gu_ta/checking/authority-level3/01.md

2.4 KiB

અધિકૃત સ્તર ૩: મંડળીના આગેવાનો દ્વારા સમર્થન

આ સ્તરનો ઉદ્દેશ્ય એ વાતની ખાતરી કરવાનું છે કે અનુવાદ મૂળ લખાણ અને ઐતિહાસિક તથા સાર્વત્રિક મંડળીના મૂળ સિદ્ધાંત સમર્થન આપે છે

આ સ્તરને હાંસલ કરવા, અનુવાદ કરનાર જૂથ અનુવાદને મંડળીના ઉચ્ચતમ આગેવાનોને જે ભાષા બોલે છે, તેઓને સમીક્ષા કરવા માટે આપશે. જો આ આગેવાનો ભાષા સમુદાયના જેટલી અસ્તિત્વમાં હોય તેટલી મોટી મંડળીઓનું પ્રતિનિધિત્વ કરતાં હોય તો તે ઉત્તમ છે. તો આ રીતે ૩જુ સ્તર બહુવિધ મંડળીના આગેવાનોનાં માળખાનાં પારસ્પરિક કરાર દ્વારા પ્રાપ્ત થાય છે.

અનુવાદ કરનાર જૂથ અનુવાદને સુધારશે જેથી આ મંડળીઓનાં આગેવાનોનું માળખું સમર્થન કરશે કે આ અનુવાદ સચોટ છે અને તેઓની મંડળીની સંગતોમાં તે સ્વીકાર્ય છે.

જ્યારે અનુવાદ ઓછામાં ઓછી બે મંડળીઓના આગેવાનોના માળખાં (અથવા તેઓના પ્રતિનિધિઓ) દ્વારા તથા ખાસ વ્યક્તિ કે જેને અનુવાદના સિદ્ધાંતોની જાણકારી છે અને જે બાઈબલની ભાષાઓમાં તથા સામગ્રીમાં તાલીમ પ્રાપ્ત કરેલ છે તેઓના દ્વારા સંપૂર્ણરીતે ચકાસાયેલ અને સંપૂર્ણરીતે મંજૂર કરવામાં આવે ત્યારે ૩જુ સ્તર પૂર્ણ થાય છે.