા દાસોએ તે ભૂમિ ખેડવી અને તેની ફસલનો પાક તારે લાવવો કે તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા યોનાથાનનો દીકરો મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે." સીબાને પંદર દીકરા તથા વીસ ચાકરો હતા.
\p
\s5
\v 11 ત્યારે સીબાએ રાજાને કહ્યું, "મારા માલિક રાજાએ મને જે સર્વ આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે હું તારો દાસ વર્તીશ." રાજાએ કહ્યું, "મફીબોશેથ રાજાઓના દીકરા સમાન મારી મેજ પર જમશે."
\v 12 મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા.
\v 13 મફીબોશેથ યરુશાલેમમાં રહેતો હતો, તે હંમેશાં રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે અપંગ હતો.
\s5
\c 10
\p
\v 1 ત્યાર પછી એમ થયું કે, આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેના સ્થાને તેનો દીકરો હાનૂન રાજા થયો.
\v 2 દાઉદે કહ્યું, "જેમ તેના પિતાએ મારા પર દયા રાખી હતી તેમ હું નાહાશના દીકરા હાનૂન ઉપર દયા રાખીશ." દાઉદે તેના પિતાના મૃત્યુ નિમિત્તે તેને દિલાસો આપવા માટે પોતાના દાસોને મોકલ્યા, તેઓ ચાકરોએ આમ્મોનીઓના દેશમાં આવ્યા.
\v 3 પણ આમ્મોનીઓના આગેવાનોએ પોતાના રાજા હાનૂનને કહ્યું કે, "દાઉદે તારી પાસે તને દિલાસો આપવાને માણસો મોકલ્યા છે તેથી તું એવું માને છે કે દાઉદ તારા પિતાનો આદર કરે છે? શું દાઉદે પોતાના દાસોને નગર જોવાને તથા તેની જાસૂસી કરવાને તથા તેનો વિનાશ કરવાને માટે તારી પાસે મોકલ્યા નહિ હોય?"
\s5
\v 4 તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા.
\v 5 આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો.
\s5
\v 6 જયારે આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં તિરસ્કૃત થયા છે, ત્યારે તેઓએ સંદેશાવાહકો મોકલીને બેથ-રાહોબના તથા સોબાના અરામીઓમાંથી વીસ હજાર પાયદળ સૈનિકો, હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસો વેતન આપી સૈન્યમાં દાખલ કર્યા.
\v 7 જયારે દાઉદે તે વિષે સાંભળ્યું, ત્યારે તેણે યોઆબ અને સૈન્યના સઘળા સૈનિકોને મોકલ્યા.
\v 8 આમ્મોનીઓએ બહાર નીકળીને તેમના નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ વ્યૂહરચના કરી, સોબાના તથા રાહોબના અરામીઓ, ટોબના તથા માકાના માણસો પોતે ખુલ્લાં મેદાનમાં અલગ ઊભા હતા.
\p
\s5
\v 9 જયારે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના ઉત્તમ લડવૈયાઓમાંથી કેટલાકને પસંદ કર્યા અને તેઓને અરામીઓ સામે ગોઠવ્યા.
\v 10 બાકીના સૈન્યને તેણે પોતાના ભાઈ અબિશાયના અધિકાર નીચે રાખ્યા, તેણે તેઓને આમ્મોનના સૈન્યની સામે યુદ્ધ માટે ગોઠવ્યા.
\p
\s5
\v 11 યોઆબે અબિશાયને કહ્યું કે, "જો અરામીઓ અમને ભારે પડે, તો તું મને નિશ્ચે બચાવજે. પણ જો આમ્મોનીઓનું સૈન્ય તને ભારે પડે, તો હું આવીને તને બચાવીશ.
\v 12 બહાદુરી બતાવજો, આપણે આપણા લોકને માટે તથા ઈશ્વરના નગરોને માટે શૂરાતન બતાવીએ, પછી ઈશ્વર પોતાના ઉદ્દેશ માટે તેમને જે યોગ્ય લાગે તે મુજબ કરે."
\p
\s5
\v 13 યોઆબ અને તેના સૈન્યના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને તેઓ ઇઝરાયલના સૈન્યની આગળથી નાસી ગયા.
\v 14 જયારે આમ્મોનીઓના સૈન્યએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે તેઓ પણ અબિશાયની આગળથી નાસીને નગરમાં જતા રહ્યા. પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો વળીને યરુશાલેમમાં પરત આવ્યો.
\p
\s5
\v 15 અને જયારે અરામીઓએ જોયું કે તેઓને ઇઝરાયલે પરાજિત કર્યા છે, ત્યાર પછી તેઓ ફરીથી એકત્ર થયા.
\v 16 પછી હદારદેઝેરે માણસ મોકલીને ફ્રાત નદીની પેલી બાજુ રહેનાર અરામીઓના સૈન્યને બોલાવ્યું. તેના સૈનિકો હદારદેઝેરના સૈન્યના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.
\p
\s5
\v 17 જયારે દાઉદને એની બાતમી મળી ત્યારે તેણે સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા, તે યર્દન ઓળંગીને હેલામમાં આવ્યો. અરામીઓએ પોતે દાઉદ સામે વ્યૂહરચના કરી અને તેની સાથે લડ્યા.
\v 18 અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા. દાઉદે અરામીઓના સાતસો રથસવારોને તથા ચાળીસ હજાર ઘોડેસવારોને મારી નાખ્યા. તેઓના સૈન્યનો સેનાપતિ શોબાખ ઘવાયો અને ત્યાં જ મરણ પામ્યો.
\v 19 જયારે સઘળા રાજાઓ જે હદારદેઝેરના તાબેદારો હતા તેઓએ જોયું કે તેઓ ઇઝરાયલ દ્વારા પરાજિત થયા છે, ત્યારે અરામીઓએ ઇઝરાયલ સાથે સંધિ કરીને તેઓના તાબેદારો થયા. તેથી ત્યાર બાદ અરામીઓ આમ્મોન પુત્રોની મદદે આવતાં ગભરાતા હતા.
\s5
\c 11
\p
\v 1 વસંતઋતુમાં જયારે રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા માટે બહાર જતા હતા, ત્યારે દાઉદે યોઆબને, તેના ચાકરોને તથા ઇઝરાયલના સૈન્યને મોકલ્યું. તેઓએ આમ્મોનીઓનો નાશ કર્યો અને રાબ્બાને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો.
\p
\s5
\v 2 એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી.
\v 3 તેથી દાઉદે માણસ મોકલીને જેઓ તે સ્ત્રી વિષે જાણતા હતા તેઓને પૂછપરછ કરાવી. તો કોઈએકે કહ્યું, "શું એ એલીઆમની દીકરી, ઉરિયા હિત્તીની પત્ની બાથ-શેબા નથી?"
\p
\s5
\v 4 દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો ( તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી). પછી તે પોતાને ઘરે પાછી ગઈ.
\v 5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; "હું ગર્ભવતી છું."
\p
\s5
\v 6 પછી દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, "ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.'' તેથી યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો.
\v 7 ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું, યોઆબ કેમ છે? સૈન્યની શી ખબર છે? યુદ્ધ કેવું ચાલે છે?
\v 8 પછી ઉરિયાને કહ્યું કે, "તારે ઘરે જા અને વિશ્રામ કર." તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.
\p
\s5
\v 9 પણ ઉરિયા ઘરે જવાને બદલે રાજાના મહેલનાં દરવાજા પાસે રાજાના ચાકરોની સાથે સૂઈ રહ્યો. તે પોતાના ઘરે ગયો નહિ.
\v 10 દાઉદને જણાવવાંમાં આવ્યું કે, "ઉરિયા પોતાને ઘરે ગયો નથી," તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, "શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું શા માટે તારે ઘરે ગયો નહિ?"
\v 11 ઉરિયાએ દાઉદને જવાબ આપ્યો, "કરારકોશ, ઇઝરાયલ અને યહૂદા તંબુઓમાં રહે છે અને મારો માલિક સેનાપતિ યોઆબ અને તેના દાસો ખુલ્લાં મેદાનમાં છાવણીમાં રહે છે. તો હું કેવી રીતે ખાવા, પીવા અને મારી સ્ત્રી સાથે સૂવા મારે ઘરે જાઉં? તમારા અને તમારા જીવના સમ, હું એ પ્રમાણે કરનાર નથી."
\p
\s5
\v 12 તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, "આજે પણ અહીં રહે અને કાલે હું તને જવા દઈશ." તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં રહ્યો.
\v 13 દાઉદે તેને બોલાવ્યો, તેણે તેની આગળ ખાધું, પીધું. દાઉદે તેને નશો કરાવ્યો. તે સાંજે પણ તે પોતાના પલંગ પર દાઉદના ચાકરો સાથે સૂવાને ગયો; પણ પોતાને ઘરે ગયો નહીં.
\p
\s5
\v 14 તેથી સવારમાં દાઉદે યોઆબ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર ઉરિયાની મારફતે મોકલ્યો.
\v 15 દાઉદે પત્રમાં એમ લખ્યું કે, "ઉરિયાને દારુણ યુદ્ધમાં સૌથી આગળ રાખજે અને પછી તેની પાસેથી તમે દૂર ખસી જજો, જેથી તે દુશ્મનોના પ્રહારથી માર્યો જાય."
\p
\s5
\v 16 યોઆબે નગર ઉપર ઘેરાબંધી કરી હતી, તેણે ઉરિયાને એવી જગ્યાએ ફરજ સોંપી કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શત્રુઓના શૂરવીર સૈનિકોનો મારો રહેવાનો છે.
\v 17 જયારે નગરના માણસો બહાર આવીને યોઆબના સૈન્ય સાથે લડ્યા, ત્યારે દાઉદના સૈનિકોમાંથી કેટલાક મરણ પામ્યા અને ત્યાં ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.
\p
\s5
\v 18 યોઆબે યુદ્ધ વિષેના અહેવાલની ખબર દાઉદને મોકલી.
\v 19 ત્યારે તેણે સંદેશાવાહકને આજ્ઞા આપી કહાવ્યું હતું કે, જયારે તું યુદ્ધની સર્વ બાબતો રાજાને કહી રહે,
\v 20 ત્યાર પછી જો કે રાજા ક્રોધે ભરાય અને તને એમ કહે કે, "લડવા સારું નગરની એટલી બધી નજીક તમે કેમ ગયા? શું તમે નહોતા જાણતા, કે તેઓ કોટ પરથી હુમલો કરશે?
\p
\s5
\v 21 યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખેને કોણે માર્યો? શું એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું તેથી તે તેબેસમાં મરણ નહોતો પામ્યો? શા માટે તમે કોટની એટલી નજીક ગયા?' પછી તારે ઉત્તર આપવો કે, 'તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.'''
\p
\s5
\v 22 પછી સંદેશાવાહક ત્યાંથી નીકળી અને દાઉદ પાસે ગયો યોઆબે તેને જે કહેવા મોકલ્યો હતો તે સર્વ બાબતો તેણે દાઉદને કહી.
\v 23 તેણે દાઉદને કહ્યું, "આપણે બળવાન હતા તેનાથી પણ વધારે બળવાન શત્રુઓ હતા; તેઓ અમારી સમક્ષ મેદાનમાં આવ્યા પણ અમે દરવાજાના પ્રવેશદ્વારેથી જ તેમને પાછા પાડ્યા.
\s5
\v 24 અને તેના ધનુર્ધારીઓએ કોટ ઉપરથી અમારા પર તીરંદાજી કરી. અને અમારામાંથી કેટલાક માર્યા ગયા અને તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો."
\v 25 પછી દાઉદે સંદેશાવાહકને કહ્યું કે, "યોઆબને આમ કહેજે કે, 'એથી તું દુઃખી ન થતો, કેમ કે તલવાર તો જેમ એકનો તેમ જ બીજાનો પણ નાશ કરે છે. તું નગર વિરુદ્ધ સખત યુદ્ધ કરીને, તેનો પરાજય કરજે.' અને તું યોઆબને હિંમત આપજે."
\p
\s5
\v 26 જયારે ઉરિયાની પત્નીએ સાંભળ્યું કે, તેનો પતિ ઉરિયા યુદ્ધમાં મરણ પામ્યો છે, ત્યારે તેણે પોતાના પતિને માટે વિલાપ કર્યો.
\v 27 જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે દાઉદે માણસ મોકલીને તેને તેના ઘરેથી મહેલમાં તેડાવી લીધી. અને તે તેની પત્ની થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. પણ દાઉદે જે કર્યું હતું તે ઈશ્વરની દ્રષ્ટિમાં દુષ્ટ હતું.
\s5
\c 12
\p
\v 1 પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, "નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.
\v 2 ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં,
\v 3 પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.
\p
\s5
\v 4 એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું."
\v 5 એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, "જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.
\v 6 તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ."
\p
\s5
\v 7 પછી નાથાને દાઉદને કહ્યું કે, "તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, 'મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.
\v 8 મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત.
\p
\s5
\v 9 તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.
\v 10 તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.'
\s5
\v 11 ઈશ્વર કહે છે કે, 'જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.
\v 12 કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.'"
\v 13 પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે, "મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે." નાથાને દાઉદને જવાબ આપ્યો કે, "ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે. તું માર્યો જઈશ નહિ.
\p
\s5
\v 14 તોપણ આ કૃત્ય કરીને તેં ઈશ્વરનાં વૈરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જનમશે તે નિશ્ચે મરી જશે."
\v 15 પછી નાથાન ત્યાંથી પોતાના ઘરે ગયો. ઈશ્વરે દાઉદથી ઉરિયાની પત્નીને જે બાળક જનમ્યું તેને રોગિષ્ઠ કર્યું, તે ઘણું બીમાર હતું.
\p
\s5
\v 16 દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
\v 17 તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના દાસો તેની પાસે આવીને ઊભા રહ્યા, પણ તે ઊઠ્યો નહિ, તેણે તેઓની સાથે કશું ખાધું પણ નહિ.
\v 18 સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. હવે એ બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતાં દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે, "જુઓ, જયારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે તેને કહીએ કે, બાળક મરી ગયું છે, તો તે પોતાને શું કરશે?!"
\p
\s5
\v 19 પણ જયારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે, "શું બાળક મરી ગયું છે?" તેઓએ જવાબ આપ્યો કે, "હા તે મરી ગયું છે."
\v 20 પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.
\p
\s5
\v 21 પછી તેના ચાકરોએ તેને કહ્યું કે, "શા માટે તેં આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ જયારે બાળક મરી ગયું ત્યારે તેં ઊઠીને ખોરાક ખાધો?
\v 22 દાઉદે જવાબ આપ્યો, "જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો. મેં કહ્યું કે, "કોણ જાણે છે કે, ઈશ્વર મારા પર કૃપા કરીને બાળકને જીવતું રહેવા દે?
\v 23 પણ હવે તે મરણ પામ્યું છે, તો હવે શા માટે મારે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું છું? તે મારી પાસે પાછું આવશે નહિ પણ હું તેની પાસે જઈશ."
\p
\s5
\v 24 દાઉદે તેની પત્ની બેથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બેથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા.
\v 25 તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ 'યદીદયા' રાખ્યું.
\p
\s5
\v 26 હવે યોઆબે આમ્મોનીઓના રાજનગર રાબ્બા વિરુદ્ધ લડાઈ કરી. અને તેના કિલ્લાઓ કબજે કરી લીધા.
\v 27 પછી યોઆબે દાઉદ પાસે સંદેશાવાહકો મોકલીને કહ્યું કે, "હું રાબ્બા સામે લડ્યો છું અને મેં તે નગરનો પાણી પુરવઠો નિયંત્રિત કર્યો છે.
\v 28 તો હવે બાકીના સૈન્યને એકસાથે એકત્ર કર અને નગરની સામે છાવણી કરીને તેને કબજે કર, કેમ કે જો હું તે નગર લઈ લઈશ, તો તે મારા નામથી ઓળખાશે."
\p
\s5
\v 29 તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો; તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું.
\v 30 દાઉદે ત્યાંના રાજા મોલોખનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો- તે મુગટ સુવર્ણનો હતો. તેનું વજન એક તાલંત સોના જેવું હતું, તેમાં મૂલ્યવાન રત્નો જડેલાં હતાં. તે મુગટ દાઉદને માથે મૂકવામાં આવ્યો. પછી તે નગરમાંથી મોટા પ્રમાણમાં લૂંટ લઈને બહાર આવ્યો.
\p
\s5
\v 31 દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યા. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.
\s5
\c 13
\p
\v 1 દાઉદનો દીકરો આમ્મોન તેની સાવકી બહેન તામાર પ્રત્યે મોહિત થયો. તે ખૂબ સુંદર હતી. આબ્શાલોમ તેનો સગો ભાઈ હતો. તે પણ દાઉદનો દીકરો હતો.
\v 2 આમ્નોન ખુબ હતાશ હતો અને તે પોતાની બહેન તામાર પ્રત્યેના તલસાટને કારણે બીમાર પડ્યો. તે કુંવારી હતી એટલે તેની સાથે કશું ખોટું કરવું તે આમ્નોનને મુશ્કેલ હતું.
\p
\s5
\v 3 આમ્નોનને યોનાદાબ નામે એક મિત્ર હતો તે દાઉદના ભાઈ શિમઆનો દીકરો હતો. યોનાદાબ ઘણો હોશિયાર માણસ હતો.
\v 4 યોનાદાબે આમ્નોનને કહ્યું કે, "હે રાજકુંવર, તું દરરોજ કેમ દુઃખી રહે છે? શું તું મને નહિ કહે?" તેથી આમ્નોને તેને ઉત્તર આપ્યો, "હું મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડ્યો છું."
\p
\s5
\v 5 પછી યોનાદાબે તેને કહ્યું કે, તું તારા "પલંગ ઉપર સૂઈ રહે અને બીમાર હોવાનો ઢોંગ કર. જયારે તારા પિતા તને જોવા આવે, ત્યારે તેને કહેજે કે, 'કૃપા કરીને શું તમે મારી બહેન તામારને મને ખાવાને અન્ન આપવા અને મારા માટે ભોજન બનાવવા સારુ મોકલો, કે જેથી હું તેને જોઈને તેના હાથથી ખાઉં?'"
\v 6 તેથી આમ્નોન સૂઈ ગયો અને બીમાર હોવાનો ઢોંગ કર્યો. રાજા તેની ખબર જોવા આવ્યો, ત્યારે આમ્નોને રાજાને કહ્યું, "કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે તે મારા દેખતાં મારે માટે થોડી રસોઈ બનાવે અને હું તેના હાથે ખાઉં.''
\s5
\v 7 ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, "હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર."
\v 8 તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી.
\v 9 પછી તેણે તવામાંથી રોટલી લઈને તેને આપી, પણ આમ્મોને તે ખાવાની ના પાડી. પછી આમ્નોને ત્યાં હાજર રહેલાઓને કહ્યું, "સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દો." તેથી સર્વ તેની પાસેથી બહાર ગયા.
\p
\s5
\v 10 પછી આમ્નોને તામારને કહ્યું, "ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં." પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.
\v 11 જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, "મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા."
\v 12 તામારે તેને ઉત્તર આપ્યો કે, "નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!
\p
\s5
\v 13 હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે."
\v 14 પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો.
\p
\s5
\v 15 પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર ઉપજ્યો, તે તેને ચાહતો હતો તે કરતાં તેને વધારે તેને ધિક્કારવા લાગ્યો. આમ્નોને તેને કહ્યું, "ઊઠીને જતી રહે."
\v 16 તેણે તેને જવાબ આપ્યો કે, "હું જવાની નથી. કારણ કે તેં મારી સાથે જે કર્યું છે તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ખરાબ છે." પણ આમ્નોને તેનું કહેવું સાંભળ્યું નહિ.
\v 17 તેણે પોતાના અંગત ચાકરને બોલાવીને કહ્યું કે," આ સ્ત્રીને મારી પાસેથી બહાર કાઢી મૂક અને પછીથી બારણું બંધ કર."
\p
\s5
\v 18 પછી તેના ચાકરોએ તેને બહાર કાઢી મૂકી અને બારણું અંદરથી બંધ કરી દીધું. તામારે નવરંગી વસ્ત્ર પહેરેલું હતું. કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા વસ્ત્ર પહેરતી હતી.
\v 19 તામારે પોતાના માથા પર રાખ નાખી અને તેણે પહેરેલું વસ્ત્ર ફાડ્યું. તે પોતાના હાથ માથા પર મૂકીને પોક મૂકીને રડતી રડતી ચાલી ગઈ.
\p
\s5
\v 20 તેના ભાઈ આબ્શાલોમે તેને કહ્યું કે, શું તારો ભાઈ આમ્નોને તને કશું કર્યુ છે? પણ હવે શાંત થઈ જા, મારી બહેન તે તારો ભાઈ છે. એને લીધે અંતર ખેદિત કરીશ નહિ." તેથી તામાર પોતાના ભાઈ આબ્શાલોમના ઘરે એકલી રહી.
\v 21 પણ જયારે દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
\v 22 આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.
\p
\s5
\v 23 બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.
\v 24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, "હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો."
\p
\s5
\v 25 રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, "નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ." આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો.
\v 26 પછી આબ્શાલોમે કહ્યું કે, "જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે." તેથી રાજાએ તેને કહ્યું, "શા માટે આમ્નોન તારી સાથે આવે?"
\p
\s5
\v 27 આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.
\v 28 આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, "ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, 'આમ્નોન પર હુમલો કરો,' ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો."
\v 29 તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.
\p
\s5
\v 30 તેઓ માર્ગમાં જતા હતા, એવામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે તમામ રાજકુંવરોને મારી નાખ્યા છે અને તેઓમાંથી કોઈને પણ જીવતો રહેવા દીધો નથી."
\v 31 પછી રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં અને તે જમીન પર સૂઈ ગયો; તેની સાથે તેના સર્વ ચાકરો પણ ફાટેલાં વસ્ત્ર સાથે તેની પાસે ઊભા રહ્યા.
\p
\s5
\v 32 પણ દાઉદના ભાઈ, શિમઆના પુત્ર, યોનાદાબે દાઉદને કહ્યું, "તારે એવું માની લેવાની જરૂર નથી. આબ્શાલોમે રાજાના સર્વ જુવાન દીકરાઓને મારી નાખ્યા છે, તમામને નહિ ફક્ત આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે. જે દિવસે આમ્મોને તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો, ત્યારથી આબ્શાલોમે આ તરકટ રચ્યું હતું.
\v 33 માટે હવે રાજાના સર્વ દીકરાઓ મરણ પામ્યા છે, એમ ધારીને તારે પોતાના મનમાં દુઃખી થવું નહિ, કેમ કે, ફક્ત આમ્નોન એકલો જ મરણ પામ્યો છે.
\p
\s5
\v 34 આબ્શાલોમ દૂર નાસી ગયો. જે ચાકર ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ પર્વતબાજુની પશ્ચિમદિશાના માર્ગેથી ઘણાં લોકો તેની પાસે આવતા હતા.
\v 35 પછી યોનાદાબે રાજાને કહ્યું કે, "જુઓ, રાજાના દીકરાઓ આવ્યા છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે જ છે."
\v 36 જયારે યોનાદાબે પોતાની વાત પૂર્ણ કરી અને તે જ સમયે રાજાના દીકરાઓ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ઊંચા અવાજે રુદન કર્યું. તેઓની સાથે રાજા અને તેના સર્વ ચાકરોએ પણ વિલાપ કર્યો.
\p
\s5
\v 37 પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજા, આમિહુદના દીકરા તાલ્માયની પાસે ગયો. દાઉદ પોતાના દીકરાને યાદ કરીને દરરોજ આક્રંદ કરતો હતો.
\v 38 આબ્શાલોમ નાસીને ગશૂર ચાલ્યો ગયો ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યો.
\v 39 દાઉદ રાજાને આબ્શાલોમને મળવાની તીવ્ર ઉત્કંઠા થતી હતી, કેમ કે આમ્નોનના મરણ પછી હવે તેણે સાંત્વન અનુભવ્યું હતું.
\s5
\c 14
\p
\v 1 હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે.
\v 2 તેથી યોઆબે તકોઆમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, "કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.
\v 3 પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે." પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.
\p
\s5
\v 4 પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, "હે રાજા, મને મદદ કર."
\v 5 રાજાએ તેને કહ્યું કે, "તારી સાથે શું ખરાબ થયું છે?" તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.
\v 6 મારે બે દીકરા હતા, તે બન્ને ખેતરમાં લડી પડ્યા. ત્યાં તેઓને અલગ કરનાર કોઈ ન હતું. એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
\p
\s5
\v 7 અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, 'જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.' આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ."
\p
\s5
\v 8 તેથી રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, "તારા ઘરે જા, તારા વિષે કંઈ કરવા માટે હું હુકમ આપીશ."
\v 9 તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, "મારા મુરબ્બી રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો."
\p
\s5
\v 10 રાજાએ કહ્યું, "જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ."
\v 11 પછી તેણે કહ્યું કે, "કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ." રાજાએ જવાબ આપ્યો કે, "જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં."
\p
\s5
\v 12 પછી તે સ્ત્રીએ કહ્યું કે, "કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા મુરબ્બી રાજાને કહેવા દે." તેણે કહ્યું, "બોલ."
\v 13 તેથી તે સ્ત્રીએ કહ્યું," શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.
\v 14 કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.
\p
\s5
\v 15 તેથી મારા મુરબ્બી રાજાને આ વાત કહેવાને હું આવી છું, તેનું કારણ એ છે કે લોકોએ મને બીવડાવી છે. જેથી તારી દાસીએ પોતાને કહ્યું કે, 'હવે હું રાજા સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી અમલમાં મૂકે.
\v 16 કેમ કે રાજા મારું સાંભળીને, જે માણસ મારા દીકરા સાથે ઈશ્વરના વારસામાંથી નાશ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી મને છોડાવશે.
\v 17 પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, 'ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.' ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.
\s5
\v 18 પછી રાજાએ તે સ્ત્રીને કહ્યું, "કૃપા કરીને જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ મારાથી છુપાવીશ નહિ." તે સ્ત્રીએ જવાબ આપ્યો, "મારા મુરબ્બી રાજા બોલો.
\v 19 રાજાએ કહ્યું, "આ સર્વમાં શું યોઆબનો હાથ તારી સાથે નથી?" તે સ્ત્રીએ જવાબ આપ્યો કે, "મારા મુરબ્બી રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો મુરબ્બી રાજા બોલ્યો છે તે તદ્દન સાચી વાત છે. તારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તેણે આ વાતો મને કહેલી હતી.
\v 20 વાતને યોગ્યરીતે રજૂ કરવા માટે યોઆબે આ કામ કર્યું છે. ભૂમિ પર જે સર્વ બને છે તે જાણવામાં તું તો ઈશ્વરના જેવો જ્ઞાની છે."
\p
\s5
\v 21 તેથી રાજાએ યોઆબને કહ્યું, "હવે જો, હું આ કામ કરીશ. માટે જા, જુવાન આબ્શાલોમને પાછો લઈ આવ."
\v 22 યોઆબે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને રાજાનો આદર કરીને ધન્યવાદ આપ્યો. યોઆબે કહ્યું, "હે મારા મુરબ્બી રાજા, આજે તારો દાસ હું જાણું છું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી સ્વીકારી છે."
\p
\s5
\v 23 તેથી યોઆબ ઊઠીને ગશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લાવ્યો.
\v 24 રાજાએ કહ્યું, "તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ." તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ."
\p
\s5
\v 25 હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
\v 26 તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
\v 27 આબ્શાલોમને ત્રણ દીકરા અને એક દીકરી હતાં, જેનું નામ તામાર હતું. તે સુંદર કન્યા હતી.
\p
\s5
\v 28 આબ્શાલોમ રાજાનું મુખ જોયા વગર યરુશાલેમમાં પૂરા બે વર્ષ રહ્યો.
\v 29 પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ.
\p
\s5
\v 30 તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, ''યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો." તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.
\v 31 ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, "તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?"
\p
\s5
\v 32 આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, "જો, મેં તને સંદેશો મોકલાવ્યો હતો કે, 'તું અહીં આવ કે જેથી હું તારા દ્વારા રાજાને ખબર મોકલું કે, "હું ગશૂરથી શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારા માટે વધારે સારું થાત. માટે હવે રાજા સાથે મારી રૂબરૂ મુલાકાત કરાવ. અને જો તેને મારામાં દોષ દેખાય તો તે ભલે મને મારી નાખે.'''"
\v 33 તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.
\s5
\c 15
\p
\v 1 પછી આબ્શાલોમે પોતાને માટે રથ અને ઘોડા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો સાથે તૈયાર કર્યા.
\v 2 આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને નગરના દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો. જયારે કોઈ માણસ વાદવિવાદ કે તેના ન્યાય માટે રાજા પાસે જતો, ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને પૂછતો કે, "તું કયા નગરમાંથી આવ્યો છે?" ત્યારે તે માણસ ઉત્તર આપતો કે, "તારો દાસ ઇઝરાયલના એક કુળમાંનો છે. પછી તે તેનું સાંભળતો હતો."
\p
\s5
\v 3 અને આબ્શાલોમ તેને કહેતો કે, "જો, તારી ફરિયાદ ખરી તથા યોગ્ય છે, પણ તારી ફરિયાદ સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી."
\v 4 વળી આબ્શાલોમ ઇચ્છતો હતો કે આ દેશમાં મને ન્યાયાધીશ બનાવવામાં આવે, તો કેવું સારું પછી જે કોઈને તકરાર કે ફરિયાદ હોય તે પ્રત્યેક માણસ મારી પાસે આવે અને હું તેનો ન્યાય કરું!"
\p
\s5
\v 5 જયારે કોઈ માણસ તેને માન આપવા માટે તેની પાસે આવતો, ત્યારે તે પોતાના હાથ લાંબા કરીને તેને ભેટીને ચુંબન કરતો.
\v 6 સર્વ ઇઝરાયલના માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા ત્યારે તેઓની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો હતો. તેથી આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં મન જીતી લીધાં.
\p
\s5
\v 7 ચાર વર્ષ પછી એમ થયું કે, આબ્શાલોમે રાજાને કહ્યું, "ઈશ્વર સમક્ષ હેબ્રોનમાં મેં શપથ લીધા હતા તે પૂર્ણ કરવાને કૃપા કરી મને જવા દે.
\v 8 તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે શપથ લીધા હતા કે, 'જો ઈશ્વર મને યરુશાલેમમાં પાછો લાવશે, તો હું ઈશ્વરની સ્તુતિ કરીશ.'"
\p
\s5
\v 9 રાજાએ તેને કહ્યું, "શાંતિએ જા." તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો.
\v 10 પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, "જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, 'આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.'"
\p
\s5
\v 11 બસો આમંત્રિત માણસો યરુશાલેમથી આબ્શાલોમની સાથે ગયા. તેઓ તેમના ભોળપણમાં તેની સાથે ગયા હતા, આબ્શાલોમની યોજના વિષે તેઓ તદ્દન અજાણ હતા.
\v 12 જયારે આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, ત્યારે તેણે અહિથોફેલ ગીલોનીને તેના નગર ગીલોમાં મોકલ્યો. તે દાઉદનો સલાહકાર હતો. આબ્શાલોમનું ષડ્યંત્ર આયોજનબધ્ધ હતું, કેમ કે આબ્શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.
\p
\s5
\v 13 એક સંદેશાવાહકે દાઉદ પાસે આવીને કહ્યું કે, "ઇઝરાયલના માણસોના હૃદય આબ્શાલોમ તરફ છે."
\v 14 તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, "ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તરવારથી હુમલો કરી નગરનો નાશ કરશે."
\v 15 રાજાના સેવકોએ તેને કહ્યું કે, "જો, અમારો માલિક રાજા જે કંઈ નિર્ણય કરે તે કરવાને તારા સેવકો તૈયાર છે."
\p
\s5
\v 16 રાજા તથા તેની પાછળ તેના કુટુંબનાં સર્વ ચાલી નીકળ્યાં, પણ મહેલ સંભાળવા માટે રાજાએ પોતાની દસ ઉપપત્નીઓને ત્યાં રહેવા દીધી.
\v 17 પછી રાજા તથા તેની પાછળ સર્વ લોક બહાર ચાલી નીકળ્યા અને તેઓ રસ્તા પરના છેલ્લાં ઘરે ઊભા રહ્યા.
\v 18 તેનું સઘળું સૈન્ય તેની પડખે ચાલતું હતું અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ અને સર્વ ગિત્તીઓ એટલે ગાથથી તેની સાથે આવેલા છસો માણસો તેની આગળ ચાલતા હતા.
\p
\s5
\v 19 ત્યારે રાજાએ ઇત્તાય ગિત્તીને કહ્યું કે, "અમારી સાથે તું પણ કેમ આવે છે? પાછો જા અને આબ્શાલોમ રાજા પાસે રહે, કેમ કે તું વિદેશી તથા દેશ નિકાલ થયેલો છે. તારી પોતાની જગ્યાએ પાછો જા.
\v 20 વળી તું ગઈકાલે જ આવ્યા છો, તો શા માટે હું તને અમારી સાથે ભટકવા દઉં? વળી મને ખબર પણ નથી કે હું કયાં જાઉં છું. તેથી પાછો જઈને તારા ભાઈઓને પાછા લઈ જા. દયા તથા સત્યતા તારી સાથે આવો."
\s5
\v 21 પણ ઇત્તાયે રાજાને કહ્યું, "મારા મુરબ્બી રાજાના જીવના સમ, કે જે જગ્યાએ મારા મુરબ્બી રાજા જશે, પછી મરવાનું હશે કે જીવવાનું તોપણ તારો દાસ ત્યાં આવશે."
\v 22 તેથી દાઉદે ઇત્તાયને કહ્યું, "આગળ જા અને અમારી સાથે પ્રયાણ કર." માટે ઇત્તાય ગિત્તીએ તેના સઘળાં માણસો તથા સઘળાં કુટુંબો સાથે મળીને રાજા સાથે પ્રયાણ કર્યું.
\v 23 આખો દેશ પોક મૂકીને રડ્યો સઘળા લોકોએ કિદ્રોનની ખીણ પસાર કરી, રાજા પણ કિદ્રોનની ખીણ પરથી પસાર થયો, સઘળા લોકોએ અરણ્યના માર્ગ તરફ સામે પાર ગયા.
\p
\s5
\v 24 પણ સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરનો કરાર કોશ ઊંચકીને ત્યાં આવ્યા. તેઓએ ઈશ્વરના કોશને નીચે મૂક્યો અને પછી અબ્યાથાર તેમની સાથે જોડાયો. સર્વ લોકો નગરમાંથી બહાર નીકળી ગયા ત્યાં સુધી તેઓએ રાહ જોઈ.
\v 25 રાજાએ સાદોકને કહ્યું કે, "ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો નગરમાં લઈ જા. જો ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર થશે, તો તેઓ મને અહીં પાછો લાવશે અને કોશ તથા જ્યાં તે રહે છે તે જગ્યા મને ફરીથી બતાવશે.
\v 26 પણ જો તે એમ કહે કે, 'હું તારા પર પ્રસન્ન નથી,' તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે."
\p
\s5
\v 27 રાજાએ સાદોક યાજકને કહ્યું, શું "તું પ્રબોધક નથી? તારા બે દીકરા, અહિમાઆસને તથા અબ્યાથારના દીકરા યોનાથાનને તારી સાથે લઈને શાંતિથી નગરમાં પાછો જા.
\v 28 જ્યાં સુધી તમારી તરફથી મને ખાતરીપૂર્વક ખબર નહિ મળે, ત્યાં સુધી હું અરણ્ય તરફના ઘાટ આગળ ઊભો રહીશ.
\v 29 માટે સાદોક અને અબ્યાથાર ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો યરુશાલેમમાં લાવ્યા અને તેઓ ત્યાં રહ્યા.
\p
\s5
\v 30 પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.
\v 31 કોઈએકે દાઉદને કહ્યું કે, "અહિથોફેલ આબ્શાલોમની સાથેના કાવતરાખોરોની સાથે છે. તેથી દાઉદે પ્રાર્થના કરી કે, 'હે ઈશ્વર, કૃપા કરી, અહિથોફેલની સલાહને મૂર્ખતામાં બદલી નાખજે."
\s5
\v 32 અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.
\v 33 દાઉદે તેને કહ્યું કે, "જો તું મારી સાથે મુસાફરી કરશે તો તું મને બોજારૂપ થઈ પડશે.
\v 34 પણ જો તું નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે કે, હે રાજા, હું તારો સેવક થઈશ, જેમ પાછલા સમયમાં હું તારા પિતાનો ચાકર હતો, તે પ્રમાણે હવે હું તારો ચાકર થઈશ, તો તું મારા માટે અહિથોફેલની સલાહને નિષ્ફળ કરીશ.'
\p
\s5
\v 35 વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી જે વાતો રાજાના મહેલમાં તું સાંભળે તે તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે.
\v 36 ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દીકરો અહિમાઆસ તથા અબ્યાથારનો દીકરો યોનાથાન, તેઓની સાથે છે. તું જે કંઈ સાંભળે તે તેઓના દ્વારા નિશ્ચે મને કહેવડાવજે.
\v 37 તેથી દાઉદનો મિત્ર, હુશાય, જયારે નગરમાં પહોંચ્યો ત્યારે આબ્શાલોમ યરુશાલેમમાં પ્રવેશતો હતો.
\s5
\c 16
\p
\v 1 દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી.
\v 2 રાજાએ સીબાને પૂછ્યું કે, "આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?" સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું."
\p
\s5
\v 3 રાજાએ કહ્યું કે, "તારા માલિકનો દીકરો ક્યાં છે?" સીબાએ રાજાને જવાબ આપ્યો કે, "જો, તે યરુશાલેમમાં રહે છે, કેમ કે તે કહે છે કે, આ ઇઝરાયલનું ઘર છે તે મારા પિતાનું રાજ્ય છે તે મારા માટે સ્થાપિત કરવામાં આવશે.
\v 4 પછી રાજાએ સીબાને કહ્યું કે, "જો, જે સઘળું મફીબોશેથનું હતું તે હવે તારું છે." સીબાએ જવાબ આપ્યો કે, "હે મારા મુરબ્બી રાજા હું વિનમ્રતાથી તને નમન કરું છું. કે "તમે મારા પર કૃપાદ્રષ્ટિ દર્શાવો."
\p
\s5
\v 5 જયારે દાઉદ રાજા બાહૂરીમ પહોંચ્યો, ગેરાનો દીકરો શિમઈ શાઉલના કુટુંબનો હતો તે ત્યાંથી બહાર આવ્યો. તે શાપ આપવા લાગ્યો.
\v 6 તેણે દાઉદ તથા રાજાના સર્વ ચાકરો પર, રાજાને જમણે તથા ડાબે સૈન્ય તથા અંગરક્ષકો હોવા છતાં તેઓ પર પથ્થરો ફેંક્યા.
\p
\s5
\v 7 શિમઈએ શાપ આપતા કહ્યું, "હે ખૂની તથા બલિયાલના માણસ! દૂર જા, અહીંયાથી જતો રહે,
\v 8 શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે."
\p
\s5
\v 9 પછી સરુયાના દીકરા અબિશાયે રાજાને કહ્યું કે, "આ મરેલો કૂતરો મારા માલિક રાજાને શા માટે શાપ આપે છે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું."
\v 10 પણ રાજાએ કહ્યું કે, હે સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શો સંબંધ છે? કદાચ તે મને શાપ આપે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે 'દાઉદને શાપ આપ.' તેથી કોણ કહી શકે કે, 'તું શા માટે રાજાને શાપ આપે છે?'"
\p
\s5
\v 11 માટે દાઉદે અબિશાયને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે, "જુઓ, મારો દીકરો, જે મારાથી જનમ્યો હતો તે મારો જીવ લેવાને શોધે છે. તો હવે આ બિન્યામીની મારો વિનાશ કરવાની ઇચ્છા કરે એમાં શી નવાઈ? તેને એકલો રહેવા દો અને શાપ આપવા દે, કેમ કે ઈશ્વરે તેને તેમ કરવાની આજ્ઞા આપી છે.
\v 12 કદાચ ઈશ્વર મારા પર થયેલા દુઃખો પર નજર કરે, જે શાપ તે આજે આપે છે તેનો સારો બદલો ઈશ્વર મને આપે."
\p
\s5
\v 13 તેથી દાઉદ તથા તેના માણસો જયારે માર્ગે ચાલતા હતા, ત્યારે શિમઈ તેની સામેના પર્વતની બાજુએ હતો, તે તેઓને શાપ આપતો અને તેના ઉપર પથ્થરો અને ધૂળ નાખતો ગયો.
\v 14 પછી રાજા તથા તેની સાથેના સર્વ લોકો થાકી ગયા, અને રાત્રે તેઓએ રોકાઈને આરામ કર્યો.
\p
\s5
\v 15 આબ્શાલોમ તથા ઇઝરાયલના સર્વ લોકો જે તેની સાથે હતા તે યરુશાલેમમાં આવ્યા અને અહિથોફેલ તેઓની સાથે હતો.
\v 16 જયારે દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે હુશાયે અબ્શાલોમને કહ્યું, "રાજા, ઘણું જીવો! રાજા ઘણું જીવો!"
\p
\s5
\v 17 આબ્શાલોમે હૂશાયને કહ્યું, "શું તારા મિત્ર પ્રત્યેની તારી વફાદારી આવી જ છે? તું તેની સાથે શા માટે ન ગયો?"
\v 18 હુશાયે આબ્શાલોમને જવાબ આપ્યો, "નહિ! તેને બદલે જેને ઈશ્વરે, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યા, તેનો જ હું થઈશ અને તેની સાથે હું રહીશ.
\p
\s5
\v 19 વળી, હું કયા માણસની સેવા કરું? શું મારે તેના દીકરાની હજૂરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા પિતાની હજૂરમાં સેવા કરી હતી, તેમ હું તારી હજૂરમાં સેવા કરીશ."
\p
\s5
\v 20 પછી આબ્શાલોમે અહિથોફેલને કહ્યું, "હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ."
\v 21 અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, "તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે."
\p
\s5
\v 22 તેથી તેઓએ મહેલની અગાસી ઉપર તંબુ બાંધ્યાં અને આબ્શાલોમ સર્વ ઇઝરાયલીઓના દેખતા તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે ઊંઘી ગયો.
\v 23 હવે તે દિવસોમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે કોઈએ ઈશ્વરવાણી સાંભળી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ અને આબ્શાલોમ બન્ને અહિથોફેલની સલાહનો આદર કરતા હતા.
\s5
\c 17
\p
\v 1 પછી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, "હવે મને પસંદ કરેલા બાર હજાર માણસો આપ. અને હું આજે રાત્રે જઈને દાઉદનો પીછો કરીશ.
\v 2 જયારે તે થાકેલો અને નિર્બળ હશે ત્યારે હું તેની પાસે જઈને તેને ગભરાવી નાખીશ. ત્યારે જે માણસો તેની સાથે છે તે બધા ભાગી જશે અને હું ફક્ત રાજા પર જ હુમલો કરીશ.
\v 3 હું સર્વ લોકોને તારી પાસે પાછા લાવીશ જેઓને તું શોધે છે તેઓ નાશ પામશે અને સર્વ લોકો તારી સાથે શાંતિમાં રહેશે."
\v 4 અહિથોફેલે જે કહ્યું તે આબ્શાલોમને તથા ઇઝરાયલના સર્વ આગેવાનોને પસંદ પડ્યું.
\p
\s5
\v 5 પછી આબ્શાલોમે કહ્યું, "હવે હુશાય આર્કીને પણ બોલાવો અને તે શું કહે છે તેને આપણે સાંભળીએ."
\v 6 જયારે હુશાય આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે આબ્શાલોમે તેને ખુલાસો કર્યો કે અહિથોફેલે આ પ્રમાણે કહ્યું છે અને હુશાયને પૂછ્યું, "શું અહિથોફેલના કહ્યા પ્રમાણે અમારે કરવું? જો ના હોય તો, શું કરવું તેની તું સલાહ આપ."
\v 7 તેથી હુશાયે આબ્શાલોમને કહ્યું, "આ સમયે અહિથોફેલે જે સલાહ આપી છે તે સારી નથી."
\p
\s5
\v 8 વળી હુશાયે કહ્યું, "તને ખબર છે કે તારા પિતા અને તેના માણસો બહુ હિંમતવાન યોદ્ધાઓ છે, જેમ પોતાના બચ્ચાં છીનવાઈ જવાથી રીંછણ ક્રોધિત હોય છે તેવા તે લોકો છે. તારો પિતા લડવૈયા પુરુષ છે; તે આજે રાત્રે સૈનિકોની સાથે રહેશે નહિ.
\v 9 હમણાં તે કોઈ ખાડામાં કે કોઈ બીજી જગ્યાએ સંતાયેલા હશે. શરૂઆતના હુમલામાં તમારામાંના કેટલાક માણસો માર્યા જશે. તે વિષે જે કોઈ સાંભળશે તેઓ કહેશે કે, 'આબ્શાલોમની પાછળ ચાલનાર સૈનિકોની કતલ થઈ રહી છે.'
\v 10 એટલે બહાદુર સૈનિકો, જેઓ સિંહ જેવા શૂરવીર સમાન છે, તેઓ પણ ગભરાશે કારણ કે આખું ઇઝરાયલ જાણે છે કે તારો પિતા શૂરવીર યોદ્ધો છે અને જે માણસો તેની સાથે છે તે ઘણાં બળવાન છે.
\p
\s5
\v 11 તેથી મારી સલાહ છે કે દાનથી બેર-શેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને તું એકઠા કર, તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે અને તું પોતે લડાઈમાં જા.
\v 12 પછી જયાં કઈ તે મળશે ત્યાં અમે આવીશું અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ અમે તેના ઉપર તૂટી પડીશું. અને તેને કે તેની સાથેના પણ માણસને જીવતા જવા દઈશું નહિ.
\p
\s5
\v 13 વળી જો તે કોઈ નગરમાં ભરાઈને બેઠા હશે, તો સર્વ ઇઝરાયલીઓ નગર આગળ દોરડાં લાવશે અને અમે તે નગરને ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં નાનો પથ્થર પણ જોવા નહિ મળે."
\v 14 પછી આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, "હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વધારે સારી છે." આબ્શાલોમ આફતમાં મુકાય તે માટે ઈશ્વરે અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નક્કી કર્યું હતું.
\p
\s5
\v 15 હુશાયે સાદોક તથા અબ્યાથાર યાજકોને કહ્યું, "અહિથોફેલે આબ્શાલોમને અને ઇઝરાયલના આગેવાનોને આ પ્રમાણેની સલાહ આપી હતી, પણ મેં કંઈક બીજી સલાહ આપી હતી.
\v 16 તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, 'આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે."'
\p
\s5
\v 17 હવે યોનાથાન અને અહિમાઆસ એન-રોગેલ પાસે ઊભા હતા, એક દાસી તેઓને સમાચાર આપતી. તેઓ જઈને દાઉદ રાજાને કહેતાં, કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈનાં જોવામાં આવે નહિ.
\v 18 પરંતુ એક જુવાન માણસે તેઓને જોઈને આબ્શાલોમને ખબર આપી તેથી યોનાથાન તથા અહિમાઆસ જલ્દીથી ચાલ્યા ગયા અને બાહુરીમમાં એક માણસને ઘરે આવ્યા, ત્યાં તેના આંગણામાં એક કૂવો હતો તેમાં તેઓ ઊતર્યા.
\p
\s5
\v 19 તે માણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી અને તેના પર અનાજને સૂકવવા પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે કે યોનાથાન તથા અહિમાઆસ કૂવામાં છે.
\v 20 આબ્શાલોમના માણસોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછયું, "અહિમાઆસ તથા યોનાથાન કયાં છે?" તે સ્ત્રીએ તેઓને કહ્યું, "તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે." તે માણસોએ આજુબાજુ જોયું, પણ તેઓ મળ્યા નહિ, તેથી તેઓ યરુશાલેમ પાછા ફર્યા.
\s5
\v 21 તેમના ગયા પછી યોનાથાન તથા અહિમાઆસ કૂવામાંથી નીકળી બહાર આવ્યા. તેઓએ દાઉદ રાજા પાસે જઈને ખબર આપીને કહ્યું, "જલ્દી ઊઠીને પાણીની પાર ચાલ્યા જાઓ, કેમ કે અહિથોફેલે તમારા વિષે આવી સલાહ આપી છે."
\v 22 પછી દાઉદ અને તેની સાથેના માણસો ઊઠ્યા અને યર્દન નદી પાર કરવા લાગ્યા. સૂર્યોદય થતાં પહેલાં તેઓમાંના સર્વ નદીમાંથી પ્રયાણ કરીને સામે પાર ચાલ્યા ગયા.
\p
\s5
\v 23 જયારે અહિથોફેલે જોયું કે તેની સલાહ અનુસાર કરવામાં આવ્યું નથી ત્યારે તે ત્યાંથી પોતાના ગધેડાને લઈને ચાલ્યો ગયો. તેના નગરમાં તે પોતાના ઘરે ગયો પોતાના ઘરનાને માટે વ્યવસ્થા કરીને આત્મહત્યા કરીને મરણ પામ્યો આ પ્રમાણે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો.
\p
\s5
\v 24 પછી દાઉદ માહનાઇમ આવ્યો. આબ્શાલોમે તથા તેની સાથેના ઇઝરાયલના સર્વ માણસોએ યર્દન પાર કરી.
\v 25 ત્યારે આબ્શાલોમે યોઆબની જગ્યાએ અમાસાને સૈન્યનો સેનાપતિ નીમ્યો. અમાસા, યોઆબની માતા, સરુયાની બહેન, જે નાહાશની દીકરી અબિગાઈલ સાથે સૂઈ જનાર યિથ્રા ઇઝરાયલીનો દીકરો હતો.
\v 26 પછી આબ્શાલોમ અને ઇઝરાયલીઓએ ગિલ્યાદના દેશમાં છાવણી નાખી.
\p
\s5
\v 27 જયારે દાઉદ માહનાઇમ આવ્યો ત્યારે એમ બન્યું કે, તે આમ્મોનીઓના રાબ્બાના નાહાશનો દીકરો શોબી, લો દબારના આમિયેલનો દીકરો માખીર તથા રોગલીમનો બાર્ઝિલ્લાય ગિલ્યાદી,
\v 28 તેઓ સાદડીઓ, ધાબળા, વાટકા, ઘડા, ઘઉં, જવનો લોટ, શેકેલું અનાજ, કઠોળ, મસૂર,
\v 29 મધ, માખણ, ઘેટાં અને પનીર લાવ્યા. કે જેથી દાઉદ અને તેના લોકો જે તેની સાથે હતા તેઓ ખાઈ શકે. આ માણસોએ કહ્યું "આ લોકો અરણ્યમાં ભૂખ્યા, તરસ્યા અને થાકી ગયા છે."
