gu_ta/checking/goal-checking/01.md

5.2 KiB

તપાસ કેમ?

તપાસ કરવાનો હેતુ એ છે કે તેનાથી તમે અનુવાદ કરનાર જૂથને સચોટ, સરળ, સ્પષ્ટ અને મંડળીને સ્વીકાર્ય અનુવાદ કરવામાં મદદરૂપ થઈ શકો છો. અનુવાદ કરનાર જૂથ પણ આજ ધ્યેયને પ્રાપ્ત કરવા માંગે છે. આ સરળ લાગશે, પરંતુ તે કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, અને અનુવાદને તે હાંસલ કરવા માટે ઘણા લોકો અને ઘણા, ઘણા પુનરાવર્તનની જરૂર પડે છે. આ કારણે, અનુવાદને સચોટ, સરળ, સ્પષ્ટ અને મંડળીમાં સ્વીકાર્ય બનાવવા માટે તપાસકરનાર અનુવાદ કરનાર જૂથમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

સચોટ

તપાસ કરનાર કે જેઓ પાળકો, મંડળીના આગેવાનો, અને મંડળીના માળખાના આગેવાનો છે, તેઓ અનુવાદ કરનાર જૂથને અનુવાદને સચોટ બનાવવામાં મદદ કરે છે. તેઓ આ કાર્ય અનુવાદને સ્ત્રોત ભાષા સાથે અને, શક્ય હોય તો મૂળ બાઈબલની ભાષા સાથે સરખામણી કરીને કરશે. (સચોટ અનુવાદ માટેની વધુ જાણકારી માટે, જુઓ સચોટ અનુવાદ કરો.)

સ્પષ્ટ

તપાસ કરનાર કે જેઓ ભાષા સમુદાયના સભ્યો છે તેઓ અનુવાદ કરનાર જૂથને સ્પષ્ટ અનુવાદ કરવામાં મદદ કરશે. તેઓ આ કાર્ય અનુવાદને સાંભળીને અને જ્યાં કહી અનુવાદ ગૂંચવણભર્યું અથવા તેઓને અર્થહીન લાગે તે સ્થાનોએ ધ્યાન દોરીને કરશે. પછી અનુવાદ કરનાર જૂથ તે સ્થાનોએ સુધારો કરશે જેથી તે સ્પષ્ટ થાય. (સ્પષ્ટ અનુવાદની વધુ માહિતી માટે, જુઓ સ્પષ્ટ અનુવાદ કરો.)

સરળ

તપાસ કરનાર કે જેઓ ભાષા સમુદાયના સભ્યો છે તેઓ અનુવાદ કરનાર જૂથને સરળ અનુવાદ કરવામાં પણ મદદ કરશે. તેઓ આ કાર્ય અનુવાદને સાંભળીને અને જે સ્થાનોએ અનુવાદ વિચિત્ર લાગે અથવા જે રીતે કોઈ તેમની ભાષા બોલનાર બોલે છે તેવું ના લાગે ત્યાં ધ્યાન દોરશે. પછી અનુવાદ કરનાર જૂથ તે સ્થાનોએ સુધારો કરશે જેથી તે સરળ થાય. (સરળ અનુવાદની વધુ માહિતી માટે, જુઓ સરળ અનુવાદ કરો.)

મંડળી માન્ય

તપાસ કરનાર કે જેઓ ભાષા સમુદાયની મંડળીના સભ્યો છે તેઓ અનુવાદ કરનાર જૂથને તે સમુદાયમાં મંડળી માન્ય અને મંડળીને સ્વીકાર્ય અનુવાદ કરવામાં મદદ કરશે તેઓ આ કાર્ય તે જ ભાષા સમુદાયની બીજી મંડળીના સભ્યો અને આગેવાનો સાથે મળીને કરશે. જ્યારે ભાષા સમુદાયની મંડળીનું જે પ્રતિનિધિત્વ કરે છે તે મંડળીના સભ્યો અને આગેવાનો સાથે કાર્ય કરે અને સહમત થાય કે અનુવાદ સારું છે, ત્યારે તે સમુદાયની મંડળીમાં તે સ્વીકાર્ય બનશે અને તેનો ઉપયોગ થશે. (મંડળી માંય અનુવાદ વિષે વધુ માહિતી માટે, જુઓ મંડળીને માન્ય અનુવાદ કરો.)