gu_ta/checking/authority-level2/01.md

2.6 KiB

અધિકૃત સ્તર ૨: સમુદાય દ્વારા સમર્થન

આ સ્તરનો દ્વિમુખી ઉદ્દેશ્ય છે:

૧. જે ભાષાના સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા નક્કી કરવામાં આવી છે, તે ઉપયોગમાં લેવામાં આવતી ભાષાના સ્વરૂપની અસરકારકતાની ખાતરી કરવી. ૧. જે સ્થાનિક મંડળીના પાળકો તથા આગેવાનો નક્કી તેનો ઉપયોગ કરશે, તે અનુવાદની ચોકસાઈની ખાતરી કરવી.

આ સ્તરે, ચકાસણી પ્રક્રિયામાં “બે અથવા ત્રણ સાક્ષીઓની જુબાની” ના ખ્યાલનો અમલ કરે છે

આ સ્તર હાંસલ કરવા માટે, અનુવાદ કરનાર જૂથ ભાષા સમુદાયના સભ્યોને અનુવાદ સોંપશે જેથી તેઓ તેનો ઉપયોગ કરે. ભાષા સમુદાય સ્પષ્ટતા અને સહજતા માટે અનુવાદની સમીક્ષા કરશે.

ત્યારબાદ અનુવાદ કરનાર જૂથ તે અનુવાદ મંડળીના આગેવાનો કે જેઓ ભાષા સમુદાયના છે તેઓને સોંપશે અને તેઓ તે અનુવાદનો ઉપયોગ કરશે. આ મંડળીના આગેવાનો મૂળ અનુવાદ, વિશિષ્ટ સ્રોતો, [વિશ્વાસનુ નિવેદન], અને [અનુવાદના નિર્દેશો]ની સામે તુલના કરીને ચોકસાઈ માટે અનુવાદની ચકાસણી કરશે.

અનુવાદ કરનાર જૂથ આ સમીક્ષાઓને ધ્યાનમાં લઈને અનુવાદમાં સુધારા કરશે જેથી ભાષા સમુદાય તેની ખાતરી કરે કે તે સહજ અને સ્પષ્ટ છે, અને ત્યારબાદ મંડળીના આગેવાનો તેને સમર્થન આપશે કે તે સચોટ છે.