gu_obs/content/25.md

3.6 KiB

શેતાન વડે ઈસુનું પરીક્ષણ

alt

બાપ્તિસ્મા લીધા પછી પવિત્ર આત્મા ઈસુને રાનમાં લઇ ગયા જ્યાં તેમણે ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ કર્યો.શેતાન ઈસુ પાસે આવ્યો અને તેઓ પાપ કરે માટે તેમનું પરીક્ષણ કર્યું.

alt

શેતાને ઈસુનું પરીક્ષણ કરતાં કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય, તો આ પથ્થરોને કહે કે તે રોટલી બની જાય જેથી તમે ખાઈ શકો છો!"

alt

ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના વચનમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલીથી નહિ પરંતુ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવે છે.

alt

પછી શેતાન ઈસુને મંદિરના સૌથી ઉચ્ચ સ્થળે લઈ ગયો, અને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો, નીચે કુદકો માર, કારણ કે લખ્યું છે કે, ‘ઈશ્વરે પોતાના દૂતોને આજ્ઞા આપશે તેમના હાથોમાં ઉઠાવી લેવા માટે જેથી તારા પગ પથ્થર પર અથડાશે નહિ.

alt

પરંતુ ઈસુએ શેતાનને પવિત્રશાસ્ત્રમાંથી અવતરણ આપતાં કહ્યું.તેમણે કહ્યું, ઈશ્વરે વચનમાં આજ્ઞા આપી હતી છે કે, તમારા પ્રભુ ઈશ્વરનુંપરીક્ષણ ન કરવું.

alt

પછી શેતાને ઈસુને પૃથ્વીના બધા રાજ્યો અને તેની ભવ્યતા બતાવી અને કહ્યું, તું પગે પડીને મારું ભજન કરીશ તો આ બધી વસ્તુઓ હું તને આપીશ.

alt

ઈસુએ જવાબ આપ્યો, જા શેતાન મારી પાસેથી ચાલ્યો!ઈશ્વરના વચનમાં તેમણે તેમના લોકોને આજ્ઞા આપી કે , પ્રભુ તારો ઈશ્વરનું ભજન કર અને તેમની સેવા કર.

alt

શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો કેમકે ઈસુ તેના પરીક્ષણોથી બદલાયા નહિદૂતોએ ઈસુ પાસે આવીને તેમની સંભાળ લીધી

બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી 4:1-11; માર્ક 1:12-13; લૂક 4:1-13