gu_ta/checking/other-methods/01.md

4.7 KiB

તપાસની અન્ય પદ્ધતિઓ

પ્રશ્નો પૂછવાની સાથે સાથે, ત્યાં તપાસની અન્ય પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ કરીને તમે ખાતરી કરી શકો છો કે અનુવાદ વાંચવામાં સરળ અને સાંભળનારાઓ માટે કુદરતી લાગે. અહીં કેટલીક અન્ય પદ્ધતિઓ છે કે જેનો તમે પ્રયાસ કરવા માગશો:

  • ફરીથી કહેવાની પદ્ધતિ: તમે, અનુવાદક અથવા તપાસકાર, તમે થોડી કલમો વાંચીને અન્ય કોઈને કહો કે જે કહેવામાં આવ્યું છે તેઓ તે ફરીથી કહે. આ અનુવાદની સ્પષ્ટતા અને તટસ્થતા તપાસવામાં મદદરૂપ છે અને તે જ વસ્તુ કહેવાની વૈકલ્પિક માર્ગો જણાવે છે.

  • વાંચન પદ્ધતિ: તમારા સિવાય અન્ય કોઈ, અનુવાદક અથવા તપાસકાર, અનુવાદના કોઈ ભાગને વાંચે અને તમે નોંધ કરો કે ક્યા અલ્પવિરામ અને ભૂલો થયેલ છે. આ બતાવશે કે અનુવાદ વાંચવામાં અને સમજવામાં કેટલું સહેલું અથવા મુશ્કેલ છે. અનુવાદમાં તે સ્થાને જુઓ જ્યાં વાચક થોભ્યા હોય અથવા ભૂલો કરી હોય અને વિચારણા કરો કે અનુવાદનો કયો ભાગ મુશ્કેલ હતો. તમારે તે મુદ્દાઓને ફરીથી પુનરાવર્તન કરવાની જરૂર પડી શકે છે જેથી તેને વાંચવું અને સમજવું સરળ બને.

  • વૈકલ્પિક અનુવાદો રજુ કરવા: એવા ક્ષેત્રોમાં જ્યાં તમે કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ વ્યક્ત કરવા માટે ઉત્તમ માર્ગની ખાતરી ન થતી હોય ત્યાં, અન્ય લોકોને વૈકલ્પિક અનુવાદ માટે પૂછો અથવા બે અનુવાદો વચ્ચે પસંદગી રજુ કરો અને જુઓ કે વૈકલ્પિક અનુવાદમાંથી કયું અનુવાદ લોકોને વધુ સ્પષ્ટ લાગે છે.

  • સમીક્ષક સામગ્રી: અન્ય લોકો જેમને તમે માન આપો છો તેમને તમારું અનુવાદ વાંચવા દો. તેમને નોંધ લેવાનું કહો અને તેઓ તમને જણાવશે કે ક્યા સુધારી શકાય તેમ છે. વધુ સારા શબ્દની પસંદગી, કુદરતી અભિવ્યક્તિઓ અને જોડણીને જુઓ અને ગોઠવણી કરો.

  • ચર્ચા જૂથો: લોકોને લોકોના જૂથમાં અનુવાદ મોટેથી વાંચવાનું કો અને તેઓને અને અન્યોને સ્પષ્ટતા માટે પ્રશ્નો પૂછવાની પરવાનગી આપો. તેઓએ ઉપયોગ કરેલ શબ્દો ઉપર ધ્યાન આપો, કારણ કે જ્યારે કોઈ મુશ્કેલ મુદ્દાઓને સમજવા પ્રયાસ કરે છે ત્યારે વૈકલ્પિક શબ્દો અને અભિવ્યક્તિઓ આવે છે, અને આ શબ્દો અને અભિવ્યક્તિઓ જે અનુવાદમાં હોય તેનાથી સારા હોય શકે છે. એવા સ્થાનોએ જ્યાં લોકો અનુવાદ સમજી શકતા નથી ત્યાં ધ્યાન આપો, અને તે સ્થાનોએ સરળ બનાવવા માટે કાર્ય કરો.