\s5
\c 18
\p
\v 1 દાઉદે તેના સૈનિકો જે તેની સાથે હતા તેઓની ગણતરી કરી અને તેણે સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નીમ્યા.
\v 2 દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ સરુયાના દીકરા અબિશાયના હાથ નીચે અને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે સુપ્રત કર્યા. રાજાએ સૈન્યને કહ્યું "હું જાતે તમારી સાથે આવીશ."
\p
\s5
\v 3 પણ સૈનિકોએ કહ્યું, "તમારે યુદ્ધમાં આવવું નહિ, કેમ કે જો અમે નાસી જઈશું તોપણ તેઓ અમારી પરવા કરશે નહિ, જો અમારામાંથી અડધા લોકો મરી જાય તોપણ માણસોને અમારી દરકાર રહેશે. પણ તમે અમારા માટે દસ હજાર માણસોની ગરજ સારે એવા છો. એ માટે તમે અહીં નગરમાં રહીને અમને મદદ કરવા તૈયાર રહો એ વધારે સારું છે"
\v 4 તેથી રાજાએ તેઓને કહ્યું, "તમને જેમ સારું લાગે તેમ હું કરીશ." ત્યારે સૈન્ય સો અને હજારની ટુકડીમાં બહાર ગયું પછી રાજા નગરના દરવાજા પાસે ઊભો રહ્યો.
\p
\s5
\v 5 રાજાએ યોઆબ, અબિશાય અને ઇત્તાયને આજ્ઞા કરી, "મારી ખાતર તમે જુવાન આબ્શાલોમ સાથે શાંતિપૂર્વક બોલજો." આબ્શાલોમ વિષે રાજાએ સેનાપતિને જે આજ્ઞા આપી તે સર્વ લોકોએ સાંભળી.
\p
\s5
\v 6 આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું; અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું.
\v 7 દાઉદના સૈનિકો આગળ ઇઝરાયલના સૈન્યની હાર થઈ. તે દિવસે યુદ્ધમાં વીસ હજાર માણસોએ પોતાના જીવ ગુમાવ્યા.
\v 8 દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલનાં વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા.
\p
\s5
\v 9 યુદ્ધના સમયે એવું બન્યું કે આબ્શાલોમની દાઉદના કેટલાક સૈનિકો સાથે મુલાકાત થઈ. આબ્શાલોમ ખચ્ચર પર સવારી કરીને જતો હતો. તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે આવ્યું. તેની ગરદન એલોનવૃક્ષની ડાળીઓમાં ભરાઈ ગઈ. તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો. ખચ્ચર આગળ ચાલ્યું ગયું.
\v 10 એક માણસે તે જોયું અને તેણે જઈને યોઆબને ખબર આપી, "જો, મેં આબ્શાલોમને એલોન વૃક્ષની ડાળીએ લટકી રહેલો જોયો.''
\v 11 આબ્શાલોમ વિષે ખબર આપનાર માણસને યોઆબે કહ્યું, "તેં તેને જોયો તો પછી તેં તેને શા માટે જમીનદોસ્ત કરી દીધો નહિ? જો એવું કર્યું હોત તો હું તને દસ-ચાંદીના સિક્કા અને એક કમરબંધ આપત."
\p
\s5
\v 12 પેલા માણસે યોઆબને કહ્યું, "જો તું મને ચાંદીના હજાર સિક્કા આપો તોપણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહિ કેમ કે, રાજાએ તને, અબિશાયને તથા ઇત્તાયને જે હુકમ કર્યો હતો તે અમે સાંભળ્યો હતો કે 'જુવાન આબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહિ.'
\v 13 એ હુકમની અવજ્ઞા કરીને જો મેં છાની રીતે આબ્શાલોમને મારી નાખ્યો હોત, તો તે બાબત રાજાની જાણમાં આવ્યા વગર રહેત નહિ તું પોતે જ મારી વિરુદ્ધ થઈ ગયો હોત. અને મારા પર આરોપ મૂકવામાં તું પહેલો હોત."
\p
\s5
\v 14 પછી યોઆબે કહ્યું, "હું તારી રાહ જોઈશ નહિ. "તેથી યોઆબે ત્રણ ભાલા હાથમાં લઈને આબ્શાલોમ જે હજુ સુધી વૃક્ષ પર જીવતો લટકેલો હતો, તેના હૃદયમાં ભોંકી દીધાં.
\v 15 પછી યોઆબના દસ જુવાન માણસ શસ્ત્રવાહકોએ આબ્શાલોમને ચારેબાજુથી ઘેરી લઈને તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો.
\p
\s5
\v 16 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું અને સૈન્ય ઇઝરાયલનો પીછો કરવાને બદલે પાછું વળ્યું. કેમ કે યોઆબે સૈન્યને પાછું બોલાવી લીધું હતું.
\v 17 યોઆબના માણસોએ આબ્શાલોમને લઈને જંગલમાં એક મોટા ખાડામાં ફેંકી દીધો; તેઓએ આબ્શાલોમના મૃતદેહને મોટા પથ્થરના ઢગલા નીચે દફ્નાવ્યો, પછી બધા ઇઝરાયલીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.
\p
\s5
\v 18 આબ્શાલોમે, જયારે તે જીવતો હતો ત્યારે તેણે પોતાના માટે રાજાઓની ખીણમાં સ્તંભ બાંધ્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે, "મારું નામ સદા રાખવા માટે મારે કોઈ દીકરો નથી." તેથી તેના નામ પરથી તેણે તે સ્તંભનું નામ આબ્શાલોમ રાખ્યું હતું, આજે પણ તે આબ્શાલોમના સ્મૃર્તિસ્તંભ તરીકે ઓળખાય છે.
\p
\s5
\v 19 ત્યાર પછી સાદોકના દીકરા અહિમાઆસે કહ્યું, "હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો, કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ આબ્શાલોમથી બચાવ્યો છે."
\v 20 યોઆબે તેને જવાબ આપ્યો, "આજે તું ખબર લઈને જઈશ નહિ; પણ તું તે ખબર લઈને બીજા કોઈ દિવસે જજે. તું આજે ખબર આપવા જઈશ નહિ કારણ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે."
\p
\s5
\v 21 પછી યોઆબે કૂશીને કહ્યું, "તું જા, તેં જે જોયું છે તે રાજાને કહેજે." કૂશી યોઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો.
\v 22 પછી સાદોકના દીકરા અહિમાઆસે યોઆબને ફરીથી કહ્યું, કંઈપણ થાય પણ, કૃપા કરીને મને પણ કૂશીની પાછળ જઈને રાજાને મળવા જવા દે." યોઆબે જવાબ આપ્યો, "મારા દીકરા, તારે શા માટે જવું છે? કેમ કે આ સમાચાર આપવાનો કશો તને બદલો મળવાનો નથી?"
\v 23 અહિમાઆસે કહ્યું, "ગમે તે થાય," હું તો જવાનો જ. "તેથી યોઆબે તેને ઉત્તર આપ્યો, "ઠીક તો જા." પછી અહિમાઆસ મેદાનના રસ્તે દોડ્યો અને કૂશીની આગળ નીકળી ગયો.
\p
\s5
\v 24 હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોટના દરવાજાના છત ઉપર ચઢીને આખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે.
\v 25 ચોકીદારે પોકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, "જો તે એકલો હશે, તો તેની પાસે કોઈ સમાચાર હશે." તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો.
\p
\s5
\v 26 પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, "જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે." એટલે રાજાએ કહ્યું, "તે પણ સમાચાર લઈને આવતો હશે."
\v 27 ચોકીદારે કહ્યું, "મને લાગે છે કે, પ્રથમ માણસની દોડ સાદોકના દીકરા અહિમાઆસની જેવી લાગે છે." રાજાએ કહ્યું, "તે સારો માણસ છે અને સારા સમાચાર લઈને આવે છે."
\p
\s5
\v 28 અહિમાઆસે બૂમ પાડીને રાજાને કહ્યું, "બધું ઠીક છે." અને તેણે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, "તમારા પ્રભુ ઈશ્વરને ધન્ય હો, જેમણે મારા માલિક રાજા સામે હાથ ઉઠાવનાર માણસોને અમારા હાથમાં આપી દીધા છે.
\v 29 તેથી રાજાએ જવાબ આપ્યો, "જુવાન આબ્શાલોમ ઠીક તો છે ને?" અહિમાઆસે જવાબ આપ્યો, "યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, તારી પાસે મોકલ્યો, ત્યારે મારા જોવામાં ઘણી મોટી ધાંધલધમાલ આવી હતી. પણ તે શું હતું તેની મને ખબર નથી."
\v 30 પછી રાજાએ કહ્યું, "એક બાજુ ફરીને અહીં ઊભો રહે." તેથી અહિમાઆસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો.
\p
\s5
\v 31 પછી તરત જ કૂશીએ આવીને કહ્યું, "મારા માલિક રાજા તારા માટે એક સારા સમાચાર છે, કેમ કે જેઓ તારી સામે ઊઠ્યા હતા તેઓ સર્વ પર ઈશ્વરે આજે વેર વાળ્યું છે."
\v 32 પછી રાજાએ કૂશીને કહ્યું, "શું જુવાન આબ્શાલોમ તો ઠીક છે ને?" કૂશીએ જવાબ આપ્યો, "મારા માલિક, જે રાજાના શત્રુઓ, તને નુકસાન પહોંચાડવા તારી સામે ઊઠે છે તેમના હાલ તે જુવાન માણસ આબ્શાલોમના જેવા છે."
\v 33 પછી રાજાને ઘણો જ આઘાત લાગ્યો, તે દરવાજા પરથી ચઢીને ઓરડીમાં ગયો અને રડવા લાગ્યો. જયારે તે અંદર ગયો ત્યારે ઉદાસ થઈને બોલ્યો, "મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ તારા બદલે જો હું મરણ પામ્યો હોત તો કેવું સારું, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!"
\s5
\c 19
\p
\v 1 યોઆબને જણાવવાંમાં આવ્યું, "રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે."
\v 2 માટે તે દિવસનો વિજય દાઉદના સર્વ સૈનિકો માટે શોકરૂપ થઈ ગયો હતો. કેમ કે સૈનિકોએ તે દિવસે સાંભળ્યું કે "રાજા પોતાના દીકરા માટે શોક કરે છે."
\p
\s5
\v 3 જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.
\v 4 રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, "મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!"
\p
\s5
\v 5 પછી યોઆબે રાજાના મહેલમાં જઈને તેને કહ્યું, "તેઓના એટલે તારા સર્વ સૈનિકોના મુખને તેં લજ્જિત કર્યા છે. જેઓએ તારો તારા દીકરાઓનો અને દીકરીઓનો, તારી પત્નીઓના અને ઉપપત્નીઓના જીવ બચાવ્યા હતા.
\v 6 કેમ કે જેઓ તને ધિક્કારે છે તેઓને તું પ્રેમ કરે છે, જેઓ તને પ્રેમ કરે છે તેઓને તું ધિક્કારે છે. હે રાજા આજે તેં એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓ અને સૈનિકો તારી સામે કંઈ નથી. હું વિશ્વાસથી કહું છું કે જો આજે આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગ્યું હોત.
\p
\s5
\v 7 માટે હવે ઊઠીને બહાર આવ અને તમારા સૈનિકોને દિલાસો આપો, કેમ કે હું ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તું નહિ આવે, તો આજે રાત્રે કોઈ પણ માણસ તારી સાથે રહેશે નહિ. તમારી જુવાનીનાં દિવસથી અત્યાર સુધીમાં જે આફત તારા પર આવી હતી, તે સર્વ કરતાં આ વિપત્તિ તારે માટે વધારે ખરાબ થઈ પડશે."
\v 8 તેથી રાજા ઊઠીને નગરના દરવાજા આગળ જઈને બેઠો સર્વ લોકોને ખબર પડી કે રાજા દરવાજામાં બેઠો છે. પછી સર્વ લોકો રાજાની આગળ આવ્યા.
\p સર્વ ઇઝરાયલીઓ તો પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા હતા.
\s5
\v 9 ઇઝરાયલીનાં બધા કુળોના સર્વ લોકો એકબીજા સાથે દલીલ કરીને કહેતા હતા કે "રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી અને પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા છે અને હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડીને દેશમાંથી જતો રહ્યો છે.
\v 10 અને આબ્શાલોમ, જેનો આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો યુદ્ધમાં માર્યો ગયો છે. માટે હવે રાજાને પાછા લાવવા વિષે આપણે કેમ કશું બોલતા નથી?"
\p
\s5
\v 11 દાઉદ રાજાએ સાદોક અને અબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો કે "સર્વ ઇઝરાયલીઓ રાજાને પોતાના મહેલમાં પાછા લાવવાની વાતો કરે છે, એ વાત રાજાએ સાંભળી છે, તો યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં તમે કેમ સૌથી છેલ્લાં છો?
\v 12 તમે મારા ભાઈઓ છો, તમે મારા અંગતજનો છો તો પછી રાજાને પાછો લાવવામાં તમે શા માટે સૌથી છેલ્લાં રહ્યા છો?'
\p
\s5
\v 13 અને અમાસાને કહો, 'શું તું મારો અંગત સ્વજન નથી? જો તું યોઆબની જગ્યાએ સૈન્યનો સેનાપતિ ન બને તો, ઈશ્વર મને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.'"
\v 14 અને તેણે યહૂદિયાના સર્વ માણસોના હૃદય એક માણસના હૃદયની જેમ જીતી લીધાં. જેથી તેઓએ રાજાને સંદેશો મોકલ્યો, "તું અને તારા બધા માણસો પાછા આવો."
\v 15 તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.
\p
\s5
\v 16 બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની, જલદીથી યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.
\v 17 તેની સાથે એક હજાર બિન્યામીનીઓ હતા, શાઉલનો ચાકર સીબા અને તેના પંદર દીકરાઓ અને વીસ ચાકરો પણ હતા. તેઓ રાજાની હાજરીમાં યર્દન પાર ઊતર્યા.
\v 18 તેઓએ રાજાના કુટુંબને નદી પાર ઉતારવા માટે તથા તેને જે સારુ લાગે તેવું કરવા એક હોડી પેલે પાર મોકલી. રાજા નદી પાર કરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડયો.
\p
\s5
\v 19 શિમઈએ રાજાને કહ્યું, "મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.
\v 20 કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું."
\p
\s5
\v 21 પણ સરુયાના દીકરા અબિશાયે કહ્યું "શું શિમઈને મારી નાખવો ના જોઈએ, કેમ કે તેણે ઈશ્વરના અભિષિક્તને શાપ આપ્યો છે?"
\v 22 ત્યારે દાઉદે કહ્યું, "ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?"
\v 23 પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, "તું મરશે જ નહિ." રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
\p
\s5
\v 24 પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.
\v 25 અને તેથી જ્યારે તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછયું, "મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?"
\p
\s5
\v 26 તેણે જવાબ આપ્યો, "હે મારા મુરબ્બી રાજા, મારા ચાકરે મને છેતર્યો છે, કેમ કે મેં તેને કહ્યું, 'હું અપંગ છું તેથી ગધેડા પર જીન બાંધીશ કે જેથી હું તેના પર સવારી કરીને રાજાની પાસે જાઉં,
\v 27 મારા મુરબ્બી રાજા મારા ચાકર સીબાએ તારી આગળ, મને બદનામ કર્યો છે. પણ મારા મુરબ્બી રાજા તું તો ઈશ્વરના દૂત જેવો છે. એટલા માટે તારી નજરમાં જે સારું લાગે તે કર.
\v 28 કેમ કે મારા મુરબ્બી રાજા આગળ મારા પિતાનું આખું કુટુંબ મૃત્યુ પામેલા માણસ જેવું હતું, પણ જેઓ તારી મેજ પર બેસીને જમતા હતા તેઓની મધ્યે તમે મને બેસાડ્યો છે. તેથી મારા રાજા મારો શો હક કે હું તને વધારે ફરિયાદ કરું?"
\p
\s5
\v 29 પછી દાઉદે તેને કહ્યું, "શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો."
\v 30 મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, " ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો મુરબ્બી રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે."
\p
\s5
\v 31 પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવાને તેની સાથે યર્દન ઊતર્યો હતો.
\v 32 હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્વ એટલે કે એંશી વર્ષનો માણસ હતો. તે ઘણો ધનવાન માણસ હતો. રાજાને જયારે માહનાઇમમાં હતો ત્યારે તેણે તેને ખોરાક પૂરો પડ્યો હતો.
\v 33 રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, "મારી સાથે યર્દનને પેલે પાર આવ અને હું યરુશાલેમમાં મારી સાથે તારું પૂરું કરીશ."
\p
\s5
\v 34 બાર્ઝિલ્લાયે રાજાને જણાવ્યું "મારી જિંદગીનાં વર્ષોમાં કેટલા દિવસો બાકી રહ્યા છે કે, હે રાજા હું તારી સાથે યરુશાલેમમાં આવું?
\v 35 હું એંશી વર્ષનો થયો છું. શું હું સારા કે નરસાને પારખી શકું છું? હું જે ખાઉં કે પીઉં તેનો સ્વાદ માણી શકું છું? શું હું ગીત ગાનાર પુરુષો કે સ્ત્રીઓનો અવાજ સાંભળી શકું છું? તો પછી શા માટે મેં તારા ચાકરે રાજાને બોજારૂપ થવું જોઈએ?
\v 36 હું તો ફક્ત યર્દન પાર ઊતરતાં સુધી જ તારી સાથે આવીશ. શા માટે તારે મને આનો આટલો મોટો બદલો આપવો જોઈએ?
\p
\s5
\v 37 કૃપા કરી તારા ચાકરને પાછો ઘરે જવા દે, કે હું મારા નગરમાં મારા પિતા અને માતાની પાસે મરણ પામું. પણ જો, આ તારો દાસ કિમ્હામ અહીં મારી પાસે છે. તે ભલે નદી ઊતરીને આવે અને તને જેમ ઠીક લાગે તેમ તેની સાથે કરજે."
\p
\s5
\v 38 રાજાએ જવાબ આપ્યો, " ભલે કિમ્હામ મારી સાથે નદી ઊતરીને આવે અને તને સારું લાગે તે હું તેના માટે કરીશ, તું મારી પાસે જે કંઈ માગીશ તે હું તારા માટે કરીશ."
\v 39 પછી રાજા અને તેના સર્વ લોકોએ યર્દન નદી પાર કરી, રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યું અને તેને આશીર્વાદ આપ્યો. પછી બાર્ઝિલ્લાય પોતાના ઘરે પાછો ગયો.
\p
\s5
\v 40 રાજા નદી પાર કરીને ગિલ્ગાલ ગયો અને કિમ્હામ પણ તેની સાથે ગયો. યહૂદિયાનું આખું સૈન્ય અને ઇઝરાયલનું અડધું સૈન્ય રાજાને નદી પાર ઉતારીને લાવ્યા.
\v 41 ઇઝરાયલના સર્વ માણસોએ ઉતાવળે રાજા પાસે આવીને કહ્યું, "શા માટે અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે અને તારા કુટુંબને તથા તારી સાથે સર્વ માણસોને યર્દન પાર લઈ ગયા છે?"
\p
\s5
\v 42 તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાનાં માણસોને જવાબ આપ્યો, "કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?"
\v 43 ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, "રાજામાં અમારા દસ ભાગ છે, દાઉદ પર તમારા કરતાં વધારે અમારો હક છે. તમે શા માટે અમને તુચ્છ ગણો છો? અમારા રાજાને પાછો લાવવા વિષે અમારી સલાહ કેમ લીધી નહિ શું અમે ન હતા?" પણ યહૂદિયાના માણસોના શબ્દો ઇઝરાયલી માણસોના શબ્દો કરતા વધારે ઉગ્ર હતા.
\s5
\c 20
\p
\v 1 પછી એવું બન્યું કે, બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે બલિયાલનો માણસ હતો તે ત્યાં હતો, તેણે દાઉદ સામે રણશિંગડું ફૂંકીને કહ્યું, "દાઉદ સાથે અમારે કોઈ સંબંધ નથી કે યશાઇના દીકરા સાથે અમારો કોઈ લાગભાગ નથી. આ ઇઝરાયલના સર્વ માણસો તમે તમારા તંબુઓમાં જાઓ!"
\v 2 તેથી ઇઝરાયલના બધા માણસો દાઉદને છોડીને બિખ્રીના દીકરા શેબાની પાછળ ગયા. પણ યહૂદિયાના માણસો યર્દનથી યરુશાલેમ સુધી રાજાની સાથે રહ્યા.
\p
\s5
\v 3 જયારે દાઉદ યરુશાલેમમાં તેના મહેલમાં આવ્યો, ત્યારે તેણે દસ ઉપપત્નીઓ જેઓને મહેલની સંભાળ રાખવા રહેવા દીધી હતી તેઓની મુલાકાત લીધી. રાજાએ તેઓની જરૂરીયાતો પૂરી કરી પણ તેમની સાથે દાંપત્ય વ્યવહાર રાખ્યો નહિ. તેથી તેઓ તેઓના મૃત્યુ પર્યંત સુધી પતિ હોવા છતાં વિધવાની જેમ મહેલમાં રહેવું પડ્યું.
\p
\s5
\v 4 પછી રાજાએ અમાસાને કહ્યું, "યહૂદિયાના માણસોને ત્રણ દિવસમાં મારી સામે ભેગા કર, તારે પણ અહીં મારી સામે હાજર રહેવું."
\v 5 તેથી અમાસા યહૂદિયાના માણસોને એકત્ર કરવા ગયો, પણ પાછા આવીને મળવા માટે જે સમય રાજાએ ઠરાવ્યો હતો તેના કરતા તેને વધારે સમય લાગ્યો.
\p
\s5
\v 6 તેથી દાઉદે અબિશાયને કહ્યું, "હવે બિખ્રીનો દીકરો શેબા આપણને આબ્શાલોમ કરતા વધારે નુકસાન પહોંચાડશે. તારા માલિકના ચાકરો, મારા સૈનિકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે અને આપણી દ્રષ્ટિમાંથી તે છટકી જશે."
\v 7 પછી યોઆબના માણસો, રાજાના બધા યોદ્ધાઓ, કરેથીઓ અને પલેથીઓ તેની પાછળ ગયા. તેઓ અબિશાયની સાથે બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા સારુ યરુશાલેમથી બહાર નીકળ્યા.
\p
\s5
\v 8 જયારે તેઓ ગિબ્યોનમાં મોટા ખડક આગળ પહોંચ્યા ત્યારે અમાસા તેમને મળવા આવ્યો. યોઆબે બખતર પહેરેલું હતું, કમરે કમરબંધ બાંધેલો હતો અને તલવાર તેના મ્યાનમાં હતી. તે ચાલતો હતો ત્યારે તેની તલવાર બહાર નીકળી આવી હતી.
\p
\s5
\v 9 તેથી યોઆબે અમાસાને કહ્યું, "મારા ભાઈ, શું તું ઠીક તો છે ને?" યોઆબે અમાસાને ચુંબન કરવા માટે તેનો જમણો હાથ લંબાવી તેની દાઢી પકડી.
\v 10 પણ યોઆબના હાથમાં તલવાર હતી તે વિષે અમાસાએ ધ્યાન ન આપ્યું. યોઆબે તેના પેટમાં તલવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડા બહાર આવી જમીન પર પડ્યાં, યોઆબે બીજો ઘા કર્યો નહિ કારણ કે અમાસા મરણ પામ્યો હતો.
\p પછી યોઆબ અને તેના ભાઈ અબિશાય બિખ્રીના દીકરા શેબાની પાછળ પડયા.
\p
\s5
\v 11 યોઆબના માણસોમાંના એકે અમાસા પાસે ઊભા રહીને કહ્યું, "જે યોઆબનો પક્ષનો હોય અને જે દાઉદનો પક્ષનો હોય, તે યોઆબને અનુસરે."
\v 12 અમાસા માર્ગની વચ્ચે લોહીથી અંદર તરબોળ થઈને પડેલો હતો. જયારે તે માણસે જોયું કે સર્વ લોકો હજુ પણ ઊભા છે ત્યારે તે અમાસાને માર્ગમાંથી ઊંચકીને ખેતરમાં લઈ ગયો. તેણે તેના પર વસ્ત્ર ઓઢાડ્યું. કેમ કે તેણે જોયું કે લોકો હજુ સુધી ત્યાં ઊભા હતા.
\v 13 અમાસાને રસ્તા ઉપરથી લઈ લેવામાં આવ્યા પછી બધા લોકો યોઆબની પાછળ બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા ગયા.
\p
\s5
\v 14 શેબા ઇઝરાયલનાં બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ, બેથ-માકામાં તથા બિખ્રીઓમાં ફર્યો, તેઓ એકસાથે ભેગા થઈને શેબાને અનુસર્યા.
\v 15 યોઆબના લોકોએ આવીને બેથ-માકાના આબેલમાં તેને ઘેરીને પકડી લીધો. તેઓએ નગરની દિવાલની સામે માટીનો ઢગલો ઊભો કર્યો. સૈન્યના સર્વ લોકો જે યોઆબની સાથે હતા નગરના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવ્યો.
\v 16 પછી નગરની દિવાલને તોડવાનું શરૂ કર્યું ત્યારે એક જ્ઞાની સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું, "સાંભળો, કૃપા કરી સાંભળો! યોઆબને કહે કે તે અહીં મારી પાસે આવો કે જેથી હું તેની સાથે વાત કરું."
\p
\s5
\v 17 તેથી યોઆબ તેની પાસે આવ્યો અને તે સ્ત્રીએ તેને પૂછયું, "શું તું યોઆબ છે?" તેણે જવાબ આપ્યો, "હું તે છું." ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું, "તારી દાસી એટલે મને સાંભળ." તેણે જવાબ આપ્યો, "હું સાંભળું છું."
\v 18 પછી તેણે કહ્યું, "પ્રાચીન કાળમાં લોકો એમ કહેતા હતા, 'લોકો આબેલમાં નિશ્ચે સલાહ પૂછશે,' તેની સલાહથી તેમની વાતનો અંત આવતો હશે.
\v 19 જેઓ ઇઝરાયલમાં વિશ્વાસુ અને શાંતિપ્રિય છે તેવા માણસોમાંની હું પણ એક છું. તું ઇઝરાયલના એક નગરનો અને માતાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શા માટે તું ઈશ્વરના વારસાને ગળી જવા ઇચ્છે છે?"
\p
\s5
\v 20 તેથી યોઆબે જવાબ આપ્યો કે, "હું ગળી જાઉં કે નાશ કરું, "એવું મારાથી દૂર થાઓ.
\v 21 તે સાચું નથી. પણ એફ્રાઇમના પહાડી પ્રદેશનો એક માણસ એટલે બિખ્રીનો દીકરો શેબા, તેણે પોતાનો હાથ રાજા એટલે કે દાઉદ રાજા સામે ઉઠાવ્યો છે. તેને મારી આગળ સ્વાધીન કરી દે અને હું નગર છોડીને ચાલ્યો જઈશ." તે સ્ત્રીએ યોઆબને કહ્યું, "જો એમ હોય તો તેનું માથું કોટ ઉપરથી તારા તરફ ફેંકી દેવામાં આવશે."
\v 22 પછી તે સ્ત્રી પોતાની હોશિયારી વાપરીને સર્વ લોકો પાસે ગઈ. લોકોએ શેબાનું માથું કાપી નાખ્યું એટલે કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પછી તેણે રણશિંગડું વગાડ્યું અને યોઆબના માણસો નગર છોડીને પોતપોતના તંબુએ ગયા. અને યોઆબ રાજા પાસે પાછો યરુશાલેમમાં આવ્યો.
\p
\s5
\v 23 હવે યોઆબ ઇઝરાયલના સૈન્યનો સેનાપતિ હતો, યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો.
\v 24 અદોરામ વસૂલાતખાતા પર હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
\v 25 શેબા શાસ્ત્રી હતો અને સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
\v 26 ઈરા યાઈરી દાઉદનો મુખ્ય વહીવટી સેવક હતો.
\s5
\c 21
\p
\v 1 દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, "શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા."
\p
\s5
\v 2 હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલના નહિ પણ અમોરીઓમાં બાકી રહેલાઓમાંના હતા. ઇઝરાયલના લોકોએ તેમની સાથે સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયલના લોકો તથા યહૂદિયાના લોકો માટેના તેના આવેશને લીધે તેઓને મારી નાખવાના પ્રયત્નમાં રહેતો હતો.
\v 3 તેથી દાઉદ રાજાએ ગિબ્યોનીઓને એકસાથે બોલાવીને કહ્યું, "હું તમારે માટે શું કરું? હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું, જેથી તમે ઈશ્વરના લોકોને તેમની ભલાઈ અને વચનોના વતનનો આશીર્વાદ આપો?"
\p
\s5
\v 4 ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી." દાઉદે જવાબ આપ્યો "તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ."
\p
\s5
\v 5 પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય,એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો,
\v 6 તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું." તેથી રાજાએ કહ્યું, "હું તેઓને તમારે સ્વાધીન કરીશ."
\p
\s5
\v 7 પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.
\v 8 પણ દાઉદે આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા આયાની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રીએલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મીખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું.
\v 9 તેઓને રાજાએ ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યાં અને તેઓએ તેઓને પર્વત ઉપર ઈશ્વરની આગળ ફાંસી આપી, તે સાત લોકો એકસાથે મરણ પામ્યા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીની શરૂઆતમાં તેઓ મરાયા હતા.
\p
\s5
\v 10 ત્યારે આયાની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.
\v 11 આયાની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી.
\p
\s5
\v 12 તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ-ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.
\v 13 દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.
\p
\s5
\v 14 અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના શેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.
\p
\s5
\v 15 પછી પલિસ્તીઓ ફરીથી ઇઝરાયલ સાથે યુદ્ધ કરવા ગયા. તેથી દાઉદ તેના સૈન્ય સાથે જઈને પલિસ્તીઓની સામે લડ્યો. અને દાઉદ યુદ્ધ કરીને થાકી ગયો.
\v 16 અને રફાહના વંશજોમાંનો એક યિશ્બી-બનોબ હતો. તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ (ચોત્રીસ કિલો પાંચ ગ્રામ) હતું તેણે નવી તલવાર કમરે બાંધી હતી, તેનો ઈરાદો દાઉદને મારી નાખવાનો હતો.
\v 17 પણ સરુયાના દીકરા અબિશાયે તેને બચાવ્યો અને પેલા પલિસ્તી પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું, "તારે હવેથી અમારી સાથે યુદ્ધમાં આવવું નહિ, કે રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે."
\s5
\v 18 પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હૂશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો.
\v 19 વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગીત્તીને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
\p
\s5
\v 20 ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બંને હાથને છ આંગળી તથા બંને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો.
\v 21 તેણે ઇઝરાયલના સૈન્યનો તુચ્છકાર કર્યો, તેથી દાઉદના ભાઈ શિમાયના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
\p
\v 22 આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.
\s5
\c 22
\p
\v 1 દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:
\v 2 તેણે કહ્યું,
\q "ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે.
\q
\s5
\v 3 ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ.
\q તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે,
\q તેઓ મને જુલમથી બચાવે છે.
\q
\v 4 ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ,
\q તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.
\q
\s5
\v 5 કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો,
\q દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.
\q
\v 6 શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો,
\q મરણની જાળમાં હું સપડાઈ ગયો.
\q
\s5
\v 7 એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી;
\q મારા પ્રભુને પોકાર કર્યો;
\q તેમણે તેમના ભક્તિસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો,
\q મારી અરજ તેમને કાને પહોંચી.
\q
\s5
\v 8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી.
\q આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા,
\q કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.
\q
\v 9 તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો,
\q અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો.
\q તેનાથી અંગારા સળગી ઊઠ્યા.
\q
\s5
\v 10 અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા,
\q તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
\q
\v 11 પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા.
\q વાયુની પાંખો પર દેખાયા.
\q
\v 12 અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને,
\q આકાશનાં ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
\q
\s5
\v 13 તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
\q
\v 14 આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી.
\q પરાત્પરે અવાજ કર્યો.
\q
\v 15 તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા-
\q વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
\q
\s5
\v 16 ત્યારે ઈશ્વરની ધાકધમકીથી,
\q તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી,
\q સમુદ્રનાં તળિયાં દેખાયાં,
\q જગતના પાયા ઉઘાડા થયા.
\q
\s5
\v 17 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો!
\q પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.
\q
\v 18 તેમણે મારા બળવાન શત્રુથી,
\q જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.
\q
\s5
\v 19 મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા,
\q પણ મારો આધાર ઈશ્વર હતા.
\q
\v 20 વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા.
\q તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.
\q
\v 21 ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું;
\q તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.
\q
\s5
\v 22 કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે
\q અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.
\q
\v 23 કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં;
\q તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.
\q
\s5
\v 24 વળી હું તેમની આગળ નિર્દોષ હતો,
\q મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.
\q
\v 25 તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા
\q તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.
\q
\s5
\v 26 કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો,
\q નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો.
\q
\v 27 શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો,
\q હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.
\q
\s5
\v 28 દુઃખી લોકોને તમે બચાવશો,
\q પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.
\q
\v 29 કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો.
\q ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.
\q
\s5
\v 30 કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું.
\q મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.
\q
\v 31 કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે.
\q ઈશ્વરનું વચન શુદ્ધ છે.
\q જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.
\q
\s5
\v 32 કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે?
\q અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?
\q
\v 33 ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે
\q તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.
\q
\s5
\v 34 તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે
\q અને મને ઉચ્ચ્સ્થાનો પર બિરાજમાન છે.
\q
\v 35 તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે,
\q તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
\q
\s5
\v 36 વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે,
\q તમારી કૃપાએ મને મોટો કર્યો છે.
\q
\v 37 તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે,
\q જેથી મારા પગ લપસી ગયા નથી.
\q
\s5
\v 38 મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે.
\q તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.
\q
\v 39 મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી.
\q તેઓ મારા પગ આગળ પડ્યા છે.
\q
\s5
\v 40 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે;
\q મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.
\q
\v 41 વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે.
\q કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું.
\q
\s5
\v 42 તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું;
\q તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ.
\q
\v 43 ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા.
\q મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા.
\q
\s5
\v 44 તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે.
\q વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે.
\q જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.
\q
\v 45 વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે.
\q મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.
\q
\v 46 વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.
\q
\s5
\v 47 ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો!
\q મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.
\q
\v 48 એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે,
\q જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.
\q
\v 49 તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો.
\q તમે બળાત્કારી માણસથી મને બચાવો છો.
\q
\s5
\v 50 એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ;
\q હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.
\q
\v 51 ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે,
\q પોતાના અભિષિક્ત પર,
\q એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે."
\s5
\c 23
\p
\v 1 હવે દાઉદના અંતિમ વચનો આ છે.
\q યિશાઈનો દીકરો દાઉદ,
\q જે અતિ ઘણો સન્માનનીય માણસ હતો,
\q તે યાકૂબના ઈશ્વરથી અભિષિક્ત થયેલો
\q અને ઇઝરાયલનાં મધુર ગીતોનો સર્જક છે; તે કહે છે.
\q
\v 2 ઈશ્વરના આત્માએ મારા દ્વારા વાણી ઉચ્ચારી,
\q તેમનું વચન મારી જીભ પર હતું.
\q
\s5
\v 3 ઇઝરાયલના ઈશ્વર બોલ્યા,
\q ઇઝરાયલના ખડકે મને કહ્યું,
\q 'મનુષ્યો પર જે નેકીથી રાજ કરે છે
\q જે ઈશ્વરની બીક રાખીને રાજ કરે છે,
\q
\v 4 સવારે ઉગતા સૂર્યના પ્રકાશ જેવો,
\q સવારે વાદળો ના હોય ત્યારના અજવાળા જેવો અને
\q વરસાદ પછી ભૂમિમાંથી કુમળું ઘાસ ઊગી નીકળે છે ત્યારના તેજસ્વી પ્રકાશ જેવો થશે.
\q
\s5
\v 5 નિશ્ચે, શું મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી?
\q શું તેમણે મારી સાથે સદાનો કરાર કર્યો નથી?
\q શું તે સર્વ પ્રકારે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે?
\q તેમણે મારો ઉદ્ધાર કર્યો છે. અને મારી દરેક ઇચ્છાને પરિપૂર્ણ કરી છે. તેઓ એવા મહાન છે.
\q
\s5
\v 6 પરંતુ તમામ દુષ્ટ લોકો ફેંકી દેવામાં આવનાર કચરા અને કાંટા જેવા થશે,
\q કેમ કે તેઓ હાથ વડે તો તેઓને સ્પર્શ કરાય કે પકડાય નહિ.
\q
\v 7 પણ જે માણસ તેઓને અડકે
\q તેની પાસે લોખંડનો દંડ તથા ભાલાનો હાથો હોવો જોઈએ,
\q તેઓ જ્યાં હશે ત્યાંજ અગ્નિથી બાળી નાખવામાં આવશે.
\p
\s5
\v 8 દાઉદના મુખ્ય સૈનિકોનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેબેથ. અસ્ની અદીનોના નામે પણ ઓળખાતો હતો. એક વેળા એક જંગમાં તેણે એક સાથે આઠસો માણસોને મારી નાખ્યા હતા.
\p
\s5
\v 9 તેની પછી અહોહીનો પૌત્ર અને દોદોનો દીકરો એલાઝાર હતો, જયારે પલિસ્તીઓ યુદ્ધને સારુ એકત્ર થયા અને ઇઝરાયલના માણસોએ પીછે હઠ કરી ત્યારે દાઉદની સાથેના જે ત્રણ શૂરવીરોએ પલિસ્તી સૈન્યને અટકાવ્યું હતું. તેઓમાંનો તે એક હતો.
\v 10 એલાઝારે પલિસ્તીઓ સાથે લાદવામાં એટલી બધી તલવાર ચલાવી કે તેનો હાથ તલવાર પકડી ના શકે એટલો બધો થાકી ગયો. ત્યાં સુધી તે પલિસ્તીઓ સામે લડ્યો. અને તેનો હાથ થાકી જઈને તલવારની પકડથી અક્કડ થઈ ગયો ત્યાં સુધી તે પલિસ્તીઓની સામે લડ્યો. અને તેણે તેઓને માર્યા. ઈશ્વરે તે દિવસે મોટો વિજય અપાવ્યો. એલાઝારે પલિસ્તીઓને હરાવ્યા પછી સૈન્ય તેની પાછળ ફકત લૂંટ ચલાવવા માટે ગયું.
\p
\s5
\v 11 તેના પછી ત્રીજા ક્રમે હરારીનો દીકરો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું.
\v 12 પણ શામ્માએ ખેતરની વચ્ચે ઊભા રહીને ખેતરનું રક્ષણ કર્યું. અને પલિસ્તીઓને મારી નાખ્યા ઈશ્વરે તેને મોટો વિજય આપ્યો.
\s5
\v 13 ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી.
\v 14 જે સમયે દાઉદ ડુંગર પર ગઢમાં હતો, ત્યારે લૂંટ કરવા આવેલા પલિસ્તીઓએ બેથલેહેમને કબજે કર્યું હતું.
\p
\s5
\v 15 દાઉદે તરસથી તલપતાં કહ્યું, "બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે.
\v 16 તે ત્રણ યોદ્ધાઓ પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી ભર્યું. તેઓ તે પાણી લઈને દાઉદ પાસે આવ્યા ત્યારે દાઉદે તે પાણી પીવાની ના પાડી. અને તે પાણી ઈશ્વર આગળ રેડી દીધું.
\v 17 પછી તેણે કહ્યું, હે ઈશ્વર, જે માણસોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા તેઓનું રક્ત શા માટે પીઉં?" માટે તેણે તે પીવાની ના પાડી. અને કહ્યું હે ઈશ્વર, આ પાણી પીવાથી મને દૂર રાખો.
\p આ સાહસ એ ત્રણ શૂરવીરોએ કર્યા હતાં.
\p
\s5
\v 18 સરુયાનો દીકરો યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તે તેના ભાલાથી ત્રણસો માણસો સામે લડ્યો અને તેઓને મારી નાખ્યા. તે ત્રણેમાં તેનો ઉલ્લેખ હતો.
\v 19 શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો.
\p
\s5
\v 20 બનાયા, કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર યહોયાદાનો દીકરો હતો. તેણે મોઆબના અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી હિમ પડવાના દિવસો હતા ત્યારે એક દિવસે તેણે ખાડામાં ઊતરીને સિંહને મારી નાખ્યો હતો.
\v 21 બનાયાએ એક દેખાવડા મિસરી માણસને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા તેની સામે ફકત લાકડીથી લડ્યો. તે મિસરીના હાથમાંથી બનાયાએ ભાલો ખૂંચવી લીધો અને તેના જ ભાલાથી તેને ખતમ કર્યો હતો.
\p
\s5
\v 22 આ પરાક્રમી કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કર્યા તેથી ત્રણ શૂરવીર યોદ્ધાઓના નામમાં તેના નામનો પણ સમાવેશ કરાયો.
\v 23 પેલા ત્રીસ સૈનિકો કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી ઉપર આગેવાન તરીકે નીમ્યો હતો.
\p
\s5
\v 24 યોઆબનો ભાઈ અસાહેલ તે પેલા ત્રીસમાંનો એક હતો અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન,
\v 25 શામ્મા હરોદી, અલીકા હરોદી,
\v 26 હેલેસ પાલટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઈરા,
\v 27 અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,
\v 28 સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી;
\p
\s5
\v 29 બાઅના નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રીબાયનો દીકરો ઇત્તાય,
\v 30 બનાયા પિરઆથોની, ગાઆશના નાળાનો હિદ્દાય.
\v 31 અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી,
\v 32 એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન;
\p
\s5
\v 33 શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ,
\v 34 માકાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ,
\v 35 હેસ્રોઈ કાર્મેલી, પારાય આર્બી,
\v 36 સોબાના નાથાનનો દીકરો યિગઆલ, ગાદના કુળમાંનો બાની,
\p
\s5
\v 37 સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,
\v 38 ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
\v 39 ઉરિયા હિત્તી એમ બધા મળીને સાડત્રીસ.
\s5
\c 24
\p
\v 1 ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, "જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર."
\v 2 રાજાએ યોઆબ સેનાપતિને કે જે તેની સાથે હતો તેને કહ્યું, "દાનથી તે બેર-શેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં ફરીને લોકોની ગણતરી કર કે, હું લોકોની કુલ સંખ્યા જાણું કે જેઓ યુદ્ધને માટે તૈયાર છે."
\p
\s5
\v 3 યોઆબે રાજાને કહ્યું, "લોકો ગમે તેટલાં હોય, તો પણ તમારા પ્રભુ ઈશ્વર તેઓને સોગણાં વધારો અને તું મારો માલિક રાજા પોતાની આંખે તે જુએ. પણ હે રાજા આ વાતમાં તું કેમ આનંદ માને છે?"
\v 4 તોપણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યના સરદારોની ઉપર અસરકારક થયું. તેથી યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવાને રાજાની હજૂરમાંથી ગયા.
\p
\s5
\v 5 તેઓએ યર્દન ઊતરીને દક્ષિણ તરફના નગર અરોએરની ખીણમાં છાવણી કરી. પછી તેઓએ ગાદથી યાઝેર સુધી મુસાફરી કરી.
\v 6 તેઓ ગિલ્યાદ તથા તાહતીમ-હોદશીના દેશમાં આવ્યા, પછી તેઓ દાન-યાઆનમાં આવ્યા અને ચારેબાજુ ફરીને તેઓ સિદોન ભણી ગયા.
\v 7 સૂરના મજબૂત કિલ્લામાં, હિવ્વીઓના તથા કનાનીઓના સર્વ નગરોમાં તેઓ પહોંચ્યા. પછી તેઓ યહૂદિયાના નેગેબમાં બેર-શેબામાં ગયા.
\s5
\v 8 એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
\v 9 પછી યોઆબે રાજા આગળ યોદ્ધાઓની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી.તે મુજબ ઇઝરાયલમાં તલવાર ચલાવનાર આઠ લાખ શૂરવીર પુરુષો તથા યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા.
\p
\s5
\v 10 દાઉદે માણસોની ગણતરી કરાવ્યા પછી તે પોતાના હૃદયમાં ખિન્ન થયો. તેથી દાઉદે ઈશ્વરને કહ્યું, "મેં આ કરીને મોટું પાપ કર્યું છે. હવે, હે ઈશ્વર, કૃપા કરી તારા સેવકનો દોષ દૂર કર, કેમ કે મેં ઘણું મૂર્ખતાભર્યું કામ કર્યું છે."
\p
\s5
\v 11 જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે
\v 12 તું દાઉદ પાસે જઈને તેને કહે 'ઈશ્વર એમ કહે છે કે: હું તારી આગળ ત્રણ વિકલ્પો મૂકું છું. તેમાંથી એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું."'"
\p
\s5
\v 13 માટે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, "તારા અપરાધને લીધે દેશમાં સાત વર્ષ સુધી દુકાળ આવે? અથવા તારા શત્રુઓ તારી પાછળ લાગે અને તું ત્રણ મહિના સુધી તેઓની આગળ નાસી જાય? અથવા તારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે આ ત્રણ બાબતોમાંથી કોઈ એકની પસંદગી કરીને જણાવ. તે પ્રમાણેનો જવાબ હું મને મોકલનાર ઈશ્વરને આપીશ.''
\v 14 ત્યારે દાઉદે ગાદને કહ્યું, "હું ઘણી મુશ્કેલીમાં છું. માણસના હાથમાં પડવા કરતાં આપણે ઈશ્વરના હાથમાં જ પડીએ એ સારું છે. કેમ કે તેમની દયા પુષ્કળ છે".
\p
\s5
\v 15 તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેર-શેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.
\v 16 દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, "હવે બસ! તારો હાથ પાછો લે." તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો.
\p
\s5
\v 17 અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, "જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ."
\p
\s5
\v 18 તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું, "જા અરાવ્નાહ યબૂસીની ખળીમાં ઈશ્વરને માટે વેદી બાંધ."
\v 19 માટે ગાદના કહેવા પ્રમાણે, ઈશ્વરે આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો.
\v 20 અરાવ્નાહે બહાર નજર કરી, તો તેણે રાજાને તથા તેના ચાકરોને પોતાની નજીક આવતા જોયા. માટે અરાવ્નાહ તેઓની સામે ગયો. તેણે રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
\p
\s5
\v 21 પછી અરાવ્નાહે કહ્યું, "મારો મુરબ્બી રાજા પોતાના ચાકરની પાસે કેમ આવ્યો છે?" દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે ઈશ્વરને સારુ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું.
\v 22 અરાવ્નાહે દાઉદને કહ્યું, "મારા મુરબ્બી રાજા,ખળી તારી પોતાની છે એમ સમજીને લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો, અહીં દહનીયાર્પણને માટે બળદો અને લાકડાંને માટે ખળીના ઓજારો તથા બળદોનો સામાન છે.
\v 23 હે મારા રાજા, હું અરાવ્નાહ આ બધું તને આપું છું." પછી અરાવ્નાહે રાજાને કહ્યું, "તારા પ્રભુ ઈશ્વર તને માન્ય કરો."
\p
\s5
\v 24 રાજાએ અરાવ્નાહને કહ્યું, "એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?" તેથી દાઉદે પચાસ શેકેલ (૫૭૫ ગ્રામ) રૂપું આપીને ઘઉં ઝૂડવાની જમીન તથા બળદોને ખરીદી લીધા.
\v 25 દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાપર્ણો તથા શાંત્યપર્ણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.

