gu_ta/checking/punctuation/01.md

3.7 KiB

`“વિરામચિહ્ન” એ દર્શાવે છે જે સૂચવે છે કે વાક્યને કેવી રીતે વાંચી કે સમજી શકાય. ઉદાહરણોમાં અલ્પવિરામ અથવા અવધિ અને બોલનારના ચોક્કસ શબ્દોની આસપાસના અવતરણ ચિહ્નો જેવા વિરામના સંકેતો શામેલ છે. વાચક અનુવાદને સ્પષ્ટ રીતે વાંચી અને સમજી શકે તે માટે, મહત્વનુ છે કે તમે વિરામચિહ્નોનો સતત ઉપયોગ કરો.

અનુવાદ કરતાં અગાઉ, અનુવાદ કરનાર જૂથે વિરામચિહ્નની પદ્ધતિઓ નક્કી કરવાની જરૂર છે જે તેઓ અનુવાદ માટે ઉપયોગ કરશે. રાષ્ટ્રીય ભાષા જે વિરામચિહ્નનો ઉપયોગ કરે છે તે જ પદ્ધતિનો ઉપયોગ કરવો સૌથી સરળ હોઈ શકે છે, અથવા રાષ્ટ્રીય ભાષાનુ બાઈબલ અથવા સંબંધિત ભાષા જે બાઈબલ ઉપયોગ કરે છે. એકવાર જૂથ જે પદ્ધતિ નક્કી કરે છે, દરેક વ્યક્તિ તેને અનુસરે છે તેની ખાતરી કરો. ભિન્ન ભિન્ન વિરામચિહ્નનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેના ઉદાહરણ સાથે જૂથના દરેક સભ્યને માર્ગદર્શિકા પુસ્તિકા આપવી ઘણી મદદરૂપ બની શકે છે.

માર્ગદર્શિકા પુસ્તિકા સાથે પણ, અનુવાદકો માટે વિરામચિહ્નોમાં ભૂલ કરવી સામાન્ય છે. આના કારણે, એક પુસ્તકનુ અનુવાદ ત્યાં પછી, અમે ભલામણ કરીએ છીએ કે તેને પારાટેક્ષ્ટમાં આયાત કરવામાં આવે. તમે પારાટેક્ષ્ટમાં વિરામચિહ્નો બાબતે લક્ષ્ય ભાષાના વિરામચિહ્નો વિષયક નિયમો ઉમેરી શકો છો, પછી તેમાંના અલગ અલગ વિરામચિહ્નોની તપાસ કરો. પારાટેક્ષ્ટને જ્યાં જ્યાં વિરામચિહ્નોમાં ભૂલો છે શોધી કાઢીને તેની યાદી બનાવશે અને તમને બતાવશે. પછી તમે આ સ્થાનોએ પુનરાવર્તન કરીને અને ત્યાં જુઓ કે અન્ય કોઈ ખામી તો ત્યાં નથી ને. જો ત્યાં કોઈ ભૂલ હોય તો, તમે તેને સુધારી શકો છો. આ વિરામચિહ્નોની તપાસ પૂર્ણ થયા પછી તમે નિશ્ચિત કરી શકો છો કે તમારું અનુવાદ વિરામચિહ્નોનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યું છે.