gu_tq/1CO/05/09.md

1.6 KiB

પાઉલે કોની સાથે સંગત ન રાખવા કરિંથીઓના વિશ્વાસીઓને કહ્યું હતું?

પાઉલે તેઓને લખ્યું હતું કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો [૫:૯].

શું પાઉલનો એવો અર્થ હતો કે વ્યભિચારીઓની માંના કોઇપણની સોબત ન રાખવી?

પાઉલનો એવો અર્થ ન હતો કે આ જગતના વ્યભિચારીઓની તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે [૫:૧૦].

તો પછી પાઉલ કોની સાથે સોબત ન રાખવા કરિંથીઓના વિશ્વાસીઓને કહે છે?

પાઉલનો એ અર્થ હતો કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ [૫:૧૦-૧૧].