gu_obs/content/02.md

7.4 KiB

2. પાપનો જગતમાં પ્રવેશ

OBS Image

આદમ અને તેની પત્ની ઇશ્વરે તેમના માટે બનાવેલી સુંદર વાડીમાં આનંદથી રહેતા હતા. તેમાંથી કોઇએ પણ કપડાં પહેર્યા ન હતા, અને આથી તેઓને શરમ પણ આવતી નહોતી. કારણ કે જગતમાં પાપ નહોતું. તેઓ વારંવાર ઇશ્વર સાથે વાડીમાં ચાલતા અને વાતો કરતા.

OBS Image

પરંતુ વાડીમાં એક ધૂર્ત સર્પ હતો. તેણે સ્ત્રીને પૂછ્યું કે શું ઇશ્વરે ખરેખર તમને એવું કીધું છે, કે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું.

OBS Image

સ્ત્રીએ જવાબ આપ્યો, “ ઇશ્વરે અમને કહ્યું છે, કે અમે દરેક વૃક્ષનું ફ ખાઇ શકીએ છીએ સિવાય કે ભલુભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ.“ ઇશ્વરે અમને કહ્યું છે “ જો તમે આ ફળ ખાશો અથવા અડકશો તો તમે મરશો.“

OBS Image

સર્પે સ્ત્રીને જવાબ આપ્યો “ આ સાચું નથી. તમે નહી મરશો. “ ઇશ્વર જાણે છે કે તમે ખાશો તે જ ઘડીએ તમે ઇશ્વરના જેવા ભલુભૂંડુ જાણનારા થઇ જશો.

OBS Image

સ્ત્રીએ જોયું ફળ ખાવાને વાસ્તે સારુ, અને જોવામાં સુંદર છે. તે પણ જ્ઞાની બનવા માગતી હતી, માટે તેણે એક ફળ લીધું અને ખાધું. ત્યારબાદ તેણે તેના પતિને પણ ખાવા માટે આપ્યું. જે તેની સંગાથે હતો અને તેણે પણ તે ખાધું.

OBS Image

તરત જ તેમની આંખો ઉઘડી ગઇ અને તેઓએ જોયું કે તેઓ નાગા છે. તેઓએ પાંદડાઓને એકબીજા સાથે સીવીને કપડા બનાવવાનો અને પોતાના શરીરો ઢાંકવાનો પ્રયત્ન કર્યો.

OBS Image

ત્યારે માણસ અને તેની પત્નીએ વાડીમાં ચાલતા ઇશ્વરનો અવાજ સાંભળ્યો. તેઓ બંને ઇશ્વરથી સંતાયા. અને ઇશ્વરે માણસને કહ્યું, “ તું ક્યાં છે? “ આદમે કહ્યું. “ મેં વાડીમાં તારા ચાલવાનો અવાજ સાંભળ્યો, અને માટે હું બીધો, કારણ કે હું નાગો હતો. માટે હું સંતાઇ ગયો."

OBS Image

ત્યારે ઇશ્વરે પૂછ્યું “ તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે તેં ખાધું છે શું ? “ માણસે કહ્યું મારી સાથે રહેવા સારુ જે સ્ત્રી મને આપી છે તેણે મને ફળ આપ્યું. ત્યારે ઇશ્વરે સ્ત્રીને પૂછ્યું, આ તેં શું કર્યું છે ? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો “ સર્પે મને છેતરી“

OBS Image

ઇશ્વરે સર્પને કહ્યું તું શાપિત છે. તું પેટે ચાલશે ને ધૂળ ખાશે. તારી અને તારી સ્ત્રીની વચ્ચે અને તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડી છુંદશે.

OBS Image

ત્યારબાદ ઇશ્વરે સ્ત્રીને કહ્યું, કે તું દુઃખે બાળક જણશે. અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પણ ધણીપણું કરશે.

OBS Image

ઇશ્વરે માણસને કહ્યું તેં તારી પત્નીની વાત માની અને મારી આજ્ઞાનો ભંગ કર્યો. હવે ભૂમિ શાપિત થઇ છે અને તારે ભોજન માટે સખત મહેનત કરવી પડશે.અને તું મરશે અને તારુ શરીર પાછું ધૂળમાં મળી જશે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે “ સજીવ“ પાડ્યું કેમ કે તે સર્વ સજીવોની મા હતી. અને ઇશ્વરે આદમ અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યાં.

OBS Image

ત્યારે ઇશ્વરે કહ્યું, “ જૂઓ માણસ આપણામાંના એક સરખો ભલુભૂંડુ જાણનાર થયો છે. તેઓને જીવનના વૃક્ષનું ફળ ખાવા દેવા જોઇએ નહિ, રખેને તેઓ સદા જીવતા રહે.“ માટે ઇશ્વરે આદમ અને હવાને સુંદર વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. અને ઇશ્વરે વૃક્ષની વાટને સાચવવા સારુ પ્રવેશ દ્વાર ઉપર પરાક્રમી દૂતોને મૂક્યા રખને જીવનના વૃક્ષના ફળમાંથી ખાય.

બાઇબલની વાર્તા: ઉત્પતિ 3