1982
13-1CH.usfm Normal file
View File

@ -0,0 +1,1982 @@
\id 1CH
\ide UTF-8
\h 1 કાળવ્રત્તાંત
\toc1 1 કાળવ્રત્તાંત
\toc2 1 કાળવ્રત્તાંત
\toc3 1ch
\mt1 1 કાળવ્રત્તાંત
\s5
\c 1
\p
\v 1 આદમ, શેથ, અનોશ,
\v 2 કેનાન, માહલાલેલ, યારેદ;
\v 3 હનોખ, મથુશેલા, લામેખ,
\v 4 નૂહ, શેમ, હામ તથા યાફેથ.
\p
\s5
\v 5 યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ.
\v 6 ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
\v 7 યાવાનના દીકરા: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
\p
\s5
\v 8 હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
\v 9 કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શબા તથા દદાન.
\v 10 કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
\p
\s5
\v 11 મિસરાઈમ એ લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
\v 12 પાથરુસીમ, કાસ્લુહીમ (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
\p
\s5
\v 13 કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
\v 14 યબૂસી, અમોરી, ગિર્ગાશી,
\v 15 હિવ્વી, આર્કી, સિની,
\v 16 આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
\p
\s5
\v 17 શેમના દીકરા: એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
\v 18 આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
\v 19 એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
\p
\s5
\v 20 યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
\v 21 હદોરામ, ઉઝાલ, દિકલા,
\v 22 એબાલ, અબિમાએલ, શબા,
\v 23 ઓફીર, હવીલા અને યોબાબ.
\p
\s5
\v 24 શેમ, આર્પાકશાદ, શેલા,
\v 25 એબેર, પેલેગ, રેઉ,
\v 26 સરુગ, નાહોર, તેરા,
\v 27 અને ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).
\p
\s5
\v 28 ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
\v 29 તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબેલ, મિબ્સામ,
\v 30 મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
\v 31 યટુર, નાફીશ તથા કેદમા.
\p
\s5
\v 32 ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દદાન.
\v 33 મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા.
\p
\s5
\v 34 ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ (ઇઝરાયલ) હતા.
\p
\v 35 એસાવના દીકરા: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
\v 36 અલીફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
\v 37 રેઉએલના દીકરા: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા.
\p
\s5
\v 38 સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન.
\v 39 લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
\v 40 શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: આયા તથા અના.
\p
\s5
\v 41 અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.
\v 42 એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
\p
\s5
\v 43 ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બયોરનો દીકરો બેલા. તેના નગરનું નામ દીનહાબા હતું.
\v 44 બેલા મરણ પામ્યો ત્યારે બોસ્રાના ઝેરાના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
\v 45 યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
\p
\s5
\v 46 હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
\v 47 હદાદ મરણ પામ્યો ત્યારે માસ્રેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
\v 48 સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
\p
\s5
\v 49 શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું.
\v 50 બાલ- હાનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
\p
\s5
\v 51 હદાદના મરણ પામ્યો.
\p અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
\v 52 આહોલીબામા, એલા, પિનોન,
\v 53 કનાઝ, તેમાન, મિબ્સાર,
\v 54 માગ્દિયેલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.
\s5
\c 2
\p
\v 1 ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
\v 2 દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
\p
\s5
\v 3 યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
\v 4 યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરા. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
\p
\s5
\v 5 પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
\v 6 ઝેરાના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
\v 7 કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
\v 8 એથાનનો દીકરો: અઝાર્યા.
\p
\s5
\v 9 હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
\v 10 રામનો દીકરો આમિનાદાબ, આમિનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
\v 11 નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
\v 12 બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
\p
\s5
\v 13 યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબિનાદાબ, ત્રીજો શીમઆ,
\v 14 ચોથો નથાનિયેલ, પાંચમો રાદાય,
\v 15 છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
\p
\s5
\v 16 તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
\v 17 અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
\p
\s5
\v 18 હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝુબા તથા યરીઓથ દ્વારા થયેલા તેના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
\v 19 અઝુબા મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.
\v 20 હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.
\p
\s5
\v 21 ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.
\v 22 સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.
\p
\s5
\v 23 ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
\v 24 હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.
\p
\s5
\v 25 હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.
\v 26 યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.
\v 27 યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.
\v 28 ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.
\p
\s5
\v 29 અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
\v 30 નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો.
\v 31 આપ્પાઈમનો દીકરો યીશી, યીશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
\v 32 શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.
\v 33 યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
\p
\s5
\v 34 શેશાનને દીકરાઓ ન હતા પણ ફકત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
\v 35 શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.
\p
\s5
\v 36 આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
\v 37 ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
\v 38 ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.
\p
\s5
\v 39 અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
\v 40 એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
\v 41 શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
\p
\s5
\v 42 યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
\v 43 હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
\v 44 શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
\p
\s5
\v 45 શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સુર.
\v 46 કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
\v 47 યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
\p
\s5
\v 48 કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
\v 49 વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સા હતી.
\p
\v 50 કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
\s5
\v 51 બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગાદેર.
\p
\s5
\v 52 કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
\v 53 કિર્યાથ યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
\p
\s5
\v 54 સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.
\v 55 યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.
\s5
\c 3
\p
\v 1 દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે:
\q પ્રથમજનિત આમ્મોન, અહીનોઆમ યિઝ્રએલીથી;
\q બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;
\q
\v 2 ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી.
\q ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.
\q
\v 3 પાંચમો, શફાટયા જે અબિતાલથી હતો;
\q છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.
\m
\s5
\v 4 દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
\v 5 વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથ-શેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
\p
\s5
\v 6 દાઉદના બીજા નવ દીકરાઓ;
\q યિબ્હાર, અલિશામા, અલિફેલેટ,
\q
\v 7 નોગા, નેફેગ, યાફીઆ,
\q
\v 8 અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
\m
\v 9 તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
\p
\s5
\v 10 સુલેમાનનો દીકરો રહાબામ હતો.
\q રહાબામનો દીકરો અબિયા હતો.
\q અબિયાનો દીકરો આસા હતો.
\q આસાનો દીકરો યહોશાફાટ હતો.
\q
\v 11 યહોશાફાટનો દીકરો યહોરામ હતો.
\q યહોરામનો દીકરો અહાઝયા હતો.
\q અહાઝયાનો દીકરો યોઆશ હતો.
\q
\v 12 યોઆશનો દીકરો અમાસ્યા હતો.
\q અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો.
\q અઝાર્યાનો દીકરો યોથામ હતો.
\q
\s5
\v 13 યોથામનો દીકરો આહાઝ હતો.
\q આહાઝનો દીકરો હિઝકિયા હતો.
\q હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.
\q
\v 14 મનાશ્શાનો દીકરો આમોન
\q અને આમોનનો દીકરો યોશિયા હતો.
\p
\s5
\v 15 યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.
\v 16 યહોયાકીમનો દીકરો યખોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.
\p
\s5
\v 17 બંદીવાન યખોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
\v 18 માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
\p
\s5
\v 19 પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
\v 20 હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
\v 21 હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.
\p
\s5
\v 22 શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.
\v 23 નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.
\v 24 એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.
\s5
\c 4
\p
\v 1 યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.
\v 2 શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.
\p
\s5
\v 3 એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
\v 4 પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.
\p
\s5
\v 5 તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.
\v 6 નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો.
\v 7 હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.
\v 8 અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહાહેલથી કુટુંબો થયાં.
\p
\s5
\v 9 યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું "કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી."
\v 10 યાબેસે ઇઝરાયલના પ્રભુને પ્રાર્થના કરી, "તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!" પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.
\p
\s5
\v 11 શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન.
\v 12 એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.
\p
\s5
\v 13 કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.
\v 14 મોનોથાયનો દીકરો ઓફ્રા. ગેહરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગેહરાશીમ, જે લોકો કારીગર હતા.
\v 15 યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.
\v 16 યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફા, તીર્યા અને અસારેલ.
\p
\s5
\v 17 એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તોઆ.
\v 18 તેની યહૂદી પત્નીએ યેરેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.
\p
\s5
\v 19 નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.
\v 20 શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. યિશઈના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.
\p
\s5
\v 21 યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;
\v 22 યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. (આ માહિતી પુરાતન લેખોને આધારે છે.)
\v 23 તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા.
\p
\s5
\v 24 શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરા તથા શાઉલ.
\v 25 શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશ્મા હતો.
\v 26 મિશ્માના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.
\p
\s5
\v 27 શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ.
\v 28 તેઓ બેર શેબામાં, મોલાદામાં તથા હસાર શુઆલમાં રહ્યા.
\p
\s5
\v 29 તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,
\v 30 બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,
\v 31 બેથ-માર્કબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.
\p
\s5
\v 32 તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.
\v 33 તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.
\p
\s5
\v 34 મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;
\v 35 યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ;
\v 36 એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા;
\v 37 અને શમાયાના દીકરા શિમીના દીકરા પદાયાના દીકરા આલ્નોનના દીકરા શિફઈનો દીકરો ઝિઝા;
\v 38 આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.
\p
\s5
\v 39 તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.
\v 40 ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા.
\v 41 આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.
\p
\s5
\v 42 તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, યિશઈના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા.
\v 43 ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.
\s5
\c 5
\p
\v 1 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ.
\v 2 યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે. પણ જયેષ્ઠપણાનો હક તો યૂસફનો જ રહ્યો.
\v 3 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કાર્મી હતા.
\p
\s5
\v 4 યોએલના વંશજો;
\q યોએલનો દીકરો શમાયા હતો,
\q શમાયાનો દીકરો ગોગ હતો,
\q ગોગનો દીકરો શિમઈ હતો,
\q
\v 5 શિમઈનો દીકરો મિખા હતો,
\q મિખાનો દીકરો રાયા હતો,
\q રાયાનો દીકરો બાલ હતો,
\q
\v 6 બાલનો દીકરો બેરા હતો. તેને આશૂરનો રાજા તિગ્લાથ-પિલ્નેસેર, બંદીવાન કરીને લઈ ગયો હતો. બેરા રુબેનીઓના કુળનો સરદાર હતો.
\p
\s5
\v 7 તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ, તેઓનાં કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા; મુખ્ય યેઈએલ તથા ઝર્ખાયા,
\v 8 યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બાલ-મેઓન સુધી રહેતા હતા.
\v 9 પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો. કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી.
\p
\s5
\v 10 શાઉલના દિવસોમાં યોએલના દીકરાઓએ હાગ્રીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો. તેઓ ગિલ્યાદની પૂર્વ બાજુના સઘળા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા.
\p
\s5
\v 11 ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા.
\v 12 તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા.
\v 13 તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર.
\p
\s5
\v 14 આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો;
\q બૂઝનો દીકરો યાહદો હતો,
\q યાહદોનો દીકરો યશિશાય હતો,
\q યશિશાયનો દીકરો મિખાએલ હતો,
\q મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો,
\q ગિલ્યાદનો દીકરો યારોઆ હતો,
\q યારોઆનો દીકરો હૂરી હતો,
\q હૂરીનો દીકરો અબિહાઈલ.
\m
\v 15 ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો.
\p
\s5
\v 16 તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા.
\v 17 યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા.
\p
\s5
\v 18 રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાનું અડધું કુળ જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનારાં તથા યુદ્ધમાં કુશળ એવા ચુંમાળીસ હજાર સૈનિકો હતા.
\v 19 તેઓએ હાગ્રીઓ, યટૂર, નાફીશ તથા નોદાબ પર હુમલો કર્યો.
\p
\s5
\v 20 ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.
\v 21 તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા.
\v 22 કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા.
\p
\s5
\v 23 મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બાલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું.
\v 24 તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, યિશઈ, અલિયેલ, આઝ્રિયેલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા.
\p
\s5
\v 25 પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા.
\v 26 ઇઝરાયલના ઈશ્વરે આશૂરના રાજા પૂલનું તથા આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે.
\s5
\c 6
\p
\v 1 લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
\v 2 કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝિયેલ.
\v 3 આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
\p
\s5
\v 4 એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો આબીશૂઆ.
\v 5 અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝિઝ.
\v 6 ઉઝ્ઝિનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
\p
\s5
\v 7 મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
\v 8 અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાસ.
\v 9 અહિમાસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
\p
\s5
\v 10 યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
\v 11 અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.
\v 12 અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલુમ.
\p
\s5
\v 13 શાલુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
\v 14 અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
\v 15 જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.
\p
\s5
\v 16 લેવીના દીકરાઓ: ગેર્શોમ, કહાથ તથા મરારી.
\v 17 ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
\v 18 કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ.
\p
\s5
\v 19 મરારીના દીકરાઓ: માહલી તથા મૂશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
\v 20 ગેર્શોમનો દીકરો: લિબ્ની.
\q લિબ્નીનો દીકરો યાહાથ,
\q તેનો દીકરો ઝિમ્મા.
\q
\v 21 તેનો દીકરો યોઆહ,
\q તેનો દીકરો યિદ્દો,
\q તેનો દીકરો ઝેરા,
\q તેનો દીકરો યેઆથરાય.
\p
\s5
\v 22 કહાથના વંશજો: તેનો દીકરો આમિનાદાબ,
\q તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
\v 23 તેનો દીકરો એલ્કાના,
\q તેનો દીકરો એબ્યાસાફ,
\q તેનો દીકરો આસ્સીર,
\q
\v 24 તેનો દીકરો તાહાથ,
\q તેનો દીકરો ઉરિયેલ,
\q તેનો દીકરો ઉઝિયા,
\q તેનો દીકરો શાઉલ.
\p
\s5
\v 25 એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
\v 26 એલ્કાનાનો બીજો દીકરો સોફાય,
\q તેનો દીકરો નાહાથ.
\q
\v 27 તેનો દીકરો અલિયાબ,
\q તેનો દીકરો યરોહામ,
\q તેનો દીકરો એલ્કાના.
\p
\s5
\v 28 શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
\q
\v 29 મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝ્ઝા.
\q
\v 30 તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.
\p
\s5
\v 31 કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર જે આગેવાનો નીમ્યા.
\v 32 જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.
\p
\s5
\v 33 જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન,
\q હેમાન યોએલનો દીકરો,
\q યોએલ શમુએલનો દીકરો,
\q
\v 34 શમુએલ એલ્કાનાનો દીકરો,
\q એલ્કાના યરોહામનો દીકરો,
\q યરોહામ અલિયેલનો દીકરો,
\q અલિયેલ તોઆનો દીકરો હતો.
\q
\v 35 તોઆ સૂફનો દીકરો,
\q સૂફ એલ્કાનાનો દીકરો,
\q એલ્કાના માહાથનો દીકરો,
\q માહાથ અમાસાયનો દીકરો,
\q
\s5
\v 36 અમાસાય એલ્કાનાનો દીકરો,
\q એલ્કાના યોએલનો દીકરો,
\q યોએલ અઝાર્યાનો દીકરો,
\q અઝાર્યા સફાન્યાનો દીકરો,
\q
\v 37 સફાન્યા તાહાથનો દીકરો,
\q તાહાથ આસ્સીરનો દીકરો,
\q આસ્સીર એબ્યાસાફનો દીકરો,
\q એબ્યાસાફ કોરાનો દીકરો,
\q
\v 38 કોરા યિસ્હારનો દીકરો,
\q યિસ્હાર કહાથનો દીકરો,
\q કહાથ લેવીનો દીકરો,
\q લેવી ઇઝરાયલનો દીકરો.
\p
\s5
\v 39 હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો.
\q આસાફ બેરેખ્યાનો દીકરો,
\q બેરેખ્યા શિમઆનો દીકરો.
\q
\v 40 શિમઆ મિખાએલનો દીકરો,
\q મિખાએલ બાસેયાનો દીકરો,
\q બાસેયા માલ્કિયાનો દીકરો.
\q
\v 41 માલ્કિયા એથ્નીનો દીકરો,
\q એથ્ની ઝેરાનો દીકરો,
\q ઝેરા અદાયાનો દીકરો.
\q
\v 42 અદાયા એથાનનો દીકરો,
\q એથાન ઝિમ્માનો દીકરો,
\q ઝિમ્મા શિમઈનો દીકરો.
\q
\v 43 શિમઈ યાહાથનો દીકરો,
\q યાહાથ ગેર્શોમનો દીકરો,
\q ગેર્શોમ લેવીનો દીકરો.
\q
\s5
\v 44 હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન.
\q કીશી આબ્દીનો દીકરો,
\q આબ્દી માલ્લૂખનો દીકરો.
\q
\v 45 માલ્લૂખ હશાબ્યાનો દીકરો,
\q હશાબ્યા અમાસ્યાનો દીકરો,
\q અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
\q
\v 46 હિલ્કિયા આમ્સીનો દીકરો,
\q આમ્સી બાનીનો દીકરો,
\q બાની શેમેરનો દીકરો,
\q
\v 47 શેમેર માહલીનો દીકરો,
\q માહલી મૂશીનો દીકરો,
\q મૂશી મરારીનો દીકરો,
\q મરારી લેવીનો દીકરો.
\p
\s5
\v 48 તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
\p
\s5
\v 49 હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.
\p
\s5
\v 50 હારુનના વંશજો:
\q હારુનનો દીકરો એલાઝાર,
\q એલાઝારનો દીકરો ફીનહાસ,
\q ફીનહાસનો દીકરો અબિશુઆ,
\q
\v 51 અબિશુઆનો દીકરો બુક્કી,
\q બુક્કીનો દીકરો ઉઝિઝ,
\q ઉઝ્રઝીનો દીકરો ઝરાયા,
\q
\v 52 ઝરાયાનો દીકરો મરાયોથ,
\q મરાયોથનો દીકરો અમાર્યા,
\q અમાર્યાનો દીકરો અહિટૂબ,
\q
\v 53 અહિટૂબનો દીકરો સાદોક,
\q સાદોકનો દીકરો અહિમાસ હતો.
\p
\s5
\v 54 જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કોહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
\v 55 તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
\v 56 પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફુન્નેના દીકરા કાલેબને આપ્યાં.
\p
\s5
\v 57 હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
\v 58 હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
\s5
\v 59 હારુનના વંશજોને આશન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
\v 60 બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલ્લેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.
\p
\s5
\v 61 કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.
\v 62 ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.
\p
\s5
\v 63 મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.
\v 64 તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
\v 65 તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
\p
\s5
\v 66 કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
\v 67 તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
\v 68 યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,
\v 69 આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
\p
\s5
\v 70 મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.
\p
\s5
\v 71 ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
\v 72 ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
\v 73 રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
\p
\s5
\v 74 આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
\v 75 હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.
\v 76 નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.
\p
\s5
\v 77 બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.
\v 78 તેઓને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;
\v 79 કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.
\p
\s5
\v 80 ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત,
\v 81 હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.
\s5
\c 7
\p
\v 1 ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પુઆ, યાશૂબ તથા શિમ્રોન.
\v 2 તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.
\v 3 ઉઝ્ઝિનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા. આ પાંચ આગેવાનો હતા.
\p
\s5
\v 4 તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
\v 5 ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.
\p
\s5
\v 6 બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
\v 7 બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝ્ઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.
\p
\s5
\v 8 બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરિમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
\v 9 તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
\v 10 યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
\p
\s5
\v 11 આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
\v 12 ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.
\p
\s5
\v 13 નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.
\p
\s5
\v 14 મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્ત્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
\v 15 માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
\p
\v 16 માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
\s5
\v 17 ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
\v 18 ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.
\v 19 શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
\s5
\v 20 એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે;
\q એફ્રાઇમનો દીકરો શુથેલા હતો.
\q શુથેલાનો દીકરો બેરેદ હતો.
\q બેરેદનો દીકરો તાહાથ હતો.
\q તાહાથનો દીકરો એલાદા હતો.
\q એલાદાનો દીકરો તાહાથ હતો.
\q
\v 21 તાહાથનો દીકરો ઝાબાદ હતો.
\q ઝાબાદના દીકરા શુથેલા, એસેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
\v 22 તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.
\p
\s5
\v 23 એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા (ભાગ્યહીન) રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
\v 24 તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરા એમ બે નગરો બાંધ્યા.
\q
\s5
\v 25 એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો.
\q રેશેફનો દીકરો તેલાહ હતો.
\q તેલાહનો દીકરો તાહાન હતો.
\q
\v 26 તાહાનનો દીકરો લાદાન હતો.
\q લાદાનનો દીકરો આમિહુદ હતો.
\q આમિહુદનો દીકરો અલીશામા હતો.
\q
\v 27 અલીશામાનો દીકરો નૂન હતો.
\q નૂનનો દીકરો યહોશુઆ હતો.
\p
\s5
\v 28 તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝા તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
\v 29 મનાશ્શાની સીમા પાસે બેથ-શાન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.
\p
\s5
\v 30 આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્ચી બરિયા. સેરા તેઓની બહેન હતી.
\v 31 બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
\v 32 હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
\p
\s5
\v 33 યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
\v 34 યાફલેટના ભાઈ શોમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
\v 35 શોમેરના ભાઈ હોથામ દીકરાઓ; સોફાહ, યિમ્ના, શેલેશ તથા આમાલ.
\p
\s5
\v 36 સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
\v 37 બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
\v 38 યેથેરના દીકરાઓ; યફુન્ને, પિસ્પા, તથા અરા.
\p
\s5
\v 39 ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
\v 40 એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્વના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
\s5
\c 8
\p
\v 1 બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, આહરા,
\v 2 નોહા તથા રાફા.
\v 3 બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
\v 4 અબીશુઆ, નામાન, અહોઆ,
\v 5 ગેરા, શફૂફાન તથા હૂરામ.
\p
\s5
\v 6 આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
\v 7 નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
\p
\s5
\v 8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
\v 9 તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
\v 10 યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
\v 11 પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
\p
\s5
\v 12 એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
\v 13 તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
\p
\s5
\v 14 બરિયાના દીકરાઓ;
\q આહ્યો, શાશાક, યેરેમોથ,
\q
\v 15 ઝબાદ્યા, અરાદ, એદેર,
\q
\v 16 મિખાએલ, યિશ્પા તથા યોહા.
\m
\v 17 એલ્પાલના દીકરાઓ;
\q ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
\q
\v 18 યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
\p
\s5
\v 19 શિમઈના દીકરાઓ;
\q યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
\q
\v 20 અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
\q
\v 21 અદાયા, બરાયા તથા શિમ્રાથ.
\m
\s5
\v 22 શાશાકના દીકરાઓ;
\q યિશ્પાન, એબેર, અલીએલ,
\q
\v 23 આબ્દોન, ઝિખ્રી, હાનાન,
\q
\v 24 હનાન્યા, એલામ, આન્થોથિયા,
\q
\v 25 યિફદયા અને પનુએલ.
\m
\s5
\v 26 યરોહામના દીકરાઓ;
\q શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
\q
\v 27 યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
\m
\v 28 આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
\p
\s5
\v 29 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માઅખાહ હતું.
\v 30 તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બાલ, નાદાબ,
\v 31 ગદોર, આહ્યો તથા ઝેખેર.
\p
\s5
\v 32 યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
\v 33 નેરનો દીકરો કીશ હતો.
\q કીશનો દીકરો શાઉલ હતો.
\q શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબિનાદાબ તથા એશ્બાલ.
\v 34 યોનાથાનનો દીકરો મરીબ્બાલ.
\q મરીબ્બાલનો દીકરો મિખા,
\s5
\v 35 મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
\v 36 આહાઝનો દીકરો યહોઆદ્દા.
\q યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી.
\q ઝિમ્રીનો દીકરો મોસા.
\v 37 મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
\p
\s5
\v 38 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
\v 39 આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
\v 40 ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.
\s5
\c 9
\p
\v 1 સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
\v 2 હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.
\v 3 યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.
\p
\s5
\v 4 યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમિહૂદનો દીકરો ઉથાય.
\v 5 શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.
\v 6 ઝેરાના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.
\p
\s5
\v 7 બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.
\v 8 યરોહામનો દીકરો યિબ્નિયા, મિખ્રીના દીકરા ઉઝઝીનો દીકરો એલા, યિબ્નિયાના દીકરા રેઉએલના દીકરા શફાટયાનો દીકરો મશુલ્લામ.
\v 9 તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબીઓ નવસો છપ્પન. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.
\p
\s5
\v 10 યાજકો; યદાયા, યહોયારીબ તથા યાકીન.
\v 11 અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અર્ઝાયા ઈશ્વરના ઘરનો કારભારી હતો.
\p
\s5
\v 12 માલ્કિયાના દીકરા પાશ્હૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય.
\v 13 તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા.
\p
\s5
\v 14 લેવીઓમાંના એટલે મરારીના વંશજોમાંના; હશાબ્યાના દીકરા આઝ્રીકામના દીકરા હાશુબનો દીકરો શમાયા.
\v 15 બાક-બાક્કાર, હેરેશ તથા ગાલાલ, આસાફના દીકરા ઝિખ્રીના દીકરા મિખાનો દીકરો માત્તાન્યા.
\v 16 યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા.
\p
\s5
\v 17 દ્વારપાળો; શાલ્લુમ, આકકુબ, ટાલ્મોન, અહિમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.
\v 18 એ સમયે તે (શાલ્લુમ) રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.
\v 19 કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.
\p
\s5
\v 20 ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.
\v 21 મશેલેમ્યાનો દીકરો ઝર્ખાયા "મુલાકાતમંડપના" દ્વારપાળ હતો.
\p
\s5
\v 22 એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.
\v 23 તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.
\v 24 દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.
\p
\s5
\v 25 તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.
\v 26 ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ભક્તિસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.
\v 27 તેઓ ભક્તિસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.
\p
\s5
\v 28 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી.
\v 29 વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.
\p
\s5
\v 30 યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.
\v 31 શાલુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
\v 32 કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
\p
\s5
\v 33 ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.
\v 34 તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
\p
\s5
\v 35 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
\v 36 તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બાલ, નેર તથા નાદાબ,
\v 37 ગદોર, આહ્યો, ઝર્ખાયા તથા મિકલોથ હતા.
\p
\s5
\v 38 મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.
\q
\v 39 નેરનો દીકરો કીશ હતો.
\q કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબિનાદાબ તથા એશ્બાલ.
\q
\v 40 યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો.
\q મરીબ્બાલનો દીકરો મિખા હતો.
\p
\s5
\v 41 મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ.
\q
\v 42 આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી.
\q ઝિમ્રીનો દીકરો મોસા હતો.
\q
\v 43 મોસાનો દીકરો બિનઆ હતો.
\q બિનઆનો દીકરો રફાયા હતો.
\q રફાયાનો દીકરો એલાસા હતો.
\q એલાસાનો દીકરો આસેલ હતો.
\q
\v 44 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.
\s5
\c 10
\p
\v 1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાસી ગયા, ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ.
\v 2 પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબિનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.
\v 3 શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો.
\p
\s5
\v 4 ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, "તારી તલવાર તાણીને મને વીંધી નાખ. રખેને એ બેસુન્નતીઓ આવીને મારું અપમાન કરે." પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીતો હતો. તેથી શાઉલ પોતાની જ તલવાર પર પડીને મરણ પામ્યો.
\p
\s5
\v 5 જયારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો.
\v 6 એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.
\p
\s5
\v 7 જયારે ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાસી ગયા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો મૂકીને નાસી ગયા. પછી પલિસ્તીઓ ત્યાં આવીને તે નગરોમાં રહ્યા.
\v 8 તેને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારુ ધસી આવ્યા, ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા.
\p
\s5
\v 9 તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા.
\v 10 તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું.
\p
\s5
\v 11 પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલ્યાદના બધા લોકોએ સાંભળ્યું,
\v 12 ત્યારે સર્વ શૂરવીર પુરુષોએ ઊઠીને શાઉલનો મૃતદેહ તથા તેના દીકરાઓના મૃતદેહો લીધા અને તેમને યાબેશમાં લાવ્યા. તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓના મૃતદેહોને દફનાવ્યા અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
\p
\s5
\v 13 શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.
\v 14 આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.
\s5
\c 11
\p
\v 1 પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, "જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે. તારા કુટુંબીઓ છીએ.
\v 2 ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, 'તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે."
\v 3 પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
\p
\s5
\v 4 દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ (એટલે યબૂસ) ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
\v 5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, "તારાથી અંદર આવી શકાશે નહિ." તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
\v 6 દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે." સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.
\p
\s5
\v 7 પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.
\v 8 તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
\v 9 દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.
\p
\s5
\v 10 દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.
\v 11 તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
\p
\s5
\v 12 તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
\v 13 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
\v 14 ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.
\p
\s5
\v 15 ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
\v 16 દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.
\v 17 દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, "જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!"
\p
\s5
\v 18 તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.
\v 19 પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? "મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે." માટે તે પીવાને રાજી ન હતો . આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.
\p
\s5
\v 20 યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
\v 21 ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
\p
\s5
\v 22 કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
\v 23 વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
\p
\s5
\v 24 યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
\v 25 તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
\p
\s5
\v 26 વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
\v 27 શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
\v 28 તકોઈ ઈક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
\v 29 સિબ્બખાય હુશાથી, ઈલાહ અયોહી,
\p
\s5
\v 30 માહરાય નટોફાથી, નટોફાથી બાનાનો દીકરો હેલેદ,
\v 31 બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરાથોની,
\v 32 ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
\v 33 આઝમા-વેથ બાહરૂમી, એલ્યાહબા શાલ્બોની,
\p
\s5
\v 34 ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
\v 35 હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
\v 36 હેફેર મખેરાથી, અહિયા પલોની,
\v 37 હેસરો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય,
\p
\s5
\v 38 નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
\v 39 સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
\v 40 ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
\v 41 ઊરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ,
\p
\s5
\v 42 રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
\v 43 માકાનો દીકરો હાનાન, યહોશાફાટ મિથ્ની,
\v 44 ઉઝિયા આશ્તરોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ,
\p
\s5
\v 45 શિમ્રીનો દીકરો યદિયેલ, તેનો ભાઈ યોહાતીસી,
\v 46 અલીએલ માહવી, એલ્તામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
\v 47 અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.
\s5
\c 12
\p
\v 1 હવે દાઉદ કીશના દીકરા શાઉલને લીધે હજી સંતાતો રહેતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે: તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા.
\v 2 તેઓ ધનુર્ધારીઓ હતા જમણે તથા ડાબે હાથે ગોફણથી પથ્થર ફેંકી શકતા હતા તથા ધનુષ્યથી બાણ મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા.
\p
\s5
\v 3 મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, તેઓ ગિબ્યાથી શમ્માના દીકરા હતા. આઝમા-વેથના દીકરાઓ યઝીએલ તથા પેલેટ. બરાખા તથા યેહૂ અનાથોથી,
\v 4 ત્રીસમાંનો પરાક્રમી તથા ત્રીસનો સરદાર યિશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝીએલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી,
\p
\s5
\v 5 એલુઝાય, યરીમોથ, બાલ્યા, શમાર્યા તથા સફાટયા હરુકી,
\v 6 એલ્કાના, યિશ્શયા, અઝારેલ, યોએઝેર તથા યાશોબામ એ કોરાહીઓ હતા,
\v 7 ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદ્યા.
\p
\s5
\v 8 ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.
\p
\s5
\v 9 તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ,
\v 10 ચોથો મિશ્માન્ના, પાંચમો યર્મિયા,
\v 11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
\v 12 આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ,
\v 13 દસમો યર્મિયા, અગિયારમો માખ્બાન્નાઈ.
\p
\s5
\v 14 ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો.
\v 15 પહેલાં મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.
\p
\s5
\v 16 બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા.
\v 17 દાઉદ તેઓને મળવા ગયો અને તેઓને ઉત્તર આપીને કહ્યું, "જો તમે મને સહાય કરવા સારુ શાંતિથી મારી પાસે આવ્યા હશો, તો મારું હૃદય તમારી સાથે એકરૂપ થશે. પણ હું નિર્દોષ છતાં, જો તમે મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે આવ્યા હો, તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો."
\p
\s5
\v 18 ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. અમાસાયે કહ્યું, "દાઉદ, અમે તારા છીએ. યિશાઈના દીકરા અમે તારે પક્ષે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, જેઓ તમને મદદ કરે છે તેમને શાંતિ થાઓ. કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે." ત્યારે દાઉદ તેઓનો અંગીકાર કર્યો અને તેઓને લશ્કરી જૂથોના સરદારો તરીકે નીમ્યા.
\p
\s5
\v 19 વળી જયારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહિ, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, "પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે."
\v 20 જયારે તે સિકલાગમાં જતો હતો, ત્યારે મનાશ્શામાંના આદના, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહૂ તથા સિલ્લથાય, મનાશ્શાના સહસ્રાધિપતિઓ નીકળીને તેના પક્ષમાં આવ્યા.
\p
\s5
\v 21 તેઓએ ભટકતા ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા.
\v 22 તે સમયે દરરોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું.
\p
\s5
\v 23 સૈન્ય માટે તૈયાર થયેલા જે લોકો ઈશ્વરના વચન પ્રમાણે શાઉલનું રાજય દાઉદને અપાવવા માટે તેની પાસે હેબ્રોનમાં આવ્યા, તેઓના ઉપરીઓની સંખ્યા આ પ્રમાણે છે:
\v 24 યહૂદાના પુત્રો ઢાલ તથા બરછી ધારણ કરીને જે સૈન્ય યુદ્ધને માટે તૈયાર થયું હતું, તેઓ છ હજાર આઠસો હતા.
\v 25 શિમયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો સાત હજાર એકસો.
\s5
\v 26 લેવીઓમાંથી ચાર હજાર છસો.
\v 27 હારુનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના ત્રણ હજાર સાતસો.
\v 28 સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબનાં બાવીસ આગેવાન તેની સાથે હતા.
\p
\s5
\v 29 બિન્યામીનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ ત્રણ હજાર હતા. કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો.
\v 30 એફ્રાઇમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો, તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા.
\v 31 મનાશ્શાના અડધા કુળમાંથી અઢાર હજાર નામાંકિત માણસો જેઓ દાઉદને રાજા બનાવવા માટે આવ્યા હતા.
\p
\s5
\v 32 ઇસ્સાખારના પુત્રોમાંથી તે સમયે બસો એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે, ઇઝરાયલે શું કરવું જોઈએ, તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા.
\v 33 ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે તેવા તથા સર્વ પ્રકારના યુદ્ધશસ્ત્રો સહિત યુદ્ધ-વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર શૂરવીર પુરુષો હતા તેઓ સંપૂર્ણપણે વફાદાર હતા.
\p
\s5
\v 34 નફતાલીમાંથી એક હજાર સરદાર, તેઓની સાથે ઢાલ તથા બરછીવાળા સાડત્રીસ હજાર પુરુષો હતા.
\v 35 દાનીઓમાંથી વ્યૂહરચના કરી શકે એવા અઠાવીસ હજાર છસો પુરુષો હતા.
\p
\s5
\v 36 આશેરમાંથી યુદ્ધમાં જઈ શકે એવા તથા વ્યૂહરચના શકે એવા ચાળીસ હજાર પુરુષો હતા.
\v 37 યર્દનને પેલે પાર રુબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાશ્શાના અડધા કુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત એક લાખ વીસ હજાર પુરુષો હતા.
\p
\s5
\v 38 સર્વ લડવૈયા તથા યુદ્ધને માટે તૈયાર એવા માણસો દાઉદને સર્વ ઇઝરાયલ ઉપર રાજા બનાવવાના દ્રઢ ઇરાદાથી હેબ્રોનમાં આવ્યા હતા. દાઉદને રાજા બનાવવા માટે બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ સંમત હતા.
\v 39 તેઓ ખાઈપીને ત્યાં ત્રણ દિવસ સુધી દાઉદની સાથે રહ્યા, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરેલી હતી.
\v 40 વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડાં પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતાં, દ્રાક્ષારસ, તેલ, ગધેડાંઓ તથા ઘેટાં પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો.
\s5
\c 13
\p
\v 1 દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી.
\v 2 દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, "જો તમને સારું લાગે અને જો આપણા યહોવાહની ઇચ્છા હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરોમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ.
\v 3 આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા."
\v 4 તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું.
\p
\s5
\v 5 તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા.
\v 6 કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવાહના નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લાવવા માટે દાઉદ અને બધા ઇઝરાયલીઓ, બાલામાં એટલે યહૂદાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.
\p
\s5
\v 7 તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબિનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝ્ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.
\v 8 દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.
\p
\s5
\v 9 જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝ્ઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો.
\v 10 તેથી યહોવાહનો કોપ ઉઝ્ઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝ્ઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો.
\v 11 દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાએ ઉઝ્ઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝ્ઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.
\p
\s5
\v 12 તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, "હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?"
\v 13 તેથી દાઉદ કોશને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં લઈ ગયો.
\v 14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.
\s5
\c 14
\p
\v 1 પછી સૂરના રાજા હીરામે, દાઉદને માટે મહેલ બાંધવા સારુ તેની પાસે સંદેશાવાહકો સાથે એરેજકાષ્ટ, કડિયા તથા સુતારો મોકલ્યા.
\v 2 દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
\p
\s5
\v 3 યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો.
\v 4 યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
\v 5 ઇબ્હાર, અલિશુઆ, એલ્પેલેટ,
\v 6 નોગા, નેફેગ, યાફીઆ,
\v 7 અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
\p
\s5
\v 8 હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
\v 9 હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.
\p
\s5
\v 10 પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, "શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?" યહોવાહે તેને કહ્યું, "આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ."
\v 11 તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; "જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે." તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું.
\v 12 પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા.
\p
\s5
\v 13 પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી.
\v 14 તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, "તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતુરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે.
\p
\s5
\v 15 જ્યારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય, ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે. કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે."
\v 16 ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.
\v 17 પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.
\s5
\c 15
\p
\v 1 દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
\v 2 પછી દાઉદે કહ્યું, "ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે."
\v 3 પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
\p
\s5
\v 4 દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
\q
\v 5 તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
\q
\v 6 મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
\q
\s5
\v 7 ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
\q
\v 8 અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
\q
\v 9 હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
\q
\v 10 ઉઝ્ઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમિનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
\p
\s5
\v 11 દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમિનાદાબ લેવીઓને બોલાવ્યા.
\v 12 તેણે તેઓને કહ્યું, "તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.
\p
\s5
\v 13 તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ."
\v 14 તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.
\v 15 તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.
\p
\s5
\v 16 દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.
\v 17 માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.
\v 18 તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.
\p
\s5
\v 19 હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.
\v 20 સિતારો વગાડવા માટે ઝર્ખાયા, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.
\v 21 વીણા વગાડવા માટે માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
\p
\s5
\v 22 લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
\v 23 બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
\v 24 શબાન્યા, યોશાફાટ, નાથાનિયેલ, અમાસાઈ, ઝર્ખાયા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
\p
\s5
\v 25 પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
\v 26 જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.
\p
\s5
\v 27 દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
\v 28 તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.
\p
\s5
\v 29 યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.
\s5
\c 16
\p
\v 1 તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
\v 2 જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
\v 3 તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો અકેક ઝૂમખો વહેંચી આપ્યો.
\p
\s5
\v 4 યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.
\v 5 આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝર્ખાયા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માતિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.
\v 6 બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.
\p
\s5
\v 7 પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.
\q
\v 8 ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો;
\q લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.
\q
\v 9 તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો;
\q તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.
\q
\s5
\v 10 તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો;
\q યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.
\q
\v 11 યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો;
\q સદાસર્વદા તેમના મુખને શોધો.
\q
\s5
\v 12 જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો,
\q તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.
\q
\v 13 તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો,
\q તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.
\q
\v 14 તે આપણા ઈશ્વર, યહોવાહ છે.
\q તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.
\q
\s5
\v 15 તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો,
\q એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.
\q
\v 16 ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો
\q અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.
\q
\v 17 એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે
\q અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
\q
\v 18 તેમણે કહ્યું, "હું તને આ કનાન દેશ આપીશ,
\q તે તારા વારસાનો ભાગ થશે."
\q
\s5
\v 19 જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા,
\q તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.
\q
\v 20 તેઓ એક દેશથી બીજે દેશ
\q અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.
\q
\v 21 ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ;
\q તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
\q
\v 22 તેમણે કહ્યું, "મારા અભિષિક્તોને અડશો નહિ
\q અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ."
\q
\s5
\v 23 હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો;
\q દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.
\q
\v 24 રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો.
\q સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.
\q
\s5
\v 25 કેમ કે યહોવાહ મહાન છે તથા અતિવિશેષ સ્તુતિપાત્ર છે,
\q અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.
\q
\v 26 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે,
\q પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.
\q
\v 27 તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે.
\q તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.
\q
\s5
\v 28 હે લોકોનાં કુળો, તમે યહોવાહને,
\q હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.
\q
\v 29 યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો.
\q અર્પણ લઈને તેમની હજૂરમાં આવો.
\q પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.
\q
\s5
\v 30 સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે.
\q જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.
\q
\v 31 આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય;
\q વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, "યહોવાહ રાજ કરે છે."
\q
\s5
\v 32 સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે.
\q ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
\q
\v 33 પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે,
\q કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.
\q
\s5
\v 34 યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે,
\q કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.
\q
\v 35 બોલો, "હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો.
\q બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો,
\q કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
\q અને તમારી સ્તુતિ ગાઈએ."
\q
\s5
\v 36 ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ
\q અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ "આમીન" કહીને યહોવાહની સ્તુતિ કરી.
\p
\s5
\v 37 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.
\v 38 તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.
\v 39 સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.
\p
\s5
\v 40 યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.
\v 41 તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.
\p
\s5
\v 42 હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.
\v 43 પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.
\s5
\c 17
\p
\v 1 દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, "જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે."
\v 2 પછી નાથાને દાઉદને કહ્યું, "જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે."
\p
\s5
\v 3 પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
\v 4 "જા અને મારા સેવક દાઉદને કહે કે, 'યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.
\v 5 કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું.
\v 6 જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે, "મારા માટે તમે એરેજ-કાષ્ટનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી?"'"
\p
\s5
\v 7 માટે હવે, મારા સેવક દાઉદને કહે, 'સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: "તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો.
\v 8 અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.
\p
\s5
\v 9 હું મારા ઇઝરાયલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહિ હોય.
\v 10 અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.
\p
\s5
\v 11 એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ.
\v 12 તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યાસન સદાકાળ રાખીશ.
\p
\s5
\v 13 હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ.
\v 14 હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ."'"
\v 15 નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.
\p
\s5
\v 16 પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, "હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો?
\v 17 હે ઈશ્વર એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિષે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવાહ, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.
\v 18 તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો.
\p
\s5
\v 19 હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે.
\v 20 હે યહોવાહ, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી અને તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી.
\v 21 પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.
\p
\s5
\v 22 તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને હે યહોવાહ, તમે તેઓના ઈશ્વર બન્યા છો.
\v 23 તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો.
\v 24 જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, 'સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે' હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ.
\p
\s5
\v 25 હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
\v 26 હવે હે યહોવાહ, તમે જ ઈશ્વર છો અને તમે તમારા સેવકને ખાતરી દાયક વચન આપ્યું છે:
\v 27 હવે તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ ટકી રહે, માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવાહ, તમે તેને આશીર્વાદ આપ્યો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે."
\s5
\c 18
\p
\v 1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં.
\v 2 તેણે મોઆબીઓને પણ હરાવ્યા, તેઓ દાઉદના દાસો બનીને તેને કર આપવા લાગ્યા.
\p
\s5
\v 3 એ પછી દાઉદે સોબાના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો અને હદારએઝેર ફ્રાત નદીની આસપાસના જે પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપવા માગતો હતો તે પર દાઉદે કબજો કર્યો.
\v 4 દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો.
\p
\s5
\v 5 દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદારએઝેરની સહાય કરવા આવ્યા ત્યારે દાઉદે બાવીસ હજાર અરામી સૈનિકોને મારી નાખ્યા.
\v 6 પછી દાઉદે દમસ્કસના અરામીઓના વિસ્તારમાં લશ્કરો ગોઠવ્યા. તેઓ દાઉદના દાસો બની ગયા અને તેઓ તેને કર આપવા લાગ્યા. દાઉદ જ્યાં કંઈ ગયો ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.
\p
\s5
\v 7 દાઉદ હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો.
\v 8 વળી તેણે હદાર એઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.
\p
\s5
\v 9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાના રાજા હદારએઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે,
\v 10 ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદ પાસે સોનું, ચાંદી અને પિત્તળનાં વાસણો લઈને તેને સન્માનવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ કે, હદારએઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું.
\v 11 દાઉદે તે બધાં પાત્રો યહોવાહના ભક્તિસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું.
\p
\s5
\v 12 સરુયાના પુત્ર અબીશાયે મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.
\v 13 તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ, દાઉદ જ્યાં કંઈ ગયો, ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.
\p
\s5
\v 14 દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો અને તેના સર્વ લોકોનો ન્યાય કરીને તેમનો ઇનસાફ કરતો હતો.
\v 15 સરુયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.
\v 16 અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા શાસ્ત્રી હતો.
\v 17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની સમક્ષ મુખ્ય સલાહકારો હતા.
\s5
\c 19
\p
\v 1 આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો.
\v 2 દાઉદે કહ્યું, "હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી." તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા.
\v 3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, "તું શું એમ માને છે કે, તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે."
\p
\s5
\v 4 તેથી હાનૂને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી, તેઓનાં વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યાં પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.
\v 5 જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, "તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.
\p
\s5
\v 6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે, ત્યારે હાનૂને અને આમ્મોનીઓએ અરામ નાહરાઈમમાંથી, અરામ-માકામાંથી અને સોબામાંથી રથો તેમ જ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.
\v 7 તેણે બત્રીસ હજાર રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓનાં સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાનાં નગરોમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયાં.
\p
\s5
\v 8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા.
\v 9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.
\p
\s5
\v 10 જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં.
\v 11 બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી હેઠળ મૂક્યું. અને તેઓએ આમ્મોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી.
\p
\s5
\v 12 યોઆબે તેના ભાઈને કહ્યું, "જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.
\v 13 હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઈરાદાની પૂર્ણતા માટે સારું કરશે."
\p
\s5
\v 14 જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા.
\v 15 અને આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબીશાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યોઆબ પણ આમ્મોની લોકો પાસેથી પાછો યરુશાલેમ આવી પહોંચ્યો.
\p
\s5
\v 16 અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.
\v 17 આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા.
\p
\s5
\v 18 અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.
\v 19 જ્યારે હદારએઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા.
\s5
\c 20
\p
\v 1 સામાન્ય રીતે વસંતઋતુ બેસતાં રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યોઆબે સૈન્યની આગેવાની કરી અને આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. યોઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું.
\p
\s5
\v 2 દાઉદે રાબ્બાના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમા રત્નો જડેલાં હતા. તેનું વજન એક તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો.
\v 3 તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તીકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમ્મોનીઓના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરુશાલેમમાં પાછું આવ્યું.
\p
\s5
\v 4 ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.
\v 5 પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું. અને યાઈરના પુત્ર એલ્હાનાને, લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગોલ્યાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
\p
\s5
\v 6 ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો.
\v 7 જ્યારે તેણે ઇઝરાયલના સૈન્યનો ધિક્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
\v 8 આ બધા ગાદના રફાઈમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા.
\s5
\c 21
\p
\v 1 ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શેતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો.
\v 2 દાઉદે યોઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, "જાઓ, બેર-શેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો. અને પાછા આવીને મને અહેવાલ આપો કે, હું તેઓની સંખ્યા જાણું."
\v 3 યોઆબે કહ્યું, ઈશ્વર તેમના લોકને જેટલા છે તેના કરતા સોગણાં વધારો. પણ મારા માલિક રાજા, શું તેઓ સર્વ મારા માલિકની સેવા નથી કરતા? મારા માલિક કેમ આવું ઇચ્છે છે? શા માટે ઇઝરાયલ પર દોષ લાવવો?"
\p
\s5
\v 4 પણ રાજાનું ફરમાન યોઆબને માનવું પડ્યું. તેથી યોઆબ ત્યાંથી નીકળીને આખા ઇઝરાયલ દેશમાં ફરીને તે યરુશાલેમમાં પાછો આવ્યો.
\v 5 પછી તેણે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા.
\p
\s5
\v 6 પણ લેવી અને બિન્યામીનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો નહોતો કેમ કે યોઆબને રાજાની આજ્ઞા ધ્રુણાસ્પદ લાગી હતી.
\v 7 ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી.
\v 8 દાઉદે ઈશ્વરને કહ્યું, "આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે."
\p
\s5
\v 9 યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું,
\v 10 "જા દાઉદને કહે કે: 'યહોવાહ એમ કહે છે કે: "હું તને ત્રણ વિકલ્પો આપું છું. તેમાંથી ગમે તે એક પસંદ કર."'"
\p
\s5
\v 11 તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, "યહોવાહ આ મુજબ કહે છે: 'આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર:
\v 12 ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તરવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તરવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.' તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર."
\p
\s5
\v 13 પછી દાઉદે ગાદને કહ્યું, "હું ભારે દ્વિધામાં મૂકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતાં યહોવાહના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે."
\v 14 તેથી યહોવાહે, ઇઝરાયલમાં મરકી મોકલી અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.
\v 15 ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, "બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે." એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો.
\s5
\v 16 દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તરવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા.
\v 17 દાઉદે ઈશ્વરને કહ્યું, "સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે. પણ આ લોકો, તેઓએ શું કર્યું છે? હે યહોવાહ, મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે, મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો."
\p
\s5
\v 18 તેથી યહોવાહના દૂતે ગાદને આજ્ઞા કરી કે, દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં, યહોવાહને માટે એક વેદી બાંધે.
\v 19 તેથી યહોવાહના નામે, જે સુચના ગાદે આપી હતી, તે અનુસાર કરવાને, દાઉદ ગયો.
\v 20 જયારે ઓર્નાન ઘઉં મસળતો હતો, ત્યારે તેણે પાછળ નજર કરતાં દૂતને જોયો. તેથી તે તથા તેના ચાર પુત્રો સંતાઈ ગયા.
\p
\s5
\v 21 જ્યારે દાઉદ ઓર્નાનની પાસે આવ્યો ત્યારે ઓર્નાને દાઉદને જોયો. તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કર્યા.
\v 22 ત્યારે દાઉદે ઓર્નાનને કહ્યું, "આ ખળી મને આપ, જેથી હું ઈશ્વરને માટે વેદી બાંધુ. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ, જેથી લોકોમાં પ્રસરેલી મરકી બંધ થાય." હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ."
\p
\s5
\v 23 ઓર્નાને દાઉદને કહ્યું, "મારા માલિક રાજા, તે તારું જ છે તેમ સમજીને તેને લઈ લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો હું દહનીયાર્પણો માટે બળદો, કણસલાં ઝૂડવા માટે લાકડાંનાં પાટિયાં અને ખાદ્યાર્પણ માટે ઘઉં, એ બધું તને આપીશ."
\v 24 રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, "ના, હું તે પૂરેપૂરી કિંમત આપી ખરીદીશ. યહોવાહને દહનીયાર્પણ કરવા માટે, જે તારું છે, જેને માટે મેં કિંમત ચૂકવી નથી, તે અર્પણ હું નહિ લઉં."
\p
\s5
\v 25 દાઉદે એ જગ્યા માટે છસો શેકેલ સોનું આપ્યું.
\v 26 દાઉદે ત્યાં યહોવાહને માટે વેદી બાંધી અને તેના પર દહનીયાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં. તેણે યહોવાહને વિનંતી કરી, તેમણે દહનીયાર્પણની વેદી પર આકાશમાંથી અગ્નિ મોકલી તેને ઉત્તર આપ્યો.
\v 27 પછી યહોવાહે, દૂતને આજ્ઞા આપી અને દૂતે પોતાની તરવાર મ્યાન કરી.
\p
\s5
\v 28 જ્યારે દાઉદે જોયું કે ઓર્નાન યબૂસીની ખળીમાં યહોવાહે તેને ઉત્તર આપ્યો છે, ત્યારે તે જ સમયે, તેણે ત્યાં યજ્ઞ કર્યો.
\v 29 કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણો માટેની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી.
\v 30 જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તરવારનો ડર હતો.
\s5
\c 22
\p
\v 1 પછી દાઉદે કહ્યું, "અહીંયાં, ઈશ્વર યહોવાહનું ભક્તિસ્થાન, ઇઝરાયલ માટેની દહનીયાર્પણ વેદી સાથે થશે."
\p
\v 2 દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.
\p
\s5
\v 3 દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું,
\v 4 અને ઢગલાબંધ એરેજકાષ્ઠ પણ એકઠાં કર્યા. (સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા.)
\v 5 દાઉદે કહ્યું, "મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ." તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી.
\p
\s5
\v 6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી.
\v 7 દાઉદે સુલેમાનને કહ્યું "મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાહના નામને માટે, ભક્તિસ્થાન બાંધવાનો મારો ઈરાદો હતો.
\v 8 પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, 'તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.
\p
\s5
\v 9 જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.
\v 10 તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ."'
\s5
\v 11 "હવે, મારા પુત્ર સુલેમાન, યહોવાહ તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો. અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ.
\v 12 યહોવાહે, તને ઇઝરાયલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાહનો નિયમ પાળે.
\v 13 યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.
\p
\s5
\v 14 હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે.
\s5
\v 15 તારી પાસે ઘણાં પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે,
\v 16 તેઓ સોના,ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવાહ તારી સાથે હો."
\p
\s5
\v 17 પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે,
\v 18 "યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.
\v 19 હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો."
\s5
\c 23
\p
\v 1 જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
\v 2 દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
\v 3 ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
\p
\s5
\v 4 તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
\v 5 ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
\v 6 દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા:
\p
\s5
\v 7 ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
\q
\v 8 લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
\q
\v 9 શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
\q
\s5
\v 10 શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝિઝા, યેઉશ, અને બરીઆ.
\q
\v 11 યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝિઝા, પણ યેઉશ અને બરીઆને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
\p
\s5
\v 12 કહાથના ચાર દીકરા:
\q આમ્રામ, ઈસહાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ.
\q
\v 13 આમ્રામના દીકરા : હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
\v 14 પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
\q
\s5
\v 15 મૂસાના દીકરા: ગેર્શોમ અને એલીએઝેર.
\q
\v 16 ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
\q
\v 17 એલીએઝરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
\q
\v 18 ઈસહારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
\q
\s5
\v 19 હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
\q
\v 20 ઉઝ્ઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
\q
\s5
\v 21 મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
\q
\v 22 એલાઆઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કિશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
\q1
\v 23 મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યરિમોથ.
\p
\s5
\v 24 તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.
\v 25 દાઉદે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.
\v 26 હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે."
\p
\s5
\v 27 દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
\v 28 તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુધ્ધીકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.
\v 29 ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.
\p
\s5
\v 30 વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ
\v 31 તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્ર દર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.
\p
\s5
\v 32 યહોવાહના ભક્તિસ્થાનની સેવાને સારુ મુલાકાત મંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.
\s5
\c 24
\p
\v 1 હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
\v 2 નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
\v 3 સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
\p
\s5
\v 4 એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
\v 5 તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
\p
\s5
\v 6 નથાનિયેલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એકપછી એક ગણવામાં આવતુ હતું.
\s5
\v 7 પહેલી ચિઠ્ઠી યહોયારિબની અને બીજી યદાયાની નીકળી.
\v 8 ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
\v 9 પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
\v 10 સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
\s5
\v 11 નવમી યેશુઆની, દસમી શખાન્યાની,
\v 12 અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
\v 13 તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
\v 14 પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
\s5
\v 15 સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
\v 16 ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની,
\v 17 એકવીસમી યાકીનની, બાવીસમી ગામૂલની,
\v 18 ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
\p
\s5
\v 19 તેઓની સેવાનો આ ક્રમ, તેમને તેમના પૂર્વજ હારુનને દ્વારા અપાયેલ વિધિ કે જે તેને ઇઝરાયલના ઈશ્વર, યાહવેહે સુચવી હતી તે મુજબ જયારે તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં આવતા ત્યારે હતો.
\p
\s5
\v 20 લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે:
\q આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
\q
\v 21 રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
\q
\v 22 ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
\q
\s5
\v 23 હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
\q
\v 24 ઉઝ્ઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
\q
\v 25 મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
\q
\s5
\v 26 મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
\q
\v 27 મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
\q
\v 28 માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
\q
\s5
\v 29 કીશનો પુત્ર: યરાહમેલ.
\q
\v 30 મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરીમોથ.
\m તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
\v 31 તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
\s5
\c 25
\p
\v 1 દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:
\v 2 આસાફના પુત્રો:
\q ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.
\m
\v 3 યદૂથૂનના છ પુત્રો :
\q ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.
\p
\s5
\v 4 હેમાનના પુત્રો:
\q બુક્કિયા, માત્તાન્યા, ઉઝ્ઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.
\v 5 તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.
\p
\s5
\v 6 તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.
\v 7 તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.
\v 8 તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.
\p
\s5
\v 9 પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી.
\q બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 10 ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
\q
\v 11 ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 12 પાંચમી ચિઠ્ઠી નથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
\q
\s5
\v 13 છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 14 સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
\q
\v 15 આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 16 નવમી મત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\s5
\v 17 દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 18 અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 19 બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 20 તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\s5
\v 21 ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 22 પંદરમી યરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 23 સોળમી હનાન્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
\q
\v 24 સત્તરમી યોશ્બકાશાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\s5
\v 25 અઢારમી હનાનીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
\q
\v 26 ઓગણીસમી માલ્લોથીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 27 વીસમી અલીયાથાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 28 એકવીસમી હોથીરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\s5
\v 29 બાવીસમી ગિદાલ્તીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 30 ત્રેવીસમી માહઝીઓથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\q
\v 31 ચોવીસમી રોમામ્તી-એઝેરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
\s5
\c 26
\p
\v 1 દ્વારપાળોની ટુકડીઓ નીચે દર્શાવ્યાં પ્રમાણે પાડવામાં આવી હતી: કોરાહીઓમાં, આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.
\v 2 મશેલેમ્યાના પુત્રો: જ્યેષ્ઠ પુત્ર ઝર્ખાયા બીજો યદિયેલ, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,
\v 3 પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.
\q
\s5
\v 4 ઓબેદ-અદોમના પુત્રો: જયેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆ, ચોથો શાખાર, પાંચમો નથાનએલ,
\v 5 છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલ્લથાઈ. ઈશ્વરે ઓબેદ-અદોમને આશીર્વાદ આપ્યો હતો.
\v 6 તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
\q
\s5
\v 7 શમાયાના પુત્રો: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઈઓ અલિહૂ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા.
\v 8 તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા. તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શકિતશાળી પુરુષો હતા. ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
\v 9 મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.
\q
\s5
\v 10 મરારીના પુત્રોમાંના હોસાના પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમ્રી (જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો).
\v 11 બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા, ચોથો ઝર્ખાયા. હોસાના પુત્રો અને ભાઈઓ કુલ મળીને તેર હતા.
\p
\s5
\v 12 એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
\v 13 તેઓએ નાનાએ તેમ જ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.
\v 14 પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર બાદ તેનો પુત્ર ઝર્ખાયા જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી.
\p
\s5
\v 15 ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી.
\v 16 શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.
\p
\s5
\v 17 પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, 'દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે.
\v 18 પશ્ચિમના દરવાજાની ઓસરી તરફ સડક પર ચાર દ્વારપાળો અને ઓસરી તરફ બે દ્વારપાળો હતા.
\v 19 કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું.
\p
\s5
\v 20 લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.
\v 21 લાદાનના વંશજો: ગેશોનીના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો.
\v 22 ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા.
\p
\s5
\v 23 આમ્રામીઓ, ઈસહારીઓ, હેબ્રોનીઓ અને ઉઝ્ઝિએલીઓમાંથી પણ ટુકડીઓ પસંદ કરવામાં આવી હતી.
\v 24 મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો.
\v 25 શબુએલનાં ભાઈઓ: અલીએઝેરનો પુત્ર રહાબ્યા,
\q રહાબ્યાનો પુત્ર યશાયા,
\q યશાયાનો પુત્ર યોરામ,
\q યોરામનો પુત્ર ઝિખ્રી,
\q ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.
\p
\s5
\v 26 આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા.
\v 27 તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો.
\v 28 જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું.
\p
\s5
\v 29 ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.
\v 30 હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.
\p
\s5
\v 31 હેબ્રોનીઓના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમાં વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલ્યાદમાં આવેલા યાઝેરમાં મળી આવ્યા.
\v 32 યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.
\s5
\c 27
\p
\v 1 ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.
\q
\v 2 પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.
\v 3 તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.
\q1
\s5
\v 4 બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા.
\v 5 ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 6 જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.
\p
\s5
\v 7 ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 8 પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ ઈસહારનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 9 છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઈક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\p
\s5
\v 10 સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 11 આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 12 નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\p
\s5
\v 13 દસમા માસને માટે દસમો સરદાર ઝેરાહીઓમાંનો માહરાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 14 અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરાથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\v 15 બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલેદ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
\p
\s5
\v 16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી:
\q રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર,
\q શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,
\q
\v 17 લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબ્યા, હારુનના પુત્રોમાંનો સાદોક,
\v 18 યહૂદાકુળનો અલીહૂ, તે દાઉદના ભાઈઓમાંનો એક હતો. ઇસ્સાખારકુળનો, મિખાએલનો પુત્ર ઓમ્રી,
\s5
\v 19 ઝબુલોનનાકુળનો ઓબાદ્યાનો પુત્ર યિશ્માયા, નફતાલી કુળનો આઝ્રીએલનો પુત્ર યરિમોથ,
\v 20 એફ્રાઇમકુળના અઝાઝયાનો પુત્ર હોશિયા,
\q મનાશ્શાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ,
\v 21 ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝર્ખાયા પુત્ર યિદ્દો,
\q બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,
\q
\v 22 દાનકુળનો યરોહામનો પુત્ર અઝારેલ,
\m તેઓ ઇઝરાયલનાં કુળોના અધિકારીઓ હતા.
\p
\s5
\v 23 દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.
\v 24 સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઈતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.
\p
\s5
\v 25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેશ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝ્ઝિયાનો પુત્ર યહોનાથાન નિમાયેલો હતો.
\v 26 ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝ્રી હતો.
\v 27 રામાથી શિમઈ દ્રાક્ષાવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.
\p
\s5
\v 28 જૈતવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી.
\v 29 શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.
\p
\s5
\v 30 ઓબિલ ઈશ્માએલી ઊંટોની અને મેરોનોથી યેહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો.
\v 31 આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.
\p
\s5
\v 32 દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચિટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
\v 33 અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો.
\v 34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
\s5
\c 28
\p
\v 1 દાઉદે ઇઝરાયલના તમામ અધિકારીઓ, કુળના આગેવાનો, રાજાની સેવા કરનારા ઉપરીઓ, સહસ્રાધિપતિઓ અને શતાધિપતિઓ તથા રાજાની અને તેના પુત્રોની તમામ સંપત્તિ અને જાનવરોને સંભાળનાર કારભારીઓ તેમ જ અમલદારો તથા પરાક્રમી પુરુષો અને બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
\p
\s5
\v 2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, "મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી.
\v 3 પણ ઈશ્વરે મને કહ્યું, 'તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.'
\p
\s5
\v 4 તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો.
\v 5 યહોવાહે મને ઘણાં પુત્રો આપ્યાં તેમાંથી ઇઝરાયલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિહાંસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો.
\p
\s5
\v 6 ઈશ્વરે મને કહ્યું કે, 'તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ.
\v 7 જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.'
\p
\s5
\v 8 માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.
\p
\s5
\v 9 " વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
\v 10 તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે."
\p
\s5
\v 11 પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને ભક્તિસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો.
\v 12 ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું. તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.
\p
\s5
\v 13 યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના ભક્તિસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના ભક્તિસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી.
\v 14 સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાનાં તમામ પાત્રોને સારુ જોઈતું રૂપું પણ તેણે તોળીને આપ્યું.
\v 15 સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું રૂપું તોળીને આપ્યું.
\p
\s5
\v 16 અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું રૂપું તોળીને આપ્યું.
\v 17 વળી તેણે ચોખ્ખા સોનાનાં ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાંને સારુ સોનું અને રૂપાનાં પ્યાલાને સારુ રૂપું તોળીને આપ્યું.
\p
\s5
\v 18 ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.
\v 19 દાઉદે કહ્યું, "આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિષેના યહોવાહ તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે."
\p
\s5
\v 20 વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે, બળવાન અને ખૂબ હિંમતવાન થઈને એ કામ કરજે. બીશ નહિ અને ગભરાઈશ પણ નહિ. કેમ કે ઈશ્વર યહોવાહ, મારા ઈશ્વર, તારી સાથે છે. જ્યાં સુધી યહોવાહના ભક્તિસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ. અને તને તજી દેશે નહિ.
\v 21 યાજકોની અને લેવીઓની યહોવાહના ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે ટુકડીઓ નિયુક્ત કરેલી છે. બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમ જ લોકો પણ તારી આજ્ઞાનું પાલન તને આધીન રહેશે."
\s5
\c 29
\p
\v 1 પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાન ને જ ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજી જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહિ પણ ઈશ્વર યહોવાહને માટે છે.
\v 2 મેં મારી તમામ શકિત અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે રૂપું, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.
\p
\s5
\v 3 તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.
\v 4 ભક્તિસ્થાનની ઈમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું (એકસો દસ ટન) અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી (બસો સાઠ ટન);
\v 5 કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને માટે હું સોનું ચાંદી આપું છું. હવે આજે તમારામાંથી બીજા કોણ યહોવાહને માટે રાજીખુશીથી ઉદારતાપૂર્વક પોતાનો ફાળો આપવા ઇચ્છે છે?"
\p
\s5
\v 6 પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયલના કુળોના આગેવાનો, હજારના અને સેના અધિપતિઓ તથા રાજ્યસેવાના અધિકારીઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.
\v 7 તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત સોનું, દસ હજાર સોનાની દારીક, દસ હજાર તાલંત ચાંદી અને અઢાર હજાર તાલંત પિત્તળ તેમ જ એક લાખ તાલંત લોખંડ આપ્યું.
\p
\s5
\v 8 વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો.
\v 9 તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.
\p
\s5
\v 10 સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ કરતાં કહ્યું, "અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!
\v 11 યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.
\p
\s5
\v 12 તમારાથી જ ધન અને યશ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,
\v 13 હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
\p
\s5
\v 14 પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.
\v 15 કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.
\p
\s5
\v 16 યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.
\v 17 હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.
\p
\s5
\v 18 હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.
\v 19 મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે."
\p
\s5
\v 20 દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, "યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!" અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.
\v 21 બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું.
\p
\s5
\v 22 તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાધુપીધું અને ખૂબ આનંદ કર્યો.
\p તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકનો ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો.
\v 23 પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાહે સ્થાપેલા સિંહાસન પર બિરાજયો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયલ લોકો તેને આધીન થયા.
\s5
\v 24 તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમ જ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધાં.
\v 25 યહોવાહે, સુલેમાનને ઇઝરાયલની નજરમાં ખૂબ મહાન કર્યો અને ઇઝરાયલના કોઈ પણ રાજાએ પહેલાં કદી મેળવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.
\p
\s5
\v 26 યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયલ પર શાસન કર્યું.
\v 27 તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું.
\v 28 સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુથી પરિપૂર્ણ થઈને તે મૃત્યુ પામ્યો અને તેના પછી તેના પુત્ર સુલેમાને રાજય કર્યું.
\p
\s5
\v 29 રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.
\v 30 તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયલ પર તેમ જ દેશોના સર્વ રાજ્યો ઊપર જે સમય ગુજાર્યો તે સર્વ વિષે તેમાં લખેલું છે.

