gu_ta/checking/level3/01.md

3.5 KiB

તૃતીય તપાસનુ સ્તર - પ્રમાણિત તપાસ

ત્રીજા સ્તરની તપાસ જૂથો અથવા સંગઠનો દ્વારા કરવામાં આવશે જે ભાષા સમુદાયમાં મંડળી તરીકે ઓળખાય છે. આ જૂથોના આગેવાનો ખાતરી આપશે કે તેઓ વિતરણને મંજૂર કરે છે અને તેમની સાથે જોડાયેલા લોકોમાં ભાષાંતરનો ઉપયોગ કરશે. આ સહમતી અનુવાદના વિતરણ માટે જરૂરી નથી, પરંતુ તેને માન્યતા આપવાનું કામ કરે છે.

જેઓ તૃતીય સ્તરની તપાસ કરે છે તેઓ જેમણે દ્વિતીય સ્તરની તપાસ કરી છે તે ન હોવા જોઈએ.

આ સ્તરનો ઉદ્દેશ મૂળ લેખનના ઉદ્દેશ સાથે અનુવાદની ગોઠવણીને માન્યતા આપવાનું છે અને મંડળીના ઐતિહાસિક સારા સિધ્ધાંતોને અને સાર્વત્રિક, મંડળી જે તે ભાષા બોલે છે તેના નેતૃત્વ દ્વારા કરેલ સમીક્ષા અને સમર્થન આપવાનું છે. આમ તૃતીય સ્તર બહુવિધ મંડળીના માળખાના નેતૃત્વના પારસ્પરિક કરાર દ્વારા પ્રાપ્ત થાય છે. મંડળીના માળખામાં ભાષા સમુદાયોમાં મંડળીના પ્રતિનિધિ હોવા જોઈએ. જેઓ અનુવાદ તપાસે છે તેઓ માટે તે પ્રથમ-ભાષા હોવી જોઈએ અને જેઓ તેની તપાસ પર સહી કરે છે તેઓ મંડળીના માળખામાં નેતૃત્વની ભૂમિકામાં હોવા જોઈએ. મંડળીના માળખાના આગેવાન કે જેમના માટે તે અનુવાદની ભાષા પ્રથમ ભાષા હોય તે અનુવાદની ચકાસણી અને તેની ગુણવત્તા પર સહી કરી શકે છે.

જ્યારે અનુવાદ ઓછામાં ઓછા બે મંડળીના માળખાના આગેવાનો, કે જેઓ બાઈબલની ભાષા અને સામગ્રીમાં તાલીમ પામેલ હોય (અથવા તેઓના પ્રતિનિધિઓ) તેઓ દ્વારા સંપૂર્ણપણે તપાસવામાં આવે છે અને તેને મંજૂર કરવામાં આવે છે ત્યારે તૃતીય સ્તર પૂર્ણ થાયછે.

તૃતીય સ્તરની પ્રક્રિયા શરુ કરવા માટે, જાઓ, [તૃતીય સ્તરની તપાસ માટે પૂછવામાં આવતા પ્રશ્નો}.