gu_ta/checking/alphabet/01.md

2.7 KiB

અનુવાદ માટેના મૂળાક્ષર

જેમ તમે અનુવાદ વાંચો તેમ, શબ્દોની જોડણીનો જે પ્રમાણે ઉપયોગ કરવામાં આવ્યો છે તે વિષે પોતાની જાતને આ પ્રશ્નો પૂછો. આ પ્રશ્નો તે નક્કી કરવામાં મદદ કરશે કે ભાષાના અવાજનુ પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ યોગ્ય મૂળાક્ષર પસંદ કરવામાં આવ્યું હોય અને જો શબ્દો સતત લખવામાં આવે તો અનુવાદ વાંચવામાં સરળ હશે.

૧. નવા અનુવાદની ભાષાના અવાજના પ્રતિનિધિત્વ માટે યોગ્ય મૂળાક્ષર શું છે? (ત્યાં કોઈ એવો અવાજ છે જે અર્થમાં તફાવત બનાવે છે પરંતુ બીજા અવાજ માટે સમાન જ ચિહ્નનો ઉપયોગ કરે છે? શું આ શબ્દો વાંચવા માટે મુશ્કેલ બનાવે છે? શું વધારાના ગુણ આ અક્ષરોને સંતુલિત કરવા અને તફાવતો બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે?) ૧. શું પુસ્તકમાં જોડણીનો ઉપયોગ સતત થયો છે? શું ત્યાં નિયમો છે કે કેવી રીતે વિવિધ પરિસ્થિતિઓમાં શબ્દો બદલાય છે જે લેખકે અનુસરવા જોઈએ? શું તેઓનું વર્ણન કરી શકાય છે જેથી અન્ય લોકો તે ભાષાને સરળતાથી વાંચી અને લખી શકે? ૧. શું અનુવાદકર્તાએ સમીકરણો, શબ્દસમૂહો, જોડકાં અને જોડણીનો ઉપયોગ કર્યો છે જે મોટાભાગના ભાષા સમુદાય દ્વારા ઓળખાય છે?

જો ત્યાં મૂળાક્ષર અથવા જોડણી વિષે કંઈક છે જે યોગ્ય નથી તો, તેની નોંધ કરી લેવી જેથી તમે તેની ચર્ચા અનુવાદ કરનાર જૂથ સાથે કરી શકો.