gu_obs/content/48.md

9.8 KiB

48. ઈસુ પ્રતિજ્ઞા કરેલો ખ્રિસ્ત

OBS Image

જ્યારે દેવે સંસારની સૃષ્ટિ કરી, ત્યારે બધું એક દમ સારું હતું. સંસારમાં કંઈ પાપ ન હતું. આદમ અને હવા એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેઓ દેવને પ્રેમ કરતા હતા.પૃથ્વી પર કોઈ બિમારી કે મૃત્યુ ન હતું. જેવું દેવ ચાહતા હતા તેવી જ દુનિયા હતી.

OBS Image

હવાને ધોખો આપવા માટે શેતાને સાપ દ્વારા વાડીમાં તેને વાત કરી. પછી આદમ અને હવાએ દેવ વિરુદ્ધ પાપ કર્યું. કેમકે તેઓએ પાપ કર્યું, પૃથ્વી પર દરેક વ્યક્તિ બિમાર પડે છે અને મરે છે.

OBS Image

કેમકે આદમ અને હવાએ પાપ કર્યું, એક ભયાનક વાત બની. તેઓ દેવના શત્રુ બની ગયા. આનું પરિણામ એ આવ્યું કે ત્યારે પછી જે કોઈએ જન્મ લીધો તે એક પાપી સ્વભાવ સાથે પેદા થયો અને એ પણ દેવનો શત્રુ છે. દેવ અને માણસની વચ્ચેનો સંબંધ પાપના કારણે તૂટી ગયો.

OBS Image

પરંતુ દેવની પાસે તે સંબંધને પુનઃસ્થાપિત કરવાની યોજના હતી. દેવે વચન આપ્યું કે હવાનો એક વશં જ શેતાનના માથાને કચડી નાખશે, અને શેતાન તેની એડી પર ડસસે.આનો અર્થ એ થયો કે શેતાન ખ્રિસ્ત નો વધ કરશે, પરંતુ દેવ તેને ફરીથી જીવીત કરશે અને પછી ખ્રિસ્ત શેતાનના સામર્થ્યને હંમેશા માટે કચડી નાખશે.કેટલાક વર્ષો પછી દેવે પ્રગટ કર્યું કે ઈસુ જ ખ્રિસ્ત છે.

OBS Image

જ્યારે દેવે પૂર દ્વારા પૃથ્વીને નષ્ટ કરી, તેણે હોડી પણ બનાવાનું કહ્યું કે જેથી દેવ પર વિશ્વાસ કરનારા લોકો ને બચાવી શકાય. એવી રીતે હર કોઈ પોતાના પાપો માટે નષ્ટ થવા યોગ્ય છે, પરંતુ દેવે ઈસુને ઉપ્લધકરી આપ્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેને બચાવી શકશે.

OBS Image

સૌ વર્ષથી વધુ યાજકો લોકો માટે દેવને બલિદાન ચઢાવ્યો જેથી તેઓને બતાવી શકે કે પોતાના પાપો માટે તેઓ કયા દંડ યોગ્ય છે.પણ તે બલિદાન તેમના પાપોને મટાવી ન શકે. ઈસુ સૌથી મહાન યાજક છે. અન્ય યાજકોના વિપરીત તેણે પોતાને એકમાત્ર એવું બલિદાન ચઢાવ્યું કે સંસારના લોકો ના પાપોને મટાવી શકે. ઈસુ સિદ્ધ પ્રધાનયાજક છે કેમકે તેણે બધાના પાપોનો દંડ પોતાના ઉપર ઉઠાવી લીધો.

OBS Image

દેવે ઇબ્રાહિમને કહ્યું, “પૃથ્વીની બધી જાતિઓ તારા દ્વારા આશીર્વાદ પામશે.” ઈસુ ઇબ્રાહિમના વંશનો હતો. બધા જાતિઓ તેના દ્વારા આશીષિત છે, કેમકે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેને પાપોથી ઉદ્ધાર મળે છે, અને ઇબ્રાહિમનો એક પવિત્ર અને આત્મિક સંતાન બની જાય છે.

OBS Image

જ્યારે દેવે ઇબ્રાહિમને પોતાના દીકરા, ઇસ્હાકને બલિદાન આપવા માટે કહ્યું તો દેવે ઇસ્હાકના સ્થાને બલિદાન થવા માટે એક ઘેટાને તૈયાર કર્યું.આપણે બધા આપણા પોપોને કારણે મૃત્યુને યોગ્ય છીએ. પરંતુ દેવે તેના ઘેટાં, ઈસુને આપણા સ્થાન પર મરવા માટે મોકલ્યો.

OBS Image

જ્યારે દેવે મિસ્ર દેશમાં આખરી મહામારી મોકલી, ત્યારે તેણે દરેક ઇસ્રાએલ પરિવારને કહ્યું કે તે એક સિદ્ધ ઘેટાંનું બલિદાન આપે અને તેનું લોહી પોતાના દરવાજાના મોખટ ઉપર ચારે બાજુ ફૈલાવી દે. જ્યારે દેવે લોહી જોયું ત્યારે તેઓ તે ઘરને છોડીને આગળ ચાલ્યા ગયા અને તેમના પહેલાં એકના એક પુત્રનો વધ ન કર્યો. આ ઘટના અનાજ કાપવાની હોય તે વખતની વાત કહેવાય છે.

OBS Image

ઈસુ આપણી કાપણીનું ઘેટું છે. એ સંપૂર્ણ અને નિષ્પાપી હતું અને તેમણે કાપણીનાં ઉત્સવના સમયે મારી નાખ્યું હતું. જે કોઈ વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે ઈસુ તેનાપાપોનું મુલ્ય ચૂકવે છે અને દેવનો દંડ તેના પરથી હટી જાય છે. દેવે ઇસ્રાએલને વચન આપ્યું હતું કે તેઓ તેના પસંદ કરેલા લોકો હતા.

OBS Image

પરંતુ હવે દેવે એક નવો કરાર કર્યો છે જે બધા લોકો માટે છે. આ નવા કરાર દ્વારા કોઈ પણ જાતિનો કોઈ પણ વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

OBS Image

મૂસા એક મહાન પ્રબોધક હતો, જેણે દેવની ઘોષણા કરી. પરંતુ ઈસુ બધા પ્રબોધકોમાં મહા ઉત્તમ પ્રબોધક હતો. એ દેવ છે, જોજે કંઈપણ તેણે કહ્યું અને કર્યું, એ દેવના કાર્ય અને શબ્દ હતા. એ માટે ઈસુએ દેવના વચનો કહ્યા છે.

OBS Image

દેવે દાઉદ રાજાને વચન આપ્યું હતું કે તેનો એક વંશજ દેવના લોકો પર સદા રાજ કરશે. કેમકે ઈસુ દેવનો પુત્ર છે. એ ખ્રિસ્ત છે. તે દાઉદનો વિશેષ વંશજ છે, જે હંમેશા રાજ કરી શકે છે.

OBS Image

દાઉદ ઇસ્રાએલનો રાજા હતો, પરંતુ ઈસુ સમગ્ર ભ્રહ્માંડનો રાજા છે. એ ફરીથી આવશે, અને પોતાના રાજ્ય પર ન્યાય અને શાંતિ સાથે હંમેશા રાજ કરશે.

બાઇબલની એકવાર્તાઃ ઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨શમુએલ ૭; હિબ્રૂ ૩ઃ૧-૬, ૪, ૧૪-૫ઃ૧૦, ૭ઃ૧-૮ઃ૧૩, ૯ઃ૧૧-૧૦ઃ૧૮; પ્રકટીકરણ ૨