gu_ta/checking/level3-questions/01.md

11 KiB

તૃતીય સ્તર માટેના પ્રશ્નો

આ પ્રશ્નો ત્રીજા સ્તરના તપાસકારો માટે ધ્યાનમાં રાખવા માટેના છે જ્યારે તેઓ નવું અનુવાદ વાંચે છે.

તમે અનુવાદના ભાગો વાંચો પછી આ પ્રશ્નોના તમે ઉત્તર આપી શકો છો અથવા લખાણમાં જ્યારે તમને કોઈ સમસ્યા જોવા મળે. જો તમે પ્રથમ જૂથમાં આ કોઈ પણ પ્રશ્નોના “ના” માં જવાબ મળે, તેને વિસ્તારમાં જણાવો, તે વીશેષ ભાગનો સમાવેશ કરો જે તમને લાગે છે કે યોગ્ય નથી, અને અનુવાદ કરનાર જૂથ તેને કેવી રીતે સુધારી શકે તેની ભલામણ કરો.

અનુવાદ કરનાર જૂથનો ઉદ્દેશ તો મૂળ ભાષામાંથી લક્ષ્ય ભાષામાં કુદરતી અને સ્પષ્ટ રીતે અર્થ વ્યક્ત કરવાનો છે તે ધ્યાનમાં રાખો. તેનો મતલબ એ છે કે તેઓ કેટલીક કલમોના ક્રમમાં ફેરફાર કરવો જરૂરી જણાય ત્યાં કરી શકે છે અને તે કે સ્રોત ભાષાના ઘણાં એકાકી શબ્દો તે લક્ષ્ય ભાષામાં બહુવિધ શબ્દોનુ પ્રતિનિધિત્વ કરતાં હોય. અન્ય ભાષા (OL) અનુવાદોમાં આ બાબતોને સમસ્યા ગણવામાં આવતી નથી. અનુવાદકોએ જે યુએલબી અને યુડીબી ગેટવે ભાષા (GL) અનુવાદો છે તે સમયે આ ફેરફારો કરવાથી દૂર રહેવું જોઈએ. યુએલબી નો હેતુ એ છે કે OL અનુવાદકને બતાવવાનો છે કે મૂળ બાઈબલની ભાષાઓએ કેવી રીતે તેનો અર્થ કર્યો છે, અને યુડીબી નો હેતુ સરળ, સ્પષ્ટ સ્વરૂપોમાં તે જ અર્થ વ્યક્ત કરવો, ભલે તે OLમાં રૂઢીપ્રયોગોનો ઉપયોગ કરવો કુદરતી હોય. GL અનુવાદકોએ તે દિશાનિર્દેશોને યાદ રાખવાની જરૂર છે. પરંતુ OL અનુવાદકો માટે, કુદરતી અને સ્પષ્ટ અનુવાદ તે જ હમેશા ઉદ્દેશ હોવો જોઈએ.

તે પણ ધ્યાનમાં રાખો કે અનુવાદકોએ કદાચ એવી માહિતીને ઉમેરી હોય જે મૂળ પ્રેક્ષકો મૂળ સંદેશાથી સમજી શક્યા હોય, પરંતુ તે મૂળ લેખક સ્પષ્ટપણે જણાવતા ન હોય. જ્યારે આ માહિતી લક્ષ્ય પ્રેક્ષકો માટે લખાણને સમજવા માટે જરૂરી હોય ત્યારે, તે સ્પષ્ટપણે શામેલ કરવું સારું છે. આ વિષે વધુ માહિતી માટે જુઓ, સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી.

૧. શું અનુવાદ વિશ્વાસના નિવેદન અને અનુવાદના દિશાનિર્દેશો માટે અનુકૂળ છે? ૧. શું અનુવાદ કરનાર જૂથ સ્રોત ભાષાની સાથે સાથે લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિની સારી સમજણ દર્શાવે છે? ૧. શું ભાષા સમુદાય સમર્થન કરે છે કે અનુવાદ તેમની ભાષામાં સ્પષ્ટ અને કુદરતી રીતે વાત કરે છે? ૧. નીચેની અનુવાદની શૈલીઓમાંથી અનુવાદકો અનુસરતા દેખાય છે?

૧. શબ્દસહ અનુવાદ, જે સ્રોત અનુવાદના રૂપમાં ખૂબ નજીક રહે છે.  
૧. શબ્દસમૂહ દ્વારા શબ્દસમૂહ અનુવાદ, જે કુદરતી ભાષાના શબ્દસમૂહ રચનાનો ઉપયોગ કરીને. 
૧. અર્થ-કેન્દ્રિત અનુવાદ, સ્થાનિક ભાષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનુ લક્ષ્ય. 

