gu_obs/content/18.md

7.7 KiB

વિભાજીત રાજ્ય

alt

ઘણા વર્ષો બાદ, દાઉદ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર સુલેમાન ઈઝ્રાયલ ઉપર રાજ કરવા લાગ્યો.ઈશ્વ્રરે સુલેમાનને કહ્યુ તારે જે માંગવુ હોય તે માંગ.જ્યારે સુલેમાને જ્ઞાન માંગ્યું ત્યારે ઈશ્વર તેનાથી ખુબજ ખુશ થયા અને તેને દુનિયાનો સૌથી બુજ્ઞાની માણસ બનાવી દીધો..સુલેમાન ઘણી બાબતો શીખ્યો અને ઘણો ન્યાયી ન્યાયાધીશ બન્યો.ઈશ્વરે તેને ઘણો સમૃદ્ધ બનાવ્યો.

alt

યરૂશાલેમમાં સુલેમાને ભક્તિસ્થાન બાંધ્યુ જેના માટે તેના પિતા દાઉદે યોજના બનાવી હતી અને સામગ્રી ભેગી કરી હતી.લોકો હવે મુલાકાતમંડપની જગ્યાએ ભક્તિસ્થાનમાં બલિદાનો ચઢાવવા લાગ્યા અને ઈશ્વરને ભજવા લાગ્યા.ઈશ્વર ભક્તિસ્થાનમાં હાજર હતાં અને તે ત્યાં તેના લોકો સાથે રહેતાં હતાં.

alt

પરંતુ સુલેમાનને બીજા દેશની સ્ત્રીઓ સાથે પ્રેમ થયો.તેણે તેમાની 1000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તેણે ઘણી સ્ત્રીઓ કરી અને ઈશ્વરને આજ્ઞાધિન ન રહયો. તેમાની ઘણી સ્ત્રીઓ કે જેઓ બીજા દેશની હતી તેઓ તેમના દેવોને લઈને આવી અને તેમનુ ઉપાસના કરવાનુ તેમણે ચાલુ રાખ્યુ. જ્યારે સુલેમાન ઘરડો થયો ત્યારે તેણે પણ મૂર્તિઓનુ ઉપાસના કર્યુ.

alt

ઈશ્વર સુલેમાનથી ક્રોધિત થયા અને તેના અવિશ્વાસીપણાની શિક્ષાના રૂપમાં તેણે ઈઝ્રાયલના રાષ્ટ્રને સુલેમાનના મૃત્યુ બાદ બે રાજ્યમાં વહેચવાનુ વચન આપ્યું.

alt

સુલેમાનના મૃત્યુ બાદ તેનો પુત્ર રહાબઆમ રાજા બન્યો.રહાબઆમ મૂર્ખ માણસ હતો.ઈઝ્રાયલનુ આખું રાજ્ય તેને રાજા બનાવવા માટે ભેગુ થયું.તેઓએ રહાબઆમને ફરીયાદ કરી કે સુલેમાને અમારા સાઠ ભારે મજૂરી કરાવીછે અને પુષ્કળ કર નાખ્યો છે.

alt

રહાબઆમેં મૂર્ખતાથી તેઓને જવાબ આપ્યો ”તમે એવુ વિચારો છો કે મારા પિતાએ તમારિ પાસે ભારે મજૂરી કરાવી છે. પરંતુ હું તેના કરતા પણ વધારે વેઠ તમારા પર નાખીશ અને તેના કરતા પણ વધારે શિક્ષા કરીશ.”

alt

ઈઝ્રાયલના દસ કુળોએ રહાબઆમ વિરુદ્ધ બળવો કર્યો.કેવળ બે કુળો જ તેને વિશ્વાસુ રહ્યા.આ બે કુળો યહુદાનુ રાજ્ય બ્ન્યા.

alt

ઈઝ્રાયલના બાકીના દસ કુળો કે જેઓએ રહાબઆમ વિરુદ્ધ બળવો કર્યો હતો તેઓએ યરોબઆમ નામના એક માણસને તેમના રાજા તરીકે નિયુકત કર્યો.તેઓએ પોતાનુ રાજ્ય દેશના ઉત્તર ભાગમાં સ્થાપ્યુ અને તેને ઈઝ્રાયલનુ રાજ્ય કહ્યુ.

alt

યરોબઆમે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને લોકોને પાપ કરવા પ્રેર્યા.તેણે ઈશ્વરની આરાધના કરવાને બદલે તેના લોકો માટે યહુદાના રાજ્યના ભક્તિસ્થાનમાં બે મૂર્તિઓની સ્થાપના કરી.

alt

યહુદાહનુ રાજ્ય અને ઈઝ્રાયલનુ રાજ્ય દુશ્મન બની ગયા અને એકબીજા સાથે વારંવાર લડવા લાગ્યા.

alt

ઈઝ્રાયલના નવા રાજ્યમાં દરેક રાજા દુષ્ટ હતો.ઘણા રાજાઓને બીજા ઈઝ્રાયલીઓ કે જેઓ તેમની જગ્યાએ રાજા બનવા માંગતા હતા તેઓ દ્વારા મારી નાંખવામાં આવ્યા.

alt

ઈઝ્રાયલ રાજ્યના બધા રાજાઓ અને લોકો મૂર્તિની પુજા કરતા હતા.તેઓની મૂર્તિપુજામાં ઘણીવાર જાતિય અનૈતિકતા અને બાળકોના બલિદાનનો સમાવેશ પણ કરતા હતા.

alt

યહુદાના રાજાઓ દાઉદના વંશજો હતા.તેમના ઘણા રાજાઓ સારાં હતા જેમણે ન્યાયથી રાજ કર્યું અને ઈશ્વરની આરાધના કરી.પરંતુ યહુદાના ઘણા રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ અને મૂર્તિપૂજક હતા. કેટલાક રાજાઓએ તો તેમના બાળકોનુ પણ ખોટા દેવતાઓ આગળ બલિદાન કર્યુ હતુ.યહુદાના મોટા ભાગના લોકોએ ઈશ્વર વિરુદ્ધ ગયા અને બીજા દેવતાઓની ઉપાસના કરી.

બાઈબલની વાર્તા1રાજા 1-6: 11-12