1641
14-2CH.usfm Normal file
View File

@ -0,0 +1,1641 @@
\id 2CH
\ide UTF-8
\h 2 કાળવ્રત્તાંત
\toc1 2 કાળવ્રત્તાંત
\toc2 2 કાળવ્રત્તાંત
\toc3 2ch
\mt1 2 કાળવ્રત્તાંત
\s5
\c 1
\p
\v 1 દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.
\p
\s5
\v 2 સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી.
\v 3 પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાત મંડપ હતો, એ મુલાકાત મંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.
\v 4 દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.
\v 5 આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.
\p
\s5
\v 6 મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.
\p
\v 7 તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, "માગ! હું તને શું આપું?"
\p
\s5
\v 8 સુલેમાને ઈશ્વરને કહ્યું, "તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણા વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.
\v 9 હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.
\v 10 હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?"
\v 11 ઈશ્વરે સુલેમાનને કહ્યું, "તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.
\p
\s5
\v 12 હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ."
\v 13 તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
\p
\s5
\v 14 સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.
\v 15 રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડાં જેવા થઈ પડ્યાં.
\p
\v 16 સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.
\v 17 મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.
\s5
\c 2
\p
\v 1 હવે સુલેમાને ઈશ્વરના માટે ભક્તિસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
\v 2 સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
\v 3 સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, "તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
\p
\s5
\v 4 જુઓ, હું મારા ઈશ્વર યહોવા માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.
\v 5 હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.
\p
\s5
\v 6 તો પણ તેમને માટે ભક્તિસ્થાન બાંધવાને કોણ સક્ષમ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે ભક્તિસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.
\v 7 તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના કાપડના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.
\p
\s5
\v 8 લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,
\v 9 મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે ભક્તિસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદભુત અને ભવ્ય થશે.
\v 10 જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ (એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ."
\p
\s5
\v 11 પછી તૂરના રાજા હિરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: "ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે."
\v 12 આ ઉપરાંત, હિરામે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે ભક્તિસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.
\p
\s5
\v 13 હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હિરામ-અબીને ભેટ તરીકે મોકલું છું,
\v 14 તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે.
\p
\s5
\v 15 હવે, તારા જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોની માટે તું મોકલી આપ.
\v 16 તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે."
\p
\v 17 જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
\v 18 તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.
\s5
\c 3
\p
\v 1 પછી સુલેમાને યરુશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ઘઉં ઝૂડવાની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો.
\v 2 આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી.
\v 3 હવે સુલેમાન ઈશ્વરનું જે ભક્તિસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી.
\p
\s5
\v 4 ભક્તિસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ ભક્તિસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
\v 5 તેણે મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાં જડી દીધાં, તેમને શુદ્ધ સોનાથી મઢ્યાં અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી.
\p
\s5
\v 6 તેણે ભક્તિસ્થાનને મૂલ્યવાન જવાહિરોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું.
\v 7 વળી તેણે ભક્તિસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા.
\p
\s5
\v 8 તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ ભક્તિસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું.
\v 9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા.
\p
\s5
\v 10 તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં.
\v 11 કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને ભક્તિસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી.
\v 12 એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને ભક્તિસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી.
\p
\s5
\v 13 આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા.
\v 14 તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા.
\p
\v 15 સુલેમાને ભક્તિસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા.
\v 16 તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં.
\v 17 તેણે તે સ્તંભો ભક્તિસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ (બળ) રાખ્યું.
\s5
\c 4
\p
\v 1 આ ઉપરાંત તેણે પિત્તળની એક વેદી બનાવી; તેની લંબાઈ વીસ હાથ, તેની પહોળાઈ વીસ હાથ હતી અને તેની ઊંચાઈ દસ હાથ હતી.
\v 2 તેણે ઢાળેલી ધાતુનો કુંડ પણ બનાવ્યો, તેનો આકાર ગોળ હતો, તેનો વ્યાસ દસ હાથ હતો. તેની ઊંચાઈ પાંચ હાથ હતી અને કુંડનો ઘેરાવો ત્રીસ હાથનો હતો.
\v 3 કુંડની નીચે ચારે તરફ ફરતી કળીઓ, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી.
\p
\s5
\v 4 તે કુંડ બાર બળદની ઉપર ગોઠવેલો હતો. આ બળદોમાંથી ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પૂર્વ તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ અને ત્રણનાં મુખ દક્ષિણ તરફ હતાં. કુંડ તેમના ઉપર ગોઠવેલો હતો અને તેમનો સર્વ પાછળનો ભાગ અંદરની બાજુએ હતો.
\v 5 તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.
\v 6 તેણે વસ્તુઓ ધોવા માટે દસ કૂંડાં બનાવ્યાં; તેણે પાંચને જમણી તરફ અને પાંચને ડાબી તરફ મૂક્યાં; તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોવામાં આવતા હતા. કુંડ તો યાજકોને માટે નાહવાધોવા માટે હતો.
\p
\s5
\v 7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દસ દીપવૃક્ષ બનાવ્યાં; તેણે તેમને ભક્તિસ્થાનમાં પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ મૂક્યાં.
\v 8 તેણે દસ મેજ બનાવીને ભક્તિસ્થાનમાં પાંચ મેજ જમણી બાજુએ અને પાંચ મેજ ડાબી બાજુએ મૂક્યાં. તેણે સોનાનાં સો કુંડાં બનાવ્યાં.
\p
\s5
\v 9 આ ઉપરાંત તેણે યાજકો માટેનો ચોક તથા મોટા ચોક બાંધ્યા અને ચોકના દરવાજા બનાવ્યા; તેણે દરવાજાને પિત્તળથી મઢ્યા.
\v 10 તેણે કુંડને ભક્તિસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના, દક્ષિણની સામે મૂક્યો.
\p
\s5
\v 11 હિરામે ઘડા, પાવડા અને ડોયા બનાવ્યા.
\p હિરામ ઈશ્વરના ભક્તિસ્થાનમાં સુલેમાન રાજા માટે જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.
\v 12 તેણે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના બે કળશ તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ,
\v 13 એ બે જાળીને માટે ચારસો દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
\p
\s5
\v 14 તેણે બાજઠો તથા તેના પરનાં કુંડાં પણ બનાવ્યાં.
\v 15 અને એક કુંડ અને તેની નીચે બાર બળદ બનાવ્યા.
\v 16 આ ઉપરાંત હિરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના ભક્તિસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં.
\p
\s5
\v 17 રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા સરેદાની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
\v 18 આ રીતે સુલેમાને ઘણા પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો.
\p
\s5
\v 19 સુલેમાને ઈશ્વરના ભક્તિસ્થાનનાં સર્વ પાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી.
\v 20 સૌથી પવિત્ર સ્થળ આગળ સળગાવવા માટે દીપવૃક્ષોને ચોખ્ખા સોનાથી બનાવ્યાં;
\v 21 દીપવૃક્ષોનાં દીવા, ચીપિયા,
\p
\v 22 ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ ભક્તિસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે ભક્તિસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં.
\s5
\c 5
\p
\v 1 આમ ઈશ્વરના ભક્તિસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યાં.
\p
\s5
\v 2 પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
\v 3 ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા.
\p
\s5
\v 4 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.
\v 5 તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા.
\v 6 સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું.
\p
\s5
\v 7 યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો.
\v 8 કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.
\p
\s5
\v 9 કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે.
\v 10 જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે બાજઠ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.
\p
\s5
\v 11 અને એમ થયું કે યાજકો ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં.
\v 12 આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા.
\p
\v 13 અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, "તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે." પછી ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.
\v 14 યાજકો ભક્તિસ્થાનમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું હતું.
\s5
\c 6
\p
\v 1 પછી સુલેમાને કહ્યું, "ઈશ્વરે કહ્યું છે, 'હું તો ગાઢ અંધકારમાં રહીશ.'
\v 2 પણ મેં તમારા માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધ્યું છે કે જેમાં તમે સદાકાળ રહી શકો."
\v 3 પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો.
\p
\s5
\v 4 તેણે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે,
\v 5 'હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે ભક્તિસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજ કરવા માટે પસંદ કર્યો નથી.
\v 6 તો પણ, મેં યરુશાલેમને પસંદ કર્યું કે, મારું નામ ત્યાં રહે અને મારા લોકોનો અધિકારી થવા મેં દાઉદને પસંદ કર્યો છે.'
\p
\s5
\v 7 હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે, પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરને નામે ભક્તિસ્થાન બાંધવું.
\v 8 પણ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, 'તારા હૃદયમાં મારા નામે ભક્તિસ્થાન બનાવવાનો વિચાર છે તે સારો છે.
\v 9 તેમ છતાં, તારે ભક્તિસ્થાન બાંધવું નહિ; પણ તને જે દીકરો થશે, તે મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે.'
\p
\s5
\v 10 યહોવા પોતે જે વચન બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો છું અને ઈશ્વરનાં વચનો પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામને માટે ભક્તિસ્થાન બાંધ્યું છે.
\v 11 મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે."
\p
\s5
\v 12 સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા.
\v 13 તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા.
\p
\s5
\v 14 તેણે કહ્યું, "પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;
\v 15 તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.
\p
\s5
\v 16 હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, 'જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.'
\v 17 હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો.
\p
\s5
\v 18 તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે ભક્તિસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!
\v 19 તેમ છતાં હે મારા ઈશ્વર યહોવા આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.
\v 20 રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ ભક્તિસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.
\p
\s5
\v 21 તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ ભક્તિસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.
\p
\s5
\v 22 જો કોઈ વ્યકિત પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ ભક્તિસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
\v 23 ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
\p
\s5
\v 24 જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ભક્તિસ્થાનમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
\v 25 ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
\p
\s5
\v 26 તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વર્ષે, ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે,
\v 27 તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
\p
\s5
\v 28 કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,
\v 29 ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ ભક્તિસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;
\v 30 તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો; તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યનાં હૃદયો જાણો છો.
\v 31 આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે.
\p
\s5
\v 32 આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જયારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ ભક્તિસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે-
\v 33 તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં તે સાંભળજો અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને કે આ ભક્તિસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય.
\p
\s5
\v 34 કદાચ તમારા જે લોકો કોઈપણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ દેશ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામે બાંધ્યું છે, તેની તરફ ફરીને પ્રાર્થના કરે;
\v 35 ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.
\p
\s5
\v 36 તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.
\v 37 પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, 'અમે પાપ કર્યુ છે અને સ્વછંદીપણે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કાર્યો કર્યા છે.'
\v 38 કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ ભક્તિસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે.
\v 39 તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો.
\p
\v 40 હવે, મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો.
\v 41 હવે, ઈશ્વર યહોવા, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવા, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.
\v 42 ઈશ્વર યહોવા, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો."
\s5
\c 7
\p
\v 1 જયારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં અને ઈશ્વરના ગૌરવથી ભક્તિસ્થાન ભરાઈ ગયું.
\v 2 જેથી યાજકો ઈશ્વરના ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શક્યા નહિ, કેમ કે ઈશ્વરના ગૌરવે ભક્તિસ્થાનને ભરી દીધું હતું.
\v 3 ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને ભક્તિસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, "કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે."
\p
\s5
\v 4 પછી રાજા અને સર્વ લોકોએ ઈશ્વરને અર્પણ કર્યાં.
\v 5 રાજા સુલેમાને બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાંનું અને બકરાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ ભક્તિસ્થાનની પ્રતિષ્ઠા કરી.
\v 6 યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, "ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે." તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા.
\p
\s5
\v 7 સુલેમાને ઈશ્વરના ભક્તિસ્થાનની સામે આવેલા ચોકનો મધ્ય ભાગ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યાર્પણોના ચરબીવાળા ભાગો અર્પણ કર્યા, કારણ કે સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તે આ બલિદાનો એટલે દહનીયાર્પણો, ખાદ્યાર્પણ તથા ચરબીને સમાવવાને અસમર્થ હતી.
\p
\s5
\v 8 આ રીતે સુલેમાને અને તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ઉત્તરમાં છેક હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી પર્વની ઊજવણી કરી.
\v 9 આઠમે દિવસે વિશેષ સભા રાખી, કેમ કે તેઓએ સાત દિવસ સુધી વેદીના સમર્પણની અને સાત દિવસ સુધી તે પર્વની ઉજવણી કરી હતી.
\v 10 ઈશ્વરે દાઉદનું, સુલેમાનનું, ઇઝરાયલનું તથા તેમના લોકોનું સારું કર્યુ હતું તેના કારણે સાતમા મહિનાના ત્રેવીસમા દિવસે સુલેમાને લોકોને આનંદ અને હર્ષથી ઉભરાતા હૃદયે તેઓના ઘરે મોકલી દીધા.
\p
\s5
\v 11 આ રીતે સુલેમાને ઈશ્વરના ભક્તિસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે ભક્તિસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યુ હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યુ.
\v 12 રાત્રે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં પોતે આ જગ્યાને અર્પણના ભક્તિસ્થાન માટે પસંદ કરી છે.
\p
\s5
\v 13 કદાચ હું આકાશને બંધ કરી દઉં કે જેથી વરસાદ ન વર્ષે, અથવા જો હું તીડોને પાક ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકોમાં રોગચાળો મોકલું.
\v 14 પછી જો મારા લોકો, મારા નામથી ઓળખાતા મારા લોકો, પોતાને નમ્ર કરશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તેમના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપોને માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ.
\v 15 હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે.
\p
\s5
\v 16 કેમ કે મારા સદાકાળના નામ માટે મેં આ ભક્તિસ્થાનને પસંદ કરીને પવિત્ર કર્યુ છે; મારી આંખો અને મારું અંત:કરણ સદાને માટે અહીં જ રહેશે.
\v 17 જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે,
\v 18 તો જે કરાર મેં તારા પિતા દાઉદ સાથે કર્યો હતો ત્યારે મેં કહેલું, 'ઇઝરાયલમાં શાસક થવા માટે તારો વંશ કદી નિષ્ફળ જશે નહિ.' તે પ્રમાણે હું તારું રાજ્ય કાયમને માટે સ્થાપિત કરીશ.
\p
\s5
\v 19 પણ જો તું અને લોકો મારાથી ફરી જશો, મારા વિધિઓ અને મારી આજ્ઞાઓ જેને મેં તમારી આગળ મૂકી છે તેનો ત્યાગ કરી બીજા દેવોની પૂજા અને તેઓને દંડવત કરશો,
\v 20 તો મેં તમને જે દેશ આપ્યો છે તેમાંથી તમારો નાશ કરીશ અને મારા નામ માટે પવિત્ર કરેલા આ ભક્તિસ્થાનનો હું ત્યાગ કરીશ. મારી સંમુખથી હું તેને દૂર કરીશ અને હું તેને સર્વ લોકોમાં કહેવતરૂપ તથા હાસ્યાસ્પદ કરીશ.
\p
\v 21 અને જોકે અત્યારે આ ભક્તિસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, 'ઈશ્વરે આ દેશ અને આ ભક્તિસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?'
\v 22 તે લોકો જવાબ આપશે, 'કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો. તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી. તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે."
\s5
\c 8
\p
\v 1 સુલેમાનને ઈશ્વરનું ભક્તિસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,
\v 2 રાજા હિરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.
\p
\s5
\v 3 સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.
\v 4 તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.
\p
\s5
\v 5 વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું.
\v 6 તેણે બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.
\p
\s5
\v 7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિનઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા,
\v 8 તેઓના વંશજો જેઓ તેઓની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો - તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે.
\p
\s5
\v 9 પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.
\v 10 લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા.
\p
\s5
\v 11 સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, "ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે."
\p
\s5
\v 12 ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો.
\v 13 રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીર રોટલીના પર્વમાં, સપ્તાહોના પર્વમાં, અને માંડવાઓના પર્વમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.
\p
\s5
\v 14 દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી.
\v 15 આ લોકો ભંડાર સંબંધી, યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞાઓ આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા.
\p
\s5
\v 16 હવે ઈશ્વરના ભક્તિસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના ભક્તિસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.
\p
\v 17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.
\v 18 હિરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.
\s5
\c 9
\p
\v 1 જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે અત્તરોથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન હીરામાણેક લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.
\v 2 સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.
\p
\s5
\v 3 જયારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ,
\v 4 તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં જે રીતથી તે દહનીયાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ.
\p
\s5
\v 5 તેણે રાજાને કહ્યું, "મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.
\v 6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું! મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે.
\p
\s5
\v 7 તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે!
\v 8 ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાઓ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારુ તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે. તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે."
\p
\s5
\v 9 રાણીએ એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ માત્રામાં અત્તરો અને કિંમતી ઝવેરાત આપ્યાં. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યાં હતા તેવાં અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યાં નહોતાં.
\p
\s5
\v 10 હિરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
\v 11 તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના ભક્તિસ્થાનના અને તેના મહેલના પગથિયાં અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યાં. યહૂદિયાના દેશમાં અગાઉ આવાં લાકડાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં.
\v 12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ.
\p
\s5
\v 13 હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.
\v 14 આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના સૂબાઓ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
\p
\s5
\v 15 રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
\v 16 વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.
\p
\s5
\v 17 પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું.
\v 18 સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં તથા બેઠકની જગ્યા પાસે બન્ને બાજુએ હાથા હતા અને હાથાઓની બન્ને બાજુએ બે ઊભેલા સિંહોની પ્રતિકૃતિ હતી.
\p
\s5
\v 19 છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું.
\v 20 સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.
\v 21 રાજાનાં વહાણો હિરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા તથા મોર લઈને આવતાં હતાં.
\p
\s5
\v 22 તેથી દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો.
\v 23 સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા.
\v 24 દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.
\p
\s5
\v 25 સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.
\v 26 નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત વિસ્તરેલી હતી.
\p
\s5
\v 27 સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના સાઈકામોર ગુલ્લર વૃક્ષના લાકડાંને તોલે થઈ પડ્યું.
\v 28 લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા.
\p
\v 29 સુલેમાનનાં અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિષે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકનાં ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઇદૃો પ્રેરકને થયેલાં દર્શનનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે.
\v 30 સુલેમાને યરુશાલેમમાં સમગ્ર ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ રાજ કર્યુ.
\v 31 તે પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેના પછી તેનો દીકરો રહાબામ રાજા થયો.
\s5
\c 10
\p
\v 1 રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.
\v 2 એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો.
\p
\s5
\v 3 માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી,
\v 4 "તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી. માટે હવે, તારા પિતાની સખત મહેનત તથા તેણે મૂકેલો ભારે બોજો તું કંઈક હલકો કર, એટલે અમે તારી સેવા કરીશું."
\v 5 રહાબામે તેઓને કહ્યું, "ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો." તેથી લોકો ત્યાંથી પાછા ગયા.
\p
\s5
\v 6 રહાબામ રાજાએ, જયારે તેના પિતા સુલેમાન જીવતા હતા ત્યારે તેની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા તેઓની સલાહ લેતાં તેઓને પૂછયું, "આ લોકોને શો જવાબ આપવો તેના વિષે તમે મને શી સલાહ આપો છો?"
\v 7 તેઓએ તેને કહ્યું, "જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે."
\p
\s5
\v 8 પરંતુ વૃદ્ધ માણસોએ જે સલાહ આપી હતી તેની રહાબામે અવગણના કરીને તેની સાથે ઊભેલા જુવાનોની સલાહ લીધી.
\v 9 તેણે યુવાનોને પૂછયું, "આ લોકોએ મને એમ કહ્યું છે કે, 'તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર,' હવે મારે તેઓને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છો?"
\p
\s5
\v 10 જે જુવાનો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ કહ્યું, "જે લોકોએ તારા પિતાએ મૂકેલો ભારે બોજો હલકો કરવાનું તને કહ્યું હતું. તેઓને તું કહેજે કે, 'મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
\v 11 તેથી હવે, મારા પિતાએ તમારા ઉપર જે ભારે બોજો મૂક્યો હતો, તે બોજાનો ભાર હલકો કરવાને બદલે હું તમારા પર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો વીંછીઓથી શિક્ષા કરીશ.'"
\p
\s5
\v 12 રાજાએ કહેલું હતું, "ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો." તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.
\v 13 રહાબામ રાજાએ તેઓને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો; અને વડીલોની સલાહને ગણકારી નહિ.
\v 14 પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું,
\q "હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ.
\q મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ."
\p
\s5
\v 15 આમ, રાજાએ લોકોની વાત સાંભળી નહિ, આ સર્વ ઈશ્વરની ઇચ્છાથી થયું હતું, કેમ કે ઈશ્વરે શીલોની અહિયા મારફતે નબાટના દીકરા યરોબામને જે વચન આપ્યું હતું તેને તે પૂર્ણ કરે.
\p
\s5
\v 16 જયારે આખા ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, "દાઉદમાં અમારો શો ભાગ? યશાઇના દીકરામાં અમારો શો વારસો? દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે દાઉદ પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે." એવું કહીને તમામ ઇઝરાયલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા.
\p
\v 17 પણ યહૂદિયાનાં નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું.
\v 18 પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.
\v 19 એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.
\s5
\c 11
\p
\v 1 જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.
\p
\s5
\v 2 પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,
\v 3 "યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે;
\v 4 'ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.'" તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા.
\p
\s5
\v 5 રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
\v 6 તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
\v 7 બેથ-સુર, સોખો, અદુલ્લામ,
\v 8 ગાથ, મારેશા, ઝીફ,
\v 9 અદોરાઈમ, લાખીશ, અઝેકા,
\v 10 સોરા, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
\p
\s5
\v 11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
\v 12 દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
\p
\s5
\v 13 યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.
\v 14 લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.
\v 15 યરોબામે ભક્તિસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.
\p
\s5
\v 16 તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત:કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.
\v 17 તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો - કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા.
\p
\s5
\v 18 રહાબામે માહલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરીમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.
\v 19 તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.
\p
\s5
\v 20 માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, અત્તાય, ઝિઝા અને શલોમીથને જન્મ આપ્યો.
\v 21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી.
\p
\s5
\v 22 રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો.
\v 23 રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં.
\s5
\c 12
\p
\v 1 અને એમ થયું કે, જયારે રહાબામનું રાજય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયલે ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો.
\p
\s5
\v 2 એ તે લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા હોવાથી રહાબામ રાજાના શાસનના પાંચમાં વર્ષે, મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર હુમલો કર્યો.
\v 3 તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લુબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા.
\v 4 યહૂદિયા સાથે સંકળાયેલાં પિસ્તાળીસ નગરોનો કબજો કરીને તે યરુશાલેમ આવ્યો.
\p
\s5
\v 5 હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, "ઈશ્વર આમ કહે છે: 'તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.'"
\v 6 પછી ઇઝરાયલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, "ઈશ્વર ન્યાયી છે."
\p
\s5
\v 7 ઈશ્વરે જયારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, "તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે. માટે હું તેમનો નાશ નહિ કરું; હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરુશાલેમ પર નહિ ઉતારું.
\v 8 તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે."
\p
\s5
\v 9 મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના ભક્તિસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો.
\v 10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી.
\p
\s5
\v 11 જયારે જયારે રાજા ઈશ્વરના ભક્તિસ્થાનમાં પ્રવેશ કરતો, ત્યારે રક્ષકો તે ઢાલોને ઊંચકી લેતા; પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષકગૃહમાં મૂકી દેતા.
\v 12 જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી.
\p
\s5
\v 13 તેથી રહાબામ રાજાએ યરુશાલેમમાં બળવાન થઈને રાજ કર્યુ. રહાબામ રાજા બન્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમ નગર કે, જેને ઈશ્વરે પોતાનું નામ રાખવા માટે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં સત્તર વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ નામાહ હતું, તે આમ્મોની સ્ત્રી હતી.
\v 14 તેણે દુષ્ટતા કરી, તેણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાનું મન લગાડ્યું નહિ.
\p
\v 15 રહાબામનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદૃો દ્રષ્ટાનાં લખાણોમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત વિગ્રહ ચાલતો રહ્યો હતો.
\v 16 રહાબામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો અબિયા રાજા થયો.
\s5
\c 13
\p
\v 1 રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
\v 2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું.
\v 3 અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો.
\p
\s5
\v 4 અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, "યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો!
\v 5 શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે?
\p
\s5
\v 6 તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો.
\v 7 હલકા માણસો તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા. સુલેમાનનો દીકરો રહાબામ જુવાન તથા બિનઅનુભવી હોવાથી તેમની સામે લડવાને અશક્ત હતો, ત્યારે તેઓ તેની સામે લડવાને તૈયાર થયા.
\p
\s5
\v 8 હવે તમે દાઉદના વંશજોના હાથમાં ઈશ્વરનું રાજ છે, તેની સામે થવાનો ઈરાદો રાખો છો. તમારું સૈન્ય બહુ મોટું છે અને યરોબામે જે સોનાના દેવો બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.
\v 9 શું તમે ઈશ્વરના યાજકોને, એટલે હારુનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને માટે મૂર્તિપૂજક યાજકો નીમ્યા નથી? તમારામાં તો કોઈપણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તે તેઓનો યાજક થાય છે.
\p
\s5
\v 10 પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે.
\v 11 તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે.
\p
\s5
\v 12 જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી."
\p
\s5
\v 13 યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી.
\v 14 જયારે યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં.
\v 15 પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા.
\p
\s5
\v 16 ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા.
\v 17 અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુવારી કરીને તેઓનો સંહાર કર્યો; ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા માણસો માર્યા ગયા.
\v 18 આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો.
\p
\v 19 અબિયાએ યરોબામનો પીછો કર્યો; તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધાં.
\v 20 અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો.
\v 21 પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી.
\v 22 અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઈદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.
\s5
\c 14
\p
\v 1 પછી અબિયા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આસા ગાદીનશીન થયો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના દસ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
\v 2 આસાએ તેના ઈશ્વર, પ્રભુની નજરમાં જે સારું અને યોગ્ય હતું તે કર્યુ.
\v 3 તેણે અન્ય દેવોની વેદીઓ અને ઉચ્ચસ્થાનો દૂર કર્યાં. તેણે તેઓના ભજનસ્તંભના પવિત્ર પથ્થરોને ભાગી નાખ્યાં અને અશેરીમ મૂર્તિને કાપી નાખી.
\v 4 તેણે યહૂદિયાના લોકોને, તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેઓના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.
\p
\s5
\v 5 તેણે યહૂદિયાના દરેક નગરમાંના ઉચ્ચસ્થાનો અને ધૂપવેદીઓને દૂર કર્યા. તેના શાસન દરમિયાન રાજયમાં શાંતિ પ્રવર્તેલી રહી.
\v 6 તેણે યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો બાંધ્યાં. તે વર્ષોમાં યુદ્ધ ન હોવાના કારણે તે દેશમાં શાંતિ વ્યાપેલી રહી હતી. કેમ કે ઈશ્વરે તેને શાંતિ આપી હતી.
\p
\s5
\v 7 આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, "ચાલો, આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ. બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ; આ દેશ હજી પણ આપણો છે, કારણ કે, આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે." તેથી તેમણે નગરો બાંધવા માંડ્યાં તેમાં તેઓ સફળ થયા.
\v 8 આસા પાસે યહૂદા કુળના ઢાલ અને ભાલાથી સજ્જ ત્રણ લાખ પુરુષો અને હજાર ઢાલ તથા ધનુષ્યથી સજ્જ બિન્યામીન કુળના બે લાખ એંશી હજાર પુરુષો હતા. તેઓ બધા શક્તિશાળી શૂરવીર યોદ્ધાઓ હતા.
\p
\s5
\v 9 ઈથોપિયાનો ઝેરા દસ લાખ સૈનિકો અને ત્રણસો રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો; તે મારેશા સુધી આવી પહોંચ્યો.
\v 10 પછી આસા તેની સામે ગયો અને તેઓએ મારેશા આગળ સફાથાના મેદાનમાં યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
\v 11 આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, "ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી; હે ઈશ્વર, અમારા પ્રભુ, અમને સહાય કરો; કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ; હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો; માણસો તમને હરાવી શકશે નહિ."
\p
\s5
\v 12 તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે ઇથોપિયાના લોકોને હરાવ્યા અને તેઓ નાસી ગયા.
\v 13 આસા અને તેના સૈનિકોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. ઇથોપિયાના કૂશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહિ, તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. સૈનિકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી.
\p
\v 14 યહૂદિયાના સૈનિકોએ ગરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી.
\v 15 તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
\s5
\c 15
\p
\v 1 ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો.
\v 2 તેથી તે આસાને મળીને બોલ્યો, "આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
\p
\s5
\v 3 હવે ઘણા લાંબા સમયથી, ઇઝરાયલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદ્દ્બોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા.
\v 4 પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયલના ઈશ્વર, એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમનો પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા.
\v 5 તે દિવસોમાં ત્યાં કોઈ માણસમાં શાંતિ નહોતી, દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા.
\p
\s5
\v 6 પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ અને નગરો એકબીજા વિરુદ્ધ લડીને પાયમાલ થતાં હતાં, તેઓ તૂટી ગયા હતા, કેમ કે ઈશ્વર તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.
\v 7 પણ તમે બળવાન થાઓ અને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારી મહેનતનું ફળ તમને મળશે."
\p
\s5
\v 8 જયારે આસાએ પ્રબોધક ઓદેદની પ્રબોધવાણી સાંભળી ત્યારે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ દેશમાંથી તથા જે નગરો એફ્રાઇમના પહાડી પ્રદેશમાં કબજે કરી લીધાં હતા, તે બધામાંથી ધિક્કારપાત્ર મૂર્તિઓને હઠાવી દીધી. અને તેણે ઈશ્વરના ભક્તિસ્થાનના દ્વારમંડપ આગળની ઈશ્વરની વેદીને ફરીથી બાંધી.
\v 9 તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં - એફ્રાઇમ, મનાશ્શા તથા શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જયારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા.
\p
\s5
\v 10 આસાની કારકિર્દીના પંદરમા વર્ષે ત્રીજા મહિનામાં યરુશાલેમમાં તેઓ ભેગા થયા.
\v 11 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું.
\p
\s5
\v 12 તેઓએ ઈશ્વરને શોધવાને માટે પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરની સાચા હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી સ્તુતિ કરવાનો કરાર કર્યો.
\v 13 નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા.
\p
\s5
\v 14 તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડાં અને શરણાઈ વગાડીને સોગન ખાધા.
\v 15 તે સોગનથી યહૂદિયાના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા, કારણ કે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી સોગન ખાધા હતા અને તેઓએ પોતાની સંપૂર્ણ ઇચ્છાથી ઈશ્વરને શોધ્યા અને તે તેઓને મળ્યા. ઈશ્વરે તેઓને ચારેતરફની શાંતિ આપી.
\p
\s5
\v 16 આસાએ પોતાની દાદી માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કારણ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિને કાપી નાખી, તેનો ભૂકો કરીને કિદ્રોન નાળા આગળ તેને સળગાવી દીધી.
\v 17 જો કે ઇઝરાયલમાંથી ધર્મ સ્થાનો કાઢી નંખાયા નહિ. તોપણ આસાનું હૃદય તેના દિવસોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હતું.
\p
\v 18 તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો.
\v 19 આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ.
\s5
\c 16
\p
\v 1 આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં, ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા વિરુદ્ધ આક્રમણ કર્યું. યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવી દેવા સારુ તેણે રામાનો કિલ્લો બાંધ્યો.
\p
\s5
\v 2 પછી આસાએ ઈશ્વરના ભક્તિસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનુંચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું,
\v 3 "જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ, કે જેથી તે અહીંથી ચાલ્યો જાય."
\p
\s5
\v 4 બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સૈન્યના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો પર ચઢાઈ કરવા મોકલી આપ્યાં. તેઓએ ઈયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીનાં સર્વ ભંડાર નગરો પર હુમલો કર્યો.
\v 5 જયારે બાશાએ આ સાંભળ્યું, ત્યારે તેણે રામાનો કિલ્લો બાંધવાનું કામ બંધ કરાવી દીધું.
\v 6 પછી આસા રાજાએ યહૂદિયાના લોકોને સાથે લીધા. તેઓ જે પથ્થરો તથા જે લાકડાં બાશાએ રામાના કિલ્લાના બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યાં હતાં તે લઈ ગયા. પછી તે વડે આસા રાજાએ ગેબા તથા મિસ્પા બાંધ્યાં.
\p
\s5
\v 7 તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, "તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે.
\v 8 શું તને યાદ નથી કે કૂશીઓ તથા લુબીઓના સૈન્યની સાથે અસંખ્ય રથો તથા ઘોડેસવારો હતા છતાં તેઓની શી હાલત થઈ હતી? પણ તે સમયે તેં ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો, એટલે તેમણે તને તેઓ પર વિજય અપાવ્યો હતો.
\p
\s5
\v 9 કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને જેઓનું અંત:કરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેં તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવાં પડશે."
\v 10 એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો; તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તે તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો.
\p
\s5
\v 11 જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે.
\v 12 તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં તેના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી.
\p
\s5
\v 13 આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેની કારકિર્દીના એકતાળીસમા વર્ષે તે મરણ પામ્યો.
\v 14 દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.
\s5
\c 17
\p
\v 1 તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
\v 2 યહૂદિયાનાં કિલ્લાવાળાં બધાં નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમ જ તેના પિતા આસાએ કબજે કરેલાં એફ્રાઇમના નગરોમાં થાણાં સ્થાપિત કર્યા.
\p
\s5
\v 3 ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.
\v 4 પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, ઇઝરાયલના લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું; તેણે ઇઝરાયલનું ખોટું અનુસરણ કર્યું નહિ.
\p
\s5
\v 5 તેથી ઈશ્વરે તેના હાથમાં રાજ સ્થિર કર્યું; આખું યહૂદા તેને ખંડણી આપતું હતું. તે પુષ્કળ માન અને સંપત્તિ પામ્યો.
\v 6 ઈશ્વરના માર્ગોમાં તેનું અંત:કરણ લાગેલું હતું. તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તેમ જ અશેરીમ મૂર્તિના સ્તંભોનો પણ નાશ કર્યો.
\p
\s5
\v 7 તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાનાં નગરોમાં બોધ કરવાને મોકલ્યા.
\v 8 વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા.
\v 9 તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું.
\p
\s5
\v 10 આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.
\v 11 કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરીઓ અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા.
\p
\s5
\v 12 યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યાં.
\v 13 તેની પાસે યહૂદિયાનાં નગરોમાં પુષ્કળ સામગ્રી તેમ જ યરુશાલેમમાં ઘણા સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા.
\p
\s5
\v 14 તેઓના પિતૃઓના ઘરનાં નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે:
\q યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો.
\q તેની પાસે ત્રણ લાખ લડવૈયા પુરુષો હતા;
\q2
\v 15 તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા;
\q
\v 16 તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખ્રીનો દીકરો અમાસ્યા હતો; તેની પાસે બે લાખ લડવૈયા હતા.
\p
\v 17 એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા;
\q
\v 18 તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા.
\v 19 આખા યહૂદિયામાં કિલ્લાવાળાં સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા. તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા.
\s5
\c 18
\p
\v 1 યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો.
\v 2 થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ-ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો.
\v 3 ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, "તમે મારી સાથે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?" યહોશાફાટે ઉત્તર આપ્યો, "હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું."
\p
\s5
\v 4 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, "તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો."
\v 5 પછી ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછયું, "અમારે રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવી કે નહિ?" તેઓએ કહ્યું, "હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે."
\p
\s5
\v 6 પણ યહોશાફાટે પૂછયું, "અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?"
\v 7 આહાબે તેને કહ્યું, "હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો યિમ્લાનો પુત્ર મિખાયા છે." પણ યહોશાફાટે કહ્યું, "રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ."
\v 8 પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, "યિમ્લાના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો."
\p
\s5
\v 9 હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા.
\v 10 કનાનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, "ઈશ્વર એવું કહે છે, 'અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.'"
\v 11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, "રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે."
\p
\s5
\v 12 જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, "હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું."
\v 13 મિખાયાએ જવાબ આપ્યો, "જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ."
\v 14 જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, "મિખાયા, અમે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?" મિખાયાએ જવાબ આપ્યો, "ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે."
\p
\s5
\v 15 પછી રાજાએ તેને કહ્યું, "ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?"
\v 16 તેથી મિખાયાએ કહ્યું, "મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, 'એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.'"
\p
\s5
\v 17 તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?"
\v 18 પછી મિખાયાએ કહ્યું, "તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.
\p
\s5
\v 19 ઈશ્વરે કહ્યું, 'કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?' ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું.
\p
\s5
\v 20 પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, 'હું તેને ફોસલાવીશ.' ઈશ્વરે તેને પૂછયું, 'કેવી રીતે?'
\v 21 આત્માએ જવાબ આપ્યો, 'ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.' ઈશ્વરે જવાબ આપ્યો, 'તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.'
\p
\s5
\v 22 હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે."
\p
\s5
\v 23 ત્યારે કનાનના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, "ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?"
\v 24 મિખાયાએ કહ્યું, "જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે."
\p
\s5
\v 25 ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, "મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ.
\v 26 તમે તેમને કહેજો કે, 'રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.'"
\v 27 પછી મિખાયાએ કહ્યું, "જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું." વળી તેણે કહ્યું, "હે સર્વ લોકો તમે આ સાંભળો."
\p
\s5
\v 28 તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરી.
\v 29 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો." તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા.
\v 30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, "તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ."
\p
\s5
\v 31 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, "આ ઇઝરાયલનો રાજા છે." માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં.
\v 32 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા.
\p
\s5
\v 33 પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, "રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું."
\v 34 તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.
\s5
\c 19
\p
\v 1 યહૂદિયાનો રાજા યહોશાફાટ સુરક્ષિત રીતે યરુશાલેમમાં પોતાના ઘરે પાછો ફર્યો.
\v 2 ત્યારે પ્રબોધક હનાનીનો દીકરો યેહૂ યહોશાફાટ રાજાને મળવા ગયો અને તેને કહ્યું, "શું તારે દુર્જનોને મદદ કરવી જોઈએ? અને જેઓ ઈશ્વરને ધિક્કારે છે તેઓ પર શું તારે પ્રેમ કરવો જોઈએ? એને લીધે ઈશ્વરનો કોપ તારા પર પ્રગટ થયો છે.
\v 3 તોપણ તારામાં કંઈક સારી બાબતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ મૂર્તિને હઠાવી દીધી છે. અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવામાં તારું મન વાળ્યું છે."
\p
\s5
\v 4 યહોશાફાટ યરુશાલેમમાં રહ્યો; અને ફરીથી બેર-શેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના પ્રભુ ઈશ્વર તરફ તેઓનાં મન ફેરવ્યાં.
\v 5 તેણે દેશમાં, એટલે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
\p
\s5
\v 6 તેણે ન્યાયાધીશોને કહ્યું, "તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો કેમ કે તમે માણસો તરફથી ન્યાય કરતા નથી પણ ઈશ્વરના નામે ન્યાય કરો છો; યાદ રાખજો કે તમે જ્યારે ઈનસાફ કરો ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે.
\v 7 માટે હવે ઈશ્વરનો ડર રાખીને ચાલજો. જયારે તમે ન્યાય કરો ત્યારે સાંભળીને કરજો, કેમ કે આપણા પ્રભુ, ઈશ્વરને અન્યાય, પક્ષપાત અને લાંચ રુશવત પસંદ નથી."
\p
\s5
\v 8 ઉપરાંત, યહોશાફાટે ઈશ્વરના નિયમ સંબંધી ન્યાય ચૂકવવા માટે અને તકરારો માટે યરુશાલેમમાં લેવીઓ, યાજકો અને ઇઝરાયલના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને નિયુકત કર્યા. તેઓ યરુશાલેમમાં આવ્યા.
\v 9 તેણે તેઓને સૂચનો આપ્યાં, "ઈશ્વરને આદર આપતા તમારે વિશ્વાસુપણાથી અને સંપૂર્ણ હૃદયથી વર્તવું.
\p
\s5
\v 10 જયારે પોતાનાં નગરોમાં રહેતા તમારા ભાઈઓના ખૂન, નિયમો અને આજ્ઞાઓ, મૂર્તિઓ અથવા વ્યવસ્થા સંબંધી કોઈપણ તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે લોકોને ચેતવણી આપવી કે, તેઓ ઈશ્વરની વિરુદ્ધ પાપ ન કરે અને તેથી ઈશ્વરનો કોપ તમારા ઉપર અને તમારા ભાઈઓ ઊપર ઊતરે નહિ. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમે દોષિત ઠરશો નહિ.
\p
\s5
\v 11 જુઓ, તે મુખ્ય યાજક અમાર્યા, ઈશ્વર સંબંધી બધી બાબતોમાં તમારો અધિકારી છે. રાજાને લગતી તમામ બાબતોમાં યહૂદા કુળનો આગેવાન ઇશ્માએલનો પુત્ર ઝબાદ્યા તમારો અધિકારી થશે. લેવીઓ પણ તમારા અધિકારીઓની સેવા માટે હશે. હિંમતપૂર્વક વર્તજો. નિર્દોષનું રક્ષણ કરવા માટે ઈશ્વર તમારો ઉપયોગ કરો."
\s5
\c 20
\p
\v 1 આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા.
\v 2 કેટલાકે યહોશાફાટને ખબર આપી, "એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે," તે લોકો હાસસોન-તામાર (એટલે કે એન-ગેદીમાં) છે.
\p
\s5
\v 3 યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો.
\v 4 યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા.
\p
\s5
\v 5 યહોશાફાટ ઈશ્વરના ભક્તિસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.
\v 6 તેણે કહ્યું, "હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંનાં ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી.
\v 7 અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો?
\p
\s5
\v 8 તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું,
\v 9 'આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે- ન્યાયાસનની તરવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ ભક્તિસ્થાનની સમક્ષ ઊભા રહીને (તમારું નામ આ ભક્તિસ્થાનમાં છે માટે) તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.'
\p
\s5
\v 10 અગાઉ જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વત પરના લોકો પર ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો પણ તેના બદલે ઇઝરાયલ તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહિ.
\v 11 હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે.
\p
\s5
\v 12 અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ."
\v 13 યહૂદિયાના બધા લોકો, નાનામોટાં સર્વ, તેઓની પત્નીઓ અને તેઓનાં બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યાં.
\p
\s5
\v 14 પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝર્ખાયાના પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો.
\v 15 યાહઝીએલે કહ્યું, "સમગ્ર યહૂદિયાના તથા યરુશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો ઈશ્વર તમને કહે છે: 'ડરશો નહિ; આ મોટા સૈન્યથી નાહિંમત થશો નહિ. કેમ કે આ યુદ્ધ તમારું નહિ પણ ઈશ્વરનું છે.
\p
\s5
\v 16 આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે.
\v 17 આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.'"
\p
\s5
\v 18 રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી.
\v 19 કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા.
\p
\s5
\v 20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, "યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ મને ધ્યાનથી સાંભળો! તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો. તમે સફળ થશો."
\v 21 જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા 'ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે' એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા."
\p
\s5
\v 22 તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.
\v 23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓએ માંહોમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો.
\p
\s5
\v 24 યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.
\p
\s5
\v 25 જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.
\v 26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા (આશીર્વાદની ખીણ) પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
\p
\s5
\v 27 પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
\v 28 તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા.
\p
\s5
\v 29 ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.
\v 30 તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.
\p
\s5
\v 31 યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો. ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું, એ શિલ્હીની દીકરી હતી.
\v 32 તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો; તે તેના માગેર્થી જરા પણ આડોઅવળો ગયો નહિ; ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.
\v 33 પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા.
\p
\s5
\v 34 યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારિખમાં કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે.
\p
\s5
\v 35 ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો.
\v 36 તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
\v 37 પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, "તેં અહાઝયાની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે." એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
\s5
\c 21
\p
\v 1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો.
\v 2 યહોરામના ભાઈઓ, એટલે ઇઝરાયલના રાજા યહોશાફાટના દીકરાઓ: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાએલ તથા શફાટયા હતા.
\v 3 તેઓના પિતાએ તેઓને પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી તથા કિંમતી વસ્તુઓ ભેટમાં આપી. તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો પણ આપ્યાં. પણ રાજગાદી તો તેણે યહોરામને આપી હતી, કારણ કે તે જયેષ્ઠ પુત્ર હતો.
\p
\s5
