gu_ta/checking/clear/01.md

3.2 KiB

સરળ અનુવાદ

જ્યારે તમે અનુવાદ વાંચો ત્યારે તે અનુવાદ સરળ છે કે નહીં તે જોવા માટે પોતાની જાતને નીચે મુજબના પ્રશ્નો પૂછો. ચકાસણીના આ વિભાગ માટે, મૂળ ભાષાના અનુવાદ સાથે નવા અનુવાદની તુલના કરશો નહીં. જો કોઈ સ્થાને કોઈ સમસ્યા છે, તો તેની નોંધ કરી લો જેથી પછીના સમયે અનુવાદ કરનાર જૂથ સાથે તે સમસ્યાની ચર્ચા કરી શકો.

૧. શું અનુવાદના શબ્દો અને શબ્દસમૂહો સંદેશને સમજવાલાયક બનાવે છે? (શું શબ્દો ગૂંચવણભર્યા છે, અથવા અનુવાદક શું કહે છે તે તમને સ્પષ્ટપણે કહે છે?) ૧. શું તમારા સમુદાયના સભ્યો અનુવાદમાં જોવા મળતા શબ્દો અને વાક્યનો ઉપયોગ કરે છે, અથવા અનુવાદકર્તાએ ઘણાં શબ્દો રાષ્ટ્રીય ભાષામાથી લીધેલા છે? (શું તમારા લોકો તમારી ભાષામાં કોઈ મહત્વની વાત કરે તો તેઓ આવી જ રીતે વાત કરે છે?) ૧. શું તમે લખાણ સરળતાથી વાંચી અને સમજી શકો છો કે લેખક આગળ શું કહેશે? (શું અનુવાદકર્તા વાર્તા કહેવાની સારી શૈલીનો ઉપયોગ કરે છે? શું તે વસ્તુઓને એવી રીતે કહે છે જેનો કોઈ અર્થ નીકળે છે, જેથી દરેક વિભાગ જે પહેલા અને પછી આવે છે તેની સાથે બંધ બેસે છે?)

વધારાની મદદ:

  • અનુવાદ સ્પષ્ટ છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેનો થોડો ભાગ મોટેથી વાંચો અને અન્ય કોઈ જે સાંભળતું હોય તેને દરેક ભાગ પછી ફરીથી તે વાર્તા કહેવાનું કહો. જો તે વ્યક્તિ સરળ રીતે તમારો સંદેશો કહી શકતું હોય તો, તમારું લખાણ સ્પષ્ટ છે.
  • જો ત્યાં કોઈ જગ્યા છે જ્યાં અનુવાદ સ્પષ્ટ નથી, તેની નોંધ કરો જેથી તમે અનુવાદ કરનાર જૂથ સાથે તેની ચર્ચા કરી શકો.