gu_tn_old/rom/09/intro.md

5.2 KiB

રોમનો 09 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, પાઉલ જે વિશે શીખવે છે તે બદલે છે. અધ્યાય 9-11 માં, તે ઇઝરાએલ રાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

કેટલાક અનુવાદો એ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે કે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ અધ્યાયની 25-29 અને 33 ની કલમો સાથે આ પ્રમાણે કરે છે. પાઉલ જૂના કરારના આ સર્વ શબ્દો ટાંકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દેહ

પાઉલ આ અધ્યાયમાં ""દેહ"" શબ્દનો ઉપયોગ ફક્ત ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે, યાકૂબ દ્વારા શારીરિક રીતે ઇબ્રાહિમના લોકો ઉતરી આવ્યા હતા, જેને ઈશ્વરે ઇઝરાએલ નામ આપ્યું. (જુઓ: rc://*/tw/dict/bible/kt/flesh)

અન્ય અધ્યાયોમાં, પાઉલ સાથી ખ્રિસ્તીઓ માટે ""ભાઈ"" શબ્દનો ઉપયોગ કરે છે. જો કે, આ અધ્યાયમાં, તે તેના સગાઓ ઇઝરાએલીઓને અર્થ આપવા માટે ""મારા ભાઈઓ"" નો ઉપયોગ કરે છે.

પાઉલ એવા લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ ઈસુને ""ઈશ્વરના સંતાનો"" અને ""વચનનાં સંતાનો"" તરીકે માને છે.

પૂર્વનિર્ધારણ

ઘણા વિદ્વાનો માને છે કે આ અધ્યાયમાં પાઉલ ""પૂર્વનિર્ધારણ"" તરીકે ઓળખાતા વિષય પર વ્યાપકપણે શીખવે છે. આ ""પૂર્વનિર્ધારણ"" બાઈબલના ખ્યાલ સાથે સંબંધિત છે. કેટલાક લોકો આ સૂચવે છે કે ઈશ્વરે કેટલાક લોકોને જગતની સ્થાપના અગાઉ અનંતકાળને માટે બચાવવા પસંદ કર્યા છે. આ વિષય પર બાઈબલ જે શીખવે છે તેના વિશે ખ્રિસ્તીઓના જુદા જુદા મતો છે. તેથી આ અધ્યાયનું અનુવાદ કરતી વખતે અનુવાદકે વધારાની કાળજી લેવાની જરૂર છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/predestine]] અને [[rc:///tw/dict/bible/kt/save]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઠોકર ખાવાનો પથ્થર

પાઉલ સમજાવે છે કે જ્યારે કેટલાક વિદેશી લોકોએ ઈસુને વિશ્વાસ કરીને તેમના તારણહાર તરીકે સ્વીકાર્યા, ત્યારે મોટાભાગના યહૂદીઓ તેમનું તારણ કમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી તેઓએ ઈસુને નકાર્યા. પાઉલે, જૂના કરારને ટાંકીને, ઈસુને એક પથ્થર તરીકે વર્ણવ્યા હતા, જ્યારે ચાલતી વખતે યહૂદીઓ ઠોકર ખાતા હતા. આ ""ઠોકરનો પથ્થર"" તેમના ""પતન"" નું કારણ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""ઇઝરાએલમાં તે દરેક જણ નથી જે ખરેખર ઇઝરાએલના છે""

પાઉલ આ કલમમાં ""ઇઝરાએલ"" શબ્દનો ઉપયોગ બે જુદા જુદા અર્થ સાથે કરે છે. પ્રથમ ""ઇઝરાએલ"" નો અર્થ યાકૂબ દ્વારા ઇબ્રાહિમના શારીરિક વંશજો છે. બીજા ""ઇઝરાએલ"" નો અર્થ તે છે જે વિશ્વાસ દ્વારા ઈશ્વરના લોકો છે. યુએસટી આનું પ્રતિબિંબ પાડે છે.