5.5 KiB
ઈસુ બીજી વાર્તાઓ શીખવે છે
તેમણે તેઓને સ્વર્ગના રાજ્ય વિશે કેટલીક વાર્તાઓ, સંભળાવી. ઉદાહરણ તરીકે, “સ્વર્ગનું રાજ્ય રાઈના એક દાણા સમાન છે, જેને કોઈ માણસે લઈને પોતાના ખેતરમાં વાવી દીધું. તમે જાણો છો કે રાઈના દાણો બીજા બધા બી કરતા નાનો હોય છે.”
“પણ જ્યારે રાઈનો દાણો વધે છે, તો તે બગીચાનાં છોડોમાં સૌથી મોટો છોડ થઈ જાય છે. એટલો મોટો કે પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર બેસે છે.”
ઈસુએ એક બીજી વાર્તા સંભળાવી, “સ્વર્ગનું રાજ્ય એક એવા ખમીર સમાન છે જેને કોઈ સ્ત્રીએ રોટલીના થોડાક લોટમાં ત્યાં સુધી ભેળવી દીધું કે તે પુરા લોટમાં ફેલાઇ ગયું.
સ્વર્ગનું રાજ્ય એક એવા ખજાના સમાન છે જેને કોઈ વ્યક્તિએ મેળવ્યો અને ખેતરમાં સંતાળી દીધો. બીજી વ્યક્તિને એ ખજાનો મળ્યો અને તેણે તે ફરીથી દાટી દીધો. એ આનંદથી એટલો ભરાઈ ગયો કે તેણે જઈને જે કાંઈ તેની પાસે હતું તે વેચી નાખ્યું અને એ ધનથી તેણે ખેતરને ખરીદી લીધું”
“ઈશ્વરનું રાજ્ય બહુમૂલ્ય સર્વોત્તમ મોતીના જેવું છે.જયારે વેપારીને તે મોટી જડ્યું ત્યારે તે ખરીદી લેવાને માટે જઈને પોતાનું બધુ વેચી નાખ્યું.”
પછી ઈસુએ જે પોતાના સારા કામો પર ભરોસો રાખતા હતા અને બીજા લોકોને તુચ્છ, માનતા હતા તેવા કેટલાક લોકોને વાર્તા સંભળાવી તેમણે કહ્યું, “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એમાંથી એક કર ઉઘરાવનારો, અને બીજો એક ધાર્મિક યાજક હતો.”
“ધાર્મિક યાજકે આ પ્રમાણે પ્રાર્થના કરી કે, ‘પરમેશ્વર તમારો ધન્યવાદ, કે હું બીજા લોકોના જેવો તેમજ આ કર ઉઘરાવનારા જેવો પાપી નથી - લુંટારો, અન્યાયી, વ્યભિચારી.
ઉદાહરણ તરીકે, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું અને મારા બધા ધન અને માલના દસ ટકા આપું છું.
તે ઉઘરાવનારો વ્યક્તિ યાજકથી દૂર ઊભો રહ્યો, અને ઉપર આંખ ઉઠાવીને પણ ન જોયું. પરંતુ તેણે પોતાની મુઠ્ઠીથી પોતાની છાતી ઠોકીને પ્રાર્થના કરી, ‘ઈશ્વર, કૃપા કરી મારા પર દયા કરો કેમ કે હું એક પાપી છું.”
પછી ઈસુએ કહ્યું “હું તને કહું છું કે,ઈશ્વરે એ કર ઉઘરાવનારની પ્રાર્થના સાંભળી અને તેને ન્યાયી જાહેર કર્યો. પરંતુ તેને ધાર્મિક યાજકની પ્રાર્થના સારી ન લાગી.જે ઘમંડી છે તેવા દરેકને ઈશ્વર નમ્ર કરશે, અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તે ઉચા ઉઠાવશે.”
બાઈબલ ની એક વાર્તાઃ માથ્થી ૧૩ઃ૩૧-૩૩, ૪૪-૪૬; માર્ક ૪ઃ૩૦-૩૨; લુક૧૩ઃ૧૮-૨૧;૧૮;૯-૧૪