4.1 KiB
પાસ્ખા
ઈશ્વરે ફારુનને ચેતવ્યો કે જો તે ઈઝ્રાયલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી દરેક પ્રથમજનિતને મારી નાંખશે.જ્યારે ફારુને તે સાંભળ્યું ત્યારે તેણે તે માનવાનું અને ઈશ્વરને આજ્ઞાધિન રહેવાનું નકાર્યું.
ઈશ્વર પર જે કોઈ વિશ્વાસ કરે તેના માટે એક માર્ગ આપ્યો છે કે જે દ્વારા તેના પ્રથમજનિતને બચાવી શકાય.દરેક પરિવારે એક સંપૂર્ણ બલિદાન (ઘેટું) લેવું અને તેનું અર્પણ કરવું.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને કહ્યું કે હલવાનના રક્તમાંથી થોડુંક તેમના દરવાજાઓની બારસાખો પર લગાડો અને શેકેલું માંસ ખમીર વગરની રોટલી સાથે ઝડપથી ખાઈ લો.તેઓ જ્યારે ખાતા હતા ત્યારે તેઓને તેણે મિસર છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને જેવું કરવા માટે કહ્યું હતું તેવું જ તેઓએ કર્યું.મધ્ય રાત્રીએ ઈશ્વર મિસરના પ્રથમજનિતને મારવા માટે નીકળ્યા.
બધા જ ઈઝ્રાયલીઓના બારણા આગળ રક્ત લગાડેલું હતું, જેથી ઈશ્વર તે દરેકને છોડી દે.તેઓમાંનો દરેક જણ સુરક્ષિત હતોહલવાનના રક્તના કારણે તેઓને છોડી દેવામાં આવ્યા.
પરંતુ મિસરીઓએ ઈશ્વરનું માન્યું નહીં અને તેની આજ્ઞા માની નહીં.માટે ઈશ્વરે તેમના ઘર છોડ્યા નહીં.ઈશ્વરે મિસરના દરેક પ્રથમજનિતને મારી નાંખ્યો.
મિસરનું દરેક નર બાળક જેલમાં બંદીથી લઈને ફારુનનાં પ્રથમજનિત સુધી દરેકનું મૃત્યુ પામ્યો.મિસરમાં લોકો પોતાના ઊંડા દુ:ખોના લીધે કલ્પાંત કરવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા.
એ જ રાત્રીએ, ફારુને, મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “ઈઝ્રાયલીઓને લઈને હમણાં જ મિસર છોડી દે !’’મિસરીઓએ પણ ઈઝ્રાયલી લોકોને તુરંત જતા રહેવા અરજ કરી.
બાઈબલની વાર્તાનિર્ગમન 11:1-12:32