gu_obs/content/15.md

8.8 KiB

વચનનો દેશ

alt

છેવટે, સમય આવી પહોચ્યો કે ઈઝ્રાયલીઓ વચનની દેશ કનાનમાં પ્રવેશ કરે.યહોશુઆએ યરીખો શહેર કે જે મજબુત દિવાલો વડે સુરક્ષીત હતું તેમાં બે જાસુસો મોકલ્યા.શહેરમાં રાહાબ નામની એક વેશ્યા રહેતી હતી જેણે જાસુસોને સંતાડ્યા અને ત્યારબાદ તેમને ભાગી છુટવામાં મદદ કરી.તેણે આવું કર્યું કારણ કે તે ઈશ્વર પર વિશ્વાસ કરતી હતી.તેઓએ રાહાબ અને તેના પરિવારને જ્યારે તેઓ યરીખોનો નાશ કરે ત્યારે બચાવવાનું વચન આપ્યું.

alt

ઈઝ્રાયલીઓએ વચનના દેશમાં પ્રવેશવા માટે યર્દન નદી પાર કરવાની હતી.ઈશ્વરે યહોશુઆને કહ્યું, “યાજકોને પ્રથમ જવા દો.”જ્યારે યાજકોએ પોતાના પગ યર્દન નદીમાં મુક્યા કે દક્ષિણ તરફનું પાણી વહેવાનું બંધ થઈ ગયું અને માટે ઈઝ્રાયલીઓ નદીની બીજી બાજુએ સુકી ભૂમિ પર પહોચ્યા.

alt

યર્દન નદી પાર કર્યા બાદ, ઈશ્વરે યહોશુઆને જણાવ્યું કેવી રીતે શક્તિશાળી યરીખો શહેર ઉપર હુમલો કરવો.લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળી.જેમ ઈશ્વરે તેમને કરવા માટે કહ્યું હતું, સૈનિકો અને યાજકો યરીખો શહેરની ફરતે છ એક દિવસમાં એક વાર એમ છ દિવસ ફર્યા.

alt

ત્યારે સાતમા દિવસે, ઈઝ્રાયલીઓએ શહેર ફરતે સાત વાર ચક્કર માર્યા.જ્યારે તેઓ શહેરનું છેલ્લું ચક્કર મારી રહ્યા હતા ત્યારે, જ્યારે યાજકોએ રણશીંગડુ વગાડ્યું અને સૈનિકોએ ઉંચા આવાજે બૂમ પાડી.

alt

ત્યારે યરીખોની દિવાલ પડી ગઈ !ઈઝ્રાયલીઓને ઈશ્વરે જેમ આજ્ઞા કરી હતી તેમ શહેરમાંનાં સર્વનો નાશ કર્યો.તેમણે રાહાબ અને તેના પરિવારને બાકી રાખ્યું. જે ઈઝ્રાયલનો ભાગ બન્યો.જ્યારે બીજા લોકો કે જેઓ કનાનમાં રહેતા હતા. તેઓએ જ્યારે સાંભળ્યું કે ઈઝ્રાયલીઓએ યરીખોનો નાશ કર્યો છે ત્યારે તેઓને ડર લાગ્યો કે ઈઝ્રાયલીઓ તેમના પર પણ હુમલો કરશે.

alt

ઈશ્વરે ઈઝ્રાયલીઓને આજ્ઞા આપી હતી કે તેઓએ કનાનમાંની કોઈપણ દેશજાતિ સાથે સુલેહ કરવી નહીં.પરંતુ કનાનીઓની એક દેશજાતિ, જેઓ ગિબયોનીઓ કહેવાતા હતા તેઓએ યહોશુઆને જુઠું કહ્યું કે તેઓ કનાનથી ઘણે દૂર રહે છે.તેઓએ યહોશુઆને સુલેહ સંપ કરવાનું કહ્યું.

alt

યહોશુઆ અથવા ઈઝ્રાયલીઓએ ઈશ્વરને પૂછ્યું નહી કે ગિબયોનીઓ ક્યાંના છે.માટે યહોશુઆએ તેમની સાથે શાંતિ કરાર કર્યા.ઈઝ્રાયલીઓએ જ્યારે જાણ્યું કે ગિબયોનીઓએ તેમને છેતર્યા છે ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા, પરંતુ તેઓએ તેમની સાથે શાંતિના કરાર રાખ્યા, કારણ કે તે ઈશ્વર આગળ વચન હતું.થોડા સમય બાદ, કનાન દેશની બીજી જાતિ અમોરીઓએ સાંભળ્યું કે ગિબયોનીઓએ ઈઝ્રાયલ સાથે સલાહ કરી છે, માટે તેઓએ પોતાનું સૈન્ય ભેગું કર્યું અને તેનું એક સૈન્ય બનાવીને ગિબયોન ઉપર હુમલો કર્યો.ગિબયોનીઓએ યહોશુઆ ઉપર મદદ માટે સંદેશો મોકલ્યો.

alt

માટે યહોશુઆએ ઈઝ્રાયલના સૈન્યને ભેગું કર્યું અને તેઓએ ગિબયોન પહોચવા માટે આખી રાત કૂચ કરી.વહેલી સવારે તેઓએ અમોરી સૈન્યને આશ્ચર્ય પમાડતો હુમલો કર્યો.

alt

તે દિવસે ઈશ્વર ઈઝ્રાયલ માટે લડ્યો.તેણે અમોરીઓને અચંબિત કરી નાખ્યા અને તેણે મોટા કરા મોકલ્યા જે દ્વારા ઘણા અમોરીઓ મૃત્યુ પામ્યા.

alt

ઈશ્વરે સૂર્યને પણ આકાશમાં એક જગ્યાએ રોકી લીધો, જેથી ઈઝ્રાયલીઓ પાસે અમોરીઓને સંપૂર્ણ રીતે હરાવવાનો પૂરતો સમય હોય.તે દિવસે ઈશ્વરે ઈઝ્રાયલ માટે મોટો વિજય પ્રાપ્ત કર્યો.

alt

ઈશ્વરે તે સૈન્યને હરાવ્યા બાદ, કનાનની બીજી જાતિઓ પણ ભેગી થઈને ઈઝ્રાયલ ઉપર હુમલો કરવા લાગી.યહોશુઆ અને ઈઝ્રાયલીઓએ તેમની ઉપર હુમલો કરીને તેમનો નાશ કર્યો.

alt

આ યુધ્ધ બાદ, ઈશ્વરે ઈઝ્રાયલના દરેક કુળને વચનના દેશમાં પોતાનો ભાગ આપ્યો.ત્યારબાદ ઈશ્વરે ઈઝ્રાયલની સરહદમાં શાંતિ સ્થાપી.

alt

જ્યારે યહોશુઆ વૃધ્ધ થયો ત્યારે તેણે ઈઝ્રાયલના સર્વ લોકોને ભેગા કર્યા.ત્યારે યહોશુઆએ ઈશ્વરે સિનાઈમાં તેના કરારને માનવાની જે શરત હતી તે તેઓને યાદ કરાવી.લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું અને તેના નિયમોને અનુસરવાનું વચન આપ્યું.

બાઈબલની વાર્તાયહોશુઆ 1-24