gu_ta/checking/intro-checking/01.md

6.9 KiB

અનુવાદ તપાસ

પ્રસ્તાવના

અનુવાદ પ્રક્રિયાના ભાગરૂપે, તે જરૂરી છે કે ઘણાં લોકો અનુવાદની ખાતરી કરવા માટે તેની તપાસ કરે જેથી તે સ્પષ્ટ સંદેશો જે આપવો જોઈએ તે જ વાત કરે છે કે નહિ. એક શરૂઆતના અનુવાદકને જ્યારે તેમના અનુવાદને તપાસવાનુ કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “પરંતુ હું તો મારી માતૃ ભાષા ખૂબ જ સારી રીતે બોલું છું. અનુવાદ તે ભાષા માટે છે. વધારે શેની જરૂર છે?” જે તેમણે કહ્યું તે સાચું છે, પરંતુ ત્યાં અન્ય બે બાબતો છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ.

પ્રથમ બાબત તો એ કે તે સ્રોત ભાષાને યોગ્ય રીતે સમજી શક્યો ન હોય, અને તેથી કોઈ વ્યક્તિ જે જાણે છે કે તે શું કહે છે તે અનુવાદ સુધારી શકે. આ એટલા માટે હોઈ શકે કારણ કે તે સ્રોત ભાષાના કોઈ શબ્દસમૂહ અથવા અભિવ્યક્તિને સમજી શક્યા ન હોય. આ બાબતે, કોઈ જે સ્રોત ભાષાને સારી રીતે સમજે છે તે અનુવાદને સુધારી શકે છે.

અથવા એવું હોઈ શકે કે કોઈ સ્થળે બાઈબલ જે સંદેશો આપવા માગે છે તે વિષે તે કંઈ સમજ્યો ન હોય. આ બાબતે, જે કોઈ બાઈબલ સારી રીતે જાણતું હોય, જેમ કે બાઈબલના શિક્ષક કે બાઈબલ અનુવાદ તપાસનાર, અનુવાદને સુધારી શકે છે.

બીજી બાબત એ છે કે, અનુવાદક જાણતા હોય છે કે લેખન શું કહેવા માગે છે, પરંતુ જે રીતે તેમણે અનુવાદ કરેલ છે તે બીજી વ્યક્તિ માટે જુદો જ મતલબ નીકળતો હોય શકે છે. તેથી, અન્ય વ્યક્તિ એવું વિચારી શકે છે કે અનુવાદનો જે ઈરાદો તે સિવાય અનુવાદ અન્ય વસ્તુ વિષે વાત કરી રહ્યું છે, અથવા જે વ્યક્તિ અનુવાદને સાંભળી અથવા વાંચી રહ્યો છે તે સમજી નહિ શકે કે અનુવાદ શું કહેવા માગે છે. તેથી અન્ય વ્યક્તિ તે અનુવાદમાંથી હું સમજે છે તે તપાસવું હમેશા જરૂરી છે જેથી આપણે તેને વધુ સચોટ અને વધુ સ્પષ્ટ કરી શકીએ છીએ.

આ ત્રણ સ્તરો સાથે માપદંડના રૂપમાં, તપાસની પ્રક્રિયા માટે માર્ગદર્શિકા છે,

આ તપાસનો માપદંડને તે જાણવા માટે મદદરૂપ છે કે અનુવાદ સચોટ અને સ્પષ્ટ છે અને તેની ચકાસણી કરેલ છે. આ તપાસના સ્તરો “વચનખુલ્લા કરનાર તંત્ર” દ્વારા વિકસાવવામાં આવેલ છે (જુઓ http://unfoldingword.org), આ તે જ જૂથ છે જે Door૪૩ ને પણ ઘણાં સ્વયંસેવકો સાથે મળીને સંભાળે છે, અને તેઓ Door૪૩ પરની તમામ બાઈબલની સામગ્રીના ચકાસણીના સ્તરને માટે ઉપયોગમાં લેવાય છે.

તપાસના સ્તરો

તપાસના ત્રણ સ્તરો છે:

  • તપાસનુ પ્રથમ સ્તર - અનુવાદ જૂથ દ્વારા પુષ્ટિ](../level1/01.md)  
    
  • તપાસનુ દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા પુષ્ટિ](../level2/01.md)
    
  • તપાસનુ તૃતીય સ્તર - મંડળીના આગેવાનો દ્વારા પુષ્ટિ](../level3/01.md). 
    
    

કોઈ પણ અનુવાદ કે જે હજુ સુધી પ્રથમ સ્તર પર તપાસવામાં આવ્યું નથી તેને તપાસવામાં આવ્યું નથી તેમજ માનવામાં આવે છે અને તે તપાસ માટે સોંપવામાં ન આવેલ સ્થિતિ આવે છે.

ઘણાં તપાસના સ્તરો હોવાનો હેતુ એ છે કે અનુવાદિત સામગ્રી ઝડપથી ઉપલબ્ધ કરવાનો છે, જ્યારે સામગ્રીને તપાસ અને સમર્થન આપવા માટે ખુલ્લામાં વાતાવરણમાં રાખવાની અનુમતિ આપવામાં આવે છે. દરેક સમયે, જે પ્રમાણથી તેની ચોકસાઈ ચકાસવામાં આવે છે તેને સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. તે વધુ ઝડપી તપાસ પ્રક્રિયામાં પરિણમશે, વિસ્તૃત મંડળીની ભાગીદારી અને માલિકીપણું, અને વધુ સારું અનુવાદ ઉત્પન્ન કરશે તે અમે માનીએ છીએ.

  • સાખ: પરવાનગી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ અવતરણ,© ૨૦૧૩, SIL International, આપણી મૂળ સંસ્કૃતિને વહેંચવી, પાન. ૬૯*