gu_obs/content/39.md

7.2 KiB

ઈસુ પર મુકદમો ચલાવવામાં આવે છે

alt

હવે અડધી રાત થઈ ગઈ હતી. સિપાઈઓ ઈસુને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયા જેથી તેઓ તેમને પ્રશ્નો પૂછી શકે. પિતર દૂરથી તેમનો પીછો કરી રહ્યો હતો.જ્યારે ઈસુને ઘરની અંદર લઈ જવામાં આવ્યા, પિતર બહાર બેસીને આગથી તાપતો હતો.

alt

ઘરની અંદર યહૂદી યાજકો ઈસુ પર મુકદમો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણાં જૂઠા સાક્ષીઓને લઈને આવ્યા જેઓએ ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષી આપી. તેમની સાક્ષી એક બીજાથી મળતી ન હતી, આથી યહૂદી યાજકો ઈસુને દોષિત સાબિત કરી શક્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ.

alt

અંતે પ્રમુખ યાજકે ઈસુ તરફ જોઈને કહ્યું, “શું તું ઈશ્વરનો દીકરો, ખ્રિસ્ત છે?”

alt

ઈસુએ કહ્યું, “હું છું. તમે મને ઈશ્વરનીની જમણી બાજુએ બેઠેલો અને સ્વર્ગથી આવતા જોશો.” મુખ્ય યાજકે ક્રોધમાં પોતાના કપડાં ફાડી નાખ્યા અને બૂમો પાડીને ધાર્મિક આગેવાનોને કહ્યું, “હવે આપણને બીજી સાક્ષીઓની જરૂર નથી! તમે તેને કહેતા સાંભળ્યો છે કે હું ઈશ્વરનો દીકરો છું. તમારો નિર્ણય શું છે?”

alt

બધા યહૂદી આગેવાનોએ મુખ્ય યાજકને ઉત્તર આપ્યો, “તે મરણજોગ છે.” ત્યારે તેઓએ ઈસુની આંખો પર પટ્ટી બાંધી, તેમના પર થૂંક્યા, તેમને માર્યા અને તેમની મશ્કરી કરી.

alt

જ્યારે પિતર ઘરની બહાર બેઠો હતો, ત્યારે એક દાસીએ કહ્યું, “તું પણ ઈસુની સાથે હતો!” પિતરે તેને ના પાડી. ત્યાર પછી, બીજી દાસીએ પણ આ જ વાત કરી, અને પિતરે ફરીથી ના પાડી. અંતમાં લોકોએ કહ્યું, “અમે જાણીએ છીએ કે તું ઈસુની સાથે હતો કેમ કે તમે બંને ગાલીલથી છો.”

alt

ત્યારે પિતર શાપ દેવા અને સમ ખાવા લાગ્યો કે, “હું એ માણસને ઓળખતો નથી.” તરત મરઘો બોલ્યો અને ઈસુએ ફરીને પિતરની સામે જોયું.

alt

પિતર ત્યાંથી દૂર ચાલ્યો ગયો અને બહુ રડ્યો. તે સમયે ઈસુ મરણદંડને લાયક ઠરાવાયા તે તેમના પકડાવનાર યહૂદાએ જોયું. તે ખૂબ દુઃખી થયો અને તેણે જઈને આત્મહત્યા કરી.

alt

બીજા દિવસે સવારે, યહૂદી યાજકો ઈસુને રોમન રાજ્યપાલ પિલાતની પાસે લઈ ગયા. તેઓએ આશા કરી હતી કે પિલાત પણ ઈસુને દોષી ઠરાવશે અને મૃત્યુદંડની સજા આપશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

alt

ઈસુએ ઉત્તર આપ્યો, “એવું તમે કહો છો. મારું રાજ્ય આ જગતનું નથી. જો એવું હોત તો મારા સેવકો મારા માટે લડાઈ કરત. હું ઈશ્વર વિષે સત્ય કહેવા આવ્યો છું.જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે.” પિલાતે કહ્યું, “સત્ય શું છે?”

alt

ઈસુની સાથે વાત કર્યા પછી પિલાત ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ પણ દોષ માલૂમ પડતો નથી.” પરંતુ યહૂદી યાજકો અને ટોળાએ બૂમો પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “તેનામાં કોઇ અપરાધ જણાતો નથી.” પણ તેઓ પાછા જોરથી બૂમો પાડવા લાગ્યા. ત્યારે પિલાતે ત્રીજી વાર કહ્યું, “તેનામાં કોઇ અપરાધ જણાતો નથી.”

alt

પિલાત બી ગયો કે ટોળુ દંગો કરી શકે છે તેથી તે પોતાના સિપાઈઓ દ્વારા ઈસુને વધસ્તંભે જડવાને સહેમત થઈ ગયો. રોમન સૈનિકોએ ઈસુને કોરડા માર્યા. અને શાહી ઝભ્ભો અને કાંટાનો મુગટ પહેરાવ્યો. ત્યારે તેઓએ તેમની મશકરી કરી કે, “”જુઓ, યહૂદીઓનો રાજા!

બાઇબલની વાર્તાઃમાથ્થી ૨૬ઃ૫૭-૨૭ઃ૨૬; માર્ક ૧૪ઃ૫૩-૧૫ઃ૧૫; લૂક ૨૨ઃ૫૪-૨૩ઃ૨૫; યોહાન ૧૮ઃ૧૨-૧૯ઃ૧૭