gu_obs/content/12.md

8.0 KiB

નિર્ગમન

alt

ઈઝ્રાયલીઓ મિસર છોડવાથી ખૂબ જ આનંદિત હતા.હવે તેઓ ગુલામો રહ્યા નહતા અને તેઓ વચનના દેશમાં જઈ રહ્યાં હતા.ઈઝ્રાયલીઓએ મિસરીઓ પાસેથી જે કંઈ માગ્યું તે બધું જ એટલે સુધી કે સોનું, ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ પણ આપી.કેટલાક બીજા દેશોના લોકો કે જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા તેઓ પણ ઈઝ્રાયલીઓ સાથે મિસર છોડીને ગયા.

alt

ઈશ્વરે તેઓને દિવસ દરમ્યાન ઊંચા મેઘસ્તંભ મારફતે આગેવાની આપતાં અને રાત્રે તે અગ્નિસ્તંભ બની જતો.તેઓની મૂસાફરી દરમ્યાન ઈશ્વર હંમેશા તેઓ સાથે હતો અને માર્ગદર્શન આપતો હતો.તેમણે જે કરવાનું હતું તે તો કેવળ તેને અનુસરવાનું હતું.

alt

થોડા સમય બાદ, ફારુન અને તેના લોકોનું મન બદલાયું અને તેઓ ફરીથી ઈઝ્રાયલીઓને તેમના ગુલામ બનાવવા ચાહતા હતા.ઈશ્વરે ફારુનને હઠીલો કર્યો કે જેથી લોકો જોઈ શકે કે તે જ એકલો સાચો ઈશ્વર છે અને સમજી શકે, તે યહોવા, ફારુન અને તેના દેવતાઓ કરતા વધારે શક્તિશાળી છે.

alt

માટે ફારુન અને તેનું સૈન્ય ઈઝ્રાયલીઓને ફરીથી પોતાના ગુલામ બનાવવા માટે પાછળ પડ્યું.જ્યારે ઈઝ્રાયલીઓએ જોયું કે મિસરનું સૈન્ય આવી રહ્યું છે ત્યારે તેઓને સમજાયું કે તેઓ ફારુનના સૈન્ય અને લાલ સમુદ્રની વચમાં ફસાઈ ગયા છે.તેઓ ઘણા ભયભીત થઈ ગયા અને કહેવા લાગ્યા, “શા માટે અમે મિસર છોડ્યું ?અમે મરવા જઈ રહ્યા છીએ !”

alt

મૂસાએ ઈઝ્રાયલીઓને કહ્યું, “ભયભીત ના થાઓ !”ઈશ્વર આજે તમારા માટે યુદ્ધ કરશે અને તમને બચાવશે.ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “લોકોને કહે કે તેઓ લાલ સમુદ્ર તરફ આગળ વધે.”

alt

ત્યારબાદ ઈશ્વર મેઘસ્તંભ હટાવીને ઈઝ્રાયલીઓ અને મિસરીઓની વચમાં મુક્યો જેથી મિસરીઓ ઈઝ્રાયલીઓને જોઈ ના શકે.

alt

ઈશ્વરે મૂસાને કહ્યું કે તારો હાથ સમુદ્ર ઉપર લંબાવીને પાણીના બે ભાગ કરી દે.ત્યારે ઈશ્વરે પવન ચલાવ્યો અને સમુદ્રનું પાણી ડાબી તથા જમણી તરફ ધકેલાવા લાગ્યું જેથી સમુદ્ર મધ્યે માર્ગ બની ગયો.

alt

ઈઝ્રાયલીઓ બંને બાજુ પાણીની દિવાલ અને કોરી ભૂમિ મધ્યે ચાલ્યા.

alt

ત્યારબાદ ઈશ્વરે મેઘસ્તંભ હટાવી લીધો જેથી મિસરીઓ ઈઝ્રાયલીઓને જતા જોઈ શકે.મિસરીઓએ તેઓની પાછળ પડવાનો નિર્ણય કર્યો.

alt

માટે તેઓએ સમુદ્ર માર્ગે ઈઝ્રાયલીઓનો પીછો કર્યો પરંતુ ઈશ્વરે મિસરીઓને ગભરાવી દીધા અને તેઓના રથો ફસાઈ ગયા.તેઓએ બૂમ પાડી “અહીંથી ભાગો !”ઈશ્વર ઈઝ્રાયલીઓ માટે યુયુદ્ધ કરી રહ્યા છે.

alt

ઈઝ્રાયલીઓ સુરક્ષિત રીતે સમુદ્રને પેલે પાર પહોચી ગયા બાદ ઈશ્વરે મૂસાને ફરીથી પોતાનો હાથ લંબાવવા કહ્યું.જ્યારે તેણે તેવું કર્યું કે તરત જ પાણી મિસરીઓ ઉપર ફરી વળ્યું અને પુન:સ્થિતિમાં આવી ગયું.સમગ્ર મિસરનું સૈન્ય ડુબી ગયું.

alt

જ્યારે ઈઝ્રાયલીઓએ જોયું કે મિસરીઓ મૃત્યુ પામ્યા છે, તેઓએ ઈશ્વરમાં ભરોસો કર્યો અને વિશ્વાસ કર્યો કે મૂસા ઈશ્વરનો પ્રબોધક હતો.

alt

ઈઝ્રાયલીઓ એ માટે પણ આનંદથી રોમાંચિત થયા કે, ઈશ્વરે તેમને મૃત્યુ અને ગુલામીમાંથી બચાવ્યા હતા!હવે તેઓ ઈશ્વરની સેવા કરવા માટે મુક્ત હતા.ઈઝ્રાયલીઓએ તેમની નવી સ્વતંત્રતાની ઉજવણી કરવા ઘણા ગીતો ગાયા અને મિસરીઓના સૈન્યથી તેઓને બચાવવા માટે ઈશ્વરની સ્તુતિ કરી.

alt

ઈશ્વરે ઈઝ્રાયલીઓને દર વર્ષે પાસ્ખા ઊજવવાની આજ્ઞા કરી હતી જેથી તેઓ તે યાદ રાખી શકે કે કેવી રીતે ઈશ્વરે તેમને મિસરીઓ ઉપર વિજય અપાવ્યો અને તેમની ગુલામીમાંથી છોડાવ્યા.તેઓ તેને સંપૂર્ણ હલવાન કાપીને તેને બેખમીર રોટલી સાથે ખાઈને તેને ઉજવતા.

બાઈબલની વાર્તાનિર્ગમન 12:33-15:21