6.2 KiB
ઈસુએ પોતાની સેવાકાર્યની શરૂઆત કરી
શેતાનના પરીક્ષણો પાર થયા પછી, ઈસુ જ્યાં રહેતા હતા તે ગાલીલના પ્રદેશમાં પવિત્ર આત્માના સામર્થ્ય સાથે પાછા ફર્યા.ઈસુ શીખવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા.દરેક લોકોએ તેમના વિષે સારી વાત કરી.
ઈસુ જ્યાં મોટા થયા હતા, ત્યાં નાઝરેથ નગરમાં ગયા.વિશ્રામવારના દિવસે, તે પ્રાર્થના સ્થળે ગયા.તેઓએ તેમને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપ્યુ.ઈસુએ પુસ્તક ખોલ્યું અને એક ભાગ લોકોને વાંચી સંભળાવ્યો.
ઈસુએ વાંચ્યું, "ગરીબોને સુવાર્તા આપવા, કેદીઓને મુક્ત કરવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને પીડિતોને સ્વતંત્ર કરવા માટે દેવે મને તેમનો આત્મા આપ્યો છે”.આ વર્ષ ઈશ્વરની કૃપાનું છે.
પછી ઈસુ નીચે બેસી ગયાં.બધા લોકોએ તેમને ધ્યાનથી જોયા.તેમણે પુસ્તકમાંથી મસીહા વિષે જે ભાગ વાંચ્યો, તે લોકો જાણતા હતા.ઈસુએ કહ્યું, "જે શબ્દો મેં વાંચ્યા છે તે હમણાં થઈ રહ્યું છે."બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા."શું આ યૂસફનો દીકરો નથી?" તેઓએ કહ્યું.
પછી ઈસુએ કહ્યું, “એ સાચું છે કે કોઈપણ પ્રબોધકનો પોતાના જ શહેરમાં સ્વીકાર થતો નથી.એલિયા પ્રબોધકના સમયગાળા દરમિયાન ઇઝ્રાયલમાં ઘણી વિધવાઓ હતી.પરંતુ જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે, દેવે એલિયાને ઇઝ્રાયલી વિધવાને મદદ કરવા નહિ, પરંતુ તેના બદલે બીજા દેશની વિધવા પાસે મોકલ્યો હતો."
પછી ઈસુએ કહ્યું, " એલિશા પ્રબોધકના સમયમાં, ચામડીના રોગથી પીડિત ઇઝ્રાયલમાં ઘણા લોકો હતા.પરંતુ એલિશાએ તેમાંના કોઈને પણ સાજા કર્યા ન હતા.તેમણે માત્ર નામાનનો કોઢ સાજો કર્યો, જે ઇઝ્રાયલી દુશ્મનનો સેનાપતિ હતો.જે લોકો ઈસુને સાંભળતા હતા તે યહૂદીઓ હતા.તેમને આમ કહેતા સાંભળીને તેઓ ગુસ્સેથી ભરાઈ ગયા.
નાઝરેથના લોકોએ તેમને આરાધનાલયમાંથી બહાર હાંકી કાઢ્યા અને તેમને મારી નાખવા માટે એક પર્વતની કોર પાસે લઈ ગયા.પરંતુ ઈસુ એ ભીડની વચ્ચેથી નીકળી ગયા અને નાઝરેથનું નગર છોડી દીધું.
પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં ગયા અને મોટી સંખ્યામાં ભીડ તેમની પાસે આવી હતી .તેઓ બીમાર, ચાલવા, જોવા,સાંભળવા અને બોબોલવામાં અશક્તએવા અપંગ લોકોને લાવ્યા, અને ઈસુએ તેઓને સાજા કર્યા.
ઘણા લોકો જેમાં દુષ્ટઆત્મા હતા તેમને ઈસુ પાસે લાવવામાં આવ્યા.ઈસુની આજ્ઞાથી, દુષ્ટઆત્માઓ લોકોમાંથી બહાર આવ્યા, અને ઘણી વખત બૂમો પાડતાં, "તું ઈશ્વરનો પુત્ર છે!"ભીડ આશ્ચર્ય પામી અને ઈશ્વરની આરાધના કરી.
પછી ઈસુએ બાર પુરુષોને પસંદ કર્યા જેઓ પ્રેરિત કહેવાયા.પ્રેરિતોએ ઈસુ સાથે મુસાફરી કરી અને તેમની પાસેથી શીખ્યા.
બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