\v 4 હવે યહોરામ પોતાના પિતાના રાજયાસન પર બેઠો. પછી જયારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાક સરદારોને તરવારથી મારી નાખ્યા.
\v 5 જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું.
\p
\s5
\v 6 જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો; તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું; અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે તેણે કર્યું.
\v 7 તોપણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો અને તેને તથા તેના વંશજો તેઓનું રાજય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતો ન હતો.
\p
\s5
\v 8 યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો.
\v 9 પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા.
\v 10 તેથી અદોમ બળવો કરીને યહૂદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાએ પણ યહૂદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ, ઈશ્વરનો ત્યાગ કર્યો હતો.
\p
\s5
\v 11 આ ઉપરાંત યહોરામે યહૂદિયાના પર્વતોમાં ધર્મસ્થાનો પણ બનાવ્યાં; તેણે યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી અને યહૂદિયાના લોકોને ગેર માર્ગે દોર્યા.
\p
\s5
\v 12 એલિયા પ્રબોધક તરફથી યહોરામ ઉપર એક એવો પત્ર આવ્યો કે, "તારા પિતા દાઉદના પ્રભુ, ઈશ્વર કહે છે: તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં,
\v 13 ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને આહાબના કુટુંબની જેમ તેં યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે અને તારા પિતાના કુટુંબનાં તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા, તેઓને તેં મારી નાખ્યા છે.
\v 14 તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારા સર્વસ્વને ભયંકર નુકસાન પહોંચાડશે.
\v 15 તને પોતાને આંતરડાંના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારાં આંતરડાં બહાર આવી જશે."
\p
\s5
\v 16 ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.
\v 17 તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ.
\p
\s5
\v 18 આ સર્વ બનાવો બન્યા પછી, ઈશ્વરે તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગુ કર્યો.
\v 19 કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ.
\v 20 જયારે તે રાજપદે નિયુક્ત થયો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. અને તે મૃત્યુ પામ્યો ત્યારે તે લોકોમાં અપ્રિય થઈ પડ્યો હતો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.
\s5
\c 22
\p
\v 1 યરુશાલેમના રહેવાસીઓએ તેના સ્થાને યહોરામના સૌથી નાના દીકરા અહાઝયાને રાજા તરીકે નિયુક્ત કર્યો; કેમ કે આરબો સાથે જે માણસો છાવણીમાં આવ્યા હતા, તેઓએ તેના બધા મોટા દીકરાઓને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો દીકરો અહાઝયા યહૂદાનો રાજા બન્યો.
\v 2 અહાઝયા રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી.
\v 3 તે પણ આહાબના કુટુંબનાં માર્ગમાં ચાલ્યો કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી.
\p
\s5
\v 4 આહાબના કુટુંબની જેમ અહાઝયાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં સલાહસૂચનો આપતા હતા.
\v 5 અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યહોરામ સાથે ગયો. અરામીઓએ યહોરામને ઘાયલ કર્યો.
\p
\s5
\v 6 રામોથ આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે તે યિઝ્એલ પાછો ગયો. યહોરામ ઘવાયેલો હતો તેથી અહાઝયા, યહોરામ તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.
\p
\s5
\v 7 હવે અહાઝયાની મુલાકાત યહોરામ સાથે થઈ તે દ્વારા ઈશ્વર અહાઝયા પર નાશ લાવવાના હતા. જયારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યહોરામ સાથે નિમ્શીના દીકરા યેહૂ કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા પસંદ કર્યો હતો.
\v 8 એવું બન્યું કે જયારે યેહૂ અહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનો અમલ કરતો હતો ત્યારે તે યહૂદાના આગેવાનો અને અહાઝયાની સેવામાં રહેતા તેના ભાઈઓને મળ્યો. યેહૂએ તેઓને મારી નાખ્યા.
\p
\s5
\v 9 યેહૂએ અહાઝયાને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, "યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે." તેથી અહાઝયા પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ પુત્ર વિદ્યમાન રહ્યો ન હતો.
\p
\s5
\v 10 હવે જ્યારે અહાઝયાની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે. તેણે ત્યારે ઊઠીને યહૂદિયાના રાજ કુટુંબનાં સર્વ રાજકુંવરોને મારી નાખ્યા.
\v 11 પણ રાજાની દીકરી યહોશાબાથ અહાઝયાના દીકરા યોઆશને જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવતા હતા તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાઈના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ, રાજા યહોરામની દીકરી અને યાજક યહોયાદાની પત્ની હતી. તે અહાઝ્યાની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલ્યાથી સંતાડી દીધો હતો, તેથી અથાલ્યા તેને મારી શકી નહિ.
\v 12 રાજકુંવર યોઆશ તેઓની સાથે છ વરસ સુધી ઈશ્વરના ભક્તિસ્થાનમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલ્યા રાજય કરતી હતી.
\s5
\c 23
\p
\v 1 સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યહોરામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.
\v 2 તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.
\v 3 તે આખી સભાએ ભક્તિસ્થાનમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, "જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે.
\p
\s5
\v 4 તમારે આ પ્રમાણે કામ કરવાનું છે: વિશ્રામવારે સેવા કરનાર તમારે એટલે યાજકો અને લેવીઓ ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું.
\v 5 અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ રહેવું. બધા લોકોએ ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં રહેવું.
\p
\s5
\v 6 યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ભક્તિસ્થાનમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.
\v 7 લેવીઓએ પોતપોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ભક્તિસ્થાનમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું."
\p
\s5
\v 8 તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા.
\v 9 યાજક યહોયાદાએ ભક્તિસ્થાનમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં.
\p
\s5
\v 10 યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને ભક્તિસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને ભક્તિસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.
\v 11 પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો. અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી. પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજયાભિષેક કર્યો. અને "રાજા ઘણું જીવો" નો પોકાર કર્યો.
\p
\s5
\v 12 જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે ભક્તિસ્થાનમાં આવી.
\v 13 અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, "રાજદ્રોહ, રાજદ્રોહ!"
\p
\s5
\v 14 પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, "તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો." યાજકે ચેતવણી આપતા કહ્યું, "ઈશ્વરના ભક્તિસ્થાનમાં તેને મારી નાખવી નહિ."
\v 15 તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી.
\p
\s5
\v 16 પછી યહોયાદાએ પોતે, સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે, તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે.
\v 17 તેથી બધા લોકોએ જઈને બાલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બાલની વેદીઓ અને મૂર્તિઓને ભાગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બાલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો.
\p
\s5
\v 18 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ ભક્તિસ્થાન માટે કારભારીઓ નીમ્યા.
\v 19 તેણે ઈશ્વરના ભક્તિસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
\p
\s5
\v 20 યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને ભક્તિસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના ભક્તિસ્થાનના 'ઉપલા દરવાજાથી' તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
\v 21 દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તરવારથી મારી નાંખી હતી.
\s5
\c 24
\p
\v 1 જયારે યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું, તે બેર-શેબાની હતી.
\v 2 યોઆશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
\v 3 યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યાં અને તેને દીકરા તથા દીકરીઓ થયાં.
\p
\s5
\v 4 એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.
\v 5 તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, "યહૂદિયાનાં નગરોમાં જાઓ. અને સર્વ ઇઝરાયલીઓ પાસેથી તમારા પ્રભુ, ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે નાણાં ઉઘરાવી લાવો. આ કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો." તોપણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.
\p
\s5
\v 6 તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, "સાક્ષ્યમંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તેં લેવીઓને શા માટે ફરમાવ્યું નહિ?"
\v 7 કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું ઘર ભાંગી નાખ્યું હતું અને તેઓએ ઈશ્વરના ઘરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બઆલ દેવોની પૂજાના કામમાં લઈ લીધી હતી.
\p
\s5
\v 8 તેથી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને ઈશ્વરના ઘરના પ્રવેશદ્વારે મુકાવી.
\v 9 પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી.
\v 10 સર્વ આગેવાનો તથા સર્વ લોકો ઉત્સાહપૂર્વક તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખવા લાગ્યા.
\p
\s5
\v 11 જયારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી અને જયારે પણ તેઓ જોતા કે તેમાં ઘણા પૈસા જમા થયા છે, ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.
\v 12 રાજાએ તથા યહોયાદાએ ઈશ્વરના ઘરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યાં. ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે કડિયા તથા સુથારોને તેઓએ કામે રાખ્યા અને લોખંડનું તથા પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ પુનઃસ્થાપિત કરવા માટે રાખ્યા.
\p
\s5
\v 13 તેથી કારીગરો કામે લાગી ગયા અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું; તેઓએ ઈશ્વરના ઘરને પહેલાંના જેવું જ મજબૂત બનાવી દીધું.
\v 14 તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા. તેમાંથી ઈશ્વરના ઘરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોના ચાંદીની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાના દિવસો સુધી તેઓ ઈશ્વરના ઘરમાં નિત્ય દહનીયાપર્ણ ચઢાવતા હતા.
\p
\s5
\v 15 યહોયાદા વૃદ્ધ થયો અને પાકી ઉંમરે તે મરણ પામ્યો; જયારે તે મરણ પામ્યો, ત્યારે તે એકસો ત્રીસ વર્ષનો હતો.
\v 16 તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દફનાવ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઈશ્વરના અને ઈશ્વરના ઘરના સંબંધમાં સારી સેવા બજાવી હતી.
\p
\s5
\v 17 હવે યહોયાદાના મૃત્યુ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. પછી રાજાએ તેઓનું સાંભળ્યું.
\v 18 તેઓએ તેમના પિતૃઓના પ્રભુ, ઈશ્વરના ઘરને તજી દીધું અને અશેરીમની તથા મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેઓના આ અપરાધને કારણે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.
\v 19 તોપણ તેઓને પોતાની તરફ પાછા લાવવાને ઈશ્વરે તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા; પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.
\p
\s5
\v 20 યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો; ઝખાર્યાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, "ઈશ્વર એમ કહે છે: 'શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે.'"
\v 21 પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.
\v 22 એ પ્રમાણે, યોઆશ રાજાએ ઝર્ખાયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખાર્યાએ કહ્યું, "ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે."
\p
\s5
\v 23 વર્ષના અંતે એમ બન્યું કે અરામીઓનું સૈન્ય યોઆશ ઉપર ચઢી આવ્યું. તેઓએ યહૂદિયા તથા યરુશાલેમ આવીને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને તેઓની માલમિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી આપી.
\v 24 અરામીઓનું સૈન્ય ઘણું નાનું હતું, પણ ઈશ્વરે તેઓને ઘણા મોટા સૈન્ય પર વિજય આપ્યો, કેમ કે યહૂદિયાએ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ રીતે અરામીઓએ યોઆશને શિક્ષા કરી.
\p
\s5
\v 25 જે સમયે અરામીઓ પાછા ગયા, તેઓ તો યોઆશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહિ.
\v 26 ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા: આમ્મોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમ્રીથનો દીકરો યહોઝાબાદ એ બે કાવતરાખોર હતા.
\p
\s5
\v 27 હવે તેના દીકરાઓ, તેના ઉપર મુકાયેલી મોટી જવાબદારીઓ તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો.
\s5
\c 25
\p
\v 1 અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરુશાલેમની હતી.
\v 2 તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ.
\p
\s5
\v 3 જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.
\v 4 પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, "બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય."
\p
\s5
\v 5 પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.
\v 6 તેણે એકસો તાલંત ચાંદી (ત્રણ હજાર ચારસો કિલો ચાંદી) આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા.
\p
\s5
\v 7 પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, "હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી.
\v 8 પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે."
\p
\s5
\v 9 અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, "પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?" તેણે ઉત્તર આપ્યો, "ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે."
\v 10 તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણા નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.
\p
\s5
\v 11 અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા.
\v 12 યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા.
\p
\s5
\v 13 તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.
\p
\s5
\v 14 તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો.
\v 15 તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, "જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?"
\p
\s5
\v 16 એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, "શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?" પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, "હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી."
\p
\s5
\v 17 પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, "આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ."
\p
\s5
\v 18 પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજાને પ્રતિઉત્તર મોકલ્યો કે, "લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, 'મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.' પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.
\v 19 તું કહે છે, 'જો, મેં અદોમને માર્યો છે' અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?"
\p
\s5
\v 20 પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા.
\v 21 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા.
\v 22 યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા.
\p
\s5
\v 23 ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો.
\v 24 તેણે ઈશ્વરના ભક્તિસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો.
\p
\s5
\v 25 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો.
\v 26 અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
\p
\s5
\v 27 હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો.
\v 28 તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.
\s5
\c 26
\p
\v 1 યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.
\v 2 અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું.
\v 3 ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.
\p
\s5
\v 4 તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.
\v 5 ઝખાર્યાએ તેને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં ઉઝિયા ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.
\p
\s5
\v 6 ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.
\v 7 ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.
\v 8 આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો.
\p
\s5
\v 9 આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.
\v 10 તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણા કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણા જાનવર હતાં. તેણે દ્રાક્ષાવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.
\p
\s5
\v 11 આ ઉપરાંત, ઉઝિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈયેલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે, રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.
\v 12 પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી.
\v 13 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.
\p
\s5
\v 14 ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા.
\v 15 તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.
\p
\s5
\v 16 પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.
\v 17 અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.
\v 18 તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, "હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. ભક્તિસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ."
\p
\s5
\v 19 પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.
\v 20 અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.
\p
\s5
\v 21 ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.
\p
\s5
\v 22 ઉઝિયાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.
\v 23 તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, "તે કુષ્ટરોગી છે." તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.
\s5
\c 27
\p
\v 1 યોથામ જયારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.
\v 2 તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.
\p
\s5
\v 3 તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા.
\v 4 આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં.
\p
\s5
\v 5 વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.
\p
\s5
\v 6 યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો.
\v 7 યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.
\p
\s5
\v 8 તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું.
\v 9 યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.
\s5
\c 28
\p
\v 1 આહાઝ જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું નહિ.
\v 2 પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો; તેણે બાલીમની ઢાળેલી મૂર્તિઓ બનાવી અને તેની પૂજા કરી.
\p
\s5
\v 3 આ ઉપરાંત, જે વિદેશીઓને ઈશ્વરે ઇઝરાયલીઓની આગળથી હાંકી કાઢ્યાં હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો અને પોતાનાં બાળકોનો અગ્નિમાં હોમ કરતો.
\v 4 પર્વતો પર આવેલા ધર્મસ્થાનોમાં, પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે તે બલિદાન ચઢાવતો અને ધૂપ બાળતો.
\p
\s5
\v 5 આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. અને ઇઝરાયલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો.
\v 6 રમાલ્યાના પુત્ર પેકાહે યહૂદિયામાં એક જ દિવસમાં એક લાખ વીસ હજાર શૂરવીર યોદ્ધાઓને મારી નાખ્યા. કારણ કે તેઓએ તેમના પિતૃઓના ઈશ્વરને તજી દીધા હતા.
\p
\s5
\v 7 એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના પુત્ર માસેનાને અને રાજમહેલના કારભારી હાઝ્ઝીકામ તેમ જ રાજાથી થોડા નીચા દરજજાના એલ્કાનાને મારી નાખ્યા.
\v 8 ઇઝરાયલીઓના સૈનિકોએ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને બાળકો મળીને બે લાખને પકડ્યા અને પુષ્કળ લૂંટ મેળવીને તેઓ સમરુનમાં પાછા આવ્યા.
\p
\s5
\v 9 પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, "યહોવા તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે.
\v 10 અને હવે તમે યહૂદિયા અને યરુશાલેમનાં સ્ત્રીપુરુષોને ગુલામ તરીકે રાખો છો. એવું કરીને તમે પોતે પણ તમારા ઈશ્વર પ્રભુની વિરુદ્ધ અપરાધ કર્યા નથી?
\v 11 હવે પછી મારું કહેવું સાંભળો, આ તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેઓને મુક્ત કરો અને ઘરે પાછા મોકલી દો. કેમ કે ઈશ્વરનો ઉગ્ર કોપ તમારા ઉપર છે."
\p
\s5
\v 12 ત્યાર બાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો, યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝકિયા અને હાલદાઈનો પુત્ર, અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા માણસોની સામે ઊભા રહ્યા.
\v 13 તેઓએ તેઓને કહ્યું, "તમે આ કેદીઓને અહીં લાવશો નહિ. કેમ કે તમે એવું કરવા ધારો છો જેથી અમે ઈશ્વર આગળ ગુનેગાર ઠરીશું અને અમારા પાપોમાં તથા ઉલ્લંઘનોમાં વધારો થશે. ઈશ્વરનો ઉગ્ર રોષ ઇઝરાયલ ઉપરનો ઝઝૂમી રહ્યો છે."
\p
\s5
\v 14 તેથી સૈન્યના માણસોએ આગેવાનો અને આખી સભા આગળ કેદીઓ અને લૂંટના સામાનને મૂકી દીધાં.
\v 15 પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.
\p
\s5
\v 16 તે વખતે રાજા આહાઝે આશૂરના રાજાને પોતાની સહાય માટે સંદેશ મોકલાવ્યો.
\v 17 કેમ કે, અદોમીઓ ફરી એકવાર યહૂદિયા પર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.
\v 18 પલિસ્તીઓએ પણ નીચાણના પ્રદેશોમાં તેમ જ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજબાજુ ગામડાંઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો કબજે કર્યાં અને તેમાં વસવાટ કર્યો.
\p
\s5
\v 19 ઇઝરાયલના રાજા આહાઝને લીધે ઈશ્વરે યહૂદિયાને નમાવ્યું. કેમ કે તે રાજા યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો અને તેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં.
\v 20 આશૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો.
\v 21 આહાઝે ભક્તિસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશૂરના રાજાને આપ્યો. પણ તેનાથી તેને કશો લાભ થયો નહિ, કશું વળ્યું નહિ.
\p
\s5
\v 22 અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુ અને વધુ પાપ કરતો ગયો.
\v 23 દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, "કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે." પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.
\p
\s5
\v 24 આહાઝે ઈશ્વરના ભક્તિસ્થાનના પાત્રો ભાંગીને તેના ટુકડેટુકડાં કરી નાખ્યા. તેણે ઈશ્વરના ભક્તિસ્થાનના બારણાં બંધ કરીને યરુશાલેમમાં ખૂણેખાંચરે બીજા દેવોની વેદી બનાવી.
\v 25 યહૂદિયાના એકે એક નગરમાં દેવોની આગળ ધૂપ બાળવા ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વરનો રોષ વહોરી લીધો.
\p
\s5
\v 26 હવે તેનાં બાકીનાં કૃત્યો અને તેનાં બધાં આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં લખેલી છે.
\v 27 આહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને યરુશાલેમમાં દફનાવવામાં આવ્યો, જો કે તેને ઇઝરાયલના રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.
\s5
\c 29
\p
\v 1 પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
\v 2 હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
\p
\s5
\v 3 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના ભક્તિસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી.
\v 4 તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા.
\v 5 તેણે તેઓને કહ્યું, "લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના ભક્તિસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો.
\p
\s5
\v 6 આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યાં છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા.
\v 7 તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનીયાર્પણ કરવાનું બંધ કરી દીધું હતું.
\p
\s5
\v 8 તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરુશાલેમ ઉપર ઊતર્યો છે અને તેમણે તમે જુઓ છો તેમ, તેઓને આમતેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે.
\v 9 આ કારણે આપણા પિતૃઓ તરવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.
\p
\s5
\v 10 હવે મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે, કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઊતરી જાય.
\v 11 માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે."
\p
\s5
\v 12 પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆ તથા યોઆનો પુત્ર એદેન;
\v 13 અલીસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઉએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;
\v 14 હેમાનના પુત્રોમાંના યહૂએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.
\p
\s5
\v 15 તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા.
\v 16 યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના ભક્તિસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા.
\v 17 હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ભક્તિસ્થાનમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું.
\p
\s5
\v 18 પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, "અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં.
\v 19 વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે."
\p
\s5
\v 20 પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો.
\v 21 તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના દીકરાઓને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
\p
\s5
\v 22 તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું રક્ત વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાંઓને મારી નાખીને તેમનું રક્ત પણ વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનને મારીને તેમનું રક્ત પણ વેદી ઉપર છાંટ્યું.
\v 23 પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા.
\v 24 યાજકોએ તેમને કાપી નાખીને તેમનું રક્ત સમગ્ર ઇઝરાયલના પાપના પ્રાયશ્ચિત માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું; કેમ કે રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ કરવું જોઈએ.
\p
\s5
\v 25 દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા. કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.
\v 26 લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
\p
\s5
\v 27 હિઝકિયાએ વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી. જયારે દહનીયાર્પણ ચઢાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરનાં ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલના રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં.
\v 28 આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશિંગડાં વગાડનારાઓએ રણશિંગડાં વગાડ્યાં; એ પ્રમાણે દહનીયાર્પણ પૂરું થતાં સુધી ચાલુ રહ્યું.
\p
\s5
\v 29 જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી.
\v 30 વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.
\p
\s5
\v 31 પછી હિઝકિયાએ કહ્યું, "હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો." આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી.
\p
\s5
\v 32 જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા.
\v 33 વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.
\p
\s5
\v 34 પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહનીયાર્પણોનાં ચર્મ ઉતારી શક્યા નહિ, માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે કાળજી રાખતા હતા.
\p
\s5
\v 35 વળી દહનીયાર્પણો, તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોની ચરબી તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
\v 36 ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું.
\s5
\c 30
\p
\v 1 હિઝકિયાએ આખા ઇઝરાયલ અને યહૂદિયાને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા. "તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનમાં આવવું."
\v 2 કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરુશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસ્ખાપર્વ ઊજવવું.
\v 3 તે સમયે તેઓ તે ઊજવી શક્યા નહોતા કેમ કે પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા અને યરુશાલેમમાં સર્વ લોકો એકત્ર થયા નહોતા.
\p
\s5
\v 4 આ યોજના રાજાને તેમ જ સમગ્ર સભાને સારી લાગી.
\v 5 તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇઝરાયલમાં એવી જાહેરાત કરવી કે, બધા લોકોએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું.
\p
\s5
\v 6 તેથી રાજાના હુકમથી રાજાના અને તેના આગેવાનોના પત્રો લઈને સંદેશાવાહકો સમગ્ર ઇઝરાયલમાં અને યહૂદિયામાં ગયા. તેઓએ કહ્યું, "ઇઝરાયલના લોકો, તમે ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના ઈશ્વર તરફ પાછા ફરો, જેથી આશૂરના રાજાઓના હાથમાંથી તમારામાંના જે બચી ગયા છે, તેઓના પર ઈશ્વર કૃપાદ્રષ્ટિ કરે.
\p
\s5
\v 7 તમે તમારા પિતૃઓ કે ભાઈઓ જેવા થશો નહિ; તેઓએ તો પોતાના પિતૃઓના ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં. તેથી ઈશ્વરે તેઓનો નાશ કર્યો, તે તમે જોયું છે.
\v 8 હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.
\v 9 જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે."
\p
\s5
\v 10 સંદેશાવાહકો એફ્રાઇમ અને મનાશ્શા તેમ જ છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા, પણ લોકોએ તેઓની હાંસી ઉડાવી તેમ જ તેઓને હસી કાઢ્યાં.
\v 11 જો કે આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરુશાલેમમાં આવ્યા.
\v 12 ઈશ્વરના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આજ્ઞા પ્રમાણે કરવાને ઈશ્વરે યહૂદિયાના લોકોને એક હૃદયના કર્યા હતા.
\p
\s5
\v 13 બેખમીર રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.
\v 14 તેઓએ યરુશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી.
\v 15 પછી તેઓએ બીજા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું. યાજકો અને લેવીઓ શરમિંદા થઈ ગયા અને તેઓએ પોતાને પવિત્ર કરીને ઈશ્વરના ભક્તિસ્થાનમાં દહનીયાર્પણો કર્યા.
\p
\s5
\v 16 તેઓ મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી રક્ત લઈને વેદી પર છાંટ્યું.
\v 17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે તેમ નહોતા. તેથી તેઓના વતી ઈશ્વર માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.
\p
\s5
\v 18 કેમ કે એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણા લોકો શુદ્ધ થયા નહોતા, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝકિયાએ તેઓને માટે પ્રાર્થના કરી કે, "દરેકને ઈશ્વર માફ કરો;
\v 19 કે જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની શોધ ખરા અંત:કરણથી કરી છે - પછી ભલે તેઓ પવિત્રસ્થાનના શુધ્ધીકરણના નિયમ પ્રમાણે પવિત્ર ના થયા હોય."
\v 20 ઈશ્વરે હિઝકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કર્યા.
\p
\s5
\v 21 આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
\v 22 ઈશ્વરની સેવામાં ઊભા રહેનારા તમામ લેવીઓને હિઝકિયા રાજાએ ઘણું ઉત્તેજન આપ્યું. આમ તેઓએ સાત દિવસ સુધી શાંત્યર્પણો કરીને ઈશ્વર આગળ પસ્તાવો કરીને લોકોએ તેઓના પિતૃઓના ઈશ્વરની સ્તુતિ કરી.
\p
\s5
\v 23 આખી સભાએ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.
\v 24 કારણ કે, યહૂદાના રાજા હિઝકિયાએ પ્રજાને એક હજાર બળદો અને સાત હજાર ઘેટાં અર્પણ માટે આપ્યાં હતાં અને તેના અધિકારીઓએ તે ઉપરાંત બીજા એક હજાર બળદો અને દસ હજાર ઘેટાં આપ્યાં હતા. મોટી સંખ્યામાં યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા.
\p
\s5
\v 25 યાજકો અને લેવીઓ સહિત યહૂદિયાની આખી સભાએ તેમ જ ઇઝરાયલથી આવેલા સમગ્ર લોકોની સભાએ તથા જે વિદેશીઓ ઇઝરાયલથી આવ્યા હતા તેમ જ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ કર્યો.
\v 26 યરુશાલેમમાં ઘણો મોટો આનંદ ઉત્સવ ઊજવાયો; ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી ઊજવાયો નહોતો.
\v 27 ત્યાર બાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યાં. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં સાંભળવામાં આવી.
\s5
\c 31
\p
\v 1 હવે આ સર્વ પૂરું થયું. એટલે જે સર્વ ઇઝરાયલીઓ ત્યાં હાજર હતા તેઓ યહૂદિયાનાં નગરોમાં ગયા. અને તેઓએ ઉચ્ચસ્થાનોને ભાગીને ટુકડેટુકડાં કરી નાખ્યા તથા અશેરીન મૂર્તિઓને કાપી નાખી. આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઇમ તથા મનાશ્શામાંથી પણ ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનો નાશ કર્યો. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનનાં નગરોમાં પાછા ગયા.
\p
\s5
\v 2 હિઝકિયાએ યાજકોના તથા લેવીઓના ક્રમ પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, બન્નેને એટલે યાજકોને તથા લેવીઓને તેણે નિશ્ચિત કામ નક્કી કરી આપ્યું. તેણે તેઓને દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવવા, તેમ જ સેવા કરવા, આભાર માનવા અને ઈશ્વરના ભક્તિસ્થાનના પ્રવેશદ્વારે સ્તુતિ કરવાને માટે નીમ્યા
\v 3 રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહનીયાર્પણોને માટે, એટલે સવારનાં તથા સાંજનાં દહનીયાર્પણોને માટે, તેમ જ વિશ્રામવારના, ચંદ્રદર્શનના દિવસોનાં તથા નિયુક્ત પર્વોનાં દહનીયાર્પણોને માટે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો.
\p
\s5
\v 4 તે ઉપરાંત તેણે યરુશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઊપજનો થોડો ભાગ યાજકોને તથા લેવીઓને આપે, કે જેથી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રને પાળવાને પોતાને પવિત્ર કરી શકે.
\v 5 એ હુકમ બહાર પડતાં જ ઇઝરાયલી લોકોએ અનાજ, દ્રાક્ષારસ, તેલ, મધ તથા ખેતીવાડીની સર્વ ઊપજનો પ્રથમ પાક આપ્યો; અને સર્વ વસ્તુઓનો પૂરેપૂરો દશાંશ પણ તેઓ લાવ્યા.
\p
\s5
\v 6 ઇઝરાયલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાનાં નગરોમાં રહેતા હતા, તેઓએ પણ બળદો તથા ઘેટાંનો દશાંશ તથા પોતાના પ્રભુ ઈશ્વરને માટે પવિત્ર કરેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા.
\v 7 તેઓએ આ ઢગલા ત્યાં કરવાનું કામ ત્રીજા માસમાં શરૂ કર્યું અને સાત માસમાં જ પૂરું કર્યું.
\v 8 જયારે હિઝકિયાએ તથા આગેવાનોએ આવીને તે ઢગલા જોયા, ત્યારે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. તથા તેમના ઇઝરાયલી લોકોને ધન્યવાદ આપ્યો.
\p
\s5
\v 9 પછી હિઝકિયાએ યાજકોને તથા લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછયું.
\v 10 સદોકના કુટુંબનાં મુખ્ય યાજક અઝાર્યાએ તેને જવાબ આપ્યો, "લોકોએ ઈશ્વરના ઘરમાં અર્પણો લાવવાનું શરૂ કર્યું, ત્યારથી અમે ધરાઈને જમ્યા છીએ. તેમાંથી ધરાતાં સુધી જમ્યા પછી પણ જે વધ્યું છે, કારણ કે ઈશ્વરે પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે. વધારાનું જે બાકી રહેલું છે તેનો આ મોટો સંગ્રહ છે."
\p
\v 11 પછી હિઝકિયાએ ઈશ્વરના ઘરમાં ભંડારોના ઓરડા તૈયાર કરવાની આજ્ઞા આપી અને તેઓએ તે તૈયાર કર્યા.
\v 12 તેઓ વિશ્વાસુપણે અર્પણો, દશાંશ અને પવિત્ર કરેલી વસ્તુઓ ભંડારમાં લાવ્યા. લેવી કોનાન્યા તેઓની સંભાળ રાખતો હતો અને તેનો ભાઈ શિમઈ તેનો મદદગાર હતો.
\v 13 યહિયેલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરીમોથ, યોઝાબાદ, અલિયેલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા, તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના ઘરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે નિમાયેલા મુકાદમ હતા.
\p
\s5
\v 14 લેવી યિમ્નાનો દીકરો કોરે પૂર્વનો દ્વારપાળ હતો. વળી તે ઈશ્વરનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ વહેંચી આપવા માટે, ઈશ્વરનાં ઐચ્છિકાર્પણો પર કારભારી હતો.
\v 15 તેના હાથ નીચે એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા તથા સખાન્યાને, યાજકોના નગરોમાં નીમવામાં આવ્યા હતા. નગરોમાં સર્વ કુટુંબોના જુવાનોને તથા વૃધ્ધોને દાનનો હિસ્સો વહેંચી આપવાની જવાબદારી તેઓની હતી.
\p
\s5
\v 16 તેઓ સિવાય પુરુષોની વંશાવળીથી ગણાયેલા ત્રણ વર્ષના તથા તેથી વધારે વયના પુરુષો, જેઓ પોતપોતાનાં વર્ગો પ્રમાણે તેમને સોંપાયેલાં કામોમાં સેવા કરવા માટે દરરોજના કાર્યક્રમ પ્રમાણે ઈશ્વરના ઘરમાં જતા હતા, તેઓનો તેમાં સમાવેશ થતો ન હતો.
\p
\s5
\v 17 તેઓની વંશાવળી પરથી તેઓના પૂર્વજોનાં કુટુંબો પ્રમાણે યાજકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા હતા.
\v 18 સમગ્ર પ્રજામાંનાં સર્વ બાળકો, પત્નીઓ, દીકરા તથા દીકરીઓની, તેઓની વંશાવળી પ્રમાણે ગણતરી કરવામાં આવી હતી. તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રામાણિકપણે હાજર રહેતા હતા.
\v 19 વળી જે યાજકો હારુનના વંશજો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસનાં ગામોમાં રહેતા હતા, તેઓને માટે પણ કેટલાક પસંદ કરેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ખોરાક તથા અન્ય સામગ્રી વહેંચી આપે.
\p
\s5
\v 20 હિઝકિયાએ સમગ્ર યહૂદિયામાં આ પ્રમાણે કર્યું. તેણે પ્રભુ પોતાના ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તથા સાચું હતું તે વિશ્વાસુપણે કર્યું.
\v 21 ઈશ્વરના ઘરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા ઈશ્વરની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું અને તેમાં તે ફતેહ પામ્યો.
\s5
\c 32
\p
\v 1 હિઝકિયા રાજાએ આ સેવાભકિતના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં. તેના થોડા સમય પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળાં નગરો સામે પડાવ નાખ્યો. અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો.
\s5
\v 2 જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઈરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે,
\v 3 ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતા તે ઝરાઓનું પાણી બંધ કરી દેવા વિષે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું.
\v 4 ઘણા લોકો ભેગા થયા અને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. તેઓએ કહ્યું, "શા માટે આશૂરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ?"
\p
\s5
\v 5 હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.
\p
\s5
\v 6 તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું,
\v 7 "તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.
\v 8 તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે." પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.
\p
\s5
\v 9 તે પછી, આશૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા (તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો) તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,
\v 10 "આશૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, 'તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?
\p
\s5
\v 11 'ઈશ્વર અમારા પ્રભુ અમને આશૂરના રાજાના હાથમાંથી બચાવશે', એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે.
\v 12 શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચસ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરુશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના જ ઉપર ધૂપ બાળવો?
\p
\s5
\v 13 તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?
\v 14 મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે?
\v 15 હવે હિઝકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહિ. તેનો વિશ્વાસ કરશો નહિ, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે?"
\p
\s5
\v 16 આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા.
\v 17 સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, "જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે."
\p
\s5
\v 18 યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.
\v 19 જગતના બીજા લોકોના દેવો જેવા યરુશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિષે એલફેલ બોલતા હતા.
\p
\s5
\v 20 આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.
\v 21 યહોવાએ એક દૂતને મોકલ્યો. તેણે આશૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તરવારથી મારી નાખ્યો.
\p
\s5
\v 22 આ રીતે ઈશ્વરે હિઝકિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આશૂરના રાજા સાન્હેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.
\v 23 ઘણા લોકો યરુશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો.
\p
\s5
\v 24 પછીના થોડા દિવસો બાદ હિઝકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી; તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તે તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે એવું એક તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.
\v 25 પણ હિઝકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહિ. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર, તેમ જ યહૂદા તથા યરુશાલેમ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો.
\v 26 આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
\p
\s5
\v 27 હિઝકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, અત્તર, ઢાલ અને બીજી કિંમતી વસ્તુઓ રાખવા ભંડારો બનાવ્યા.
\v 28 તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.
\v 29 વળી આ ઉપરાંત તેણે પોતે નગરો વસાવ્યાં અને પુષ્કળ પ્રમાણમાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોની સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને પુષ્કળ સંપત્તિ આપી હતી.
\p
\s5
\v 30 હિઝકિયાએ ગિહોનના ઉપલાણે વહેતા ઝરણાંને બંધ કર્યા અને તેનાં પાણીને તે દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો. હિઝકિયા તેના દરેક કાર્યમાં સફળ થયો.
\v 31 બાબિલના સત્તાધારીઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા એલચીઓ મોકલ્યા હતા. તેની પરીક્ષા થાય અને તેના હૃદયમાં જે હોય તે સર્વ જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્રતા બક્ષી હતી.
\p
\s5
\v 32 હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે.
\v 33 હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો. તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરુશાલેમના બધા રહેવાસીઓએ તેને અંતિમ આદર આપ્યો. તેના પછી તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો.
\s5
\c 33
\p
\v 1 મનાશ્શા બાર વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ.
\v 2 ઇઝરાયલીઓની આગળથી ઈશ્વરે જે પ્રજાઓને કાઢી મૂકી હતી તેઓના જેવાં ધિક્કારપાત્ર કાર્યો કરીને તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કાર્ય કર્યું.
\v 3 તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં તે તેણે ફરી બંધાવ્યાં. વળી તેણે બાલીમને માટે વેદીઓ અને અશેરોથની મૂર્તિઓ બનાવી તેમ જ આકાશના બધાં નક્ષત્રોની પૂજા કરી.
\p
\s5
\v 4 જે ભક્તિસ્થાન વિષે ઈશ્વરે એમ કહ્યું હતું કે, "યરુશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે." તેમાં તેણે અન્ય દેવોની વેદીઓ બંધાવી.
\v 5 તે ભક્તિસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશનાં તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી.
\v 6 વળી તેણે બેન હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં.
\p
\s5
\v 7 મનાશ્શાએ અશેરાની કોતરેલી મૂર્તિઓ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી. જે ભક્તિસ્થાન વિષે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, "આ ભક્તિસ્થાનમાં તેમ જ યરુશાલેમ કે, જે નગર મેં ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ.
\v 8 જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આ દેશમાંથી ઇઝરાયલને હું કદી કાઢી મૂકીશ નહિ."
\v 9 મનાશ્શાએ યહૂદિયાના તથા યરુશાલેમનાં રહેવાસીઓને ભુલાવામાં દોર્યા, જેથી જે પ્રજાનો ઈશ્વરે ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેઓની દુષ્ટતા વધારે હતી.
\p
\s5
\v 10 ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.
\v 11 તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.
\p
\s5
\v 12 મનાશ્શા જયારે સંકટમાં ફસાઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો.
\v 13 તેણે તેમની પ્રાર્થના કરી; અને ઈશ્વરે તેની વિનંતી કાને ધરીને તેની પ્રાર્થના માન્ય કરી તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. પછી મનાશ્શાને ખાતરી થઈ કે યહોવા તે જ ઈશ્વર છે.
\p
\s5
\v 14 આ પછી, મનાશ્શાએ દાઉદનગરની બહારની દીવાલ ફરીથી બાંધી, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં મચ્છી દરવાજા સુધી તે દીવાલ બાંધી. આ દીવાલ ઓફેલની આસપાસ વધારીને તેને ઘણી ઊંચી કરી. તેને યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળા નગરોમાં નીડર સરદારોની નિમણૂક કરી.
\v 15 તેણે વિદેશીઓના દેવોને, ઈશ્વરના ઘરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે ઈશ્વરના ઘરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને તોડી પાડીને તેનો ભંગાર નગરની બહાર નાખી દીધો.
\p
\s5
\v 16 તેણે ઈશ્વરની વેદી ફરી બંધાવી. અને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા; તેણે યહૂદિયાને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવા કરવાની આજ્ઞા આપી.
\v 17 તેમ છતાં હજી પણ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, પણ તે ફક્ત પોતાના પ્રભુ ઈશ્વરને માટે જ કરતા.
\p
\s5
\v 18 મનાશ્શાનાં બાકીનાં કાર્યો સંબંધીની, તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલાં વચનોની સર્વ વિગતો ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે.
\v 19 તેણે કરેલી પ્રાર્થના, ઈશ્વરે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો તથા અપરાધ, જે જગ્યાઓમાં તેણે ધર્મસ્થાનો બાંધ્યાં અને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ બાબતોની નોંધ પ્રબોધકના પુસ્તકમાં કરવામાં આવેલી છે.
\v 20 મનાશ્શા પોતાના પૂર્વજો સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો. તેના પછી તેનો દીકરો આમોન રાજા બન્યો.
\p
\s5
\v 21 આમોન જયારે રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું.
\v 22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખોટું હતું તે જ પ્રમાણે કર્યું. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યાં અને તેઓની પૂજા કરી.
\v 23 જેમ તેનો પિતા મનાશ્શા નમ્ર થઈ ગયો હતો તેમ તે ઈશ્વરની આગળ નમ્ર થયો નહિ. પરંતુ તે ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.
\p
\s5
\v 24 તેના ચાકરોએ તેની વિરુદ્ધમાં બળવો કરીને તેને તેના પોતાના જ મહેલમાં જ મારી નાંખ્યો.
\v 25 પણ દેશના લોકોએ, આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
\s5
\c 34
\p
\v 1 જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.
\v 2 તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું અને પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે ખસ્યો નહિ.
\v 3 તેના શાસનના આઠમે વર્ષે, એટલે કે જયારે તે માત્ર સોળ વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. બારમા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.
\p
\s5
\v 4 લોકોએ તેની આગળ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો.
\v 5 તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકાં બાળ્યાં. આ રીતે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યાં.
\p
\s5
\v 6 તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું.
\v 7 તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.
\p
\s5
\v 8 હવે તેના રાજ્યના અઢારમાં વર્ષે, દેશને તથા ભક્તિસ્થાનને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને, નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે મોકલ્યા.
\v 9 તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલા હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં.
\p
\s5
\v 10 તેઓએ તે નાણાં ઈશ્વરના ભક્તિસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ભક્તિસ્થાનમાં કામ કરનારા કામદારોને ભક્તિસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં.
\v 11 તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા સારુ તથા જે ઈમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારુ જોઈતા પાટડા લેવાને સારુ તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યાં.
\p
\s5
\v 12 તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા.
\v 13 આ લેવીઓ ભાર ઊંચકનારાઓ તેમ જ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા.
\p
\s5
\v 14 ઈશ્વરના ભક્તિસ્થાનમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું.
\v 15 તે બતાવતાં હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, "ઈશ્વરના ભક્તિસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે." હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું.
\v 16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, "તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.
\p
\s5
\v 17 જે નાણાં ઈશ્વરના ભક્તિસ્થાનમાં હતાં તે તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધાં છે."
\v 18 શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, "યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે." પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું.
\v 19 રાજાએ જયારે નિયમશાસ્ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
\p
\s5
\v 20 હિલ્કિયાને, શાફાનના પુત્ર અહીકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે,
\v 21 "તમે જાઓ અને મારી ખાતર તેમ જ ઇઝરાયલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા આ પુસ્તકનાં વચનો સંબંધી ઈશ્વરની ઇચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે, તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી."
\p
\s5
\v 22 તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાનના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
\p
\s5
\v 23 તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, "જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો,
\v 24 "ઈશ્વર કહે છે કે, 'જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું.
\v 25 કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.'"
\p
\s5
\v 26 પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે
\v 27 જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે.
\v 28 'જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.'"'" આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
\p
\s5
\v 29 પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.
\v 30 પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે ભક્તિસ્થાનમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને ભક્તિસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.
\p
\s5
\v 31 રાજાએ તેની જગાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની, તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી.
\v 32 બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.
\p
\s5
\v 33 યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહિ.
\s5
\c 35
\p
\v 1 યોશિયાએ યરુશાલેમમાં પાસ્ખાપર્વ પાળ્યું; અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું.
\v 2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ભક્તિસ્થાનમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.
\p
\s5
\v 3 તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, "ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ભક્તિસ્થાનમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમ ના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો;
\v 4 ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ.
\p
\s5
\v 5 તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો. અને લેવીઓના પિતૃઓના જુદાં જુદાં કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો.
\v 6 પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો."
\p
\s5
\v 7 પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં.
\v 8 તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ભક્તિસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહિયેલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં.
\v 9 કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં.
\p
\s5
\v 10 એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાનાં વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા.
\v 11 તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું રક્ત લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં.
\v 12 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.
\p
\s5
\v 13 તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા.
\v 14 પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનાર્પણો તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું.
\p
\s5
\v 15 દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.
\p
\s5
\v 16 તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ.
\v 17 તે સમયે હાજર રહેલા ઇઝરાયલી લોકોએ પાસ્ખાનું પર્વ તથા બેખમીર રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.
\p
\s5
\v 18 શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.
\v 19 યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
\p
\s5
\v 20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયા ભક્તિસ્થાન તૈયાર કરી રહ્યો, ત્યારે મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેનો સામનો કરવા ગયો.
\v 21 પરંતુ નખોએ તેની પાસે એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, "ઓ યહૂદિયાના રાજા, મારે અને તારે શું છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારી દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે, જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ દખલગીરી કરીશ નહિ, રખેને તે તારો પણ નાશ કરે."
\p
\s5
\v 22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નખોનાં વચન તેણે કાન પર લીધાં નહિ અને મગિદ્દોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો.
\p
\s5
\v 23 નખોના ધનુર્ધારીઓ સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યાં. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, "મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું."
\v 24 તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરુશાલેમે તેને માટે વિલાપ કર્યો.
\p
\s5
\v 25 યમિર્યાએ યોશિયા માટે વિલાપ કર્યો; સર્વ ગાનારાઓએ તથા ગાનારીઓએ યોશિયા સંબંધી આજ પર્યંત સુધી વિલાપનાં ગીતો ગાતા રહેલાં છે. ઇઝરાયલમાં આ ગીતો ગાવાનો રિવાજ હતો. આ ગીતો વિલાપના પુસ્તકમાં લખેલાં છે.
\p
\v 26 યોશિયાનાં બાકીનાં કૃત્યો તથા ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે કરેલાં તેનાં સુકૃત્યો તથા
\v 27 તેના બીજાં સેવાકાર્યો વિષે પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
\s5
\c 36
\p
\v 1 પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.
\v 2 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ.
\p
\s5
\v 3 મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો (3,400 કિલોગ્રામ ચાંદી) અને એક તાલંત સોનાનો (34 કિલોગ્રામ સોનું) કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
\v 4 મિસરના રાજાએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યહોઆહાઝને મિસર લઈ ગયો.
\p
\s5
\v 5 યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
\v 6 પછી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો.
\v 7 વળી તે ઈશ્વરના ભક્તિસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી.
\p
\s5
\v 8 યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલાં ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો હતો તે વિષે બધું વિગતવાર ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓનાં પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
\p
\s5
\v 9 યહોયાખીન જયારે રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે માત્ર ત્રણ માસ અને દસ દિવસ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
\v 10 વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ યરુશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના ભક્તિસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો.
\p
\s5
\v 11 સિદકિયા રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ.
\v 12 તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.
\p
\s5
\v 13 વળી નબૂખાદનેસ્સાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું.
\v 14 તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા ભક્તિસ્થાનને ભ્રષ્ટ કર્યું.
\p
\s5
\v 15 તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
\v 16 પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
\p
\s5
\v 17 તેથી ઈશ્વરે કાસ્દીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
\p
\s5
\v 18 ઈશ્વરના ભક્તિસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓના ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.
\v 19 તેઓએ ભક્તિસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
\p
\s5
\v 20 જે લોકો તરવારની ધારથી બચી ગયા હતા, તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઈરાનના રાજયના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા.
\v 21 આ રીતે યમિર્યાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
\p
\s5
\v 22 હવે યમિર્યા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાનું વચન પૂર્ણ થાય માટે ઈરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરી પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,
\v 23 "ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો."

531
15-EZR.usfm Normal file
View File

@ -0,0 +1,531 @@
\id EZR
\ide UTF-8
\h એઝરા
\toc1 એઝરા
\toc2 એઝરા
\toc3 ezr
\mt1 એઝરા
\s5
\c 1
\p
\v 1 ઇરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે, ઈશ્વરે, યર્મિયાના મુખેથી આપેલાં પોતાના વચનને પૂર્ણ કરતાં, કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું:
\v 2 "ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.
\p
\s5
\v 3 તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય, તેઓની સાથે, તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે.
\v 4 તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે."
\p
\s5
\v 5 તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.
\v 6 તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.
\p
\s5
\v 7 વળી નબૂખાદનેસ્સાર રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુસામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી.
\v 8 કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.
\p
\s5
\v 9 તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની ત્રીસ થાળીઓ, ચાંદીની એક હજાર થાળીઓ અને ઓગણત્રીસ અન્ય પાત્રો,
\v 10 સોનાના ત્રીસ વાટકા, ચાંદીનાં અન્ય પ્રકારના એક હજાર વાટકાઓ તથા એક હજાર અન્ય પાત્રો.
\v 11 સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યા ત્યારે આ બધાં પાત્રો શેશ્બાસાર પોતાની સાથે લાવ્યો.
\s5
\c 2
\p
\v 1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
\v 2 ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાના.
\p ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
\p
\s5
\v 3 પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
\v 4 શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
\v 5 આરાહના વંશજો: સાતસો પંચોતેર.
\v 6 યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
\p
\s5
\v 7 એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
\v 8 ઝાત્તુના વંશજો: નવસો પિસ્તાળીસ.
\v 9 ઝાક્કાયના વંશજો: સાતસો સાઠ.
\v 10 બાનીના વંશજો: છસો બેતાળીસ.
\p
\s5
\v 11 બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
\v 12 આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
\v 13 અદોનિકામના વંશજો: છસો છાસઠ.
\v 14 બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
\p
\s5
\v 15 આદીનના વંશજો: ચારસો ચોપન.
\v 16 આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
\v 17 બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
\v 18 યોરાના વંશજો: એકસો બાર.
\p
\s5
\v 19 હાશુમના લોકો: બસો ત્રેવીસ
\v 20 ગિબ્બારના લોકો: પંચાણું.
\v 21 બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
\v 22 ટોફાના લોકો: છપ્પન.
\p
\s5
\v 23 અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
\v 24 આઝમા-વેથના લોકો: બેતાળીસ.
\v 25 કિર્યાથ-આરીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
\v 26 રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
\p
\s5
\v 27 મિખ્માસના લોકો: એકસો બાવીસ.
\v 28 બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
\v 29 નબોના લોકો: બાવન.
\v 30 માગ્બીશના લોકો: એકસો છપ્પન.
\p
\s5
\v 31 બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
\v 32 હારીમના લોકો: ત્રણસો વીસ.
\v 33 લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
\p
\s5
\v 34 યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
\v 35 સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
\p
\s5
\v 36 યાજકોનાં નામ આ પ્રમાણે છે: યોશુઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
\v 37 ઇમ્મેરના વંશજો: એક હજાર બાવન.
\v 38 પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
\v 39 હારીમના વંશજો: એક હજાર સત્તર.
\p
\s5
\v 40 લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
\v 41 ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
\v 42 ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલુમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
\s5
\v 43 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
\v 44 કેરોસ, સીહા, પાદોન,
\v 45 લબાના, હગાબા, આકકૂબ,
\v 46 હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો;
\p
\s5
\v 47 ગિદ્દેલ, ગહાર, રાયા,
\v 48 રસીન, નકોદા, ગાઝામ,
\v 49 ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
\v 50 આસના, મેઉનીમ, નફીસીમના વંશજો;
\p
\s5
\v 51 બાકબુક, હાકૂફા અને હારર,
\v 52 બાસ્લુથ, મહીદા, હાર્શા,
\v 53 બાર્કોસ, સીસરા, તેમા,
\v 54 નસીઆ અને હટીફાના વંશજો.
\p
\s5
\v 55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
\v 56 યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
\v 57 શફાટયા, હાટીલ, પોખેરેશ - હાસ્બાઈમ અને આમીના વંશજો.
\v 58 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
\p
\s5
\v 59 તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરુબ, અદાન તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
\v 60 દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
\s5
\v 61 યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
\v 62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
\v 63 સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
\p
\s5
\v 64 સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
\v 65 તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
\p
\s5
\v 66 તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
\v 67 ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
\p
\s5
\v 68 જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, ભક્તિસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
\v 69 તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
\p
\s5
\v 70 યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
\s5
\c 3
\p
\v 1 ઇઝરાયલી લોકો પોતાનાં નગરોમાં પાછા આવ્યા પછી, સાતમા માસમાં લોકો એક દિલથી યરુશાલેમમાં ભેગા થયા.
\v 2 યોસાદાકના દીકરા યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ, ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી. જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ દહનીયાર્પણો ચઢાવે.
\p
\s5
\v 3 તેઓએ તે વેદી અગાઉ જે જગ્યાએ હતી ત્યાં જ બાંધી, કેમ કે તેઓને દેશના લોકોનો ભય હતો. ત્યાં દરરોજ સવારે તથા સાંજે તેઓએ ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં.
\v 4 તેઓએ લેખ પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યું અને દરરોજ નિયમ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.
\v 5 પછી દૈનીક તથા મહિનાના દહનીયાર્પણો, યાહવેહનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં તથા ઐચ્છિકાર્પણો, પણ ચઢાવ્યાં.
\p
\s5
\v 6 તેઓએ સાતમા માસના પ્રથમ દિવસથી ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું, પરંતુ ભક્તિસ્થાનનો પાયો હજી નંખાયો ન હતો.
\v 7 તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઈરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.
\p
\s5
\v 8 પછી તેઓ યરુશાલેમમાં, ઈશ્વરના ઘરમા આવ્યા. તેના બીજા વર્ષના બીજા માસમાં, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, યોસાદાકનો દીકરો યેશૂઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઇને યરુશાલેમ પાછા આવ્યા હતા તે સર્વએ તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરનાં લેવીઓને નીમ્યા.
\v 9 યેશૂઆએ, તેના દીકરા તથા તેના ભાઈઓ, કાદમીએલે તથા યહૂદિયાના વંશજોને ઈશ્વરના ઘરનું કામ કરનારાઓ પર દેખરેખ રાખવા નીમ્યા. તેઓની સાથે લેવી હેનાદાદના વંશજો તથા તેના ભાઈઓ પણ હતા.
\p
\s5
\v 10 બાંધનારાઓએ યહોવાહના ભક્તિસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવીય આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં.
\v 11 તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, "ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે." સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.
\p
\s5
\v 12 પણ યાજકો, લેવીઓ, પૂર્વજોના કુટુંબોના આગેવાનો તથા વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે અગાઉનું ભક્તિસ્થાન જોયું હતું તેઓની નજર આગળ જયારે આ ભક્તિસ્થાનના પાયા સ્થાપવામાં આવી રહ્યાં હતા ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. પણ બીજા ઘણા લોકોએ ઊંચા અવાજે હર્ષનાદ તથા ઉત્તેજિત પોકારો કર્યાં.
\v 13 લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.
\s5
\c 4
\p
\v 1 હવે યહૂદિયાના તથા બિન્યામીનના દુશ્મનોએ સાંભળ્યું કે કે બંદીવાસમાંથી મુક્ત થયેલા લોકો, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહનું ભક્તિસ્થાન બાંધે છે.
\v 2 તેથી તેઓએ ઝરુબ્બાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, "અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશૂરનો રાજા એસાર-હાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી, અમે પણ, તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ."
\p
\s5
\v 3 પણ ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ઇઝરાયલના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, "તમારે નહિ, પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ. જેમ ઈરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના માટે એ બાંધકામ કરીશું."
\p
\s5
\v 4 તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી, તેઓને બાંધકામ કરતાં અટકાવાનો પ્રયત્ન કર્યો.
\v 5 વધુમાં તે સ્થળના લોકોએ, તેઓના ઈરાદાઓને નાસીપાસ કરવા માટે, ઈરાનના રાજા કોરેશના સઘળાં દિવસો દરમિયાન તથા ઈરાનના રાજા દાર્યાવેશના રાજ્યકાળ સુધી, સલાહકારોને લાંચ આપી.
\v 6 પછી અહાશ્વેરોશ રાજાના રાજ્યકાળની શરૂઆતમાં તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ વિરુદ્ધ તહોમત મૂકીને કાગળ લખ્યો.
\p
\s5
\v 7 આર્તાહશાસ્તાના દિવસોમાં, બિશ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ, ઈરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.
\v 8 ન્યાય ખાતાના વડા રહૂમે તથા પ્રધાન શિમ્શાયે, યરુશાલેમ વિરુદ્ધ આર્તાહશાસ્તા રાજાને પત્ર લખ્યો.
\p
\s5
\v 9 રહૂમ, પ્રધાન શિમ્શાય તથા તેના સાથીદારો; દિનાયેઓ, અફાર્સાથ્ખાયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબલાયેઓ, શૂશાન્ખાયેઓ, દેહાયેઓ તથા એલમયેઓ
\v 10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા.
\p
\s5
\v 11 તેઓએ આર્તાહશાસ્તાને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે: "નદી પારના આપના સેવકો આપને લખી જણાવે છે:
\v 12 રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન:બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.
\p
\s5
\v 13 હવે આપને જાણ થાય કે જો આ નગરની દીવાલનું કાર્ય પૂર્ણ થશે અને નગર બંધાશે તો તેઓ ખંડણી કે કરવેરા આપશે નહિ પણ તેઓ રાજાઓને નુકસાન કરશે.
\p
\s5
\v 14 નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ
\v 15 કે, આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણાં સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો.
\v 16 હે રાજા અમે આપને જણાવીએ છીએ કે જો ફરીથી આ કોટ તથા નગર બંધાશે, તો પછી મહા નદીની પાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ."
\p
\s5
\v 17 એ વાંચીને રાજાએ રહૂમને, શિમ્શાયને તથા સમરુનમાં તથા નદી પરના બાકીના દેશમાં તેઓના જે બીજા સાથીઓ રહેતા હતા તેઓને જવાબ મોકલ્યો કે, "તમે ક્ષેમકુશળ હો!
\v 18 જે પત્ર તમે મને મોકલ્યો હતો, તેને અનુવાદિત કરાવીને મારી સમક્ષ સ્પષ્ટતા સાથે વાંચી સંભળાવવામાં આવ્યો છે.
\v 19 પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતાં.
\p
\s5
\v 20 યરુશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હકૂમત ચલાવી છે, તેમને લોકો કર તથા જકાત આપતા હતા.
\v 21 માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનાં કામ બંધ કરવામાં આવે અને બીજી આજ્ઞા થતાં સુધી એ નગર બંધાય નહિ.
\v 22 સાવધાન રહેજો, આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ. રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવા દેવું જોઈએ?"
\p
\s5
\v 23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા.
\v 24 તેથી યરુશાલેમમાંના ઈશ્વરના ઘરનું બાંધકામ અટકી ગયું. અને ઈરાનના રાજા દાર્યાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી સ્થગિત રહ્યું.
\s5
\c 5
\p
\v 1 પછી યહૂદિયા તથા યરુશાલેમમાં જે યહૂદીઓ હતા તેઓને, હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યા પ્રબોધકોએ, ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામે પ્રબોધ કર્યો.
\v 2 શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે તથા યોસાદાકના દીકરા યેશૂઆએ, પ્રબોધકો કે જેઓએ તેમને ઉત્તેજન આપ્યું, તેઓની સાથે, યરુશાલેમમાં ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવાનું શરૂ કરી દીધું.
\p
\s5
\v 3 ત્યારે નદી પારના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારોએ આવી તેમને કહ્યું, "આ ભક્તિસ્થાન ફરીથી બાંધવાની અને આ દિવાલોને પૂરી કરવાની પરવાનગી તમને કોણે આપી છે?"
\v 4 વળી તેઓએ કહ્યું, "જે માણસો આ ભક્તિસ્થાન બાંધે છે તેઓનાં નામ આપો"
\v 5 પણ ઈશ્વરની કૃપાદ્રષ્ટિ યહૂદીઓના વડીલો પર હતી તેથી તેઓ અટક્યા નહિ. તેઓ દાર્યાવેશ રાજા તરફથી અધિકૃત ફરમાનની રાહ જોતા હતા.
\p
\s5
\v 6 તાત્તનાય રાજ્યપાલ, શથાર-બોઝનાય તથા બીજા તેઓના સાથી અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર પત્ર મોકલ્યો:
\v 7 તેમાં તેઓએ આ પ્રમાણે દાર્યાવેશ રાજાને અહેવાલ લખી મોકલ્યો કે: "તમને શાંતિ હો.
\p
\s5
\v 8 આપને જાણ થાય કે અમે યહૂદિયા પ્રાંતના મહાન ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા હતા. તે મોટા પથ્થરોથી તથા ઈમારતી લાકડાથી બંધાઈ રહ્યું હતું. આ કાર્ય ખંતથી કરાઈ રહ્યું છે અને તેઓને હાથે સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે.
\v 9 અમે વડીલોને પૂછયું, 'આ ભક્તિસ્થાન બાંધવાની તથા આ કોટ પૂરો કરવાની પરવાનગી તમને કોણે આપી છે?'
\v 10 વળી અમે તેઓના નામ પણ પૂછયાં, જેથી તમે જાણી શકો કે, કોણ તેઓને આગેવાની આપે છે.
\p
\s5
\v 11 તેઓએ ઉત્તર આપ્યો કે, 'અમે એક, એટલે જે આકાશ તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સેવકો છીએ, અને ઘણાં વર્ષો અગાઉ ઇઝરાયલના એક મહાન રાજાએ બંધાવેલ ભક્તિસ્થાનને જ અમે ફરીથી બાંધી રહ્યાં છીએ.
\p
\s5
\v 12 જો કે, જયારે અમારા પૂર્વજોએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યા, ત્યારે તેમણે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યાં, કે જે આ ભક્તિસ્થાનનો નાશ કરીને લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો.
\v 13 તેમ છતાં, બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં, ઈશ્વરના એ ભક્તિસ્થાનને પુનઃબાંધવાનું અમને અધિકૃત ફરમાન કર્યું.
\p
\s5
\v 14 ઈશ્વરના ભક્તિસ્થાનની સોનાચાંદીની વસ્તુઓ, જે નબૂખાદનેસ્સાર યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી બાબિલના મંદિરમાં લઈ ગયો હતો, તે બધી વસ્તુઓ બાબિલના મંદિરમાંથી પાછી લઈને કોરેશ રાજાએ શેશ્બાસારને, કે જેને તેણે રાજ્યપાલ બનાવ્યો હતો, તેને સોંપી.
\v 15 તેણે તેને કહ્યું, "આ સર્વ વસ્તુઓ લઇને યરુશાલેમના ભક્તિસ્થાનમાં પાછી મૂક. ઈશ્વરના ભક્તિસ્થાનને તેની મૂળ જગ્યાએ ફરીથી બંધાવ.
\p
\s5
\v 16 પછી શેશ્બાસારે આવીને ઈશ્વરના એ ભક્તિસ્થાનનો પાયો યરુશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, પણ તે હજી પૂરું થયું નથી.'
\p
\s5
\v 17 હવે એ આપની દ્રષ્ટિમાં યોગ્ય લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ ભક્તિસ્થાન બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, તેની તપાસ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબતે આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો."
\s5
\c 6
\p
\v 1 તેથી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો.
\v 2 માદાય પ્રાંતના એકબાતાનાના કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો; તેમાં આ પ્રમાણે લખેલું હતું.
\p
\s5
\v 3 "કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: 'અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી.
\v 4 મોટા પથ્થરની ત્રણ હારો અને નવા લાકડાની એક હાર રાખવી. અને તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો.
\v 5 તદુપરાંત યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી નબૂખાદનેસ્સાર સોનાચાંદીના જે વાસણો બાબિલના મંદિરમાં લઈ આવ્યો હતો, તે પાછાં યરુશાલેમમાંના ભક્તિસ્થાનમાં મોકલી, અસલ જગ્યાએ મૂકવા.'
\p
\s5
\v 6 હવે તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા નદીની પેલી પારના તેમના સાથી અમલદારોએ દૂર રહેવું.
\v 7 ઈશ્વરના એ ભક્તિસ્થાનના બાંધકામને તમારે છેડવું નહિ. યહૂદિયાના શાસક તથા યહૂદીઓના વડીલો ઈશ્વરનું એ ભક્તિસ્થાન મૂળ સ્થાને ફરીથી બાંધે.
\p
\s5
\v 8 યહૂદીઓના વડીલોને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવામાં તમારે મદદ કરવી એવો મારો હુકમ છે: રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને બાંધકામમાં અટકાવ થાય નહિ.
\v 9 તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે, એટલે આકાશના ઈશ્વરનાં દહનીયાર્પણો માટે જુવાન બળદો, બકરાં, ઘેટાં તથા હલવાનો, તેમ જ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં, મીઠું, દ્રાક્ષારસ તથા તેલ દરરોજ અચૂક આપવાં.
\v 10 આ પ્રમાણે કરો કે જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે અને રાજાના તથા તેના પુત્રોના જીવનને માટે પ્રાર્થના કરે.
\p
\s5
\v 11 વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો. અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો.
\v 12 જે રાજાઓ કે પ્રજાઓ યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાનનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ, તમને આ હુકમ કરું છું. તેનો ઝડપથી અમલ કરો!"
\p
\s5
\v 13 પછી તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા તેમના સાથીઓએ દાર્યાવેશ રાજાએ ફરમાવ્યા પ્રમાણે આ હુકમનું પાલન કર્યું.
\v 14 તેથી યહૂદીઓના વડીલોએ પ્રબોધકો હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યાનાં પ્રબોધથી પ્રેરાઈને ભક્તિસ્થાનનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું. તેઓએ ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા મુજબ કોરેશ, દાર્યાવેશ અને ઈરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે બાંધકામ સમાપ્ત કર્યું.
\v 15 દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અદાર મહિનાના ત્રીજા દિવસે આ ભક્તિસ્થાન પૂરેપૂરું બંધાઈ રહ્યું.
\p
\s5
\v 16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ ભક્તિસ્થાનનું પ્રતિષ્ઠાપર્વ આનંદપૂર્વક ઉજવ્યું.
\v 17 ઈશ્વરના એ ભક્તિસ્થાનના પ્રતિષ્ઠાપર્વ પર તેઓએ સો બળદો, બસો ઘેટાં, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોનાં કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરાં સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણ તરીકે ચઢાવ્યા.
\v 18 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.
\p
\s5
\v 19 બંદીવાસમાંથી આવેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાપર્વ ઊજવ્યું.
\v 20 યાજકોએ તથા લેવીઓએ પોતાનું શુધ્ધિકરણ કર્યું હતું અને બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.
\p
\s5
\v 21 બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોની અશુધ્ધતાથી અલગ થઈને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થયેલા સર્વએ તે ખાધું.
\v 22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.
\s5
\c 7
\p
\v 1 આ બાબતો પછી, આર્તાહશાસ્તા રાજાના શાસન દરમિયાન પ્રમુખ યાજક હારુનના પુત્ર, એલાઝારના પુત્ર, ફીનહાસના પુત્ર,
\v 2 અબિશુઆના પુત્ર, બુક્કીના પુત્ર, ઉઝ્ઝીના પુત્ર,
\v 3 ઝરયાના પુત્ર, મરાયોથના પુત્ર, અઝાર્યાના પુત્ર,
\v 4 અમાર્યાના પુત્ર, અહિટુબના પુત્ર, સદોકાના પુત્ર,
\v 5 શાલ્લૂમના પુત્રમ હિલ્કિયાના પુત્ર, અઝાર્યાના પુત્ર, સરાયાનો પુત્ર એઝરા,
\p
\s5
\v 6 બાબિલથી ત્યાં આવ્યો. ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. તેના પર યહોવાહની કૃપાદ્રષ્ટિ હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.
\v 7 ઇઝરાયલી વંશજોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો તથા ભક્તિસ્થાનના
\p
\s5
\v 8 સેવકોની સાથે, આર્તાહશાસ્તા રાજાના શાસનના સાતમા વર્ષના પાંચમા માસમાં એઝરા ગયો.
\v 9 તેણે પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી પ્રયાણ આરંભ્યું. તે પોતાના ઈશ્વરની કૃપાથી પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો. ઈશ્વરનો પ્રેમાળ હાથ તેના પર હતો.
\v 10 એઝરાએ પોતાનું મન યહોવાહના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને પાળવામાં તથા વિધિઓ અને હુકમો શીખવવામાં લગાડ્યું.
\p
\s5
\v 11 એઝરા યાજક યહોવાહની આજ્ઞાઓનો તથા ઇઝરાયલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો, તેને જે પત્ર આર્તાહશાસ્તા રાજાએ આપ્યો હતો તેની નકલ આ મુજબ છે;
\v 12 "સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યાજકને રાજાધિરાજ આર્તાહશાસ્તા તરફથી કુશળતા આપવામાં આવી છે વળી;
\v 13 હું એવો હુકમ ફરમાવું છું કે મારા રાજ્યમાંના ઇઝરાયલી લોકોમાંના તેઓના યાજકો તથા લેવીઓ, જે કોઈ પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છે, તેઓ તારી સાથે આવે.
\p
\s5
\v 14 હું રાજા તથા મારા સાત સલાહકારો તને એ માટે મોકલીએ છીએ કે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર તારી પાસે છે તે પ્રમાણે યહૂદિયામાં અને યરુશાલેમમાં તેના સંબંધી તું તપાસ કર.
\v 15 અને યરુશાલેમમાં ઇઝરાયલના ઈશ્વરનું જે નિવાસસ્થાન છે તેને માટે ચાંદી અને સોનું અર્પણને માટે લઈ જવું.
\v 16 તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવાં.
\p
\s5
\v 17 અને એ નાણાથી બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ખરીદીને યરુશાલેમમાં તમારા ઈશ્વરના ભક્તિસ્થાનની વેદી પર તેઓનું અર્પણ કરવામાં આવે.
\v 18 તેમાંથી જે સોનું, ચાંદી વધે તેનો ઉપયોગ તમારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તે રીતે કરવો.
\p
\s5
\v 19 જે પાત્રો તારા ઈશ્વરના ભક્તિસ્થાનની સેવા માટે તને આપવામાં આવ્યાં છે, તે તારે યરુશાલેમમાં ઈશ્વરની સમક્ષ રજૂ કરવા.
\v 20 અને જો તારા ઈશ્વરના ભક્તિસ્થાનને માટે અન્ય કોઈ જરૂરિયાત હોય તો તું રાજાના ભંડારમાંથી નાણાં મેળવીને ખરીદી કરી શકે છે.
\p
\s5
\v 21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, એઝરા યાજક જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે તે જે કંઈ માગે તે તમારે તાકીદે પૂરું પાડવું.
\v 22 ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, સોળ હજાર ત્રણસો કિલો ઘઉં, છસો લિટર દ્રાક્ષારસ અને છસો લિટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું.
\v 23 આકાશના ઈશ્વર પોતાના ભક્તિસ્થાનને માટે જે કંઈ આજ્ઞા કરે તે બધું તમારે પૂરા હૃદયથી કરવું. મારા રાજ્ય પર અને મારા વંશજો શા માટે ઈશ્વરનો કોપ આવવા દેવો?
\p
\s5
\v 24 અને તને એ પણ જણાવવામાં આવે છે કે, કોઈ પણ વધારાની જકાત કે ખંડણી યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે ઈશ્વરના ભક્તિસ્થાનના સેવકો કે અન્ય સેવકો પાસેથી લેવી નહિ.
\s5
\v 25 વળી તને એઝરા, ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું.
\v 26 વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશનિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી."
\s5
\v 27 ત્યારે એઝરાએ કહ્યું, "અમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો! કારણ કે તેેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાહનું જે ભક્તિસ્થાન છે તેનો મહિમા વધારવો.
\v 28 અને તેમણે રાજા, તેના સલાહકારો અને સર્વ પરાક્રમી સરદારો દ્વારા મારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. મારા ઈશ્વરનો હાથ મારા પર હતો તેથી હું બળવાન થયો, અને મેં ઇઝરાયલમાંથી મારી સાથે યરુશાલેમ જવા માટે આગેવાનોને એકત્ર કર્યા."
\s5
\c 8
\p
\v 1 આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન બાબિલથી મારી સાથે જેઓ યરુશાલેમ આવ્યા હતા તેઓના પૂર્વજોના વડીલોની વંશાવળી આ પ્રમાણે છે;
\v 2 ફીનહાસનો વંશજ ગેર્શોમ; ઇથામારનો વંશજ દાનિયેલ; દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.
\v 3 પારોશનો વંશજ ઝખાર્યા; તેની સાથે વંશના એક્સો પચાસ પુરુષો હતા.
\p
\s5
\v 4 પાહાથ-મોઆબના વંશજ ઝરાહ્યાનો પુત્ર એલીહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.
\v 5 શખાન્યાનો વંશજ યાહઝીએલ; તેની સાથે ત્રણસો પુરુષો હતા.
\v 6 આદીનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.
\v 7 એલામના વંશજ અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.
\p
\s5
\v 8 શફાટયાના વંશજ મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંસી પુરુષો હતા.
\v 9 યોઆબના વંશજ યહીએલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે બસો અઢાર પુરુષો હતા.
\v 10 શલોમીથના વંશજ યોસિફિયાનો પુત્ર તેની સાથે એક્સો સાઠ પુરુષો હતા.
\v 11 બેબાયનો વંશજ ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.
\p
\s5
\v 12 અઝગાદના વંશજ હાકાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એક્સો દસ પુરુષો હતા.
\v 13 છેલ્લાં અદોનિકામના વંશજો હતા; તેઓનાં નામ આ પ્રમાણે છે; અલિફેલેટ, યેઉએલ, શમાયા અને તેઓની સાથે સાઠ પુરુષો હતા.
\v 14 બિગ્વાયના વંશજ ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.
\p
\s5
\v 15 આહવા નદીને કિનારે મેં તેઓને એકત્ર કર્યા અને ત્યાં અમે ત્રણ દિવસ માટે છાવણી નાખી. તે દરમિયાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ લેવીના વંશજોમાંના કોઈ જોવામાં આવ્યા નહિ.
\v 16 તેથી મેં એલિએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ જેઓ આગેવાનો હતા તેઓને તથા યોયારીબ અને એલ્નાથાન કે જેઓ શિક્ષકો હતા તેઓને પણ બોલાવ્યા.
\p
\s5
\v 17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે.
\p
\s5
\v 18 અમારા પર ઈશ્વરની કૃપા હતી. એટલે તેઓએ અમારી પાસે જે સેવકો મોકલ્યા તેઓ આ પ્રમાણે છે; ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઈઓ અને તેના પુત્રો, કુલ અઢાર પુરુષો હતા. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.
\v 19 મરારીના વંશજો હશાબ્યા અને યશાયા. તેના ભાઈઓ તથા તેઓના પુત્રો, કુલ વીસ પુરુષો હતા.
\v 20 દાઉદે તથા તેના સરદારોએ ભક્તિસ્થાનની સેવાને માટે જે લેવીઓને નીમ્યા હતા, તેઓમાંના બસો વીસ; તેઓના નામ દર્શાવવામાં આવેલા હતાં.
\p
\s5
\v 21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું, કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ; અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી માર્ગદર્શન મેળવીએ.
\v 22 શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, "જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે."
\v 23 તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી.
\p
\s5
\v 24 પછી મેં યાજકોમાંથી બાર આગેવાનોને પસંદ કર્યા, શેરેબ્યા, હશાબ્યા તથા તેના ભાઈઓમાંથી દસને પસંદ કર્યા.
\v 25 મેં તેઓને સોનું ચાંદી, પાત્રો અને અર્પણો ઈશ્વરના ભક્તિસ્થાનને માટે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધા ઇઝરાયલીઓએ આપ્યાં હતા તે સર્વ તોળીને આપ્યાં.
\p
\s5
\v 26 મેં તેમને બાવીસ હજાર એક્સો કિલો ચાંદી, ત્રણ હજાર ચારસો કિલો વજનના ચાંદીનાં વાસણો, ત્રણ હજાર ચારસો કિલો સોનું.
\v 27 સોનાના વીસ ઘડાઓ, જેનું વજન સાડા આઠ કિલો હતું. પિત્તળના બે વાસણો, જે સોના જેટલાં જ કિંમતી હતાં તે આપ્યાં.
\p
\s5
\v 28 પછી મેં તેઓને કહ્યું, "તમે યહોવાહને માટે પવિત્ર છો, તેમ આ વાસણો પણ યહોવાહને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને માટે ઐચ્છિકાર્પણ છે."
\v 29 મેં તેઓને કહ્યું, "આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરુશાલેમમાં ઇઝરાયલીઓનાં કુટુંબનાં પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો."
\v 30 એમ યાજકોને અને લેવીઓને યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાને લઈ જવા માટે ચાંદી, સોનું અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં.
\p
\s5
\v 31 અમે પહેલા માસના બારમે દિવસે આહવા નદીથી યરુશાલેમ આવવા પ્રયાણ કર્યું. અમારા પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી અને તેમણે માર્ગમાં દુશ્મનોના હુમલાઓથી અને ચોર લૂંટારાઓથી અમારું રક્ષણ કર્યુ.
\v 32 આ પ્રમાણે અમે યરુશાલેમ આવી પહોંચ્યા પછી અમે ત્યાં ત્રણ દિવસ આરામ કર્યો.
\p
\s5
\v 33 ચોથે દિવસે, યાજક ઊરિયાના પુત્ર મરેમોથને અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં ચાંદી, સોનું, અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં. તેની સાથે ફીનહાસનો પુત્ર એલાઝાર, યેશૂઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યા લેવીઓ પણ હતા.
\v 34 દરેક વસ્તુનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીના કુલ વજનની નોંધ કરવામાં આવી હતી.
\p
\s5
\v 35 ત્યાર પછી બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને બાર બળદો અર્પણ કર્યા. છન્નું ઘેટાં, સિત્તોતેર હલવાનો અને બાર બકરાઓનું પાપાર્થાર્પણ તરીકે દહાનીયાર્પણ કર્યું. તેઓએ આ સર્વનું ઈશ્વરને દહાનીયાર્પણ કર્યું.
\v 36 પછી તેઓએ નદી પાર પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમ જ હાકેમોને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેઓએ લોકોને ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામમાં મદદ કરી.
\s5
\c 9
\p
\v 1 આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, "ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.
\v 2 તેઓએ પોતે અને તેઓના પુત્રોએ આ લોકોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે; આમ પવિત્ર વંશના લોકો અન્ય પ્રદેશના લોકો સાથે મિશ્રિત થઈ ગયા છે. આવા પાપચારો કરવામાં મુખ્યત્વે સરદારો અને અમલદારો સૌથી આગળ છે."
\p
\s5
\v 3 જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યાં. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો.
\v 4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રૂજતા હતા. તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
\p
\s5
\v 5 સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારાં ફાટેલાં અન્ય વસ્ત્રો અને ઝભ્ભા સાથે જ મેં ઘૂંટણિયે પડીને મારા ઈશ્વર, યહોવાહ તરફ હાથ લંબાવ્યા.
\v 6 મેં કહ્યું, "હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.
\p
\s5
\v 7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તરવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરુહીન થયા છીએ અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે.
\p
\s5
\v 8 અમારે માટે બચેલો શેષ રાખવાને પોતાના પવિત્રસ્થાનમાં શાંતિ આપવાને, અમારા પ્રભુ ઈશ્વર તરફથી કૃપા બતાવવામાં આવી છે. તે માટે કે ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે અને અમારા બંદીવાસમાંથી અમને નવજીવન બક્ષે.
\v 9 કારણ કે, અમે તો ગુલામો હોવા છતાં અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં પણ અમને તજી દીધા નથી. તેમણે ઈરાનના રાજાની મારફતે અમારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. કે જેથી અમે નવજીવન પામીને ઈશ્વરનું ભક્તિસ્થાન બનાવીએ. યહૂદિયામાં અને યરુશાલેમમાં ઈશ્વરે અમને સંરક્ષણ આપ્યું છે.
\p
\s5
\v 10 પણ હવે, હે અમારા ઈશ્વર, અમે તમને શું મોં બતાવીએ? અમે તો ફરીથી તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે અને તમારાથી દૂર ભટકી ગયા છીએ.
\v 11 જયારે તમે કહ્યું કે,' જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે દેશ ત્યાંના રહેવાસીઓની અશુદ્ધતાને લીધે તથા તેઓના ધિક્કારપાત્ર કૃત્યોને લીધે એક છેડાથી બીજા છેડા સુધી અશુધ્ધિથી ભરેલો છે. ત્યારે ઈશ્વરે, તેમના સેવકો, પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ આપી છે,
\v 12 કે તમારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહિ. અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહિ; એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.
\p
\s5
\v 13 અમારા દુષ્ટ કામોને લીધે તથા અમારા મોટા અપરાધોને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે ઈશ્વર અમારા પ્રભુ, અમે જે શિક્ષાને યોગ્ય હતા તે કરતાં તમે અમને ઓછી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.
\v 14 છતાં અમે તમારી આજ્ઞાઓનો અનાદર કરીને ફરી ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીએ શું? તો પછી શું તમે ફરી અમારા પર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરો કે કોઈ પણ રહે નહિ અને બચે નહિ?
\p
\s5
\v 15 હે ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, તમે ન્યાયી છો તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ, અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી."
\s5
\c 10
\p
\v 1 એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા.
\v 2 ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, "આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.
\p
\s5
\v 3 હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.
\v 4 ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો."
\p
\s5
\v 5 ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને સમ ખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગન લીધા.
\v 6 ત્યાર બાદ એઝરા ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
\p
\s5
\v 7 તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદિયામાં, યરુશાલેમમાં સર્વ બંદીવાનોને યરુશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું.
\v 8 એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે."
\p
\s5
\v 9 આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
\v 10 પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, "તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.
\p
\s5
\v 11 માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ પાપોની કબૂલાત કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ."
\p
\s5
\v 12 ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, "નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ.
\v 13 પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
\p
\s5
\v 14 દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય."
\v 15 કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બાથાયે તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો.
\p
\s5
\v 16 તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ પિતૃઓના વંશજોના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી
\v 17 પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી.
\p
\s5
\v 18 યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.
\v 19 એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું.
\p
\s5
\v 20 ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબદીયા;
\v 21 હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,
\v 22 પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ અને એલાસા.
\p
\s5
\v 23 લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા-કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.
\p
\v 24 ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.
\p
\v 25 ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મિયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા.
\p
\s5
\v 26 એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યરિમોથ તથા એલિયા હતા.
\v 27 ઝાત્તૂના વંશજોમાંથી: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરિમોથ, ઝાબાદ તથા અઝીઝા.
\v 28 બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
\v 29 બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
\p
\s5
\v 30 પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
\v 31 હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
\v 32 બિન્યામીન, માલ્લૂખ તથા શમાયા.
\p
\s5
\v 33 હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
\v 34 બિગ્વાયના વંશજોમાંથી; માઅદાય, આમ્રામ, ઉએલ;
\v 35 બનાયા, બેદયા, કલૂહી;
\v 36 વાન્યા, મરેમોથ, એલ્યાશીબ;
\p
\s5
\v 37 માત્તાન્યા, માત્તનાય, યાસુ;
\v 38 બાની, બિન્નૂઈ, શિમઇ,
\v 39 નાથાન, શેલેમ્યા, અદાયા,
\v 40 માખ્નાદબાય, શાશાય, શારાય,
\p
\s5
\v 41 અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,
\v 42 શાલ્લૂમ, અમાર્યા અને યૂસફ;
\v 43 નબોના વંશજોમાંના; યેઇએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
\v 44 આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.

