gu_obs/content/22.md

5.9 KiB

22. યોહાનનો જન્મ

OBS Image

ભૂતકાળમાં, દેવે દેવદૂતો અને પ્રબોધકો વડે તેમના લોકો સાથે વાત કરી હતી. પરંતુ તે પછી ૪૦૦ વર્ષ ચાલ્યા ગયા જયારે તેઓ તેમની સાથે કોઈ વાત ન કરી. અચાનક એક દેવદૂતે ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે દેવનો એક સંદેશ લાવ્યો. ઝખાર્યા અને તેની પત્ની એલિઝાબેથ ઈશ્વરભક્ત લોકો હતા, પરંતુ તેને કોઇ પણ બાળકો થવા સક્ષમ ના હતા.

OBS Image

દૂતે ઝખાર્યાને કહ્યું, “તમારી પત્નીને પુત્ર થશે. તમે તેને યુહાન નામ આપશે. તેમણે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને મસિહા માટે લોકોને તૈયાર કરશે!” ઝખાર્યાએ પ્રતિભાવ આપ્યો, “મારી પત્ની અને હું બાળકો થવા માટે ખુબ જ વૃદ્ધ છે. આ થશે એ મને કેવી રીતે ખબર પડશે?”

OBS Image

દૂતે ઝખાર્યાને પ્રતિભાવ આપ્યો, “તમને આ સારા સમાચાર બતાવવા માટે દેવે મને મોકલ્યો છે. બાળકનો જન્મ જ્યાં સુધી ના થઇ જાય ત્યાં સુધી તમે વાત કરવા માટે અસમર્થ રેહશે કારણ કે તમે મારા પર વિશ્વાસ ના કર્યા.” તરત જ, ઝખાર્યા બોલવા માટે અસમર્થ થઇ ગયા.પછી દેવદૂતે ઝખાર્યા પાસેથી ચાલ્યા ગયા. આ પછી, ઝખાર્યા ઘરે પરત ફર્યા અને તેની પત્ની ગર્ભવતી બની હતી.

OBS Image

જયારે એલિઝાબેથ છ મહિનાથી ગર્ભવતી હતી, ત્યારે અચાનક એ સ્વર્ગ્દૂત એલિઝાબેથના સંબંધી પાસે દેખાયા, જેનું નામ મરિયમ હતું. તે એક કુંવારી હતી અને યૂસફ નામનો એક માણસ સાથે સગાઈ થઇ હતી. દૂતે કહ્યું, તમે ગર્ભવતી બનશે અને એક પુત્રને જન્મ આપશે. તમે તેણે ઈસુ નામ આપવું છે. તેમણે સર્વોચ્ચ દેવના પુત્ર હશે અને કાયમ માટે શાસન કરશે.”

OBS Image

મરિયમે જવાબ આપ્યું “આ કેવી રીતે હોઈ શકે છે જયારે હું એક કુંવારી છું? દેવદૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તમારા પર આવશે, અને દેવની શક્તિ તમારા ઉપર પડશે. જેથી બાળક જે દેવનો પુત્ર છે, પવિત્ર હશે.” મરિયમે દેવદૂતની વાત વિશ્વાસ કરી અને સ્વીકાર્યું.

OBS Image

દેવદૂતની વાત પછી તરત જ મરિયમે ગયા અને એલિઝાબેથની મુલાકાત લીધી. જયારે એલિઝાબેથે મરિયમની શુભેચ્છા સાંભળ્યું તરત જ, એલિઝાબેથના બાળક તેના અંદર કૂદવા લાગ્યા. તે સ્ત્રીઓ દેવે તેમને માટે શું કર્યું તે વિશે સાથે ખૂબ જ આનંદ માણ્યા. મરિયમે ત્રણ મહિના માટે એલિઝાબેથની મુલાકાત લીધી, અને ઘરે પરત ફર્યા.

OBS Image

એલિઝાબેથ પુત્રને જન્મ આપ્યા, પછી દેવદૂતની આદેશ પ્રમાણે, ઝખાર્યા અને એલિઝાબેથે બાળકને યુહાન નામ આપ્યું હતું. પછી દેવે ઝખાર્યાને ફરી વાત કરવાની મંજૂરી આપી. ઝખાર્યાએ કહ્યું, “ દેવની પ્રશંસા થાય, કારણ કે તેમણે તેની પ્રજાને યાદ રાખી છે! તમે, મારા પુત્ર, સર્વોચ્ચ દેવના પ્રબોધક કહેવાશે જે પ્રજાને તેમના પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવશે!”

બાઈબલમાંથી એક વાર્તા: ​લૂક ૧