gu_ta/checking/intro-check/01.md

2.4 KiB

અનુવાદ ચકાસણી પુસ્તિકા

આ પુસ્તિકા વર્ણન કરે છે કે અનુવાદિત બાઈબલની સામગ્રીની ચોકસાઈ, સ્પષ્ટતા અને સરળતા કેવી રીતે ચકાસવી.

આ પુસ્તિકાની શરૂઆત અનુવાદ કરનાર જૂથ એકબીજાના કાર્યને ચકાસીને કરે તેની સૂચનાઓથી થાય છે. જો તેઓ આ સૂચનાઓને અનુસરે તો, તેઓ ચકાસણીનું પ્રથમ સ્તર પૂર્ણ કરશે. પછી ભાષા સમુદાય સાથે અનુવાદ ચકાસવા માટે અનુવાદ કરનાર જૂથ માટે સ્પષ્ટતા અને સરળતા, અને મંડળીના આગેવાનો જ્યારે અનુવાદની સચોટતા ચકાસે ત્યારે ઉપયોગમાં લેવામાં આવે તે માટે સૂચનો આપેલ છે. જો તેઓ આ સૂચનાઓને અનુસરે તો, તેઓ ચકાસણીનું બીજું સ્તર પૂર્ણ કરશે. આ પુસ્તિકામાં મંડળીના માળખાના આગેવાનો માટે પણ સૂચનો રહેલા છે જે તેઓ ત્રીજા સ્તરની ચકાસણીમાં તેનો ઉપયોગ કરી શકે છે.

આ પુસ્તિકામાં અનુવાદને ચકાસવા માટે વધુ સૂચનાઓ સામેલ છે, જેમાં મંડળીના માળખાના આગેવાનો અનુવાદને ચકાસવામાં તેનો ઉપયોગ કરી શકે છે. કારણ કે મંડળી માળખાના ઘણા આગેવાનો અનુવાદની ભાષા બોલતા નથી, ત્યાં પૃષ્ઠ અનુવાદ બનાવવા માટે પણ સૂચનો આપેલ છે, જે લોકોને તેઓ બોલી નથી શકતા તે અનુવાદ તપાસવા માટે મદદ કરે છે.