780
16-NEH.usfm Normal file
View File

@ -0,0 +1,780 @@
\id NEH
\ide UTF-8
\h નહેમ્યા
\toc1 નહેમ્યા
\toc2 નહેમ્યા
\toc3 neh
\mt1 નહેમ્યા
\s5
\c 1
\p
\v 1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃતાંત આ પ્રમાણે છે.
\p વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં રહેતો હતો ત્યારે એવું બન્યું કે,
\v 2 મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.
\p
\s5
\v 3 તેઓએ મને કહ્યું કે, "બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે."
\p
\s5
\v 4 જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી.
\v 5 મેં કહ્યું, "હે યહોવાહ આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો.
\p
\s5
\v 6 "મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; " તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું.
\v 7 અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયાં હતાં તે અમે પાળ્યાં નથી.
\p
\s5
\v 8 જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, 'જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ,
\v 9 પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.'
\p
\s5
\v 10 "તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યાં છે.
\v 11 હે યહોવાહ, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો."
\p મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.
\s5
\c 2
\p
\v 1 આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીના વીસમા વર્ષે નીસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલાં તેની હજૂરમાં હું કદી ઉદાસ થયો નહોતો.
\v 2 તેથી રાજાએ મને પૂછ્યું, "તું કેમ આવો ઉદાસ દેખાય છે? તું બીમાર તો લાગતો નથી. જરૂર તારા મનમાં કોઈ ભારે ખેદ હોવો જોઈએ." આ સાંભળી હું બહુ ગભરાઈ ગયો.
\p
\s5
\v 3 મેં રાજાને જવાબ આપ્યો, "રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું."
\p
\s5
\v 4 પછી રાજાએ મને પૂછ્યું, "તું મારી પાસેથી શું ઇચ્છે છે?" ત્યારે મેં આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી.
\v 5 પછી મેં રાજાને કહ્યું, "આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો. કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા, તે શહેરનો હું ફરીથી જીર્ણોધ્ધાર કરી શકું."
\v 6 રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, "ત્યાં તારે કેટલો સમય લાગશે અને તું ક્યારે પાછો આવશે?" મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! તેથી મને જવા માટે રજા મળી ગઈ!
\p
\s5
\v 7 પછી મેં રાજાને કહ્યું, "જો આપની ઇચ્છા હોય તો નદી પારના સૂબાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે, હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને ત્યાં જતો અટકાવે નહિ.
\v 8 વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ભક્તિસ્થાનના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે નગરના કોટને તથા જે ઘરમાં હું રહું તેને માટે મને લાકડાં આપે."
\p મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.
\p
\s5
\v 9 હું નદી પારના આગેવાનો પાસે આવ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. હવે રાજાએ તો મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા.
\v 10 જ્યારે હોરોની સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.
\p
\s5
\v 11 તેથી હું યરુશાલેમ આવ્યો અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.
\v 12 મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડા માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જાનવર પર હું સવારી કરતો હતો તે સિવાય બીજું કોઈ જાનવર મારી સાથે ન હતું.
\p
\s5
\v 13 હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કૂંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો અને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા.
\v 14 પછી ત્યાંથી આગળ ચાલીને હું કચરાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. હું જે જાનવર પર સવારી કરતો હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી.
\p
\s5
\v 15 તેથી હું રાત્રે નાળા તરફ ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાં થઈને હું પાછો વળ્યો.
\v 16 હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યું હતું, તે અધિકારીઓના જાણવામાં આવ્યું નહિ. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને આ અંગે કશું પણ કહ્યું ન હતું.
\p
\s5
\v 17 મેં તેઓને કહ્યું, "આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજ્જડ થયેલું છે. તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદા કે ટીકારૂપ ન થઈએ."
\v 18 મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિષે તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, "ઊઠો અને આપણે બાંધીએ." તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.
\p
\s5
\v 19 પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી ઉડાવી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, "તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?"
\v 20 પછી મેં તેઓને જવાબ આપ્યો, "આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશાલેમમાં નથી, એ સમજી લેજો."
\s5
\c 3
\p
\v 1 પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.
\v 2 તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેઓની પાસે ઈમ્રીનો દીકરો ઝાકકૂર બાંધકામ કરતો હતો.
\p
\s5
\v 3 હસ્સેનાના દીકરાઓએ મચ્છીદરવાજો બાંધ્યો. તેઓએ તેના મોભ ગોઠવ્યા અને તેના દરવાજા બેસાડ્યા. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.
\v 4 તેઓની પાસે હાકકોસનો દીકરો, ઊરીયાનો દીકરો, મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મેશેઝાબએલનો દીકરો બેરેખ્યાનો દીકરો મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો દીકરો સાદોક સમારકામ કરતો હતો.
\v 5 તેની પછી તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના આગેવાનોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહિ.
\p
\s5
\v 6 જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી.
\v 7 તેઓની પાસે મલાટયા ગિબ્યોની તથા યાદોન મેરોનોથી હતા. ગિબ્યોન તથા મિસ્પાના માણસો મિસ્પા નદીની પેલે પારના સૂબાને આધીન હતા. તેઓ સમારકામ કરતા હતા.
\p
\s5
\v 8 તેઓની પાસે હાર્હયાનો દીકરો ઉઝિઝયેલ સમારકામ કરતો હતો, તે સોની હતો. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરુશાલેમનો કોટ બાંધ્યો.
\v 9 તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો.
\v 10 તેની બાજુમાં હરુમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની પાસે હાશાબ્નયાનો દીકરો હાટ્ટુશ મરામત કરતો હતો.
\p
\s5
\v 11 હારીમનો દીકરો માલ્કિયા તથા પાહાથ-મોઆબનો દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.
\v 12 તેઓની બાજુમાં હાલ્લોહેશનો દીકરો શાલ્લુમ, જે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ સમારકામ કરતાં હતાં.
\p
\s5
\v 13 હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાનું સમારકામ કરતા હતા. તેઓએ તે કામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા અને તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી. તેઓએ કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલી લાંબી દીવાલનું સમારકામ કર્યું હતું.
\p
\s5
\v 14 કચરાના દરવાજાનું સમારકામ રેખાબનો દીકરો માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તેનું સમારકામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા. તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી.
\p
\v 15 કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.
\p
\s5
\v 16 તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.
\v 17 તેના પછી લેવીઓ સમારકામ કરતા હતા, એટલે બાનીના દીકરો રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.
\p
\s5
\v 18 તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય, જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો.
\v 19 તેના પછી યેશુઆનો દીકરો એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરાવતો હતો.
\p
\s5
\v 20 તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો.
\v 21 તેની બાજુમાં હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના બારણાથી તે એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો.
\p
\s5
\v 22 તેની બાજુમાં યરુશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા.
\v 23 તેઓની બાજુમાં બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાનો પુત્ર માઅસેયાનો પુત્ર અઝાર્યા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો.
\v 24 તેના પછી હેનાદાદનો પુત્ર બિન્નુઈ અઝાર્યાના ઘરથી તે કોટના ખાંચા સુધી, બીજા ભાગની મરામત કરતો હતો.
\p
\s5
\v 25 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો.
\v 26 હવે ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહેતા હતા, તેઓ પૂર્વની બાજુ પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાની મરામત કરતા હતા.
\v 27 તેની બાજુમાં તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.
\p
\s5
\v 28 અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા.
\v 29 તેઓના બાજુમાં ઇમ્મેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામેના ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં પૂર્વ ભાગળનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો.
\v 30 તેની બાજુમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં બેરેખ્યાનો પુત્ર મશ્શુલામ તેની ઓરડીના સામે વાળા ભાગની મરામત કરતો હતો.
\p
\s5
\v 31 તેની બાજુમાં માલ્કિયા નામનો સોની ભક્તિસ્થાનના સેવકો અને વેપારીઓના ઘરો સુધી, હામ્મિફકાદના દરવાજાની સામે તથા ખૂણા ઉપરની ઓરડીની મરામત કરતો હતો.
\v 32 ખૂણાની બાજુની ઓરડી તથા મેંઢાભાગળની વચ્ચેના ભાગની મરામત સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.
\s5
\c 4
\p
\v 1 હવે જયારે સાન્બાલ્લાટે સાંભળ્યું કે અમે કોટ બાંધીએ છીએ, ત્યારે તે ઉગ્ર થયો. અને રોષે ભરાયો. તેણે યહૂદીઓની હાંસી ઉડાવી.
\v 2 તેના ભાઈઓ અને સમરુનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, "આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઈમારતોના ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પુન:નિર્માણ કરશે?
\v 3 આમ્મોની ટોબિયા જે તેની સાથે હતો, તેણે કહ્યું, "તેઓ જે બાંધી રહ્યા છે તે પથ્થરના કોટ પર એક શિયાળ પણ ચઢે તોય તે તૂટી પડશે!"
\p
\s5
\v 4 અમારા ઈશ્વર, સાંભળો, કેમ કે અમારી મશ્કરી કરવામાં આવે છે. તેઓ અમારી જે નિંદા કરે છે તેનો બદલો તેઓને વાળી આપો. તેઓ બંદીવાસમાં જાઓ અને તેઓના ઘરબાર લૂંટાઈ જાઓ.
\v 5 હે ઈશ્વર, તેઓના અન્યાય સંતાડશો નહિ અને તેઓનાં પાપ તમારી આગળથી ભૂંસી નાખશો નહિ, કારણ કે તેઓએ બાંધનારાઓને ખીજવીને ગુસ્સે કર્યા છે."
\v 6 એમ અમે તે કોટ બાંધ્યો અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખો કોટ તેની નિર્ધારિત ઊંચાઈથી અડધા ભાગનો કોટ તો તેઓએ જોતજોતામાં બાંધી દીધો.
\p
\s5
\v 7 પરંતુ જ્યારે સાન્બાલ્લાટે, ટોબિયાએ, આરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમના કોટના મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને પડેલા મોટાં ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા.
\v 8 તેઓ બધા એકઠા થયા અને તેઓને તેઓના કામમાં ભંગાણ પાડવા માટે યોજના કરી. તેઓ યરુશાલેમ વિરુદ્ધ લડવા માટે આવ્યા.
\v 9 પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને તેઓની સામે ચોકી કરવા રાતદિવસનો જાપ્તો ગોઠવી દીધો.
\p
\s5
\v 10 પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, "વજન ઊંચકનારા મજૂરો પુષ્કળ થાકી ગયા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી."
\m
\v 11 અમારા શત્રુઓએ એવું કહ્યું, "આપણે તેઓના પર તૂટી પડીને તેઓને ખબર પડે કે તેઓ આપણને જુએ તે પહેલાં તેઓને મારી નાખીશું અને કામ પણ અટકાવી દઈશું."
\p
\s5
\v 12 તે સમયે તેઓની પડોશમાં રહેતા યહૂદીઓએ અમારી પાસે દસ વાર આવીને અમને ચેતવ્યા કે, "તેઓ સર્વ દિશાએથી આપણી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે."
\v 13 તેથી મેં કોટની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં લોકોને તેઓનાં કુટુંબો પ્રમાણે, તરવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે સજ્જ કરીને બેસાડ્યા.
\v 14 મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, "તમારે તે લોકોથી ડરવું નહિ. આપણા યહોવાહ કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો."
\p
\s5
\v 15 જયારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓની યોજનાની જાણ થઈ ગઈ છે અને યહોવાહે તેઓની યોજના નિષ્ફળ બનાવી છે ત્યારે અમે સર્વ કોટ બાંધવા માટે પોતપોતાના કામ પર પાછા આવ્યા.
\v 16 તે દિવસથી મારા અડધા ચાકરો બાંધકામ કરતા અને બાકીના ભાલા, ઢાલ, તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરવા માટે ઊભા રહેતા. અને યહૂદિયાના બધા લોકોને આગેવાનો તેઓની સાથે રહીને પીઠબળ પૂરું પાડતા હતા.
\p
\s5
\v 17 કોટ બાંધનારાઓ અને વજન ઉપાડનારાઓ એક હાથથી કામ કરતા હતા અને બીજા હાથમાં શસ્ત્ર ધારણ કરી રાખતા હતા.
\v 18 બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.
\p
\s5
\v 19 મેં અમીરોને, અધિકારીઓને અને બાકીના લોકોને કહ્યું, "કામ વિશાળ અને મોટું છે. આપણે કોટની ફરતે અલગ અલગ પડી ગયેલાં છીએ.
\v 20 તો તમે જ્યાં પણ હો, તે જગ્યાએ જ્યારે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યારે એકસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઈ જજો, આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે."
\p
\s5
\v 21 આ પ્રમાણે અમે પુન:નિર્માણનું કામ આગળ ચલાવતા હતા અને અમારામાંના અડધા સવારથી રાતે તારા દેખાય ત્યાં સુધી હાથમાં ભાલા લઈને ઊભા રહેતા હતા.
\v 22 મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, "દરેક માણસે તેના ચાકરસહિત યરુશાલેમમાં જ રહેવું, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે."
\v 23 આમ, હું, મારા ભાઈઓ, મારા ચાકરો કે મારી પાછળ ચાલતા રક્ષકો કોઈ કદી વસ્ત્રો ઉતારતા નહિ અને અમે જ્યારે જ્યાં કહીં જતા ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો સાથે રાખીને જતા હતા.
\s5
\c 5
\p
\v 1 પછી લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે પોતાના યહૂદી ભાઈઓની વિરુદ્ધ મોટો પોકાર કર્યો.
\v 2 તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, "અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ."
\v 3 ત્યાં વળી બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, "દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ."
\p
\s5
\v 4 કેટલાકે એમ કહ્યું, "રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે.
\v 5 હવે જોકે અમારા શરીર તથા લોહી અમારા ભાઈઓના જેવાં અને અમારા બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. તોપણ અમે અમારા દીકરાઓને તથા અમારી દીકરીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ. અમારી દીકરીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. પણ અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે."
\p
\s5
\v 6 આ તેઓના પોકારના શબ્દો સાંભળીને હું ઘણો ક્રોધિત થયો.
\v 7 પછી આ વિષે મેં મનમાં વિચાર કર્યો અને અમીરોને તથા અધિકારીઓને ધમકાવ્યા. મેં તેઓને કહ્યું, "તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો." મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી.
\v 8 અને તેઓને કહ્યું કે, "આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યાં; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો?" તેઓ છાના રહ્યા અને જવાબ આપવા તેઓને એક શબ્દ પણ બોલવાનો સૂજ્યો નહિ.
\p
\s5
\v 9 વળી મેં કહ્યું કે, "તમે જે કરી રહ્યા છો તે સારું નથી. આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને શું તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?
\v 10 હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા અને અનાજ ઉધાર આપતા આવ્યા છીએ. પણ હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ.
\v 11 કૃપા કરીને આજે જ તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તેઓનાં ઘરો, પૈસા, અનાજ, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તમારે તેઓને પાછાં આપવાં."
\p
\s5
\v 12 પછી તેઓએ કહ્યું, "અમે તે પાછાં આપીશું અને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તારા કહેવા મુજબ અમે કરીશું," પછી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ ખવડાવ્યા, કે તેઓ પોતાનું વચન પાળશે.
\v 13 પછી મેં તેઓને ચેતવણી આપી કે, "જે માણસ પોતાનું વચન ન પાળે તેઓનું પોતાનું ઘર, મિલકત તથા સર્વસ્વ ઈશ્વર નષ્ટ કરો.
\p આખી સભાએ કહ્યું, "આમીન." અને તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને તે લોકોએ આપેલા વચન પ્રમાણે કર્યું.
\p
\s5
\v 14 જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના આગેવાન તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે આર્તાહ-શાસ્તા રાજાના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષ સુધી આગેવાન તરીકે બજાવેલી ફરજનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી.
\v 15 પણ મારા પહેલાં જે આગેવાનો હતા, તેઓના ખર્ચનો ભાર એ લોકો પર પડતો, તેઓ તેઓની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેઓના ચાકરો લોકો પર ત્રાસ ગુજારતા હતા. પણ મેં ઈશ્વરથી ડરીને તેઓની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.
\p
\s5
\v 16 વળી હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો અને અમે કંઈ પણ જમીન ખરીદી નહિ. અને મારા સર્વ ચાકરો તે કામ કરવા ભેગા થયા હતા.
\v 17 અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના દોઢસો માણસો મારી સાથે જમતા.
\p
\s5
\v 18 અમારે સારુ ખોરાકમાં દરરોજ એક બળદ, પસંદ કરેલા છ ઘેટાં, પક્ષીઓ ઉપરાંત દર દસ દિવસે જોઈએ તેટલો દ્રાક્ષારસ આપવામાં આવતો. મેં આગેવાન તરીકેની ફરજનો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.
\v 19 "હે મારા ઈશ્વર, એ લોકોને સારુ મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર."
\s5
\c 6
\p
\v 1 હવે જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ તથા અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં કોટ ફરી બાંધ્યો છે અને તેમાં કશું બાકી રહ્યું નથી, (જોકે તે વખત સુધી મેં દરવાજાઓનાં બારણાં બેસાડ્યાં નહોતાં)
\v 2 સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવ્યું, "આવ, આપણે ઓનોના કોઈ એક ગામના મેદાનમાં મળીએ." પણ તેઓનો ઇરાદો તો મને નુકસાન પહોંચાડવાનો હતો.
\p
\s5
\v 3 મેં તેઓની પાસે સંદેશવાહકો મોકલીને જણાવ્યું, "હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી આવી શકાય તેમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ પડતું મૂકું?"
\v 4 તેઓએ મને એનો એ જ સંદેશો ચાર વખત મોકલ્યો. અને દરેક વખતે મેં તેઓને એ જ જવાબ આપ્યો.
\p
\s5
\v 5 પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના ચાકરને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો.
\v 6 તેમાં એવું લખેલું હતું:
\pi "પ્રજાઓમાં એવી અફવા ચાલે છે અને ગેશેમ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બળવો કરવાનો ઇરાદો કરે છે. તે કારણથી જ તું કોટ ફરીથી બાંધે છે. તું પોતે તેઓનો રાજા થવા ઇચ્છે છે એવી અફવા પણ ચાલે છે.
\pi
\s5
\v 7 અને તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નિમ્યા તેઓ કહે કે, 'યહૂદિયામાં રાજા છે!' આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ આપણે ભેગા મળીને વિચારણા કરીએ."
\p
\s5
\v 8 પછી મેં તેને જવાબ મોકલ્યો, "જે તું જણાવે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી. એ તો તારા પોતાના જ મનની કલ્પના જ છે."
\v 9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા કે, "અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહિ. પણ હવે ઈશ્વર, મારા હાથ તમે મજબૂત કરો."
\p
\s5
\v 10 મહેટાબેલના દીકરા દલાયાના દીકરા, શમાયાને ઘરે હું ગયો. ત્યારે તે બારણાં બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, "આપણે આપણા ઈશ્વરના ઘરમાં, ભક્તિસ્થાનની અંદર મળીએ. અને ભક્તિસ્થાનનાં બારણાં બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે."
\v 11 મેં જવાબ આપ્યો, "શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ ભક્તિસ્થાનમાં ભરાઈ જાય? હું અંદર નહિ જાઉં."
\p
\s5
\v 12 મને ખાતરી થઈ કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો, પણ તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો. કેમ કે ટોબિયાએ તથા સાન્બાલ્લાટે તેને લાંચ આપીને રાખ્યો હતો.
\v 13 કે હું બી જાઉં અને તેણે જે કહ્યું હતું તે કરીને હું પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે.
\v 14 "હે મારા ઈશ્વર, ટોબિયાનાં તથા સાન્બાલ્લાટનાં આ કૃત્યો તમે યાદ રાખજો. અને નોઆદ્યા પ્રબોધિકા તથા અન્ય પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતાં હતાં, તેઓને પણ યાદ રાખજો."
\p
\s5
\v 15 દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ માસની પચીસમી તારીખે પૂરું થયું.
\v 16 જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આજુબાજુના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તેઓ અતિશય નિરાશ થયા. કેમ કે આ કામ તો અમારા ઈશ્વરની મદદથી જ પૂરું થયું છે, એમ તેઓએ જાણ્યું.
\p
\s5
\v 17 તે સમયે યહૂદિયાના અમીરોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમ જ ટોબિયાના પત્રો પણ તેઓના પર આવતા હતા.
\v 18 યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા શખાન્યાનો જમાઈ હતો. તેનો દીકરો યહોહાનાન બેરેખ્યાના દીકરાએ મશુલ્લામની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં.
\v 19 તેઓ મારી આગળ તેનાં સુકૃત્યો વિષે કહી જણાવતાં હતાં અને મારી કહેલી વાતોની તેને જાણ કરતા હતા.
\p ટોબિયા મને બીવડાવવા માટે પત્રો મોકલતો હતો.
\s5
\c 7
\p
\v 1 જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
\v 2 મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
\p
\s5
\v 3 અને મેં તેઓને કહ્યું, "દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે."
\v 4 નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
\p
\s5
\v 5 મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે,
\p
\s5
\v 6 "બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
\v 7 એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાની સાથે આવ્યા તેઓ આ છે.
\p ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
\s5
\v 8 પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
\v 9 શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
\v 10 આરાહના વંશજો છસો બાવન,
\s5
\v 11 યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
\v 12 એલામના વંશજો એક હજાર બસો ચોપન,
\v 13 ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
\v 14 ઝાક્કાયના વંશજો સાતસો આઠ,
\p
\s5
\v 15 બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
\v 16 બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
\v 17 આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
\v 18 અદોનિકામના વંશજો છસો સડસઠ,
\p
\s5
\v 19 બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
\v 20 આદીનના વંશજો છસો પંચાવન,
\v 21 હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
\v 22 હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ,
\p
\s5
\v 23 બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
\v 24 હારીફના વંશજો એકસો બાર,
\v 25 ગિબયોનના વંશજો પંચાણું
\v 26 બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી,
\p
\s5
\v 27 અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
\v 28 બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
\v 29 કિર્યાથ-યઆરીમના કફીરાના તથા બએરોથના વંશજો સાતસો તેંતાળીસ,
\v 30 રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ,
\p
\s5
\v 31 મિખ્માસના વંશજો એકસો બાવીસ,
\v 32 બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
\v 33 નબોના વંશજો બાવન,
\v 34 બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન,
\p
\s5
\v 35 હારીમના વંશજો ત્રણસો વીસ,
\v 36 યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
\v 37 લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
\v 38 સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
\p
\s5
\v 39 યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
\v 40 ઇમ્મેરના વંશજો એક હજાર બાવન,
\v 41 પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
\v 42 હારીમના વંશજો એક હજાર સત્તર,
\p
\s5
\v 43 લેવીઓ: યેશૂઆના તથા કાદ્મીએલના વંશજો, હોદૈયાના વંશજોમાંના ચુંમોતેર.
\v 44 ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
\v 45 દ્વારપાળો: શાલ્લૂમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કૂબના વંશજો, હટીટાના વંશજો અને સોબાયના વંશજો એક સો આડત્રીસ.
\p
\s5
\v 46 ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
\v 47 કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
\v 48 લબાનાના વંશજો, હગાબાના વંશજો, સાલ્માયના વંશજો,
\v 49 હાનાનના વંશજો, ગિદેલના વંશજો, ગાહારના વંશજો.
\p
\s5
\v 50 રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
\v 51 ગાઝ્ઝામના વંશજો, ઉઝ્ઝાના વંશજો, પાસેઆના વંશજો,
\v 52 બેસાયના વંશજો, મેઉનીમના વંશજો, નફૂશશીમના વંશજો.
\p
\s5
\v 53 બાકબૂકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
\v 54 બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
\v 55 કાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
\v 56 નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
\p
\s5
\v 57 સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
\v 58 યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
\v 59 શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
\v 60 ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
\p
\s5
\v 61 તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
\v 62 દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.
\v 63 યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. (બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.)
\p
\s5
\v 64 જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
\v 65 આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
\p
\s5
\v 66 સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
\v 67 તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
\p
\s5
\v 68 તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
\v 69 તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
\p
\s5
\v 70 પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
\v 71 પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
\v 72 બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
\p
\s5
\v 73 તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
\p સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા."
\s5
\c 8
\p
\v 1 સર્વ લોકો ખાસ હેતુસર પાણીના દરવાજાની સામેના મેદાનમાં એકત્ર થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાહે ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવા માટે તેઓએ એઝરા શાસ્ત્રીને જણાવ્યું.
\v 2 સાતમા માસને પહેલે દિવસે, જેઓ સાંભળીને સમજી શકે એવાં તમામ સ્ત્રીઓ તથા પુરુષોની સમક્ષ એઝરા યાજક નિયમશાસ્ત્ર લઈ આવ્યો.
\v 3 પાણીના દરવાજાની સામેના ચોક આગળ સવારથી બપોર સુધી તેઓની સમક્ષ તેણે નિયમોનું વાચન કર્યું. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતાં હતાં.
\p
\s5
\v 4 લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવા માટે એઝરા શાસ્ત્રી ઊભો હતો. તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા અને માસેયા ઊભા હતા. અને તેની ડાબી બાજુએ પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા.
\v 5 એઝરા સર્વ લોકો કરતાં ઊંચા સ્થાને ઊભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતા નિયમશાસ્ત્ર ઊઘાડ્યું. જયારે તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થઈ ગયા.
\p
\s5
\v 6 એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, "આમીન!, આમીન!" પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી.
\v 7 યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન,પલાયા અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજવામાં મદદ કરતા હતા. લોકો પોતપોતની જગ્યાએ ઊભા રહેલા હતા.
\v 8 તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી જે વાચન કર્યું તે લોકો સમજી શકે માટે સ્પષ્ટતાપૂર્વક તેનો અર્થ અને ખુલાસો પણ સમજાવ્યો.
\p
\s5
\v 9 નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતી વખતે લોકો રડતા હતા તેથી મુખ્ય આગેવાન નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ તથા અર્થઘટન કરી લોકોને સમજાવનાર લેવીઓએ સર્વને કહ્યું કે, "આ દિવસ તમારા ઈશ્વર યહોવાહને માટે પવિત્ર છે માટે તમે શોક કરશો નહિ અને રડશો પણ નહિ."
\v 10 પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે, "તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો. કારણ, આપણા યહોવાહને સારુ આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાહનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે."
\p
\s5
\v 11 "છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ," એમ કહીને લેવીઓએ સર્વ લોકોને શાંત પાડ્યા.
\v 12 તેથી બધા લોકોએ જઈને ખાધુંપીધું, બીજાઓને તેઓના હિસ્સા મોકલ્યા અને તેઓએ ઘણા આનંદ સાથે ઉજવણી કરી. કેમ કે તેઓને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.
\p
\s5
\v 13 બીજે દિવસે સમગ્ર પ્રજાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો, યાજકો અને લેવીઓ નિયમશાસ્રની વાતો વિષે સમજવા માટે એઝરા શાસ્ત્રીની સમક્ષ એકઠા થયા.
\v 14 અને તેઓને ખબર પડી કે નિયમશાસ્ત્રમાં એવું લખેલું છે કે યહોવાહે મૂસા મારફતે એવી આજ્ઞા આપી હતી કે સાતમા માસનાં પર્વમાં ઇઝરાયલીઓએ માંડવાઓમાં રહેવું.
\v 15 એટલે તેઓએ યરુશાલેમમાં અને બીજાં બધાં નગરોમાં એવું જાહેર કરાવ્યું કે, "પર્વતીય પ્રદેશમાં જાઓ અને નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની, ખજૂરીની તેમ જ બીજાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો."
\p
\s5
\v 16 તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં પોતાને સારુ માંડવા બનાવ્યા.
\v 17 બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલીઓએ કદી આવું કર્યુ નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો.
\p
\s5
\v 18 સાત દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે એઝરાએ ઈશ્વરના નિયમશાસ્રમાંથી વાંચન કર્યુ અને તેઓએ સાત દિવસ સુધી ઉજવણી કરી અને આઠમા દિવસે નિયમ પ્રમાણે સભાની પૂર્ણાહુતિ કરી.
\s5
\c 9
\p
\v 1 હવે એ જ માસને ચોવીસમે દિવસે ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, શોકનાં વસ્ત્ર પહેરીને અને માથે ધૂળ નાખીને એકઠા થયા.
\v 2 જેઓના પિતૃઓ ઇઝરાયલી હતા તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઊભા થઈને પોતાનાં પાપો અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કર્યા.
\p
\s5
\v 3 તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને ત્રણ કલાક સુધી પોતાના ઈશ્વર યહોવાહનું નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેઓના ઈશ્વર યહોવાહની આગળ નમીને આરાધના કરી.
\v 4 લેવીઓ એટલે યેશુઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની તે સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરી.
\p
\s5
\v 5 ત્યાર બાદ લેવીઓ એટલે યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, "ઊભા થાઓ અને આપણા યહોવાહ જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો. અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ સ્તુતિ અને પ્રશંસાની પરિસીમાથી પણ પર છે, તે મહિમાવંત હો.
\v 6 તમે જ એક માત્ર યહોવાહ છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.
\p
\s5
\v 7 તમે તે જ યહોવાહ છો કે, જેમણે ઇબ્રામને પસંદ કર્યો, તમે જ તેને કાસ્દીઓના ઉરમાંથી બહાર લાવ્યા અને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.
\v 8 તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડ્યુ. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના વંશજોને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો. તમે તમારું વચન પાળ્યું કેમ કે તમે ન્યાયી છો.
\p
\s5
\v 9 મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ તમે જોયાં અને લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો.
\v 10 તમે ફારુન, તેના સર્વ ચાકરો અને તેના દેશના સર્વ લોકોની વિરુદ્ધ ચિહ્ન તથા ચમત્કારો બતાવ્યા. કેમ કે તમે જાણતા હતા કે તેઓ ગર્વથી વર્તતા હતા. પણ આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યુ.
\p
\s5
\v 11 તમે તેઓની સામે સમુદ્રના બે ભાગ કર્યા. તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન પરથી પસાર થયા. અને જેમ પથ્થરને ઊંડા પાણીમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ પડેલાઓને તમે ઊંડાણમાં ડુબાડી દીધા.
\p
\s5
\v 12 જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.
\v 13 તમે સિનાઈ પર્વત પર પણ ઊતરી આવ્યા. તમે આકાશમાંથી તેઓની સાથે વાત કરી અને તેઓને સત્ય નિયમો, સારા વિધિઓ અને હિતકારી આજ્ઞાઓ આપી.
\p
\s5
\v 14 તમે તમારા પવિત્ર વિશ્રામવાર વિષે તેઓને જ્ઞાન આપ્યું અને તમારા સેવક મૂસા મારફતે તેઓને આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો ફરમાવ્યા.
\v 15 તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓ તરસ્યા હતા ત્યારે તમે તરસ છીપાવવા ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે દેશ તેઓને આપવા માટે તમે સમ ખાધા હતા તેને કબજે કરીને તેમાં રહેવાની તમે તેઓને આજ્ઞા આપી.
\p
\s5
\v 16 પરંતુ તેઓએ અને અમારા પૂર્વજોએ ગર્વ કરીને પોતાનો અનાદર કર્યો અને તમારી આજ્ઞાઓની અવગણના કરી.
\v 17 તેઓ સમક્ષ તમે જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઈને તેઓએ તમારું કહ્યું કરવાની ના પાડી. તેઓ હઠીલા થઈ ગયા અને તેઓએ પાછા મિસર જઈને ફરી ગુલામીની સ્થિતિ સ્વીકારવા બંડ કરીને પોતાને માટે એક આગેવાન નિયુક્ત કર્યો. પણ તમે તો ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, દયાળુ, ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમાળ ઈશ્વર છો. તેથી તમે તેઓને ત્યજી દીધા નહિ.
\p
\s5
\v 18 તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવીને કહ્યું, "આ અમારો દેવ છે જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, આમ તેઓએ ક્રોધ જન્માવે એવાં ઘણા કામો કર્યા.
\v 19 તેમ છતાં, તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા, જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.
\p
\s5
\v 20 વળી પ્રબોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો અને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ તેમ જ તેઓની તરસ છીપાવવા તમે તેઓને પાણી આપ્યું.
\v 21 ચાળીસ વર્ષ સુધી તમે અરણ્યમાં તેઓની સંભાળ લીધી, તે સમય દરમિયાન તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂના થયા નહિ કે તેઓના પગ સૂઝી ગયા નહિ.
\p
\s5
\v 22 તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.
\p
\s5
\v 23 વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું કે તેઓ તેમાં પ્રવેશ કરીને તેઓની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તમે તેઓને વસાવ્યા.
\v 24 એમ તે લોકોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસીઓ કનાનીઓને પરાજિત કર્યા. તેઓ તેઓની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.
\p
\s5
\v 25 તેઓએ કિલ્લાવાળાં નગરો તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઈ લીધા અને સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ તથા પુષ્કળ ફળવૃક્ષો તેઓના કબજામાં આવ્યાં. તેથી આ સર્વ સમૃદ્ધિથી તેઓ સંતુષ્ટ થયા અને તમારી મોટી કૃપાથી તેઓ આનંદ પામ્યા.
\p
\s5
\v 26 તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.
\v 27 માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓએ તેઓને ત્રાસ આપ્યો, તેઓએ પોતાના સંકટ સમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેઓએ તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
\p
\s5
\v 28 પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સંમુખ દુરાચાર કર્યો; તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યાં.
\v 29 તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ.
\p
\s5
\v 30 છતાં પણ તમે તેઓ પ્રત્યે ઘણાં વર્ષો સુધી ધીરજ રાખી અને તેઓને તમારા આત્મા દ્વારા તથા તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી. પણ તેઓએ સાંભળ્યું નહિ. તેથી તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.
\v 31 પરંતુ તમે મહાન, દયાળુ, કૃપાળુ અને કરુણા કરનાર ઈશ્વર હોવાથી તમે તેઓને નષ્ટ કર્યા નહિ કે, તેઓનો ત્યાગ કર્યો નહિ.
\p
\s5
\v 32 હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર, આશૂરના રાજાઓના સમયથી તે આજ દિવસ સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા આગેવાનો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પૂર્વજો પર તથા તમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં નજીવાં ગણશો નહિ.
\v 33 અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે અને અમે દુષ્ટતા આચરી છે.
\v 34 અમારા રાજાઓએ, અમારા અધિકારીઓએ, અમારા યાજકોએ અને અમારા પૂર્વજોએ તમારો નિયમ પાળ્યો નથી અને તમારી આજ્ઞાઓ તથા તમારાં વચનો, જે વડે તમે તેઓને ચેતવણી આપી હતી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.
\p
\s5
\v 35 તમે તેઓના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ અને તેઓએ દુષ્ટ કૃત્યો કર્યે રાખ્યાં. એવું કરવાથી પાછા વળ્યા નહિ.
\p
\s5
\v 36 જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો, તેનાં ફળ અને તેની ઉત્તમ ઊપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે ગુલામ છીએ!
\v 37 અમારા પાપોને કારણે જે રાજાઓને તમે અમારા ઉપર નીમ્યા છે, તેઓને તે દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઇચ્છા પ્રમાણે અમારા શરીરો પર તથા અમારા જાનવરો પર અધિકાર ચલાવે છે. તેનાથી અમે ભારે સંકટમાં આવી પડ્યા છીએ.
\p
\s5
\v 38 એ સર્વને લીધે હવે અમે ચોક્કસ કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ. તે પર અમારા આગેવાનો, લેવીઓ તથા યાજકો પોતપોતાની મહોર મારે છે."
\s5
\c 10
\p
\v 1 જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
\v 2 સરાયા, અઝાર્યા, યર્મિયા,
\v 3 પાશહૂર, અમાર્યા, માલ્કિયા,
\p
\s5
\v 4 હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,
\v 5 હારીમ મરેમોથ, ઓબાદ્યા,
\v 6 દાનિયેલ, ગિન્નથોન, બારુખ,
\v 7 મશુલ્લામ, અબિયા, મીયામીન,
\v 8 માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા.
\p
\s5
\v 9 લેવીઓ આ હતા: અઝાન્યાનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદ્મીએલ,
\v 10 અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન,
\v 11 મીખા, રહોબ, હશાબ્યા,
\v 12 ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,
\v 13 હોદિયા, બાની અને બનીનુ.
\v 14 લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની,
\p
\s5
\v 15 બુન્ની, આઝગાદ, બેબાય,
\v 16 અદોનિયા, બિગ્વાય, આદીન,
\v 17 આટેર, હિઝકિયા, અઝઝૂર,
\v 18 હોદિયા, હાશુમ, બેસાય,
\v 19 હારીફ, અનાથોથ, નેબાય,
\v 20 માગ્પીઆશ, મશૂલ્લામ, હેઝીર,
\v 21 મશેઝાબએલ, સાદોક, યાદૂઆ,
\p
\s5
\v 22 પલાટયા, હાનાન, અનાયા,
\v 23 હોશિયા, હનાન્યા, હાશ્શૂબ,
\v 24 હાલ્લોહેશ, પિલ્હા, શોબેક,
\v 25 રહૂમ, હશાબ્ના, માસેયા,
\v 26 અહિયા, હાનાન, આનાન,
\v 27 માલ્લૂખ, હારીમ તથા બાના.
\p
\s5
\v 28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.
\v 29 તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું.
\p
\s5
\v 30 અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ.
\v 31 અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું.
\p
\s5
\v 32 અમે પોતાના ઈશ્વરના ભક્તિસ્થાનની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ.
\v 33 વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાપણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો.
\p
\s5
\v 34 નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં.
\v 35 અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં.
\v 36 નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.
\p
\s5
\v 37 અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.
\v 38 લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.
\p
\s5
\v 39 ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.
\p આમ, અમે સૌ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનની અવગણના નહિ કરીએ.
\s5
\c 11
\p
\v 1 લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
\v 2 યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
\p
\s5
\v 3 પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
\v 4 યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે.
\p યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલએલનો પુત્ર અને માહલાલએલ પેરેશના વંશજોમાંનો એક હતો.
\p
\s5
\v 5 અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.
\v 6 પેરેશના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
\p
\s5
\v 7 બિન્યામીનના વંશજો આ છે: સાલ્લુ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.
\v 8 અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.
\v 9 ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સનૂઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
\p
\s5
\v 10 યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
\v 11 સારાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહીટુબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના ભક્તિસ્થાનનો કારભારી હતો,
\v 12 અને તેઓના ભાઈઓ જેઓ ભક્તિસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યહોરામનો પુત્ર, અદાયા,
\p
\s5
\v 13 તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઇમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારએલનો પુત્ર, અમાશસાય,
\v 14 અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો.
\p
\s5
\v 15 લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
\v 16 લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
\s5
\v 17 અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
\v 18 પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
\p
\s5
\v 19 દ્વારપાળો: આક્કૂબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
\v 20 બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા.
\v 21 ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા.
\p
\s5
\v 22 યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મીખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
\v 23 તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું.
\v 24 યહૂદાના દીકરો ઝેરાના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પેથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
\p
\s5
\v 25 ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
\v 26 અને યેશૂઆમાં, મોલાદામાં, બેથપેલેટમાં.
\v 27 હસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
\p
\s5
\v 28 તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
\v 29 એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
\v 30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેર-શેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
\p
\v 31 બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, આયા, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
\v 32 તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
\v 33 હાસોર, રામા, ગિત્તાઈમ,
\v 34 હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
\v 35 લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
\v 36 અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.
\s5
\c 12
\p
\v 1 જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,
\v 2 અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,
\v 3 શખાન્યા, રહૂમ, મરેમોથ.
\p
\s5
\v 4 ઈદ્દો, ગિન્નથોઈ, અબિયા,
\v 5 મીયામીન, માદ્યા, બિલ્ગા,
\v 6 શમાયા, યોયારીબ, યદાયા,
\v 7 સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશુઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા.
\p
\s5
\v 8 લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.
\v 9 બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા.
\p
\s5
\v 10 યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
\v 11 યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.
\p
\s5
\v 12 યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
\v 13 એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
\v 14 મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
\p
\s5
\v 15 હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
\v 16 ઈદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
\v 17 અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
\v 18 બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યહોનાથાન,
\v 19 યોયારીબનો આગેવાન માત્તાનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
\v 20 સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
\v 21 હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.
\p
\s5
\v 22 એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી.
\v 23 લેવીના વંશજો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોનાં નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી કાળવૃત્તાંતોનાં પુસ્તકમાં નોંધવામાં આવ્યાં હતાં.
\p
\s5
\v 24 લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા.
\v 25 માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ તેઓ ભંડારોના દરવાજા પર ચોકી કરતા દ્વારપાળો હતા.
\v 26 તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમ જ પ્રશાસક નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા.
\p
\s5
\v 27 યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.
\v 28 ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.
\p
\s5
\v 29 વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમા-વેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.
\v 30 યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
\p
\s5
\v 31 પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી.
\p
\s5
\v 32 તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો ,
\v 33 અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
\v 34 યહૂદા, બિન્યામીન, શમાયા, યમિર્યા,
\v 35 તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મીખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,
\s5
\v 36 અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.
\v 37 કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.
\p
\s5
\v 38 આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
\v 39 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.
\p
\s5
\v 40 પછી આભારસ્તુતિના ગાયકવૃંદની ટુકડી ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઊભી રહી. મેં તથા મારી સાથે અડધા અધિકારીઓએ પણ પોતાની જગ્યા લીધી.
\v 41 પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;
\v 42 માસેયા, શમાયા, એલાઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહ્યાની સાથે ગાતા હતા.
\p
\s5
\v 43 અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.
\p
\s5
\v 44 તે દિવસે ભંડારો, ઉચ્છલીયાર્પણ, પ્રથમફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા. જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારુ નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે. કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.
\v 45 તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.
\p
\s5
\v 46 કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.
\v 47 ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.
\s5
\c 13
\p
\v 1 તે દિવસે મૂસાનું નિયમશાસ્ત્ર લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું. તેમાં તેઓને એવું લખાણ મળ્યું કે, આમ્મોનીઓને કે મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ કરવા નહિ.
\v 2 કેમ કે તે લોકો ઇઝરાયલીઓને માટે અન્ન તથા પાણી લઈને સામે મળવા આવ્યા નહોતા, પણ તેઓએ ઇઝરાયલીઓને શાપ આપવા માટે લાંચ આપીને બલામને રોક્યો હતો. તેમ છતાં આપણા ઈશ્વરે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો.
\v 3 જયારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇઝરાયલમાંથી જુદા કરવામાં આવ્યા.
\p
\s5
\v 4 પરંતુ આ અગાઉ, યાજક એલ્યાશીબ જેને ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારનો કારભારી નીમ્યો હતો, તે ટોબિયાના સગો હતો.
\v 5 એલ્યાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમ જ યાજકોનાં ઉચ્છલીયાર્પણો પણ તેમાં રાખવામાં આવતાં હતાં.
\p
\s5
\v 6 પણ તે સમયે હું યરુશાલેમમાં નહોતો, કારણ, બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમા વર્ષે હું રાજા પાસે ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી.
\v 7 હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને માટે ઈશ્વરના ભક્તિસ્થાનની પરસાળમાં રૂમ બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી.
\p
\s5
\v 8 ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે રૂમમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો.
\v 9 તેને સાફસૂફ કરવાનો મેં હુકમ કર્યો અને પછી ઈશ્વરના ભક્તિસ્થાનનાં પાત્રો, ખાદ્યાર્પણો તથા લોબાન હું તેમાં પાછાં લાવ્યો.
\p
\s5
\v 10 મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા.
\v 11 તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, "શા માટે ઈશ્વરના ભક્તિસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા.
\p
\s5
\v 12 પછી યહૂદિયાના સર્વ લોકો અન્નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
\v 13 તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.
\v 14 મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના ભક્તિસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યાં છે તેને નષ્ટ થવા દેશો નહિ.
\p
\s5
\v 15 તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષો પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.
\p
\s5
\v 16 યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને સાબ્બાથના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા.
\v 17 પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, "તમે આ કેવું ખરાબ કામ કરો છો અને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો?
\v 18 શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? અને તેથી આપણા ઈશ્વરે આપણા પર તથા આ નગર પર શું આ બધાં દુ:ખો વરસાવ્યાં નથી? હવે તમે સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર ઈશ્વરનો વધારે કોપ લાવો છો."
\p
\s5
\v 19 સાબ્બાથને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
\v 20 વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ એક બે વખત યરુશાલેમની બહાર મુકામ કર્યો.
\p
\s5
\v 21 પણ મેં તેમને ચેતવણી આપી, "તમે દીવાલની બહાર કેમ છાવણી નાખે છે? જો તમે ફરી એ પ્રમાણે કરશો તો હું તમને શિક્ષા કરીશ!" ત્યાર પછી તે સમયથી તેઓ સાબ્બાથના દિવસે ક્યારેય આવ્યા નહિ.
\v 22 મેં લેવીઓને આજ્ઞા કરી કે સાબ્બાથના દિવસે તેઓ પોતાને પવિત્ર રાખવા માટે પોતે શુદ્ધ થાય અને દરવાજાઓની સંભાળ રાખે.
\p મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કરો કેમ કે તમારી કૃપાને લીધે મારી પર કરુણા કરો.
\p
\s5
\v 23 તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તેઓને મેં જોયા.
\v 24 તેઓનાં બાળકો અર્ધું આશ્દોદી ભાષામાં બોલતાં હતાં અને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી, પણ પોતપોતાના લોકોની મિશ્ર ભાષા બોલતાં હતાં.
\p
\s5
\v 25 મેં તેઓની વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ખેંચી કાઢ્યા અને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા કે, "અમે અમારી પોતાની દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવીશું નહિ અને તેઓની દીકરીઓ સાથે અમારા દીકરાઓના લગ્ન પણ કરાવીશું નહિ.
\v 26 ઇઝરાયલના રાજા સુલેમાને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેટલો મહાન રાજા કોઈ નહોતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો. અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ પર રાજા ઠરાવ્યો હતો. તેમ છતાં તેની વિદેશી પત્નીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો.
\v 27 તો શું અમે તમારું સાંભળીને વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ?"
\p
\s5
\v 28 મુખ્ય યાજક એલ્યાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.
\p
\v 29 હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને અને યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યાં છે.
\p
\s5
\v 30 આ રીતે મેં સર્વ વિદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા.
\v 31 મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો.
\p હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.

