gu_tn_old/1co/03/intro.md

2.6 KiB

1 કરિંથીઓનો પત્ર 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો જૂના કરારમાંના અવતરણોને પાન પર દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેમને વાંચવું સરળ બને. યુએલટી આ પ્રમાણે 19 અને 20 ની કલમોના શબ્દો સાથે કરે છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

દૈહિક લોકો

કરિંથના વિશ્વાસીઓ તેમના અન્યાયીપણાના કાર્યોને કારણે અપરિપક્વ હતા. તે તેઓને ""દૈહિક"" કહે છે, જેનો અર્થ અવિશ્વાસીઓ તરીકે વર્તવું થાય છે. આ શબ્દ જેઓ ""આત્મિક""છે તેઓના વિરોધમાં વપરાવામાં આવ્યો છે. ખ્રિસ્તીઓ તેમના ""દેહ"" ને અનુસરે છે તે મૂર્ખતાથી વર્તે છે. તેઓ જગતના જ્ઞાનનું પાલન કરી રહ્યા છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/righteous]], [[rc:///tw/dict/bible/kt/flesh]], [[rc:///tw/dict/bible/kt/spirit]] અને [[rc:///tw/dict/bible/kt/foolish]] અને rc://*/tw/dict/bible/kt/wise)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

આ અધ્યાયમાં ઘણા રૂપકો છે. પાઉલ આત્મિક અપરિપક્વતાને સમજાવવા માટે ""બાળકો"" અને ""દૂધ"" નો ઉપયોગ કરે છે. તે રોપણી અને પાણી આપનાર રૂપકોનો ઉપયોગ કરિંથની મંડળીના વિકાસ માટે તેણે અને અપોલોસની ભૂમિકાઓ વર્ણવવા માટે કરે છે. કરિંથીઓને આત્મિક સત્યો શીખવવામાં અને તેના ઉપદેશોને સમજવામાં મદદ કરવા માટે પાઉલ અન્ય રૂપકોનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)