gu_ta/checking/self-check/01.md

2.7 KiB

સ્વ-તપાસ કેવી રીતે કરવી

  • જો તમે પ્રથમ કાર્ય અનુવાદ બનાવવામાં માટેની દિશાનિર્દેશોનુ અનુસરણ કર્યું હોય, તો તમે સ્રોત લખાણને વાંચીને તમારું પ્રથમ અનુવાદ કર્યું છે, અને ત્યારબાદ તમે સ્રોત લખાણને જોયા વિના તમે તેને લખી લો. આ રીતે તમે એક ફકરાનું અનુવાદ કર્યા પછી, તમે ફરીથી સ્રોત લખાણને જોઇને તેની સ્વ-તપાસ કરો અને તેની તુલના તમારા અનુવાદ સાથે કરો. ખાતરી કરી લો કે તે સ્રોત લખાણના તમામ ભાગનો સંદેશ આપે છે અને કંઈ પણ છૂટી જતું નથી. જો સંદેશનો કોઈ ભાગ છૂટી જતો હોય તો, તમારી ભાષામાં જ્યાં તે સૌથી સારી જગ્યાએ બંધ બેસતા હોય ત્યાં તમે તેને મુકો. *જો તમે બાઈબલનુ અનુવાદ કરતાં હોય તો, તમારા અનુવાદની સરખામણી બાઈબલના તે જ ભાગના અન્ય અનુવાદ સાથે કરો. તેઓમાંથી જો તમને લાગે કે કંઈ વધુ સારી રીતે કહી શકાય તેમ છે તો, તમારા અનુવાદમાં ત્યાં સુધારો કરો. તેઓમાંથી જો તમને અગાઉ કરતાં કંઈ વધુ સારી રીતે સમજવામાં મદદ કરતું હોય તો, તમારા અનુવાદને સુધારો જેથી તે વધુ સારો અર્થ કહી શકે.
  • આ પગલાંઓ પછી, તમારા અનુવાદને પોતાના માટે મોટેથી વાંચો. જો તમારા સમુદાયમાંથી કોઈ તેવું ન કહેતું હોય તમને તેવું લાગે તો તેનો સુધારો કરો. ક્યારેક વાક્યના ભાગને અલગ રીતે ગોઠવવાની જરૂર હોય છે.