gu_obs/content/33.md

4.9 KiB

ખેડૂતની વાર્તા

alt

એક દિવસે, ઈસુ સમુદ્રને કિનારે એક બહુ જ મોટા ટોળાને શિક્ષણ આપી રહ્યા હતા. તેમને સાંભળવા માટે એટલા બધા લોકો આવ્યા હતા કે ઈસુને પાણીનાં કિનારા પર એક હોડી પર ચઢવું પડ્યું, એ માટે કે તેમને વાત કરવા માટે ત્યાં પૂરતી જગ્યા મળી શકે. તે હોડીમાં બેસી ગયા અને લોકોને શિક્ષણ આપવા લાગ્યા.

alt

ઈસુએ આ વાર્તા સંભળાવી. “એક ખેડૂત બી વાવવાને ગયો. તે પોતાના હાથોથી બી નાખતો હતો, ત્યારે કેટલાં એક બીજ રસ્તામાં પડ્યા અને પક્ષીઓએ આવીને તે બી ખાઈ લીધા.

alt

“બીજા બી ખડક વાળી જમીન ઉપર પડ્યા, જ્યાં થોડી જ ભૂમિ હતી.પથ્થરવાળી ભોંયમાં બી વહેલાં ઊગી નીકળ્યાં, પણ તેમનાં મૂળ માટીમાં ઊંડે સુધી જઈ શક્યા નહિ. જ્યારે સૂર્ય નીકળ્યો અને ગર્મી વધી, તો છોડ ચિમડાઈ ગયા અને મરી ગયા.

alt

“અને કેટલાક બી કાંટાવાળા ઝાખરામાં પડ્યા.તે બી વધવા લાગ્યા, પણ કાંટા-ઝાંખરાએ દબાવી દીધા. છેવટે જે છોડ કાંટાળા ઝાખરામાં ઊગ્યા હતા તેમાં કંઈ જ અન્ન ઉત્પન્ન થયું નહી.”

alt

“અન્ય બી સારી ભોંય પર પડ્યા. તે બીજ વધ્યા અને તેનાથી ૩૦, ૬૦, અને ૧૦૦ ગણું વધારે અન્ન ઉત્પન્ન થયું. “જેના કાન છે તેઓ સાંભળી લે!”

alt

આ વાર્તાએ શિષ્યોને ગુચવાડમાં પાડ્યા. એ માટે ઈસુએ સમઝાવ્યું, “બી પરમેશ્વરનું વચન છે. માર્ગ એ એવું માણસ છે જે ઈશ્વરના વચનને સાંભળે છે, પણ સમજતો નથી, અને શેતાન એ વચનને તેનાથી દૂર કરી દે છે.

alt

પથ્થરવાળી ભોંય એવી વ્યક્તિ છે જે ઈશ્વરનાં વચનને સાંભળે છે, અને ખુશીથી ગ્રહણ કરે છે. પરંતુ જ્યારે તે વિપત્તિ અને સતાવણીનો સામનો કરે છે ત્યારે તે પાછી પડી જાય છે.

alt

“કાંટાળી ભૂમિ એક એવું માણસ છે જે ઈશ્વરના વચન સાંભળે છે, પરંતુ જેમ-જેમ સમય વ્યતિત થાય છે, તેમ ચિંતા, વૈભવ અને જીવનનો આનંદ, ઈશ્વર માટેના તેમના પ્રેમને નષ્ટ કરી દે છે. જેના પરિણામ સ્વરૂપે, જે શિક્ષણ તેણે સાંભળ્યું હતું એને ફળ આવતું નથી.”

alt

“પરંતુ સારી, ભોંય એ વ્યક્તિ છે જે ઈશ્વરના વચનને સાંભળે છે, તેના પર વિશ્વાસ કરે છે, અને તે ફળ ઉત્પન્ન કરે છે.”

બાયબલ ની એક વાર્તા : માથ્થી ૧૩ઃ૧-૮, ૧૮-૨૩; માર્ક ૪ઃ૧-૮, ૧૩-૨૦; લુકા ૮ઃ૪-૧૫