342
17-EST.usfm Normal file
View File

@ -0,0 +1,342 @@
\id EST
\ide UTF-8
\h એસ્તેર
\toc1 એસ્તેર
\toc2 એસ્તેર
\toc3 est
\mt1 એસ્તેર
\s5
\c 1
\p
\v 1 અહાશ્વેરોશ રાજા જે સિંધુપ્રાંતથી તે કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો તેના સમયમાં એવું બન્યું કે,
\v 2 રાજા અહાશ્વેરોશ સૂસાના મહેલમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતો તે દરમિયાન,
\p
\s5
\v 3 તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારો અને તેના સેવકોને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરઉમરાવો તથા સરદારો તેની સમક્ષ ઉપસ્થિત હતા.
\v 4 ત્યારથી તેણે પોતાના વિખ્યાત રાજ્યનું ગૌરવ અને પોતાના મહાપ્રતાપનો વૈભવ સતત એકસો એંશી દિવસ પ્રદર્શિત કર્યા.
\p
\s5
\v 5 એ દિવસો પછી રાજાએ સૂસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટાં સર્વ લોકોને, સાત દિવસ સુધી મહેલના બાગના ચોકમાં મિજબાની આપી.
\v 6 ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના કાપડના પડદા ચાંદીની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો લાલ,ધોળા, પીળા તથા કાળાં આરસપહાણની ફરસબંધી પર સજાવેલા હતા.
\p
\s5
\v 7 તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા. એ પ્યાલા વિશિષ્ઠ પ્રકારના હતા. અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદીરા હતો.
\v 8 તે માપસર પીવામાં આવતો હતો, જોકે કોઈને પીવા માટે દબાણ કરી શકાતું ન હતું. કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, "તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે મદીરા પીરસવો."
\p
\s5
\v 9 રાજાની રાણી વાશ્તીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં ભવ્ય મિજબાની આપી.
\v 10 સાતમે દિવસે જયારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ એ સાત ખોજા જેઓ તેના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી
\v 11 ''વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકો તથા સરદારો સમક્ષ પ્રદર્શિત કરવા માટે મારી સમક્ષ હાજર કરો. તે દેખાવમાં ખૂબ રૂપાળી હતી.
\p
\s5
\v 12 પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે રાજાની સમક્ષ ઉપસ્થિત થવાની વાશ્તી રાણીએ ચોખ્ખી ના પાડી દીધી. આથી રાજા એટલો બધો ઉગ્ર થયો કે તે ક્રોધથી તપી ગયો.
\p
\s5
\v 13 તેથી રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું. કેમ કે તે સમયે નિયમ તથા રૂઢી જાણનાર સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો.
\v 14 હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના, અને મમૂખાન હતા. તેઓ સાત ઈરાનના અને માદાયના સરદારો હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા.
\v 15 રાજાએ પૂછ્યું "કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે તેણે ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાની અવગણના કરી છે."
\p
\s5
\v 16 પછી રાજા અને તેના સરદારો સમક્ષ મમૂખાને જણાવ્યું કે, "વાશ્તી રાણીએ કેવળ અહાશ્વેરોશ રાજાની વિરુદ્ધ જ નહિ પરંતુ રાજ્યના સર્વ પ્રાંતોના સર્વ સરદારો તથા તમામ લોકો વિરુદ્ધ પણ અપરાધ કર્યો છે.
\v 17 જો રાણીએ કરેલું આ વર્તન સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે, તો સર્વત્ર એવી વાત પ્રસરી જશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સમક્ષ આવવાની આજ્ઞા કરી પણ તે આવી નહિ.' એથી દેશની સ્ત્રીઓ પોતાના પતિઓને તુચ્છકારપાત્ર ગણશે.
\v 18 જો ઈરાન તથા માદ્દાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના આ કૃત્ય વિષે સાંભળ્યું હશે તો તેઓ પણ પોતાના પતિઓને એવા જ ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે.
\p
\s5
\v 19 જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઈરાન તથા માદ્દાયના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, 'વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.' અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું.
\v 20 રાજા જે હુકમ કરશે તે જયારે તેના આખા સામ્રાજ્યમાં જાહેર થશે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતાના પતિઓને પછી ભલે તે નાના હોય કે મોટા પણ તેઓને માન આપશે."
\p
\s5
\v 21 એ સલાહ રાજા તથા તેના સરદારોને સારી લાગી. તેથી રાજાએ મમૂખાનના કહેવા પ્રમાણે કર્યુ.
\v 22 રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે, પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે." અને એ હુકમ તે પોતાના લોકોની ભાષામાં જાહેર કરે.
\s5
\c 2
\p
\v 1 જયારે અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમી ગયો, ત્યારે વાશ્તી રાણીએ જે કર્યું હતું તે અને તેની વિરુદ્ધ જે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં.
\v 2 ત્યારે રાજાની ખિજમત કરનારા તેના માણસોએ કહ્યું, "રાજાને સારુ સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી.
\p
\s5
\v 3 રાજાએ પોતાના રાજ્યના દરેક પ્રાંતોમાં આ કામને માટે અમલદારોને નીમવા જોઈએ. તેઓ સર્વ સૌંદર્યવાન જુવાન કુમારિકાઓને પસંદ કરીને સૂસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં હાજર કરે. અને તેઓને જોઈએ એવાં સુંગધી દ્રવ્યો પૂરા પાડવામાં આવે.
\v 4 તેઓમાંની જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકાને વાશ્તીને સ્થાને રાણીપદ આપવામાં આવે." આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.
\p
\s5
\v 5 મોર્દખાય નામનો એક યહૂદી સૂસાના મહેલમાં રહેતો હતો. તે કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો.
\v 6 બાબીલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યખોન્યાની સાથે યરુશાલેમથી જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો.
\p
\s5
\v 7 મોર્દખાયે પોતાના કાકાની દીકરી હદાસ્સા એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને માતાપિતા નહોતાં. કુમારિકા એસ્તેર સુંદર ક્રાંતિની તથા સ્વરૂપવાન હતી. તેનાં માતાપિતાના મૃત્યુ પછી મોર્દખાયે તેને પોતાની દીકરી તરીકે અપનાવી લીધી હતી.
\p
\s5
\v 8 રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી.
\v 9 તે કુમારિકા તેને પસંદ પડી. તેથી તેના પર તેની મહેરબાની થઈ. તેણે એસ્તેર માટે તરત જ તેને જોઈએ તેવાં સુંગધીદ્રવ્યો, ઉતમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ પણ આપી, ઉપરાંત તેને અને તેની દાસીઓને જનાનખાનામાં સહુથી ઉતમ ખંડો પણ આપ્યા.
\p
\s5
\v 10 એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ; કારણ કે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી.
\v 11 એસ્તેરની શી હાલત છે અને તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાય પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે આવજા કરતો હતો.
\p
\s5
\v 12 સ્ત્રીઓની રીત પ્રમાણે દરેક કુમારિકાઓની માવજત બાર માસ સુધી કરાતી હતી. તેઓને તૈયાર કરવાના દિવસો આ પ્રમાણે પૂરા થતાં એટલે છ માસ બોળના તેલથી અને છ માસ સુગંધી પદાર્થો વડે તથા સ્ત્રીઓને પાવન કરનાર પદાર્થોથી કાળજી લઈ કન્યાઓને તૈયાર કરવામાં આવતી. પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો-
\v 13 ત્યારે નિયમ એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે.
\p
\s5
\v 14 સાંજે તે મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો, તેની દેખરેખ હેઠળ પાછી આવતી. અને રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે ફરીથી કદી રાજા પાસે જઈ શકતી ન હતી.
\p
\s5
\v 15 હવે મોર્દખાયે પોતાના કાકા અબીહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો રાજા પાસે અંદર જવાનો ક્રમ આવ્યો ત્યારે એસ્તેરે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે ઠરાવ્યું હતું તે સિવાય બીજું કંઈપણ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેની પ્રસંશા કરી.
\p
\v 16 એસ્તેરને અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દસમા મહિનામાં એટલે કે ટેબેથ મહિનામાં રાજમહેલમાં લઈ જવામાં આવી.
\p
\s5
\v 17 રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રેમ દર્શાવ્યો. તેણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની બતાવીને તેને શિરે સુવર્ણ મુગટ મૂક્યો. અને વાશ્તી રાણીને સ્થાને તેને રાણી તરીકે સ્વીકારી.
\v 18 ત્યાર પછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના સરદારો અને સેવકોને મોટી મિજબાની આપી. વળી તેણે બધાં પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો. અને રાજાને શોભે એવી બક્ષિસો આપી.
\p
\s5
\v 19 ત્યાર બાદ જ્યારે બીજીવાર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો.
\v 20 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કોઈને જણાવ્યાં નહોતાં. એસ્તેર મોર્દખાયના ઘરમાં રહેતી હતી ત્યારની જેમ આ વેળાએ પણ તે તેની આજ્ઞાનું પાલન કરતી હતી.
\v 21 મોર્દખાય રાજાના પ્રવેશદ્વારની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન રાજાના દ્વારપાળોમાંના બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
\p
\s5
\v 22 મોર્દખાયને તેની ખબર પડી. એટલે તેણે આ અંગે એસ્તેર રાણીને વાત કરી અને એસ્તેરે મોર્દખાયને નામે તે બાબત રાજાને જણાવી.
\v 23 તપાસ કરતાં તે વાત સાચી નીકળી તેથી તે બન્નેને ફાંસી આપવામાં આવી. આ બધી વાતોની નોંધ રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં કરવામાં આવી.
\s5
\c 3
\p
\v 1 તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી.
\v 2 રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પરંતુ મોર્દખાય નમસ્કાર કરતો ન હતો. અને માન પણ આપતો ન હતો.
\p
\s5
\v 3 તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું, "તું શા માટે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે? "
\v 4 તેઓ દરરોજ તેને પૂછયા કરતા હતા પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાયની આવી વર્તણૂંક સહન કરે છે કે કેમ તે જોવા સારુ તેઓએ આ બાબત હામાનને કહી દીધી. કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે' હું યહૂદી છું.
\p
\s5
\v 5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી અને મને માન પણ આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.
\v 6 પણ એકલા મોર્દખાય પર હાથ નાખવો એ વિચાર તેને યોગ્ય લાગ્યો નહિ કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તેથી હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો, એટલે મોર્દખાયની આખી કોમનો વિનાશ કરવા વિષે વિચાર્યું.
\p
\s5
\v 7 અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.
\p
\s5
\v 8 ત્યારે હામાને રાજાને કહ્યું, "આપના રાજ્યના બધા પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. બીજા બધા લોકો કરતાં તેઓના રીતરિવાજો જુદા છે અને તેઓ આપના એટલે રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા તે તમારા હિતમાં નથી."
\v 9 માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દસ હજાર તાલંત રૂપું રાજભંડારમાં લઈ જવા માટે આપીશ.''
\p
\s5
\v 10 એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને તે આપી.
\v 11 રાજાએ હામાનને કહ્યું કે, "તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, તને જેમ ઠીક લાગે તેમ કર."
\p
\s5
\v 12 ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
\v 13 સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધાં પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે, એક જ દિવસે એટલે કે બારમા માસ અદાર માસની તેરમી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો. કતલ કરીને તેઓને મારી નાખવાં અને તેઓની માલમિલકત લૂંટી લેવી.
\p
\s5
\v 14 આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.
\v 15 સંદેશાવાહકો રાજાની આજ્ઞા પ્રમાણે તરત જ રવાના થયા. તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ અને તરખાટ મચી રહ્યો.
\s5
\c 4
\p
\v 1 જ્યારે મોર્દખાયે આ બધું જાણ્યું ત્યારે દુઃખના માર્યા તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળીને ટાટ પહેર્યું. પછી નગરમાં નીકળી પડ્યો અને ઊંચા સાદે દુઃખથી પોક મૂકીને રડ્યો.
\v 2 તે છેક મહેલના દરવાજા આગળ આવ્યો ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી.
\v 3 જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં મોટો શોક, ઉપવાસ, વિલાપ તથા કલ્પાંત પ્રસરી રહ્યાં. અને ઘણાં તો ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂઈ રહ્યાં.
\p
\s5
\v 4 જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે તેને ખૂબ ગમગીની થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ તેણે તે પહેર્યાં નહિ.
\v 5 રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક જણ હતો. તેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો. એસ્તેરે તેને બોલાવીને કહ્યું, મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે શી બાબત છે? આવું કરવાનું કારણ શું છે?
\p
\s5
\v 6 હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગરના ચોકમાં મોર્દખાય પાસે ગયો.
\v 7 અને મોર્દખાયે તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો.
\v 8 વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે બતાવે. અને તેને કહી સંભળાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.
\p
\s5
\v 9 પછી હથાકે આવીને મોર્દખાયે જે કહેલું હતું. તે એસ્તેરને જણાવ્યું.
\v 10 ત્યારે એસ્તેરે હથાક સાથે વાત કરીને મોર્દખાય પર સંદેશો મોકલ્યો.
\v 11 તેણે કહ્યું કે, "રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના બધા જ લોકો જાણે છે કે, કોઈ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી અંદરનાં ચોકમાં રાજાની પાસે જાય તે વિષે એક જ કાયદો છે કે, તેને મૃત્યુની સજા કરવામાં આવે, સિવાય કે રાજા તે વ્યકિત સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ ત્રીસ દિવસથી રાજાની સમક્ષ જવાનું તેડું મળ્યું નથી."
\v 12 એસ્તેરનો સંદેશો તેણે જઈને મોર્દખાયને કહી સંભળાવ્યો.
\p
\s5
\v 13 ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, "તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે. એવું તારે પોતાના મનમાં માનવું નહિ.
\v 14 જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે. પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?''
\p
\s5
\v 15 ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, તારે મોર્દખાયને એવો જવાબ આપવો કે,
\v 16 "જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઈએ ખાવુંપીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ નિયમ વિરુદ્ધ હોવા છતાં હું રાજાની સમક્ષ જઈશ. જો મારો નાશ થાય, તો ભલે થાય."
\v 17 ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.
\s5
\c 5
\p
\v 1 ત્રીજા દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના ચોકમાં જઈને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ પોતાના સિંહાસન પર બિરાજેલો હતો.
\v 2 તેણે એસ્તેરને દરબારમાં ઊભેલી જોઈ અને રાજાની રહેમનજર તેના પર થવાથી પોતાનો હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તેર સામે ધર્યો એટલે એસ્તેરે આવીને રાજદંડ સ્પર્શ કર્યો.
\p
\s5
\v 3 રાજાએ તેને પૂછ્યું, "એસ્તેર રાણી, તારી શી ઇચ્છા છે? તારી શી અરજ છે? તું અડધું રાજય માગશે તો પણ તે તને આપવામાં આવશે."
\v 4 એસ્તેરે તેને કહ્યું કે, "આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો."
\p
\s5
\v 5 ત્યારે રાજાએ કહ્યું કે, "હામાનને તાકીદ કરો કે એસ્તેરના કહેવા મુજબ તે હાજર થાય." પછી જે મિજબાની એસ્તેરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા.
\v 6 દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો અર્ધા રાજ્ય સુધી તું માગશે તે હું તે મંજૂર કરીશ."
\p
\s5
\v 7 ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, "મારી અરજ તથા મારી વિનંતી આ છે.
\v 8 જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઇચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓને સારુ આવતી કાલે તૈયાર કરું તેમાં આવે, એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ.
\p
\s5
\v 9 ત્યારે તે દિવસે હામાન હરખાતો તથા આનંદ કરતો બહાર નીકળ્યો. ત્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો, પણ તેને જોઈને મોર્દખાય ઊભો થયો નહિ કે ગભરાયો પણ નહિ, તેથી હામાન મોર્દખાય પર ક્રોધે ભરાયો.
\v 10 તેમ છતાં હામાન ગુસ્સા પર કાબૂ રાખી ઘરે પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા.
\v 11 તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધાં આગેવાનોથી ઊંચી પદવી આપી તે કહી સંભળાવ્યું.
\p
\s5
\v 12 વળી હામાને કહ્યું: એસ્તેર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં મારા અને રાજા સિવાય બીજા કોઈને પણ આમંત્રણ આપ્યું નહોતું અને આવતી કાલે પણ તેણે મને રાજા સાથે મિજબાની માટે આમંત્રણ આપ્યું છે.
\v 13 પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કશા કામનું નથી."
\p
\s5
\v 14 ત્યારે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને સલાહ આપી, "પચાસ ફૂટ ઊંચી એક ફાંસી તૈયાર કરાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાયને તે પર ફાંસી દેવી અને પછી તું આનંદથી રાજા સાથે મિજબાની માણજે." આ સલાહ હામાનને પસંદ પડી અને તેઓના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી.
\s5
\c 6
\p
\v 1 તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી. અને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.
\v 2 તેમાં લખેલું હતું કે, રાજાના દરવાનોમાંના બે ચોકીદારો કે જેઓ દ્ધારની ચોકી કરતા હતા, તે બિગ્થાના અને તેરેશ જેઓએ અહાશ્વેરોશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું તે વિષે મોર્દખાયે ખબર આપી હતી.
\v 3 આ ઉપરથી રાજાએ પૂછ્યું કે, "એને માટે મોર્દખાયને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યાં છે? ત્યારે રાજાની હજૂરમાં જે દરબારીઓ હતા તેઓએ જણાવ્યું કે, મોર્દખાયને કંઈ જ આપવામાં આવ્યું નથી કદર કરાઈ નથી."
\p
\s5
\v 4 તેથી રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?" હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો.
\v 5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, 'આંગણામાં હામાન ઊભો છે.' રાજાએ કહ્યું, 'એને અંદર બોલાવો."
\v 6 ત્યારે હામાન અંદર ગયો. એટલે રાજાએ તેને પૂછ્યું " જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?'' હવે હામાને મનમાં વિચાર્યું કે, મારા કરતાં બીજા કોને રાજા માન આપવા વધારે ખુશ થાય?''
\p
\s5
\v 7 એટલે હામાને રાજાને કહ્યું કે, જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય,
\v 8 તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે તથા જે ઘોડા પર રાજા સવારી કરતા હોય તે, અને જે રાજમુગટ રાજાને માથે મુકાય છે તે લાવવા.
\v 9 પછી તે પોશાક અને તે ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા સરદારોમાંના એકના હાથમાં આપવા અને તે માણસને એ પોશાક પહેરાવી અને તેને ઘોડા પર બેસાડી અને નગરમાં ફેરવે અને તેની આગળ એમ પોકાર કરવામાં આવે કે, "જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે."
\p
\s5
\v 10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, "જલ્દી જા અને પોશાક અને ઘોડો લઈ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર, તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું જોઈએ નહિ.
\v 11 ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે, "જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે."
\p
\s5
\v 12 મોર્દખાય રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલદીથી ઘરે ચાલ્યો ગયો.
\v 13 પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું ''મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ."
\v 14 હજી તો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે તેડી ગયા.
\s5
\c 7
\p
\v 1 રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા.
\v 2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું; "એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.''
\p
\s5
\v 3 ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, "હે રાજા જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો એ મારી અરજ છે અને મને મારા લોક આપો તેઓને જીવતા રહેવા દો. એટલી મારી વિનંતી છે.
\v 4 કારણ કે અમે એટલે હું તથા મારા લોક, મારી નંખાવા માટે અને કતલ થઈ જવા માટે વેચાયાં છીએ જો અમને ફકત ગુલામ તથા ગુલામડીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઈ પણ માગ્યુું ન હોત, પણ જે નુકસાન રાજાને થશે તેને સરખામણીમાં અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.''
\v 5 ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું જેણે આવું કરવાની હીંમત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં છે?''
\p
\s5
\v 6 એસ્તેરે કહ્યું , "તે વેરી તથા વિરોધી તો આ દુષ્ટ હામાન જ છે" આ સાંભળીને રાજા અને રાણીની સામે હામાન ગભરાયો.
\v 7 રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને રાજમહેલના બગીચામાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવા એસ્તેર રાણીને વિનંતી કરવા ઊભો રહ્યો. કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.
\p
\s5
\v 8 જ્યારે રાજા મહેલના બગીચામાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડી રહ્યો હતો. રાજાએ કહ્યું "શું મારા મહેલમાં મારા દેખતાં જ હામાન રાણી પર બળાત્કાર કરશે?" રાજાના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ રાજાના સેવકોએ હામાનનો ચહેરો ઢાંકી દીધો.
\p
\s5
\v 9 જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે હાજર હતા, તેઓમાંના એક, જેનું નામ હાર્બોના હતું તેને રાજાએ કહ્યું કે, "મોર્દખાય જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે. "હામાનને તેના પર ફાંસી આપો."
\v 10 એટલે હામાનને પોતાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યો. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.
\s5
\c 8
\p
\v 1 તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર આપી દીધાં. અને એસ્તેરે યહૂદી મોર્દખાય સાથે સગપણ જણાવ્યું. એટલે મોર્દખાયને રાજા સમક્ષ તેંડવામાં આવ્યો.
\v 2 રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી મુદ્રિકા કાઢીને મોર્દખાયને આપી અને એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો.
\p
\s5
\v 3 એસ્તેર રાણી ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને તેણે આંખમાં આંસુ સાથે અગાગી હામાને યહૂદીઓની વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કર્યા.
\v 4 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી.
\p
\s5
\v 5 એસ્તરે કહ્યું, ''જો આપની મરજી હોય અને જો આપની મારા પર કૃપાદૃષ્ટિ હોય અને જો આ વિચાર આપને સારો લાગે તો અને આપની આંખોને હું ગમતી હોઉં તો અગાગી હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે હુકમ રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો.
\v 6 કેમ કે મારા લોકો પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારા સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?''
\p
\s5
\v 7 ત્યારે અહાશ્વેરોશ રાજાએ યહૂદી મોર્દખાય તથા એસ્તેર રાણીને કહ્યું, "જુઓ, હામાનનાં ઘરબાર મેં એસ્તેરને સોંપ્યાં છે તથા તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કેમ કે તેણે યહૂદીઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
\v 8 તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ પર રાજાના નામથી લખાણ કરો અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી."
\p
\s5
\v 9 ત્યારે ત્રીજા મહિનાના એટલે સીવાન મહિનાના ત્રેવીસમા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા અને મોર્દખાયની આજ્ઞા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ સિંધુથી તે કૂશ સુધીના એકસો સત્તાવીશ પ્રાંતના સૂબાઓ, રાજ્યપાલો અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમ જ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો.
\s5
\v 10 મોર્દખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો. અને રાજાની મુદ્રિકાથી મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાની સેવામાં વપરાતા તથા રાજાની અશ્વશાળાના ઊંટો પર સવારી કરતા સંદેશાવાહકો મારફતે સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.
\v 11 એ પત્રોમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓ તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે સુધી સામનો કરે કે જે લોક તથા પ્રાંત તેઓના પર હુમલો કરે તો કોઈ પણ પ્રાંતની સતાનો, બાળકોનો તથા સ્ત્રીઓને મારી નાખવાની તથા લૂંટી લેવાની પરવાનગી આપવામાં આવી.
\v 12 આ હુકમ રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમેં મહિને એટલે અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો.
\s5
\v 13 એ હુકમ સર્વ પ્રાંતોમાં પ્રગટ કરવામાં આવે એટલા માટે તેની એક એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું.
\v 14 રાજાની સેવામાં વપરાતા ઊંટો પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી તેથી તેઓ જલ્દી ચાલી નીકળ્યા. આ હુકમ સૂસાના મહેલમાં પણ પ્રગટ કરવામાં આવ્યો.
\p
\s5
\v 15 મોર્દખાય ભૂરા અને સફેદ રાજપોશાક તથા માથે મોટો સોનાનો મુગટ મૂકી અને બારીક શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો. અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.
\v 16 યહૂદીઓએ ખૂબ આનંદ અને ખુશીથી ઉજવણી કરી. અને તેઓને માન પણ આપવામાં આવ્યું.
\v 17 સર્વ નગર તથા સર્વ પ્રાંતોમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદર્શિત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણ કે તે લોકોને યહૂદીઓનો ડર લાગ્યો.
\s5
\c 9
\p
\v 1 હવે બારમા મહિને એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવાની આશા હતી. પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી.
\v 2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહિ કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો.
\p
\s5
\v 3 અને પ્રાંતોના બધા અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓએ યહૂદીઓને મદદ કરી; કારણ કે તેઓ બધા હવે મોર્દખાયથી બીતા હતા.
\v 4 મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
\v 5 યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તરવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યુ.
\p
\s5
\v 6 સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો.
\v 7 વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,
\v 8 પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને,
\v 9 પાર્માશતાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને,
\v 10 એટલે યહૂદીઓના શત્રુ હામ્મદાથાના દસે પુત્રોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
\p
\s5
\v 11 સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી.
\v 12 રાજાએ એસ્તેર રાણીને કહ્યું, "સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દસ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે? હવે તારી શી અરજ છે? તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? તે પણ મંજૂર થશે."
\p
\s5
\v 13 ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, "જો આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ અને હામાનના દસે પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ."
\v 14 રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સૂસામાં એવો હુકમ જાહેર કરવામાં આવ્યો. અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી પર લટકાવ્યા.
\p
\s5
\v 15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
\v 16 રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ભેગા થયા. પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાળ્યું. તેઓએ પંચોતેર હજારને મારી નાખ્યા. પણ લૂંટફાટ ચલાવી નહિ.
\p
\s5
\v 17 અદાર મહિનાના તેરમા દિવસે એવું બન્યું: ચૌદમે દિવસે તેઓએ વિશ્રાંતી લીધી. અને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
\v 18 પણ સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે એકત્ર થયા. પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
\v 19 આ કારણથી જે ગ્રામ્ય યહૂદીઓ કોટ વિનાનાં ગામોમાં રહે છે, તેઓ અદાર મહીનાના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે અને એકબીજાને ભેટો મોકલવાના દિવસ તરીકે ઊજવે છે.
\p
\s5
\v 20 મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નજીકના તેમ જ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા.
\v 21 તેણે જણાવ્યું કે, અદાર મહિનાને ચૌદમે અને પંદરમે દિવસે તમારે વરસોવરસ તહેવાર ઊજવવા.
\v 22 કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેઓના શત્રુઓ તરફથી નિરાંત મળી હતી. અને તે મહિનો તેઓને માટે દુઃખને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના, આનંદના, એકબીજાને ભેટ આપવાના તથા ગરીબોને દાન આપવાના દિવસો ગણવા.
\s5
\v 23 તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાયે તેઓ ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ સ્વીકાર્યું.
\v 24 કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી. અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે “પૂર”) નાખી હતી.
\v 25 પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેનો તેના કુટુંબીઓ જ ભોગ બને અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઈએ.
\p
\s5
\v 26 આ કારણથી તેઓએ એ દિવસોનું 'પૂર' ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિષે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું,
\v 27 તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો લેખ પ્રમાણે ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.
\v 28 એ દિવસોને વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં ઊજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઊજવવાનું બંધ ન થાય. અને તેઓના વંશજોમાંથી તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય.
\s5
\v 29 ત્યાર બાદ પૂરીમ વિષે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબીહાઈલની પુત્રી એસ્તેર રાણીએ અને યહૂદી મોર્દખાયે સંપૂર્ણ અધિકારથી પત્ર લખ્યો.
\p
\s5
\v 30 મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યના એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને શાંતિદાયક પ્રમાણભૂત પત્રો મોકલ્યા.
\v 31 તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમના દિવસો યહૂદી મોર્દખાય અને એસ્તેર રાણીએ આપેલા આદેશ પ્રમાણે અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો, તે પ્રમાણે ઠરાવેલ સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે.
\v 32 એસ્તેરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી. અને પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવી.
\s5
\c 10
\p
\v 1 અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યો.
\v 2 તેના પરાક્રમના તથા તેના સાર્મથ્યનાં સર્વ કૃત્યો તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને સ્થાન આપ્યું હતું, તેની સંપૂર્ણ માહિતી ઈરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલી છે.
\p
\s5
\v 3 કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો. તે પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત જાળવતો હતો. અને તેઓ વધારે સફળ થાય માટે યત્ન કરતો હતો.

106
32-JON.usfm Normal file
View File

@ -0,0 +1,106 @@
\id JON
\ide UTF-8
\h યૂના
\toc1 યૂના
\toc2 યૂના
\toc3 jon
\mt1 યૂના
\s5
\c 1
\p
\v 1 હવે ઈશ્વરનું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું કે,
\v 2 "ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે."
\v 3 યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો.
\p
\s5
\v 4 પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે.
\v 5 તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.
\p
\s5
\v 6 વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, "તું શું કરે છે? ઊંઘે છે? ઊઠ! તારા ઈશ્વરને વિનંતી કર, કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે, અને આપણે નાશ પામીએ નહિ."
\p
\v 7 તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, "આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?" તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી.
\p
\s5
\v 8 એટલે તેઓએ યૂનાને કહ્યું, "કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?"
\v 9 યૂનાએ તેઓને કહ્યું, "હું એક હિબ્રુ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું."
\v 10 ત્યારે તે માણસો વધારે ગભરાયા. તેઓએ યૂનાને કહ્યું, "તેં આ શું કર્યું?" કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે.
\p
\s5
\v 11 પછી તેઓએ યૂનાને પૂછ્યું, "યૂના આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?" કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું.
\v 12 યૂનાએ તેઓને કહ્યું, "મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે."
\p
\v 13 કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો.
\p
\s5
\v 14 એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, "હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસના જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે."
\v 15 એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો.
\v 16 ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની.
\p
\s5
\v 17 ઈશ્વરે એક મોટી માછલી યૂનાને ગળી જવા સારુ તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યૂના ત્રણ દિવસ તથા ત્રણ રાત્રી પર્યંત તેના પેટમાં રહ્યો.
\s5
\c 2
\p
\v 1 ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર પ્રભુની પ્રાર્થના કરી.
\v 2 તેણે કહ્યું, "મારી વિપત્તિ સંબંધી, મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો."
\s5
\v 3 "હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો મારા પર ફરી વળ્યાં."
\v 4 અને મેં કહ્યું, "મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર ભક્તિસ્થાન તરફ જોઈશ.'
\s5
\v 5 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
\v 6 હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
\s5
\v 7 જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ભક્તિસ્થાનમાં પહોંચી.
\v 8 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
\s5
\v 9 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
\v 10 પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.
\s5
\c 3
\p
\v 1 પછી ફરીથી યૂના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે,
\v 2 "ઊઠ, મોટા નગર નિનવે જા અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર."
\v 3 તેથી ઈશ્વરના વચનને આધીન થઈને યૂના ઊઠ્યો અને નિનવે ગયો. નિનવે બહુ મોટું નગર હતું. તેની પ્રદક્ષિણા કરતાં ત્રણ દિવસ લાગે એટલો (આશરે છન્નુ કિલોમિટર) તેનો ઘેરાવો હતો.
\p
\s5
\v 4 યૂના નગરમાં પ્રવેશ્યો અને એક દિવસની મજલ (લગભગ બત્રીસ કિલોમિટર) પૂરી કર્યા બાદ તેણે ત્યાં મોટે અવાજે સંભળાવ્યું કે, "ચાળીસ દિવસો પછી નિનવે નષ્ટ થઈ જશે."
\v 5 નિનવેના લોકોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કર્યો તેઓએ ઉપવાસ જાહેર કર્યો. અને મોટાથી તે નાના સુધીનાં, બધાએ શોકના વસ્ત્ર પહેર્યા.
\p
\s5
\v 6 આ બાબતની ખબર નિનવેના રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પોતાનો ઝભ્ભો ઉતારી દીધો. અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા. અને રાખ ચોળીને તેમાં બેઠો.
\v 7 તેણે તથા તેના દરબારીઓએ કરેલા ઠરાવ અનુસાર, નિનવેમાં, માણસો, ગાયભેંસ અને ઘેટાં બકરાએ કશું ચાખવું નહિ, તેઓ ખાય નહિ અને પાણી પણ પીવે નહિ.
\p
\s5
\v 8 માણસ તથા પશુ બન્નેએ શોક વસ્ત્ર ધારણ કરી, મોટે સાદે ઈશ્વરને પોકારે. દરેક પોતાના દુષ્ટ આચરણ તજે અને જોરજુલમ કરવાનું બંધ કરે.
\v 9 આવું કરવાથી કદાચ ઈશ્વર કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે. જેથી આપણો નાશ ના થાય."
\p
\s5
\v 10 તેઓએ જે કર્યું, એટલે કે પોતાનાં ખરાબ કામો તજી દીધાં તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું હતું, તેવું કર્યું નહિ. અને તે તેઓ પર સંકટ લાવ્યા નહિ.
\s5
\c 4
\p
\v 1 પણ એને લીધે યૂનાને આ ખૂબ જ લાગી આવ્યું. તે ઘણો ગુસ્સો થયો.
\v 2 તેથી યૂનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, "હે, ઈશ્વર, જયારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીશ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો. કોપ કરવામાં મંદ અને દયાળુ પ્રભુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે.
\v 3 તેથી હવે, હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે."
\p
\s5
\v 4 ઈશ્વરે કહ્યું, "ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?"
\v 5 પછી યૂના નગરની બહાર ગયો. નગરની પૂર્વ બાજુએ માંડવો બનાવીને તેમાં બેઠો. તે જોઈ રહ્યો કે હવે નગરનું શું થાય છે?
\p
\s5
\v 6 ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો.
\v 7 પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો.
\p
\s5
\v 8 પછી જયારે સૂર્ય આકાશમાં ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, "મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે."
\v 9 ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, "છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?"
\p
\s5
\v 10 ત્યારે ઈશ્વરે તેને સમજાવ્યું કે, આ છોડ કે જેને માટે તેં નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો. તે એક રાત્રે ઊગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે.
\v 11 તો આ મહાનગર નિનવે કે જેમાં એક લાખ વીસ હજાર લોકો એવા છે કે જેઓ તેમના પોતાના જમણાં કે ડાબા હાથ વચ્ચે શો તફાવત છે તે પણ સમજતા નથી. વળી જે નગરમાં ઘણાં જાનવર છે. એ નગર પર મને અનુકંપા ના ઊપજે?"

3
README.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# gu_OT_ULB
Conversion of Gujarati files from https://git.door43.org/BCS-BIBLE/GUJARATI-ULB-OT.BCS/src/master/STAGE%203. Resource container format USFM files here.

View File

@ -1,40 +1,164 @@
---
dublin_core:
type: bundle
conformsto: rc0.2
comment: ""
format: text/usfm
identifier: ulb
title: 'Unlocked Literal Bible - Gujarati'
subject: Bible
description: 'An unrestricted literal Bible'
language:
identifier: gu
title: ગુજરાતી
direction: ltr
source:
-
identifier: ulb
language: 'Holy Bible in Gujarati: 1908'
version: '1'
rights: 'CC BY-SA 4.0'
creator: 'Distant Shores Media'
conformsto: 'rc0.2'
contributor:
- 'Antoney Raj'
- 'Cdr. Thomas Mathew'
- 'Dr. Bobby Chellappan'
- 'Feba Jacob'
- 'Hinal Prakash'
- 'Jobby Prasannan'
- 'Merlyn Easa'
- 'Pastor Wilson Ignas Jacob'
- 'Paulson John'
- 'Rinu John'
- 'Shailesh Pateliya'
- 'Shojo John'
- 'Ullash Kumar Pani'
- 'SHAILESH PATELIYA'
- 'HIREN PRAVINCHANDRA RANA'
- 'MAYKAL ISHWARBHAI'
- KHRISTI
- 'KHRISTI'
- 'MUKESHKUMAR KANTIBHAI KHRISTI'
- 'JOYSI JOHNBHAI MACWAN'
relation: []
publisher: unfoldingWord
issued: '2016-10-08'
modified: '2016-10-08T00:00:00.000Z'
version: '1'
- 'Door43 World Missions Community'
creator: 'Door43 World Missions Community'
description: 'An unrestricted literal Bible'
format: 'text/usfm'
identifier: 'ulb'
issued: '2017-08-11'
language:
direction: 'ltr'
identifier: 'gu'
title: ગુજરાતી
modified: '2017-08-11'
publisher: 'unfoldingWord'
relation:
- 'gu/tn'
- 'gu/tq'
- 'gu/tw'
rights: 'CC BY-SA 4.0'
source:
-
identifier: 'Holy Bible in Gujarati'
language: 'gu'
version: '1908'
subject: 'Bible'
title: 'Gujarati Unlocked Literal Bible'
type: 'bundle'
version: '2'
checking:
checking_entity:
- 'WILSON IGNAS JACOB'
checking_level: '3'
projects:
-
title: ' ઊત્પત્તિ '
versification: 'ufw'
identifier: 'gen'
sort: 01
path: './01-GEN.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: ' નિર્ગમન '
versification: 'ufw'
identifier: 'exo'
sort: 02
path: './02-EXO.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'યહોશુઆ '
versification: 'ufw'
identifier: 'jos'
sort: 06
path: './06-JOS.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'ન્યાયાધીશો '
versification: 'ufw'
identifier: 'jdg'
sort: 07
path: './07-JDG.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'રૂત '
versification: 'ufw'
identifier: 'rut'
sort: 08
path: './08-RUT.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: '1 શમુએલ '
versification: 'ufw'
identifier: '1sa'
sort: 09
path: './09-1SA.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: '2 શમએલ '
versification: 'ufw'
identifier: '2sa'
sort: 10
path: './10-2SA.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: '1 કાળવ્રત્તાંત '
versification: 'ufw'
identifier: '1ch'
sort: 13
path: './13-1CH.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: '2 કાળવ્રત્તાંત '
versification: 'ufw'
identifier: '2ch'
sort: 14
path: './14-2CH.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'એઝરા '
versification: 'ufw'
identifier: 'ezr'
sort: 15
path: './15-EZR.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'નહેમ્યા '
versification: 'ufw'
identifier: 'neh'
sort: 16
path: './16-NEH.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'એસ્તેર '
versification: 'ufw'
identifier: 'est'
sort: 17
path: './17-EST.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'યૂના '
versification: 'ufw'
identifier: 'jon'
sort: 32
path: './32-JON.usfm'
categories: [ 'bible-ot' ]
-
categories:
- bible-nt