gu_obs/content/21.md

9.6 KiB

21. દેવે મસિહાનો વચન આપ્યું

OBS Image

ખૂબ જ શરૂઆતથી, દેવે મસિહાને મોકલવાનો આયોજન કર્યો. મસિહાનો પ્રથમ વચન આદમ અને હવા પાસે આવ્યા હતા.દેવે વચન આપ્યું કે હવા દ્વારા એક વંશ ઉત્પન્ન થશે અને તે સર્પના માથું કચરશે.જે સાપ હવાને છેતરી હતી તે શેતાન હતો.વચન નો અર્થ એ હતો કે મસિહા સંપૂર્ણ રીતે શેતાનને હરાવશે.

OBS Image

દેવે ઈબ્રાહીમને વચન આપ્યું કે તેના વડે પૃથ્વીના તમામ જાતના લોકોને આશીર્વાદ મળશે. ભવિષ્યમાં જયારે મસીહા આવશે ત્યારે આ વરદાન પૂરું થશે. તેમના મારફતે દરેક માનવ જાતી ના ઉદ્ધાર શક્ય થઇ શકે છે.

OBS Image

દેવે મુસાને વચન આપ્યું કે ભવિષ્યમાં તેમણે મુસાની જેમ અન્ય પ્રબોધકને ઉભું કરશે. મસિહા વિશે આ બીજુ વચન હતું જે થોડા સમય પછી આવવાનો હતો.

OBS Image

દેવે દાઉદને વચન આપ્યું કે તેના પોતાના જ એક વંશ દેવના લોકોને કાયમ માટે રાજ કરશે. એના અર્થ એ હતું કે મસિહા દાઉદના પોતાના જ એક વંશ હશે.

OBS Image

પ્રબોધક યર્મિયા મારફતે દેવે વચન આપ્યું હતું કે સિનાઈ પર્વત પર ઇઝરાયેલ સાથે કરાર કર્યો તેવું નહિ, પરંતુ એક નવો કરાર બનાવશે નવા કરારમાં, દેવે લોકોના હૃદય ઉપર તેમના કાયદો લખશે,લોકો દેવને વ્યક્તિગત રીતે જાણશે,તેઓ તેમણા લોકો થશે,અને દેવે તેમના પાપો માફ કરશે.મસિહા નવો કરાર શરૂ કરશે.

OBS Image

દેવના પ્રબોધકોએ જણાવ્યું હતું કે તે મસિહા એક પ્રબોધક, એક પુરોહિત, અને એક રાજા હશે.પ્રબોધક એ વ્યક્તિ છે જે દેવના શબ્દો સાંભળે છે અને પછી લોકોને ઘોષણા કરે છે.જે મસિહાને દેવે મોકલવાનું વચન આપ્યું હતું તે એક યોગ્ય પ્રબોધક હશ

OBS Image

ઇઝ્રએલી યાજકો લોકો માટે તેમના પાપોની સજાને બદલે દેવને બલિદાન ચઢાવતા હતા. યાજકો પણ લોકો માટે દેવને પ્રાર્થના કરી. મસિહા એક યોગ્ય પ્રમુખ યાજક થશે જે એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ કરશે.

OBS Image

રાજા એ વ્યક્તિ છે જે એક સામ્રાજ્ય ઉપર શાસન કરે છે અને લોકોને ન્યાય કરે છે. મસિહા એક સંપૂર્ણ રાજા હશે જે તેના પૂર્વજ દાઉદના સિંહાસન પર બેસશે. તેમણે સમગ્ર પૃથ્વી પર શાસન કરશે,અને હંમેશા પ્રમાણિકતા સાથે ન્યાય કરશે અને યોગ્ય નિર્ણયો લેશે.

OBS Image

દેવના પ્રબોધકોએ મસિહા વિશે ઘણી અન્ય વસ્તુઓની આગાહી કરી હતી. માલાખી પ્રબોધકે આગાહી કરી હતી કે મસિહા પહેલાં એક મહાન પ્રબોધક આવશે. પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસિહા નો જન્મ કુંવારીથી થશે.પ્રબોધક મીખાહે કહ્યું હતું કે તેમણો જન્મ બેથલેહેમ નગરમાં થશે.

OBS Image

પ્રબોધક યશાયાહે કહ્યું હતું કે મસિહા ગાલીલમાં રેહશે, દિલ તૂટેલાલોકોને આરામ આપશે, અને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરશે અને કેદીઓ ને છુટકારો આપશે.તેમણે આ વાત પણ આગાહી કરી હતી કે મસિહા બીમાર લ ોકોને સાજા કરશે અને તેઓને પણ જે સાંભળવા, જોવા,બોલવા અથવા ચાલવા અશક્ય છે.

OBS Image

પ્રબોધક યશાયાહ પણ ભવિષ્યવાણી કરી હતી કે મસિહાને કારણ વગર નફરત અને ધિક્કારવામાં આવશે. બીજા પ્રબોધકોએ આગાહી કરી કે જે લોકો મસિહાની હત્યા કરશે તેઓ તેમના કપડાં માટે જુગાર કરશે અને એક મિત્ર તેમને દગો દેશે. પ્રબોધક ઝખાર્યાહે આગાહી કરી કે જે મિત્ર મસિહાને દગો દેશે તેણે ચુકવણી તરીકે ત્રીસ ચાંદીના સિક્કા આપવામાં આવશે.

OBS Image

પ્રબોધકો આ પણ જણાવ્યું કે મસીહાનો મૃત્યુ કેવી રીતે થશે. યશાયા ભવિષ્યવાણી કર્યું કે લોકો મસિહાના મોક પર થુંકશે, હાંસી ઉડાવશે,અને તેમને મારશે.તેઓ તેને વીંધી નાખશે અને તેમણે કશું ખોટું ન કર્યા છતાં,અતિ દુઃખ અને યાતના સાથે મૃત્યુ પામશે.

OBS Image

પ્રબોધકો એ પણ જણાવ્યું કે મસીહ કોઈ પાપ વિના સંપૂર્ણ હશે. તેમણે બીજા લોકોના પાપોની કારણે સજા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ પામેશે. તેમણી શિક્ષા દેવ અને લોકો વચ્ચે શાંતિ લાવશે.આ કારણે,દેવની ઈચ્છા એ હતી કે તે મસિહાને કચડી નાખે.

OBS Image

પ્રબોધકોએ આગાહી કરી કે મસિહા મૃત્યુ પામેશે અને દેવે તેને મૃત્યુમાંથી જીવિત કરશે. મસિહાની મૃત્યુ અને પુનરુંત્થાન દ્વારા, દેવે પાપીઓને બચાવવાની યોજના પૂર્ણ કરશે,અને નવો કરાર શરૂ કરશે

OBS Image

દેવે મસિહા વિશે પ્રબોધકોને અનેક વસ્તુઓ બતાવ્યા, પરંતુ મસિહા આ કોઈ પણ પ્રબોધકોના સમયે આવ્યા નથી. ૪૦૦ થી વધુ વર્ષ પછી જયારે આ છેલ્લા ભવિષ્યવાણીઓં આપવામાં આવશે, બરાબર યોગ્ય સમયે,દેવે સંસારમાં મસિહાને મોકલશે.

બાઈબલમાંથી એક વાર્તા: ઉત્પત્તિ ૩: