gu_obs/content/20.md

9.5 KiB

બંદીવાસ અને પાછા ફરવું

alt

ઈઝ્રાયલનું રાજ્ય અને યહુદાનું રાજ્ય એ બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું.તેઓને ઈશ્વરે જે કરાર સિનાઇ પર આપ્યો હતો તે તોડી નાખ્યો.લોકો પસ્તાવો કરે અને ફરીથી, તેની ભક્તિ કરે એ વિષે ચેતવણી આપવા ઈશ્વરે તેમના પ્રબોધાકોને મોકલ્યા પણ તેઓ એ માન્યું નહિ.

alt

માટે ઈશ્વરે બંને રાજ્યોને તેમના શત્રુઓ દ્વારા તેમનો નાશ કરવાને અનુમતી આપી.આશૂરનું સામ્રાજ્ય, જે શક્તિશાળી હતુ અને ઘાતકી રાષ્ટ્ર હતુ, તેણે ઈઝ્રાયલના રાજ્યનો નાશ કર્યો.આશૂરના સૈન્યએ ઈઝ્રાયલ રાજ્યના ઘણા લોકોને મારી નાખ્યા. બધી જ માલ મિલ્કત તેઓ લઈ ગયા અને દેશને બાળી મુક્યો.

alt

આશૂરના લોકો બધા જ આગેવાનો, ધનવાન લોકો અને જે લોકો કુશળ કારીગરો હતા તે બધાને ભેગા કરીને તેઓ આશૂર લઈ ગયા.ફક્ત ગરીબ ઈઝ્રાયલીઓ જેઓને મારી નાંખવામાં આવ્યા નહોતા તેઓ જ ઈઝ્રાયલના રાજ્યમાં રહી ગયા.

alt

ત્યારબાદ આશૂરીઓ વિદેશીઓને ઈઝ્રાયલનું રાજ્ય જ્યાં હતું ત્યાં વસવા માટે લાવ્યા.વિદેશીઓએ નાશ કરેલા શહેરને ફરીથી બાંધ્યું અને ઈઝ્રાયલીઓ સાથે પરણ્યા કે જેઓ ત્યાં રહી ગયા હતા.ઈઝ્રાયલના જે વંશજો વિદેશીઓને પરણ્યા હતા તેઓ સમરૂનીઓ કહેવાયા.

alt

યહુદા રાજ્યના લોકોએ જોયું કે ઈશ્વરની આરાધના અને આજ્ઞાપાલન ન કરતા ઈઝ્રાયલ રાજ્યના લોકોને કેવી શિક્ષા કરી છે.તેમ છતાંપણ તેઓએ મૂર્તિપૂજા કરવાનું અને કનાનીઓના દેવોની ઉપાસના કરવાનું ચાલુ રાખ્યુ.ઈશ્વરે તેમને ચેતવવા માટે પ્રબોધકો મોકલ્યા પરંતુ તેઓએ તેમનું સાંભળવું નહિ.

alt

આશૂરે ઈઝ્રાયલના રાજ્યનો નાશ કર્યો તેના 100 વર્ષો બાદ, ઈશ્વરે નબૂખાદનેસ્સાર જે બાબિલનો રાજા હતો, તેને યહુદાના રાજ્ય ઉપર આક્રમણ કરવા મોકલ્યો.બાબિલ શક્તિશાળી સામ્રાજ્ય હતું.યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર રાજાના ગુલામ બનવાનું કબુલ્યુ અને તેને દર વર્ષે ઘણા રૂપિયા આપવાનુ નક્કી કર્યું.

alt

પરંતુ કેટલાક વર્ષો બાદ, યહુદિયાના રાજાએ નબુખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો.માટે બાબિલે પાછા આવીને યહુદિયાના રાજ્ય ઉપર હુમલો કર્યો.તેઓએ યરૂશાલેમનું શહેર કબજે કરી લીધુ, ભક્તિસ્થાનનો નાશ કર્યો અને શહેર અને ભક્તિસ્થાનનો સર્વ ખજાનો લૂંટી લીધો.

alt

યહુદિયાના રાજાને તેના બળવાની શિક્ષા આપવા માટે નબુખાદનેસ્સાર રાજાના સૈનિકોએ રાજાના પુત્રને તેની સામે મારી નાખ્યો અને ત્યારબાદ તેને આંધળો કરી દીધો.ત્યારબાદ, તેઓ રાજાને બાબિલના બંદિવાસમાં મરવા માટે લઈ ગયા.

alt

નબુખાદનેસ્સાર અને તેનું સૈન્ય યહુદિયાના રાજ્યના બધા લોકોને બાબિલ લઈ ગયા, જેઓ સૌથી ગરીબ હતા તેઓને જ વાળીઓમાં ખેતી કરવા માટે રહેવા દીધા.આ એ સમય હતો કે જેમાં ઈશ્વરના લોકોને વચનનો દેશ છોડીને બંદિવાસમાં જવા માટે દબાણ કરવામાં આવ્યું.

alt

જો કે ઈશ્વર તેના લોકોને તેમના પાપોને લીધે શિક્ષા કરી કે તેઓને બંદિવાસમાં મોકલવામાં આવે, પરંતુ તે તેઓને અથવા પોતાના વચનને ભૂલ્યા નહીં.ઈશ્વરે તેમની ઉપર દેખરેખ રાખવાનું તથા પોતાના પ્રબોધકો મારફતે તેમની સાથે બોલવાનું ચાલુ રાખ્યું.તેણે વચન આપ્યું કે સિત્તેર વર્ષો બાદ, તેઓ વચનના દેશમાં ફરીથી પાછા આવશે.

alt

સિત્તેર વર્ષો બાદ, કોરેશ, જે પર્શિયાનો રાજા હતો, તેણે બાબિલને હરાવ્યું અને પર્શિયાના સામ્રાજ્યએ બાબિલના સામ્રાજ્યનું સ્થાન લીધુ.ઈઝ્રાયલીઓ હવે યહુદીઓ કહેવાતા અને તેમાના ઘણા લોકોએ પોતાનુ આખું જીવન બાબિલમાં પસાર કર્યુંતેમાના ઘણા ઓછા એવા વૃદ્ધોને યહુદિયા દેશ યાદ હતો.

alt

પર્શિયન સામ્રાજ્ય શક્તિશાળી રાજ્ય હતું પરંતુ તેઓએ જીતેલી પ્રજા પ્રત્યે તેઓ દયાળુ હતા.કોરેશ પર્શિયાનો રાજા બન્યો તેના તરત બાદ તેણે આદેશ આપ્યો કે જે યહુદીઓ યહુદિયા પાછા જવા માંગતા હોય તેઓ પર્શિયા છોડીને યહુદિયા જઈ શકે છે.તેણે ભક્તિસ્થાનનુ પુન:બાંધકામ કરવા માટે નાણાં પણ આપ્યા !માટે, બંદિવાસમાં સિત્તેર વર્ષો બાદ, યહુદીઓનું એક નાનું જૂથ યહુદિયાના યરૂશાલેમ શહેરમાં પાછું ફર્યું.

alt

જ્યારે લોકો યરૂશાલેમમાં પાછા ફર્યા, તેઓએ ભક્તિસ્થાન અને શહેર ફરતે કોટ બાંધ્યો.જો કે હજુપણ બીજા લોકો દ્વારા તેમના ઉપર અમલ ચલાવાતો, ફરીથી તેઓ વચનના દેશમાં રહેવા લાગ્યા અને ભક્તિસ્થાનમાં આરાધના કરવા લાગ્યા.

બાઈબલમાંથી એક વાર્તા:2 રાજઓ 17; 24-25; 2 કાળવ્રત્તાંત 36; એઝરા 1-10; નહેમ્યાહ 1-13