gu_obs/content/35.md

7.4 KiB
Raw Blame History

35. દયાળુ પિતાની વાર્તા

OBS Image

એક દિવસ ઈસુ ઘણા બધા કર લેવાવાળાઓને અને પાપીઓને શીખવી રહ્યો હતો,જેઓ તેને સાંભળવા માટે એકઠા થયા હતા.

OBS Image

ત્યાં કેટલાંક ધાર્મિક યાજકો હતા. તેઓએ જોયું કે ઈસુ પાપીઓ સાથે મિત્રો જેવો વ્યવહાર કરી રહ્યો હતો, અને તેઓ માહોમાહે આલોચના કરવા લાગ્યા. માટે ઈસુએ તેઓને એક વાર્તા સંભળાવી.

OBS Image

“એક માણસને બે દીકરા હતા. નાના દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘પિતાજી, ધનસંપત્તિનો મારો હિસ્સો મને અત્યારે જ જોઈએ! ત્યારે પિતાએ પોતાની સંપત્તિ પોતાના બન્ને દીકરાઓ વચ્ચે વહેંચી આપી.

OBS Image

જલ્દીથી નાના દીકરાએ તેની પાસે જે કંઈ હતું તે બધું એકઠુ કર્યું અને કસે દૂર ચાલ્યો ગયો અને પાપમય જીવનમાં પોતાની સંપત્તિ વેળફી નાખી.

OBS Image

પછી, જે દેશમાં નાનો દીકરો રહેતો હતો ત્યાં ભયંકર દુકાળ પડ્યો, અને તેની પાસે ભોજન ખરીદવા માટે પૈસા ન હતા. તેને ફક્ત ભૂંડો ચરવાનું કામ મળ્યું. એ એટલો દુઃખી અને ભૂખ્યો હતો કે ભૂંડોના જ ખોરાકથી પેટ ભરવા ઇચ્છતો હતો.

OBS Image

“છેવટે, નાના દીકરાએ પોતાને કહ્યું કે, ‘હું અહીં શું કરું છું? મારા પિતાના બધા જ નોકરો પાલે ખાવા માટે પુષ્કળ ખોરાક છે. અને હું તો અહીં ભૂખે મરું છું. હું મારા પિતાની પાસે પાછો જઈશ અને તેનો એક નોકર બનીશ.

OBS Image

છેવટે નાનો દીકરો ફરીથી પોતાના પિતાના ઘેર જવા તૈયાર થઈ ગયો. જ્યારે તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેની પર દયા કરી. તે પોતાના પિતા તરફ દોડ્યો અને તેને ભેટી પડ્યો અને ચૂમ્યો.

OBS Image

દીકરાએ કહ્યું, પિતાજી, મેં ઈશ્વર અને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.

OBS Image

પરંતુ તેના પિતાએ પોતાના નોકરોને કહ્યું, ‘જલ્દી જાઓ અને સારા કપડાં લાવો અને મારા દીકરાને પહેરાવો. એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગમાં જોડા પહેરાવો. અને પાળેલા વાછડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો પરતું હવે તે જીવતો છે. તે ખોવાય ગયો હતો, પણ હવે તે જડ્યો છે.

OBS Image

અને તે લોકો આનંદ કરવા લાગ્યા. થોડા સમય પછી, વડો દીકરો ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો અને ચકિત થઈ ગયો કે શું થઈ રહ્યું છે.

OBS Image

જ્યારે મોટા દીકરાને ખબર પડી કે નાના દીકરાના ઘેર પાછા આવવાના કારણે તેઓ આનંદ મનાવી રહ્યા છે, તે ખૂબજ ગુસ્સે થયો અને ઘરની અંદર જવા રાજી નહોતો. તેના પિતા બહાર આવીને આજીજી કરી કે તે તેઓની સાથે આનંદ કરે. પણ તેણે ના પાડી દીધી.

OBS Image

મોટા દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘આટલા બધા વરસોમાં મેં તારા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. મેં કદી તારી આજ્ઞાનું ઉલ્લઘન કર્યું નથી. તેમ છતાં મારા મિત્રો સાથે આનંદ મનાવા તેં મને બકરીનું એક નાનું બચ્ચું પણ નહિ આપ્યું. પરંતુ આ તારો દીકરો તારી સંપત્તિ પાપમય કામોમાં વેડફીને ઘેર પાછો આવ્યો, તો તેં તેને સારું પાળેલા વછરડાને કપાવ્યો’

OBS Image

પિતાએ ઉત્તર આપ્યો, ‘મારા દીકરા, તું નિત્ય મારી સાથે છે. અને જે કંઈ મારું તે સંઘળું તારું જ છે. પણ હવે આપણા માટે આનંદ કરવું સારું છે, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને હવે જીવતો છે. તે ખોવાયેલો હતો, પણ હવે જડ્યો છે!”

બાઇબલની એક વાર્તા : લૂક ૧૫ઃ૧૧-૩૨