gu_tn_old/tit/02/intro.md

1.9 KiB

તિતસ ૦૨ સામાન્ય નોંધો

આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો/ખ્યાલો

જાતિ આધારિત ભૂમિકાઓ

ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં આ ભાગને કેવી રીતે સમજી શકાય તે સબંધી વિદ્વાનોમાં વિરોધાભાસ પ્રવર્તમાન છે. કેટલાક વિદ્વાનો માને છે કે બધી બાબતોમાં પુરુષો અને સ્ત્રીઓ એકસમાન છે. અન્ય વિદ્વાનો માને છે કે ઈશ્વરે પુરુષો અને સ્ત્રીઓને લગ્નજીવન અને મંડળીમાં ભિન્ન ભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે સૃજયા છે. અનુવાદકારોએ ધ્યાનમાં રાખવું કે આ સમસ્યા સબંધી તેઓની સમજ આ ફકરાના અનુવાદ પર અસર ના કરે.

ગુલામી પ્રથા

ગુલામી પ્રથા સારી કે ખરાબ તે વિષે પાઉલ આ અધ્યાયમાં કાંઈ કહેતો નથી. પાઉલ ગુલામો ને શિક્ષણ આપે છે કે તેઓ પોતાના મલીકોને સેવા વિશ્વાસુપણે કરે. પાઉલ સર્વ વિશ્વાસીઓને શિક્ષણ આપે છે કે તેઓએ ઈશ્વરપારાયણ જીવન જીવવું અને પ્રત્યેક પરિસ્થિતિમાં યોગ્ય રીતે જીવવું.