૧. શું સમુદાયનાં આગેવાનો એવું માને છે કે અનુવાદકારો જે શૈલી (પ્રશ્ન ૪ માં ઓળખાય છે) તે શૈલી સમુદાય માટે યોગ્ય છે? ૧. શું સમુદાયનાં આગેવાનો એવું માને છે કે અનુવાદકારો જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે બોલી વ્યાપક સમુદાય સાથે વાતચીત કરવા માટે શ્રેષ્ઠ છે? ઉદાહરણ તરીકે, અનુવાદકારોએ જે અભિવ્યક્તિઓ, શબ્દસમૂહને જોડનાર અને જોડણીનો ઉપયોગ કર્યો છે, શું તે ભાષા સમુદાયના મોટા ભાગના લોકો દ્વારા સ્વીકૃત છે? ૧. જ્યારે તમે અનુવાદ વાંચો ત્યારે, સ્થાનિક સમુદાયની સાંસ્કૃતિક મુદ્દાઓ વિષે વિચાર કરો જે પુસ્તકના કેટલાક ભાગોના અનુવાદ કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. શું અનુવાદ કરનાર જૂથે આ વિભાગોનું એવી રીતે અનુવાદ કર્યું છે કે જે સ્રોત લખાણનો સંદેશ સ્પષ્ટ કરે છે, અને સાંસ્કૃતિક મુદ્દાને કારણે લોકોની કોઈ પણ ગેરસમજને દૂર કરે છે?
૧. આ મુશ્કેલી ભરેલ વિભાગોમાં, શું સમુદાયના આગેવાનોને લાગે છે કે અનુવાદકર્તાએ જે સ્રોત લખાણમાં સંદેશ છે તે સંદેશ આપતી ભાષાનો ઉપયોગ કર્યો છે?
૧. તમારા નિર્ણયમાં, શું અનુવાદ એ જ સંદેશ આપે છે જે સ્રોત લખાણમાં છે? જો અનુવાદના કોઈ ભાગ માટે તમારો જવાબ “ના” હોય તો, કૃપા કરીને નીચેના પ્રશ્નોના જૂથનો જવાબ આપો.

જો તમે બીજા જૂથના પશ્નો માટે જો જવાબ “હા” માં આપો, કૃપા કરીને તેને વિગતવાર સમજાવો કે જેથી અનુવાદ કરનાર જૂથ જાણી શકે કે નિશ્ચિત સમસ્યા શું છે, લખાણના કયા ભાગમાં સુધારાની જરૂર છે, અને તમે શું ચાહો છો તેઓ તેને કેવી રીતે સુધારે?

૧. શું અનુવાદમાં કોઈ સૈદ્ધાંતિક ભૂલો છે? ૧. શું તમને અનુવાદના કોઈપણ વિસ્તારોમાં એવું માલૂમ પડ્યું કે તે રાષ્ટ્રીય ભાષા અનુવાદથી અથવા તમારા ખ્રિસ્તી સમુદાયમાં વિશ્વાસની મહત્વપૂર્ણ બાબતોથી વિરોધાભાસી છે? ૧. શું અનુવાદ કરનાર જૂથે જે સ્રોત લખાણના સંદેશાનો ભાગ નથી તેના સિવાય કોઈ વધારાની માહિતી અથવા વિચારો ઉમેર્યા છે? (યાદ રાખો, મૂળ સંદેશામાં પણ સામેલ છે ગર્ભિત માહિતી.) ૧. શું અનુવાદ કરનાર જૂથે સ્રોત લખાણના ભાગરૂપી જે સંદેશા છે તેની માહિતી અથવા વિચારો છોડી દીધા છે?

જો ત્યાં અનુવાદ સાથે કોઈ સમસ્યા છે તો, અનુવાદ કરનાર જૂથ સાથે મળવાની યોજના બનાવો અને સમસ્યાનો ઉકેલ લાવો. તમે તેઓને મળ્યા પછી, અનુવાદ કરનાર જૂથે સમુદાયના આગેવાનો સાથે અનુવાદને તપાસવાની જરૂર છે કે તે હજુ પણ તે સ્પષ્ટ રીતે વાત કરે છે, અને પછી તમને ફરીથી મળે.

જ્યારે તમે અનુવાદને મંજૂર કરવા માટે તૈયાર હોય ત્યારે, અહીં જાઓ:સ્તર ૩ સંમતિ.