gu_obs/content/24.md

5.4 KiB

યોહાન ઈસુને બાપ્તિસ્માં આપે છે

alt

ઝખાર્યા અને એલિસાબેથનો પુત્ર યોહાન મોટો થયો અને પ્રબોધક બન્યો.તે જંગલમાં રેહતો, જંગલી મધ અને તીડ ખાતો, અને ઊંટના વાળથી બનાવેલા કપડા પહેરતા હતા.

alt

ઘણા લોકો યોહાનને સાંભળવા માટે રાનમાં આવતા હતા.તેણે તેઓને ઉપદેશ આપતા કહ્યું કે, પસ્તાવો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!”

alt

લોકોએ જયારે યોહાનનો સંદેશ સાંભળ્યો ત્યારે, તેમાંના ઘણાએ પોતાના પાપનો પસ્તાવો કર્યો, અને યોહાને તેઓને બાપ્તિસ્મા આપ્યું.ઘણા ધર્મગુરુઓ પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા હતા, પરંતુ તેઓએ પસ્તાવો ન કર્યો અને માફી માંગી નહિ.

alt

યોહાને તે ધર્મગુરુઓને કહ્યું, “તમે ઝેરી સર્પો છો!પસ્તાવો કરો અને તમારી વર્તણૂક બદલો.દરેક વૃક્ષ જે સારા ફળ ના આપે તેને કાપી નંખાશે અને તેને અગ્નિમાં નાખી દેવામાં આવશે.”યોહાને પ્રબોધકોએ જે કહ્યું હતું તે પૂરું કર્યું, “જો હું તમારી આગળ મારા સંદેશવાહકને મોકલીશ, જે તમારા માટે માર્ગ તૈયાર કરશે.

alt

કેટલાક યહુદીઓએ યોહાનને પૂછ્યું કે તું મસિહ છે. યોહાને જવાબ આપ્યું, “હું મસિહ નથી, પણ જે મારી પાછળ આવનાર છે તે છે.તે ઘણા મહાન છે કે હું તેમના ચંપલ ઉતારવાને લાયક નથી.

alt

બીજા દિવસે, ઈસુ યોહાન પાસેથી બાપ્તિસ્મા પામવા આવ્યા. જયારે યોહાને તેમને જોયા, તેણે કહ્યું, "જુઓ!આ ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપોને દૂર કરશે.”

alt

યોહાને ઈસુને કહ્યું, હું તમને બાપ્તિસ્મા આપવા માટે લાયક નથી.તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ."ઈસુએ કહ્યું, "તું મને બાપ્તિસ્મા આપ, કારણ કે તે કરવું યોગ્ય છે. તેથી ઈસુએ પાપ ન કર્યું હોવા છતાં યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યુ.

alt

ઈસુ બાપ્તિસ્મા પામ્યા પછી પાણીમાંથી બહાર આવ્યા, ત્યારે ઈશ્વરનો આત્મા કબૂતરના રૂપમાં જેમ પ્રગટ થયો અને તેમના ઉપર રહ્યો.તે જ સમયે, ઈશ્વરનો અવાજ આકાશમાંથી આવ્યો "તે મારો પ્રિય પુત્ર છે, અને હું તેનાથી ખૂબજ પ્રસન્ન છું."

alt

ઈશ્વરે યોહાનને કહ્યું, "પવિત્ર આત્મા નીચે આવશે અને કોઈ વ્યક્તિ જેને તમે બાપ્તિસ્મા આપશો એના પર ઉતરશે.તે વ્યક્તિ ઈશ્વરનો દીકરો છે. "માત્ર એક જ ઈશ્વર છે.યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે, તેણે પિતાને બોલતાં સાંભળ્યા, ઈશ્વરનાં પુત્ર ઈસુને જોયા, અને પવિત્ર આત્માને જોયા.

બાઈબલમાંથી વાર્તા:માથ્થી ૩; માર્ક ૧: ૯-૧૧; લુક ૩:૧-૨૩