gu_obs/content/37.md

6.9 KiB

ઈસુ લાજરસને મૂએલામાંથી જીવતો કરે છે

alt

એક દિવસ, ઈસુને સંદેશો મળ્યો કે લાજરસ બહુ બીમાર છે. લાજરસ અને તેની બે બહેનો, મરિયમ અને માર્થા, ઈસુના નજીકના મિત્રો હતા. જ્યારે ઈસુએ સમાચાર સાંભળ્યા, તેમણે કહ્યું, “આ બીમારીનો અંત મૃત્યુ નથી , પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે.” ઈસુ પોતાના મિત્રોને પ્રેમ કરતા હતા, પણ જ્યાં તે હતા ત્યાં જ તે બે દિવસ સુધી રહ્યા.

alt

જ્યારે બે દિવસ પૂરા થઈ ગયા, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ.” શિષ્યોએ ઉત્તર આપ્યો, “પરંતુ ગુરુજી થોડા સમય પહેલાં ત્યાંના લોકો તમને મારી નાખવા ઇચ્છતા હતા.” ઈસુએ કહ્યું, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, અને હું તેને ઉઠાડવાને જવાનો છું.”

alt

શિષ્યોએ ઈસુને કહ્યું, “સ્વામી જો, લાજરસ ઊંઘી ગયો હશે તો પણ પાછો ઉઠશે.” ત્યારે ઈસુએ તેમને સ્પષ્ટ કહ્યું કે, “લાજરસ મરણ પામ્યો. હું ખુશ છું કે હું ત્યાં ન હતો, જેથી તમે મારા પર વિશ્વાસ કરી શકો.”

alt

જ્યારે ઈસુ લાજરસના ગામે પહોંચ્યા ત્યારે લાજરસ મરી ગયાને ચાર દિવસ થયા હતા. માર્થા ઈસુને મળવા બહાર આવી. તેણે ઈસુને કહ્યું, “જો તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામત નહિ. પણ હું વિશ્વાસ કરું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે.”

alt

ઈસુએ ઉત્તર આપ્યો, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો રહેશે. જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે કદી મરશે નહિ. શું તું આ વાત પર વિશ્વાસ કરે છે.”માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. હું વિશ્વાસ કરું છું કે તમે ઈશ્વરના દીકરા છો.”

alt

પછી મરિયમ ત્યાં આવી ગઈ. તે ઈસુને પગે પડી અને બોલી, “જો તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામત નહિ.” ઈસુએ તેઓને પૂછ્યું, “તમે લાજરસને ક્યાં મૂક્યો છે?”તેઓએ તેને કહ્યું, “કબરમાં.આવીને જોઈ લો.” ત્યારે ઈસુ રડ્યાં.

alt

કબર એક ગુફામાં બનેલી હતી. તેના પર એક પથ્થર મૂકેલો હતો. જ્યારે ઈસુ પથ્થર પાસે ગયા, તેમણે તેઓને કહ્યું, “પથ્થરને ખસેડો.” પરંતુ માર્થાએ કહ્યું ના, “તે મરણને ચાર દિવસ થઈ ગયા છે. તેમાંથી દુર્ગન્ધ આવતી હશે.”

alt

ઈસુએ ઉત્તર આપ્યો, “શું મેં તને નહોતું કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે?” ત્યારે તેઓએ તે પથ્થરને ખસેડી દીધો.

alt

ત્યારે ઈસુએ આંખો ઉપર ઉઠાવીને કહ્યું, “હે બાપ, તમે મારું સાંભળ્યું માટે તમારો આભાર. હું જાણતો હતો કે તમે નિત્ય મારું સાંભળો છો, પરંતુ જે લોકો આસપાસ ઊભા છે, તેઓ વિશ્વાસ કરે કે તમેમને મોકલ્યો છે, માટે તેઓને લીધે હું કહું છું.”ત્યારે ઈસુએ ઊંચે સ્વરે પોકાર્યું કે “લાજરસ બહાર આવ!”

alt

તેથી લાજરસ બહાર આવ્યો! તે અત્યારે પણ મરણના વસ્ત્રોથી વીંટાયેલો હતો.ઈસુએ તેઓએ કહ્યું, “તેના કબરના વસ્ત્રો કાઢવામાં તેની મદદ કરો. અને તેને મુક્ત કરો!”આ ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યોં.

alt

પરંતુ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષા કરતા હતા, એ માટે તેઓ એક-બીજા સાથે યોજના કરવા એકઠા થયા કે કેવી રીતે ઈસુ અને લાજરસને મારી નાખવા.

બાઇબલની એક વાર્તાઃ યોહાન ૧૧ઃ૧-૪૬