gu_tq/1CO/09/19.md

1.2 KiB

શા માટે પાઉલ સર્વનો દાસ બન્યો?

પાઉલ સર્વથી સ્વતંત્ર હોવા છતાં તે સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવે [૯:૧૯].

પાઉલ કોના માટે એમના જેવો બન્યો કે જેથી તે લોકોને બચાવીને ઈશ્વરની પાસે લાવે?

પાઉલ યહૂદીઓ માટે યહૂદી થયો, નિયમશાસ્ત્રને આધીન લોકો માટે નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવે,નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો, જો કે તે પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન હતો [૯:૨૦-૨૧].